Gujarati Language

જંગલ જંગલ બાત ચલી હૈ…

ભારતીય પર્યટકોનાં પગ ડિજિટલ ક્રાંતિને લીધે ‘ફોટોગ્રાફી’ કરવા માટે ભારતનાં જંગલો તરફ વારંવાર વળવા લાગ્યાં છે. પર્યટનની નવી તક ઝડપી લેનારા મારા રડાર પર તેની નોંધ થયા વિના કઈ રીતે રહેશે? આથી જ અનેક નેશનલ પાર્કસનો સમાવેશ કરનારી સહેલગાહનું નજરાણું વીણા વર્લ્ડે પર્યટકો માટે રજૂ કર્યું છે.

આપણાં ભારતીય જંગલોમાંનાં પ્રાણીઓની બહારની દુનિયાને, ખાસ કરીને પશ્ચિમી દેશોને ઓળખ થઈ તેના પાછળનું કારણ રૂડયાર્ડ કિપલિંગનો ‘જંગલ બુક’ નામે રસપ્રદ કથા સંગ્રહ છે. તેમાંથી વરૂઓએ ઉછેરેલો મોગલી, ‘બાલુ- રીંછ,’ ‘બગિરા-બ્લેક પેન્થર,’ ‘કા-અજગર’ જેવી અજરામર વ્યક્તિરેખા નિર્માણ થઈ છે. આજે મધ્ય પ્રદેશનાં જંગલોની મુલાકાત લેતી વખતે આપણી આંખો અજાણતાં જ બાલુ અને બગિરાને શોધતી હોય છે. મધ્ય પ્રદેશમાં કાન્હા નેશનલ પાર્ક આશરે બે હજાર ચો.કિ.મી.માં પથરાયેલો છે. લીલાછમ્મ સાલનાં વૃક્ષો, તેમાંથી વળાંક લેતા માટીના રસ્તાઓ, વચ્ચે જ આવતું ઘાસ, અલગ અલગ પક્ષીઓનો અવાજ અને વર્ણન નહીં કરી શકાય એવી વનની ગંધ… કાન્હામાંથી એક પાર્ક સફારી જો કરાય તો આ બધું આપણા મન પર કાયમ માટે અંકિત થઈ જાય છે. કાન્હાની ખાસિયત એ છે કે અહીં જંગલમાં ઓપન જિપ્સીમાંથી મારેલી લટાર આપણને ક્યારેય નિરાશ કરતી નથી. ચિતળ, સાંબર, વાનર, શિયાળ, બારાસિંગા જેવાં પ્રાણીઓ અચૂક જોવા મળે છે. હવે વ્યાઘ્રદર્શન જરા ખાસ વાત છે. પોતાની મસ્તીમાં જંગલમાં મુક્ત રીતે રહેતા વાઘની સવારી ક્યારે સામે આવશે તે અચૂક કહેવાનું મુશ્કેલ છે, પરંતુ કાન્હા તમને નિરાશ કરતો નથી. મધ્ય પ્રદેશના વનવૈભવનો આનંદ લઈ શકાય તે માટે વીણા વર્લ્ડ તરફથી મધ્ય પ્રદેશ જ્વેલ્સ આઠ દિવસની સહેલગાહ આયોજિત કરવામાં આવે છે. આ સહેલગાહમાં કાન્હાના જંગલ સાથે નર્મદા નદીના પ્રવાહમાં નિર્માણ થયેલા ધુઆધાર પાણીના ધોધનો સમાવેશ થાય છે. ભેડાઘાટ ખાતે નૌકાવિહાર કરીને ત્યાંના સંગમરવરના ડુંગરોમાં તૈયાર થયેલો નૈસર્ગિક આકાર આપણે જોઈએ ત્યારે ખજૂરાહોમાં કંદારિયા મહાદેવ મંદિર, જૈન મંદિર જોવા સાથે દૈદીપ્યમાન સાઉન્ડ અને લાઈટ શો એન્જોય કરીએ છીએ. વર્લ્ડ હેરિટેજ સાઈટ તરીકે પ્રચલિત સાંચી અને ભોપાળમાં અનેક પ્રાચીન મંદિરો, કેવ્ઝ, બૌદ્ધ સ્તૂપો, મઠ, કોતરકામના કલાકૌશલ્યથી સમૃદ્ધ સ્તંભો જોવા મળે છે.

ભારતીય જંગલની રોમહર્ષક સત્યકથા બહારદાર રીતે લખીને, આપણો જંગલ અનુભવ દુનિયા સામે રજૂ કરનાર નિસર્ગપુત્ર જિમ કોર્બેટછે. આરંભમાં શિકારનો શોખ ધરવતો જિમ આપોઆપ નિસર્ગ સંરક્ષક બની ગયો હતો. ઉત્તર ભારતનાં જંગલાં નરભક્ષક બનેલા અને ત્યાંના ગરીબ ખેડૂતો માટે જીવલેણ સાબિત થયેલા અનેક હિંસ્ર વાઘ અને દીપડા જિમ કોર્બેટે રીતસર પોતાનો જીવ હથેળીમાં મૂકીને માર્યા હતા. આ જ નિસર્ગપુત્રને નામે ઉત્તરાખંડમાં નેશનલ પાર્ક આપવામાં આવ્યું છે. હિમાલયના પગથિયે, રામગંગા નદીના ખોળામાં લઈને આ તરાઈ પદ્ધતિનું જંગલ પોઢેલું છે. અહીં ભારતીય હાથીઓના ઝુંડ અનેક વાર જોવા મળે છે. આ સાથે ઘેરિયલ (સુસર), હિમાલયન સ્લોથ બેર, હોગ ડિયર, ઓટર્સ જેવાં અનોખાં પ્રાણીઓ પણ આ જંગલમાં જોવા મળે છે. આ જ રીતે અહીં 500થી વધુ પ્રકારનાં પક્ષી છે, જેમાં ખલીજ ફિજન્ટ, લેમર ગિયર, હિમાલયન વૂડપેકર ફક્ત હિમાલયમાં જ દેખાતાં પક્ષીઓ છે. કોર્બેટ પાર્કમાં હિમાલયન જંગલનો રોમહર્ષક અનુભવ તમને વીણા વર્લ્ડની નૈનિતાલ કોર્બેટ પાર્ક, કિંગ્ડમ ઓફ ડ્રીમ્સ છ દિવસની અને નૈનિતાલ મસૂરી હરિદ્વાર કોર્બેટ કિંગ્ડમ ઓફ ડ્રીમ્સ નવ દિવસની સહેલગાહમાં લેવા મળી શકે છે.

ભારતીય વન્યજીવનની વિશિષ્ટતા એ જ છે કે હિમાલયનાં ગાઢ જંગલોથી રાજસ્થાનના રણ સુધી ભારતના દરેક ભાગોમાં તમને વાઈલ્ડ લાઈફનો અનુભવ કરવા મળે છે. હવે આમ જોવા જઈએ તો વાઘ મૂળમાં ઠંડા હવામાનના પ્રદેશનું પ્રાણી છે. આપણા ભારતમાં વાઘ સીધા સાઈબેરિયાથી અવતર્યા છે. હવે કોઈક કાળે સેંકડો વર્ષ પૂર્વે બરફાળ પ્રદેશમાં રહેતા આ પ્રાણીએ પોતાને એટલું એડજસ્ટ કરી લીધું છે કે રાજસ્થાનની ગરમાગરમ હવામાં પણ તે રહેવા લાગ્યા. આથી જ જયપુર નજીકનું રણથંબોર પટાવાળા વાઘોનું હકનું નિવાસસ્થાન બની ગયું છે. અરવલી અને વિંધ્ય પર્વતમાળાઓમાં પ્રસરેલા રણથંબોર પાર્કનો આખો ભાગ આ ડ્રાય ડેસિડ્યુઅસ ફોરેસ્ટ અને ઘાસથી વ્યાપેલો છે. આથી અહીં વન્યપ્રાણીઓનાં દર્શન આમ આસાનીથી થઈ શકે છે. પદમ, મિલક અને રાજબાદ જેવાં ત્રણ મોટાં તળાવ અહીં છે. આ તળાવમાં મોટા મોટા મગર છે. વાઘ આમ તો એકલું રહેનારું પ્રાણી છે. સિંહની જેમ તે પરિવાર સંભાળતો નથી, પરંતુ રણથંબોરના જંગલમાં જ પહેલી વાર 80ના દશકના ઉત્તરાર્ધમાં લક્ષ્મી ટાઈગ્રેસની ફેમિલી એકત્ર રહેતી જોવા મળી હતી. આ જંગલમાં દસમી સદીમાં ઊભો કરેલો બુલંદ કિલ્લો છે. પટાવાળા વાઘ સાથે રણથંબોરમાં દીપડા, રીંછ, તરસ, લંગૂર, સાંબર, ચિતળ, નિલગાય, જંગલી ડુક્કર, નોળિયો, ઘોરપડ અને મગર જેવાં વન્યજીવ છે. રણથંબોરનાં રાજાશાહી વન્યજીવનાં નજીકથી દર્શન વીણા વર્લ્ડની ‘રાજસ્થાન મેવાડ’ આઠ દિવસની સહેલગાહમાં થાય છે. આ સહેલગાહમાં આપણે માઉન્ટ આબુ, ઉદયપુર, જયપુર, અજમેર, પુષ્કર શહેરોની મુલાકાત લેવા સાથે એક રાત રણથંબોરમાં થોભીને ત્યાંના નેશનલ પાર્કની સફારીનો અનુભવ કરીએ છીએ.

આખા ભારતમાં સૌથી અનોખું વન્યજીવન વીણા વર્લ્ડની નોર્થ ઈસ્ટની સેવન સિસ્ટર્સ સહેલગાહમાં જોવા મળે છે. દુનિયાનાં કુલ એક શિંગડાંનું રહાયનોઝમાંથી એકતૃતીયાંશ રહાયનોઝ કાઝિરંગામાં જોવા મળે છે. કાઝિરંગા સાથે મણિપુર રાજ્યના કેબુલ લામજો અનોખા નેશનલ પાર્કનો પણ સમાવેશ થાય છે. આ દુનિયાનો એકમાત્ર ફ્લોટિંગ, એટલે કે, તરતો નેશનલ પાર્ક છે, કારણ કે મણિપુરમાં લોકટક સરોવરમાં આ નેશનલ પાર્ક છે. આ સરોવરમાં મરેલી અને ડિકમ્પોઝ થવા આવેલી જળ વનસ્પતિઓના ટાપુઓનો આ નેશનલ પાર્ક બનેલો છે. આ સ્થળે બ્રો એન્ટલર્ડ ડિયર હરણની દુર્લભ જાતિ જોવા મળે છે. ‘સંગાઈ’ તરીકે પણ હરણને ઓળખવામાં આવે છે. નોર્થ ઈસ્ટ એક્સપ્લોરર વીસ દિવસની સહેલગાહમાં ભારતનાં ઈશાનનાં જંગલોની ઝલક અનુભવી શકાય છે.

ભારતના જંગલ બુકનાં પાનાં ઊથલાવતાં ગુજરાતમાં સાસનગિર નેશનલ પાર્કને કઈ રીતે ભૂલી શકાય? આખી દુનિયામાં ફક્ત અહીં એશિયાટિક લાયન્સ જોવા મળે છે. સિંહ એકદમ કુટુંબવત્સલ પ્રાણી, એટલે કે, એક સમયે કમસેકમ બે નર, ચાર-પાંચ માદા અને જણ્યાં હોય તો અડધો ડઝન બચ્ચા કંપની પણ જોવા મળે છે. વીણા વર્લ્ડની ગુજરાત-એક્સપ્લોરર ટુરમાં આપણે સાસનગિરના દેવલિયાના ઈન્ટરપ્રિટેશન ઝોનની મુલાકાત લઈએ છીએ અને ભારતીય સિંહોનાં દર્શન કરવાના પ્રયાસ કરીએ છીએ.

તો પર્યટકો, ભારતના જંગલ બુકનું આ નિસર્ગનું પુસ્તક વિશાળ, બેસુમાર અને બધા વયજૂથના લોકોને જકડી રાખનારું છે. આ પુસ્તકનો આનંદ હવે તમે વીણા વર્લ્ડ સંગાથે પ્રત્યક્ષ અથવા જંગલની મુલાકાત લઈને જરૂર કરી શકો છો. આ માટે આજે જ વીણા વર્લ્ડની વેબસાઈટની મુલાકાત લો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

*