We're open, now in Nagpur, HSR Layout (Bengaluru) & Salt Lake (Kolkata). Locate Us
We're open, now in Nagpur, HSR Layout (Bengaluru) & Salt Lake (Kolkata). Locate Us
USA

Explore Veena World Travel Stories

  • Travel Inspiration
  • Destination Guides
  • Travel Tips

નો માર્કેટિંગ

9 mins. read
Veena Patil
Veena Patil
9 Mins Read
February 21, 2025
February 21, 2025

Quick Summary

ગજાલી જવાનું એટલે બપોરનું લંચ અને રાત્રે ભારે ખાવું નહીં, જેથી આખો દિવસ હળવો અને આરામદાયક રહે.

ગજાલી માટે ટેબલ રિઝર્વ કરાવવું જરૂરી છે, કારણ કે લોકો સમયસર પહોંચીને પણ મોડું થઈ શકે છે.

ગજાલીની ગુણવત્તા અને સાતત્યતા માટે દરરોજ સવારે સેમ્પલિંગ અને ઈન્ગ્રીડિયન્ટ્સ ચેક કરવાનું મુખ્ય રહસ્ય છે.

જાહેરાત કરતાં લોકોની મોઢે મોઢે વાત અને ચેઈન રિપીટ્સ ગજાલીની લોકપ્રિયતા ચલાવે છે.

બોર્ડ, નામ, લોગો, જાહેરાત અને બ્રાન્ડિંગ જેવી જંજાળમાં ફસાવવાને બદલે મૂળ અનુભવ અને સર્વિસ પર ધ્યાન આપવું વધુ અસરકારક છે.

જાહેરાતમાં ખાલી દાવા અને બૂસ્ટ જેવા શબ્દો ટાળીને જે છે તેવું જ કહેવું, જેથી વિશ્વાસ વધે અને પ્રવાસીઓ પોતે નિર્ણય લઈ શકે.

... તેમનો આભાર માનીને બ્ાહાર નીકળ્યાં, પણ `હવે તો બ્ાોર્ડ પણ બ્ાહાર નથી' એ તેમના વાક્ય ફરતે હજુ મન ઘૂમરાતું હતું. `આપણી સેલ્સ ઓફિસને બ્ાોર્ડ નહીં હોય અથવા બ્ાોર્ડ નહીં લગાવવું' એવું આપણે નક્કી કર્યું તો?...

તાજે તરમાં ઘણા દિવસો પછી પાર્લાની ગજાલીમાં જવાનું યોગ આવ્યો.તેને યોગ જ કહેવું જોઈએ, કારણ કે ઐસે મૌકે બ્ાાર બ્ાાર નહીં આતે! છતાં વર્ષમાં ત્રણ-ચાર વાર જવાનું થાય જ છે. અને આ અખંડ પરંપરા છેલ્લાં વીસ પચ્ચીસ વર્ષથીચાલી રહી છે. ગજાલીમાં જવાનું એટલે બ્ાપોરનું લંચ લેવાનું, રાત્રે ઝાઝું ખાવાનું નહીં અથવા ખવાય નહીં તેથી. સવારે બ્ોકફાસ્ટ કરવાનો નહીં. અમારામાંથી અમુક જણ શક્ય બ્ાને તો આગલા દિવસે રાત્રે પણ ખાતા નથી અથવા ઓછું ખાય છે. ખાવા પૂર્વે ગમે તેટલી તૈયારી કરો તો પણ ગજાલીમાં ખાધા પછી ખાઈ ખાઈને એટલા ધરાઈ જવાય છે કે `હવે જલદી નહીં રે બ્ાાબ્ાા' એવું કહીને બ્ાધા ઊઠે છે અને તૃપ્ત મન સાથે પોતપોતાનાં ઘરે જાય છે. `જલદી નહીં રે' કહેનારા અમે બ્ાધા ફરી એક-બ્ો મહિનામાં જ ગજાલીના નશાના શિકાર બ્ાનીએ છીએ અને નારાયણ ચૌગુલેને ફોન કરીને ટેબ્ાલ રિઝર્વ કરી રાખવા કહીએ છીએ. `ગજાલી નારાયણ અને અમે બ્ાધા'એ સમીકરણ બ્ાની ગયું છે. તે દિવસે અમે થોડું મોડું પહોંચ્યાં હતાં. આથી ધરાઈને ખાતાં ખાતાં ચાર વાગી ગયા. નીકળતી વખતે ગજાલીના નિર્માતા શ્રી મધુકર શેટ્ટી મળ્યા. કાયમ મુજબ્ા તેમને કોમ્પ્લિમેન્ટ્સ આપીને અમે બ્ાહાર નીકળતાં હતાં.

તેમને કહ્યું, `તમને ખ્યાલ નહીં હોય, પરંતુ તમારો દાખલો અમે અમારી મેનેજર્સ મીટમાં ઉપયોગ કરીએ છીએ. અમારું ટ્રેનિંગ ટૂલ તમારા જેવી રેસ્ટોરાંની કેસ સ્ટડી છે. `ક્વોલિટી' અને `કન્સિસ્ટન્સી' આ બ્ાંને બ્ાાબ્ાતમાં તમે સીમાચિહન ક્યારનું પાર કરી દીધું છે. આટલાં વર્ષ તમે સતત દરેક ખાદ્યપદાર્થનો સ્વાદ કઈ રીતે મેઈનટેઈન કર્યો છે તે જ અમને કાયમ નવાઈ લાગે છે.'તેમણે કહ્યું, `અમે રોજ સવારે સેમ્પલિંગ કરીએ છીએ. ઈન્ગ્રીડિયન્ટ્સ જોઈને લઈએ છીએ.' ક્વોલિટીનું એક રહસ્ય સમજાયું હતું. દરજ્જો ગુણવત્તા સાતત્યતા જેવી બ્ાાબ્ાતો તો છે જ પરંતુ ગજાલીની જાહેરાત મેં ક્યારેય જોઈ હોય તેવું યાદ નથી અને આ અમારી ટ્રેનિંગમાં `ગજાલી' વિષય પરનો બ્ાીજો મુદ્દો હોય છે. તેમને કહ્યું, `તમારી જાહેરાત ક્યારેય જોઈ નથી. છતાં વર્ષના ત્રણસો પાંસઠ દિવસ ગિરદી ચાલુ જ હોય છે. રજાના દિવસે તો લોકો બ્ાહાર એકથી દોઢ કલાક સુધી વાટ જોવા પણ તૈયાર હોય છે. આ જાદુ કઈ રીતે કરો છો?' તેમણે કહ્યું, `જાહેરાત છોડો, હમણાં આ ક્ષણે બ્ાહાર બ્ાોર્ડ પણ નથી. લોકો આવે છે, જમે છે, બ્ાીજાને કહે છે, બ્ાીજો ત્રીજાને કહે છે, એમ આ ચેઈન ચાલતી રહે છે.' સિંપલ ફંડા.

તેમને ધન્યવાદ આપીને તે દિવસે ત્યાંથી બ્ાહાર નીકળ્યાં ખરાં, પરંતુ મન તેમના `હમણાં તો બ્ાોર્ડ પણ નથી બ્ાહાર' આ જ વાક્ય ફરતે ઘૂમરાતું હતું. `આપણી સેલ્સ ઓફિસને બ્ાોર્ડ નહીં હોય અથવા બ્ાોર્ડ નહીં લગાવવું' એવું આપણે નક્કી કરીએ તો? ફક્ત આ પ્રશ્ન ટીમ સામે મૂકીએ તો સો ટકા `નોટ એટ ઓલ પોસિબલ, વિચાર પણ નહીં કરો' એવો દમદાર વિરોધ થશે એવી મને પૂર્ણ ખાતરી છે. તેની આગળ જઈને, `શું એક-એક નવું ગાંડપણ ભેજામાં ઊપજે છે' કહીને મારો ટેકો પણ પાછો ખેંચી લેવાશે. નામ, લોગો, બ્ાોર્ડ, જાહેરાત, બ્રાન્ડિંગ, સોશિયલ મિડિયા આ બ્ાધી જંજાળમાં આપણી કંપની આમ જોવા જઈએ તો નવી છે. અડધા લોકોને તો નામ પણ ખબ્ાર નથી અને તમે ચોક્કસ શું કરો છો તેનો અતાપતા પણ નથી. આથી `સેલ્સ ઓફિસ પર બ્ાોર્ડ નહીં હોવું' આ બ્ાાબ્ાત પ્રત્યક્ષ ઉતારી નહીં શકાય એ તેટલું જ સાચું છે. સરનામું કઈ રીતે શોધવાનું? આથી આપણી દરેક સેલ્સ ઓફિસ પર બ્ાોર્ડ હોય તેની પર મનમાં ને મનમાં મેં મહોર મારી અને આ પ્રશ્નમાંથી જાતે જ બ્ાહાર નીકળી ગઈ. બ્ાીજી વાત હતી, `જાહેરાત નહીં કરવાની.' મને અમારી આખા પાનાની જાહેરખબ્ારો સામે દેખાવા લાગી. જાહેરાત વિના લોકોને-પર્યટકોને ખબ્ાર કઈ રીતે પડશે? એકાદ નવી ટુર આપણે લોન્ચ કરીએ તે તેમના સુધી કઈ રીતે પહોંચશે? આ મુદ્દો હતો. આથી આપણી જાહેરાત આપણી પાસે કઈ કઈ ટુર્સ છે તે જણાવવા માટે એનાઉન્સમેન્ટ હોય છે. તેની પર હું સેટલ થઈ. પોતે જ પોતાને સમજાવીએ તેવું જ કાંઈક આ હતું. તાજેતરમાં અમે એક નિયમ કર્યો, આપણી જાહેરાતમાં `વી આર ધ બ્ોસ્ટ'વગેરે શબ્દ વાપરવાનો નહીં. અમુક દેશોમાં જાહેરાતોમાં આવા શબ્દ વાપરવા માટે બ્ાંધી છે એ જ્યારે જાણવા મળ્યું ત્યારે અમે તેની પર ચર્ચા કરીને નિર્ણય લીધો કે જો આપણે ત્યાં બ્ાંધીનો કાયદો નથી છતાં એ સારી બ્ાાબ્ાત છે કે તેનું પાલન કરીએ. આપણે જ પોતાને કયા આધાર પર બ્ોસ્ટ કહેવાનું? તેના કરતાં વસ્તુસ્થિતિ જણાવો. અમસ્તા જ ટૉલ કલેઈમ્સ અથવા મોટા મોટા દાવાઓ નહીં જોઈએ. જે છે, જેવું છે, તેવું કહો અને પર્યટકોને નિર્ણય લેવા દો. તેમાં રસ્સીખેંચ નહીં જોઈએ. આપણી સર્વિસ ગમશે તો લોકો આપણી પાસે આવશે અને નહીં ગમશે તો નહીં આવશે. ખરેખર આ જ સત્ય હોય છે. અમને જાહેરાત કરવી પડે તે સ્વીકાર કરીએ તો પણ તેમાં અમે ત્રણ બ્ાાબ્ાતની નોંધ કરવાનું સાહસ કર્યું, જે છે, `નો ડિસ્કાઉન્ટ્સ',`નો ઓપ્શનલ્સ' અને `નો કેશ ટ્રાન્ઝેકશન્સ.' સાહસ જ કહેવું જોઈએ, કારણ કે તે નિર્ણય લેતી વખતે અમારા પગ નીચેની જમીન સરકી જ ગઈ એમ કહી શકાય. વૈશ્વિકીકરણે `ડિસ્કાઉન્ટ્સ, બ્ાોનસ, લોયલ્ટી પોઈન્ટ્સનો અમલ આપણા ભારતીયો પર રાજ કરી રહ્યો છે ત્યારે અમે કહી રહ્યા છીએ,`નો ડિસ્કાઉન્ટ્સ.' સહેલગાહ ખર્ચ ઓછો બ્ાતાવીને સહેલગાહ પર ઓપ્શનલ્સ વેચવાના એ બ્ાાબ્ાત અમને રુચતી જ નથી. આથી જે `મસ્ટ સી' છે તે બ્ાધાને બ્ાધું બ્ાતાવવાનું જ આ અમારો વણલખ્યો નિયમ છે. આથી ત્યાં ઝાઝું ડિસ્કશન થયું નહીં. ત્રીજી વાત હતી, `કેશ નહીં લેવાની.' ભારત જેવા `કેશ ઈકોનોમી'વાળા દેશમાં આવું કરવા થોડું સાહસ જોઈએ. અમે ઘણાં બ્ાધાં ચર્ચાસત્ર લીધાં અથવા આ મુદ્દા પર અને સર્વસંમતિથી`નો કેશ ટ્રાન્ઝેકશન્સ એટ વીણા વર્લ્ડ' પર મહોર મારી છે અને અમારી દરેક જાહેરાતમાં લખી નાખ્યું છે, `નો કેશ ટ્રાન્ઝેકશન્સ.' અમને કલ્પના છે કે `ડિસ્કાઉન્ટ અને નો કેશ' જેવી પોલિસીને લીધે અમે અમુક બ્ુાકિંગ્સ ગુમાવતાં હોઈશું. ટૂંકમાં તે નુકસાન છે, પરંતુ તે છતાં હમણાં સુધી આ નિર્ણય પર ફેરવિચાર કરવાનું મહેસૂસ થયું નથી. ધીમે ધીમે એક બ્ાાબ્ાત વધુ ગળે ઊતરવા લાગી છે કે`લેટ્સ કોન્સન્ટ્રેટ ઓન સર્વિસ.'જ્યાં ભૂલ થાય છે તેને સુધારીએ,જે સુધારવું જોઈએ તે સુધારીએ, પર્યટકો આપણે ત્યાં આવવા જોઈએ એ ફક્ત તેમની અગાઉની ટુર સારી થઈ તેથી. આથી જ `વી આર ઓલ્વેઝ ઓન અવર ટોઝ.' આપણી સર્વિસ આપવામાં ક્યારેય કોમ્પ્લેસન્સી અથવા શિથિલતા નહીં આવવી જોઈએ. આજની ટુર સારી થઈ તો આપણું ભવિષ્ય છે આ વીણા વર્લ્ડમાં દરેકના રોમેરોમમાં જેટલું પ્રવેશી શકાય તેટલું દરેક લેવલની સર્વિસ સારી બ્ાનશે. આપણે જ આપણા સારા માટે સતત તત્પર રહેવું જોઈએ એ ઉત્તર છે આપણા કરિયરમાં અને આપણા વ્યવસાયમાં સારી રીતે ટકી રહેવાનું તેમ જ ગ્લોબ્ાલાઈઝેશનમાં પોતાને અથવા આપણી સંસ્થાને બ્ાચાવવાનું.

આ ગમે તેટલું કહીએ તો પણ હજુ બ્ાોર્ડ વિનાની ઓફિસ અને જાહેરાત વિના વીણા વર્લ્ડનો વિચાર કરવાનું સાહસ થતું નથી. એટલે કે, દિલ્લી બ્ાહુત દૂર હૈ અભી!લેમ્બ્ાોર્ગિની અથવા રોલ્સ રોઈસ જેવી લક્ઝરી કારવાળી કંપનીઓ જાહેરાત કરતી નથી, કારણ કે તે કાર્સ જે એફોર્ડ કરી શકે તે જાહેરાત જોતા નથી અથવા ટીવી જોતા નથી એ લેમ્બ્ાોર્ગિની ઓફિશિયલ્સનું એક્સપ્લેનેશન છે. તેનો બ્ાીજો મજેદાર અર્થ પછી એવો પણ નીકળે છે કે `લેમ્બ્ાોર્ગિની અથવા રોલ્સ રોઈસ લેવાની આપણી હેસિયત જો નિર્માણ કરવી હોય તો ટીવી નહીં જોવું જોઈએ. અથવા ટીવી જોવા માટે સમય જ મળે નહીં એટલી મહેનત આપણે કરવી જોઈએ. દુનિયાની પીઠ પર અનેક કંપનીઓ છે, જેઓ જાહેરાતનો માર્ગ લેતી જ નથી. `ઝારા' કપડાંની બ્ાાન્ડ જાહેરાત નહીં કરતાં તે બ્ાજેટ મોટા મોટા શોરૂમ્સમાં નાખે છે, જેથી ગ્રાહકો ડાયરેક્ટ પ્રોડક્ટ ચેક કરી શકે છે. આપણે ત્યાં `નેચરલ આઈસક્રીમ' બ્ાાન્ડ પણ અત્યંત ઓછી જાહેરાત કરે છે અને નામ પ્રમાણે પ્રોડક્ટ નેચરલ રાખવા પર તેમનો ભાર હોય છે. આવી અનેક વિશ્વપ્રસિદ્ધ બ્ાાન્ડ્સની કેસ સ્ટડીઝ આજે ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે જે પ્રોડક્ટ અને સર્વિસ કેટલી મહત્ત્વની હોય છે તે આપણને દાખલા સાથે બ્ાતાવે છે અને ઈન્સ્પાયર કરી રહી છે. જાહેરાત નહીં કરનારી હજુ પણ બ્ાાન્ડ્સ છે અથવા તેમને જાહેરાત જ કરતા આવડતું નથી, પરંતુ તે સેલ્સની બ્ાાબ્ાતમાં કાયમ `સબ્ાસે આગે,' હોય છે. તે છે આલ્કોહોલ બ્ાાન્ડ્સ, ગેમ્બ્ાલિંગ બ્ાાન્ડ્સ, ટોબ્ોકો જેવી અથવા સોડા વોટર બ્ાાન્ડ્સ. એટલે કે આપણે તેમની જાહેરાતો પણ જોઈએ અપ્રત્યક્ષ રીતે અથવા `ઈન્જુરિયસ ટુ હેલ્થ' આ કોશનરી લાઈન સાથે. નેગેટિવ અથવા શરીરને હાનિકારક હોવા છતાં આ બ્ાાબ્ાત લોકોને કેટલા કંટ્રોલમાં રાખે છે તેનું આ ઉદાહરણ છે. અમુક ક્રિકેટર્સ, અભિનેતા આવી બ્ાાબ્ાતોના બ્રાન્ડ એમ્બ્ોસેડર્સ બ્ાનતા નથી તેમને સલામ. `પૈસા હી સબ્ાકુછ નહીં' એ પોતાની કૃતિમાંથી બ્ાતાવીને એથિક્સ મોરલ્સનું મહત્ત્વ તેઓ એક રીતે સમજાવે છે.

લોગો વિના, બ્ાોર્ડ વિના, જાહેરાત વિના, બ્ાાન્ડ આગળ આવવી જોઈએ એ ભેજામાં એકદમ ઊંડાણમાં બ્ોસી ગયું છે. લોકોના મનમાં બ્ાાન્ડ વસી જવી જોઈએ. બ્રાન્ડિંગ  મનોમનમાં હોવું જોઈએ.આ માટે પછી કર્મણ્યેવાધિકારસ્તે.

વીણા પાટીલ, નીલ પાટીલ અને સુનિલા પાટીલના દર અઠવાડિયે અખબારોમાં પ્રસિદ્ધ થતા લેખ વીણા વર્લ્ડની વેબસાઇટ veenaworld.com પર વાંચવા માટે ઉપલબ્ધ છે.

Post your Comment

Please let us know your thoughts on this story by leaving a comment.

Get in touch with us

Share your details for a call back and subscribe to our newsletter for travel inspiration.

+91

Listen to our Travel Stories

You May also like

View all
જીવનમાં એક વાર મળતી અજાયબીઓ
9 mins, read

જીવનમાં એક વાર મળતી અજાયબીઓ

Published in Gujarat Samachar 4th October 2026   ...આવી ઘટનાઓ આપણને યાદ અપાવે છે કે દુનિયાના સૌથી અદ્ભુત નજારા આપણા કૅલેન્ડર પ્રમાણે નથી બનતા. એ આપણને યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ હાજર રહેવાનું

એક અલગ જ જાપાન!
9 mins, read

એક અલગ જ જાપાન!

Published in Gujarat Samachar 27th September 2026 ...આ એવી વાત છે જે તમે તેના પ્રેમમાં પડ્યા પછી ફરીથી આવવા માટે પૂરતું કારણ આપે છે... જાપાનનું એક એવું સ્વરૂપ છે જે તમારી પ્રથમ યાત્રા પછી જ સામે

નિસર્ગનો અનોખો રંગોત્સવ જોવા, ચાલો જાપાન!
9 mins, read

નિસર્ગનો અનોખો રંગોત્સવ જોવા, ચાલો જાપાન!

Published in Mumbai Samachar 27th September 2026 ચેરીથી પણ પ્રિય? ચેરી બ્લૉસમ્સને દુનિયાભરમાં મળતું ધ્યાન જાપાનની બીજી કોઈ ઋતુને કદાચ મળતું નથી. પરંતુ ઘણા જાપાનીઝ પ્રવાસીઓને પૂછો કે ચેરી બ્લૉસમ્

Veena World tour reviews

What are you waiting for? Chalo Bag Bharo Nikal Pado!