India
Toll free
Our Toll Free Numbers:

1800 313 5555

Call us
You can also call us on:

+91 22 2101 7979

+91 22 2101 6969

Foreign Nationals
Foreign Nationals/NRIs travelling

Within India+91 915 200 4511

Outside India+91 887 997 2221

Business Hours

Business hours: 10AM - 7PM

Explore Topics, Tips & Stories

Balloon
Arrow
Arrow

સાંતા ક્લોઝનું ઘર, નોર્ધર્ન લાઇટ્સ અને ઇગ્લૂ... તમે તૈયાર છો?

12 mins. read
Neil Patil
Neil Patil
12 Mins Read
May 11, 2026
May 11, 2026

Quick Summary

સ્કેન્ડિનેવિયા ને નેચર, ઇતિહાસ, કલ્ચર અને મોડર્ન લાઇફના સુંદર મિશ્રણ તરીકે અનુભવો.

આઇસબ્રેકર ક્રૂઝ લો અને જાડા બરફને ચીરીને એવી જગ્યાઓ સુધી પહોંચો જ્યાં સામાન્ય રીતે જવું શક્ય નથી.

લેપલેન્ડમાં નોર્ધર્ન લાઇટ્સ જોવા માટે તમારી ટ્રિપ પ્લાન કરો અને આર્કટિકની જાદુઈ રાતો માણો.

ફ્યોર્ડ્સ અને ક્રિસ્ટલ ક્લિયર પાણી માટે નોર્વે પસંદ કરો, કારણ કે અહીંના લેન્ડસ્કેપ ખરેખર શ્વાસ રોકી દે છે.

સ્ટોકહોમ અને વાસા મ્યુઝિયમ જેવા હાઇલાઇટ્સ સાથે સ્વીડનના સ્ટાઇલિશ શહેરો અને અછૂટ નેચર બંને માણો.

ડેનમાર્કમાં કોપનહેગનના કેનાલ્સ અને હ્યૂગે લાઇફસ્ટાઇલનો આનંદ લો, અને ફિનલેન્ડના લેક્સની દુનિયામાં ડૂબી જાઓ.

Published in Mumbai Samachar 10th May, 2026

કલ્પના કરો એક એવી દુનિયાની, જ્યાં જીવન થોડું ધીમું ચાલે અને તમે તેને સાચે અનુભવો. સ્કેન્ડિનેવિયા અને નોર્ડિક દેશો, દુનિયાનો સૌથી સેફ અને હેપ્પી ભાગ. ડેનમાર્ક, નૉર્વે, સ્વીડન અને ફિનલેન્ડમાં બેસ્ટ એજ્યુકેશન, ટોપ હેલ્થકેર અને હાઈ સ્ટાન્ડર્ડ ઑફ લિવિંગ સાથે જીવન ખરેખર બેલેન્સ્ડ લાગે છે. સાથે છે નેચરનું જાદૂ, ફ્યોર્ડ્સ, નોર્ધર્ન લાઇટ્સ, મિડનાઇટ સન અને સાન્તા ક્લોઝની દુનિયા. આ ફક્ત એક હોલિડેઈ નથી. આ એવી જર્ની છે, જે તમારી સાથે રહી જાય છે

સ્કેન્ડિનેવિયા આખરે છે શું?

શું એ એક દેશ છે, એક રીજન છે કે પછી નોર્ધર્ન યુરોપને ઓળખાવવાની એક રીત? એક વખત હું ફિનલેન્ડના હેલસિંકીથી પરત ફરી રહ્યો હતો, અને ફ્લાઇટમાં આ વિષય પર જબરદસ્ત ચર્ચા શરૂ થઈ ગઈ. તો ચાલો, આજે આપણે પણ આ દુનિયાના એવા ખૂણામાં ફરીએ, જ્યાં નેચર, ઇતિહાસ, કલ્ચર અને મોડર્ન લાઇફ એકસાથે ખૂબ સુંદર રીતે મળે છે.

સ્કેન્ડિનેવિયા શબ્દનું મૂળ ઓલ્ડ નોર્સ ભાષામાં છે, જેનો અર્થ થાય છે ટાપુઓ અને પેનિન્સ્યુલાની ધરતી. બાલ્ટિક સમુદ્ર, નોર્થ સી અને આર્કટિક ઓશનથી ઘેરાયેલો આ વિસ્તાર સામાન્ય રીતે નોર્વે, સ્વીડન અને ડેનમાર્ક માટે વપરાય છે, જ્યારે ફિનલેન્ડ અને આઇસલેન્ડને પણ ઘણીવાર તેમાં સામેલ કરવામાં આવે છે. વીણા વર્લ્ડમાં અમે સ્કેન્ડિનેવિયાને પાંચેય દેશો સાથેના એક મોટા નોર્ડિક અનુભવ તરીકે જોીએ છીએ.

નોર્વે તેના ભવ્ય ફ્યોર્ડ્સ, ઊંચા ક્લિફ્સ અને ક્રિસ્ટલ ક્લિયર પાણી માટે જાણીતું છે. રસપ્રદ વાત એ છે કે ફ્યોર્ડ શબ્દનો અર્થ જ થાય છે જ્યાંથી તમે પાર જાઓ. સ્વીડન એક તરફ સ્ટાઇલિશ શહેરો આપે છે તો બીજી તરફ અછૂટ નેચર. 14 ટાપુઓ પર ફેલાયેલું સ્ટોકહોમ, પ્રસિદ્ધ વાસા મ્યુઝિયમનું ઘર છે, જ્યારે લેપલેન્ડમાં નોર્ધર્ન લાઇટ્સનો જાદુ જોવા મળે છે. અને હા, સ્વીડનની કોસ્ટલાઇન પર 2,67,570 થી વધુ ટાપુઓ છે! ડેનમાર્ક ઇતિહાસ, આર્કિટેક્ચર અને હ્યૂગે જેવી ડેનિશ જીવનશૈલી માટે જાણીતું છે, જે આરામ અને ખુશીને ઉજવે છે. કોપનહેગન તેની કેનાલ્સ, પેલેસિસ અને દુનિયાના સૌથી નાના હોટેલ માટે પ્રવાસીઓને આકર્ષે છે. ફિનલેન્ડને લેન્ડ ઑફ અ થાઉઝન્ડ લેક્સ કહેવાય છે, છતાં અહીં 1,88,000થી વધુ લેક્સ છે. જ્યારે આઇસલેન્ડ વોલ્કેનોસ, ગ્લેશિયર્સ, હોટ સ્પ્રિંગ્સ અને જિયોથર્મલ લાઇફસ્ટાઇલથી લોકોને ચકિત કરી દે છે. અને પછી આવે અહીંનું ફૂડ, ખાસ કરીને સ્કેન્ડિનેવિયન ડેઝર્ટ્સ, જેની તાજગી અને ટેસ્ટ તમને ફરી ફરી ખાવા મજબૂર કરે. તો હવે કદાચ સવાલ સ્કેન્ડિનેવિયા શું છે? નહીં રહે...પણ સવાલ રહેશે, તમે સ્કેન્ડિનેવિયા ક્યારે જઈ રહ્યા છો? કારણ કે અહીંનો દરેક ફ્યોર્ડ, શહેર અને લેન્ડસ્કેપ એક નવી વાર્તા લઈને તમારી રાહ જોઈ રહ્યો છે. ચાલો, બેગ ભરો, નીકળી પડો!

 

બરફ ચીરી સફર

અહીં તમે ફક્ત સેઇલ નથી કરતા... તમે બરફને ચીરીને આગળ વધો છો

આ વિસ્તારનો સૌથી અનોખો અને અદ્ભુત અનુભવ છે આર્કટિક અને આઇસબ્રેકર ક્રૂઝ. આ ખાસ બનાવેલા શિપ્સ ફક્ત પાણીમાં સરકતા નથી, તેઓ જાડા બરફને તોડી આગળ વધે છે અને તમને એવી જગ્યાઓ સુધી લઈ જાય છે, જ્યાં સામાન્ય રીતે પહોંચવું શક્ય નથી.

ડેક પર ઊભા રહીને, જ્યારે શિપ જમેલા સમુદ્રને ચીરીને આગળ વધે છે અને આસપાસ અંત સુધી ફેલાયેલું સફેદ લેન્ડસ્કેપ હોય, ત્યારે એ અનુભવ શબ્દોથી પરનો લાગે છે. દૂર તરતા આઇસબર્ગ્સ, ઠંડી હવા અને ચારેબાજુ ફેલાયેલી નિઃશબ્દતા જાણે તમને દુનિયાથી અલગ કોઈ નવી જ દુનિયામાં લઈ જાય છે. ક્યારેક નોર્ધર્ન લાઇટ્સ આ સફરને વધુ મેજિકલ બનાવી દે છે, તો ક્યારેક અંત સુધી ફેલાયેલો બરફ તમને નેચરની અસલી શક્તિ અને વિશાળતાનો અહેસાસ કરાવે છે. આ સફરમાં દરેક દિશામાં ફક્ત સફેદ શાંતિ, અનંત આર્કટિક વિશ્વ અને બરફથી ઢંકાયેલું અદ્ભુત સૌંદર્ય જોવા મળે છે.

અહીં દરેક ક્ષણ રો, પાવરફુલ અને એકદમ સરરિયલ લાગે છે. આ ફક્ત એક ક્રૂઝ નથી, પરંતુ પૃથ્વીના સૌથી અનટચ્ડ અને અદ્ભુત વિસ્તારોમાં જવાની એક સાચી એક્સપેડિશન છે, જે લાંબા સમય સુધી તમારી યાદોમાં જીવંત રહી જાય છે.

ખુશી અહીં રહે છે

કેટલીક જગ્યાઓ તમે ફક્ત જુઓ છો... અને કેટલીક એવી હોય છે, જે તમને અંદરથી થોડું બદલાવી જાય છે. સ્કેન્ડિનેવિયા અને નોર્ધર્ન યુરોપ એવી જ દુનિયા છે, જ્યાં પગ મૂકતા જ જીવન થોડી શાંત, થોડી ધીમું અને વધુ સમજાય એવું લાગી પડે છે. કોપેનહેગનના ન્યુહાવન પાસેની શાંતિભરી સવાર હોય, નૉર્વેના રસ્તાઓ પરનો સીનિક ડ્રાઇવ હોય કે પાણીની બાજુમાં શાંત કેફેમાં પસાર થતી સાંજ, અહીં દરેક ક્ષણમાં એક અલગ જ શાંતિ છે. સાંજ પણ અહીં થોડી વધુ લાંબી લાગે છે, જાણે સમય જ થંભી ગયો હોય અને જીવન થોડું વધુ સુંદર બની ગયું હોય. અહીં ઉતાવળ ઓછી છે, પણ જીવનનો અનુભવ વધુ ઊંડો લાગે છે. કદાચ એ જ કારણ છે કે અહીં આવનાર લોકો વારંવાર ફરી પાછા આવવાનું સપનું જોતા રહે છે.

અહીં ખુશી કોઈ શોરમાં નથી, કોઈ દોડમાં નથી. અહીં ખુશી છે શાંતિમાં, સંતુલનમાં અને એ પળમાં, જ્યાં તમે ફક્ત હાજર હો. ડેનમાર્કનું હ્યુગે રોજિંદા જીવનની નાની પળોમાં ગરમાહટ અને આરામ શોધે છે. સ્વીડનનું લાગોમ શીખવે છે કે જીવનમાં બધું જસ્ટ રાઈટ હોવું જોઈએ, જ્યારે ફિનલેન્ડનું સિસુ બતાવે છે કે શાંતિથી મજબૂત રહેવું શું હોય છે. કદાચ એ જ કારણ છે કે દુનિયાના સૌથી હેપ્પિયેસ્ટ લોકો અહીં રહે છે અને જીવનને અલગ નજરથી જોતા શીખે છે.

આ દેશોમાં જીવન ખૂબ સિમ્પલ લાગે છે, પણ અંદરથી ખૂબ ઊંડું છે. તમે ધીમા પડો છો, વધુ ધ્યાનથી જોવાનું શીખો છો, નાની પળોને માણવા લાગો છો, અને સમજવા લાગો છો કે સાચી ખુશી વધુમાં નહોતી... ખુશી તો સારી રીતે જીવવામાં હતી.

દરેક ખૂણે એક નવી દુનિયા

ડેનમાર્કઃ અહીં ઠંડીમાં પણ જીવનમાં એક ગરમાહટ લાગે છે. કોપેનહેગનના રંગીન હાર્બર્સ, કોસી કેફેસ અને હ્યુગેની ફીલિંગ સામાન્ય પળોને પણ ખાસ બનાવી દે છે. અહીં લોકો જીવનને ઉતાવળમાં નહીં, પરંતુ શાંતિથી જીવવાનું પસંદ કરે છે. પાણીની બાજુમાં પસાર થતી સાંજો, સાયકલ્સથી ભરેલા રસ્તાઓ અને સ્મિતભર્યું વાતાવરણ તમને ધીમે ધીમે આરામ અનુભવતા શીખવે છે.

નોર્વેઃ  અહીં નેચર ફક્ત આસપાસ નથી, તે તમને પૂરેપૂરો ઘેરી લે છે. ઊંચા ફ્યોર્ડ્સમાં સેઇલ કરો, ભવ્ય વોટરફોલ્સ જુઓ અને ફ્લોમ રેલવે પર સફર કરો, જ્યાં દરેક દ્રશ્ય ફિલ્મ જેવું લાગે. અહીંની શાંતિ, વિશાળતા અને બરફાચ્છાદિત પહાડો બંને તમને અચંબામાં મૂકી દે છે. નૉર્વેમાં દરેક વળાંક પર નેચરનું એક નવું રૂપ જોવા મળે છે.

સ્વીડનઃ અહીં બધું જ જસ્ટ રાઈટ લાગે છે. સ્ટોકહોમના આઇલેન્ડ્સ, ક્લીન ડિઝાઇન અને લાગોમની ફિલોસોફી તમને સમજાવે છે કે સંતુલન જીવનને કેટલું સુંદર બનાવી શકે. અહીં મોડર્ન લાઇફ, નેચર અને શાંતિ એકસાથે ચાલે છે, અને જીવનમાં સિમ્પ્લિસિટીને ખાસ સ્થાન આપવામાં આવે છે.

ફિનલેન્ડઃ અહીં રિયાલિટી જ થોડી મેજિકલ લાગે છે. નોર્ધર્ન લાઇટ્સ જોવી, ગ્લાસ ઇગ્લૂમાં રહેવું અથવા લેપલેન્ડમાં સાન્ટા ક્લોઝને મળવું, દરેક પળ બાળપણના સપના જેવી લાગે છે. બરફથી ઢંકાયેલું લેપલેન્ડ જાણે કોઈ ફેરીટેલ દુનિયા હોય એવું લાગે છે.

આઇસલેન્ડઃ  વાઇલ્ડ, રો અને અનફર્ગેટેબલ. ગ્લેશિયર્સ, વોલ્કેનોસ, ગાઇઝર્સ અને બ્લેક સેન્ડ બીચેસ વચ્ચે તમને એવું લાગે કે તમે કોઈ બીજી જ દુનિયામાં આવી ગયા હો. અહીં નેચર દરેક ક્ષણે પોતાનું શક્તિશાળી સ્વરૂપ બતાવે છે.

ગ્રીનલૅન્ડઃ  દુનિયાના અંત જેવું એક સ્થાન, જ્યાં શાંતિ પોતે એક અનુભવ બની જાય છે. વિશાળ બરફના દ્રશ્યો, ધીમે તરતા આઇસબર્ગ્સ અને અનટચ્ડ નેચર એવી લાગણી આપે છે, જેને શબ્દોમાં સમજાવવું મુશ્કેલ છે.

 

દુનિયાનો છેલ્લો ખૂણો

અહીં શાંતિ પણ એક અનુભવ બની જાય છે

ગ્રીનલૅન્ડ ફક્ત એક ડેસ્ટિનેશન નથી... તે એક ફીલિંગ છે, જાણે તમે દુનિયાના અંતે આવી ગયા હો. અહીં વિશાળ ગ્લેશિયર્સ અંત સુધી ફેલાયેલા છે, શાંત ફ્યોર્ડ્સમાં આઇસબર્ગ્સ ધીમે ધીમે તરતા રહે છે અને દરેક વસ્તુ એવી લાગે છે, જાણે સમય અહીં અટકી ગયો હોય.

અહીં કોઈ રશ નથી... ફક્ત શાંતિ છે. ગ્રીનલૅન્ડ આઇસ શીટ પર ચાલવું હોય કે ફક્ત ઊભા રહીને આ નિઃશબ્દતા અનુભવવું, દરેક પળ અંદર સુધી સ્પર્શી જાય છે. આ એવી જગ્યા છે જ્યાં તમે રોજિંદી દુનિયાથી દૂર થાઓ છો... અને તમારા અંદરના કંઈક સાથે ફરી જોડાઓ છો.

જે લોકો કંઈક ખરેખર અલગ, રેર અને અનફર્ગેટેબલ અનુભવ શોધે છે, તેમના માટે ગ્રીનલૅન્ડ જીવનની સૌથી શક્તિશાળી યાદ બની જાય છે.

વિશ્વાસ નહીં આવે!

  • નૉર્વેમાં ઉનાળામાં સૂર્ય અસ્ત જ થતો નથી, અને શિયાળામાં અઠવાડિયા સુધી સૂર્ય ઉગતો નથી... જીવન અહીં પ્રકાશ પ્રમાણે બદલાય છે
  • આઇસલેન્ડમાં એકપણ મચ્છર નથી... ઠંડું અને શુદ્ધ પાણી તેમને રહેવા જ નથી દેતું
  • ફિનલેન્ડમાં કાર્સ કરતાં સૉનાસ વધારે છે... અહીં ચર્ચાઓ બોર્ડરૂમમાં નહીં, સ્ટીમમાં થાય છે
  • નોર્ધર્ન લાઇટ્સ માટે હોટેલ્સ વેક-અપ કોલ્સ આપે છે... ઊંઘ રહી શકે, પણ આકાશ નહીં
  • નોર્ડિક દેશોમાં બાળકો ઠંડીમાં બહાર સુવે છે... અહીં એ નોર્મલ અને હેલ્થ માટે સારું માનવામાં આવે છે
  • આઇસલેન્ડમાં જીઓથર્મલ એનર્જીથી દેશ ચાલે છે... શિયાળામાં રસ્તાઓ પણ નેચરલ રીતે ગરમ રહે છે
  • ગેમ ઑફ થ્રોન્સના સીનસ આઇસલેન્ડમાં શૂટ થયા હતા... અહીં નેચર જ સેટ           બની જાય છે
  • સ્વીડનમાં રોજ ફિકા થાય છે... કૉફી અહીં બ્રેક નહીં, એક રીચ્યુઅલ છે
  • આઇસલેન્ડમાં રસ્તાઓ એલ્વ્સ માટે બદલી દેવામાં આવ્યા છે... ફોકલોર આજે પણ રિયલ લાઇફને અસર કરે છે
  • લૅપલેન્ડમાં આર્કટિક સર્કલ પાર કરો... એક લાઇન અને તમે પોલાર વર્લ્ડમાં પ્રવેશો

નેચર પણ, લાઇફ પણ

અહીં નેચર ફક્ત દૂરથી જોવા માટે નથી... તે તમને ચારેય બાજુથી ઘેરી લે છે, તમારી સાથે ચાલે છે અને ધીમે ધીમે તમારી સફરનું કેન્દ્ર બની જાય છે. નૉર્વેમાં ફ્યોર્ડ્સ જાણે સપનાની જેમ ખુલતા જાય છે. સોગ્નેફ્યોર્ડમાં ક્રૂઝ કરતા સમયે ઊંચી ખીણો, વહેતા ઝરણાં અને શાંત પાણી આકાશને એટલું પરફેક્ટ રીતે રિફ્લેક્ટ કરે છે કે બધું જ અવિશ્વસનીય લાગે. ફ્લોમ રેલવે તમને પહાડો અને ખીણોમાંથી લઈને જાય છે, જ્યાં દરેક વળાંક પર નવું દ્રશ્ય તમને અટકાવી દે છે. અને પછી આકાશ પોતાનું જ જાદૂ બતાવે છે. નોર્ધર્ન લાઇટ્સ શાંત રીતે નાચતા દેખાય છે, લીલા અને જાંબલી રંગોમાં, જાણે આકાશ પર કોઈ જીવંત કવિતા લખાઈ રહી હોય. મિડનાઇટ સન દિવસોને એટલા લાંબા બનાવે છે કે સમયનો અહેસાસ જ બદલાઈ જાય. આ બધાની વચ્ચે, શહેરો તમને શાંતિથી આવકારે છે. કોપેનહેગનના રંગીન વોટરફ્રન્ટ્સ, સ્ટોકહોમના આઇલેન્ડ્સ, ઓસ્લોની મોડર્ન આર્કિટેક્ચર અને હેલસિંકીનું પર્પઝફુલ ડિઝાઇનઅહીં દરેક શહેર તમને ઓવરવેલ્મ નથી કરતું, તમને સેટલ કરે છે. કેફેમાં બેસીને પાણીની બાજુમાં કૉફી પીવી, શાંત રસ્તાઓ પર વૉક કરવો અથવા સાંજના સુમસામ સમયે શહેરને અનુભવું... અહીં જીવન દોડતું નથી, વહેતું રહે છે. અને કદાચ એ જ અહીંની સૌથી મોટી હેપ્પિનેસ છે - તમે અહીં ફક્ત સ્થળો નથી જોતા... તમે દરેક પળને સાચે જીવો છો.

દુનિયાના સૌથી હેપ્પિયેસ્ટ ભાગને તમે કેવી રીતે જીવવા માંગો છો...

વીણા વર્લ્ડ સાથે? આ ફક્ત સફર નથી... અહીં તમે હેપ્પિયેસ્ટ મેમરીઝ બનાવો છો

સ્કેન્ડિનેવિયન અને નોર્ડિક દેશો ફરવા એ સરળ પ્લાનિંગ નથી. લાંબા અંતર, બદલાતું વેધર અને અનેક દેશો વચ્ચે સ્મૂથ ટ્રાવેલ જોઈએ. અહીં વીણા વર્લ્ડ તમારી સફરને એકદમ સીમલેસ અને ટેન્શન-ફ્રી બનાવી દે છે

ગ્રુપ ટૂર્સમાં તમને એક્સક્લૂસિવ સ્કેન્ડિનેવિયા ટૂર્સનો મજબૂત રેન્જ મળે છે, આશરે ૧૦ થી ૧૫ દિવસ સુધીના, જેમાં સ્કેન્ડિનેવિયન કન્ટ્રીઝનું ઇન-ડેપ્થ એક્સપ્લોરેશન થાય છે. જો તમે વધુ એક્સપ્લોર કરવા માંગતા હો, તો કોમ્બિનેશન ટૂર્સમાં ૧૫, ૧૭, ૨૦ અને ૨૩ દિવસ સુધીના વિસ્તૃત વિકલ્પો ઉપલબ્ધ છે. તમે સ્કેન્ડિનેવિયા સાથે ટાલિન (એસ્ટોનિયા), ઈસ્ટર્ન યુરોપ, ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ, આઇરલૅન્ડ, આઇસલેન્ડ અથવા ગ્રીનલૅન્ડ જેવા ડેસ્ટિનેશન્સ પણ કોમ્બાઇન કરી શકો છો. કેટલાક ખાસ લૉંગ-હૉલ કોમ્બિનેશનમાં અલાસ્કા, કેનેડા અને આઇસલેન્ડ સાથે આર્કટિક રીજનનો અનુભવ પણ જોડાય છે. બધું થોટફુલી પ્લાન્ડ, જેથી તમે ફક્ત એક્સપિરિયન્સ પર ધ્યાન આપો.

સ્પેશિયાલિટી ટૂર્સ જેમ કે વુમન્સ સ્પેશિયલ અને સિનિયર્સ સ્પેશિયલ ખાસ લાઈક-માઇન્ડેડ ટ્રાવેલર્સ માટે બનાવેલા છે. પોતાની જેવી કંપનીમાં સફર કરવાથી મુસાફરી વધુ કમ્ફર્ટેબલ, એન્જોયેબલ અને ઇમોશનલી કનેક્ટેડ લાગે છે.

કસ્ટમાઇઝ્ડ અને લક્ઝરી હોલિડેઝ તમને સંપૂર્ણ ફ્રીડમ આપે છે. ખાસ કરીને આઇસલેન્ડ અને નોર્ડિક રીજનમાં પ્રાઇવેટ એક્સપિરિયન્સ એકદમ નેક્સ્ટ લેવલ છે. નોર્ધર્ન લાઇટ્સ નીચે ગ્લાસ ઇગ્લૂ સ્ટે, પ્રાઇવેટ ફ્યોર્ડ ક્રૂઝિસ, બૂટિક લક્ઝરી સ્ટે, આર્કટિક એડવેન્ચર્સ, સ્નો એક્સપિરિયન્સ અને ઑફબીટ લોકેશન્સઆ બધું તમારી રીતે ક્યુરેટ થઈ શકે છે. હનીમૂન હોય, ફેમિલી ગેટઅવે હોય કે લક્ઝરી એસ્કેપ, વીણા વર્લ્ડની 24x7 સપોર્ટ સાથે દરેક ક્ષણ સ્મૂથ અને મેમોરેબલ બને છે.

માઇસ અને કોર્પોરેટ ટ્રાવેલ માટે પણ આ વિસ્તાર એકદમ યુનિક છે. આર્કટિક લેન્ડસ્કેપ્સમાં ટીમ-બિલ્ડિંગ, સીનિક મીટિંગ્સ અને ક્યુરેટેડ એક્સપિરિયન્સ સાથે વીણા વર્લ્ડ 20 થી લઈને 20000+ ડેલિગેટ્સ સુધી એન્ડ-ટુ-એન્ડ આયોજન કરે છે.

આ ચૂકી નહીં જશો

  • નૉર્વેના અદ્ભુત સોગ્નેફ્યોર્ડમાં ક્રૂઝ કરો
  • આઇકોનિક ફ્લોમ રેલવે પર સફર કરો
  • નોર્ધર્ન લાઇટ્સને પોતાની આંખે જુઓ
  • મિડનાઇટ સનનો અનોખો અનુભવ લો
  • બર્ગેનના બ્રિગેન વ્હાર્ફમાં ફરવાનો આનંદ લો
  • લૅપલેન્ડમાં સાન્ટા ક્લોઝ વિલેજની મુલાકાત લો
  • આઇસલેન્ડના ગ્લેશિયર્સ અને વોલ્કેનોસને એક્સપ્લોર કરો
  • એક ઓવરનાઇટ નોર્ડિક ક્રૂઝનો અનુભવ લો
  • એક રિયલ આઇસ બારમાં પ્રવેશો
  • આર્કટિક આઇસબ્રેકર ક્રૂઝ પર સફર કરો

Post your Comment

Please let us know your thoughts on this story by leaving a comment.

Explore Topics, Tips & Stories

Balloon
Arrow
Arrow

Get in touch with us

Share your details for a call back and subscribe to our newsletter for travel inspiration.

+91

Listen to our Travel Stories

You May also like

View all
બિયોન્ડ દ સ્ટાર્સ
12 mins, read

બિયોન્ડ દ સ્ટાર્સ

Published in Gujarat Samachar. Date 31st May, 2026 ...સમસ્યા ફાઇન ડાઇનિંગમાં નથી. સમસ્યા એ છે કે ટ્રાવેલ એવી રીતે કરવું, જાણે ફાઇન ડાઇનિંગ જ શોધવા જેવી એકમાત્ર વસ્તુ હોય.... પ્રવાસ દરમિયાન મેં જ

કેટલા વહેલા?
12 mins, read

કેટલા વહેલા?

Published in Gujarat Samachar. Date 24th May, 2026 ...તમારી છેલ્લી ફ્લાઇટ પર પાછા વિચારો. શું તે શાંત હતી કે અસ્તવ્યસ્ત? શું તે કંઈક રોમાંચક શરૂઆત જેવું લાગ્યું, કે તમે પહેલેથી જ થાકેલી અવસ્થામાં બ

તમારો બિગ, બોલ્ડ, બ્યુટિફુલ અમેરિકન ડ્રીમ... લેટ્સ ગો!
12 mins, read

તમારો બિગ, બોલ્ડ, બ્યુટિફુલ અમેરિકન ડ્રીમ... લેટ્સ ગો!

Published in Mumbai Samachar. 17th May, 2026 કેટલીક સફરો ફક્ત તમારી વિશ લિસ્ટમાં રહે છે. કેટલીક આખી જિંદગીનું સપનું બની જાય છે. અને પછી આવે છે નોર્થ અમેરિકા. ટાઇમ્સ સ્ક્વેરની ચમક, નાયાગ્રા ફૉલ્સનો

Veena World tour reviews

What are you waiting for? Chalo Bag Bharo Nikal Pado!

150+ Veena World Offices
Locate Us
Request a Quote
1800 313 5555
Connect with us

© 2013 - 26 Veena Patil Hospitality Pvt Ltd. All Rights Reserved.

Payments on website are secure

Scroll to Top