We Just Opened 3 New Branches!
We're Open, now in Vadodara, Kochi & Nungambakkam (Chennai).
India
Toll free
Our Toll Free Numbers:

1800 313 5555

Call us
You can also call us on:

+91 22 2101 7979

+91 22 2101 6969

Foreign Nationals
Foreign Nationals/NRIs travelling

Within India+91 915 200 4511

Outside India+91 887 997 2221

Business Hours

Business hours: 10AM - 7PM

Explore Veena World Travel Stories

  • Travel Inspiration
  • Destination Guides
  • Travel Tips

વેસ્ટર્ન યુરોપ - જ્યાં દરેક દેશ એક નવી કહાની કહે છે...

14 mins. read
Neil Patil
Neil Patil
14 Mins Read
August 21, 2026
August 21, 2026

Quick Summary

લંડનમાં પહેલી મુલાકાતે બિગ બેન અને બકિંગહામ પેલેસ જેવા પ્રતીકો જરૂર જુઓ, પણ સાચું લંડન બીજી મુલાકાતથી શરૂ થાય છે.

લંડનમાં ઉતાવળ ન કરો અને નેઇબરહૂડ્સ ધીમે ધીમે એક્સપ્લોર કરો જેથી છુપાયેલા પબ્સ અને લોકલ માર્કેટ્સ મળી રહે.

લંડનની દરેક મુલાકાતે નવો શો, નવું રેસ્ટોરન્ટ અથવા પૉપ-અપ આર્ટ એક્ઝિબિશન શોધવાની તક રાખો.

વેસ્ટર્ન યુરોપમાં એક અઠવાડિયામાં આલ્પ્સથી અમાલ્ફી કોસ્ટ અને ક્લિફ્સ ઑફ મોહર સુધી નજારો ઝડપથી બદલાઈ જાય છે.

સ્વિટ્ઝરલૅન્ડ, ફ્રાન્સ, જર્મની, ઓસ્ટ્રિયા, નેધરલેન્ડ્સ અને ઇટાલી જેવા દેશોમાં ટ્રેન અને રેલ નેટવર્કનો લાભ લઈને ડેસ્ટિનેશન વચ્ચે સરળ સફર કરો.

વેસ્ટર્ન યુરોપના કૅથેડ્રલ્સ, કૅસલ્સ અને ઐતિહાસિક ગલીઓમાં ફરતા ઇતિહાસ જીવંત લાગશે.

Published in Mumbai Samachar. Date 23rd August, 2026

હંમેશાં કંઈક નવું આપતું શહેર

લંડન એ એવું શહેર છે, જ્યાં પહેલી જ મુલાકાતે પણ બધું જાણીતું-પરિચિત લાગવા લાગે છે. બિગ બેન, બકિંગહામ પેલેસ, ટાવર બ્રિજ... પોસ્ટકાર્ડ્સ, ફિલ્મો અને તસવીરોમાં વારંવાર જોયેલા આ બધા જ પ્રતીકો અહીં અચાનક તમારી સામે જીવંત ઊભા હોય છે. પહેલી મુલાકાતમાં તમે આ બધું જોઈ લો, લંડનની જાણીતી જગ્યાઓ પર ફોટોઝ ક્લિક કરો અને તમને લાગે કે લંડન પૂરું થઈ ગયું. જાણે તમારી વિશલિસ્ટના બધા બૉક્સ ટિક થઈ ગયા!પણ સાચું લંડન તો બીજી મુલાકાતથી શરૂ થાય છે.

ફરી એક વાર લંડન જાઓ, તો જાણીતા લેન્ડમાર્ક્સ પાછળ રહી જાય છે અને શહેરનો એક નવો ચહેરો સામે આવવા લાગે છે. હવે ઉતાવળમાં એક સાઇટથી બીજી સાઇટ પર પહોંચવાને બદલે શહેરને થોડું ધીમે-ધીમે માણવાનો સમય મળે છે. સાંકડી ગલીઓમાં છુપાયેલા નાનકડા પબ્સ, દર વીકએન્ડે અલગ-અલગ વિસ્તારોમાં ભરાતા જીવંત માર્કેટ્સ, સ્થાનિક લોકોના મનપસંદ કૅફેઝ અને થોડા જ અઠવાડિયા માટે યોજાતા પૉપ-અપ આર્ટ એક્ઝિબિશન્સ... લંડનની દરેક નેઇબરહૂડ જાણે એક અલગ જ નાનકડું શહેર હોય એવું લાગવા લાગે છે, જેનો પોતાનો સ્વભાવ, પોતાની ઓળખ અને પોતાની ગતિ હોય છે. એક જ શહેરમાં આટલી બધી અલગ દુનિયાઓ વસે છે, એ કદાચ બીજી મુલાકાતે જ સમજાય છે.

સૌથી રસપ્રદ વાત એ છે કે દુનિયાના અનેક સેલિબ્રિટીઝ, જેઓ ઇચ્છે તો દુનિયાના કોઈપણ ખૂણે હોલિડે માણી શકે, તેઓ પણ વારંવાર લંડન પાછા આવે છે. ક્યારેક માત્ર એક વીકએન્ડ માટે, તો ક્યારેક શહેરમાં થોડા દિવસો પોતાની રીતે જીવવા માટે. કારણ એક જ... લંડન દરેક મુલાકાતે કંઈક નવું આપે છે. કોઈ નવો શો, કોઈ નવું રેસ્ટોરન્ટ, કોઈ નવો માર્કેટ કે પછી જૂની જ ગલીમાં મળેલો એક સાવ નવો અનુભવ. જો સોમી મુલાકાતે પણ આ શહેર નવાઈ પમાડે, તો બીજી મુલાકાતમાં તમને કેટલી નવી શોધો મળશે, એની કલ્પના જ કેટલી રોમાંચક છે!

કદાચ આ જ લંડનની સૌથી મોટી ખાસિયત છે. પહેલી મુલાકાત તમને તેના પ્રખ્યાત લેન્ડમાર્ક્સથી પરિચિત કરાવે છે, પરંતુ પછી ધીમે-ધીમે ટૂરિસ્ટ્સ માટે સજેલું લંડન પાછળ રહી જાય છે અને પોતાના લોકો માટે જીવતું અસલી લંડન તમારી સામે ખુલવા લાગે છે. ત્યારે શહેરને માત્ર જોવાનું નહીં, પણ થોડું જીવવાનું મન થાય છે. કોઈ છુપાયેલો પબ, કોઈ નવો માર્કેટ, કોઈ પૉપ-અપ આર્ટ એક્ઝિબિશન કે પછી કોઈ અજાણી ગલીમાં વિતાવેલી એક સુંદર સાંજ... દરેક મુલાકાતે લંડન પોતાની એક નવી કહાની તમારી સામે ખોલે છે અને તમને ફરી એક વાર તેના પ્રેમમાં પાડી દે છે.

 

વેસ્ટર્ન યુરોપ - જ્યાં દરેક દેશ એક નવી કહાની કહે છે...

 સ્વિટ્ઝલર્ૅન્ડ - આલ્પ્સ, યુંગફ્રાઉ, ગોલ્ડન પાસ ટ્રેન, માઉન્ટ ટિટલિસ

 ફ્રાન્સ - આઇફેલ ટાવર, પૅરિસ, પેલેસ ઑફ વર્સાય

જર્મની - બ્લેક ફૉરેસ્ટ, કુકૂ ક્લોક, રાઇન વેલી

ઓસ્ટ્રિયા - વિયેના, સાલ્ઝબર્ગ, હાલસ્ટાટ, મોઝાર્ટ

નેધરલેન્ડ્સ - એમ્સ્ટરડેમની કેનાલ્સ, વિન્ડમિલ્સ, ટ્યૂલિપ્સ

લક્ઝમબર્ગ - ઐતિહાસિક કૅસલ્સ, યુનેસ્કો હેરિટેજ સિટી, ટ્રામ ટૂર

ઇટાલી - રોમ, વેનિસ ગોન્ડોલા રાઇડ, પિસા, ફ્લોરેન્સ

 લિશ્ટેનસ્ટાઇન - ધ રેડ હાઉસ, વાડૂઝ કૅથેડ્રલ, ટાઉન હોલ

 ઇંગ્લેન્ડ - લંડન, બકિંગહામ પેલેસ, બિગ બેન

 સ્કૉટલૅન્ડ - એડિનબરો, હાઇલૅન્ડ્સ, લૉક નેસ

 વેલ્સ - સ્નોડોનિયા નૅશનલ પાર્ક, મિડિવલ ફોર્ટ્સ, સિનિક વેલીઝ

 નોર્ધર્ન આયર્લેન્ડ - જાયન્ટ્સ કૉઝવે, બેલફાસ્ટ, ટાઇટેનિક લેગસી

દુનિયાની સૌથી મહાન કહાની... જે આજે પણ લખાઈ રહી છે.

વેસ્ટર્ન યુરોપની આ કહાની એક દિવસમાં નથી લખાઈ. તેને આકાર લેતાં સદીઓ લાગી છે. રોમન સામ્રાજ્યના પગલાં, રેનેસાંના મહાન કલાકારોની કલ્પનાઓ અને દુનિયાના અજાણ્યા ખૂણાઓ શોધવા નીકળેલા સાહસિકોના પ્રવાસે મળીને આ ઇતિહાસ રચ્યો છે. અહીંનું દરેક કૅથેડ્રલ, દરેક કૅસલ અને દરેક કોબલસ્ટોન સ્ટ્રીટ સદીઓ જૂની એક જીવંત કહાની કહે છે. અહીં ફરતાં ઘણી વાર એવું લાગે કે આપણે માત્ર કોઈ શહેરમાં નથી ફરી રહ્યા, પરંતુ ઇતિહાસનાં પાનાંઓ વચ્ચે ચાલી રહ્યા છીએ. જૂની ઇમારતો, ઐતિહાસિક ચોક્સ અને આજે પણ સાચવી રાખેલી સદીઓ જૂની પરંપરાઓ વેસ્ટર્ન યુરોપના ભૂતકાળને આજે પણ જીવંત રાખે છે.

ભૂગોળની વાત કરીએ તો વેસ્ટર્ન યુરોપ જેટલો વૈવિધ્યસભર વિસ્તાર દુનિયામાં બહુ ઓછો જોવા મળે. એક જ અઠવાડિયામાં તમે સ્વિટ્ઝલર્ૅન્ડના આલ્પ્સની તળેટીમાં ઊભા રહી શકો, ઇટાલીના અમાલ્ફી કોસ્ટ પર ફરી શકો અને આયલર્ૅન્ડના ક્લિફ્સ ઑફ મોહર પર એટલાન્ટિકના મોજાંઓનો ગર્જનાભર્યો નજારો માણી શકો. ક્યાંક બરફથી ઢંકાયેલા માઉન્ટન્સ, ક્યાંક બ્લૂ લેક્સ, ક્યાંક લીલાછમ વેલીઝ તો ક્યાંક દૂર સુધી ફેલાયેલો સમુદ્ર... થોડા જ કલાકોની જર્નીમાં આખો નજારો બદલાઈ જાય. બાર દેશો, અસંખ્ય લેન્ડસ્કેપ્સ અને એટલું કાર્યક્ષમ રેલ નેટવર્ક કે અંતર જાણે અર્થ જ ગુમાવી દે. અહીં એક ડેસ્ટિનેશનથી બીજા ડેસ્ટિનેશન સુધી પહોંચવાની સફર પણ હોલિડેનો એક સુંદર અનુભવ બની જાય છે.

સંસ્કૃતિની વાત આવે તો વેસ્ટર્ન યુરોપનો કોઈ મુકાબલો નથી. વર્લ્ડ-ક્લાસ મ્યુઝિયમ્સ, જીવંત સ્ટ્રીટ માર્કેટ્સ, ઐતિહાસિક ફૂટબૉલ સ્ટેડિયમ્સ અને વિશ્વને દિશા આપનાર સાહિત્ય અને શિક્ષણની ધરોહર અહીં દરેક પગલે જોવા મળે છે. શેક્સપિયરનું ઇંગ્લૅન્ડ, વિક્ટર હ્યુગોનું ફ્રાન્સ, લંડનની શેરલોક હોમ્સની ગલીઓ, સ્કૉટલૅન્ડનું હૅરી પોટર અને ઑક્સફર્ડ, કેમ્બ્રિજ તથા સોર્બોન જેવી વિશ્વવિખ્યાત યુનિવર્સિટીઓ... ક્લાસરૂમમાં જે વાંચ્યું હતું, ફિલ્મોમાં જે જોયું હતું અને પુસ્તકોમાં જેની કલ્પના કરી હતી, તેને અહીં તમે પોતાની આંખે જોઈ અને અનુભવી શકો છો. કદાચ એટલે જ વેસ્ટર્ન યુરોપની સફર માત્ર સાઇટસીઇંગ નથી રહેતી, દરેક દિવસ કંઈક નવું જાણવા અને સમજવાનો અનુભવ બની જાય છે.

ભારતીય ટ્રાવેલર્સમાં વેસ્ટર્ન યુરોપની લોકપ્રિયતા દર વર્ષે વધી રહી છે. ખાસ કરીને સ્વિટ્ઝલર્ૅન્ડ, યુકે અને ઇટાલી પ્રથમ વખત યુરોપ જનારાઓની સૌથી પસંદગીની ડેસ્ટિનેશન્સ છે. પરંતુ એક વાર યુરોપ જોયા પછી અહીં ફરી આવવાનાં કારણો સતત વધતાં જ જાય છે. અને અહીંનો કૅલેન્ડર પણ હંમેશાં ઉત્સવોથી જીવંત રહે છે. મ્યુનિકનો ઑક્ટોબરફેસ્ટ, મે મહિનાનો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ, લંડનનો ચેલ્સી ફ્લાવર શો, વેનિસનો કાર્નિવલ અને દર જુલાઈએ આઇફેલ ટાવર નીચે ઝગમગી ઊઠતી બાસ્ટીલ ડેની આતશબાજી... સીઝન બદલાય, શહેર બદલાય અને સાથે અનુભવ પણ બદલાય. એટલે વેસ્ટર્ન યુરોપમાં વર્ષનો દરેક સમય કંઈક નવું, કંઈક ખાસ અને કંઈક અદભુત લઈને તમારી રાહ જોતો હોય છે.

જીવનમાં એક વાર તો...આ બધું કરવું જ છે!

  • યુંગફ્રાઉના બરફથી ઢંકાયેલા શિખરો પર ઊભા રહી ભવ્ય આલ્પ્સનો અદભુત નજારો માણવો છે.
  • માઉન્ટ ટિટલિસની વિશ્વપ્રસિદ્ધ રોટએર રિવોલ્વિંગ કેબલ કારનો રોમાંચક અનુભવ કરવો છે.
  • આઇફેલ ટાવરની ટોચ પરથી રોશનીમાં ઝગમગતા પૅરિસને નિહાળવું છે.
  • સીન રિવર ક્રૂઝ કરીને પૅરિસને એકદમ નવા અંદાજમાં અનુભવવું છે.
  • વેનિસની કેનાલ્સમાં ગોન્ડોલા રાઇડનો યાદગાર અનુભવ કરવો છે.
  • રોમના કોલોસિયમ સામે ઊભા રહી રોમન ઇતિહાસની ભવ્યતા અનુભવવી છે.
  • લીનિંગ ટાવર ઑફ પિસા સાથે એક મજેદાર ફોટો ક્લિક કરાવવો છે.
  • વેટિકન સિટીના ભવ્ય સેન્ટ પીટર્સ બેસિલિકાની ભવ્યતા નિહાળવી છે.
  • એમ્સ્ટરડેમની વિશ્વવિખ્યાત કેનાલ્સમાં બોટ રાઇડ કરીને શહેરને નજીકથી માણવું છે.
  • ક્યુકેનહોફમાં લાખો રંગબેરંગી ટ્યૂલિપ્સ વચ્ચે ખોવાઈ જવું છે.
  • મોન્ટે કાર્લોના લક્ઝરી યૉટ્સ અને વિશ્વપ્રસિદ્ધ કૅસિનોઝની એક ઝલક જોવી છે.
  • એડિનબરો કૅસલ પરથી સ્કૉટલૅન્ડની અદભુત સુંદરતા નિહાળવી છે.
  • જાયન્ટ્સ કૉઝવેના કુદરતી ખડકના અનોખા આકારો પર ચાલવાનો અનુભવ કરવો છે.
  • સ્વિટ્ઝલર્ૅન્ડની ઓરિજિનલ ચોકલેટ અને ફ્રાન્સના તાજા ક્રોસાંનો સ્વાદ, એ જ ધરતી પર માણવો છે.

વીણા વર્લ્ડ સિનિયર્સ સ્પેશિયલ તમારા ગોલ્ડન યર્સને સેલિબ્રેટ કરો!

યુરોપની પહેલી સફર માટે ક્યારેય મોડું થતું નથી. કમ્ફર્ટને પ્રાથમિકતા આપતી હોટેલ્સ, આરામદાયક આઇટિનરરીઝ, દરેક પ્રવાસીની વ્યક્તિગત કાળજી લેતા અનુભવી ટૂર મેનેજર અને સમગ્ર ટૂર દરમિયાન ભારતીય ભોજનની વ્યવસ્થા... યુંગફ્રાઉ હોય, વેનિસ હોય કે પૅરિસ, આ બધું જોવા માટે યુવાની નહીં, માત્ર ત્યાં પહોંચવાની ઇચ્છા હોવી જોઈએ. અને એ ઇચ્છા તો તમારી પાસે ભરપૂર છે!

વેસ્ટર્ન યુરોપ - જ્યાંથી દરેક ભારતીયની યુરોપ સફરની શરૂઆત થાય છે.

કસ્ટમાઇઝ્ડ હોલિડેઝઃ યુરોપની તમારી પહેલી હોલિડે એકદમ તમારી પસંદગી મુજબ હોવી જોઈએ. સ્વિટ્ઝલર્ૅન્ડમાં આખું એક અઠવાડિયું, ટસ્કની અને અમાલ્ફી કોસ્ટની પ્રાઇવેટ ઇટાલિયન સફર કે લંડનથી પૅરિસ સુધીની યાદગાર યુરોસ્ટાર રાઇડ... ફૅમિલી ફન, રોમૅન્ટિક હોલિડેઝ, લક્ઝરી સ્ટેઝ, હિડન જેમ્સ કે સેલ્ફ-ડ્રાઇવ જેવા અનેક થીમ્સ સાથે વીણા વર્લ્ડના કસ્ટમાઇઝ્ડ હોલિડેઝ તમારી પસંદગી અને તમારા સપનાઓને ધ્યાનમાં રાખીને ખાસ તમારા માટે હોલિડે ડિઝાઇન કરે છે.

MICE અને કોર્પોરેટ ગ્રૂપ્સઃ સ્વિટ્ઝલર્ૅન્ડના આલ્પ્સમાં લીડરશિપ સમિટ, આઇફેલ ટાવરની ઝગમગતી રોશની વચ્ચે સીન રિવર ક્રૂઝ પર ટીમ ડિનર, વેનિસમાં ૨૦૦ ડેલિગેટ્સ માટે ગોન્ડોલા એક્સપિરિયન્સ કે બાર્સેલોનામાં ફ્લેમેન્કો ડિનર પછી સાગ્રાદા ફેમિલિયાની મુલાકાત... ૩૫૦થી વધુ કંપનીઓના ૨૦થી લઈને ૨,૦૦૦ ડેલિગેટ્સ સુધીના MICE ગ્રૂપ્સ સફળતાપૂર્વક સંભાળવાનો વીણા વર્લ્ડનો અનુભવ છે. દરેક ડિટેલનું સંપૂર્ણ આયોજન અને દરેક પળને યાદગાર બનાવવાની ખાતરી.

ગ્રૂપ ટૂર્સઃ મોટાભાગના ભારતીયો માટે યુરોપની પહેલી સફરની શરૂઆત વેસ્ટર્ન યુરોપથી જ થાય છે. અને પહેલી વાર યુરોપ અનુભવવાનો સૌથી સરળ અને નિરાંતે રસ્તો છે વીણા વર્લ્ડની ગ્રૂપ ટૂર. પ્રથમ દિવસથી અનુભવી ટૂર મેનેજર, ભારતીય ભોજનની વ્યવસ્થા, વિઝા માટે સંપૂર્ણ માર્ગદર્શન અને ભારતના વિવિધ શહેરોમાંથી ડિપાર્ચર્સ... ઉપરાંત તમારી પસંદગી માટે અનેક ટૂર્સ. ૫ દેશોને આવરી લેતી ૬ દિવસની સ્વિસ પૅરિસ ઑસ્ટ્રિયા જર્મની ટૂરથી લઈને ૧૨ દેશો અને ૨૩ શહેરોની ૧૫ દિવસની યુરોપિયન જ્વેલ્સ ટૂર સુધી... બસ, તમે આવી જાઓ. બાકીની દરેક જવાબદારી અમારી.

વુમન્સ સ્પેશિયલઃ ઘણી મહિલાઓ માટે યુરોપની પહેલી સફરની શરૂઆત વુમન્સ સ્પેશિયલ ટૂરથી થાય છે, અને તેની કરતાં સારી શરૂઆત બીજી કોઈ હોઈ જ શકે નહીં. સુરક્ષિત, હૂંફાળું, આરામદાયક અને વિચારીને તૈયાર કરાયેલું આયોજન, સાથે ખાસ વુમન્સ સ્પેશિયલ ગ્રૂપ્સ માટે પસંદ કરાયેલા અનુભવી ટૂર મેનેજર. વર્ષોથી યુરોપ દરેક મહિલાના ટ્રાવેલ સપનાઓનો એક મહત્વનો ભાગ રહ્યું છે અને વીણા વર્લ્ડે આ સફરને વધુ સરળ, વધુ આરામદાયક અને વધુ આનંદમય બનાવી છે. પહેલી વિઝાની પૂછપરછથી લઈને ટૂરના છેલ્લા દિવસ સુધીની દરેક નાની-મોટી જવાબદારી અમારી. કારણ કે સફર માત્ર નવી જગ્યાઓ જોવાની નથી... તે પોતાની અંદર એક નવી જાતને શોધવાની પણ છે.

લાઇટ્સ. કેમેરા.ટ્રાવેલ

ભારતીયોના મનમાં યુરોપનું સપનું વાવવામાં સૌથી મોટો ફાળો જો કોઈનો હોય, તો તે બૉલિવૂડનો છે. વર્ષોથી રૂપેરી પડદા પર જોયેલાં યુરોપનાં સુંદર લોકેશન્સ જાણે આપણી પોતાની ટ્રાવેલ વિશલિસ્ટનો ભાગ બની ગયાં છે. દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેમાં દેખાયેલી સ્વિટ્ઝલર્ૅન્ડની ફૂલોથી છલકાતી વૅલીઝ અને બરફીલા પહાડો, બેફિકરેમાં આઇફેલ ટાવર અને પૅરિસનો રોમૅન્ટિક માહોલ, ક્વીનમાં એમ્સ્ટરડેમની કેનાલ્સ, નમસ્તે લંડન અને કભી ખુશી કભી ગમમાં લંડનની શાન અને બકિંગહામ પેલેસ, તમાશામાં કોર્સિકા આઇલેન્ડની વાદળી સુંદરતા, ઐ દિલ હૈ મુશ્કિલમાં વિયેના અને પૅરિસની ભવ્ય આર્કિટેક્ચર અને રોકસ્ટારમાં પ્રાગના ઐતિહાસિક ચોક્સ... દાયકાઓથી આ ફિલ્મો, તેમનાં ગીતો અને યાદગાર દૃશ્યોએ ભારતીયોના મનમાં યુરોપનું એક સપનાસમાન ચિત્ર ઊભું કર્યું છે. કદાચ આપણામાંથી ઘણા લોકો માટે યુરોપની પહેલી ઓળખ કોઈ ટ્રાવેલ બુક કે ગાઇડથી નહીં, પણ બૉલિવૂડની આવી જ કોઈ મનપસંદ ફિલ્મથી થઈ છે.

કદાચ એટલે જ જ્યારે તમે આ જગ્યાઓ પર ખરેખર પહોંચો છો, ત્યારે દરેક પળે મનમાં એક જ વિચાર આવે છે... અરે! આ તો એ જ ફિલ્મવાળી જગ્યા! ક્યારેક મનપસંદ ફિલ્મનું કોઈ દૃશ્ય યાદ આવી જાય, તો ક્યારેક કોઈ ગીત આપોઆપ હોઠ પર આવી જાય. સ્ક્રીન પર વર્ષોથી જોતા આવેલા લોકેશન પર પોતે ઊભા હોવાનો એ અહેસાસ જ કંઈક અલગ હોય છે. અને એ જ ક્ષણે યુરોપની સફર માત્ર એક હોલિડે નથી રહેતી. તે રૂપેરી પડદા પર જોયેલા સપનાઓને પોતાની આંખે જીવવાનો, મનપસંદ ફિલ્મોની યાદોને ફરી તાજી કરવાનો અને જીવનભર સાથે રહે એવી નવી પળોને સાચવી લેવાનો એક અવિસ્મરણીય અનુભવ બની જાય છે.

સ્વાદની પણ એક યાદગાર સફર

વેસ્ટર્ન યુરોપમાં દરેક દેશની સરહદ પાર કરતાં માત્ર ભાષા કે નજારો જ બદલાતો નથી... બદલાઈ જાય છે ત્યાંનો સ્વાદ પણ. સ્વિટ્ઝલર્ૅન્ડના ઠંડા પહાડોમાં ગરમાગરમ ચીઝ ફૉન્ડ્યુ, પૅરિસના રોડસાઇડ કૅફેમાં તાજું ફ્રેન્ચ ક્રોસાં, રોમના જીવંત ચોકમાં ઓથેન્ટિક ઇટાલિયન પિઝા અને જેલાટો, વિયેનાના ઐતિહાસિક કૅફેમાં કૉફી સાથે સાખરટોર્ટે, સ્થાનિક માર્કેટમાં ડચ સ્ટ્રૂપવાફલ્સ, બેલ્જિયમની એવી ચોકલેટ જેનો સ્વાદ ક્યારેય ભૂલી ન શકાય, બ્રિટિશ દરિયાકિનારે ફિશ એન્ડ ચિપ્સ અને પરંપરાગત આફ્ટરનૂન ટી સાથે સ્કોન્સ... અહીં દરેક વાનગી માત્ર ભોજન નથી, પરંતુ તે દેશની સંસ્કૃતિ, પરંપરા અને ઓળખનો એક સ્વાદિષ્ટ પરિચય છે. વેસ્ટર્ન યુરોપ માત્ર આંખોને જ નહીં, પરંતુ તમારી ટેસ્ટ બડ્સને પણ એટલો જ યાદગાર અનુભવ કરાવે છે.

અરે વાહ! આ તો મને ખબર જ નહોતી!

  • સ્વિટ્ઝલર્ૅન્ડમાં દરેક નાગરિકને મિલિટરી સર્વિસની સાથે ઇમર્જન્સી પ્રિપેરેડનેસની પણ ટ્રેનિંગ આપવામાં આવે છે.
  • આઇફેલ ટાવર ઉનાળામાં ગરમીને કારણે લગભગ ૧૫ સેન્ટીમીટર જેટલો ઊંચો થઈ જાય છે.
  • ઇટાલીમાં દુનિયાના કોઈપણ દેશ કરતાં સૌથી વધુ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ આવેલી છે.
  • વેનિસમાં રસ્તાઓ કરતાં કેનાલ્સ વધુ છે. એટલે શહેરના ઘણા ભાગોમાં બોટ જ મુખ્ય પરિવહનનું સાધન છે.
  • નેધરલેન્ડ્સનો લગભગ એક-તૃતીયાંશ ભાગ સમુદ્ર સપાટીથી નીચે હોવા છતાં અદ્યતન વોટર મેનેજમેન્ટને કારણે સંપૂર્ણ સુરક્ષિત છે.
  • ક્યુકેનહોફ ગાર્ડન્સમાં દર વર્ષે અંદાજે ૭ મિલિયન ટ્યૂલિપ્સ ખીલે છે.
  • લક્ઝમબર્ગ દુનિયાનું એકમાત્ર ગ્રાન્ડ ડચી છે, જ્યાં આજે પણ ગ્રાન્ડ ડ્યુક દેશના વડા તરીકે સેવા આપે છે.
  • લિશ્ટેનસ્ટાઇનનું પોતાનું એકપણ એરપોર્ટ નથી, છતાં તે યુરોપના સૌથી સમૃદ્ધ દેશોમાંનું એક છે.
  • લંડનમાં ૧૭૦થી વધુ મ્યુઝિયમ્સ છે, જેમાંથી ઘણાંમાં પ્રવેશ સંપૂર્ણ મફત છે.
  • સ્કૉટલૅન્ડને ગોલ્ફની જન્મભૂમિ માનવામાં આવે છે.
  • વેલ્સમાં વેલ્શ અને અંગ્રેજી, બંને ભાષાઓને સમાન સત્તાવાર દરજ્જો મળ્યો છે. અહીંનાં અનેક ગામોના નામ માત્ર વેલ્શ ભાષામાં જ છે.
  • નોર્ધર્ન આયલર્ૅન્ડનું જાયન્ટ્સ કૉઝવે આશરે ૪૦,૦૦૦ ષટ્કોણાકાર બેસાલ્ટ પથ્થરના સ્તંભોથી કુદરતી રીતે રચાયેલું અદ્ભુત સ્થળ છે.

તમારો સહપ્રવાસી - વીણા વર્લ્ડનો ટૂર મેનેજર

વેસ્ટર્ન યુરોપમાં લગભગ દરરોજ એક નવો દેશ, નવી ભાષા અને એક નવો અનુભવ તમારી રાહ જોતો હોય છે. અને આ આખી સફરમાં હું માત્ર તમારો ગાઇડ નથી, પરંતુ તમારો વિશ્વાસુ સહપ્રવાસી છું. યુંગફ્રાઉ પર પહેલી વાર બરફ જોતી વખતે તમારા ચહેરા પરની ખુશી હોય, આઇફેલ ટાવર સામેનો યાદગાર ફોટો હોય, વેનિસની ગોન્ડોલા રાઇડ હોય કે એમ્સ્ટરડેમની એક સુંદર સાંજ... તમારી દરેક યાદગાર પળમાં હું તમારી સાથે જ હોઉં છું. લોકલ ગાઇડન્સ, ટાઇમ મેનેજમેન્ટ, ભાષાની મદદ અને દરેક નાની-મોટી વ્યવસ્થા... બધું જ અમારી જવાબદારી. જેથી તમે દરેક ક્ષણને કોઈપણ ચિંતા વગર મનભરીને જીવી શકો. વીણા વર્લ્ડ સાથેની વેસ્ટર્ન યુરોપની સફર માત્ર અનેક દેશો જોવાની ટૂર નથી રહેતી. તે જીવનભર સાથે રહે એવી અણમોલ યાદોનો ખજાનો બની જાય છે. તો... ક્યારે નીકળો છો મારી સાથે?

Post your Comment

Please let us know your thoughts on this story by leaving a comment.

Get in touch with us

Share your details for a call back and subscribe to our newsletter for travel inspiration.

+91

Listen to our Travel Stories

You May also like

View all
Exploring the Top Cities in Malta: A Complete Travel Guide
14 mins, read

Exploring the Top Cities in Malta: A Complete Travel Guide

Malta combines the old-world charms with the modern seaside lifestyle. The historic Valletta city, the beautiful seaside of Sliema, and the ethereal beauty of Gozo’s landscape, every city and town pro

Best Places to Visit in Europe
14 mins, read

Best Places to Visit in Europe

From France to Italy, Switzerland to Spain, each European country has a unique charm. Their vibrant cities are known for being home to several tourist attractions that can cater to the diverse prefere

Europe's Must-Visit Hidden Gems
14 mins, read

Europe's Must-Visit Hidden Gems

Published in the Sunday Gujarat Samachar on 28 April, 2024 I was recently having a discussion with some of Veena World’s Tour Managers when we decided to play a game. The game was to list down some o

Veena World tour reviews

What are you waiting for? Chalo Bag Bharo Nikal Pado!