India
Toll free
Our Toll Free Numbers:

1800 313 5555

Call us
You can also call us on:

+91 22 2101 7979

+91 22 2101 6969

Foreign Nationals
Foreign Nationals/NRIs travelling

Within India+91 915 200 4511

Outside India+91 887 997 2221

Business Hours

Business hours: 10AM - 7PM

Explore Topics, Tips & Stories

Balloon
Arrow
Arrow

દુનિયાભરના મસાલાઓનું પગેરું

7 mins. read
Neil Patil
Neil Patil
7 Mins Read
October 25, 2024
October 25, 2024

Quick Summary

જ્યોર્જિયા સિલ્ક રોડના પ્રાચીન વેપારથી યુરોપિયન અને એશિયન પ્રભાવનું અનોખું મિશ્રણ બતાવે છે.

તજ, કાળી મરી, કેસર અને જાયફળ જેવા મસાલાઓ સોનાથી પણ વધુ મૂલ્યવાન ગણાતા અને વૈશ્વિક રસોઈને બદલી નાખી.

તજ શ્રીલંકા અને દક્ષિણપૂર્વ એશિયામાંથી ઉદ્ભવ્યું અને તેની ઊંચી માંગે સમુદ્રી શોધને વેગ આપ્યો.

કાળી મરીને મસાલાના રાજા તરીકે ઓળખવામાં આવતી, તેનું મૂળ ભારતના મલાબાર દરિયાકાંઠામાં છે અને તે રોમથી યુરોપ સુધી ધન અને સત્તા સાથે જોડાઈ.

કેસર દુનિયાનો સૌથી મોંઘો મસાલો છે અને 3,000 વર્ષથી પરફ્યુમથી લઈને ઔષધિ ઉપચાર સુધી ઉપયોગમાં લેવાય છે.

સિલ્ક રોડ અને મેરિટાઈમ સ્પાઈસ રૂટ જેવા માર્ગોએ વિચારો, સંસ્કૃતિ અને સ્વાદને ખંડોથી ખંડ સુધી પહોંચાડ્યા.

Published in the Sunday Mumbai Samachar on 27 October, 2024

 

વૈશ્વિક સ્તરે વાનગીઓમાં પરિવર્તન લાવનારા અને ઈતિહાસના ક્રમને પ્રભાવિત

કરનારા તજ, કાળા મરી, કેસર અને અન્ય મસાલાઓનો અતુલનીય પ્રવાસ.

આજે હું જ્યોર્જિયાથી આ લેખ લખી રહ્યો છું ત્યારે વૈશ્વિક નકશા પર જ્યોર્જિયાના સ્થાન વિશે મને અચરજ થયા વિના રહેતું નથી!યુરોપિયન અને એશિયન પ્રભાવો હજારો વર્ષથી જેમાં ભળી રહ્યા છે તે સિલ્ક રોડ વેપાર માર્ગ સાથે મળતો પ્રાચીન દેશ જ્યોર્જિયા દેખીતી રીતે જ એવું સંમિશ્રણ છે જે અસલ અને આશ્ચર્યજનક સ્થળ નિર્માણ કરે છે. જ્યાં વેપાર દરેક રીતે મોટે પાયે થતો હતો તે સિલ્ક રોડ પર આપણે આવ્યા છીએ ત્યારે આજે હું દુનિયાને બ્ાદલી નાખનારા મસાલાઓ વિશે વાત કરવા માગું છું.

મસાલાઓને લઈને અનેક યુદ્ધ થયાં હતાં, સામ્રાજ્યોની ચઢતીપડતી થઈ અને એક સમયે સોના કરતાં પણ તેનું વધારે મહત્ત્વ હતું. તજ, કાળી મરી,કેસર અને જાયફળ જેવા મસાલાઓ પ્રાચીન દુનિયાનો સૌથી મોટો ખજાનો માનવામાં આવતા હતા. તે એટલા મૂલ્યવાન હતા કે વાસ્તવમાં તેમણે વૈશ્વિક ખોજ અને વેપારના ક્રમને આકાર આપ્યો. જોકે તેમનું મૂલ્ય સોનાના સિક્કા અથવા રાજકીય તાકાતથી માપવામાં આવતું નહોતું,પરંતુ આ સાદી સામગ્રીઓનો દુનિયાની વાનગીઓ પર મજબ્ૂાત પ્રભાવથી માપવામાં આવતું હતું, જેણે આજ સુધી રસોઈમાં ક્રાંતિ લાવવાનું ચાલુ રાખ્યું છે.

પ્રાચીન મસાલાના વેપારના માર્ગોએ, જેમ કે, વિખ્યાત સિલ્ક રોડ અને મેરિટાઈમ સ્પાઈસ રુટ ભારતથી મધ્ય પૂર્વ, દક્ષિણપૂર્વ એશિયા અને યુરોપ સુધી દૂરસુદૂર માનવસંસ્કૃતિ સાથે જાડાયેલા હોઈ મસાલાઓ સાથે વિચારો, સંસ્કૃતિ અને સ્વાદને પણ આગળ ધપાવ્યા છે. વેપારી અને શોધકોએ ખંડથી ખંડ આ સ્વાદિષ્ટ મસાલાઓનું પરિવહન કરીને દુનિયાનાં રસોડાંઓમાં પરિવર્તન લાવી દીધું. આજે આપણે સ્થાનિક અથવા પારંપરિક વાનગીઓ માણીએ છીએ તેમાં હજારો માઈલોનો પ્રવાસ કરીને આપણી થાળી સુધી પહોંચેલા મસાલાઓનો સૂક્ષ્મ અને નક્કર પ્રભાવ છે.

તજઃ શોધ પ્રેરિત કરનારો મીઠો મસાલો

શ્રીલંકા અને સાઉથઈસ્ટ એશિયામાં ઉદભવ ધરાવતા તજ એક સમયે એટલા મૂલ્યવાન ગણાતા કે સમુદ્રિ ખોજ પ્રેરિત કરી અને શોધના વહેલા યુરોપિયન યુગને આકાર આપ્યો. અગાઉના વેપાર દરમિયાન આ મસાલા મુખ્ય કોમોડિટી હતા, જે મોટે ભાગે તેની તંગી અને યુરોપમાં ઉચ્ચ માગણીને લીધે સોના કરતાં પણ વધુ મૂલ્યવાન હતા. યુરોપમાં વાઈનથી ઔષધિઓ સુધી દરેકમાં ફ્લેવર તરીકે તજનો ઉપયોગ કરાતો હતો. સદીઓથી અરબ્ાી વેપારીઓએ તેના અસલ સ્રોતને અત્યંત ગોપનીય રાખ્યા હતા, જેથી યુરોપિયન એવું માનવા લાગ્યા હતા કે તજ એ ચમત્કારી "તજની ધરતીમાં ઊગે છે.

પોર્ટુગીઝોએ 16મી સદીમાં તેનો સ્રોત સૌપ્રથમ ખોજ કર્યો હતો, જેને લઈ શ્રીલંકામાં આવીને તેઓ વસી ગયા અને તે પછી ડચ અને બ્ાિટિશ વચ્ચે તજના વેપારમાં વર્ચસ જમાવવા આ ટાપુ પર કબ્ાજો મેળવવા માટે લડત શરૂ થઈ. આ મહત્ત્વપૂર્ણ મસાલાએ વૈશ્વિક ખોજ તો પ્રેરિત કરી જ પરંતુ અણધારી રીતે વિશ્વના ઈતિહાસ પર પ્રભાવ પાડતાં સામ્રાજ્યવાદ માટે તે સૂત્રધાર પણ બ્ાની ગયા હતા.

કાળા મરીઃ મસાલાઓના રાજા

કાળા મરીને મોટે ભાગે "મસાલાના રાજા તરીકે ઓળખવામાં આવે છે. એક સમયે તેનું સ્થાન એટલું શક્તિશાળી હતું કે તેને પ્રાચીન રોમમાં કરન્સી તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો. તેના મૂળનું પગેરું ભારતના મલાબ્ાાર દરિયાકાંઠામાં મળે છે, જ્યાં હજારો વર્ષ સુધી તેની વાવણી કરવામાં આવતી હતી. મધ્ય યુગ દરમિયાન કાળા મરી યુરોપમાં સૌથી મૂલ્યવાન કોમોડિટીમાંથી એક હતા. ખાદ્યનું સંવર્ધન કરવાની અને ફ્લેવર બ્ાહેતર બ્ાનાવવાની તેની ક્ષમતાને કારણે તેની ઉચ્ચ કિંમત બ્ાોલાતી હતી. આથી મહત્ત્વપૂર્ણ એ છે કે કાળા મરી મોટે ભાગે "કાળું સોનું તરીકે ઓળખવામાં આવે છે અને તેના વેપારે રોમનથી વેનેશિયન સુધી અનેક સામ્રાજ્યોની સંપત્તિ અને સત્તામાં યોગદાન આપ્યું છે.

કાળા મરીમાં મસાલાના વેપારે યુરોપિયન ખોજ માટે પાયો રચ્યો હતો. પોર્ટુગીઝ શોધક વાસ્કો દ ગામાએ 1498માં ભારતમાં સમુદ્રિ માર્ગે પ્રવાસ કરીને પ્રત્યક્ષ વેપાર કડી સ્થાપિત કરી, જેનાથી ઈતિહાસનો ક્રમ કાયમ માટે બ્ાદલી નાખ્યો છે. પોર્ટુગીઝ, ડચ અને બ્ાિટિશ વેપારીઓએ આકર્ષક મરીના વેપાર પર નિયંત્રણ માટે જંગ કર્યો, જે પછી ખાસ કરીને તેના ઉત્પાદન અને નિકાસ પર કાબ્ૂા મેળવવા માટે ભારતમાં કોલોનિયલ સત્તાએ પગ જમાવી દીધો.

કેસરઃ ચમત્કારી ઉદભવ સાથેનો સુવર્ણ મસાલો

દુનિયામાં સૌથી મોંઘો મસાલો એટલે કેસર, જે તેની આકર્ષક સોનેરી છટા, અજોડ સ્વાદ અને ઔષધિ ગુણો માટે 3,000 વર્ષથી ઉપયોગ કરવામાં આવે છે. ભૂમધ્ય પ્રદેશ અને ઈરાનમાંથી ઉદભવ ધરાવતું કેસર એક સમયે ચમત્કારી અને રોગહર શક્તિ ધરાવતું હોવાનું માનવામાં આવતું હતું.પ્રાચીન સમયમાં તે પરફ્યુમથી ઔષધિ ઉપચાર સુધી દરેકમાં ઉપયોગ કરાતું હતું અને તે ગ્રીસથી પર્સિયા અને તેની પાર પણ પ્રાચીનમાનવ સંસ્કૃતિઓમાં સંપત્તિ અને લક્ઝરીનું પ્રતિક બ્ાની ગયું હતું.

કેસરની પ્રાપ્તિ શ્રમ સઘન પ્રક્રિયા છે, જે પણ તેની ઉચ્ચ કિંમતનું એક કારણ છે. તે ક્રોકસ ફૂલોના નાજુક સ્ટિગ્મા (વર્તિકાગ્ર)માંથી પ્રાપ્ત થાય છે.હજારો ફૂલોમાંથી થોડી માત્રામાં કેસર બ્ાને છે. ઈતિહાસમાં કેસરની ખૂબ્ાીએ પ્રાચીન મસાલાના રુટ્સ સાથે વેપારીઓમાં તેને મૂલ્યવાન બ્ાનાવી દીધું હતું. વેપારીઓ મધ્ય પૂર્વથી તે યુરોપ અને એશિયાની બ્ાજારોમાં લઈ જઈ તે વેચતા હતા.

જાયફળ અને લવિંગ

સામ્રાજ્યો બ્ાદલી નાખનારા મસાલાઃ જાયફળ અને લવિંગ ઈન્ડોનેશિયાના નાના સ્પાઈસ આઈલેન્ડ્સમાંથી ઉદભવ્યા છે, જે નાના દ્વીપસમૂહ પર સદીઓથી આ પ્રતિષ્ઠિત મસાલા ઉગાડવામા આવતા હતા. તે સમયે દુનિયામાં તે ઉગાડનારું એકમાત્ર સ્થળ હતું. તેમની અજોડ ફ્લેવરે યુરોપમાં તેને બ્ાહુ પ્રચલિત બ્ાનાવી દીધું, જ્યાં તેઓ તેમાં ઔષધીય ગુણો હોવાનું માનતા હતા અને માંસથી વાઈન સુધી દરેકમાં સ્વાદ માટે વાપરતા હતા.

16મી અને 17મી સદી દરમિયાન જાયફળ અને લવિંગના વેપારને કારણે યુરોપિયન સત્તાઓ વચ્ચે વેરઝેર પેદા થયું હતું. પોર્ટુગીઝ આ મસાલાના ટાપુ પર સૌપ્રથમ પહોંચ્યા હતા, પરંતુ તેમની જગ્યા ટૂંક સમયમાં જ ડચે લઈ લીધી, જેમણે ડચ ઈસ્ટ ઈન્ડિયા કંપની સ્થાપી હતી. મસાલાના વેપારમાં મોનોપોલી ઊભી કરવાના પ્રયાસમાં ડચે લોહિયાળ યુદ્ધ છેડીને સ્થાનિક વસતિને ભગાવી દીધી અને તેમનું વર્ચસ જાળવી રાખવા માટે આ હરીફાઈવાળા ટાપુઓ પર જાયફળનાં ઝાડનો નાશ પણ કર્યો. તથાકથિત "મસાલા યુદ્ધો એ દક્ષિણપૂર્વ એશિયામાં વસાહતીકરણનો ક્રમ બ્ાદલી નાખ્યો અને શોષણ તથા સત્તા સંઘર્ષનો ગૂંચભર્યો વારસો છોડી ગયા.

આદુંઃ પૂર્વથી પશ્ચિમનો પ્રવાસ કરનારો મસાલો

દક્ષિણપૂર્વ એશિયામાં ઉદભવ ધરાવતું આદું પ્રાચીન માર્ગો પર સૌથી પહેલાં વેપાર કરાતા મસાલામાંથી એક હતું. તેણે મધ્ય પૂર્વ સુધી પોતાનો માર્ગ કર્યો અને આખરે યુરોપમાં પહોંચી ગયું હતું. પ્રાચીન ચીન અન ભારતમાં આદુંના ઔષધીય ગુણોને કારણે તેની કિંમત ઉચ્ચ હતી. તે પાચન અને શરદીથી લઈને આર્થ્રાઈટિસ સુધીની બ્ાીમારીઓનો ઉપચાર કરે છે એવું પણ માનવામાં આવે છે. વેપારના માર્ગો વિસ્તર્યા તેમ આદું ઝડપથી લોકપ્રિય કોમોડિટી બ્ાની ગઈ, જેનો રસોઈમાં તો ઉપયોગ થતો જ હતો પરંતુ તેના સ્વાસ્થ્યના લાભો પણ પ્રચલિત બ્ાન્યા હતા.

રોમન સામ્રાજ્ય દરમિયાન આદું યુરોપમાં રજૂ કરાયું હતું, જ્યાં ખાદ્ય સંવર્ધન કરવાની અને માંસથી મીઠા પકવાનો સુધીના પદાર્થોમાંસ્વાદ બ્ાહેતર બ્ાનાવવાની તેની ક્ષમતા માટે ઉચ્ચ કિંમત બ્ાોલાતી હતી. આદું ટૂંક સમયમાં જ મધ્યયુગીન યુરોપિયન રસોડામાં અન્ન બ્ાની ગયું હતું,જેનો સ્પાઈસ કેક્સ, જિંજરબ્ોડ અને એલીસમાં પણ વપરાશ થતો હતો.

તો આગામી વખતે તજ અથવા ચપટીક હળદર વાપરો ત્યારે આ મસાલાઓ તમારા રસોડા સુધી કઈ રીતે પહોંચ્યા તેનો અતુલનીય પ્રવાસ પણ જાણી લેજો. આખરે દરેક મસાલાની પાછળ ઈતિહાસ, સાહસ અને ફ્લેવરની દુનિયા છે. તો ફરી મળીશું, ત્યાં સુધી જીવનની ઉજવણી કરતા રહો!

Post your Comment

Please let us know your thoughts on this story by leaving a comment.

Explore Topics, Tips & Stories

Balloon
Arrow
Arrow

Get in touch with us

Share your details for a call back and subscribe to our newsletter for travel inspiration.

+91

Listen to our Travel Stories

You May also like

View all
દરેક દિવસ ઉજવણી બને  એવી જગ્યા... ગયા છો?
7 mins, read

દરેક દિવસ ઉજવણી બને એવી જગ્યા... ગયા છો?

Published in the Sunday Mumbai Samachar on 26 April 2026 કલ્પના કરો. સાંજે તમે યુરોપિયન ગલીમાં ચાલતા હો, કેફેમાં વાતો, ગિટાર અને હાસ્ય, અને અહીં સમય દોડતો નથી, રોકાઈ જાય છે. અહીં લોકો જીવન માણે

આશ્ચર્યનું આઇલેન્ડ
7 mins, read

આશ્ચર્યનું આઇલેન્ડ

Published in the Sunday Gujarat Samachar on 26 April 2026 ...દરવાજા ખુલ્લા હોય છે, લોકો પગ બહાર લટકાવીને બેસે છે, અને આસપાસનો નજારો એટલો મંત્રમુગ્ધ કરે છે કે કેમેરા પણ ભૂલી જાઓ... ડેસ્ટિનેશન જેટલું

બોલીવૂડ = ટ્રાવેલ
7 mins, read

બોલીવૂડ = ટ્રાવેલ

Published in the Sunday Gujarat Samachar on 24 August 2025 ...આ ગીતો ફક્ત સંગીતબદ્ધ અવસરો નહોતાં. તે આમંત્રણ હતાં. પ્રવાસના ટ્રેલર હતાં. આપણે ગયાં નહોતાં, પરંતુ અચાનક જવા માગીએતે સ્થળોના ભાવનાત્મક

Veena World tour reviews

What are you waiting for? Chalo Bag Bharo Nikal Pado!

Our OfficesLocate Us

Located across the country, ready to plan your dream vacation today!

Locate Us

Call us1800 313 5555

Request a quote or chat - we’re here to help anytime!

Write to us

We're always happy to help!

Connect with us

Reviews, podcasts, blogs and more...

Veena world
Associated withIATAIATOTAAITAFI

*Caution: Beware of Fake Promotions or Offers *Please do not believe or engage with any promotional emails, SMS or Web-link which ask you to click on a link and fill in your details. All Veena World authorized email communications are delivered from domain @veenaworld.com or @veenaworld.in or SMS from VNAWLD or 741324. *Veena World bears no liability or responsibility whatsoever for any communication which is fraudulent or misleading in nature and not received from registered domain.

© 2013 - 26 Veena Patil Hospitality Pvt Ltd. All Rights Reserved.

Payments on website are secure

Scroll to Top