We're open, now in Nagpur, HSR Layout (Bengaluru) & Salt Lake (Kolkata). Locate Us
We're open, now in Nagpur, HSR Layout (Bengaluru) & Salt Lake (Kolkata). Locate Us
USA

Explore Veena World Travel Stories

  • Travel Inspiration
  • Destination Guides
  • Travel Tips

ઑસ્ટ્રેલિયા ન્યૂઝીલૅન્ડ

13 mins. read
Neil Patil
Neil Patil
13 Mins Read
October 30, 2026
October 30, 2026

Quick Summary

માસ્ટરશેફ ઑસ્ટ્રેલિયા જેવા શોએ ભારતીય ઘરોમાં ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલૅન્ડની રોજિંદી રસોઈનો માહોલ પહોંચાડ્યો.

ઓનલાઇન વીઝા અરજી અને મલ્ટિ-એન્ટ્રી, મલ્ટિ-યર ટૂરિસ્ટ વીઝાથી વારંવાર પ્રવાસ કરવો સરળ બન્યો.

ટાસ્માન સમુદ્ર પાર કરીને ન્યૂઝીલૅન્ડ જાઓ ત્યારે માઓરી હોંગી અભિવાદનનો આત્મીય અનુભવ જરૂર માણો.

ઑસ્ટ્રેલિયામાં વિશ્વનો સૌથી મોટો પરવાળાનો ખડક, સૌથી જૂનાં વર્ષાવન અને લાલ રણ જેવા પ્રકૃતિ-મહાકાવ્યો જુઓ.

ન્યૂઝીલૅન્ડમાં જ્વાળામુખી, ગરમ પાણીની ખીણો, ફ્યોર્ડ અને ગ્લેશિયરને એક જ નાટ્યાત્મક ભૂમિમાં શોધો.

સિડની વિવિડ, ન્યૂઝીલૅન્ડનો માતારીકી અને મેલબર્ન કપ જેવા ઉત્સવો સાથે તમારી યાત્રા સમયસર પ્લાન કરો.

Published in Mumbai Samachar 1st November 2026

નકશાના છેક નીચેના છેડે. દરેક બકેટ લિસ્ટમાં સૌથી ઉપર.

 

રસોડાથી શ્વાસ સુધી

વર્ષો સુધી ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલૅન્ડ ભારતીય પ્રવાસીઓની કલ્પનાના છેક છેવાડે રહ્યાં. દૂર, મોંઘાં, અને વર્ષોની બચત પછી જીવનમાં એક જ વાર થાય એવો પ્રવાસ. પછી ધીમે ધીમે બદલાવ આવ્યો, અને એની શરૂઆત થઈ આપણા જ દીવાનખાનામાંથી.

૨૦૦૯માં માસ્ટરશેફ ઑસ્ટ્રેલિયા પહેલી વાર પ્રસારિત થયો, અને થોડા જ સમયમાં એના જજ ભારતીય ઘરોમાં જાણીતા ચહેરા બની ગયા. પણ ખરો હીરો તો પાછળનું દૃશ્ય હતું. વિશાળ દરિયાકિનારા, ખુલ્લા વિસ્તારો અને તાજી સ્થાનિક ઊપજ દર અઠવાડિયે પડદા પર દેખાતાં રહ્યાં. એ કોઈ ચમકદમકવાળી ટૂરિઝમ જાહેરાત નહોતી, પણ રોજિંદી રસોઈનો સહજ માહોલ હતો. જાહેરાતને છાપ છોડવાનો એક જ મોકો મળે, પણ વર્ષો સુધી જોવાયેલા આ શોએ એ કરી બતાવ્યું, જે કોઈ જાહેરાત ન કરી શકે. એણે દૂરના દેશને જાણીતો અને પોતીકો બનાવી દીધો.

એ જ અરસામાં વ્યવહારુ અડચણો પણ દૂર થવા લાગી. ઑનલાઇન વીઝા અરજી અને મલ્ટિપલ-એન્ટ્રી, મલ્ટિ-યર ટૂરિસ્ટ વીઝાને લીધે ફરી જવું શક્ય બન્યું. ભારતનાં શહેરોમાંથી ડાયરેક્ટ ફ્લાઇટ્સ શરૂ થઈ, અને લાંબી મુસાફરી માત્ર થોડી અગવડ બનીને રહી ગઈ. આજે ભારતીય પ્રવાસીઓ ઑસ્ટ્રેલિયાની વાત જાપાન કે સ્વિટ્ઝલર્ૅન્ડની જેમ કરે છે. એવી જગ્યા, જ્યાં વારંવાર જવાનું મન થાય, એક વારમાં પૂરી કરી નાખવાની નહીં.

જે અંતર એક સમયે દુનિયાના આ ખૂણાની ઓળખ હતું, એ જ આજે એનું સૌથી મોટું આમંત્રણ બની ગયું છે.

ટાસ્માન સમુદ્ર પાર કરીને ન્યૂઝીલૅન્ડ પહોંચો, તો નિકટતાનો અર્થ વધુ ઊંડો બની જાય છે. અહીંના માઓરી લોકો હોંગી દ્વારા એકબીજાનું અભિવાદન કરે છે, જેમાં બે વ્યક્તિ હળવેથી નાક અને કપાળ એકબીજાને અડાડે છે. દૂરથી એ ધીમી ગતિમાં માથાં ટકરાવવા જેવું લાગે, પણ એ દુનિયાના સૌથી આત્મીય અભિવાદનોમાંનું એક છે.

હોંગી હા એટલે કે જીવનના શ્વાસની વહેંચણીનું પ્રતીક છે. એક ક્ષણ માટે બે વ્યક્તિના શ્વાસ એકમેકમાં ભળી જાય છે, અને સાદું અભિવાદન સહિયારી માનવતાનો સ્વીકાર બની જાય છે. હાથ મિલાવવામાં વિવેકપૂર્ણ અંતર જળવાય છે, અને હાથ જોડીને કરાતા નમસ્તેમાં તો સ્પર્શની પણ જરૂર નથી. પણ હોંગી આ અંતર સંપૂર્ણપણે મિટાવી દે છે. એ તમને થોડી વાર પહેલાં જ મળેલી વ્યક્તિ સાથે શ્વાસ વહેંચવા જેટલા નજીક લાવે છે.

દરેક સંસ્કૃતિની ઓળખ એ વાત પરથી થાય છે કે એ અજાણ્યાનો આવકાર કેવી રીતે કરે છે. કેટલીક સંસ્કૃતિઓ અંતર રાખીને આદર વ્યક્ત કરે છે. માઓરી લોકો નિકટતા દ્વારા સંબંધ જોડે છે. એમને માટે પહેલી મુલાકાત ઔપચારિકતા નહીં, આત્મીયતાનો અવસર છે.

કદાચ આ જ આ સફરનો સાચો આત્મા છે. ઑસ્ટ્રેલિયાએ ભારતને શીખવ્યું કે દૂરનો દેશ પણ ઘર જેવો લાગી શકે. ન્યૂઝીલૅન્ડ યાદ અપાવે છે કે હેલોનો અર્થ દરેક જગ્યાએ એકસરખું અંતર નથી હોતો. બંને મળીને નકશાના એ છેવાડાને અદ્ભુત રીતે નજીક લાવી દે છે.

દુનિયાનો સૌથી યુવાન ખંડઅને એનો સૌથી નાટ્યાત્મક ટાપુદેશ

ઑસ્ટ્રેલિયાની વાર્તા ૬૫,૦૦૦ વર્ષ પહેલાં એબોરિજિનલ અને ટોરેસ સ્ટ્રેટ આઇલૅન્ડર પ્રજાથી શરૂ થાય છે, જેમની જીવંત સંસ્કૃતિ પૃથ્વી પરની સૌથી જૂની અખંડ સભ્યતા છે - પ્રાચીન ઇજિપ્તથી પણ જૂની, અને આજે પણ કળા, વિધિઓ અને લાલ માટીમાં ધબકતી. ન્યૂઝીલૅન્ડની વાર્તા આશરે ઈ.સ. ૧૨૫૦માં શરૂ થાય છે, જ્યારે પોલિનેશિયન નાવિકોએ સૃષ્ટિના આરંભથી અસ્પૃશ્ય રહેલો એક દ્વીપસમૂહ શોધી કાઢ્યો. બે દેશ, બે સાવ જુદા ઇતિહાસ, અને બંને અસાધારણ.

ભૌગોલિક રીતે બંને વિરોધાભાસનો અદ્ભુત નમૂનો છે. દુનિયાના એકમાત્ર ટાપુખંડ ઑસ્ટ્રેલિયામાં વિશ્વનો સૌથી મોટો પરવાળાનો ખડક, સૌથી જૂનાં વર્ષાવન અને સૌથી જાણીતું લાલ રણ છે. ન્યૂઝીલૅન્ડ જ્વાળામુખી, ગરમ પાણીની ખીણો, ફ્યોર્ડ અને ગ્લેશિયરને એક જ નાટ્યાત્મક ભૂમિમાં સમાવી લે છે. તાસ્માન સમુદ્રથી અલગ હોવા છતાં, બંને એક જ અદ્ભુત વાર્તાનાં પ્રકરણ જેવા લાગે છે.

સાંસ્કૃતિક રીતે, ઑસ્ટ્રેલિયાનાં શહેરો દુનિયાનાં સૌથી કોસ્મોપોલિટન શહેરોમાં ગણાય છે. ન્યૂઝીલૅન્ડની માઓરી સંસ્કૃતિ કોઈ મ્યુઝિયમનું પ્રદર્શન નથી - એ ભાષામાં, દરેક ઑલ બ્લૅક્સ મૅચ પહેલાંના હાકામાં અને વર્ષે વર્ષે વધતા રાષ્ટ્રગૌરવમાં જીવંત છે. આ બંને દેશોએ ચૂપચાપ દુનિયાને વાઇ-ફાઇ, બ્લૅક બૉક્સ ફ્લાઇટ રેકૉર્ડર, પાવલોવા અને ફ્લૅટ વ્હાઇટ કૉફી આપ્યાં છે.

અને પછી છે ઉત્સવોનું કૅલેન્ડર, જે ક્યારેય ખાલી નથી રહેતું. સિડનીનો વિવિડ ફેસ્ટિવલ દર મે-જૂનમાં આખા હાર્બરને રોશનીથી બદલી નાખે છે. ૨૦૨૨માં જાહેર રજા જાહેર થયેલો ન્યૂઝીલૅન્ડનો માતારીકી વધતા ગૌરવ સાથે ઊજવાય છે. નવેમ્બરમાં મેલબર્ન કપ આખા દેશને થંભાવી દે છે. અને ક્રિકેટ, જે ભારત અને ઑસ્ટ્રેલિયાને એવી હરીફાઈમાં જોડે છે, જે રમત ઓછી અને બંનેની સહિયારી સાંસ્કૃતિક પરંપરા વધુ છે.

બે દેશ. બે સાવ જુદી વાર્તાઓ

ઑસ્ટ્રેલિયાઃ સિડની  ગોલ્ડ કોસ્ટ  કેર્ન્સ  મેલબર્ન  કૅનબેરા  પર્થ  એડિલેડ  ગ્રેટ બૅરિયર રીફ  ગ્રેટ ઓશન રોડ  ૧૨ એપોસલ્સ  બ્લૂ માઉન્ટન્સ  ફિલિપ આઇલૅન્ડ  પેંગ્વિન પરેડ   કુરાન્ડા રેઇનફૉરેસ્ટ  એબોરિજિનલ સંસ્કૃતિ  સિડની ઑપેરા હાઉસ

ન્યૂઝીલૅન્ડઃ ઑકલૅન્ડ  રોટોરુઆ  ટાઉપો  વેલિંગ્ટન  ક્રાઇસ્ટચર્ચ  ક્વીન્સટાઉન  ગ્રેમાઉથ મિલફર્ડ સાઉન્ડ  વાઇટોમો  ગ્લોવર્મ કેવ્સ  હોબિટન મૂવી સેટ  ટ્રાન્ઝઆલ્પાઇન ટ્રેન માઓરી સાંસ્કૃતિક અનુભવ  કાઇકૂરા વ્હેલ વૉચિંગ  માર્લબરો વાઇનયાર્ડ્સ ... પ્રાચીન સંસ્કૃતિ, અછૂતી પ્રકૃતિ, જીવંત ઉત્સવો. નકશાના નીચે, પણ બકેટ લિસ્ટમાં સૌથી ઉપર!

 

ઓહ વાઉ! આ તો મને ખબર જ નહોતી!

ઑસ્ટ્રેલિયા પૃથ્વી પરનો એકમાત્ર દેશ છે, જે પોતે જ એક આખો ખંડ છે અને એકસાથે ત્રણ મહાસાગરોથી ઘેરાયેલો છે.

આશરે ઈ.સ. ૧૨૫૦ સુધી ન્યૂઝીલૅન્ડ નિર્જન હતું - માનવીએ વસાવેલો છેલ્લો મોટો ભૂભાગ - એટલે જ ત્યાંની પ્રકૃતિ આજે પણ અસાધારણ રીતે અકબંધ છે.

ગ્રેટ બૅરિયર રીફ પૃથ્વી પરની સૌથી મોટી જીવંત રચના છે, જેમાં ૯,૦૦૦થી વધુ પ્રજાતિઓ વસે છે, અને એ અવકાશમાંથી પણ દેખાય છે.

વાઇટોમો ગ્લોવર્મ કેવ્સ આરાક્નોકૅમ્પા લ્યુમિનોસા નામના જીવથી ઝળહળે છે, જે દુનિયામાં બીજે ક્યાંય જોવા નથી મળતા. એમના રેશમી તાંતણા ગુફાની છતને જીવંત તારાભર્યા આકાશ જેવી બનાવી દે છે.

ઑસ્ટ્રેલિયાની એબોરિજિનલ સંસ્કૃતિ ઓછામાં ઓછી ૫૦,૦૦૦ વર્ષ જૂની છે. એ પૃથ્વી પરની સૌથી જૂની અખંડ જીવંત સંસ્કૃતિ છે, જે ઇજિપ્તના પિરામિડ કરતાં હજારો વર્ષ જૂની છે.

૧૮૯૩માં સ્ત્રીઓને મતાધિકાર આપનાર ન્યૂઝીલૅન્ડ દુનિયાનો પહેલો દેશ હતો, અમેરિકા કરતાં પૂરાં ૨૭ વર્ષ પહેલાં.

ઑસ્ટ્રેલિયામાં ૧૦,૦૦૦થી વધુ બીચ છે. રોજ એક નવા બીચની મુલાકાત લો, તોય બધા જોતાં ૨૭ વર્ષથી વધુ સમય લાગી જાય!

 

સિનિયર્સ સ્પેશિયલ

ગોલ્ડન એજ. ગ્રાન્ડ એડવેન્ચર્સ.

ઑસ્ટ્રેલિયા માટે ક્યારેય મોડું નથી થતું. વીણા વર્લ્ડની ૯ દિવસની સિનિયર્સ સ્પેશિયલ ટૂરમાં સિડની, ગોલ્ડ કોસ્ટ, કેર્ન્સ, મેલબર્ન અને ગ્રેટ ઓશન રોડ આવરી લેવાય છે - આરામદાયક હોટેલ્સ, નિરાંતભર્યો કાર્યક્રમ, ભારતીય ભોજન, અને દરેક સભ્યની અંગત સંભાળ રાખતા ટૂર મૅનેજર. પેંગ્વિન પરેડ. હાર્બર ક્રૂઝ. વર્ષાવન. આમાંના કશા માટે યુવાની જરૂરી નથી - ફક્ત ત્યાં પહોંચવાની ઇચ્છા જોઈએ.

પૃથ્વીએ પોતાનું શ્રેષ્ઠ છેલ્લે સાચવી રાખ્યું છે. એ નકશાના છેક નીચેના છેડે તમારી રાહ જુએ છે. તમારે બસ નીકળવાનું છે. ચલો, બૅગ ભરો, નીકળી પડો વીણા વર્લ્ડ સાથે!

 

બે અસાધારણ ભૂમિની વાર્તા

બે દેશ. બે વ્યક્તિત્વ. એક સફર, જે બધું બદલી નાખ

સિડનીમાં ઑપેરા હાઉસ એવું ઊભું છે, જાણે કોઈ શિલ્પ કળા બનવાનું ભૂલી જ ન શક્યું હોય. ગ્રેટ ઓશન રોડ જાણે ફક્ત એટલા માટે જ બન્યો છે કે લોકો ગાડી રોકીને બસ જોતા જ રહે. ગ્રેટ બૅરિયર રીફ ૨,૩૦૦ કિલોમીટર સુધી ફેલાયેલો છે અને અવકાશમાંથી પણ દેખાય છે. મેલબર્ન ગલીઓની કળા અને એવી હૂંફથી તમારું સ્વાગત કરે છે કે જાણે તમે વર્ષોથી અહીંના જ હો.

ન્યૂઝીલૅન્ડની તો ફ્રિક્વન્સી જ સાવ જુદી છે. મિલફર્ડ સાઉન્ડ વાદળોમાંથી સીધી નીચે ઊતરતી ખડકોની દીવાલો વચ્ચે ઊભરે છે. વાઇટોમો ગ્લોવર્મ કેવ્સનું પૂરું વર્ણન થઈ જ ન શકે - એને ફક્ત યાદ રાખી શકાય. ક્વીન્સટાઉન એક જ બપોરમાં જેટ બોટિંગ, ગંડોલા રાઇડ અને વિશ્વસ્તરીય વાઇન આપે છે. આજે પણ જીવંત માઓરી સંસ્કૃતિ ન્યૂઝીલૅન્ડને એવી આધ્યાત્મિક ઊંડાઈ આપે છે, જેની બરાબરી પૅસિફિકનું બીજું કોઈ સ્થળ ન કરી શકે.ઑસ્ટ્રેલિયા તમને અચંબિત કરે છે, ન્યૂઝીલૅન્ડ તમને સ્પર્શી જાય છે, અને આ બંનેને એક જ સફરમાં જીવ્યા પછી, પ્રવાસ વિશેની તમારી વ્યાખ્યા બદલાઈ જાય છે.

 

જીવનમાં એક વાર તોમારે આ કરવું જ છે!

સિડની હાર્બર બ્રિજ પરથી સૂર્યાસ્ત સમયે ઑપેરા હાઉસને સોનેરી રંગે ઝળહળતું જોવું.

ગ્રેટ બૅરિયર રીફ પર સ્નૉર્કલિંગ કરવું અને સમજવું કે પૃથ્વીને બ્લૂ પ્લૅનેટ કેમ કહેવાય છે.

ગ્રેટ ઓશન રોડ પર ડ્રાઇવ કરવી અને ૧૨ એપોસલ્સ પાસે રોકાઈને નીચે અફળાતાં મોજાં જોવાં.

ફિલિપ આઇલૅન્ડ પર ઢળતા સૂરજ સાથે હજારો પેંગ્વિનને ડોલતાં ડોલતાં કિનારે આવતાં જોવાં.

વાઇટોમો ગ્લોવર્મ કેવ્સમાં હોડીમાં સરકવું, જ્યારે માથા પર હજારો ભૂરા દીવા ઝગમગતા હોય.

હોબિટન મૂવી સેટની મુલાકાત લેવી અને ખરેખર શાયરમાં પગ મૂકવો.

વહેલી સવારે મિલફર્ડ સાઉન્ડમાં ક્રૂઝ કરવી, જ્યારે ફ્યોર્ડમાં ધુમ્મસ  છવાયું હોય અને ધોધ પૂરા જોશમાં વહેતા હોય. ટે પુઇઆમાં માઓરી પરફૉર્મન્સ જોવું અને હાકાને છાતીમાં ધબકતો અનુભવવો.

 

લાઇટ્સ. કૅમેરા. ટ્રાવેલ.

દિલ ચાહતા હૈએ ભારતને ઑસ્ટ્રેલિયાની પહેલી યાદગાર ઝલક આપી, જ્યારે જાને ક્યૂં ગીત સિડની ઑપેરા હાઉસ અને હાર્બર બ્રિજ પાસે ફિલ્માવાયું. સંપૂર્ણપણે ઑસ્ટ્રેલિયામાં શૂટ થયેલી પહેલી ભારતીય ફિલ્મ સલામ નમસ્તેએ મેલબર્ન અને ગ્રેટ ઓશન રોડને લાખો લોકો માટે જાણીતા બનાવ્યા. ચક દે ઇન્ડિયા અને બચના એ હસીનોએ સિડનીને ભારતીયોના દિલના નકશા પર મૂકી દીધું. ન્યૂઝીલૅન્ડમાં કહો ના પ્યાર હૈએ ક્વીન્સટાઉનને ભારતીય ઘરો સુધી પહોંચાડ્યું, અને ધ લૉર્ડ ઑફ ધ રિંગ્સએ આખા દેશને એવું દૃશ્ય બનાવી દીધું, જે દર્શકોને એ ક્યાં છે એ જાણ્યા પહેલાં જ ગમી ગયું. આ જગ્યાઓ પર ઊભા રહો, તો લાગે કે જે જગ્યાને તમે હંમેશાં જાણતા હતા, ત્યાં આખરે પહોંચી ગયા.

 

જ્યાંથી દરેક ભારતીયની ડાઉન અન્ડર વાર્તા શરૂ થાય છે

કસ્ટમાઇઝ્ડ હોલિડેઝઃ ગ્રેટ બૅરિયર રીફનો પ્રાઇવેટ અનુભવ, જ્યાં ભીડ નહીં, ફક્ત તમે અને સમુદ્રનું રંગબેરંગી વિશ્વ. ન્યૂઝીલૅન્ડના સાઉથ આઇલૅન્ડમાં સેલ્ફ-ડ્રાઇવ, જ્યાં દરેક વળાંક પર ગાડી રોકવાનું મન થાય. ગોલ્ડ કોસ્ટના થીમ પાર્ક્સ અને હોબિટનના જાદુને જોડતી ફૅમિલી ટ્રિપ, જ્યાં બાળકો અને વડીલો બંને એકસરખા ખુશ. ક્વીન્સટાઉન અને મિલફર્ડ સાઉન્ડની આસપાસ હનીમૂન, જ્યાં દરેક નજારો જીવનભરની યાદ બની જાય. ફૅમિલી ફન, રોમૅન્ટિક હોલિડેઝ, લક્ઝરી સ્ટેઝ, હિડન જેમ્સ અને સેલ્ફ-ડ્રાઇવ જેવી થીમ્સમાં, વીણા વર્લ્ડ તમારી તારીખો, તમારી ગતિ અને તમારાં સપનાં પ્રમાણે, તમે જે અનુભવવા ઇચ્છો છો એની આસપાસ જ તમારી સફર રચે છે.

કૉર્પોરેટ ટૂર્સ (MICE)ઃ પાછળ ઑપેરા હાઉસ સાથે સિડનીમાં લીડરશિપ સમિટ, જ્યાં મીટિંગ પણ એક અનુભવ બની જાય. ઝળહળી ઊઠતી સ્કાયલાઇન વચ્ચે ૨૦૦ ડેલિગેટ્સ માટે હાર્બર ક્રૂઝ, જ્યાં ટીમ ફક્ત સાથે કામ નહીં, સાથે યાદો પણ બનાવે. તમારા પ્રતિનિધિમંડળ માટે માઓરી સાંસ્કૃતિક સંધ્યા, જે વર્ષો સુધી ઑફિસની વાતોમાં જીવંત રહે. સિડનીના વૉટરફ્રન્ટ પર ગાલા ડિનર, જ્યાં રોશનીભરી રાત દરેક સિદ્ધિની ઉજવણીને નવી ઊંચાઈ આપે. કૉન્ફરન્સથી ઇન્સેન્ટિવ ટ્રિપ સુધી, આયોજનથી અમલ સુધી, બધું એક જ છત નીચે. વીણા વર્લ્ડે ૩૫૦થી વધુ કંપનીઓના ૨૦થી ૨,૦૦૦ ડેલિગેટ્સની સફર સંભાળી છે - દરેક વિગત વ્યવસ્થિત, દરેક યાદ યાદગાર.

ગ્રુપ ટૂર્સઃ તમારી પાસે ૭ દિવસ હોય કે ૨૧, વીણા વર્લ્ડની ઑસ્ટ્રેલિયા ન્યૂઝીલૅન્ડ ગ્રુપ ટૂર્સ દરેક પ્રકારના અનુભવ માટે રચાયેલી છે. ફક્ત ઑસ્ટ્રેલિયા, ફક્ત ન્યૂઝીલૅન્ડ, કે બંને દેશ એક જ સફરમાં, પસંદગી તમારી. દરેક દિવસ એવી રીતે ગોઠવાયેલો કે તમારે ફક્ત માણવાનું જ રહે. પહેલા દિવસથી સાથે રહેતા ટૂર મૅનેજર, દરેક શહેરમાં ભારતીય ભોજનની વ્યવસ્થા, વિઝા માર્ગદર્શન, અને ભારતનાં વિવિધ શહેરોથી પ્રસ્થાન - પસંદગી માટે અઢળક વિકલ્પો. અજાણ્યા સહપ્રવાસીઓ પણ ટૂરના અંતે મિત્રો બની જાય, એ ગ્રુપ ટૂરનો સૌથી મીઠો બોનસ છે. ઑલ - ઇન્ક્લુસિવ, સંપૂર્ણ વ્યવસ્થિત, સંપૂર્ણ અસાધારણ.

વુમન્સ સ્પેશિયલઃ ઘણી મહિલાઓ માટે ઑસ્ટ્રેલિયાનું સપનું વુમન્સ સ્પેશિયલ ટૂરથી જ સાકાર થાય છે. ઘર, પરિવાર અને જવાબદારીઓ વચ્ચે વર્ષોથી મનમાં સાચવી રાખેલું એ સપનું, આખરે પોતાના માટે. વીણા વર્લ્ડની ૯ દિવસની વુમન્સ સ્પેશિયલ ઑસ્ટ્રેલિયા ટૂર મહિલાઓ જે રીતે સૌથી સારી રીતે ફરી શકે, એ રીતે જ રચાઈ છે - સલામત, હૂંફાળી, સમજીવિચારીને ગોઠવાયેલી ગતિ, અને ખાસ વુમન્સ સ્પેશિયલ ગ્રુપ્સ માટે પસંદ કરાયેલા ટૂર મૅનેજર. અહીં હસવું છે, ગાવું છે, નવી સખીઓ બનાવવી છે, અને પોતાની જાતને ફરી મળવું છે. કારણ કે પ્રવાસ ફક્ત જોયેલી જગ્યાઓનો નથી. એ દરમિયાન તમે કોણ બનો છો, એનો પણ છે.

 

માઓરી વારસો

માઓરી સંસ્કૃતિ ન્યૂઝીલૅન્ડનો આત્મા છે. એમનું શક્તિશાળી પરંપરાગત નૃત્ય હાકા તાકાત, ગૌરવ અને એકતાનું પ્રભાવશાળી પ્રતીક છે. ઉત્સવોથી લઈને વિધિઓ સુધી, હાકા ન્યૂઝીલૅન્ડની સાંસ્કૃતિક ઓળખ સાચવી રાખે છે અને માઓરી પરંપરાઓના સમૃદ્ધ વારસાને આગળ વધારે છે.

 

તમારા સહપ્રવાસી વીણા વર્લ્ડના ટૂર મૅનેજર

મને ખબર છે કે પેંગ્વિન પરેડ માટે સમય કરતાં વહેલા પહોંચવું પડે, ૧૨ એપોસલ્સ પરની હેલિકૉપ્ટર રાઇડની એકેએક મિનિટ વસૂલ છે, અને ટે પુઇઆનું માઓરી પરફૉર્મન્સ આગળની હરોળમાંથી જ જોવાની મજા છે. મિલફર્ડ સાઉન્ડમાં ક્રૂઝની કઈ બાજુથી ધોધ નજીક દેખાય, એ પણ. ભારતીય ભોજન, વિઝા સપોર્ટ, અને બે અસાધારણ દેશોમાં એવી ગતિ, કે દરેક હાઇલાઇટ પર તમે તાજગી સાથે પહોંચો, ક્યારેય થાકેલા નહીં. એરપોર્ટથી હોટેલ સુધી, પહેલા દિવસથી છેલ્લા દિવસ સુધી, હું તમારી સાથે જ છું. મારી સૌથી મોટી ખુશી એ ક્ષણ છે, જ્યારે ગ્લોવર્મ કેવ્સના અંધારામાં તમારો ચહેરો અચરજથી ઝળકી ઊઠે. વીણા વર્લ્ડ સાથે તમારે ફક્ત પ્રવાસનો ઉત્સાહ જ સાથે લઈ જવાનો છે. ઑસ્ટ્રેલિયાથી ન્યૂઝીલૅન્ડ સુધી - મૈં હૂં ના!

 

એક સ્વાદયાત્રા

પાછળ સોનેરી રોશનીમાં ઝળહળતું ઑપેરા હાઉસ અને હાથમાં કૉફી. મેલબર્ન, જેણે દુનિયાને શીખવ્યું કે સાચી ફ્લૅટ વ્હાઇટનો સ્વાદ કેવો હોય. કૅફેમાં એવોકાડો ટોસ્ટ, ક્વીન વિક્ટોરિયા માર્કેટમાં તાજાં ફળ-શાકભાજીની રંગીન દુનિયા. ક્વીન્સલૅન્ડના પોતાના મૅકાડેમિયા નટ્સ. ન્યૂઝીલૅન્ડમાં કીવી ફળ, કુમારા એટલે કે શક્કરિયાંની ચિપ્સ, અને સામે દેખાતા સધર્ન આલ્પ્સ સાથે પિકનિક લંચ, એટલે પરફેક્ટ બપોર. ઘરના સ્વાદની યાદ આવે, તો સિડનીનું લિટલ ઇન્ડિયા હૅરિસ પાર્ક છે જ. માઓરી હાંગીમાં માટીના ચૂલામાં પકવાતાં કુમારા, કોળું અને બટાકાં તમને એવી પરંપરા સાથે જોડે છે, જે તમે ક્યાંય અનુભવેલી કોઈ પણ રસોઈ કરતાં જૂની છે.

 

 

Post your Comment

Please let us know your thoughts on this story by leaving a comment.

Get in touch with us

Share your details for a call back and subscribe to our newsletter for travel inspiration.

+91

Listen to our Travel Stories

You May also like

View all
જ્યાં જાઓ ત્યાં દિવાળી
13 mins, read

જ્યાં જાઓ ત્યાં દિવાળી

Published in Gujarat Samachar 1st November 2026 ...વિદેશમાં દિવાળી ઊજવવી એટલે તહેવારને પાછળ છોડી દેવો એવું નથી. એ તો જોવું છે કે આ તહેવાર કેટલે દૂર સુધી પહોંચ્યો છે... આવર્ષે દિવાળી રવિવાર, ૮ નવ

સાઉથ ઈસ્ટ એશિયા
13 mins, read

સાઉથ ઈસ્ટ એશિયા

Published in Mumbai Samachar 25th October 2026 આ ફળ પર પ્રતિબંધ કેમ? સિંગાપોરમાં એક એવું ફળ છે, જેને જાહેર પરિવહનમાં લઈ જવાની સખત મનાઈ છે. એ છે ડ્યુરિયન! ટ્રેનો અને બસોમાં આ ફળ લઈ જવાની મનાઈ દર્

અઢાર કલાકનો સંબંધ
13 mins, read

અઢાર કલાકનો સંબંધ

Published in Gujarat Samachar 25th October 2026 ...પ્રવાસ હવે ફક્ત બે છેડા પૂરતો રહી ગયો છે, જ્યાંથી નીકળ્યા અને જ્યાં પહોંચ્યા. વચ્ચેનું બધું જ... લ્લાં પંદરેક વર્ષમાં, આપણને ખબર પણ ન પડી અને આપણ

Veena World tour reviews

What are you waiting for? Chalo Bag Bharo Nikal Pado!