Published in Mumbai Samachar 25th October 2026
આ ફળ પર પ્રતિબંધ કેમ?
સિંગાપોરમાં એક એવું ફળ છે, જેને જાહેર પરિવહનમાં લઈ જવાની સખત મનાઈ છે. એ છે ડ્યુરિયન! ટ્રેનો અને બસોમાં આ ફળ લઈ જવાની મનાઈ દર્શાવતાં સાઇનબોર્ડ્સ પણ લગાવવામાં આવ્યાં છે. પ્રવાસીઓ માટે આ નિયમ થોડો વિચિત્ર લાગી શકે, પરંતુ ડ્યુરિયનને ઓળખતા લોકો માટે એની પાછળનું કારણ સમજવું મુશ્કેલ નથી. આખરે, આ ફળની ઓળખ જ એની અસાધારણ ગંધ છે!
આનું કારણ છે એની તીવ્ર ગંધ. કેટલાકને એ ગંધ મીઠી અને કસ્ટર્ડ જેવી લાગે છે, તો કેટલાકને અસહ્ય! મજાની વાત એ છે કે આ બંને અનુભવ એવા લોકોના છે, જેમને ડ્યુરિયન ખાવાનું ખરેખર ગમે છે. બહારથી કાંટાળું અને લીલું દેખાતું આ ફળ અંદરથી નરમ, આછા પીળા રંગનું હોય છે. એનો સ્વાદ મીઠો, ભરપૂર અને સાવ અનોખો હોય છે. પરંતુ એની ગંધ એટલી પ્રબળ હોય છે કે પૅકિંગમાંથી પણ બહાર આવી જાય, હાથ પર ચોંટી રહે અને થોડી જ મિનિટોમાં આખા રૂમમાં ફેલાઈ જાય. એટલે જ ડ્યુરિયનને માત્ર જોઈને કે ચાખીને નહીં, સૂંઘીને પણ ઓળખી શકાય છે!
પહેલી વાર ડ્યુરિયન ચાખનારાઓની પ્રતિક્રિયા સામાન્ય રીતે બેમાંથી એક હોય છે. કાં તો પહેલી બાઇટમાં જ પ્રેમ થઈ જાય, અથવા બીજી બાઇટ લેવાની પણ ના પાડી દે! વચ્ચેનો રસ્તો બહુ ઓછા લોકોને પસંદ પડે છે. જોકે, જે લોકો બાળપણથી આ ફળ ખાતા આવ્યા છે, તેમના માટે એની ગંધ અસહ્ય નહીં, પરંતુ ઘરની યાદ અપાવતી ઓળખ બની જાય છે. તેમના માટે ડ્યુરિયન માત્ર એક ફળ નથી, પરંતુ સ્થાનિક ખાણીપીણી અને સંસ્કૃતિનો પણ એક ભાગ છે. સાઉથ ઈસ્ટ એશિયાના ઘણા દેશોમાં આ ફળ એટલું લોકપ્રિય છે કે એની સિઝનની રાહ જોતા લોકો તમને મળી જશે. ડ્યુરિયનનો સ્વાદ માણવા માટે લોકો ખાસ બજારોમાં પણ જાય છે, જ્યાં એને તાજું કાપીને પીરસવામાં આવે છે.
ડ્યુરિયનની વાત માત્ર એના સ્વાદ કે ગંધ પૂરતી નથી. સિંગાપોરમાં જાહેર પરિવહનનાં સહિયારાં સ્થળો પ્રત્યે કેટલી ગંભીરતા રાખવામાં આવે છે, એ પણ આ પ્રતિબંધ બતાવે છે. બંધ અને ભીડભરેલી ટ્રેન કે બસમાં દરેક મુસાફરે એકબીજાની સુવિધાનું ધ્યાન રાખવું જરૂરી છે. એટલે જ અહીં અમુક ગંધ બીજાઓ પર થોપવી યોગ્ય માનવામાં આવતી નથી. ડ્યુરિયનનો આ નિયમ બતાવે છે કે ક્યારેક એક ફળ પણ આખા શહેરમાં ચર્ચાનો વિષય બની શકે છે!
તો ડ્યુરિયન ચાખવાની ઉત્સુકતા હોય, તો જરૂર ખરીદો, ખાઓ અને માણો. કદાચ તમને એની ગંધ ગમી જાય, કદાચ પહેલી બાઇટ જ છેલ્લી બની જાય! બસ, ઘરે પાછા ફરતી વખતે એને MRT ટ્રેનમાં સાથે લઈ જવાની યોજના ન બનાવતા!
નજીકનું. રંગીન. દિલ જીતી લે એવું!
સાઉથ ઈસ્ટ એશિયા
હજાર વર્ષથી લખાતી એક કહાની
સાઉથ ઈસ્ટ એશિયા માત્ર એક ટૂરિસ્ટ ડેસ્ટિનેશન નથી, એ એક સમૃદ્ધ સભ્યતા છે. બૅન્ગકૉક કે બાલીમાં પહેલી વાર કોઈ પ્રવાસીને લઈને વિમાન ઊડ્યું એના ઘણા સમય પહેલાંથી આ પ્રદેશ પ્રાચીન વિશ્વના મહત્ત્વના માર્ગોનું કેન્દ્ર રહ્યો છે. અહીં ભારતીય, ચીની, અરબી અને પછી યુરોપિયન સંસ્કૃતિઓ એકબીજાને મળી, એકબીજામાં ભળી અને એમાંથી એક આગવી ઓળખ ઊભી થઈ. કંબોડિયાનું ભવ્ય અંગકોર વાટ, ઇન્ડોનેશિયાના બોરોબુદુરના બૌદ્ધ સ્તૂપ અને વિયેતનામનું પ્રાચીન કિલ્લેબંધ શહેર હોઇ એન, આ માત્ર જોવા જેવાં સ્થળો નથી. એ એવા સમયની સાક્ષી છે, જ્યારે દુનિયાના અનેક ભાગો હજી વિકાસના શરૂઆતના તબક્કામાં હતા, ત્યારે આ પ્રદેશમાં વેપાર, સંસ્કૃતિ અને જીવનશૈલીનો સમૃદ્ધ વારસો વિકસી ચૂક્યો હતો.
ભૌગોલિક રીતે સાઉથ ઈસ્ટ એશિયા 80 લાખ ચોરસ કિલોમીટરથી વધુ વિસ્તારમાં ફેલાયેલો છે. અગિયાર દેશો, હજારો ટાપુઓ, પર્વતમાળાઓ, પ્રાચીન રેઇનફૉરેસ્ટ્સ અને દુનિયાના સૌથી અદ્ભુત દરિયાકિનારાઓ અહીં જોવા મળે છે. થાઇલેન્ડનો ગલ્ફ કોસ્ટ, બાલીના જ્વાળામુખી ધરાવતા ઊંચા પ્રદેશો, વિયેતનામની નાટ્યાત્મક હા લોંગ બે, ફિલિપાઇન્સના 7,641 ટાપુઓ અને મલેશિયાના પહાડી વિસ્તારોમાં ફેલાયેલા ચાના બગીચાઓ, આટલી બધી વિવિધતા એક જ નકશામાં જોઈને પણ સમજવી મુશ્કેલ છે.
સાંસ્કૃતિક રીતે પણ આ પ્રદેશની પોતાની આગવી સમૃદ્ધિ છે. હિન્દુ ધર્મ, બૌદ્ધ ધર્મ, ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મ, ચારેયની છાપ અહીં જોવા મળે છે અને આજે પણ આ તમામ ધર્મો ઉષ્માભર્યા અને ખુલ્લા વાતાવરણમાં સાથે અસ્તિત્વ ધરાવે છે. ભારતીય પ્રવાસીઓને આ પોતાપણાનો અહેસાસ ખાસ ગમે છે. અહીંનાં બૌદ્ધ મંદિરોમાં પ્રાચીન ભારતનો વારસો જોવા મળે છે. થાઇ અને બાલીની લિપિઓમાં સંસ્કૃતનાં મૂળ જોવા મળે છે. થાઇલેન્ડ, બાલી અને કંબોડિયામાં પરંપરાગત નૃત્યના સ્વરૂપોમાં રામાયણની રજૂઆત થાય છે. સાઉથ ઈસ્ટ એશિયા અને ભારત વચ્ચેનો આ સાંસ્કૃતિક સંવાદ બે હજાર વર્ષથી પણ વધુ જૂનો છે અને આજે પણ સતત આગળ વધી રહ્યો છે.
વાહ!
આ તો ખબર નહોતી!
કેરળમાં 44 નદીઓ છે તેમાંથી 41 પશ્ચિમે અરબી સમુદ્રમાં વહે છે, જ્યારે માત્ર ત્રણ પૂર્વ તરફ વહે છે.
2015માં કોચીન ઇન્ટરનેશનલ એરપોર્ટ દુનિયાનું સૌથી પહેલું સંપૂર્ણ સોલાર-પાવર્ડ એરપોર્ટ બની ગયું.
નૈઋત્યનું ચોમાસું સામાન્ય રીતે 1 જૂનની આસપાસ કેરળ થઈને જ ભારતમાં પ્રવેશે છે.
નીલકુરિંજીનાં ફૂલો દર 12 વર્ષે મુન્નારની ટેકરીઓ ઢાંકે છે.
1991 માં કેરળ સંપૂર્ણ સાક્ષરતા મેળવનારું ભારતનું સૌથી પહેલું રાજ્ય બન્યું.
કથકલી કલાકારો પોતાનો ભવ્ય મેકઅપ કરવામાં કલાકો વિતાવે છે.
વાસ્કો દ ગામાનું 1524માં કોચીમાં અવસાન થયું અને તેને સૌપ્રથમ ફોર્ટ કોચીના સેન્ટ ફ્રાન્સિસ ચર્ચમાં દફનાવવામાં આવ્યો હતો.
કેરળની હાઉસબોટ્સ, જેને કેટ્ટુવલ્લમ કહેવાય છે, એક સમયે બેકવોટર્સમાં ટનબંધ ચોખા અને મસાલા લઈ જવા માટે વપરાતી.
કેરળની દરેક સ્નેક બોટમાં 100થી વધુ નાવિકો સમાય છે.
કલારીપયટ્ટુ, કેરળની પ્રાચીન માર્શલ આર્ટ, આજે પણ પ્રેક્ટિસ થતી દુનિયાની સૌથી જૂની યુદ્ધકળાઓમાંની એક વ્યાપકપણે માનવામાં આવે છે.
લાઇટ્સ. કૅમેરા. સાઉથ ઈસ્ટ એશિયા!
સાઉથ ઈસ્ટ એશિયાએ ભારતીયોની કલ્પનામાં સ્થાન બૉલીવુડ દ્વારા મેળવ્યું, એ હોલિડે ડેસ્ટિનેશન બન્યું એના ઘણા સમય પહેલાં. દિલ ચાહતા હૈમાં થાઇલેન્ડનાં યાદગાર દૃશ્યોએ એક આખી પેઢીને આ પ્રદેશની પહેલી ઝલક આપી. હૅપી ન્યૂ યરમાં બૅન્ગકૉકની ઝગમગતી રાતો અને ધમધમતા રસ્તાઓ જોઈને લાખો ભારતીયોને આ શહેર જાણીતું લાગવા માંડ્યું. સ્ટુડન્ટ ઑફ ધ યરના યુવાન, સ્ટાઇલિશ પાત્રો અને વિદેશી લોકેશન્સે પણ થાઇલેન્ડના આકર્ષણમાં વધારો કર્યો. હકીકતમાં, આ ફિલ્મનું શૂટિંગ બૅન્ગકૉક, કોહ સમુઈ અને ખાઓ યાઈમાં થયું હતું. આ આકર્ષણ માત્ર બૉલીવુડ પૂરતું સીમિત નથી. કોરિયન ડ્રામાઝની વધતી લોકપ્રિયતાને કારણે થાઇલેન્ડના સ્ટ્રીટ ફૂડ સ્ટૉલ્સ, નાઇટ માર્કેટ્સ અને સ્થાનિક સંસ્કૃતિને નજીકથી અનુભવવાની ઇચ્છા પણ વધી છે. કિંગ ધ લૅન્ડ જેવા કોરિયન ડ્રામામાં બૅન્ગકૉકનાં બજારો અને ખાણીપીણીનાં સ્થળો જોવા મળે છે. સ્ક્રીન પર દેખાતી રંગબેરંગી શેરીઓ, દરિયાકિનારાનાં મનમોહક દૃશ્યો અને બાલીનાં લીલાછમ ચોખાનાં ખેતરો હવે ટ્રાવેલ બકેટ લિસ્ટનો હિસ્સો બની ગયાં છે. અને આ જ છે સાઉથ ઈસ્ટ એશિયાની ખાસિયત! અહીં ફિલ્મી રોમાંચની સાથે પ્રાચીન મંદિરો, સ્વાદિષ્ટ સ્ટ્રીટ ફૂડ, જીવંત નાઇટલાઇફ, અદ્ભુત બીચ અને અલગ-અલગ સંસ્કૃતિઓનો અનુભવ મળે છે. સ્ક્રીને સપનાંને આકાર આપ્યો, પણ સાઉથ ઈસ્ટ એશિયા એ સપનાને વાસ્તવિક અનુભવમાં ફેરવે છે. હવે સવાલ એટલો જ છે, તમારી કહાની કયા ડેસ્ટિનેશનથી શરૂ થશે?
આય એમ અનસ્ટોપેબલ!
મી. માય વર્લ્ડ. માય ટ્રાવેલ.
વીણા વર્લ્ડવુમન્સસ્પેશલ
અનેક મહિલાઓની પહેલી ઇન્ટરનેશનલ ટૂરનું સપનું સાકાર કરતી વીણા વર્લ્ડ વુમન્સ સ્પેશલ સાથે હવે થાઇલેન્ડ એક્સપ્લોર કરવાનો વારો તમારો! માત્ર 69,000માં મુંબઈથી મુંબઈ, 6 દિવસની બૅન્ગકૉક અને પટ્ટાયાની સફર, જેમાં 2 રાત બૅન્ગકૉક અને 3 રાત પટ્ટાયાનો સમાવેશ છે. આ ખાસ પ્રાઇસ પરની ટૂરની તારીખો અને સીટ્સ મર્યાદિત છે, અને સીટ્સ ઝડપથી ભરાઈ રહી છે. તો મોડું ન કરતાં, આજે જ તમારી સીટ બુક કરો! થાઇલેન્ડ ઉપરાંત કુઆલાલમ્પુર મલેશિયા, સિંગાપોર મલેશિયા અને સિંગાપોર થાઇલેન્ડ મલેશિયા જેવી વુમન્સ સ્પેશલ ટૂર્સ પણ તમારી રાહ જોઈ રહી છે. સુરક્ષિત વાતાવરણ, આરામદાયક સ્થળદર્શન, ખાસ પસંદ કરેલા ટૂર મેનેજરની સાથ અને નવી દોસ્તીઓ સાથે, આ વખતે તમારી ટ્રાવેલ સ્ટોરીને આપો એક નવો વળાંક. કારણ કે તમારી દુનિયા, તમારી સફર અને તમારી પસંદગીઓની કોઈ સીમા નથી!
છ દેશો. છ સાવ અલગ કહાનીઓ.
થાઇલેન્ડઃ દરેક દિવસની પોતાની એક કહાની! - બૅન્ગકૉકપટ્ટાયાફુકેટક્રાબી સૂર્યોદયે સોનેરી ઝળહળતાં મંદિરો, મોડી રાત સુધી ધમધમતાં નાઇટ બઝાર્સ, અલ્કાઝાર શૉનો ચમકદાર નજારો, કોરલ આઇલૅન્ડનું પીરોજી પાણી અને થાઇ મસાજની મજા! થાઇલેન્ડમાં રંગીન ઉત્સાહ અને શાંતિ, બંનેનો અનુભવ થાય છે. અહીં અપેક્ષાઓ તો પૂરી થાય જ છે, સાથે કલ્પના બહારના અનુભવો પણ મળે છે.
સિંગાપોરઃ અસ્તિત્વમાં હોવું જ ન જોઈએ એવું લાગે, છતાં અદ્ભુત રીતે અસ્તિત્વમાં છે! - સિંગાપોર સિટી દરિયામાંથી મેળવેલી જમીન પર ઊભેલાં ગાર્ડન્સ બાય ધ બે, મરિના બે સેન્ડ્સનું ઑબ્ઝર્વેશન ડેક, યુનિવર્સલ સ્ટુડિયોઝ, સેન્ટોસા, સિંગાપોર ફ્લાયર, વિંગ્સ ઑફ ટાઇમ અને નાઇટ સફારી. સિંગાપોર દુનિયાનાં સૌથી વ્યવસ્થિત અને અદ્ભુત શહેરોમાંનું એક છે, જે ફૅમિલી સાથે ફરવા માટે ઉત્તમ છે.
મલેશિયાઃ ટ્રૂલી એશિયા. ટ્રૂલી એક્સ્ટ્રાઓર્ડિનરી! - કુઆલાલમ્પુરજેન્ટિંગ હાઇલેન્ડ્સલંકાવી પેટ્રોનાસ ટ્વિન ટાવર્સને દરેક ઍંગલથી નિહાળો, શાંત સવારે બાટુ કેવ્સની મુલાકાત લો અને જેન્ટિંગ હાઇલેન્ડ્સની ઠંડી હવાનો આનંદ માણો. એક્વેરિયા KLCC અને KL બર્ડ પાર્ક પણ જોવા જેવાં છે. મલેશિયા સાઉથ ઈસ્ટ એશિયાનું એવું ડેસ્ટિનેશન છે, જેને ઘણી વાર ઓછું આંકવામાં આવે છે. અહીં વિવિધતા, ભારતીય પ્રવાસીઓ માટે પોતાપણાનો અહેસાસ અને સ્વાદિષ્ટ ખાણીપીણી મળે છે.
બાલી, ઇન્ડોનેશિયાઃ એવો ટાપુ, જેની યાદ દિલમાં રહી જાય! કુટાઉબુદનુસા પેનિડાસેમિન્યાક - બાલીને આઇલૅન્ડ ઑફ ગૉડ્સ કહેવામાં આવે છે. સૂર્યાસ્ત સમયે તનાહ લૉટ ટેમ્પલ પાસે મોજાં ખડકો સાથે અથડાતાં જુઓ, ત્યારે આ નામનું મહત્ત્વ સમજાય. તિરતા એમ્પુલનાં પવિત્ર ઝરણાંની ધાર્મિક વિધિઓ, બાલી સ્વિંગ, આયુંગ રિવર રાફ્ટિંગ અને દેવદાન શૉ ખાસ અનુભવો છે. ઉબુદનાં ચોખાનાં ખેતરો અને સવારની શાંતિ મન મોહી લે છે. નુસા પેનિડાનો કેલિંગકિંગ બીચ એટલો નાટ્યાત્મક છે કે તસવીરો પણ વાસ્તવિક નજારા માટે તૈયાર કરી શકતી નથી!
વિયેતનામઃ પ્રાચીન પણ જીવંત, અને સાવ અનોખું! હનોઇ હા લોંગ બે હોઇ એન દા નાંગ હો ચી મિન્હ સિટી ફુ ક્વોક હા લોંગ બેમાં જેડ જેવા લીલાછમ પાણીમાંથી ઊભરતાં 1,600 ચૂનાના ખડકવાળા ટાપુઓ, 400 વર્ષનો વારસો જાળવતું હોઇ એનનું પ્રાચીન શહેર અને બે વિશાળ પથ્થરના હાથ પર ટકેલો બા ના હિલ્સનો ગોલ્ડન બ્રિજ યાદગાર છે. કુ ચી ટનલ્સ માનવીની અસાધારણ સહનશક્તિની કહાની કહે છે. વિયેતનામમાં કુદરતી સૌંદર્ય, ઇતિહાસ અને ઉષ્માભર્યા આવકારનો સંગમ જોવા મળે છે.
ફિલિપાઇન્સઃ સાઉથ ઈસ્ટ એશિયાનું છુપાયેલું રત્ન! મનિલાપાલાવાનસેબબોરાકે 7,641 ટાપુઓ ધરાવતું ફિલિપાઇન્સ એવા બીચ ધરાવે છે, જે માલદીવ્સને ટક્કર આપે. અંગ્રેજી બોલતા લોકોનો ઉષ્માભર્યો આવકાર અહીં ફરવાનું સહેલું બનાવે છે. સક્રિય જ્વાળામુખીઓથી લઈને રંગબેરંગી કોરલ ગાર્ડન્સ સુધી, કુદરતી નજારાઓની કમી નથી. પાલાવાનનાં એલ નિડો અને કોરોન દુનિયાના સૌથી વધુ ફોટોગ્રાફ થતા ટાપુઓમાં સામેલ છે. સાઉથ ઈસ્ટ એશિયાને સાચા અર્થમાં એક્સપ્લોર કરવા માગતા દરેક પ્રવાસીની લિસ્ટમાં ફિલિપાઇન્સ ચોક્કસ હોવું જોઈએ!
એક સ્વાદિષ્ટ સફર
સાઉથ ઈસ્ટ એશિયાનું ફૂડ અહીં ફરવા આવવાનું સૌથી મજબૂત કારણ બની શકે છે. મધરાતે બૅન્ગકૉકના સ્ટ્રીટ સ્ટૉલ પર ઊભા રહીને, કોઈ પ્લાન વિના ખાધેલો પૅડ થાઇ. સવારે છ વાગ્યે હનોઇમાં મળતો ફોનો ગરમાગરમ બાઉલ, જેનું બ્રોથ તમે સૂવા ગયા એ પહેલાંથી ધીમે ધીમે રંધાતું હોય છે. સિંગાપોરનાં હૉકર સેન્ટર્સ, જ્યાં મિશેલિન સ્ટાર ધરાવતી વાનગીઓ ખુલ્લા સ્ટૉલ્સ પર પીરસાય છે અને દાયકાઓથી એક જ વાનગી બનાવતા લોકો એનો સ્વાદ બદલવાની જરૂર પણ નથી સમજતા. મલેશિયાનું નાસી લેમાક, નાળિયેરના દૂધમાં રાંધેલા ભાત, સૂકી માછલી, શિંગ અને સંબલથી બનતો નાસ્તો. વિયેતનામનું બાન મી, ફ્રેન્ચ બેકિંગ અને વિયેતનામીઝ સ્વાદના સંગમમાંથી જન્મેલું પરફેક્ટ સેન્ડવિચ. સાઉથ ઈસ્ટ એશિયામાં જમવું એટલે સફર વચ્ચેનો માત્ર એક બ્રેક નહીં, પરંતુ સફર કરવા પાછળનું એક મહત્ત્વનું કારણ છે.
યહાં સે વહાં તક, મૈં હૂં ના!
તમારા વીણા વર્લ્ડ ટૂર મેનેજર કહે છે
સાઉથ ઈસ્ટ એશિયા જાણીતું લાગે, પણ ત્યાં સારી રીતે ફરવું એ પણ એક કળા છે. બૅન્ગકૉકનાં કયાં મંદિરોમાં સવારે 8 વાગ્યે પહોંચવું જોઈએ, જેથી ભીડ પહેલાં શાંતિથી દર્શન કરી શકાય, એ મને ખબર છે. હા લોંગ બેમાં તમારી કલ્પના મુજબની ક્રૂઝનો અનુભવ કરાવતો ઑપરેટર કયો છે, એ પણ ખબર છે. બાલીમાં તનાહ લૉટ ટેમ્પલ પર માત્ર દસ મિનિટ મોડા પહોંચો, તો 50ને બદલે 500 લોકો મળી શકે છે. સિંગાપોરનાં હૉકર સેન્ટર્સમાં યોગ્ય માર્ગદર્શન જરૂરી છે, કારણ કે એના વિના મોટા ભાગના પ્રવાસીઓ ટૂરિસ્ટ સ્ટૉલ્સ પર જમવા જાય છે અને ખરેખર અદ્ભુત સ્વાદ ધરાવતા સ્ટૉલ્સ ચૂકી જાય છે. આખી સફર દરમિયાન ઇન્ડિયન મીલ્સની વ્યવસ્થા, પ્રસ્થાન પહેલાં વિઝા માટેની મદદ અને સ્થાનિક સ્થળોની એવી જાણકારી, જે એક સારી હોલિડેને અવિસ્મરણીય બનાવી દે. વીણા વર્લ્ડ સાથે તમારે માત્ર સફર પર નીકળવાનો ઉત્સાહ સાથે રાખવાનો છે, બાકીની ચિંતા અમારી! યહાં સે વહાં તક, મૈં હૂં ના! તમારી સાઉથ ઈસ્ટ એશિયાની સફર, તમારી રીતે. વીણા વર્લ્ડ સાથે!
સાઉથ ઈસ્ટ એશિયા, વીણા વર્લ્ડ સાથે!
ગ્રુપ ટૂર્સઃ 4 દિવસની હાઇલાઇટ્સ ઑફ થાઇલેન્ડ અને કુઆલાલમ્પુર મલેશિયાથી લઈને 5 દિવસની હાઇલાઇટ્સ ઑફ વિયેતનામ અને બેસ્ટ ઑફ સિંગાપોર, 6 દિવસની બેસ્ટ ઑફ થાઇલેન્ડ, 7 દિવસની સિંગાપોર મલેશિયા, 8 દિવસની સિંગાપોર બાલી, સિંગાપોર થાઇલેન્ડ અને બેસ્ટ ઑફ વિયેતનામ, 10 દિવસની સિંગાપોર થાઇલેન્ડ મલેશિયા અને સિંગાપોર મલેશિયા બાલી, 11 દિવસની વિયેતનામ બાલી અને વિયેતનામ કંબોડિયા, 12 દિવસની વિયેતનામ દા નાંગ ફુ ક્વોક અને બાલી સાથેની ભવ્ય 13 દિવસની સિંગાપોર થાઇલેન્ડ મલેશિયા ટૂર. ઑલ-ઇન્ક્લુઝિવ ટૂર્સ, આખી સફર દરમિયાન ઇન્ડિયન મીલ્સ, પહેલા દિવસથી ટૂર મેનેજરની સાથ અને મુંબઈ, દિલ્હી, બેંગલુરુ, હૈદરાબાદ, અમદાવાદ, ચેન્નઈ, કોલકાતા, નાગપુર, ઇન્દોર, કોચીન, કોઇમ્બતૂર, ગોવા સહિત અનેક શહેરોથી ડિપાર્ચર્સ.
કસ્ટમાઇઝ્ડ હોલિડેઝઃનુસા પેનિડા અને આયુંગ રિવર રાફ્ટિંગ સાથે બાલીની ફૅમિલી હોલિડે અને પ્રાઇવેટ પૂલ વિલામાં રોકાણ, ઉબુદના જંગલમાં સ્ટે સાથેની રોમેન્ટિક બાલી સફર, પાલાવાન અને સેબુને આવરી લેતી પહેલી ફિલિપાઇન્સ ટૂર કે સિંગાપોરની આધુનિકતા અને બાલીના રોમૅન્સનો સંગમ કરાવતો હનીમૂન. વીણા વર્લ્ડની સાઉથ ઈસ્ટ એશિયા કસ્ટમાઇઝ્ડ હોલિડેઝમાં 5 દિવસની ક્લાસિક બાલી અને બાલી ફૅમિલી ફન, 6 દિવસની રોમેન્ટિક બાલી વિથ ઉબુદ સ્ટે અને બાલી એક્સ્ટ્રાવેગાન્ઝા, 7 દિવસની બાલી વિથ ગિલી આઇલૅન્ડ, 8 દિવસની સિંગાપોર મલેશિયા અને 9 દિવસની બેસ્ટ ઑફ વિયેતનામ જેવી ટૂર્સ છે. તમારી તારીખો, તમારી ગતિ અને તમારી પસંદ મુજબ દરેક સફર ખાસ તમારા માટે પ્લાન કરવામાં આવે છે.
MICE અને કૉર્પોરેટ ગ્રુપ્સઃ સિંગાપોરની સ્કાયલાઇનની પૃષ્ઠભૂમિમાં લીડરશિપ સમિટ, મરિના બે સેન્ડ્સમાં ટીમ ડિનર, પ્રાઇવેટ ટેમ્પલમાં બાલીની સાંસ્કૃતિક સાંજ કે હો ચી મિન્હ સિટીની ઊર્જા અને હા લોંગ બેના અદ્ભુત વાતાવરણનો સંગમ કરાવતી વિયેતનામ MICE ટૂર. સાઉથ ઈસ્ટ એશિયા એવા કૉર્પોરેટ અનુભવો આપે છે, જેની ભવ્યતા, કમ્ફર્ટ અને વૅલ્યુની બરાબરી કરવી કોઈ ડોમેસ્ટિક વેન્યુ માટે સહેલી નથી. વીણા વર્લ્ડએ 350થી વધુ કંપનીઓ માટે 20થી 2,000 ડેલિગેટ્સ ધરાવતા ગ્રુપ્સની વ્યવસ્થા સંભાળી છે. દરેક MICE સફરમાં ચોકસાઈથી પ્લાનિંગ થાય છે અને દરેક યાદગાર અનુભવનું ધ્યાન રાખવામાં આવે છે.
સિનિયર્સ સ્પેશિયલઃ 6 દિવસની સિનિયર્સ સ્પેશિયલ થાઇલેન્ડ, 7 દિવસની સિનિયર્સ સ્પેશિયલ સિંગાપોર મલેશિયા અને 10 દિવસની સિનિયર્સ સ્પેશિયલ સિંગાપોર થાઇલેન્ડ મલેશિયા ટૂર્સ સિનિયર પ્રવાસીઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને પ્લાન કરવામાં આવી છે. કમ્ફર્ટને પ્રાધાન્ય આપતી હોટેલ્સ, ઉતાવળ વગરની ઇટિનરરી, આખી સફર દરમિયાન ઇન્ડિયન મીલ્સ અને દરેક સભ્યનું વ્યક્તિગત ધ્યાન રાખતા ટૂર મેનેજરની સાથ. આ અનુભવો માણવા માટે યુવાન હોવું જરૂરી નથી, જરૂર છે માત્ર ત્યાં જવાની ઇચ્છાની. અને એ ઇચ્છા તમારી પાસે ભરપૂર છે, એ અમને ખબર છે!
સવારના ઝાકળભર્યા વાતાવરણમાં હા લોંગ બેના ચૂનાના ખડકોની વચ્ચેથી લાંગટેઇલ બોટમાં સફર કરવી.
સૂર્યાસ્ત સમયે તનાહ લૉટ ટેમ્પલ પાસે ઊભા રહીને પ્રાચીન મંદિરના પાયા પાસે અથડાતાં દરિયાનાં મોજાં નિહાળવાં.
સિંગાપોરના હૉકર સેન્ટરમાં જમવું અને સમજવું કે સાદું ભોજન પણ કેટલું અદ્ભુત હોઈ શકે છે.
રાત્રે હોઇ એનની પ્રાચીન ગલીઓમાં લટાર મારવી, જ્યારે રંગીન લૅન્ટર્ન્સના પ્રકાશથી આખું શહેર સોનેરી ઝળહળી ઊઠે.
ફિલિપાઇન્સમાં કોરલ ગાર્ડન ઉપર સ્નૉર્કલિંગ કરવું, જ્યાં માછલીઓની સંખ્યા માણસો કરતાં પણ વધારે હોય.
પટ્ટાયાનો અલ્કાઝાર શૉ જોવો અને એની ભવ્યતા સામે સમજવું કે આવો અનુભવ લેવા માટે કોઈ તૈયારી પૂરતી નથી.
ભીડ જાગે એ પહેલાં શાંત સવારે બાટુ કેવ્સનાં 272 પગથિયાં ચઢવાં.
જેન્ટિંગ હાઇલેન્ડ્સની કેબલ કારમાં બેસીને ઊંચાઈ વધવાની સાથે તાપમાન ઘટતું અનુભવવું.
જંગલની હરિયાળી ઉપર બાલી સ્વિંગનો અનુભવ કરવો અને સમજવું કે એની દરેક તસવીર વાઇરલ કેમ થાય છે.
બા ના હિલ્સના ગોલ્ડન બ્રિજને વાદળોની ઉપર ઊભરતો જોવો અને થોડી ક્ષણો માટે જાણે બીજી જ દુનિયામાં આવી ગયા હો એવો અહેસાસ કરવો. કુમારકોમના પક્ષી અભ્યારણ્યમાં વહેલી સવારે પક્ષીઓનો કલરવ સાંભળવો.
વાયનાડના ઘટ્ટ જંગલ વચ્ચે ટ્રીહાઉસમાં રાત વિતાવવી.
મસાલાના બગીચામાં ફરી ઇલાયચી, કાળા મરી અને દાલચીનીની સુગંધ નજીકથી અનુભવવી.
કોવલમ બીચ પર સૂર્યોદય સમયે ખુલ્લા પગે રેતીમાં ચાલવું.
કોચીના ઓલ્ડ ટાઉનમાં સ્ટ્રીટ આર્ટ ગલીઓ ફરી સ્થાનિક કળાકારોની દુનિયામાં ખોવાઈ જવું.
થેય્યમ રીચ્યુઅલ પરફોર્મન્સ જોઈ ઉત્તર કેરળની આધ્યાત્મિક ઊર્જા s અનુભવવી.
ક્વાઇઝ ઓ ભ્રૂ નહિ... બેકવોટર્સ કિનારે કોઈ નાના ગામડામાં ઊભા રહી ફક્ત ખામોશી સાંભળવી.




























Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.