We're open, now in Nagpur, HSR Layout (Bengaluru) & Salt Lake (Kolkata). Locate Us
We're open, now in Nagpur, HSR Layout (Bengaluru) & Salt Lake (Kolkata). Locate Us
USA

Explore Veena World Travel Stories

  • Travel Inspiration
  • Destination Guides
  • Travel Tips

મોરિશિયસ અ ટ્રોપિકલ પૅરેડાઇસ

7 mins. read
Neil Patil
Neil Patil
7 Mins Read
February 14, 2025
February 14, 2025

Quick Summary

મોરિશિયસના નિર્મળ બીચ અને કાચ જેવાં સાફ પાણીનો આનંદ લો, ખાસ કરીને બેલી મેરમાં આરામદાયક દિવસ માટે.

ફ્લિક એન ફ્લેકમાં કોરલ રીફ અને સાફ પાણી સાથે સ્નોર્કેલિંગ, ડાઈવિંગ અને વોટર સ્પોર્ટ્સ જરૂર અજમાવો.

યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ લી મોર્ની મુલાકાત લો, જ્યાં નાટકીય ખડકો અને હરિયાળી ગુલામી સામે સ્થિતિસ્થાપકતાની વાર્તા કહે છે.

સાંસ્કૃતિક વૈવિધ્ય માટે સેગા ડાન્સ અને રાવેન ડ્રમના લયાત્મક તાલ જેવા પરંપરાગત પ્રદર્શન ચૂકી ન જશો.

ધ બ્લેક રિવર ગોર્જીસ નેશનલ પાર્કમાં હાઈકિંગ કરો અને ઘન જંગલો, ધોધ અને કેસ્ટ્રેલ તથા પક પિજન જેવી સ્થાનિક જાતિઓ જુઓ.

ચેમરલ સેવન કલર્ડ અર્થ ખાતે સાત રંગોની રેતીના ટેકરાઓ જોવા જાઓ, જે જ્વાળામુખી પ્રવૃત્તિ અને ઠંડા થયેલા ખડકોનું પરિણામ છે.

Published in the Sunday Gujarat Samachar on 16 February 2025

 

મોરેશિયસ એક ઉષ્ણકટિબંધીય સ્વર્ગ છે જે તેના સુંદર દરિયાકિનારા, સમૃદ્ધ સંસ્કૃતિ અને વૈવિધ્યસભર ઇતિહાસ માટે જાણીતું છે, જે આરામ અને એડવેન્ચર બંને ઓફર કરે છે.

મોરિશિયસ હદ મહાસાગરમાં રત્ન છે, જેને મોટે ભાગે ઉષ્ણકટિબંધીય સ્વર્ગ તરીકે વિવરણ કરવામાં આવે છે. આ ટાપુ રાષ્ટ્ર તેના નિર્મળ બીચ, સ્વર્ણિમ સંસ્કૃતિ અને સમૃદ્ધ ઈતિહાસ સાથે નૈસર્ગિક સૌંદર્ય અને સાંસ્કૃતિક વૈવિધ્યતાનું અજોડ સંમિશ્રણ પ્રદાન કરે છે, જે મુલાકાત લેનારા બધાનું મન જીતે છે.

હદ મહાસાગરના આસમાની રંગનાં જળના સાંનિધ્યમાં વસેલું મોરિશિયસ આરામ અને સાહસ ચાહતા પ્રવાસીઓ માટે સ્વર્ગ છે. આ ટાપુની નિસર્ગસૌંદર્ય હરિયાળી પહાડીઓ, ચકમકતા લગૂન અને સમુદ્રિ જીવનને સમૃદ્ધ બનાવતા કોરલ રીફનું સંમિશ્રણ છે. ઉષ્માભર્યું ઉષ્ણકટિબંધીય હવામાન ટાપુ આખું વર્ષ હરવાફરવા જઈ શકાય એવું સ્થળ બની રહે છે, જે મુલાકાતીઓને તેની નૈસર્ગિક ખૂબીઓમાં ગળાડૂબ થવા માટે આમંત્રિત કરે છે.

મોરિશિયસ નયનરમ્સ સ્વર્ગથી પણ વિશેષ છે. તે સંસ્કૃતિઓનું કેન્દ્રબદુ છે, જ્યાં ભારતીય, આફ્રિકન, ચીની અને યુરોપિયન પ્રભાવો એકત્ર આવીને સ્વર્ણિમ અને સુમેળભર્યો સમાજ નિર્માણ કરે છે. આ સાંસ્કૃતિક વૈવિધ્યતા ટાપુના મહોત્સવો, વાનગીઓ અને પરંપરાઓમાં પ્રદર્શિત થાય છે, જે દરેક મુલાકાત સમૃદ્ધ અને રોમાંચક અનુભવ બનાવે છે.

મોરિશિયસનો ઈતિહાસ તેના નિસર્ગસૌંદર્ય જેટલો અદભુત છે. 10મી સદીમાં અરબી નાવિક દ્વારા તેની ખોજથી લઈને ડચ, ફ્રેન્ચ અને બ્રિટિશ દ્વારા અહીં કરાયેલી વસાહત સુધી આ ટાપુમાં ભૂતકાળની એવી વાતો છુપાયેલી છે, જેણે તેના વર્તમાનને આકાર આપ્યો છે.

તમે તેના નિર્મળ બીચને માણવા માગતા હોય કે તેની નૈસર્ગિક અજાયબીઓની ખોજ કરવા માગતા હોય કે તેની સ્વર્ણિમ સંસ્કૃતિઓમાં ગળાડૂબ થવા માગતા હોય, મોરિશિયસ દરેક માટે કશુંક ઓફર કરે છે. આ સ્થળ વેકેશન સાથે ખોજ અને જાદુનો પ્રવાસ પણ છે. આથી તમારી બેગ પેક કરો અને ઉષ્ણકટિબંધીય સ્વર્ગ એવા મોરિશિયસને માણવા માટે સુસજ્જ થઈ જાઓ.

નિર્મળ બીચ અને કાચ જેવાં સાફ પાણી

મોરિશિયસ તેના અદભુત બીચ માટે પ્રસિદ્ધ છે, જે દરેક અજોડ અનુભવ પ્રદાન કરે છે. બેલી મેર તેના લાંબા સફેદ રેતીના પટ્ટા અને આસમાની રંગનાં જળ સાથે સમુદ્ર પાસે આરામદાયક દિવસ વિતાવવા માટે ઉત્તમ છે. નમ્ર લહેરો અને આહલાદક વાતાવરણ હવાફેર કરવા માગતા પરિવારો અને યુગલો માટે આદર્શ સ્થળ છે. બીજી બાજુ ફ્લિક એન ફ્લેક વોટર સ્પોર્ટસના શોખીનો માટે સ્વર્ગ છે. તેના કોરલ રીફ અને સાફ પાણી સ્નોર્કેલગ, ડાઈવગ અને વડસર્ફિંગ માટે ઉત્કૃષ્ટ વાતાવરણ પૂરું પાડે છે. સ્વર્ણિમ સમુદ્રિ જીવન અંડરવોટરના શોખીનો માટે સ્વર્ગસમાન છે.

યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ લી મોર્ની સુંદર બીચીસથી ધમધમવા સાથે ગુલામી સામે સ્થિતિસ્થાપકતાનું પ્રતિક તરીકે ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે.લી મોર્ની બ્રેબેન્ટની પહાડી નાસી આવેલા ગુલામો માટે શરણ આપવાનું કામ કરે છે અને તેના નાટકીય ખડકો અને આસપાસની હરિયાળી આઝાદીઅને સ્થિતિસ્થાપકતાની મજેદાર વાત કહે છે.

સાંસ્કૃતિક કેન્દ્રબદુ

મોરિશિયસની સાંસ્કૃતિક ખૂબીઓ ભારતીય, આફ્રિકન, ચીની અને યુરોપિયન વારસાના દોરાથી ગૂંથવામાં આવેલી છે. આ વૈવિધ્યતા ટાપુના મહોત્સવો, વાનગીઓ અને પરંપરાઓમાં પ્રદર્શિત થાય છે. આફ્રિકન મૂળ સાથેનો પારંપરિક મોરિશિયન ડાન્સ સેગા ડાન્સ અવશ્ય જોવા જેવો સાંસ્કૃતિક અનુભવ છે. રાવેન ડ્રમના લયાત્મક તાલ અને નર્તકોની સુંદર અદાઓ ટાપુનો ઈતિહાસ અને જોશની વાર્તાઓ કહે છે.

નૈસર્ગિક અજાયબીઓ અને વાઈલ્ડલાઈફ

મોરિશિયસ અનેક નૈસર્ગિક અજાયબીઓ અને અજોડ વાઈલ્ડલાઈફનું ઘર છે. ધ બ્લેક રિવર ગોર્જીસ નેશનલ પાર્ક તેની હરિયાળી અને વૈવિધ્યપૂર્ણ વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ સાથે નિસર્ગપ્રેમીઓ માટે સ્વર્ગ છે. હાઈકિંગ ટ્રેઈલ્સ ઘન જંગલો, પાણીના ધોધ અને ટાપુનો મંત્રમુગ્ધ કરનારો નજારો પ્રદાન કરતા વ્યુપોઈન્ટ્સ સુધી જાય છે. પાર્ક મોરિશિયસ કેસ્ટ્રેલ અને પક પિજન સહિત અનેક સ્થાનિક જાતિઓ માટે ઘર છે.

સાત અજોડ રંગોની રેતીના ટેકરાઓ સાથે ભૂસ્તરશાસ્ત્રીય રચના સાથે ચેમરલ સેવન કલર્ડ અર્થ અદભુત નૈસર્ગિક દ્રશ્ય છે. લાલ, કથ્થઈ, જાંબુડી, આકાશી, લીલો, ભૂરો જાંબુડી અને પીળા રંગની સ્વર્ણિમ છાંટ જ્વાળામુખીની પ્રવૃત્તિઓ અને પીગળેલા ખડકોના ઠંડા થવાનું પરિણામ છે.ટાપુના બોટેનિકલ ગાર્ડન, જેમ કે, સર સીવૂસાગુર રામગુલામ બોટેનિકલ ગાર્ડન વિશાળ વોટર લીલી અને ટેલીપોટ પામ સહિત વિવિધ પ્રકારનાંવિદેશી છોડ માટે ઘર છે, જે દરેક 30થી 60 વર્ષે ખીલે છે.

મોજીલી વાસ્તવિકતા: ડોડો બર્ડ હવે દુર્લભ થઈ ગયાં હોઈ એક સમયે મોરિશિયસનાં વતની હતાં અને ટાપુની અજોડ જૈવવૈવિધ્યતાનું પ્રતીક બની ગયાં છે.

ઐતિહાસિક સાઈટ્સ અને સીમાચિહનો

મોરિશિયસનો ઈતિહાસ સમૃદ્ધ અને ગૂંચભર્યો છે, જેની પર વિવિધ વસાહતીઓની સત્તાનો પ્રભાવ છે. લી મોર્ની બ્રેબેન્ટ વધુ એક યુનેસ્કો સાઈટ છે,જે ગુલામી અને પ્રતિરોધકતાના ટાપુના ઈતિહાસની મજેદાર યાદગીરી છે. પહાડીઓ નાસી આવેલા ગુલામો માટે શરણ આપવાનું કામ કરે છે અને તેના નાટકીય ખડકો અને આસપાસના હરિયાળીઓ આઝાદી અને સ્થિતિસ્થાપકતાની વાત કરે છે.

રાજધાની શહેર પોર્ટ લુઈસમાં કોલોનિયલ સ્થાપત્ય ટાપુના ભૂતકાળની ઝાંખી પ્રદાન કરે છે. શહેરની ધમધમતી બજારો, ઐતિહાસિક ઈમારતો અને સ્વર્ણિમ વોટરફ્રન્ટ તેના સમૃદ્ધ ઈતિહાસ અને સાંસ્કૃતિક વૈવિધ્યતાને પ્રદર્શિત કરે છે. રસપ્રદ ઐતિહાસિક વાસ્તવિકતા: મોરિશિયસે 1968માં બ્રિટિશ રાજ પાસેથી આઝાદી મેળવી, જે તેના ઈતિહાસમાં નવો અધ્યાય છે અને આધુનિક રાષ્ટ્ર તરીકે તેના વિકાસ માટે માર્ગ મોકળો બન્યો હતો.

મોરિશિયસમાં બોલીવૂડ

મોરિશિયસ અનેક બોલીવૂડની ફિલ્મો માટે નયનરમ્ય પાર્શ્વભૂ પણ છે. "એક વિલન, "ફૂલ એન ફાઈનલ, અને "કિડનેપ જેવી ફિલ્મોએ ટાપુનું અદભુત નિસર્ગસૌંદર્ય પ્રદર્શિત કર્યું છે, જે ફિલ્મોએ તેના સૌંદર્યને પડદા પર લાવી દીધું છે. ટાપુના બીચ, હરિયાળી અને સ્વર્ણિમ સંસ્કૃતિએ ફિલ્મકારો માટે તેને લોકપ્રિય પસંદગી બનાવી દીધું છે. "એક વિલનનું ગીત "ગલિયાં મોરિશિયસનાં વિવિધ સ્થળે શૂટ કરાયું હતું, જે ટાપુના મંત્રમુગ્ધ કરનારાં દ્રશ્યોને મઢી લે છે અને તેના નૈસર્ગિક સૌંદર્યમાં સિનેમાટિક જાદુનો સ્પર્શ ઉમેરે છે.

સાહસો અને પ્રવૃત્તિઓ

સાહસના શોખીનો માટે મોરિશિયસ ઘણી બધી પ્રવૃત્તિઓ ઓફર કરે છે. બ્લેક રિવર ગોર્જીસમાં હાઈકિંગ, હરિયાળાં જંગલો થકી ઝિપ-લાઈનગઅને ઊંડા સમુદ્રમાં માછીમારી જૂજ રોમાંચક અનુભવમાંથી એક છે. ટાપુના વૈવિધ્યપૂર્ણ માર્ગો આઉટડોર શોખીનોને ખોજ કરવા અને નિસર્ગ માણવા માટે ભરપૂર તકો પૂરી પાડે છે.

લી મોર્ની નજીક ભૂજળ પાણીના ધોધની મોહિની અજોડ સ્થળ છે, જે હેલિકોપ્ટર ટુર થકી જોઈ શકાય છે. આ મોહિની રેતી અને ક્ષારના જમા થવા દ્વારા નિર્માણ થાય છે, જે સમુદ્રની સપાટીની ભીતર પાણીના વહેતા ધોધ જેવો દેખાવ આપે છે, જે નજારો ઉપરથી જોતાં મંત્રમુગ્ધ કરે છે. કેટામરાન ક્રુઝ ટાપુનો દરિયાકાંઠો અને નજીકના ટાપુઓ જોવાની આરામદાયક રીત પૂરી પાડે છે, જ્યારે સ્નોર્કેલગ, સ્વિમગ અને હદ મહાસાગર પરથી સૂર્યાસ્ત માણવાની તકો પણ પૂરી પાડે છે.

વળી, ટેમરિન બેનાં કાચ જેવાં સાફ પાણીમાં ડોલ્ફિન સાથે સ્વિમગ અવિસ્મરણીય અનુભવ બની રહે છે, જે તમને આ અદભુત જીવોની એકદમ નજીક લાવે છે. વહેલી સવારે સેર કરતાં તેમની નૈસર્ગિક વસાહતમાં ડોલ્ફિનને જોવાની તક આપે છે, જેઓ લહેરો થકી રમતા અને કૂદકા મારતા જોવા મળે છે. આ ચમત્કારી નજારો ઘણા બધા મુલાકાતીઓ માટે હાઈલાઈટ હોય છે અને ટાપુના સમૃદ્ધ સમુદ્રિ જીવનનો દાખલો છે.

એકંદરે મોરિશિયસ એવું સ્થળ છે, જે તેના વૈવિધ્યપૂર્ણ નિસર્ગસૌંદર્ય, સમૃદ્ધ સંસ્કૃતિ અને અદભુત ઈતિહાસ સાથે મન અને અંતરને મોહિત કરે છે.તો તમારી બેગ પેક કરો અને ઉષ્ણકટિબંધીય સ્વર્ગ સમાન મોરિશિયસની ખોજ કરવા માટે તૈયાર થઈ જાઓ.

Post your Comment

Please let us know your thoughts on this story by leaving a comment.

Get in touch with us

Share your details for a call back and subscribe to our newsletter for travel inspiration.

+91

Listen to our Travel Stories

You May also like

View all
સાઉથ ઈસ્ટ એશિયા
7 mins, read

સાઉથ ઈસ્ટ એશિયા

Published in Mumbai Samachar 25th October 2026 આ ફળ પર પ્રતિબંધ કેમ? સિંગાપોરમાં એક એવું ફળ છે, જેને જાહેર પરિવહનમાં લઈ જવાની સખત મનાઈ છે. એ છે ડ્યુરિયન! ટ્રેનો અને બસોમાં આ ફળ લઈ જવાની મનાઈ દર્

અઢાર કલાકનો સંબંધ
7 mins, read

અઢાર કલાકનો સંબંધ

Published in Gujarat Samachar 25th October 2026 ...પ્રવાસ હવે ફક્ત બે છેડા પૂરતો રહી ગયો છે, જ્યાંથી નીકળ્યા અને જ્યાં પહોંચ્યા. વચ્ચેનું બધું જ... લ્લાં પંદરેક વર્ષમાં, આપણને ખબર પણ ન પડી અને આપણ

ફ્યોર્ડ, જે ખરેખર ફ્યોર્ડ નથી!
7 mins, read

ફ્યોર્ડ, જે ખરેખર ફ્યોર્ડ નથી!

Published in Gujarat Samachar 18th October 2026 ...તો ચાર જુદી જુદી કથાઓ લઈને પાછા ફરશોઃ એક કિલ્લો, એક શ્રદ્ધા, એક નવો અવતાર અને એક બગીચો... જરા મનમાં યુરોપનો નકશો ખોલો. સ્પેન અને ફ્રાન્સથી પૂર્

Veena World tour reviews

What are you waiting for? Chalo Bag Bharo Nikal Pado!