India
Toll free
Our Toll Free Numbers:

1800 313 5555

Call us
You can also call us on:

+91 22 2101 7979

+91 22 2101 6969

Foreign Nationals
Foreign Nationals/NRIs travelling

Within India+91 915 200 4511

Outside India+91 887 997 2221

Business Hours

Business hours: 10AM - 7PM

Explore Veena World Travel Stories

  • Travel Inspiration
  • Destination Guides
  • Travel Tips

એક હોટેલ રૂમમાં આખો દેશ!

9 mins. read
Neil Patil
Neil Patil
9 Mins Read
September 04, 2026
September 04, 2026

Quick Summary

હોટેલ રૂમમાં ચેક-ઇન પછીના પ્રથમ પંદર મિનિટ તમને માર્ગદર્શિકા કરતાં વધુ દેશ વિશે સમજ આપે છે.

જાપાની હોટેલ રૂમ નાના હોવા છતાં બેડ, બાથરૂમ અને મિનીબાર જેવી સુવિધાઓમાં બારીકાઈથી ભરપૂર હોય છે.

અમેરિકન હોટેલ રૂમમાં જગ્યા વધુ હોય છે, જેમ કે મોટું કિંગ-સાઇઝ બેડ, ઘણા ઓશિકાં અને આઈસ બકેટ જેવી વ્યવસ્થા.

સ્કેન્ડિનેવિયન હોટેલ રૂમ શાંતિ અને ભવ્ય સંયમ સાથે સફેદ લિનેન, નિસ્તેજ લાકડું અને ગરમ ઝાંખો પ્રકાશ આપે છે.

ભારતીય હોટેલ રૂમ દરેક કિંમત બિંદુ પર કીટલી, કોફી-ચા સેશે અને રૂમ સર્વિસ મેનુમાં દાળ-ભાત જેવી પસંદગીઓ સતત ઉપલબ્ધ રાખે છે.

ગલ્ફ હોટેલ રૂમ આરામ કરતાં વધુ તમને મહત્ત્વપૂર્ણ અનુભવ કરાવવાની ફિલસૂફી પર ચાલે છે.

Published in Gujarat Samachar 6th September 2026

...હોટેલનો રૂમ એ દેશ સાથેની પહેલી પ્રામાણિક વાતચીત છે, કાર્યક્ષમતા માટે ડિઝાઈન કરાયેલું એરપોર્ટ નહીં, પરિવહન માટે રચાયેલી ટેક્સી નહીં. જ્યાં કોઈ  દેશ તમને બતાવે છે કે ...

કોઈ પણ સાંસ્કૃતિક નિવેદન આપવા માટે હોટેલ રૂમ ડિઝાઇન કરતા નથી. એવી કોઈ સમિતિ નથી જે કહે કે, "ચાલો, ખાતરી કરીએ કેઆ રૂમ આપણા રાષ્ટ્રીય મૂલ્યોને પ્રતિબિંબિત કરે છે કે નહીં. અને દર વખતે તે અચૂક એ પ્રતિબિંબિત કરે છે. મારી બધી મુસાફરી દરમિયાન હું એવું માનતો આવ્યો છું કે ચેક-ઇન કર્યા પછી તમે ઠશ-ઋશ ખોલો અથવા કનેક્ટ કરો તે પહેલાં હોટેલ રૂમમાં એકલા વિતાવેલી પંદર મિનિટ તમને કોઈ પણ માર્ગદર્શિકા કરતાં જે તે દેશ વિશે વધુ માહિતગાર કરે છે. બૅડ, બાથરૂમ, મિનીબાર, કીટલી, સ્લિપર્સઃતે બધું જ ત્યાં છે, 25 ચોરસમીટરમાં સમાવેલી દુનિયા. તો ચાલો, હું તમને આવી જૂજ હોટેલની સેર કરાવું છું.

તે રૂમ જે વિચારે છે

જાપાની હોટેલ રૂમ હોય નાના છે. ઘણી વાર આશ્ચર્યજનક રીતે અત્યંત નાના હોય છે. તમે અંદર જાઓ છો, તમારી સૂટકેસ બેડ પર મૂકો છોઅને ખ્યાલ આવે છે કે તે બંને દીવાલોને સ્પર્શી રહ્યો છે. પછી તમને વસ્તુઓ નજરે પડશેઃ ગરમ ટોઇલેટ સીટ, એડજસ્ટેબલ પ્રેશર સાથે બિડેટ, એક બટન જે વહેતા પાણીનો અવાજ કરે છે, જેથી બાજુના સ્ટોલ પર કોઈ તમને સાંભળી નહીં શકે, દરવાજા પાસે ચોક્કસ ખૂણા પર ગોઠવાયેલા સ્લિપર્સ, એક રિમોટ જે તમને બતાવે છે કે તમારા યુકાટાને કેવી રીતે ફોલ્ડ કરવા, દરેક જાપાની હોટેલ મહેમાનો માટે છોડે છે ઝભ્ભો અને શેમ્પૂ, કન્ડિશનર અને બોડી વોશની પરિચિત બોટલો, દરેક કેપ પર ઊભા બિંદુઓની અલગ રચના, જેથી તમે તમારી આંખો બંધ કરીનેતેને અલગ કરી શકો. કશું પણ તક પર છોડવામાં આવતું નથી. જાપાનના હોટેલ રૂમ "સ્વાગત કહેતા નથી. તે કહે છે" અમે તમારી ધારણા રાખી હતી.

એક રૂમ જે તમને જરૂર કરતાં વધુ આપે છે

એક અમેરિકન હોટેલ રૂમ જાપાની રૂમના આકાર કરતાં ત્રણ ગણો મોટો હોય છે, એટલે કે, જાપાની રૂમ તેના કરતાં એક તૃતીયાંશ હોય છે. એક કિંગ-સાઇઝ બૅડ જેની પર ચાર લોકો સૂઈ શકે છે, એક ડેસ્ક જેનો તમે ક્યારેય ઉપયોગ નહીં કરો, અઢાર હેંગર્સ સાથેનો કબાટ,બે સિંક અને હંમેશાં ઘણાં બધાં ઓશિકાં, જે દસ મિનિટમાં અડધા જમીન પર પડી જાય છે. આઈસ બકેટ મુખ્ય સ્થાને મૂકવામાં આવેલી હોય છે, કારણ કે અમેરિકન્સનો બરફ સાથેનો સંબંધ છે, જે બાકીની દુનિયા ક્યારેય સંપૂર્ણ રીતે સમજી શકી નથી અને ટીવીમાં 200 ચેનલો હોય છે અને જોવા માટે કશું નથી હોતું. આ ચોકસાઈની વાત નથી. આ વિપુલતની વાત છેઃ અમે કદાચ બારીકાઈ વિશે વિચાર્યું નહીં હોય,પરંતુ અમે તમને ઘણું બધું આપ્યું છે અને જો તે પૂરતું નથી તો હૉલની નીચે એક વેન્ડિંગ મશીન છે.

આ રૂમ જે શાંતિથી તમને જજ કરે છે

સ્કેન્ડિનેવિયન હોટેલના રૂમ ભવ્ય સંયમમાં એક માસ્ટરક્લાસ છેઃ સફેદ, ક્રીમ, બ્લીચ વગરનું લિનેન, નિસ્તેજ અશોભિત લાકડું, નીચો બૅડ, ગરમ ઝાંખો પ્રકાશ, જાણે કે તમને રાત્રે 9 વાગ્યા પછી જાગતા નહીં રહેવાનો નિર્દેશ કરે છે અને એક સુંદર ડિઝાઇન કરેલો લેમ્પ મીણબત્તી જેટલો પ્રકાશ આપે છે. મિનીબાર સંદેશ સ્પષ્ટ કરે છે કે પાણીની એક નાની બોટલ લિસ્બનમાં સંપૂર્ણ ભોજનની કિંમત જેટલી છે. તે "તમારી જાતને મદદ કરો કહેતું નથી. તે કહે છે "અમે તમારા પર આત્મ-નિયંત્રણનો ઉપયોગ કરવા પર વિશ્વાસ કરીએ છીએ. બાથરૂમમાં રિફિલેબલ ડિસ્પેન્સરમાં એક ઉત્તમ શેમ્પૂ, કન્ડિશનર અને સાબુ છે અને ટુવાલ જે જાડા છે, પરંતુ વધુ પડતા નથી. ઓરડો સુંદર, શાંત અને થોડો નારાજગીભર્યો હોય છે. તમે બહાર નીકળતાં પહેલાં પોતાને બૅડ સરખો કરતા પામશો.

આ રૂમ તમને ગમે તે ભોગે ખવડાવશે

ભારતીય હોટેલના રૂમ દરેક કિંમત બિંદુ પર એક બિન-વાટાઘાટ કરી શકાય તેવી સુવિધા શૅર કરે છેઃ એક કીટલી, ઇન્સ્ટન્ટ કોફી અને ચાના સેશે, બે કપ, ખાંડ અને દૂધનો પાઉડર અથવા જો ઉદાર હોય તો લિક્વિડ ક્રીમરના નાના સીલબંધ કપ, મૂળભૂત પ્રતિબદ્ધતા કે ગરમ પાણી હંમેશાં ઉપલબ્ધ છે. તેની બાજુમાં લેમિનેટેડ રૂમ સર્વિસ મેનુમાં હંમેશાં દાળ, ભાત, પનીર ડિશ અને ચિકન ડિશ સામેલ હશે, પછી ભલે રેસ્ટોરાં ઇટાલિયન હોય કે લોબીમાં સુશી કાઉન્ટર હોય. રાતના 11 વાગ્યા છે અને તમને ખરેખર જે જોઈએ છે તે દાળ- ભાર હાજર છે. મેનુએ તમારા પહેલાં આની અપેક્ષા રાખી હતી. બાથરૂમમાં ઘણી બધી પ્રોડક્ટ્સ, શેમ્પૂ, કન્ડિશનર, બોડી વોશ, લોશન, શાવર કેપ, સીવણ કીટ, માઉથવોશ હશે, જે તમે ક્યારેય ખોલી શકતા નથી. ભારતીય હોટેલો સંયમ રાખતી નથી, તે કાળજી સાથે ભરપૂર કરે છે. રૂમ કહે છે, સ્પષ્ટ અને ઉષ્માભરી રીતેઃ અમે તમારી સંભાળ રાખીશું. બેસો, ચા પીઓ, રાત્રિભોજન ત્રીજા પાના પર છે.

રૂમ એવો જે તમને પ્રભાવિત કરવા માગે છે

ખાસ કરીને દુબઈ અને અબુ ધાબીમાં ગલ્ફ હોટેલના રૂમ એક અલગ ફિલસૂફી પર કાર્ય કરે છે. રૂમ તમને આરામદાયક બનાવવા માગતો નથી. તે તમને મહત્ત્વપૂર્ણ અનુભવ કરાવવા માગે છે. કારના કદનું લોબી ઝુમ્મર, સોનાની છાંટવાળો મોટો ઓરડો, બાથરૂમમાં અસલ આરસ પહાણ, બ્રાન્ડેડ ટોઈલેટરીઝ, ખજૂર અને અરબી કોફી સાથે સ્વાગત નોંધ, ટર્નડાઉન ચોકલેટ અને સ્વાનમાં ફોલ્ડ કરેલો ટુવાલ અને વ્યવહારુતા કરતાંદ્રશ્ય પ્રભાવ માટે પસંદ કરેલી વસ્તુઓ સાથેનો મિનીબાર. તે સૂક્ષ્મ નથી, પરંતુ તે નિષ્ઠાવાન છે અને થોડા દિવસો પછી તમે ટટ્ટારઊભા થવાનું શરૂ કરો છો.

યુરોપના વિરોધાભાસ

યુરોપિયન હોટેલના રૂમ એટલા બધા બદલાય છે કે સામાન્યકરણ ખતરનાક છે, પરંતુ હું કેટલાંક જોખમ લઈશ. ઇટાલિયન રૂમ રોમેન્ટિક અને થોડા તૂટેલા હોય છે. શટર એવું જે સંપૂર્ણપણે બંધ થતું નથી, ઠશ-ઋશ જે લોબીમાં કામ કરે છે, પરંતુ રૂમમાં નહીં, બે સેટિંગ્સ સાથે શાવર હેડ, સ્કેલ્ડિંગ અને ઓફફ. કોઈ ફરક પડતો નથી, કારણ કે દૃશ્ય ટેરાકોટા છત અને ચર્ચની ઘંટડી જેવું છે અને તમે બધું માફ કરો છો. બ્રિટિશ રૂમ માફી માગવા માટે નાના છેઃ એક કીટલી (બ્રિટિશ અને ભારતીયો અહીં સંમત થાય છે), બિસ્કિટ, અને રેડિયેટર સમજાવતી નોંધ સુશોભન હોય છે. ગ્રીક રૂમ સફેદ, સરળ છે, બાલ્કની અને સમુદ્રના દૃશ્ય સાથે, જે રૂમને અપ્રસ્તુત બનાવે છે; તમે ચેક-ઇન કરો છો, બાલ્કનીમાં પગ મૂકો છો અને સૂવાનો સમય નહીં થાય ત્યાં સુધી પાછા અંદર જશો નહીં.

રૂમ ખરેખર શું કહે છે

હોટેલનો રૂમ એ દેશ સાથેની પહેલી પ્રામાણિક વાતચીત છે, કાર્યક્ષમતા માટે ડિઝાઈન કરાયેલું એરપોર્ટ નહીં, પરિવહન માટે રચાયેલી ટેક્સી નહીં. જ્યાં કોઈ  દેશ તમને બતાવે છે કે આતિથ્ય વિશે તે શું વિચારે છે. જાપાન વિચારે છે કે તેનો અર્થ એ કે તમે તે ધરાવો તે પૂર્વે દરેક જરૂરતોની ધારણા રાખો. અમેરિકા વિચારે છે કે તમને એટલું બધું આપવું કે જેથી તમે વધુની ઇચ્છા નહીં રાખો. સ્કેન્ડિનેવિયા માને છે કે તમને બરાબરજે જોઈએ છે તે જ આપવું અને કશું વધું નહીં. ભારત વિચારે છે કે તમને ખવડાવવામાં આવે તેની ખાતરી રાખવી. મધ્ય પૂર્વ વિચારે છે કેતમને બિલ્ડિંગમાં સૌથી મહત્ત્વપૂર્ણ વ્યક્તિ જેવો અનુભવ કરાવવો. આમાંથી કશું ખોટું નથી, ફક્ત એક જ પ્રશ્નના અલગ અલગ જવાબો છે. આથી આગલી વખતે જ્યારે તમે ગમે ત્યાં હોટેલના રૂમમાં ચેક-ઈન કરો ત્યારે ત્યાં એક મિનિટ માટે ઊભા રહો. રૂમ પહેલેથી જ તમારી સાથે વાત કરી રહ્યો છે. તમારે ફક્ત સાંભળવાનું છે.

અજાણ્યું જાણો

આ અઠવાડિયે આપણે હોટેલના રૂમ વિશે વાત કરી રહ્યા છીએ ત્યારે અહીં એક એવી બાબત છે જે બંનેને જોડે છે. એમિરેટ્સ 40,000 ફૂટની ઊંચાઈએ બે સંપૂર્ણપણે કાર્યરત શાવર સ્યુટ સાથે એરબસ A380 ચલાવે છેઃ ગરમ ફ્લોર, બલ્ગેરી ટોઈલેટરીઝ, વેનિટી મિરર અને હિંદ મહાસાગર ઉપર 500 માઈલ પ્રતિ કલાકની ઝડપે ક્રુઝ કરતી વખતે પાંચ મિનિટ વહેતું ગરમ પાણી. દરેક ફર્સ્ટ ક્લાસ પેસેન્જરને દરેક ફ્લાઇટમાં એક શાવર મળે છે, જે ઉપરના ડેકના આગળના ભાગમાં એવી જગ્યામાં બનેલું છે જ્યાં ફ્યુઝલેજની વક્રતાને કારણે બેઠકો રાખી શકાતી નથી. આથી એમિરેટ્સે વિચાર્યું ચાલો, તેમાં બાથરૂમ મૂકીએ. એરલાઇન્સ વજન બાબતે બહુ ચોકસાઈ રાખે છે. મેગેઝિન નહીં રાખવા, સીટની ફ્રેમમાંથી વજન ઓછું કરવું વગેરેથી બળતણ ઓછું વપરાય છે. છતાં એમિરેટ્સ દરેક અ380 ફ્લાઇટમાં સેંકડો કિલોગ્રામ વધારાનું પાણી લોડ કરે છે, જેથી ચૌદ મુસાફરો આકાશમાં શાવર કરી શકે. તેનો કોઈ આર્થિક અર્થ નથી, પરંતુ બ્રાન્ડિંગ તરીકે તે પ્રતિભાશાળી છે. લાખો લોકો ક્યારેય ફર્સ્ટ ક્લાસમાં ઉડાણ નહીં ભરે પરંતુ તેઓ હજુ પણ એમિરેટ્સમાં શાવર સાથે પોતાને જોડે છે. મેં ગલ્ફ હોટેલ રૂમ વિશે શું કહ્યું હતું તે યાદ રાખો. તે તમને મહત્ત્વપૂર્ણ મહેસૂસ કરાવવા માગે છે, આરામદાયક નહીં? 40,000 ફૂટની ઊંચાઈએ એમિરેટ્સનો શાવર એ જ ફિલસૂફી છે આકાશમાં એક હોટેલનો રૂમ, ગરમ ફ્લોર અને પાંચ મિનિટનો ધોધ, કોને નહીં ગમે. તો આવતા અઠવાડિયે ફરૂી મળીશું...

Post your Comment

Please let us know your thoughts on this story by leaving a comment.

Get in touch with us

Share your details for a call back and subscribe to our newsletter for travel inspiration.

+91

Listen to our Travel Stories

You May also like

View all
દુનિયાના સૌથી મહાન લાઇટ શોમાં તમારો સ્ટેજ કયો? નૉર્થર્ન લાઇટ્સ
9 mins, read

દુનિયાના સૌથી મહાન લાઇટ શોમાં તમારો સ્ટેજ કયો? નૉર્થર્ન લાઇટ્સ

Published in Mumbai Samachar 6th September 2026 ઑરોરાનું બીજું ઍડ્રેસ  નૉર્થર્ન લાઇટ્સ જોવા નીકળનારા મોટા ભાગના લોકોના મનમાં સૌથી પહેલાં ફિનલેન્ડ આવે છે ગ્લાસ ઇગ્લૂઝ, લક્ઝરી વિન્ટર લૉજિસ અને પોસ્ટકા

વીણા વર્લ્ડ વુમન્સ સ્પેશિયલ - આય એમ અનસ્ટોપેબલ! - હું. માય વર્લ્ડ. માય ટ્રાવેલ.
9 mins, read

વીણા વર્લ્ડ વુમન્સ સ્પેશિયલ - આય એમ અનસ્ટોપેબલ! - હું. માય વર્લ્ડ. માય ટ્રાવેલ.

Published in Mumbai Samachar 30th August 2026 હવે એની સામે આખી દુનિયા ખુલ્લી છે! થોડાં વર્ષો પહેલાં અમારી ટીમને એક સવાલ વારંવાર સાંભળવા મળતોઃ મારી સાથે ટ્રાવેલ કરવા કોઈ નથી, તો હું કેવી રીતે જાઉં

કેટલો ફેમસ છે... આ દેશને જ ખબર નથી!
9 mins, read

કેટલો ફેમસ છે... આ દેશને જ ખબર નથી!

Published in Gujarat Samachar 30th August 2026 ...એક એવો દેશ છે જેણે પશ્ચિમ ભારતના ભાગોમાં આપણા ખોરાક, આપણા સ્થાપત્ય, આપણા ધર્મને આકાર આપ્યો, જેના સંશોધકોએ ભારતીય ઇતિહાસનો માર્ગ બદલી નાખ્યેો...

Veena World tour reviews

What are you waiting for? Chalo Bag Bharo Nikal Pado!