We're open, now in Nagpur, HSR Layout (Bengaluru) & Salt Lake (Kolkata). Locate Us
We're open, now in Nagpur, HSR Layout (Bengaluru) & Salt Lake (Kolkata). Locate Us
USA

Explore Veena World Travel Stories

  • Travel Inspiration
  • Destination Guides
  • Travel Tips

ધ ઇન્ટેલિજન્ટ સિટી

9 mins. read
Neil Patil
Neil Patil
9 Mins Read
July 29, 2026
July 29, 2026

Quick Summary

ટોકિયો મેટ્રો સિસ્ટમ રંગ, અક્ષર અને સ્ટેશન નંબરથી મુસાફરીને સરળ બનાવે છે જેથી તમને જાપાનીઝ વાંચવાની જરૂર ન પડે.

ટોકિયોમાં વિલંબ સેકન્ડમાં માપાય છે અને ટ્રેન રદ થાય તો ઔપચારિક માફી માગવામાં આવે છે, એટલે સિસ્ટમ વિશ્વસનીય રહે છે.

ટોકિયોનું ડિઝાઇન પહેલી વારના મુલાકાતીઓ માટે સહાનુભૂતિથી બનાવાયું છે, જેથી અજાણ્યા લોકો પણ સહજ રીતે દિશા સમજી શકે.

બાર્સેલોનામાં 1859થી ઇલ્ડેફોન્સ સેર્ડાની ગ્રિડ ડિઝાઇન શહેરને દૃશ્યરૂપે અનોખું બનાવે છે અને હવાની અવરજવર માટે ખુલ્લી જગ્યાઓ આપે છે.

બાર્સેલોનામાં સેર્ડાના વિચારો ગૌડીના કામમાં દેખાય છે, જેમાં સાગ્રાડા ફેમિલિયા અને પેસેગ દિ ગે્રસિયા જેવી રચનાઓ તેમની ગ્રિડની અંદર વિકસે છે.

મહાન શહેરોની સાચી ઓળખ તેમની અદ્રશ્ય સિસ્ટમોમાં છે, તેથી તેમને સમજવા માટે તમારી અંદર ઉત્સુકતા રાખો.

Published in Gujarat Samachar. Date 28th June, 2026

..ઘણા સમય પહેલાં કોઈએ બેસીને એક અજાણી વ્યક્તિની સવાર વિશેકાળજીપૂર્વક વિચાર્યું. આ એન્જિનિયરિંગ નથી. આ સહાનુભૂતિ છે....

હું ગયા અઠવાડિયે રેબિટ હોલમાં પડ્યો હતો તે વિશે આજે વાત કરવા માગું છું. તે બહુ નિર્દોષતાથી શરૂ થયું. હું આઠ વખત ટોકિયો જઈ આવ્યો છું. આઠ વખત. અને છતાં શાંત વીકડેની સાંજે મેં મારી જાતને ટોકિયોમેટ્રો સિસ્ટમની સમજણ આપતો એક ઢજ્ઞીઝીબય વિડિયો જોવા લાગ્યો, એક નકશો જે દાયકાઓથી મુસાફરોને મૂંઝવણમાં મૂકે છે,ડરાવે છે અને પરાજિત કરે છે. હું કોઈ સફરનું નિયોજન કરી રહ્યો ન હતો. હું ફક્ત ઉત્સુક હતો.

નકશો ગૂંચભર્યો નથી. તે વાસ્તવમાં અત્યાર સુધી નિર્મિત સૌથી તાર્કિક પરિવહન પ્રણાલીમાંની એક છે. દરેક લાઇનમાં એક રંગ અને એક અક્ષર હોય છે અને તે લાઇન પરના દરેક સ્ટેશનમાં એક નંબર હોય છે. તેથી જો તમે ગિન્ઝા લાઇન, નારંગી, અક્ષર ૠ પર ચાલો છો અને તમને ૠ-07નીજરૂર હોય તો તમે ફક્ત સંખ્યાઓનું કાઉન્ટ ડાઉન જુઓ. તમારે જાપાનીઝ વાંચવાની કે સ્ટેશનનાં નામ યાદ રાખવાની જરૂર નથી.14 મિલિયન લોકોના શહેરમાં એકસાથે દરેક દિશામાં આગળ વધતાં, કોઈકે અજાણ્યા લોકો માટે તેને સરળ બનાવ્યું છે.

તે વિચારમાં એક પિન મૂકો. કારણ કે જ્યારે આપણે મુસાફરી કરીએ છીએ ત્યારે આપણે બધા તે શહેરથી અજાણ્યા હોઈએ છીએઅને જ્યારે કોઈએ તે શહેરને આપણા માટે થોડું વધુ ઈન્ટેલિજન્ટ બનાવવાનો પ્રયાસ કર્યો છે તો તેનો કોઈક અર્થ ચોક્કસ થાય છે.

તો આજે મેં જે શહેરોની મુલાકાત લીધી છે તેના વિશે વિચારવાનું નક્કી કર્યું છેઃ ટોકિયો, બાર્સેલોના, ન્યૂ યોર્ક, મેલબર્ન, રોમ. મને તેમના વિશેજે વાત ગમે છે તે તેનાં સીમાચિહનો નથી, પરંતુ તે દરેકની પાછળ રહેલું ઈન્ટેલિજન્સ ગમે છે. શાંત, ઘણી વાર અદ્રશ્ય વિચારસરણીજે તેમને કામ કરાવે છે. દરેક મહાન શહેરમાં એક સિસ્ટમ હોય છે અને લગભગ કોઈ સ્પષ્ટ હોતી નથી. તે જોવા માટે તમારી અંદરપૂરતી ઉત્સુકતા હોવી જોઈએ. તો ચાલો, તે શહેરથી શરૂઆત કરીએ જ્યાંથી આ રેબિટ હોલની શરૂઆત થઈ.

ટોકિયો - લોજિકલ ઇન્ટેલિજન્સઃ ટોકિયો વિશ્વનાં સૌથી આધુનિક શહેરમાંનું એક છે અને તે દુર્લભ સ્થળમાંનું એક છે જ્યાં સિસ્ટમ સહજ કામ કરે છે.સમગ્ર મેટ્રો નેટવર્કમાં સરેરાશ વિલંબ મિનિટોમાં નહીં પણ સેક્નડમાં માપવામાં આવે છે. જો કોઈ ટ્રેન રદ થાય તો રેલવે ઔપચારિક માફી માગે છે.તે ધોરણ છે જે તેઓ પોતે જાળવે છે.

હવે રસપ્રદ વાત આ રહીઃ આ સિસ્ટમ સ્થાનિક લોકો માટે બનાવવામાં આવી ન હતી, જેઓ પહેલાથી જ રસ્તાઓ જાણે છે. તે અજાણ્યા લોકો માટે બનાવવામાં આવી હતી, જેઓ પહેલી વારના મુલાકાતી છે અને સાઇનબોર્ડ વાંચી શકતા નથી. કોઈએ તે વ્યક્તિ વિશે ખાસ વિચાર્યુંઅને તેમની આસપાસ એક સિસ્ટમ બનાવી. તે ફક્ત સારી ડિઝાઇન નથી. તે સહાનુભૂતિ છે, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા વ્યક્ત થાય છે.

આઠ વિઝિય પછી ટોકિયો હજુ પણ મને આશ્ચર્યચકિત કરે છે, પરંતુ હવે તે સંખ્યાઓનું નિશાન જોઉં છું ત્યારે મને જોવા મળે છેકે એક શહેરો લાંબા સમય પૂર્વે નક્કી કર્યું હતું કે અજાણ્યાઓની સવાર સ્થાનિકો જેટલી જ સહજ હોવી જોઈએ.

બાર્સેલોના - વિઝ્યુઅલ ઇન્ટેલિજન્સઃ ગયા વર્ષે હું મારી પત્ની હેતા અને અમારી પુત્રી રાયા સાથે બાર્સેલોના ગયાં હતાં. એક એવા શહેરમાં જ્યાં મેં ક્યારેય વાસ્તવિક સમયવિતાવ્યો ન હતો. મને લગભગ હંમેશાં ખબર હતી કે હું ક્યાં છું. તે કોઈ આકસ્મિક નથી. તે 1859થી એક માણસના ધ્યેયનું પરિણામ છેકે શહેર આજે પણ ભીતરથી જીવે છે.

તેમનું નામ ઇલ્ડેફોન્સ સેર્ડા હતું, જે શહેરી નિયોજનકારને બાર્સેલોનાએ તેની મધ્યયુગીન દીવાલોને પાછળ છોડી દીધી ત્યારે "એક્સપાન્શનનામે એક્ઝેમ્પલ ડિઝાઇન કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. તેમણે એક ઉત્તમ ગ્રિડ દોરી, પરંતુ દરેક બ્લોકના ખૂણાઓને 45 ડિગ્રી પર કાપ્યા, સુશોભન માટે નહીં, પરંતુ કૅરેજ આસાનીથી વળાંક લઈ શકે તે માટે અને દરેક આંતરછેદ પર નાની ખુલ્લી જગ્યાઓ બનાવવા માટે,જેથી હવાઉજાશની અવરજવર રહે. તેને સેંકડો બ્લોકમાં ગુણાકાર કરો અને તમને એક એવું શહેર મળશે જે શેરી સ્તરે ખુલ્લું લાગે છે.ઉપરથી બાર્સેલોના જુઓ અને તમને તે વિશિષ્ટ અષ્ટકોણીય ગ્રિડ તરત જ દેખાશે; બીજું કોઈ મોટું શહેર તેના જેવું દેખાતું નથી.

મને સૌથી નોંધપાત્ર બાબત એ લાગે છે કે સેર્ડાએ મૂળ રીતે દરેક બ્લોકના આંતરિક ભાગને બગીચા તરીકે ડિઝાઇન કર્યા હતા,જેથી કોઈ પણ સ્થાનિક હરિત જગ્યાથી ખૂબ દૂર નહીં રહે. શહેરે આખરે તેમને પાછળ છોડી દીધા, પરંતુ તેમના વિચારોનાં હાડકાં યથાવત છે.

તે નાજુક, હજુ પણ અધૂરું સાગ્રાડા ફેમિલિયા અને પેસેગ ડી ગે્રસિયા પર લહેરાતી, મોઝેકથી ઢંકાયેલી ઇમારતો, એન્ટોની ગૌડીનું કાર્ય છે,જે સંપૂર્ણપણે સેર્ડાની ગ્રિડની અંદર બનાવવામાં આવ્યું હતું. સેર્ડાએ બનાવેલા ક્રમે ગૌડીને સુંદર રીતે અસ્તવ્યસ્ત રહેવા માટે કેન્વાસ આપ્યો.

ન્યૂ યોર્ક - ગ્રિડ ઇન્ટેલિજન્સઃ મેનહેટન અદભુત, ઘોંઘાટિયું, ગીચ, ઊભું, અવિરત હોવું જોઈએ. છતાં મોટા ભાગના પહેલી વાર આવનારા મુલાકાતીઓ ઝડપથી તેમનાં પગથિયાં શોધી કાઢતા હતા, કારણ કે 1811માં ત્રણ સિટી કમિશનરોએ મેનહેટન પર એક ગ્રિડ દોરી હતી, જેમાંથી મોટા ભાગની હજુ સુધી શહેર તરીકે અસ્તિત્વમાં નહોતીઃ નોર્થ-સાઉથ તરફ જતા બાર રસ્તાઓ, ઈસ્ટ- વેસ્ટ તરફ જતા એકસો પંચાવન શેરીઓ, સંખ્યા અનુમાનિત રીતેવધી રહી હતી.

જોકે એકલી ગ્રિડ જ ન્યૂ યોર્કને રસપ્રદ બનાવતી નથી. તે તેનો અપવાદ છેઃ ટાપુને કાપતો વિકર્ણ સ્લેશ બ્રોડવે ગ્રિડને સંપૂર્ણપણે અગાઉના વખતમાં લઈ જાય છે, એક જૂના લેનાપ ટ્રેઇલને અનુસરે છે જ્યાં સ્વદેશી લોકો કોઈ પણ શહેર અસ્તિત્વમાં આવવા પહેલાં ચાલતા હતા.કમિશનરો તેને ભૂંસી શક્યા નહીં, તેથી તેઓએ તેને રાખ્યું. અને જ્યાં પણ બ્રોડવે ગ્રિડને પાર કરે છે ત્યાં કંઈક નોંધપાત્ર બને છેઃટાઇમ્સ સ્ક્વેર, ફ્લેટિરન બિલ્ડિંગ, કોલંબસ સર્કલ. શહેરના સૌથી પ્રતિષ્ઠિત આંતરછેદો અસ્તિત્વમાં છે,કારણ કે એક પ્રાચીન માર્ગે આધુનિક યોજનાનું પાલન કરવાનો ઇનકાર કર્યો હતો. નિયમે વ્યવસ્થા બનાવી. અપવાદે પાત્ર બનાવ્યું. ન્યૂ યોર્ક બંનેની પ્રોડક્ટ છે.

મેલબર્ન - હ્યુમન ઈન્ટેલિજન્સ

મેં મારા જીવનનાં ચાર વર્ષ મેલબર્નમાં વિતાવ્યાં અને જ્યારે પણ હું પાછો જાઉં છું ત્યારે મને વીસ મિનિટમાં એ જ અનુભૂતિ થાય છેઃઆ સ્થળ લોકો માટે નિયોજન કરવામાં આવ્યું હતું. ટ્રામ નેટવર્ક શહેરને ગ્રિડની જેમ આવરી લે છે, સેંટ્રલ ઝોનમાં મુક્ત,અન્ય સર્વત્ર વિશ્વસનીય. સાંકડા અને સરળતાથી ચૂકી શકાય તેવા રસ્તાઓ, કોફી શોપ અને સ્ટ્રીટ આર્ટથી ભરચક છે,જેનેે તમને પગપાળા જાઓ અને જિજ્ઞાસુ હોય તો જ માણી શકશો.

મેલબર્નનો જવાબ તેની શેરીઓમાં છેઃ 20-મિનિટની નેબરહૂડ ફિલોસોફી, એક એવો વિચાર કે રોજિંદા જીવન માટે તમને જે જોઈએ છે તે બધું 20-મિનિટ ચાલીને જવા પર અથવાબાઇક રાઇડમાં મળી જવું જોઈએ. ઉદ્યાનો, શાળાઓ, કેફે, બજારો, જાહેર પરિવહન બધું ઇરાદાપૂર્વક એકસાથે વણાયેલું છે. આ એક એવું શહેર છેજે ખરેખર તેના રહેવાસીઓને પસંદ કરે છે અને જ્યારે તમે તેનો અનુભવ કરો છો ત્યારે તે દુર્લભ છે.

રોમ - ટેમ્પોરલ ઇન્ટેલિજન્સઃ મોટા ભાગનાં શહેરો ખાલી જમીન પર બંધાય છે. રોમ પોતાની ઉપર જ નિર્માણ થયેલું છે. તેમાંથી પસાર થાઓ અને તમે ભાગ્યેજ ફક્ત એક જ શહેર પરથી ચાલતા હશો. શેરીની નીચે એક મધ્યયુગીન શહેર છે, તેની નીચે એક રોમન રિપબ્લિક છે,જેની નીચે જુલિયસ સીઝર જીવતો હતો ત્યારની પ્રાચીન સંસ્કૃતિના નિશાન છે. રોમ લગભગ ત્રણ હજાર વર્ષથી વસેલું છેઅને તેમાંથી લગભગ કશું જ ભૂંસી નાખવામાં આવ્યું નથી. ફક્ત સ્તર પર સ્તર બાંધવામાં આવ્યું છે.

પેન્થિયોન તેનું સ્પષ્ટ ઉદાહરણ છે. તે લગભગ બે હજાર વર્ષોથી મોટા ભાગે અકબંધ ઊભું છે. પહેલા એક રોમન મંદિર,તે પછી એક ખ્રિસ્તી ચર્ચ અને આજે પૃથ્વી પર સૌથી વધુ મુલાકાત લેવાતી ઇમારતમાંની એક છે. હજુ પણ કાર્યરત છે,હજુ પણ તેના મૂળ અપ્રબળ કોંક્રીટના ગુંબજ છે જેનું ગૂઢ કોઈને સંપૂર્ણપણે સમજાવાયું નથી.

કોઈ પણ દિશામાં દસ મિનિટ ચાલો અને તમને એક પિયાઝા મળશે અને દરેક પિયાઝાનું ત્યાં અસ્તિત્વ ધરાવવાનું એક કારણ છેઃઓલ્ડ માર્કેટ, મૂર્તિપૂજક સ્થળ પર બનેલું ચર્ચ, એક ફુવારો જ્યાં એક પ્રાચીન જળ નળી એક સમયે સમાપ્ત થઈ હતી તેનું નિશાન છે.શહેર સપાટી પર અસ્તવ્યસ્ત દેખાય છે, પરંતુ નીચે દરેક ખૂણામાં મોટા ભાગના દેશો કરતાં જૂની વાર્તા દટાયેલી છે.રોમ મુસાફરને પુરસ્કાર આપે છે જે ધીમો પડી જાય છે અને પૂછે છે કે કશું જ્યાં છે ત્યાં કેમ છે.

વળાંકઃ આપણને શહેરો જોવા માટે તાલીમ અપાઈ છેઃ સીમાચિહનો, સ્મારકો, બકેટ-લિસ્ટ સ્કવેર્સ અને પ્રખ્યાત શેરીઓ. આપણે ચેકલિસ્ટ સાથેઆવીએ છીએ અને તેમાંથી મોટા ભાગના ફોટોગ્રાફ કર્યા પછી નીકળીએ છીએ અને તેમાં કશું ખોટું નથી, પરંતુ મુસાફરી કરવાનો બીજો રસ્તો છેઅને તે એક અલગ પ્રશ્નથી શરૂ થાય છે. નહીંઃ મારે આ શહેરમાં શું જોવું જોઈએ? પરંતુઃ આ શહેર કેવી રીતે વિચારે છે?જ્યારે તે બનાવવામાં આવ્યું ત્યારે તે કઈ સમસ્યા હલ કરી રહ્યું હતું? તેના ડિઝાઇનરો કોને ધ્યાનમાં રાખતા હતા?

તે મને ત્યાં પાછા લાવે છે જ્યાંથી આ શરૂ થયું હતુંઃ એક શાંત વીકડેની સાંજ, એક ઢજ્ઞીઝીબય વિડિઓ, એક ટ્રેનનો નકશોજે અશક્ય લાગતો હતો અને અનુભૂતિ કે ટોકિયોમાં ક્યાંક, ઘણા સમય પહેલાં કોઈએ બેસીને એક અજાણી વ્યક્તિની સવાર વિશેકાળજીપૂર્વક વિચાર્યું. આ એન્જિનિયરિંગ નથી. આ સહાનુભૂતિ છે.

તો આગામી વખતે જ્યારે તમે કોઈ નવી જગ્યાએ પહોંચો ત્યારે નકશો ખોલીને પહેલા સીમાચિહન તરફ જાઓ તે પહેલાં થોભો.તમે જે શેરીમાં ઊભા છો તે જુઓ. પૂછો કે તે ત્યાં કેમ છે. શહેર તમારી સાથે એવી ભાષામાં વાત કરવાનું શરૂ કરશે જેનો શબ્દો સાથેકોઈ સંબંધ નથી. મને લાગે છે કે તે સમયે મુસાફરી ખરેખર રસપ્રદ બની જાય છે. આવતા અઠવાડિયે મળીશું...

Post your Comment

Please let us know your thoughts on this story by leaving a comment.

Get in touch with us

Share your details for a call back and subscribe to our newsletter for travel inspiration.

+91

Listen to our Travel Stories

You May also like

View all
જ્યાં ભગવાનરજા ગાળવા આવે!  ગોડ્સ ઓન કન્ટ્રી  કેરળ
9 mins, read

જ્યાં ભગવાનરજા ગાળવા આવે! ગોડ્સ ઓન કન્ટ્રી કેરળ

Published in Mumbai Samachar 11th October 2026 જ્યાં ભગવાનરજા ગાળવા આવે! ગોડ્સ ઓન કન્ટ્રી કેરળ   સાંજે ઊઠતી જાળ કેરળના ફોર્ટ કોચીના દરિયાકિનારે રોજ સાંજે, સૂરજ ઢળવા માંડે ત્યારે એક

છેલ્લા દિવસનો કોયડો
9 mins, read

છેલ્લા દિવસનો કોયડો

Published in Gujarat Samachar 11th October 2026 ...કદાચ પ્રવાસની આ સૌથી મોંઘી ભૂલ છે, કારણ કે એ કોઈ બિલમાં દેખાતી નથી, પણ યાદોમાં એની કિંમત ભારે ચૂકવવી પડે છે...   દરેક પ્રવાસમાં એક દિવસ

જીવનમાં એક વાર મળતી અજાયબીઓ
9 mins, read

જીવનમાં એક વાર મળતી અજાયબીઓ

Published in Gujarat Samachar 4th October 2026   ...આવી ઘટનાઓ આપણને યાદ અપાવે છે કે દુનિયાના સૌથી અદ્ભુત નજારા આપણા કૅલેન્ડર પ્રમાણે નથી બનતા. એ આપણને યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ હાજર રહેવાનું

Veena World tour reviews

What are you waiting for? Chalo Bag Bharo Nikal Pado!