India
Toll free
Our Toll Free Numbers:

1800 313 5555

Call us
You can also call us on:

+91 22 2101 7979

+91 22 2101 6969

Foreign Nationals
Foreign Nationals/NRIs travelling

Within India+91 915 200 4511

Outside India+91 887 997 2221

Business Hours

Business hours: 10AM - 7PM

Explore Topics, Tips & Stories

Balloon
Arrow
Arrow

લેટ્સ બ્રેક બ્ોરિયર્સ... રોક ધ વર્લ્ડ!

9 mins. read
Veena Patil
Veena Patil
Senior Travel Content Writer
9 Mins Read
January 24, 2025
January 24, 2025

Quick Summary

નવા વર્ષનું સ્વાગત ઘરના મંદિરમાં પ્રાર્થના કરીને કરો, કારણ કે આખું વર્ષ પ્રવાસ પછી પણ ઘર જ ડેસ્ટિનેશન છે.

ક્રિસમસ અને ન્યૂ ઈયર જેવી સુપરપીક સીઝનમાં પણ ડે ટુ ડે કામ માટે 24 કલાક સપોર્ટ સાથે ટ્રાવેલ સરળ રાખો.

સમર વેકેશન, દિવાળી અને ક્રિસમસ દરમિયાન મુંબઇમાં ઓફિસ હોવા છતાં, સાથે મળીને સમસ્યાઓ ઉકેલવાની ટીમ સ્પિરિટ જાળવો.

નેટફ્લિક્સ પર જિંદગી ના મિલેગી દોબારા જેવી ફ્રેશ ફિલ્મ સાથે નવા વર્ષની રાત જાગીને આનંદથી ઉજવો.

સોફ્ટ ડ્રિંક્સ અને પેકેજ્ડ ફૂડ ટાળો અને હેલ્ધી રૂટિનથી શરીર અને મન બંનેને મજબૂત બનાવો.

મહિલાઓ માટે ટુરને ચાર્જિંગ સમય માનો, ગિલ્ટ છોડો અને ઓછામાં ઓછું વર્ષમાં એક વાર આનંદ માટે બહાર નીકળો.

Published in the Sunday Chitralekha on 26 January 2025

ચાલો, પોતાને સમય આપીએ, પોતાની પર અને જીવન

પર પ્રેમ કરીએ,કારણ કે આપણે ખુશ તો આખું ઘર ખુશ.

સો લેટ્સ ગો! ટ્રાવેલ! એક્સપ્લોર! સેલિબ્ોટ લાઈફ! સેલિબ્ોટ વુમનહૂડ!

અકત્રીસ ડિસેમ્બ્ારે શું કરવું અથવા એક જાન્યુઆરીએ અમે ક્યાં છીએ એ પ્રશ્ન અમારી સામે ક્યારેય ઉપસ્થિત થતો નથી, કારણ કે તે સમયે અમે શાંતિથી હોલીડે માણતાં હોઈએ છીએ. અને અમારું ડેસ્ટિનેશન હોય છે, અમારું પોતાનું ઘર. આખું વર્ષ એટલો પ્રવાસ થાય છે કે નવા વર્ષનું સ્વાગત આપણા ઘરના મંદિરમાં ભગવાનને પ્રાર્થના કરીને કરવાનું સારું લાગે છે. વધુ એક મહત્ત્વની વાત એટલે ક્રિસમસ ન્યૂ ઈયરમાં કમસેકમ પાંચ હજાર પર્યટકો દેશવિદેશમાં અલગ અલગ ઠેકાણે પર્યટન કરતા હોય છે. વીણા વર્લ્ડ ટુર મેનેજર્સ તેમની સંગાથે હોય જ છે અને તેમની પડખે સતત ચોવીસ કલાક ઓફિસ ટીમ હોય છે. આથી અમને ડે-ટુ-ડે કશું કરવું પડતું નથી.છતાં આવી સુપરપીક સીઝનમાં, એટલે કે, સમર વેકેશન એપ્રિલ મે જૂન, દિવાળી અને ક્રિસમસમાં અમે મુંબ્ાઈમાં ઓફિસમાં જ હોઈએ છીએ. ક્યાંય પણ કોઈ પણ પ્રોબ્લેમ આવેતો તુરંત એકબ્ાીજાના સંગાથથી તેનો ઉકેલ લાવવાનું આસાન બ્ાને છે. મુશ્કેલીઓના સમયમાં જ એકબ્ાીજાની વધુ જરૂર હોય છે અને તેથી જ અમે સૌની સાથે હોઈએ છીએ. આથી જ અમે ઘરે હતાં. રોજ રાત્રે સાડાનવ- દસ વાગ્યે સૂઈ જવાની આદત હોવાથી નવા વર્ષનું સ્વાગત કરવા બ્ાાર વાગ્યા સુધી જાગતાં કઈ રીતે રહેવું? એ પ્રશ્ન હતો. નેટફ્લિક્સ પર `જિંદગી ના મિલેગી દોબ્ાારા' ફિલ્મ લગાવી. આટલાં વર્ષો પછી પણ આ ફિલ્મ તેટલી જ ફ્રેશ લાગે છે. સ્પેનના બ્ોકગ્રાઉન્ડમાં સર્વ શૂટિંગથયું હોવાથી તે કાયમ નજીકનું લાગે છે. મસ્ત લાગે છે.જીવન ખુશીમાં જીવો, રસરસમાંથી તેનો આસ્વાદ લો, મન પર કોઈ બ્ાોજ રાખો નહીં, ગભરાશો નહીં એવો સંદેશ આપનારી આ ફિલ્મનું એક વાક્ય મને કાયમ ગમે છે અને તે છે `ડર કે આગે જીત હૈ.' ડરનો સામનો કરીએ અને આપણા જીવનમાંથી તે ડર કાયમનો કાઢી નાખીએ. લેટ્સ ફેસ ઈટ એન્ડ ઓવરકમ ઈટ!

ખરેખર તો `ડર કે આગે જીત હૈ' આ એક ઉત્તમ ટેગલાઈન કોઈક સોફ્ટ ડ્રિંકનીજાહેરાતમાંની છે. આજકાલ આપણે આરોગ્ય તરફ અથવા હેલ્ધી ફૂડ્સની પાછળ હોવાથી સોફ્ટ ડ્રિંક્સ કે પેકેજ્ડ ફૂડ ટાળીએ છીએઅને તે સારું જ છે એમાં કોઈ શંકા નથી. આરોગ્ય ઉત્તમ રાખવું તે મોટે ભાગે આપણા હાથોમાં છે એ વાત જેમ તેમ બ્ાહુ મોડેથી સમજાઈ પણ જ્યારે સમજાઈ ત્યારથી જ શરૂઆત કરવી જોઈએ તે રીતે અમે કર્યું.સર સલામત તો પગડી પચાસ. શક્યતઃ દવાઓ વિના જીવન જીવવાનો પ્રયાસ કરવાનો. હેલ્ધી રહીને, શરીરથી અને મનથી, એટલે કે, વિચારોથી અને આ જ અમારો પાયો છે વીણા વર્લ્ડ વુમન્સ સ્પેશિયલ ટુર્સનો પણ. હસીએ, નાચીએ, ગાઈએ, રખડીએ, સજીએધજીએ, ઘરની ગામની શહેરની રાજ્યની દેશની સીમા ઓળંગીએ, આત્મવિશ્વાસથી એક- એક પગલું આગળ મૂકીએ, જીવનને આનંદિત બ્ાનાવીએ, ઘરમાં પણ ઉત્સાહનો ફુવારો લગાવીએ.

અગાઉ ઘણી વાર વુમન્સ સ્પેશિયલ ટુર્સ પર મહિલાઓને મળવા લેહ લડાખથી લંડન સુધી, શિમલાથી સેન ફ્રાન્સિસ્કો સુધી, ઓસ્ટ્રેલિયાથી અમેરિકા સુધી ક્યાંય પણ જ્યાં વુમન્સ સ્પેશિયલ ચાલુ હોય ત્યાં હું જતી હતી. પ્રચંડ પ્રવાસ કર્યો છે, પરંતુ ક્યારેય થાકી નથી, કારણ કે આ દરેક ટુર પર મહિલાઓ જે રીતે એન્જોય કરતી, સહેલગાહમાં જે ધગધગતો ઉત્સાહ દેખાતો તે જોઈને મને શક્તિ મળતી. નવવારીથી પાંચવારી, પાંચવારીથી પલાઝો, ચુડીદારમાંથી જીન્સ, જીન્સમાંથી સ્કર્ટ અને રીતસર સ્વિમિંગ કોશ્ચ્યુમ પહેરીને પૂલમાંમન મૂકીને મોજ માણનારી મહિલાઓનું ટ્રાન્સફોર્મેશન જોઈને મળતી ખુશીની કોઈસીમા નહોતી.

ખરેખર તો મને આ સર્વ મહિલાઓનો આભાર માનવાનું મન થાય છે, કારણ કે તેમણે ઊર્જા આપી. મારા જીવનને અને વ્યવસાયને અર્થ આપ્યો. કમર્શિયલી વ્યવસાય થતો હોય છે, પરંતુ તે કરતી વખતે જે એક પ્રકારનો સંતોષ મળવો જોઈએ તે આ વુમન્સ સ્પેશિયલે આપ્યો. આટલાં વર્ષોમાં મહિલાઓને ચોકટની બ્ાહાર નીકળીને મુક્ત આનંદ લેતી વખતે અમે સમાજની એક જરૂર પૂરી કરવામાં નાનું પણ કેમ નહીં હોય પરંતુ યોગદાન આપ્યું તેનો સંતોષ મળ્યો. `હું એકલી કઈ રીતે બ્ાહાર ફરવા નીકળું? લોકો શું કહેશે?' આ ટેબ્ુામાંથી બ્ાહાર આવવા ઘણાં વર્ષ લાગ્યાં. દરેક ટુર પર મારા અને મહિલાઓના સંવાદમાં એક જ વાત કહેવાની રહેતી, `છોકરી ભણી પ્રગતિ થઈ'તે આપણને ખબ્ાર છે, પરંતુ `છોકરી આનંદિત થઈ તો ઘર સર્વ રીતે આનંદિત થાય છે.' આથી છોકરીઓને પર્યટનના માધ્યમથી આનંદ આપવાનો આ પ્રયાસ છે. પોતાને ગિલ્ટમાં નાખશો નહીં. તમે ઘરની બ્ાહાર આવી રહ્યાં છો, ધમ્માલ કરી રહ્યાં છો, તે તમારી જરૂર છે. પર્યટન આપણું ચાર્જર છે. ફાવે તે રીતે ત્રણ મહિને, છ મહિને કે વર્ષમાં કમસેકમ એક વાર આ રીતે પોતાને ચાર્જ કરવાનું અને પછી હસતાં હસતાં જીવનની સામે જવાનું.

shutterstock 125437859

મહિલા ધીમે ધીમે તે અપરાધી મહેસૂસ કરવાની માનસિકતામાંથી બ્ાહાર આવી.આ પછી અમારું લક્ષ્ય ઘરનાઓને મહિલાઓને આ પર્યટન તરફ મનઃપૂર્વક જોવા માટે પ્રવૃત્ત કરવાનું હતું, કારણ કે અહીં દબ્ાંગશાહી નહોતી. જે કાંઈ કરવાનું તે પ્રેમથી. `દેશની બ્ાહાર પર્યટન કરવાથી આત્મવિશ્વાસ વધે છે' એ ઉક્તિ પ્રમાણે મહિલાઓ એકલી પર્યટન કરવા લાગી. તેમની અંદરના આ આવકાર્ય બ્ાદલાવના પડઘા ઘરમાં પડવા લાગ્યા. ઘરમાં ખુશી વધવા લાગી અને પછી `તું એકલી કઈ રીતે જશે?' `તું અમને છોડીને કઈ રીતે જઈ શકે?', `અમે આ રીતે છોકરાઓને અને પતિને છોડીને ભટકવા નથી જતાં', `શું ભટકવાનું ભૂત માથામાં ભરાયું છે', `આ રીતે પૈસાનો વેડફાટ કરવા શરમ નથી આવતી?'... આવી અને તેનાથી પણ અંતિમ કમેન્ટ્સ ઘેર ઘેરથી ઓછી થવા લાગી. ટોણા મારનારી પાડોશણ અથવા સંબ્ાંધી ધીમે ધીમે વુમન્સ સ્પેશિયલમાં આવવા લાગી. ઘરના લોકોને વુમન્સ સ્પેશિયલના ટોનિકનું મહત્ત્વ સમજાયું અને ઘરમાં ચીડચીડ વધી જાય તો `અરે તારે હવે બ્ાહાર જવાની જરૂર છે' એવું ઘરવાળા કહેવા લાગ્યા અને અમારી ખુશીનો કોઈ પાર નહીં રહ્યો. હવે ઘરના લોકો વુમન્સ સ્પેશિયલનીટુર ગિફ્ટ આપવામાં આવી રહી છે.

બ્ો હજાર છ વર્ષમાં, એટલે કે, સત્તર વર્ષ પૂર્વે પહેલી વુમન્સ સ્પેશિયલની સંકલ્પનાનો મેં અમલ કર્યો, સફળ બ્ાનાવી અને વીણા વર્લ્ડ બ્ાન્યા પછી તો હવે દર અઠવાડિયે અથવા દરરોજ વુમન્સ સ્પેશિયલ દ્વારા મહિલાઓ દેશના અથવા દુનિયાના ખૂણેખાંચરે મુક્ત રીતે વિહાર કરતી હોય છે, ધમ્માલ કરી રહી છે, મનની સુપ્ત ઈચ્છાઓ પૂરી કરી રહી છે, હવે તેઓ મસ્ત મસ્ત કપડાં પહેેરે છે, સિનેસ્ટાર્સની જેમ મોટ્ટા ગોગલ્સ પહેરે છે, અસંખ્ય ફોટોઝ પાડે છે, પોતાની પર પ્રેમ કરે છે અને`આઈ એમ ધ ક્વીન' `હું જ મારી રાણી'નો રુઆબ્ા છાંટી રહી છે. આ બ્ાધું કરતી વખતે અને થઈ રહ્યુંં છે ત્યારે વુમન્સ સ્પેશિયલ ક્યારેય ચીપ થઈ નહીં. ડિસન્સી અને એલીગન્સીનો સ્તર ક્યારેય છોડ્યો નથી. આથી જ વીણા વર્લ્ડ વુમન્સ સ્પેશિયલની આટલી બ્ાધી સહેલગાહ ભારતમાં અને દુનિયામાં સતત ચાલી રહી છે. આઠ માર્ચ આવી રહી છે. આપણો વુમન્સ ડે!એટલે કે, આમ જોવા જઈએ તો દરેક દિવસ આપણો જ હોય છે, પણ પર્યટન પર નીકળવા માટે કોઈક બ્ાહાનું જોઈએ ને. તેથી અમે `વુમન્સ ડે' નિમિત્તે વધુમાં વધુ મહિલાઓને આ ખુશીના નવા રંગમાં પલળવા માટે કહી રહ્યાં છીએ. આ માટે અથાક તૈયારી કરીએ છીએ. અમારી ઓફિસ ટીમ્સ અને ટુર મેનેજર્સ સજ્જ હોય છે `દે ધમ્માલ' કરાવવા. આ વુમન્સ ડે પર અમે લઈ આવ્યાં છીએ દેશવિદેશના પચાસથી વધુ ટુર ઓપ્શન્સ. તેમાં મહિલા યુરોપમાં જવાનું જીવનભરનું સપનું સાકાર કરી શકે છે અથવા ઓસ્ટ્રેલિયાના મહાખંડનો પ્રવાસ કરી શકે છે અથવા જાપાન કોરિયાની અદભુત દુનિયા જોઈ શકે છે અથવા રીતસર આપણા ઈન્ક્રેડિબ્ાલ ઈન્ડિયાનાં અમુક રાજ્ય પોતાના ટ્રાવેલ મિશનમાં પૂર્ણ કરી શકે છે.

સત્તર વર્ષ પછી, એટલે કે, એક્ચ્યુઅલી ગયા વર્ષે વુમન્સ સ્પેશિયલની ટુર્સમાં અમે અમુક વધુ સારા ફેરફાર કરવાનું શરૂ કર્યું. જ્યાં શક્ય છે ત્યાં રાફ્ટિંગ, કાયાકિંગ, હાયકિંગ, ટ્રેકિંગ, ડેઝર્ટ સફારી, વાઈલ્ડ લાઈફ સફારી, જેટબ્ાોટ રાઈડ, સનસેટ ક્રુઝ, સાયન્ટિફિક મસાજ જેવાં આકર્ષણોનો સમાવેશ કર્યો છે. ભારતીય ભોજન સાથે લોકલ ફૂડનો પણ આસ્વાદ લેવાનું શરૂ કર્યું છે. અગાઉ અમે ભારતીય ભોજન સર્વત્ર લેવાનો આગ્રહ કરતા, પરંતુ હવે આપણા ભારતમાં જ દુનિયાભરના ક્વિઝિન ઉપલબ્ધ થવાથી આપણી ટેસ્ટ ડેવલપ થઈ અને તેથી `લોકલ ફૂડ પણ આપો અમને જે તે સ્થળનું' એવી ડિમાન્ડ વધવા લાગી અને અમે તે બ્ાદલાવ પણ લાવ્યાં. અલગ અલગ એક્સપીરિયન્સીસ, એડવેન્ચર એક્ટિવિટીઝ, ફેશન શો, રેમ્પ વોક જેવી એક્ટિવિટીઝે વુમન્સ સ્પેશિયલ ટુર્સને વધુ હેપનિંગ બ્ાનાવી. ટુર પર આવનારી બ્ાહેનપણી બ્ાહેનપણી અને ફેમિલી ગર્લ ગેન્ગ વધવા લાગી. અને હા, એકલી હોય તો પણ ડોન્ટ વરી, કારણ કે તમને રૂમ પાર્ટનર આપવાની ગેરન્ટી વીણા વર્લ્ડની, આથી નો એક્સ્ટ્રા ચાર્જ.

સો, ચાલો ગર્લ્સ, આ વુમન્સ ડે પર મળીને બ્ાધાં દેશવિદેશમાં ભટકીએ, આત્મવિશ્વાસ વધારીએ, દ્રષ્ટિકોણ વ્યાપક બ્ાનાવીએ, ધમ્માલ કરીએ, ભવિષ્ય માટે અનમોલ યાદોનો સંગ્રહ કરીએ અને જીવન હસતાં હસતાં ઝીલીએ... ક્યારેક મોરિશિયસના ભૂરા સમુદ્ર પર તો ક્યારેક લેહ લડાખની હિમાલયી પર્વતમાળા સાથે, ક્યારેક અમેરિકાના ફ્રીડમ લેન્ડમાં તો ક્યારેક ઈન્ગ્લેન્ડની રાણીના રુઆબ્ામાં, ક્યારેક યુરોપના અદ્વિતીય સૌંદર્ય સાથે તો ક્યારેક થાઈલેન્ડના સમુદ્ર પર... ચાલો બ્ાિન્ધાસ્ત! લેટ્સ બ્રેક બ્ોરિયર્સ એન્ડ રોક ધ વર્લ્ડ!

અરાઉન્ડ દ વર્લ્ડ

વીણા પાટીલ

veena@veenaworld.com

Post your Comment

Please let us know your thoughts on this story by leaving a comment.

Explore Topics, Tips & Stories

Balloon
Arrow
Arrow

Get in touch with us

Share your details for a call back and subscribe to our newsletter for travel inspiration.

+91

Listen to our Travel Stories

Veena World tour reviews

What are you waiting for? Chalo Bag Bharo Nikal Pado!

Scroll to Top