Published in Mumbai Samachar 30th August 2026
હવે એની સામે આખી
દુનિયા ખુલ્લી છે!
થોડાં વર્ષો પહેલાં અમારી ટીમને એક સવાલ વારંવાર સાંભળવા મળતોઃ મારી સાથે ટ્રાવેલ કરવા કોઈ નથી, તો હું કેવી રીતે જાઉં? આજે આ સવાલ ઘણો ઓછો સાંભળવા મળે છે. એની જગ્યાએ હવે અમને પૂછવામાં આવે છે, નૉર્થર્ન લાઇટ્સ જોવા ક્યારે જવું? જાપાનનો ઑટમ વધુ સુંદર કે સાકુરાની સીઝન? મારી ઉંમરે હું ખરેખર સ્કાયડાઇવિંગ કરી શકું? અન્ટાર્કટિકા પહોંચવા કેટલા દિવસ લાગે? અને ક્યારેક તો કોઈ એકદમ સહજ રીતે કહી દે, મને ખબર છે શું? મારે સો દેશ જોવા છે!
મહિલાઓમાં આ બદલાવને આંખ સામે જોવાની અમને ખૂબ મજા આવે છે. કારણ કે ટ્રાવેલની વાત આવે ત્યારે મહિલાઓનાં સપનાં હવે ફક્ત ક્યાંક ફરવા જવું છે પૂરતાં રહ્યાં નથી. હવે દરેક મહિલા પોતાની એક લિસ્ટ લઈને ચાલે છે. કોઈને બરફમાં ચાલવું છે, કોઈને જંગલ સફારી કરવી છે, કોઈને સમુદ્રમાં ડાઇવ કરવું છે, કોઈને દુનિયાના સુંદર શહેરો જોવા છે, તો કોઈને ફક્ત વર્ષમાં એક વાર બૅગ ભરીને રોજિંદા જીવનથી થોડું દૂર જવું છે. અને અમને લાગે છે કે આ લિસ્ટ હોવી ખૂબ જ મહત્વની છે. કારણ કે એ માત્ર જગ્યાઓની લિસ્ટ નથી. તેમાં ક્યુરિયોસિટી છે, થોડું સાહસ છે અને સૌથી મહત્વનું, એવી સ્વપ્નો છે જે મહિલાઓએ શાંતિથી પોતાના માટે સાચવી રાખ્યાં છે.
હકીકતમાં, કોઈ સ્વપ્ન હોવું એ જ આગળ વધવાનું એક કારણ છે. કંઈક કરવું છે, ક્યાંક જવું છે, કંઈક નવું અનુભવવું છે... આગળ કંઈક સુંદર મારી રાહ જોઈ રહ્યું છે એવી લાગણી જ આપણામાંથી દરેકને આગળ ધપાવતી રહે છે.
દરેક સ્વપ્ન તરત જ પૂરું થવું જરૂરી નથી. પરંતુ એને મનમાં સાચવી રાખવું, ધીમે ધીમે તૈયારી કરવી, પૈસા બચાવવા, એ વિશે વાંચવું, ફોટોઝ જોવું... આ બધામાં પણ એક શાંત આનંદ છે. છતાં ઘણી વાર સ્વપ્નો આકાર લે એ પહેલાં જ મનમાં શંકાઓ ઘૂસવા લાગે છે. હું ક્યારેય પ્લેનમાં બેઠી જ નથી. આખી જિંદગી સાડી જ પહેરી છે, ત્યાં હું કેવી લાગીશ? હું ક્યારેય એકલી ક્યાંય ગઈ જ નથી. બાકીની બધી મારી કરતાં વધુ અનુભવી હશે. આવી કેટલીય નાની-મોટી ઇનસિક્યોરિટીઝ મહિલાઓને પાછળ ખેંચી લે છે, જ્યારે હકીકતમાં તેમને રોકે છે તો તેઓ પોતે જ.
વુમન્સ સ્પેશિયલ સાથેના વર્ષોમાં અમે કંઈક અદ્ભુત જોયું છે. જે મહિલા પહેલી વાર પ્લેનમાં બેસે છે, એ જ થોડાં દિવસોમાં એરપોર્ટ પર કેટલા આત્મવિશ્વાસથી ફરતી હોય છે. જે ઇંગ્લિશ બોલતાં ગભરાતી હતી, એ હસતાં-હસતાં વાત કરે છે અને પોતાનાં કામ જાતે કરી લે છે. જે આખી જિંદગી સાડી પહેરતી આવી છે, એ પહેલી વાર જીન્સ પહેરીને ફોટો પાડે છે, જ્યારે કેટલીક મહિલાઓ તો સાડીમાં જ દુનિયા ફરવા માગે છે! અંતે એક સરળ વાત સમજાય છે. દુનિયા જોવા માટે કોઈ ભાષા, કપડાં કે પહેલાના અનુભવની પરીક્ષા પાસ કરવાની જરૂર નથી. મનમાં જવાની ઇચ્છા હોવી જોઈએ, બસ.
વુમન્સ સ્પેશિયલની શરૂઆત એક ખૂબ જ સરળ વિચારથી થઈ હતી. વીણા પાટીલ માનતાં હતાં કે ટ્રાવેલ કરવાની ઇચ્છા હોય, તો માત્ર સાથે કોઈ ન હોવાથી એ સ્વપ્ન પાછળ ન રહી જવું જોઈએ.ભારતમાં વુમન્સ સ્પેશિયલ ટૂર્સ શરૂ કર્યા ત્યારથી હજારો મહિલાઓએ કોઈની સાથે જવાની રાહ જોવી છોડી દીધી છે. ફ્રેન્ડ જોડાય તો સરસ. બહેન સાથે આવે તો વધુ સારું. મમ્મી અને દીકરી સાથે ટ્રાવેલ કરે તો તો વાત જ જુદી. પણ જો કોઈ જ ન આવે તો? અમારી ટીમ, અમારા ટૂર મેનેજર્સ અને અમે ઊભું કરેલું આખું સપોર્ટ સિસ્ટમ એ માટે જ છે કે કોઈ મહિલા હું જઈ રહી છું કહેતાં પહેલાં ક્યારેય સંકોચ ન કરે.
અને કદાચ વુમન્સ સ્પેશિયલે હજારો મહિલાઓ માટે આ જ કર્યું છે. દુનિયા જોતા પહેલાં, તેણે તેમને પોતાના વિશે મનમાં રાખેલી કેટલીક ખોટી માન્યતાઓ પાછળ છોડી દેતા શીખવ્યું. છેલ્લાં થોડાં વર્ષોમાં અમને એક બીજો શાંત બદલાવ પણ જોવા મળ્યો છે. પહેલાં જ્યારે કોઈ મહિલા પોતાના માટે કંઈક કરવા માગતી, ત્યારે મનમાં ક્યાંક એક નાનો સવાલ હોતો. મારે આ કરવું જોઈએ? હવે જ કરવું જોઈએ? મારા પર આટલો ખર્ચ કરવો જોઈએ? ઘરે બધું બરાબર રહેશે ને? આજે આ સવાલો પણ ધીમે ધીમે પાછળ રહી રહ્યા છે. કારણ કે પોતાની કોઈ ઇચ્છા પૂરી કરવી એટલે સ્વાર્થી બનવું નથી. અને પોતાના માટે થોડો સમય, થોડા પૈસા અને થોડું જીવન સાચવી રાખવા માટે દર વખતે કોઈ કારણ આપવું પણ જરૂરી નથી.
આજે જ્યારે અમે વુમન્સ સ્પેશિયલ તરફ જોઈએ છીએ, ત્યારે અમને લાગે છે કે એની આ જ સાચી કમાણી છે. હું જઈ શકું?થી શરૂ થયેલી સફર આજે હવે પછી ક્યાં જવું? સુધી પહોંચી છે. અને હવે તો એની સામે આખી દુનિયા ખુલ્લી છે. કેટલાક સપનાં નાનાં હશે, કેટલાક મોટાં. કેટલાક સહેલાઈથી પૂરાં થશે, તો કેટલાક માટે પૈસા બચાવવા પડશે. કેટલાક માટે હિંમત જોઈએ, તો કેટલાક માટે સમય કાઢવો પડશે. પણ લિસ્ટ નાની શા માટે કરવી? એક સ્વપ્ન પૂરું થાય એટલે આગળનું લખવું. કારણ કે ઉંમર ભલે ગમે તેટલી હોય, હજી એક દેશ જોવાનો છે, હજી એક અનુભવ લેવાનો છે, હજી એક સ્વપ્ન પૂરું કરવાનું છે. અને સાચું કહીએ તો, હજી ઘણું બધું કરવાનું છે. ચાલો, ખુશીથી આગળ વધતા રહીએ. તો, ચાલો, બૅગ ભરીએ અને દુનિયા એક્સપ્લોર કરવા નીકળી પડીએ!
હું મજા કરી રહી છું...
પણ ઘરના લોકોનું શું?
આ વિચાર આપણામાંથી કેટલીય મહિલાઓના મનમાં આવે છે, નહીં? હું અહીં મજા કરી રહી છું, પણ બાળકો ત્યાં છે... ઘરની બધી વ્યવસ્થા બરાબર હશે ને? બધાએ સમયસર જમ્યું હશે ને? આવા પ્રશ્નો મનમાંથી જતાં જ નથી. પણ સાંભળો, આપણે આખી જિંદગી બધાની જ કાળજી રાખીએ છીએ. તો થોડા દિવસ પોતાના માટે કાઢીએ, તો એથી ઘરના લોકો પ્રત્યેનો આપણો પ્રેમ જરાય ઓછો થતો નથી. ઉલટું, ભરપૂર ગપ્પાં, સુંદર યાદો અને કેટલીય ફોટોઝ સાથે આપણે એકદમ ફ્રેશ થઈને ઘરે પાછા ફરીએ છીએ. ઘર તો આપણું જ છે. ઘરના લોકો પણ આપણા જ છે. અને આ થોડા દિવસો? એ પણ તો આપણા જ છે ને!
મેં નક્કી કર્યું. હું નીકળી પડી.
તેને રજા છે? બાળકોને ચાલશે? સખીઓ આવવાની છે? બાકીના લોકોનું શું? આવા સવાલોમાં જ કેટલીય ટૂર્સ રહી ગઈ. પણ પછી મેં મારી જાતને એક અલગ જ સવાલ પૂછ્યો, મારે ક્યાં જવું છે? અને મેં નક્કી કર્યું. બુકિંગ કર્યું. હું નીકળી પડી. બસ્સ! ક્યારેક ડેસ્ટિનેશન કરતાં પણ મોટી અચિવમેન્ટ હોય છે, પોતાના માટે પોતે નર્િણય લેવાની.
મારામાંની ટ્રાવેલર કઈ?
માઉન્ટન ગર્લ - પહાડો દેખાય એટલે હું ખુશ!
વૉટર બેબી - સમુદ્ર એટલે પ્રેમ!
ફોટો ક્વીન - પહેલા ફોટો!
શૉપિંગ ગર્લ - થોડી શૉપિંગ તો જોઈએ જ!
ફૂડ એક્સપ્લોરર - નવી જગ્યા, નવી ચાખ!
ઍડવેન્ચર ગર્લ - થ્રિલ? આઇ ઍમ ઇન!
કન્ટ્રી કલેક્ટર - પાસપોર્ટ પર હજી એક સ્ટૅમ્પ!
ગર્લ-ગૅન્ગ ટ્રાવેલર - ગપ્પા, ફ્રેન્ડ્સ, ધમાલ!
લક્ઝરી લવર - થોડુંક સ્પેશિયલ તો જોઈએ જ!
એકથી વધુ જવાબો છે? ઑફ કોર્સ!કારણ કે આપણે થોડા એકજ પ્રકારના છીએ?
આય એમ અનસ્ટોપેબલ!
મી. માય વર્લ્ડ. માય ટ્રાવેલ.
હજુ તો મારે ઘણું બધું કરવાનું છે...
એકવાર નક્કી કર્યું કે હું
નીકળી જ પડું. બિન્દાસ.
મારું
વીણા વર્લ્ડ
છે ને!
હું કરી
શકીશ?
હા, જરૂર!
પહેલી વાર એકલી નીકળતી હો તો મનમાં પ્રશ્નો આવવાના જ. હું ક્યારેય ફ્લાઇટમાં બેઠી જ નથી. મને ઇંગ્લિશ બરાબર બોલતાં આવડતું નથી. એરપોર્ટ પર શું કરવાનું? ઇમિગ્રેશન? વિઝા? ફોરેન કરન્સી? મારાથી આ બધું થશે ખરું? આપણામાંથી કેટલીય મહિલાઓના મનમાં ક્યારેક ને ક્યારેક આ પ્રશ્નો આવ્યા છે. પણ મજાની વાત એ છે કે એક વાર નીકળી પડો પછી, પહેલું એરપોર્ટ પાર થઈ જાય, પહેલું ઇમિગ્રેશન પણ થઈ જાય. નવા દેશમાં આપણે પોતાની રીતે કંઈક કરીએ અને અચાનક મનમાં આવે, અરેરે! મને તો આવડે છે! એટલે જ ટ્રાવેલમાં આપણે માત્ર નવું વિશ્વ નથી જોતા. આપણી અંદરના નવા `હું' ને પણ મળીએ છીએ.
એકલી આવી...
પણ એકલી રહી જ નહીં!
વુમન્સ સ્પેશિયલમાં એકલી આવવું અને એકલી હોવું, આ બે સાવ અલગ વાતો છે. પહેલા દિવસે આપણે કોઈને ઓળખતા નથી. પણ અહીં આપણને આપણી જેમ જ ટ્રાવેલનો શોખ ધરાવતી, નવી જગ્યાઓ જોવાની ઇચ્છા રાખતી ઘણી મહિલાઓ મળે છે. કોઈ પહેલી વાર આવી હોય, તો કોઈ વારંવાર આવતી હોય. પણ પહેલા બે-ત્રણ દિવસમાં જ ઓળખાણ થાય, ગપ્પા જમે અને સરસ મિત્રતા પણ થઈ જાય. પછી કોઈ પૂછે, ચા લેશો? કોઈ ફોટો પાડે. કોઈની સાથે આપણે સીટ શેર કરીએ. અને જોતજોતામાં આપણી પોતાની ગૅન્ગ તૈયાર થઈ જાય. વીણા વર્લ્ડની રૂમ પાર્ટનર ગૅરન્ટી તો છે જ. પણ એથી પણ સુંદર શું છે, ખબર છે? આવતી વખતે હું એકલી આવી હતી... અને પાછી ફરતી વખતે સખીઓ સાથે લઈ જઈ રહી છું, એ ફીલિંગ!
હવે મારું મન મને ક્યાં લઈ જાય છે?
૧. મારામાંના ડ્રીમરને જાપાન સ્કૅન્ડિનેવિયા યુરોપ ૨. મારામાંના ઍડવેન્ચરરને ન્યૂઝીલેન્ડ આફ્રિકા અંદમાન
૩. મારામાંની માઉન્ટન ગર્લને કાશ્મીર લદાખ સ્વિટ્ઝલર્ૅન્ડ ૪. મારામાંના એક્સપ્લોરરને વિયેતનામ ઇજિપ્ત ભૂતાન
૫. મારામાં રહેલી રોમેન્ટિક છોકરીને ગ્રીસ માલદીવ્સ બાલી ૬. મારામાંની ઇન્ડિયા લવરને કેરળ રાજસ્થાન નૉર્થ ઈસ્ટ
જગત એક જ છે. પણ એને અનુભવવાની આપણી વાટો કેટલી અલગ અલગ!
યુરોપ
જાપાન
ઓસ્ટ્રેલિયા
હું જ મારી રાણી!
આપણામાંની દરેક સ્ત્રીમાં એક ક્વીન હોય જ છે. એને કોઈ ક્રાઉન આપવાની જરૂર નથી. એ પોતાના મનની, પોતાના જીવનની, પોતાની દુનિયાની રાણી હોય છે. અને વુમન્સ સ્પેશિયલમાં એક એવી ઇવનિંગ હોય છે, જ્યાં એ `હું' ને મનભરીને સેલિબ્રેટ કરવાની તક મળે! મનગમતું તૈયાર થવું, રૅમ્પ પર વૉક કરવું, મનભરીને પોતાની જાતને સેલિબ્રેટ કરવી અને પોતાની મોમેન્ટ પોતાની જ સ્ટાઇલમાં જીવવી! ઉંમર, સાઇઝ, રંગ કે લોકો શું કહેશે એની ચિંતા કરવાની નહીં. કારણ કે હું જ મારી રાણી! અને આ બધી ક્વીન્સમાંથી આપણે પસંદ કરીએ છીએ એ ટૂરની એક ખાસ વીણા વર્લ્ડ ક્વીન. સો, ડ્રેસ અપ. વૉક ધ રૅમ્પ. ઓન યોર મોમેન્ટ.
હજુ ઘણું
બધું જોવું છે...
અનુભવવું છે. ઘણું બધું
પહેલી વાર કરવું છે. આપણી
લિસ્ટ વધતી જ રહેશે અને
આપણી સફર પણ.
વીણા વર્લ્ડ
વુમન્સ સ્પેશિયલ
પ્રવાસની એવી પરંપરા,
જેને મહિલાઓએ
પોતાની બનાવી છે.
જબ મન કરે...
બૅગ ભરો,
નિકળી પડો!
મારી ડ્રીમ લિસ્ટ
સાતેય કૉન્ટિનેન્ટ ફરી લેવાના છે.
નૉર્થર્ન લાઇટ્સ જોવાની છે.
આફ્રિકન બિગ ફાઇવ જોવાના છે.
હૉટ એર બલૂનમાંથી સૂર્યોદય જોવાનો છે.
દુનિયાની કોઈ ફેમસ સિનિક ટ્રેન જર્નીનો અનુભવ કરવાનો છે.
દુનિયાની એક ધમાકેદાર રોડ ટ્રિપ કરવાની છે.
કોઈ મોટો વર્લ્ડ ફેસ્ટિવલ ત્યાંના લોકલ્સ સાથે સેલિબ્રેટ કરવો છે.
25 દેશ ફરી લેવાના છે.
ત્યાર પછી 50 દેશ જોવાના છે.
અને ક્યારેક 100 દેશોનો આંકડો પણ પાર કરવાનો છે!
બધું આજે જ થઈ જાય એવું નથી. કેટલાક આ વર્ષે. કેટલાક આવતા વર્ષે. કેટલાક ક્યારેક. પણ મારી લિસ્ટમાં છે એટલે એક દિવસ તો પૂરું થશે જ!
મારી ટ્રાવેલ ગૅન્ગ કઈ?
તમારી નેક્સ્ટ ટૂર તમે કોની સાથે કરવાના છો?
સ્કૂલની ફ્રેન્ડ્સ કૉલેજ ગૅન્ગ બહેનો / કઝિન્સ
ઑફિસની ફ્રેન્ડ્સ મમ્મી અને હું
મારી બેસ્ટ ફ્રેન્ડ ફૅમિલીની લેડીઝ
હજી મળી નથી એવી નવી ફ્રેન્ડ્સ ફક્ત હું!
ગૅન્ગ નક્કી થઈ? હવે ડેસ્ટિનેશન નક્કી કરવાનું!
મારું નેક્સ્ટ ફર્સ્ટ!















































Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.