India
Toll free
Our Toll Free Numbers:

1800 313 5555

Call us
You can also call us on:

+91 22 2101 7979

+91 22 2101 6969

Foreign Nationals
Foreign Nationals/NRIs travelling

Within India+91 915 200 4511

Outside India+91 887 997 2221

Business Hours

Business hours: 10AM - 7PM

Explore Topics, Tips & Stories

Balloon
Arrow
Arrow

યુરોપ: ઉત્તર v/s દક્ષિણ v/s પૂર્વ v/s પશ્ચિમ

7 mins. read
Neil Patil
Neil Patil
7 Mins Read
January 31, 2025
January 31, 2025

Quick Summary

યુરોપમાં દેશોની સંખ્યા 44થી 51 સુધી બદલાઈ શકે છે, પણ યુનાઈટેડ નેશન્સ મુજબ 44 દેશ ગણાય છે.

ઉત્તરીય યુરોપમાં નોર્વેના ફ્યૉર્ડસ અને આઈસલેન્ડના બ્લુ લગૂન જેવી કુદરતી જગ્યાઓ સાથે શાંતિભર્યું સાહસ માણો.

ડેન્માર્કની હાઈજી અને સ્વીડનની ફિકા જેવી સાંસ્કૃતિક આદતોને તમારા પ્રવાસમાં સામેલ કરો.

ફિનલેન્ડમાં સાઉનાને દૈનિક અનુભવ બનાવો અને શિયાળામાં નોર્ધર્ન લાઈટ્સ તથા ઉનાળામાં મધરાત્રિ સૂર્ય ચૂકી ન જશો.

દક્ષિણ યુરોપમાં તુસ્કેનીની ટેકરીઓથી લઈને સેન્તોરિનીના સૂર્યાસ્ત અને અમલ્ફી કોસ્ટ સુધી ભૂમધ્ય સમુદ્રની ઉષ્મા અનુભવો.

પૂર્વીય યુરોપમાં પ્રાગના ગોથિક સ્થાપત્યો, ક્રોએશિયાના દરિયાકાંઠા અને વોર્સોની ઐતિહાસિક કહાણીઓ શોધો.

Published in the Sunday Mumbai Samachar on 02 February 2025

ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધી, યુરોપની સુંદરતા તેના સમૃદ્ધ ઈતિહાસ, વિવિધ સંસ્કૃતિઓ અને અદભૂત પ્રકૃતિમાં સમાયેલ છે.

આજે આપણે યુરોપની ખોજ કરીશું. યુરોપ વૈવિધ્યતા અને ઈતિહાસથી સમૃદ્ધ ખંડ છે. તમને એવો વિચાર આવી શકે છે કે યુરોપમાં ઘણા બધા દેશો કઈ રીતે છે? સ્રોતોને આધારે આ સંખ્યા ભિન્ન છે. અમુક દાવો કરે છે કે 44 દેશ છે, જ્યારે અન્યો 50 કે 51 પણ કહે છે. જોકે યુનાઈટેડ નેશન્સ અનુસાર યુરોપમાં 44 દેશનો સમાવેશ થાય છે. આમ છતાં આ ઉચ્ચ સંખ્યામાં સામાન્ય રીતે યુરોપ અને એશિયામાં પણ અસ્તિત્વ ધરાવતા ટર્કી, કઝાકસ્તાન અને રશિયા જેવા પ્રદેશો અને આંશિક ઓળખાતાં રાજ્યોનો સમાવેશ થાય છે. સાઈપ્રસ એશિયા માઈનરનો ભૌગોલિક રીતે ભાગ છે,પરંતુ સાંસ્કૃતિક રીતે તે યુરોપનો ભાગ છે. અન્ય પ્રદેશોમાં ફેરો આઈલેન્ડ્સ અને ગ્રીનલેન્ડ સંખ્યાની વિભિન્નતામાં યોગદાન આપે છે. બાલ્કન્સમાં આંશિક ઓળખાતું રાજ્ય કોસોવો પણ આ અજોડતામાં ભૂમિકા ભજવે છે. ખેર, સંખ્યા ગમે તે હોવા છતાં યુરોપની વૈવિધ્યતા તેની વ્યાખ્યા કરતી વિશિષ્ટતા છે.

હવે આપણે યુરોપના ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ થકી પ્રવાસ કરીને તેમની અજોડ સંસ્કૃતિઓ, નિસર્ગસૌંદર્ય અને પરંપરાઓ વિશે જાણીએ.

ઉત્તર

ઉત્તરીય યુરોપ અદભુત નૈસર્ગિક સૌંદર્ય, ઉત્તમ સંસ્કૃતિ અને તેના વાઈકિંગના ઈતિહાસમાં ઊંડાણભર્યા જોડાણ માટે જાણીતું છે.નોર્વેમાં તેના અદભુત ફ્યૉર્ડસ હોય, આઈસલેન્ડ જિયોથર્મલ ઝરણા હોય કે ડેનિશ કેફેની આહલાદક હૂંફ હોય, ઉત્તરીય યુરોપ શાંતિના અવસરો સાથે મંત્રમુગ્ધ કરનારાં સાહસોનું સંમિશ્રણ છે.

હવે નોર્વેમાં જિરેન્જરજોર્ડ ખાતે ઊભા રહ્યા હોય તેવી કલ્પના કરો, જ્યાં પાણીનો ધોધ ઊંચા તીક્ષ્ણ ખડકો પરથી કાચ જેવા પાણીમાં નીચે આવે છેઅને દરિયાકાંઠા પર વિલક્ષણ ગામડાંઓ વસેલાં છે. અથવા આહલાદક જ્વાળામુખીના નિસર્ગસૌંદર્યથી ઘેરાયેલા આઈસલેન્ડના બ્લુ લગૂનમાં આરામ કરતી વખતે પોતાની તસવીરો લો. આ પ્રદેશ જીવનની અજોડ રીત પણ ધરાવે છે, જે પ્રાચીન રીતિરસમો સાથે આધુનિક નાવીન્યતાનું સંતુલન કરે છે.દાખલા તરીકે ડેન્માર્કની `હાઈજી' સંકલ્પના મિત્રો સાથે તાપણા સામે બેસવું અથવા મજેદાર ભોજન માણવા જેવી નાની નાની ખુશીઓમાંઆનંદ શોધવા પ્રોત્સાહન આપે છે. સ્વીડનની ફિકા, એટલે કે, કોફી બ્રેક રિલેક્સ કરવાના હેતુપૂર્વકના અવસરમાં ફેરવાઈ જાય છે,જે પણ વધુ એક સાંસ્કૃતિક ખજાનો છે. ફિનલેન્ડમાં સાઉના દૈનિક જીવનનું કેન્દ્ર છે, જે જોડાણ, પ્રતિબિંબ અને કાયાકલ્પનું પ્રતીક છે.

શિયાળાના મહિના ચમત્કારી નોર્ધર્ન લાઈટ્સ લાવે છે, જે સમયે ફિનલેન્ડ, નોર્વે અને આઈસલેન્ડ માં આકાશ વિવિધ રંગોથી રંગાઈ જાય છે,જ્યારે ઉનાળામા મધરાત્રિનો સૂર્ય સુવર્ણ પ્રકાશ સાથે રાત્રિને સુંદર બનાવે છે, જે અસીમિત ખોજ પ્રદાન કરે છે. ફિનલેન્ડ સાઉના સંસ્કૃતિમાંએટલું ગળાડૂબ છે કે કાર કરતાં સાઉના વધુ છે. તેની ૫.૫ મિલિયન વસતિમાંથી 2 મિલિયન વસતિ સાઉના ધરાવે છે.

દક્ષિણ

દક્ષિણીય યુરોપ સ્વર્ણિમ સંસ્કૃતિ, સુંદર દરિયાકાંઠા અને રોચક ઈતિહાસથી સમૃદ્ધ છે. ભૂમધ્ય સમુદ્રમાં ખળખળ વહેતાં પાણીથી તુસ્કેનીની રોલિંગ હિલ્સ સુધી દક્ષિણીય યુરોપ તેના હવામાન સાથે તેના લોકો, વાનગીઓ અને જીવનશૈલીમાં પણ ઉષ્મા પ્રદાન કરે છે. ઈટાલી, સ્પેન, ગ્રીસ,પોર્ટુગલ અને દક્ષિણીય ફ્રાન્સ જેવા દેશો આ સૂર્યવાળા પ્રદેશના હાર્દ છે, જે ઈતિહાસ, કળા અને ખાદ્યોનું મજેદાર મિલન પ્રદાન કરે છે.

હવે સેન્તોરિનીમાં ખડકો પર ઊભા રહ્યા હોય અને એજિયન સીમાં સૂર્યાસ્ત જોતા હોય અથવા અમલ્ફી કોસ્ટ પર પેસ્ટલ-રંગનાં ઘરો ચકમકતાં જળને જ્યાં મળે છે તે પોસિતાનોની ગલીઓમાં પસાર થતા હોય તેવી કલ્પના કરો. સ્પેનના કોસ્ટા બ્રાવા અને પોર્ટુગલના અલ્ગાર્વેના બીચ શાંત દરિયાકાંઠોઅને નાટકીય ક્ષિતિજો પ્રદાન કરીને મંત્રમુગ્ધ કરીને રહે છે.

દક્ષિણીય યુરોપ અસાધારણ સ્થાપત્યોનું ઘર છે. સ્પેનમાં ગ્રેનેડામાં અલ્હાંબ્રા નાજુક મૂરિશ ડિઝાઈન જોવા મળે છે, જ્યારે બાર્સેલોનામાં ગાઉડીઝ સાગ્રાદા ફેમિલિયા સપનું સાકાર થયું હોય તેવું મહેસૂસ કરાવે છે. વળી, ઈટાલીમાં ચિયાંતી, સ્પેનમાં રિયોજા હોય કે પોર્ટુગલમાં વિન્હો વેર્દે વાઈનના દરેક ઘૂંટડા તે જ્યાંથી આવી છે તે ધરતીની વાર્તા કહે છે. ઈટાલીનું એપેરોલ સ્પ્રિટ્ઝ, ગ્રીસનું આઉઝો અને પોર્ટુગલની પોર્ટ વાઈન પણ પ્રદેશની સંસ્કૃતિની અજોડ ફ્લેવર પૂરી પાડે છે.

મોજીલી વાસ્તવિકતા: 1600 બીસીઈ આસપાસ જ્વાળામુખી ફાટીને સેન્તોરિની અજોડ ક્ષિતિજ રચાઈ હતી, જે અમુક માને છે કેએટલાન્ટિસની ભ્રમણાઓ સાથે જોડાયેલી છે.

પૂર્વ:

પૂર્વીય યુરોપ સમકાલીન લાગે છે, પરંતુ ઈતિહાસ, સ્થિતિસ્થાપકતા અને ખૂબીઓમાં સમૃદ્ધ છે. આ પ્રદેશની મારી મુલાકાતમાંમને ગોથિક સ્થાપત્યો સાથેના પ્રાગ જેવાં શહેરો, ક્રોએશિયાનો અદભુત દરિયાકાંઠો અને વોર્સોની ઐતિહાસિક કટિબદ્ધતાઓથી મોહિત કરી દીધો હતો.

પ્રાગના ચાર્લ્સ બ્રિજ પર ઊભા રહેતાં તમે પૂતળાઓથી ઘેરાયેલા પામશો, જે સદીઓ જૂની વાર્તાઓ કહેતા હોય તેવું લાગે છે. રોમાનિયામાં કાર્પેથિયન પહાડીઓ પાઈનનાં જંગલો થકી લઈ જાય છે, જે પરીકથામાં આવી ગયા હોઈએ તેવું મહેસૂસ કરાવે છે. બુડાપેસ્ટમાં ડેન્યુબ રિવર જીવંત પેસ્ટ સાથે ઐતિહાસિક બુડાની બાજુને જોડે છે, જે એકતાના પ્રદેશના જોશનું પ્રતીક છે.

પ્રાગમાં ઓલ્ડ ટાઉન અને રોમાનિયામાં બ્રેન કેસલ ડ્રેક્યુલા લીજેન્ડનું ઘર છે, જે અચૂક જોવા જેવાં સીમાચિહનો છે. વોર્સોનું ઓલ્ડ ટાઉનજે વિશ્વ યુદ્ધ-૨માં લગભગ વિનાશ પામ્યું હતું તેનું વહાલપૂર્વક પુન:નિર્માણ કરાયું છે, જે શહેરની સ્થિતિસ્થાપકતાનો દાખલો છે.સંદર્ભો તરીકે તસવીરોનો ઉપયોગ કરીને તેનું પુન:નિર્માણ કરવા માટે સૂઝબૂઝપૂર્વકના પ્રયાસો તેના લોકોના અતૂટ જોશનું શક્તિશાળી પ્રતીક છે.

પશ્ચિમ:

પશ્ચિમી યુરોપ દરેક વળાંકે વાર્તાઓ કહેવાની રીત ધરાવે છે. ફ્રાન્સમાં બોર્ડુક્સના વાઈનયાર્ડસ, એમ્સ્ટરડેમની નહેરો અને જર્મનીનું બ્લેક-ફોરેસ્ટ દરેકની પોતાની અજોડ વાર્તા કહે છે. ઈન્ગ્લેન્ડના કોર્નવોલમાં મજબૂત ખડકો અને દરિયાકાંઠાનો પંથ મોહિત કરે છે,જ્યારે સ્વિટઝર્લેન્ડનો અલ્પાઈન નજારો મંત્રમુગ્ધ કરી દે છે.

પેરિસ થકી પગપાળા પસાર થતી હોઈએ ત્યારે આઈફેલ ટાવરના રોમાન્સની અથવા લૌવર ખાતે કળાના વારસાની અવગણના કરવાનું અશક્ય છે. લંડનમાં બકિંગહામ પેલેસ અને બિગ બેન શાહી પરંપરાનું દ્યોતક છે. બ્રસેલ્સમાં ગ્રાન્ડ પ્લેસ સદીઓ જૂની કળાકારીગરી પ્રદર્શિત કરતુંસ્થાપત્ય દર્શાવે છે.

પશ્ચિમી યુરોપની સંસ્કૃતિ સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ છે. ફ્રાન્સે મોનેટ અને વિક્ટર હ્યુગો જેવા દુનિયાને કળાત્મક લીજેન્ડ્સ આપ્યા છે.નેધરલેન્ડ્સ વાન ગોઘ અને રેમ્બ્રાન્ડ્ટનું ઘર છે, જે રોજબરોજ સૌંદર્ય માટે પ્રેમ પ્રેરિત કરે છે. જર્મનીનો શાસ્ત્રીય સંગીતનો વારસો બીથોવનઅને બાક જેવી હસ્તીઓથી સમૃદ્ધ છે, જે પ્રદેશની રોચક પરંપરા છે. આ પ્રદેશમાં બેલ્જિયમ્સ ટુમોરો લેન્ડ, જર્મનીનો ઓક્ટોબર ફેસ્ટઅને લંડનનો ટ્રૂપિંગ ધ કલર જેવા મહોત્સવો પોતીકાપણું અને ઉજવણી મહેસૂસ કરાવે છે.

મોજીલી વાસ્તવિકતા: `બિગ બેન' એ જેને વાસ્તવમાં `એલીઝાબેથ ટાવર' તરીકે ઓળખવામાં આવે છે તે ખુદ ટાવર નહીં પણક્લોક ટાવરની અંદરના બેલનો સંદર્ભ છે.

તારણ:

યુરોપ દેશોના કલેકશનથી પણ વિશેષ છે. તે અવિસ્મરણીય અનુભવોનો ખંડ છે. નોર્વેના ફ્યૉર્ડસ થકી ટ્રેકિંગથી ઈટાલિયન કિચનમાં ખાણીપીણી સુધી યુરોપ મંત્રમુગ્ધ અને પ્રેરિત કરનારાં સાહસો પ્રદાન કરે છે. સેન્તોરિનીનો મંત્રમુગ્ધ કરનારો સૂર્યાસ્ત હોય, બર્લિનની અવંત-ગાર્ડે ગેલેરીઓ હોય કે પ્રોવેન્સના લવેન્ડર ખેતરો થકી લટાર મારવાની હોય, આ અવસરો યુરોપને અવિસ્મરણીય બનાવે છે. આ ખંડ ખોજ કરવાની વાટ જોતી વાર્તાઓનો ભંડાર ધરાવે છે અને આપણે તેની ખોજ કરીએ તેમ યુરોપ આશ્ચર્યચકિત કરવાનું અને પ્રેરિત કરવાનું ચાલુ રાખે છે.

યુરોપનું સૌંદર્ય ફક્ત તેના નિસર્ગસૌંદર્યમાં નહીં પણ તેની વૈવિધ્યતા, તેના લોકો અને તેના સમૃદ્ધ અનુભવોમાં છે.તો મોટું સપનું જુઓ અને યુરોપના જાદુને તમારા પ્રવાસનો પણ હિસ્સો જરૂર બનાવો.

Post your Comment

Please let us know your thoughts on this story by leaving a comment.

Explore Topics, Tips & Stories

Balloon
Arrow
Arrow

Get in touch with us

Share your details for a call back and subscribe to our newsletter for travel inspiration.

+91

Listen to our Travel Stories

You May also like

View all
બિયોન્ડ દ સ્ટાર્સ
7 mins, read

બિયોન્ડ દ સ્ટાર્સ

Published in Gujarat Samachar. Date 31st May, 2026 ...સમસ્યા ફાઇન ડાઇનિંગમાં નથી. સમસ્યા એ છે કે ટ્રાવેલ એવી રીતે કરવું, જાણે ફાઇન ડાઇનિંગ જ શોધવા જેવી એકમાત્ર વસ્તુ હોય.... પ્રવાસ દરમિયાન મેં જ

કેટલા વહેલા?
7 mins, read

કેટલા વહેલા?

Published in Gujarat Samachar. Date 24th May, 2026 ...તમારી છેલ્લી ફ્લાઇટ પર પાછા વિચારો. શું તે શાંત હતી કે અસ્તવ્યસ્ત? શું તે કંઈક રોમાંચક શરૂઆત જેવું લાગ્યું, કે તમે પહેલેથી જ થાકેલી અવસ્થામાં બ

તમારો બિગ, બોલ્ડ, બ્યુટિફુલ અમેરિકન ડ્રીમ... લેટ્સ ગો!
7 mins, read

તમારો બિગ, બોલ્ડ, બ્યુટિફુલ અમેરિકન ડ્રીમ... લેટ્સ ગો!

Published in Mumbai Samachar. 17th May, 2026 કેટલીક સફરો ફક્ત તમારી વિશ લિસ્ટમાં રહે છે. કેટલીક આખી જિંદગીનું સપનું બની જાય છે. અને પછી આવે છે નોર્થ અમેરિકા. ટાઇમ્સ સ્ક્વેરની ચમક, નાયાગ્રા ફૉલ્સનો

Veena World tour reviews

What are you waiting for? Chalo Bag Bharo Nikal Pado!

150+ Veena World Offices
Locate Us
Request a Quote
1800 313 5555
Connect with us

© 2013 - 26 Veena Patil Hospitality Pvt Ltd. All Rights Reserved.

Payments on website are secure

Scroll to Top