India
Toll free
Our Toll Free Numbers:

1800 313 5555

Call us
You can also call us on:

+91 22 2101 7979

+91 22 2101 6969

Foreign Nationals
Foreign Nationals/NRIs travelling

Within India+91 915 200 4511

Outside India+91 887 997 2221

Business Hours

Business hours: 10AM - 7PM

Explore Veena World Travel Stories

  • Travel Inspiration
  • Destination Guides
  • Travel Tips

આકાશના સૌથી વિચિત્ર નિયમો

9 mins. read
Neil Patil
Neil Patil
9 Mins Read
September 11, 2026
September 11, 2026

Quick Summary

ઇન્સબ્રુકમાં કેપ્ટન-ઓનલીએ લેન્ડિંગ થાય છે, કારણ કે પર્વતો રેડિયો બીમ અવરોધે છે અને પાઇલટ બીકન તથા નિર્ણય પર નિર્ભર રહે છે.

ઇન્સબ્રુકમાં પવન અને ડાઉન ડ્રાફ્ટ્સને કારણે શિયાળામાં ફ્લાઇટ ડાઈવર્ઝન વધે છે, તેથી ખાસ તાલીમ જરૂરી બને છે.

લુકલા એરપોર્ટનો રનવે માત્ર 527 મીટર અને લગભગ 12% ઢાળવાળો છે, એટલે અંતિમ અભિગમ પછી ફરી પ્રયાસ શક્ય નથી.

લુકલામાં વાદળ છવાય ત્યારે ફ્લાઇટ અટકી જાય છે, અને માત્ર નાના પ્રમાણિત વિમાનો જ ત્યારે જ ઉડાણ ભરે છે જ્યારે પાઇલટને સ્પષ્ટ દેખાય.

2022 પછી રશિયન એરસ્પેસ બદલાતા હેલસિંકીથી ટાકિયો જેવી ફ્લાઇટ્સનો સમય લગભગ 9 કલાકથી વધીને 13 કલાક સુધી પહોંચી ગયો છે.

સિંગાપોરથી ન્યૂ યોર્કનો લાંબો નોનસ્ટોપ રૂટ ઇંધણ અને વજનની જરૂરિયાતને કારણે ઇકોનોમી ક્લાસ વગર ચાલે છે, એટલે સીટો ઓછી અને મોટી રાખવામાં આવે છે.

Published in Gujarat Samachar 13th September 2026

...બોર્ડ કરો, બેસો, ઉતરો - આ તો માત્ર ભ્રમ છે. એની પાછળ, પર્વતો, સરહદો, અને પૃથ્વીની વક્રતા એવા નિયમો લખે છે જે કલ્પના કરતાં પણ વિચિત્ર છે...

ગયા અઠવાડિયે આપણે તમે હોટેલમાં પહોંચ્યા પછી પોતાનો સામાન કાઢો તે પૂર્વે હોટેલનો રૂમ તે દેશ વિશે બધું કેવી રીતે કહી શકે છેતે વિશે વાત કરી. તો ચાલો, આજે વિમાનો અને તે કઈ રીતે, ક્યાં અને ઉતરાણ કરી શકે કેમ તે નક્કી કરતા વિચિત્ર નિયમો વિશે વાત કરીએ.

શા માટે તે બાબતે હું પ્રામાણિક રહીશ. હું ફ્લાઇટનો શોખીન છું અને જ્યારથી અમે  veenaworld.com પર ફ્લાઇટ બુકિંગ શરૂ કર્યું છે ત્યારથી તે આદત વધતી ગઈ છે. હું ઉડ્ડયનના વિચિત્ર ખૂણાઓ વિશે વિચારતો રહું છું. આ દરેક વાર્તાઓ એક જ પ્રશ્નનો જવાબ અલગ રીતેઆપે છેઃ પૃથ્વી પર એક બિંદુથી બીજા બિંદુ સુધી વિમાન કેવી રીતે પહોંચે છે તે શું નક્કી કરે છે? ચાલો, હું તમને આમાંથી થોડાં કારણો જણાવું છું.

કેપ્ટન-ઓન્લી લેન્ડિંગ

ઇન્સબ્રુક ઑસ્ટ્રિયન આલ્પ્સમાં એક ખીણમાં વસેલું છે, જે નવ હજાર ફૂટ ઊંચાં શિખરોમાં બંધ છે. પાઇલટનાં સાધનોને માર્ગદર્શન આપવા માટેઅહીં કોઈ રેડિયો બીમ નથી; પર્વતો તેને અવરોધે છે. તેથી પાઇલટ બીકન અને પોતાના નિર્ણયનો ઉપયોગ કરીને ઉતરાણ કરે છે. પવન પર આધાર રાખીને ફક્ત એક જ રસ્તો અંદર અને બહાર નીકળે છે અને અચાનક ડાઉન ડ્રાફ્ટ્સ ઇન્સબ્રુકને દર શિયાળામાં યુરોપમાં સૌથી વધુ ફ્લાઇટ ડાઈવર્ઝન પ્રમાણ આપે છે.

આ કારણે ફક્ત કેપ્ટન, ક્યારેય ફર્સ્ટ ઓફિસર નહીં, ઇન્સબ્રુકમાં ઉડાણ ભરી શકે છે અને ખાસ તાલીમ પછી જ ઇઝીજેટમાં, અહેવાલ મુજબ, ચાર ટકાથી આછા પાઇલટ્સ આ પાત્રતા ધરાવે છે.

વિડંબના એ છે કે જે પર્વતો આ ઉતરાણને મુશ્કેલ બનાવે છે તે જ તેને સુંદર બનાવે છે. પાઇલટ્સ આંખ દ્વારા ખીણને અનુસરે છે, કારણ કે અહીં સાધનો કામ કરતાં નથી. તે યુરોપના સૌથી મુશ્કેલ અભિગમમાંનો એક છે અને તેના સૌથી સુંદર ઉતરાણમાંનો એક છે, જેમાં બરફનાં શિખરો પાંખોને સ્પર્શ કરવા માટે પૂરતાં હોય નજીક છે. પાઇલટ માટે મુશ્કેલ. તમારા માટે અવિસ્મરણીય.

વિશ્વની છત પરનો રનવે

જો ઇન્સબ્રુક પાઇલટ વિશે ઘણું પૂછે છે તો નેપાળમાં લુકલા તેનાથી પણ વધુ પૂછે છે.

નેપાળના ખુમ્બુ ક્ષેત્રમાં તેનઝિંગ-હિલેરી એરપોર્ટ લગભગ સાડા નવ હજાર ફૂટ પર આવેલું છે, જે એવરેસ્ટ બેઝ કેમ્પ તરફ જતા ટ્રેકર્સ માટેમુખ્ય પ્રવેશદ્વાર છે. તેનો રનવે ફક્ત 527 મીટર છે, જે પ્રમાણભૂત કરતાં ઘણો નાનો છે અને લગભગ બાર ટકા ઉપર ઢાળ ધરાવે છે, જે ઉતરાણ પછી વિમાનને ધીમું કરવામાં અને ટેક-ઓફફ કરતી વખતે ગતિ મેળવવામાં મદદ કરે છે. એક છેડોપર્વતની દીવાલને મળે છે;બીજો છેડો એકદમ નીચે પડી જાય છે.

બીજા પ્રયાસ માટે કોઈ જગ્યા નથીઃ એક વાર પાઇલટ અંતિમ અભિગમ શરૂ કરે છે પછી તેઓ ઉપર ખેંચીને ફરી પ્રયાસ કરી શકતા નથી. ફક્ત નાના, ખાસ પ્રમાણિત વિમાનો, મોટા ભાગે ટિવન ઓટર્સ આ રૂટ પર ઉડાણ ભરે છે અને જ્યારે પાઇલટ્સ સ્પષ્ટ જોઈ શકે છે ત્યારે જ. વાદળ છવાઈ જાય છે તે ક્ષણે દરેક ફ્લાઇટ અટકી જાય છે. તેમ છતાં પીક સીઝનમાં દરરોજ લગભગ પચાસ ફ્લાઇટ્સ અહીં ઊતરે છે, કારણ કે મોટા ભાગના ટ્રેકર્સ માટે બેઝ કેમ્પ સુધી બે અઠવાડિયાં ચાલવાનો આ એકમાત્ર વિકલ્પ છે.

રાતભરમાં ચાર કલાક લાંબી ફ્લાઇટ

2022થી એક ફ્લાઇટ રૂટ શાંતિથી ઘણો લાંબો થઈ ગયો છે અને મોટા ભાગના મુસાફરોને ખબર નથી કે શા માટે. હેલસિંકીથી ટાકિયો વિમાન લગભગ સાડા નવ કલાક લેતાં હતાં, લગભગ સીધાં રશિયામાં ઉડાણ ભરતાં હતાં. રશિયાએ પશ્ચિમી એરલાઇન્સ માટે તેની એરસ્પેસ બંધ કર્યા પછી અને પશ્ચિમે રશિયન એરલાઇન્સ માટે પણ એવું જ કર્યું, જેથી હવે ફ્લાઇટ લગભગ તેર કલાક લેતાં સ્કેન્ડિનેવિયા, આર્કટિક અને અલાસ્કાઉપર ઉત્તર તરફ વળે છે.

આ હવામાન કે ટેકનોલોજીનો મુદ્દો નથી. તે આકાશમાં એક સરહદ છે જે થોડાં વર્ષો પહેલાં અસ્તિત્વમાં નહોતી અને તે હવે દરેક ફ્લાઇટમાં કલાકો ઉમેરે છે, અનિશ્ચિત સમય માટે. 2022 પહેલાં દર વર્ષે 360,000થી વધુ ફ્લાઇટ્સ રશિયન એરસ્પેસ પાર કરતી હતી; હવે લગભગ કોઈ નથી.

ઇકોનોમી ક્લાસ વિનાની ફ્લાઇટ

સિંગાપોર એરલાઇન્સ વિશ્વના સૌથી લાંબા નોનસ્ટોપ શેડ્યૂલ રૂટ, સિંગાપોરથી ન્યૂ યોર્ક સુધી, લગભગ ઓગણીસ કલાક, પંદર હજાર કિલોમીટરથી વધુ ઉડાણ ભરે છે. તેની પર કોઈ ઇકોનોમી ક્લાસ નથી, ફક્ત બિઝનેસ ક્લાસ અને પ્રીમિયમ ઇકોનોમી છે.

કારણ ઇંધણ છે. સ્ટોપ વિના અંતર કાપવા માટે તેને ઈંધણની મોટી માત્રાની જરૂર પડે છે અને દરેક વધારાના કિલોગ્રામ વજન વિમાનને સતત ઓગણીસ કલાક સુધી વહન કરવું પડે છે. તેથી એરલાઇન્સે તુક્કો લડાવ્યોઃ ઘણી નાની સીટોને બદલે ઓછી, મોટી સીટો, રેન્જ મેળવવા માટે વજન બચાવવું. ફ્લાઇટ એટલી લાંબી છે કે એરલાઇનને સસ્તી સીટ પરવડી શકે તેમ નથી, જે મોટા ભાગના રૂટને સસ્તા બનાવે છે.

એક વાર વિમાનમાં ચઢ્યા પછી તે પરિવહન જેવું ઓછું અને રોકાણ જેવું વધુ લાગે છેઃ ત્રણ સંપૂર્ણ ભોજન સેવાઓ, કેબિન લાઇટિંગજે ધીમે ધીમે તમારા શરીરની ઘડિયાળને સમાયોજિત કરે છે અને આરામના વિસ્તારોમાં ફરતી પાળીમાં કામ કરતા ક્રૂ. સાંજે સિંગાપોર છોડોઅને આંતરરાષ્ટ્રીય તારીખ રેખાને કારણે તમે જે કેલેન્ડર દિવસે ગયા હતા તે જ દિવસે તમે ન્યૂ યોર્કમાં ઉતરાણ કરો છો.

એપ પર તમારો ફ્લાઇટ પાથ કેમ ખોટો દેખાય છે

આગલી વખતે જ્યારે તમે ફ્લાઇટ ટ્રેકર તપાસશો ત્યારે દિલ્હીથી ન્યૂ યોર્ક અથવા લંડનથી લોસ એન્જલસનો રૂટ જુઓ. તે સીધો નકશા પર ચાલતો નથી; તે આર્કટિક બાજુ ઉપર તરફ જાય છે. તે ભૂલ નથી અને તે લાંબો નથી. તે ખરેખર સૌથી ટૂંકો રસ્તો છે.

એક સપાટ નકશો તમારી સામે છે. પૃથ્વી એક ગોળો છે અને તમે તેને વિકૃત કર્યા વિના કાગળ પર સપાટ કરી શકતા નથી. આથી તમારા સ્ક્રીન પરની સીધી રેખા લગભગ ક્યારેય ટૂંકો વાસ્તવિક રસ્તો નથી. પાઇલટ્સ એક મોટા વર્તુળ માર્ગ તરીકે ઓળખાતી ઉડાણ ભરે છેઃ બે શહેરો વચ્ચેના ગ્લોબ પર એક દોરી ખેંચીને તેને કડક રીતે ખેંચે છે અને તે વક્ર રેખા ખરેખર ગોળા પર સીધી છે. આ હકીકત જ એરલાઇન્સને દરેક લાંબા અંતરની ફ્લાઇટમાં હજારો કિલોગ્રામ ઇંધણ બચાવે છે.

થીજી ગયેલા સમુદ્રમાંથી બનેલો રનવે

એન્ટાર્કટિકામાં મેકમુર્ડો સ્ટેશન ખંડમાં સૌથી વ્યસ્ત ઉડ્ડયન કેન્દ્ર છે અને મોટા ભાગની સીઝન માટે તેનો રનવે થીજી ગયેલો સમુદ્ર છેઃ સંકુચિત, માવજત કરેલો દરિયાઈ બરફ, સામાન્ય વ્હીલ્સ પર ઈ-17 ગ્લોબમાસ્ટરને પકડી શકે તેટલો મજબૂત. કોઈ ડામર નથી, કોઈ કોંક્રીટ નથી, ફક્ત બરફ જે અટલો ઘટ્ટ હોય છે કે તિરાડ નહીં પડી શકે.

બરફ પર સતત નજર રાખવી જોઈએઃ જો તે પાતળો થાય છે અથવા મોસમ ગરમ થાય છે તો રનવે અસ્તિત્વમાં રહેતો નથી. અહીં કેટલાંક વિમાનો વ્હીલ્સનો ઉપયોગ પણ કરતાં નથીઃ કઈ-130 હર્ક્યુલસ રિટ્રેક્ટેબલ સ્કી પર ઊડે છે, જેને "સ્કીબર્ડ ઉપનામ આપવામાં આવ્યું છે. મેકમુર્ડો ખાતે કોઈ કાયમી એરપોર્ટ નથી; તે દર વર્ષે જ્યાં પણ બરફ રહે છે ત્યાં ફરીથી બનાવવામાં આવે છે. તે પૃથ્વી પર એકમાત્ર એવી જગ્યા હોઈ શકે છે જ્યાં સલામત ઉતરાણ તે વર્ષે ગ્રહ કેટલો ઠંડો રહ્યો છે તેની પર આધાર રાખે છે.

કોઈ ગંતવ્ય સ્થાન વિનાની ફ્લાઇટ

અને અંતે આમાંથી મારી પ્રિય, એક ફ્લાઇટ જે ઉડાણ ભરે છે, લગભગ બાર કલાક ઊડે છે અને તે જ એરપોર્ટ પર પાછી ઊતરે છેજ્યાંથી તે નીકળી હતી.

ક્વાન્ટાસ આ ફ્લાઇટ બ્રિસ્બેન, મેલબર્ન, પર્થ અને સિડનીથી ચલાવે છે, સીધા એન્ટાર્કટિકા તરફ અને વાપસી, બરફ પર ઉતરાણ કર્યા વિના. મુસાફરોને એક ફ્લાઇટ માટે બે બોર્ડિંગ પાસ મળે છે, કારણ કે અડધે રસ્તે, દરેક વ્યક્તિ સીટ બદલી નાખે છે, જેથી બંને બાજુ બારી પાસે વળાંક આવે. એન્ટાર્કટિકા ઉપર સીધા ઊડવામાં લગભગ ચાર કલાક વિતાવે છે. એક એવો લેન્ડસ્કેપ જે લગભગ કોઈને રૂબરૂમાં ક્યારેય દેખાતો નથી.

1979માં એર ન્યૂઝીલેન્ડની સાઇટસીઇંગ ફ્લાઇટ માઉન્ટ એરેબસ સાથે ક્રેશ થયા પછી આ ફ્લાઇટ્સ એક દાયકાથી વધુ સમય સુધી બંધ રહી.

ક્વાન્ટાસે 1994 સુધી તેમને ફરીથી શરૂ નહીં કરી, જેમાં સલામતીના અને સેટેલાઇટ નેવિગેશનના નિયમો બહુ કડક હતા. આજે તે ક્યાંય પણ સૌથી અસાધારણ દિવસની યાત્રાઓમાંની એક છેઃ તમે પૃથ્વીના તળિયે ઉડાણ ભરો છો અને તમે રાત્રિભોજન માટે સમયસર ઘરે પહોંચો છો.

સર્વ સાતને શું જોડે છે

આ દરેક વાર્તા ખરેખર એ જ શાંત તણાવ વિશે છે. ફ્લાઇટ બહારથી મુસાફરીમાં સૌથી સરળ બાબત જેવી લાગે છેઃ તમે ચઢો છો, તમે બેસો છો, તમે ઊતરો છો, પરંતુ લગભગ દરેક અસામાન્ય રૂટ અથવા રનવે પાછળ બાકીની દરેક બાબત નક્કી કરવામાં એક મુશ્કેલ મર્યાદા હોય છેઃ પર્વત, સરહદ, પૃથ્વીનો વળાંક, એક સમુદ્ર. ઇન્સબ્રુક અને લુકલા પાઇલટની કુશળતા દ્વારા તેને ઉકેલે છે. સિંગાપોર એરલાઇન્સ તેને કેબિન દ્વારા ઉકેલે છે. હેલસિંકી-ટોકિયો અંતર દ્વારા તેને ઉકેલે છે. મેકમુર્ડો કુદરત દ્વારા તેને ઉકેલે છે. ક્વાન્ટાસ એક સંપૂર્ણપણે અલગ સમસ્યાને ઉકેલે છેઃ ઉતરાણ વિના જોવું. આપણે ફ્લાઇટને મુસાફરીનો સૌથી કંટાળાજનક ભાગ માનીએ છીએ. આ સાત વાર્તાઓ કંઈક અલગ જ કહે છે. આવતા અઠવાડિયે મળીશું...

Post your Comment

Please let us know your thoughts on this story by leaving a comment.

Get in touch with us

Share your details for a call back and subscribe to our newsletter for travel inspiration.

+91

Listen to our Travel Stories

You May also like

View all
દુનિયાના સૌથી મહાન લાઇટ શોમાં તમારો સ્ટેજ કયો? નૉર્થર્ન લાઇટ્સ
9 mins, read

દુનિયાના સૌથી મહાન લાઇટ શોમાં તમારો સ્ટેજ કયો? નૉર્થર્ન લાઇટ્સ

Published in Mumbai Samachar 6th September 2026 ઑરોરાનું બીજું ઍડ્રેસ  નૉર્થર્ન લાઇટ્સ જોવા નીકળનારા મોટા ભાગના લોકોના મનમાં સૌથી પહેલાં ફિનલેન્ડ આવે છે ગ્લાસ ઇગ્લૂઝ, લક્ઝરી વિન્ટર લૉજિસ અને પોસ્ટકા

એક હોટેલ રૂમમાં આખો દેશ!
9 mins, read

એક હોટેલ રૂમમાં આખો દેશ!

Published in Gujarat Samachar 6th September 2026 ...હોટેલનો રૂમ એ દેશ સાથેની પહેલી પ્રામાણિક વાતચીત છે, કાર્યક્ષમતા માટે ડિઝાઈન કરાયેલું એરપોર્ટ નહીં, પરિવહન માટે રચાયેલી ટેક્સી નહીં. જ્યાં કોઈ  દે

વીણા વર્લ્ડ વુમન્સ સ્પેશિયલ - આય એમ અનસ્ટોપેબલ! - હું. માય વર્લ્ડ. માય ટ્રાવેલ.
9 mins, read

વીણા વર્લ્ડ વુમન્સ સ્પેશિયલ - આય એમ અનસ્ટોપેબલ! - હું. માય વર્લ્ડ. માય ટ્રાવેલ.

Published in Mumbai Samachar 30th August 2026 હવે એની સામે આખી દુનિયા ખુલ્લી છે! થોડાં વર્ષો પહેલાં અમારી ટીમને એક સવાલ વારંવાર સાંભળવા મળતોઃ મારી સાથે ટ્રાવેલ કરવા કોઈ નથી, તો હું કેવી રીતે જાઉં

Veena World tour reviews

What are you waiting for? Chalo Bag Bharo Nikal Pado!