Published in Mumbai Samachar 6th September 2026
ઑરોરાનું બીજું ઍડ્રેસ
નૉર્થર્ન લાઇટ્સ જોવા નીકળનારા મોટા ભાગના લોકોના મનમાં સૌથી પહેલાં ફિનલેન્ડ આવે છે ગ્લાસ ઇગ્લૂઝ, લક્ઝરી વિન્ટર લૉજિસ અને પોસ્ટકાર્ડ જેવી સુંદર આર્કટિક સીનરી. પરંતુ ઑરોરા બોરિયાલિસ કોઈ એક દેશની માલિકીની નથી. આર્કટિક સર્કલથી ઘણું ઉત્તરે, રશિયાના ઉત્તરીય વિસ્તારમાં આવેલું મુર્માન્સ્ક પણ તમને લગભગ એવો જ અદ્ભુત નજારો બતાવી શકે છે, એ પણ ઘણો ઓછો ખર્ચ કરીને.
મુર્માન્સ્ક તમને ચમકદાર ટ્રાવેલ બ્રોશર્સમાં ભાગ્યે જ જોવા મળશે. પરંતુ જ્યારે કુદરતી પરિસ્થિતિઓ અનુકૂળ હોય, ત્યારે અહીંનું આકાશ પણ આર્કટિક સર્કલના બીજા કોઈ સ્થળ જેટલો જ જબરદસ્ત શો કરે છે. રાત્રિના આકાશમાં લીલી રિબન્સ લહેરાય છે, ફ્રોઝન લેન્ડસ્કેપ્સ પર એની રિફ્લેક્શન્સ ઝગમગી ઊઠે છે અને આખો અનુભવ સ્કૅન્ડિનેવિયાના જાણીતા ડેસ્ટિનેશન્સ જેટલો જ અદ્ભુત લાગે છે. ફરક એટલો કે અહીં બધું વધુ શાંત છે અને તમારા બજેટ પર પણ ઘણું હળવું પડે છે.
ફોટોગ્રાફ્સ માટે ખાસ બનાવેલા ગ્લાસ ઇગ્લૂઝને બદલે અહીં ટ્રાવેલર્સ કમ્ફર્ટેબલ અને બજેટ-ફ્રેન્ડલી લૉજિસ તથા હોટેલ્સમાં રોકાય છે. અહીં કોઈ બનાવટી લક્ઝરી ઊભી કરવાનો પ્રયાસ નથી. અહીંનો અનુભવ જ લક્ઝરી છે. કડકડતી ઠંડીમાં ઊભા રહીને, હવામાં પોતાના શ્વાસની વરાળ દેખાતી હોય ત્યારે, ધીમે ધીમે બદલાતા આકાશને જોવું અને આંખો સામે કુદરતનું એવું રૂપ જોવું, જે ખરેખર આટલું સુંદર હશે એવું કદાચ તમે વિચાર્યું પણ ન હોય.
દિવસ દરમિયાન મુર્માન્સ્ક આર્કટિકની એક સાવ અલગ જ સ્ટોરી કહે છે. સ્નોમોબાઇલ રાઇડ્સ વિશાળ ટુંડ્રામાંથી પસાર થાય છે, ફ્રોઝન લેક્સની બાજુથી આગળ વધે છે અને એવા લેન્ડસ્કેપ્સમાંથી લઈ જાય છે, જે હજી પણ કુદરતી અને પ્રવાસીઓ માટે બહુ ઓછા બદલાયેલા લાગે છે. મુર્માન્સ્કને એક સારા વિકલ્પ તરીકે જોવાનું કારણ માત્ર એ નથી કે તે સસ્તું છે, જોકે તે ચોક્કસ છે. અહીં સૌથી ખાસ વાત એ છે કે કંઈપણ બનાવટી કે ગોઠવેલું લાગતું નથી. નૉર્થર્ન લાઇટ્સ દેખાય ત્યારે તે કુદરતના પોતાના ટાઇમટેબલ પ્રમાણે જ દેખાય છે. તમારી અને આકાશની વચ્ચે ન કોઈ ગ્લાસ ડોમ હોય છે, ન કોઈ ખાસ બનાવેલું વ્યૂઇંગ પ્લૅટફૉર્મ.
જો ઑરોરાની નીચે ઊભા રહીને આ અદ્ભુત નજારો જોવાનું તમારું સપનું છે, પરંતુ એની સાથે આવતો મોટો પ્રાઇસ ટૅગ તમને રોકે છે, તો મુર્માન્સ્કને ચોક્કસ ગંભીરતાથી વિચારવા જેવું છે. આકાશ પોતાનો શો શરૂ કરતાં પહેલાં તમે કયા દેશમાં ઊભા છો એ ચેક કરતું નથી.
આકાશમાં આટલા રંગો ક્યાંથી આવે છે?
નૉર્થર્ન લાઇટ્સની નીચે ઊભા રહો ત્યારે વિજ્ઞાન કરતાં પણ કંઈક વધુ અનુભવાય છે.
નૉર્થર્ન લાઇટ્સ દેખાય છે એકદમ જાદુઈ, પરંતુ હકીકતમાં એ કુદરતની સૌથી રસપ્રદ નૅચરલ ફિનોમેના પૈકી એક છે. એની શરૂઆત થાય છે પૃથ્વીથી લગભગ 150 મિલિયન કિલોમીટર દૂર, સૂર્ય પર. સૂર્ય દરરોજ અબજો ઇલેક્ટ્રિકલી ચાર્જ્ડ પાર્ટિકલ્સ અવકાશમાં ફેંકે છે. પૃથ્વીનું અદૃશ્ય મેગ્નેટિક ફીલ્ડ એક શીલ્ડની જેમ કામ કરે છે અને આ પાર્ટિકલ્સને ધ્રુવો તરફ દોરી જાય છે. જ્યારે આ પાર્ટિકલ્સ પૃથ્વીથી ઘણી ઊંચાઈએ ઑક્સિજન અને નાઇટ્રોજન સાથે અથડાય છે, ત્યારે એનર્જી લાઇટના રૂપમાં બહાર આવે છે. અને ત્યારે આકાશ ઝગમગવા લાગે છે.
અલગ-અલગ ગૅસ અલગ-અલગ રંગો બનાવે છે. ઑક્સિજન લીલો રંગ આપે છે અને વધુ ઊંચાઈએ ચમકતો લાલ રંગ પણ જોવા મળે છે. નાઇટ્રોજન બ્લૂ અને પર્પલ રંગ ઉમેરે છે. આ બધાનું કોમ્બિનેશન દર રાત્રે બદલાતું રહે છે, એટલે કોઈ બે ઑરોરા ડિસ્પ્લે ક્યારેય એકસરખા હોતા નથી.
સદીઓથી લોકો આ અજાયબીનું પોતપોતાની રીતે કારણ સમજાવતા આવ્યા છે. વાઇકિંગ્સ માનતા કે આ લાઇટ્સ સ્વર્ગીય યોદ્ધાઓના કવચમાંથી પરાવર્તિત થતી રોશની છે. સામી લોકો તેને શક્તિશાળી આત્માઓ સાથે જોડતા. તો કેટલીક બીજી સંસ્કૃતિઓમાં માન્યતા હતી કે આ લાઇટ્સ સારા નસીબ અથવા પોતાના પ્રિયજનોના સંદેશા લઈને આવે છે.
જતાં પહેલાં...
થોડી તૈયારી રાખશો, તો તમારું આર્કટિક એડવેન્ચર વધુ મજેદાર અને કમ્ફર્ટેબલ બની જશે.
લેયર્સમાં કપડાં પહેરોઃ આર્કટિકનું હવામાન ઝડપથી બદલાઈ શકે છે. થર્મલ વેર, ગરમ જૅકેટ, ગ્લવ્ઝ, કૅપ અને યોગ્ય ફૂટવેર તમને ઠંડીમાં ગરમ અને કમ્ફર્ટેબલ રાખશે.
કૅમેરા રેડી રાખોઃ ચાર્જ્ડ ફોન કે કૅમેરા સાથે પાવર બૅન્ક જરૂર રાખો. ઠંડીમાં બૅટરી ઝડપથી ડ્રેઇન થાય છે, એટલે બૅકઅપ રાખવો હંમેશાં કામ આવે.
થોડો પેશન્ટ રહોઃ ઑરોરા કોઈ શેડ્યુલ્ડ શો નથી, એ કુદરતનો પોતાનો ખેલ છે. ક્યારે અને કેટલી વાર દેખાશે એ નક્કી નથી. એટલે એની રાહ જોવાની દરેક ક્ષણ ખરેખર વર્થ છે.
દિવસો ટૂંકા, એક્સપિરિયન્સિસ મોટાઃ દિવસનો પ્રકાશ ઓછો હોવાથી હસ્કી રાઇડ્સ, સ્નો એડવેન્ચર્સ, રેનડિયર એક્સપિરિયન્સિસ અને આર્કટિકની કમ્ફર્ટેબલ ઇવનિંગ્સ માણવા માટે વધુ સમય મળે છે.
વન્ડર સાથે આવોઃ આર્કટિકની સૌથી સુંદર યાદો ઘણી વાર અનપેક્ષિત પળોમાં બને છે. બધું પહેલાંથી પ્લાન કરવા કરતાં કુદરતને તમને સરપ્રાઇઝ કરવા દો અને દરેક ક્ષણને મનથી માણો.
આર્કટિક તમને દોડવાની નહીં, થોડું થોભવાની, ઉપર આકાશ તરફ જોવાની, આજુબાજુની શાંતિ અનુભવવાની અને એ ક્ષણને બસ માણવાની તક આપે છે.
એક જ આકાશ. તેને અનુભવવાની છ અવિસ્મરણીય રીતો.
નૉર્થર્ન લાઇટ્સ એક જ કુદરતી અજાયબી છે, પરંતુ દરેક ડેસ્ટિનેશનમાએની નીચેનો અનુભવ સાવ અલગ હોય છે.
આર્કટિક દુનિયાના બીજા કોઈ પણ સ્થળથી સાવ અલગ છે. અહીં શિયાળો માત્ર ઋતુ નથી, પરંતુ લાઇફસ્ટાઇલનો એક ભાગ છે. ઉનાળામાં મિડનાઇટ સન સાથે સૂરજ જાણે આથમવાનું ભૂલી જાય છે, તો શિયાળામાં બરફીલા ફૉરેસ્ટ્સ, ફ્રોઝન લેક્સ, ભવ્ય ફ્યોર્ડ્સ અને સફેદ માઉન્ટન્સ આખા પ્રદેશને જાદુઈ બનાવી દે છે. હજારો વર્ષોથી સામી સમુદાયો કુદરત સાથે તાલમેલમાં જીવે છે અને તેમની પરંપરાઓ આજે પણ જાળવી રાખે છે. તેમની જીવનશૈલી, સ્ટોરીટેલિંગ, મ્યુઝિક, હેન્ડિક્રાફ્ટ્સ અને કલ્ચર સફરને વધુ ઊંડાણ આપે છે. નૉર્થર્ન લાઇટ્સ આ સફરનું સૌથી મોટું આકર્ષણ છે, પણ ફ્યોર્ડ ક્રૂઝ, રેનડિયર સફારી, હસ્કી સ્લેડિંગ, ગ્લાસ ઇગ્લૂ, આઇસ હોટેલ્સ, સ્નો એડવેન્ચર્સ, ગ્લેશિયર્સ અને વૉટરફૉલ્સ જેવા અનુભવો પણ એટલાં જ યાદગાર છે. અને પછી આવે છે એ નિઃશબ્દ શાંતિ, જ્યાં બરફ નીચે બૂટનો ચરચરાટ પણ એક અનુભવ બની જાય છે અને અંધારું છવાતાં કુદરત પોતાનો ભવ્ય શો શરૂ કરે છે.નૉર્વેઃ ફ્યોર્ડ્સ ટ્રોર્મ્સો સામી કલ્ચર્ર રેનડિયર સ્લેડિંર્ગ આર્કટિક ક્રૂઝ સ્નો એડવેન્ચર્સ મિડનાઇટ સન
ફિનલેન્ડઃ આર્કટિક સર્કલ સાન્ટા ક્લૉઝ ગ્લાસ ઇગ્લૂઝ સાઉનાઝ સ્નો હોટેલ્સ રેનડિયર સફારી લૅપલૅન્ડ
આઇસલેન્ડઃ વૉલ્કેનો ગ્લેશિયર્સ બ્લૅક સેન્ડ બીચિસ જીઓથર્મલ સ્પ્રિંગ્સ વૉટરફૉલ્સ આઇસ કૅવ્ઝ ઑરોરા હન્ટિંગ
સ્વીડનઃ આઇસહોટેલ ઑરોરા સ્કાય સ્ટેશન અબિસ્કો ફ્રોઝન લેક્સ પીસફુલ વાઇલ્ડરનેસ સ્નો એડવેન્ચસ આર્કટિક નાઇટ્સ
રશિયાઃ મુર્માન્સ્ક આઇસબ્રેકર્સ હસ્કી સ્લેડિંગ આર્કટિક એક્સપિરિયન્સિસ સેન્ટ પીટર્સબર્ગ મોસ્કો ઑરોરા વૉચિંગ
કૅનેડા અને અલાસ્કાઃ વિશાળ ફૉરેસ્ટ્સ ફ્રોઝન રિવર્સ ડાર્ક સ્કાઇઝ પ્યોર વાઇલ્ડરનેસ રિમોટ ફ્રન્ટિયર્સ ગ્લેશિયર્સ આર્કટિક વાઇલ્ડલાઇફ
જે રાત્રે આકાશે ડાન્સ કરવાનું નક્કી કર્યું
મધરાત થવામાં થોડી જ વાર છે. તાપમાન ફ્રીઝિંગ પૉઇન્ટથી ઘણું નીચે જઈ ચૂક્યું છે. તમે આર્કટિકના એકદમ ખુલ્લા લેન્ડસ્કેપમાં ઊભા છો, એટલાં બધાં લેયર્સ પહેરીને કે જેટલાં તમે ક્યારેય પહેરશો એવું વિચાર્યું પણ નહીં હોય. આજુબાજુ બધું જ શાંત છે. ન ટ્રાફિક, ન શહેરની લાઇટ્સ, ન કોઈ અવાજ. બસ તારાઓથી ભરેલું આકાશ. નજીકમાં ક્યાંકથી કોઈ ધીમેથી કહે છે, લૂક અપ
પહેલા તો કંઈ જ દેખાતું નથી. પછી અચાનક, જાણે ક્યાંકથી એક ઝાંખી લીલી રિબન ક્ષિતિજ પર દેખાય છે. ધીમે ધીમે એ હલવા લાગે છે. એની સાથે બીજી રિબન જોડાય છે અને પછી બીજી. થોડી જ ક્ષણોમાં આખું આકાશ લીલા, વાયોલેટ અને પિંક રંગોની લહેરોથી જીવંત થઈ જાય છે, જે એક છેડેથી બીજા છેડા સુધી શાંતિથી વહેતી જાય છે. ન મ્યુઝિક. ન ફાયરવર્ક્સ. ન કોઈ સ્પેશિયલ ઇફેક્ટ્સ. બસ કુદરત, જે લાખો વર્ષોથી આર્કટિકના આકાશમાં પોતાનો એક માસ્ટરપીસ રજૂ કરી રહી છે. તમે તાળી નથી પાડતા. કંઈ બોલતા પણ નથી. બસ જોતા રહો છો.
કોઈ ફોટોગ્રાફ કે રીલ તમને આ અનુભવ માટે ખરેખર તૈયાર કરી શકે નહીં. કૅમેરા રંગોને કૅપ્ચર કરી શકે, પણ એ ક્ષણની ફીલિંગ ફક્ત તમારી પોતાની આંખો જ સાચવી શકે. કોઈ બે નૉર્ધર્ન લાઇટ્સ ડિસ્પ્લે ક્યારેય એકસરખા હોતા નથી. કેટલીક રાતે નાજુક રિબન્સ ધીમે ધીમે આકાશમાં તરતી હોય છે, તો કેટલીક રાતે રંગબેરંગી પડદા જેવી લાઇટ્સ એક ક્ષિતિજથી બીજી ક્ષિતિજ સુધી લહેરાતી હોય છે. દરેક શો અનોખો હોય છે, એટલે દરેક ટ્રાવેલરની યાદ પણ પોતાની જ હોય છે.
ફોટોગ્રાફ્સ શૅર થઈ જાય અને સૂટકેસ અનપૅક થઈ જાય, ઘણો સમય વીતી જાય પછી કદાચ તમને એ રાતનું તાપમાન કે સમય યાદ નહીં રહે. પણ આર્કટિકના આકાશે જે રાત્રે ડાન્સ કરવાનું નક્કી કર્યું હતું, એ રાત તમને હંમેશાં યાદ રહેશે.
તમારું આર્કટિક. તમારી રીતે.
તમને જે રીતે ટ્રાવેલ કરવું ગમે... તમારા માટે વીણા વર્લ્ડનો એક પરફેક્ટ આર્કટિક એક્સપિરિયન્સ તૈયાર છે.
દરેક ટ્રાવેલરની ટ્રાવેલ કરવાની પોતાની સ્ટાઇલ હોય છે, અને વીણા વર્લ્ડમાં દરેક ઑરોરા જર્ની પણ તમારી પસંદગી પ્રમાણે અલગ હોઈ શકે છે. તમને એસ્કોર્ટેડ ગ્રુપની સાથે મળતી કમ્ફર્ટ અને સાથ ગમે, કસ્ટમાઇઝ્ડ હોલિડેની ફ્રીડમ, વુમન્સ સ્પેશિયલ ટૂરની કંપની, સિનિયર્સ માટેની કમ્ફર્ટેબલ ઇટિનરરી કે પછી કૉર્પોરેટ ઇન્સેન્ટિવ એક્સપિરિયન્સની ગ્રાન્ડ સ્કેલ... તમારું આર્કટિક તમારી રાહ જોઈ રહ્યું છે. અને તમે દુનિયાના કોઈપણ ખૂણેથી ટ્રાવેલ કરતા હો, તમારા મનપસંદ ગેટવેથી અમારી ઑરોરા હોલિડેઝમાં જૉઇન કરી શકો છો.
ઑરોરા કલેક્શન એક્સપ્લોર કરો
એસ્કોર્ટેડ ગ્રુપ ટૂર્સ કસ્ટમાઇઝ્ડ હોલિડેઝ વુમન્સ સ્પેશિયલ ટૂર્સ સિનિયર્સ સ્પેશિયલ ટૂર્સ કૉર્પોરેટ અને ઇન્સેન્ટિવ ટૂર્સ
જ્યાં શિયાળો જ જીવનશૈલી બની જાય છે
આર્કટિક પૃથ્વી પરની બીજી કોઈ પણ જગ્યાથી સાવ અલગ છે. નૉર્વે, ફિનલેન્ડ, સ્વીડન, આઇસલેન્ડ, અલાસ્કા, કૅનેડા અને રશિયાના કેટલાક ઉત્તરીય વિસ્તારોમાં ફેલાયેલો આ પ્રદેશ આજે પણ અહીંના રોજિંદા જીવનને નૅચર જે રીતે આકાર આપે છે, એનો જીવંત અનુભવ કરાવે છે. અહીં શિયાળો માત્ર એક સીઝન નથી; એ અહીંના લેન્ડસ્કેપ, પરંપરાઓ, આર્કિટેક્ચર, ખાણીપીણી અને રોજિંદા જીવનની પોતાની જ રિધમ નક્કી કરે છે. ઉનાળાના એક સમયગાળામાં સૂરજ જાણે આથમવાનું જ ભૂલી જાય છે, જેને મિડનાઇટ સન કહે છે. પછી શિયાળો આવે છે, લાંબી રાતો છવાઈ જાય છે અને આખો પ્રદેશ બરફથી ઢંકાયેલા ફૉરેસ્ટ્સ, ફ્રોઝન લેક્સ, ભવ્ય ફ્યોર્ડ્સ અને સફેદ બરફની ચાદર ઓઢેલા માઉન્ટન્સમાં બદલાઈ જાય છે. આ અદ્ભુત નજારાઓ વચ્ચે સમય પણ જાણે થોડો ધીમો પડી જાય છે અને દરેક દિવસ પોતાની રીતે એક નવો આર્કટિક અનુભવ બની જાય છે.
હજારો વર્ષોથી સ્થાનિક સામી સમુદાયો કુદરત સાથે તાલમેલમાં જીવે છે. રેનડિયરનાં માઇગ્રેશનને અનુસરતાં તેઓ તેમની પરંપરાઓને આજે પણ જાળવી રાખે છે, જે આર્કટિકના અનુભવને વધુ ખાસ બનાવે છે. તેમનું મ્યુઝિક, હેન્ડિક્રાફ્ટ્સ અને સ્ટોરીટેલિંગ કુદરત પ્રત્યેના ઊંડા સન્માન અને અડગ હિંમતથી ઘડાયેલી સંસ્કૃતિની એક ઝલક આપે છે. આર્કટિક માત્ર બરફ અને સુંદર નજારાઓથી ઘણું વધારે છે. તમે આર્કટિક સર્કલ પર ઊભા રહી શકો, રોવાનીમીમાં સાન્ટા ક્લૉઝને મળી શકો, નૉર્વેના અદ્ભુત ફ્યોર્ડ્સમાં ક્રૂઝ કરી શકો, ગ્લાસ ઇગ્લૂમાં રાત વિતાવી શકો અને એવા લેન્ડસ્કેપ્સ શોધી શકો જ્યાં વૉલ્કેનો, ગ્લેશિયર્સ અને વૉટરફૉલ્સ એકસાથે જોવા મળે છે. ક્યાંક બરફીલા ફૉરેસ્ટ્સ વચ્ચે હસ્કી સ્લેડિંગનો રોમાંચ મળે, તો ક્યાંક ફ્રોઝન લેક્સની શાંતિમાં કુદરતને નજીકથી અનુભવવાનો મોકો મળે. અહીંની ફૂડ કલ્ચર પણ આ પ્રદેશની ઓળખ જેવી જ છે. ફ્રેશ સીફૂડ, આર્કટિક બેરીઝ, સ્મોક્ડ સૅલ્મન અને ઉત્તરીય હવામાનને અનુરૂપ વિકસેલી લોકલ ડિશિસ અહીંના નૅચર સાથે ગાઢ જોડાણ બતાવે છે. એટલે આર્કટિકને માત્ર જોવાનું નથી, અહીંની લાઇફસ્ટાઇલ, ફ્લેવર્સ અને પરંપરાઓને પણ અનુભવવાની છે.
પરંતુ કદાચ આર્કટિકની સૌથી મોટી લક્ઝરી એવી છે, જેને કૅમેરામાં કૅપ્ચર કરી શકાતી નથી અહીંની શાંતિ. કેટલીક ક્ષણો એવી હોય છે જ્યારે તમને ફક્ત તમારા બૂટ નીચે બરફ ચરચરાવાનો અવાજ સંભળાય છે. આસપાસ દૂર દૂર સુધી કોઈ અવાજ નહીં, કોઈ ગતિ નહીં, બસ સફેદ લેન્ડસ્કેપ અને ઉપર અનંત આકાશ. અને જ્યારે આખરે અંધારું છવાઈ જાય છે, ત્યારે કુદરત પોતાનો સૌથી ભવ્ય શો શરૂ કરવાની તૈયારી કરે છે. ઘણા લોકો પહેલી વાર આર્કટિકનું સપનું નૉર્થર્ન લાઇટ્સને કારણે જુએ છે, પરંતુ અહીં પહોંચ્યા પછી સમજાય છે કે આ અદ્ભુત પ્રદેશમાં એની બહાર પણ અનુભવવા માટે ઘણું બધું છે. અહીંની લાંબી રાતો, બરફીલા રસ્તાઓ, લોકલ સંસ્કૃતિ, અણસ્પર્શ્યા લેન્ડસ્કેપ્સ અને આકાશમાં ઝળહળતી નૉર્થર્ન લાઇટ્સ મળીને એવી સફર બનાવે છે, જે કદાચ હોલિડે પૂરી થયા પછી પણ લાંબા સમય સુધી દિલમાં જીવતી રહે છે.
તમને ખબર છે?
નૉર્થર્ન લાઇટ્સ વિશે જેટલું વધુ જાણશો, એને જોવાની ઇચ્છા એટલી જ વધતી જશે.
- ગુરુ, શનિ, યુરેનસ અને નેપ્ચ્યુન પર પણ ઑરોરા જોવા મળે છે, પરંતુ ગુરુ પરના ઑરોરા પૃથ્વી કરતાં સૈંકડો ગણા વધુ શક્તિશાળી હોય છે.
- ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન એવી ઊંચાઈએ પૃથ્વીની પરિક્રમા કરે છે જ્યાં અવકાશયાત્રીઓ ક્યારેક નૉર્થર્ન લાઇટ્સને ઉપર નહીં, પણ નીચે જોઈ શકે છે.
- લીલો ઑરોરાનો સૌથી સામાન્ય રંગ છે. પરંતુ સૂર્યના ચાર્જ્ડ પાર્ટિકલ્સ જ્યારે વાતાવરણમાં રહેલા અલગ-અલગ ગૅસ સાથે ઇન્ટરૅક્ટ કરે છે ત્યારે લાલ, વાયોલેટ અને બ્લૂ રંગો પણ જોવા મળે છે.
- વાઇકિંગ્સ માનતા કે આ લાઇટ્સ સ્વર્ગીય યોદ્ધાઓના કવચમાંથી પરાવર્તિત થતી રોશની છે. સામી લોકો તેને એક શક્તિશાળી આત્મા માનતા અને ખૂબ માન આપતા.
- લગભગ 3,000 વર્ષ જૂના પ્રાચીન ચાઇનીઝ લખાણોમાં રાત્રિના આકાશમાં દેખાતી રહસ્યમય પાંચ રંગોની લાઇટ્સનો ઉલ્લેખ મળે છે. ઑરોરા અંગેના આ સૌથી જૂના નોંધાયેલા ઉલ્લેખોમાંનો એક છે.
- ઑરોરા ઘણી વાર ફોન કે કૅમેરામાં વધુ બ્રાઇટ અને કલરફુલ દેખાય છે, કારણ કે કૅમેરાના સેન્સર્સ માનવ આંખ કરતાં લાઇટને અલગ રીતે કૅપ્ચર કરે છે.
નૉર્થર્ન લાઇટ્સ દેખાવા માટે માત્ર અંધારું પૂરતું નથી. સાફ આકાશ અને યોગ્ય સોલર એક્ટિવિટી જેવી કુદરતી પરિસ્થિતિઓ પણ જરૂરી છે. એટલે સાચી રાત અને સાચી જગ્યા મળે, ત્યારે આ અનુભવ ખરેખર અવિસ્મરણીય બની જાય છે.
મૈ હ ના !
તમારી ટ્રાવેલ મેમરીઝને ખાસ બનાવનાર સાથીદાર, વીણા વર્લ્ડ ટૂર મેનેજર
દરેક ડેસ્ટિનેશનમાં એક એવી પળ હોય છે, જેની ગેસ્ટ્સ આતુરતાથી રાહ જોતા હોય છે. આર્કટિકમાં એ પળ હોય છે, જ્યારે આખરે નૉર્થર્ન લાઇટ્સ આકાશમાં દેખાય છે. કુદરતનો આ અદ્ભુત લાઇટ શો ક્યારે શરૂ થશે એ કોઈ કહી શકતું નથી, એટલે તમે આવો એ પહેલાંથી જ અમે દરેક ડિટેલનું પ્લાનિંગ અને તૈયારી રાખીએ છીએ, જેથી આ નૅચરલ વન્ડર જોવાની તમારી તક શક્ય તેટલી બેસ્ટ હોય. યોગ્ય સમય, જગ્યા અને કમ્ફર્ટથી લઈને દરેક નાની બાબતનું ધ્યાન રાખીએ છીએ, જેથી આકાશ રંગોથી ઝળહળી ઊઠે ત્યારે તમે એ ક્ષણને પૂરેપૂરી રીતે માણી શકો.જ્યારે કોઈ ધીમેથી કહે, લૂક અપ ત્યારે હું આકાશ તરફ નહીં જોઉં. હું તમારી તરફ જોઈશ. તમારા ચહેરા પરનું સ્માઇલ, એ ક્ષણની શાંતિ અને આંખોમાં દેખાતું આશ્ચર્ય... તમને અહીં લાવવાનું અને આ પળ તમારી આંખો સામે જીવંત બનતી જોવાનું મને સૌથી વધુ ગમે છે, એનું આ જ કારણ છે. થોડી ક્ષણો માટે બધું થંભી જાય છે અને તમે બસ એ પ્રકાશને નિહાળતા રહી જાઓ છો. તમારા માટે એવી યાદગાર ક્ષણ સર્જવી, એ જ અમારી સૌથી મોટી ખુશી છે.
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.