Contact Us

Explore Veena World Travel Stories

  • Travel Inspiration
  • Destination Guides
  • Travel Tips

આય એમ અનસ્ટોપેબલ!

10 mins. read
Neil Patil
Neil Patil
10 Mins Read
November 20, 2026
November 20, 2026

Quick Summary

વુમન્સ સ્પેશિયલ સાથે નૉર્થર્ન લાઇટ્સ, જાપાન ઑટમ, સ્કાયડાઇવિંગ અને અન્ટાર્કટિકા જેવા સપનાં માટે યોગ્ય સમય પસંદ કરો.

પ્લેનમાં પહેલી વાર જવું, ભાષાનો ડર છોડવો અને કામ જાતે કરવું જેવી નાની જીતો આત્મવિશ્વાસ વધારશે.

દુનિયા જોવા માટે ભાષા, કપડાં કે અનુભવની પરીક્ષા નથી, મનમાં જવાની ઇચ્છા જ સૌથી મહત્વની છે.

જો કોઈ સાથે ન હોય તો પણ ટૂર મેનેજર્સ અને સપોર્ટ સિસ્ટમ સાથે મુસાફરી સરળ બને છે.

પોતાને આપવા માટે ક્રિસમસ અને ન્યૂ યર ગિફ્ટ તરીકે ટ્રાવેલ પસંદ કરો, કારણ કે પોતાના માટે સમય અને જીવન સાચવવું સ્વાર્થ નથી.

સપનું પૂરું થાય એટલે આગળનું લખો અને નવા વર્ષની શરૂઆત નવા પ્રવાસના લક્ષ્ય સાથે કરો.

Published in Mumbai Samachar 22nd November 2026

મી. માય વર્લ્ડ. માય ટ્રાવેલ.

ધિસ ક્રિસમસ. ધિસ ન્યૂ યર. વીણા વર્લ્ડ વુમન્સ સ્પેશિયલ

 

મી-ટાઇમ ક્રિસમસ

થોડાં વર્ષો પહેલાં અમને એક સવાલ વારંવાર સાંભળવા મળતોઃ "મારી સાથે ટ્રાવેલ કરવા કોઈ નથી, તો હું કેવી રીતે જાઉં?" આજે એની જગ્યાએ પૂછવામાં આવે છે, "નૉર્થર્ન લાઇટ્સ જોવા ક્યારે જવું?" "જાપાન ઑટમમાં વધુ સુંદર કે સાકુરામાં?" "મારી ઉંમરે સ્કાયડાઇવિંગ કરી શકું?" "અન્ટાર્કટિકા પહોંચવા કેટલા દિવસ લાગે?" ક્યારેક તો કોઈ સહજતાથી કહી દે, "મારે સો દેશ જોવા છે!"

મહિલાઓમાં આ બદલાવ જોવાનો આનંદ જ અલગ છે. એમનાં સપનાં હવે ફક્ત "ક્યાંક ફરવા જવું છે" પૂરતાં નથી. દરેક મહિલા પાસે પોતાની લિસ્ટ છે. કોઈને બરફમાં ચાલવું છે, કોઈને જંગલ સફારી કરવી છે, કોઈને સમુદ્રમાં ડાઇવ કરવું છે, કોઈને ક્રિસમસની રોશનીથી ઝગમગતાં શહેરો જોવાં છે, તો કોઈને વર્ષમાં એક વાર બૅગ ભરીને રોજિંદા જીવનથી થોડું દૂર જવું છે. આ લિસ્ટ ખૂબ મહત્વની છે, કારણ કે એ માત્ર જગ્યાઓની નથી. તેમાં ક્યુરિયોસિટી છે, થોડું સાહસ છે અને એવાં સપનાં છે જે મહિલાઓએ શાંતિથી પોતાના માટે સાચવી રાખ્યાં છે.

કોઈ સપનું હોવું એ જ આગળ વધવાનું કારણ છે. કંઈક કરવું છે, ક્યાંક જવું છે, કંઈક નવું અનુભવવું છે... "આગળ કંઈક સુંદર મારી રાહ જોઈ રહ્યું છે" એવી લાગણી જ આપણને આગળ ધપાવે છે, ખાસ કરીને જ્યારે નવું વર્ષ દરવાજે ઊભું હોય.

દરેક સપનું તરત પૂરું થવું જરૂરી નથી. એને સાચવી રાખવું, ધીમે ધીમે તૈયારી કરવી, પૈસા બચાવવા, ફોટોઝ જોવા... આ બધામાં પણ એક શાંત આનંદ છે. છતાં ઘણી વાર સપનું આકાર લે એ પહેલાં જ શંકાઓ ઘર કરે છે. "હું ક્યારેય પ્લેનમાં બેઠી નથી." "આખી જિંદગી સાડી પહેરી છે, ત્યાં કેવી લાગીશ?" "હું ક્યારેય એકલી ગઈ નથી." "બાકીની બધી વધુ અનુભવી હશે." આવી ઇનસિક્યોરિટીઝ મહિલાઓને પાછળ રાખે છે, જ્યારે હકીકતમાં તેમને રોકે છે તેઓ પોતે જ.

વુમન્સ સ્પેશિયલ સાથે અમે કંઈક અદ્ભુત જોયું છે. પહેલી વાર પ્લેનમાં બેઠેલી મહિલા થોડા દિવસોમાં એરપોર્ટ પર આત્મવિશ્વાસથી ફરતી હોય છે. ઇંગ્લિશ બોલતાં ગભરાતી મહિલા હસતાં-હસતાં વાત કરે છે અને કામ જાતે કરી લે છે. આખી જિંદગી સાડી પહેરનારી પહેલી વાર જીન્સમાં ફોટો પડાવે છે, તો કેટલીક સાડીમાં જ દુનિયા ફરવા માગે છે! દુનિયા જોવા ભાષા, કપડાં કે અનુભવની કોઈ પરીક્ષા પાસ કરવાની નથી. મનમાં જવાની ઇચ્છા હોવી જોઈએ, બસ.

વુમન્સ સ્પેશિયલની શરૂઆત એક સરળ વિચારથી થઈ હતી. વીણા પાટીલ માનતાં કે સાથે કોઈ ન હોવાથી કોઈ મહિલાનું ટ્રાવેલનું સપનું પાછળ ન રહી જવું જોઈએ. ત્યારથી હજારો મહિલાઓએ કોઈની સાથે જવાની રાહ જોવાનું છોડી દીધું છે. ફ્રેન્ડ જોડાય તો સરસ. બહેન આવે તો વધુ સારું. મમ્મી-દીકરી સાથે ટ્રાવેલ કરે તો વાત જ જુદી. પણ કોઈ ન આવે તો? અમારી ટીમ, ટૂર મેનેજર્સ અને આખી સપોર્ટ સિસ્ટમ એ માટે જ છે કે કોઈ મહિલા "હું જઈ રહી છું" કહેતાં સંકોચ ન અનુભવે.

કદાચ વુમન્સ સ્પેશિયલે હજારો મહિલાઓ માટે આ જ કર્યું છે. દુનિયા બતાવતાં પહેલાં, પોતાના વિશેની ખોટી માન્યતાઓ છોડતાં શીખવ્યું. અમે એક બીજો શાંત બદલાવ પણ જોયો છે. પહેલાં કોઈ મહિલા પોતાના માટે કંઈક કરવા માગતી, ત્યારે મનમાં સવાલ રહેતો. "મારે આ કરવું જોઈએ?" "હમણાં જ?" "મારા પર આટલો ખર્ચ?" "ઘરે બધું બરાબર રહેશે ને?" આજે આ સવાલો પાછળ રહી ગયા છે. પોતાની ઇચ્છા પૂરી કરવી એ સ્વાર્થ નથી. પોતાના માટે થોડો સમય, થોડા પૈસા અને થોડું જીવન સાચવવા કારણ આપવું જરૂરી નથી. આ તહેવારોમાં પોતાને આપવા આનાથી સુંદર ગિફ્ટ કઈ?

આજે વુમન્સ સ્પેશિયલ તરફ જોઈએ, ત્યારે લાગે છે કે આ જ એની સાચી કમાણી છે. "હું જઈ શકું?"થી શરૂ થયેલી સફર આજે "હવે ક્યાં જવું?" સુધી પહોંચી છે, અને સામે આખી દુનિયા ખુલ્લી છે. કેટલાંક સપનાં નાનાં હશે, કેટલાંક મોટાં. કેટલાંક માટે બચત જોઈએ, કેટલાંક માટે હિંમત, તો કેટલાંક માટે સમય. પણ લિસ્ટ નાની શા માટે? એક સપનું પૂરું થાય એટલે આગળનું લખવું. કારણ કે ઉંમર ગમે તે હોય, હજી એક દેશ જોવાનો છે, હજી એક અનુભવ લેવાનો છે, હજી એક સપનું પૂરું કરવાનું છે. સાચું કહીએ તો, હજી ઘણું કરવાનું છે. નવા વર્ષની શરૂઆત એક નવા સપના સાથે કરીએ. તો, આ ક્રિસમસ અને ન્યૂ યરમાં ખુશીથી બૅગ ભરીએ અને દુનિયા એક્સપ્લોર કરવા નીકળી પડીએ!

 

મારા વિના ઘર હા. અને એ બિલકુલ ઠીક છે.

ક્રિસમસ કેકનો ઑર્ડર અપાઈ ગયો હતો. ન્યૂ યરનો પ્લાન નક્કી હતો. રસોડાના પ્લૅટફૉર્મ પર એક યાદી મૂકેલી હતી, અને બોર્ડિંગ પહેલાં એણે બે વાર ઘરે ફોન કર્યો હતો. પછી, વાદળોની ઉપર, એક વિચાર આવ્યોઃ બધાં ઘરે છે. અને હું અહીં. થોડું અજુગતું લાગ્યું, જેમ દરેક નવી વાત લાગે. પછી બારી બહારનો પ્રકાશ બદલાયો, અને એને સમજાયું કે વર્ષોથી એણે આમ બારી બહાર જોયું જ નહોતું. આખા ડિસેમ્બરને સંભાળનારીનો એક અલગ જ થાક હોય છે. અને થોડા દિવસ કોઈ આપણી સંભાળ લે, એનો એક અલગ જ તરવરાટ. એ વધુ હૂંફ અને તાજગી લઈને ઘરે પાછી ફરશે. અને એ બધું એનાં સ્વજનો માટે જ છે. પોતાના માટે થોડા દિવસ કાઢવા એટલે પરિવારને ઓછો પ્રેમ કરવો નહીં. એનો અર્થ છે, તમે પણ મહત્ત્વનાં છો.

 

પણ કેવી રીતે?

એના મનમાં એવા સવાલો હતા, જે પૂછતાં એને સંકોચ થતો. એરપોર્ટ પર શું થાય? મારું અંગ્રેજી પૂરતું ન હોય તો? હું ગૂંચવાઈ જાઉં તો? આ સવાલોએ એને વર્ષો સુધી ઘરમાં જ રોકી રાખી. છતાં એ નીકળી. એરપોર્ટ ધાર્યા કરતાં સહેલું નીકળ્યું. વીણા વર્લ્ડના ટૂર મૅનેજર એના નામનું બોર્ડ લઈને પહેલેથી ત્યાં ઊભા હતા. ફક્ત ફિલ્મોમાં જોયેલા બરફીલા નગરમાં ક્યાંક એને વિચાર આવ્યોઃ અરે! આ તો હું ખરેખર કરી શકું છું. એક વાર આ વિચાર આવે, પછી જતો નથી. દરેક વુમન્સ સ્પેશિયલ ટૂરમાં સાથે હોય છે સમર્પિત ટૂર મૅનેજર, વિઝા માર્ગદર્શન, ભારતીય ભોજન, આરામદાયક હોટેલ્સ અને મહિલાઓનું સલામત ગ્રુપ.

પહેલો પ્રવાસ સૌથી અઘરો હોય છે. પછી તો એની મજાની આદત પડી જાય છે.

 

હું એકલી આવી હતી

એણે એકલીએ જ નામ નોંધાવ્યું હતું. પહેલી સાંજે એ એક અજાણી સ્ત્રીની બાજુમાં બેઠી, જેને એના જેવું જ ખાવાનું ગમતું, અને જે પોતાના જ જોક્સ પર સૌથી મોટેથી હસતી. બીજા દિવસે કોઈએ એના માટે સીટ રાખી હતી. ત્રીજા દિવસે તો એકબીજા માટે શું રાંધવું એનું આયોજન થતું હતું. ન્યૂ યરની મધરાતે એ એ જ અજાણી સ્ત્રીઓને ભેટી રહી હતી, જે હવે સખીઓ બની ગઈ હતી. વુમન્સ સ્પેશિયલ ટૂરમાં એકલી પ્રવાસીઓને રૂમ શૅરિંગની ગૅરંટી મળે છે. તમે એકલાં જોડાઈ શકો, પણ એક ક્ષણ પણ એકલાં નહીં લાગો. હું એકલી આવી હતી. અને એવી સખીઓ સાથે પાછી ફરી, જેની મેં કલ્પના પણ નહોતી કરી.

 

તમે ક્યાં છો?

દરેક પ્રવાસીની શરૂઆત ક્યાંકથી થાય છે. આ ડિસેમ્બરમાં તમે ક્યાં છો?

મેં ક્યારેય એકલાં પ્રવાસ નથી કર્યો

મેં ભારતમાં પ્રવાસ કર્યો છે

હું એક વાર વિદેશ ગઈ છું

મેં ક્યારેય ન્યૂ યર ઘરથી દૂર નથી વિતાવ્યું

હું અનુભવી સોલો ટ્રાવેલર છું

કેટલા દેશ જોયા, એની ગણતરી જ ભૂલી ગઈ છું

તમે જ્યાં પણ હો, આગલું પગલું શક્ય છે.    વીણા વર્લ્ડ તમારી સાથે ચાલશે.

 

મારી ટ્રાવેલ ટોળી...તમે કઈ છો?

પ્લાનરઃ નવેમ્બરમાં જ પૅકિંગ લિસ્ટ તૈયાર.

ફોટોગ્રાફરઃ દરેક ક્રિસમસ ટ્રી, દરેક સૂર્યાસ્ત, દરેક કૅન્ડિડ ક્ષણ.

ફૂડીઃ મંઝિલ ગૌણ છે. ખાવાનું જ બધું છે.

શૉપરઃ એક વધારાની બૅગ હંમેશાં સાથે. જરૂર પડે તો!

શાંતિપ્રેમીઃ મંદિરો, પ્રકૃતિ, મૌન, સૂર્યોદય.

ગ્રુપની જાનઃ દરેક ડિનરને ન્યૂ યર પાર્ટી બનાવી દે.

દરેક ટોળીનું સ્વાગત છે. દરેક પ્રવાસી અહીં પોતીકી છે.

 

મારું આગલું પહેલું

કર્યું હોય ત્યાં ટિક, કરવું હોય ત્યાં ગોળ.

પહેલી વ્હાઇટ ક્રિસમસ  પહેલી ઇન્ટરનૅશનલ ફ્લાઇટ

વિદેશમાં પહેલું ન્યૂ યર  પહેલી ક્રૂઝ   પહેલી સફારી

પહેલું સ્કૂબા ડાઇવ  પહેલું સ્કાયડાઇવ

પહેલી ગ્લેશિયર વૉક  પહેલી ગર્લ્સ-ઓન્લી હોલિડે

પહેલી સોલો સફર

જે પણ લખ્યું, વીણા વર્લ્ડ વુમન્સ સ્પેશિયલ ત્યાં લઈ જશે.

 

મેં નક્કી કર્યું. હું નીકળી પડી.

તેને રજા છે? બાળકોને ચાલશે? સખીઓ આવવાની છે? બાકીના લોકોનું શું? આવા સવાલોમાં જ કેટલીય ટૂર્સ રહી ગઈ. પણ પછી મેં મારી જાતને એક અલગ જ સવાલ પૂછ્યો, મારે ક્યાં જવું છે? અને મેં નક્કી કર્યું. બુકિંગ કર્યું. હું નીકળી પડી. બસ્સ! ક્યારેક ડેસ્ટિનેશન કરતાં પણ મોટી અચિવમેન્ટ હોય છે, પોતાના માટે પોતે નર્િણય લેવાની.

 

હવે ક્યાં? કેટલીક સફરની શરૂઆત એક લાગણીથી થાય છે

૧.મારી અંદરની સપનાં જોનારી માટે, ક્રિસમસની રોશનીઃ  યુરોપ  દુબઈ અબુ ધાબી

૨.મારી અંદરની બીચ ગર્લ માટે, ન્યૂ યરના સૂર્યાસ્તઃ બાલી  થાઇલૅન્ડ  મૉરિશિયસ  આંદામાન

૩.મારી અંદરની આત્મશોધક માટેઃ  કેરળ  ભૂતાન  શ્રીલંકા

૪.મારી અંદરની એક્સપ્લોરર માટેઃ  વિયેતનામ   અલ્માટી   નેપાળ

૫.મારી અંદરની ભારતપ્રેમી માટેઃ  રાજસ્થાન   રણ ઉત્સવ   નોર્થ ઈસ્ટ

૬.મારી અંદરની પ્રકૃતિપ્રેમી માટેઃ  ઊટી કૂર્ગ મૈસૂર   નૈનીતાલ કૉર્બેટ   ગીર

 

તમને જ્યાંથી પણ સાદ આવે, વીણા વર્લ્ડ વુમન્સ સ્પેશિયલ પાસે એક સફર તૈયાર છે.

 

કેવી પ્રવાસી?

હું બધું પહેલેથી પ્લાન કરું છું  ઑર્ગેનાઇઝર. તમારું ગ્રુપ તમને ખૂબ ચાહે છે.

હું એ જ દિવસે નક્કી કરું છું  સાહસિક. દરેક દિવસ એક સરપ્રાઇઝ.

મને હંમેશાં વિન્ડો સીટ જોઈએ  સપનાં જોનારી. નજર હંમેશાં ક્ષિતિજ પર.

હું સ્થાનિક દુકાનદાર સાથે દોસ્તી કરી લઉં છું  કનેક્ટર. તમે કોઈ જગ્યા ક્યારેય પાછળ નથી છોડતાં.

હું છેલ્લે સૂઉં અને પહેલાં જાગું  એક્સપ્લોરર. FOMO તમારી સુપરપાવર છે.

હું કોઈ પણ દેશમાં મધરાતની ઉજવણી માટે તૈયાર સેલિબ્રેટર. દરેક કાઉન્ટડાઉન તમારું છે.

તમે જેવાં પણ પ્રવાસી હો, વુમન્સ સ્પેશિયલ ટૂર તમારા માટે જ રચાઈ છે.

 

હું જ મારી રાણી!

આપણામાંની દરેક સ્ત્રીમાં એક ક્વીન હોય જ છે. એને કોઈ ક્રાઉન આપવાની જરૂર નથી. એ પોતાના મનની, પોતાના જીવનની, પોતાની દુનિયાની રાણી હોય છે. અને વુમન્સ સ્પેશિયલમાં એક એવી ઇવનિંગ હોય છે, જ્યાં એ `હું' ને મનભરીને સેલિબ્રેટ કરવાની તક મળે! મનગમતું તૈયાર થવું, રૅમ્પ પર વૉક કરવું, મનભરીને પોતાની જાતને સેલિબ્રેટ કરવી અને પોતાની મોમેન્ટ પોતાની જ સ્ટાઇલમાં જીવવી! ઉંમર, સાઇઝ, રંગ કે લોકો શું કહેશે એની ચિંતા કરવાની નહીં. કારણ કે હું જ મારી રાણી! અને આ બધી ક્વીન્સમાંથી આપણે પસંદ કરીએ છીએ એ ટૂરની એક ખાસ વીણા વર્લ્ડ ક્વીન. સો, ડ્રેસ અપ. વૉક ધ રૅમ્પ. ઓન યોર મોમેન્ટ.

 

હજુ ઘણું બધું જોવું છે... અનુભવવું છે. ઘણું બધું પહેલી વાર કરવું છે. આપણી લિસ્ટ વધતી જ રહેશે અને આપણી સફર પણ.

Post your Comment

Please let us know your thoughts on this story by leaving a comment.

Get in touch with us

Share your details for a call back and subscribe to our newsletter for travel inspiration.

+91

Listen to our Travel Stories

You May also like

View all
ત્રણ અક્ષર
10 mins, read

ત્રણ અક્ષર

Published in Gujarat Samachar 22nd November 2026 ...ત્રણ અક્ષર નાની વાત લાગે, પણ એમાં પાના પરના મોટા ભાગના શબ્દો કરતાં વધુ ઇતિહાસ સમાયેલો છેે...   આલેખ હું સિંગાપોરના ચાંગી એરપોર્ટ પરથી

ઑસ્ટ્રેલિયા ન્યૂઝીલૅન્ડ
10 mins, read

ઑસ્ટ્રેલિયા ન્યૂઝીલૅન્ડ

Published in Mumbai Samachar 1st November 2026 નકશાના છેક નીચેના છેડે. દરેક બકેટ લિસ્ટમાં સૌથી ઉપર.   રસોડાથી શ્વાસ સુધી વર્ષો સુધી ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલૅન્ડ ભારતીય પ્રવાસીઓની કલ્પન

જ્યાં જાઓ ત્યાં દિવાળી
10 mins, read

જ્યાં જાઓ ત્યાં દિવાળી

Published in Gujarat Samachar 1st November 2026 ...વિદેશમાં દિવાળી ઊજવવી એટલે તહેવારને પાછળ છોડી દેવો એવું નથી. એ તો જોવું છે કે આ તહેવાર કેટલે દૂર સુધી પહોંચ્યો છે... આવર્ષે દિવાળી રવિવાર, ૮ નવ

Travel Memories Shared
by 9.9 Lakh+ Travellers

Rated 5.0 16.2K+ reviews10.1L+ Happy guests81.1K+ Tours completed

Veena World tour reviews

What are you waiting for? Chalo Bag Bharo Nikal Pado!