Gujarati Language

અમેરિકાનો દક્ષિણીય રંગ

હજારો વર્ષની પ્રાચીન સંસ્કૃતિ… એકથી એક છક્ક કરનારાં નિસર્ગ શિલ્પો… આધુનિકતાનો પવન સ્પર્શેલાં શહેરો… ગાઢ જંગલો.. વેરાન રણ, ફીણવાળો દરિયાકિનારો… અનેક રૂપથી આશ્ચર્યચકિત કરનાર ભૂમિ એટલે સાઉથ અમેરિકા

દુનિયામાં સૌથી બહુરંગી અને બહુઢંગી ખંડ કયો? તો સાઉથ અમેરિકા. જે ખંડમાં દુનિયાની સૌથી વિશાળ નદી મેઝોન છે, જે ખંડમાં દુનિયાનું સૌથી રૂક્ષ રણ અટાકામા છે, જે ખંડ દુનિયામાં સૌથી મોટું રેઈનફોરેસ્ટ છે, જે ખંડમાં દુનિયાની સૌથી ઊંચાઈ પરનું કમર્શિયલી ઉપયોગ કરાતું સરોવર ટિટીકાકા છે તે ખંડ કરતાં વધુ સુંદર ખંડ બીજો કોઈ કઈ રીતે હોઈ શકે? આ દક્ષિણ ગોળાર્ધનો ખંડ એટલે નિસર્ગનું બોલતુંચાલતું વંડરલેન્ડ છે. વીણા વર્લ્ડ પાસે આ વંડરલેન્ડની જે અફલાતૂન સહેલગાહ છે તેમાં શું શું છે તેની પર જરા નજર ફેરવીએ.

વીણા વર્લ્ડની સાઉથ અમેરિકા સહેલગાહનો આરંભ સાઉથ અમેરિકાના ખંડના આકારમાં સૌથી મોટા દેશ બ્રાઝિલથી થાય છે. આપણે રિયો દ જાનેરો ઐતિહાસિક શહેરમાંથી આપણાં સ્થળદર્શનની શરૂઆત કરીએ છીએ. મોડર્ન સેવન વંડર્સમાંથી એક એટલે કોર્કોવ્હાદો ટેકરી પરનું 120 ફુટ ઊંચું ક્રાઈસ્ટ ધ રિડિમર પૂતળું આ જ શહેરમાં છે. 2300 ફુટ ઊંચા શિખર પર બિરાજમાન થયેલું આ પૂતળું રિયો દ જાનેરો શહેરમાંથી ગમે ત્યાંથી દેખાય છે. આ પૂતળા સુધી જવાનો પ્રવાસ આપણને કાયમ યાદ રહી જાય છે. કોગવ્હીલ ટ્રેનથી, ગીચ રેઈનફોરેસ્ટમાંથી આ પ્રવાસ કરતી વખતે આપણા સાઉથ અમેરિકન એડવેન્ચરનો આરંભ થયો હોવાની ખાતરી થાય છે. આ શહેરમાં બીજું વિશાળ આકર્ષણ 1299 ફુટ ઊંચાઈના શુગરલોફ માઉન્ટન પર આપણે કેબલ કારમાંથી જઈએ છીએ અને ઊંચાઈ પરથી દેખાતા શહેરનો નજારો જોઈએ તે છે. બ્રાઝિલના ફીણવાળા, યુવાન દરિયાકિનારાનાં લાઈવ દર્શન અહીંના ઈપાનેમા, કોપકબાના, પેપિનો બીચીસ પર થાય છે. સાઉથ અમેરિકા ખંડનું સૌથી મોટું નેચરલ ટ્રેકશન એટલે બ્રાઝિલ અને આર્જેન્ટિનાની સીમા પરનું વિશાળ ઈગ્વાસુ ફોલ્સ છે. તે જોયા પછી અમેરિકાની ફર્સ્ટ લેડીએ ‘બિચ્ચારો નાયગરા’ એવા ઉદગાર કાઢ્યા હતા. ઈગ્વાસુ એટલે અઢીસો-પોણાત્રણસો જળધારાઓનો સમૂહ છે. ઈગ્વાસુનો ઘનગંભીર નાદ કાનોમાંઅને તેની અસંખ્ય જળધારાઓનું નૃત્ય મનમાં સંગ્રહ કર્યા પછી સાંજે આપણે અહીંના લોકપ્રિય રફાઈન શોનો આસ્વાદ કરીએ છીએ. આ કાર્યક્રમમાં બ્રાઝિલ અને અન્ય લેટિન અમેરિકન દેશોમાંનાં લોકસંગીત અને લોકનૃત્યનાં નયનરમ્ય દર્શન થાય છે. આ પછી ગગનચુંબી ઈમારતોનું શહેર તરીકે ઓળખ બનેલા સા પાવલો જઈને ઓરિયેન્ટેશન ટુર થકી તેની ઓળખ કરીએ છીએ. બ્રાઝિલનું નામ અમેઝોન નદી અને તેની ખીણમાંના રેઈનફોરેસ્ટ સાથે ઘટ્ટ રીતે જોડાયેલું છે. આપણે આ વિશિષ્ટતાઓને નજીકથી જોવા માટે મન્યાઉસમાંથી અમેઝોન રિવર ક્રુઝ લઈએ છીએ. રિયો નિગ્રો અને રિયો સોલોમોસ નદીઓના સંગમમાંથી નિર્માણ થયેલા અમેઝોનમાં આપણે જ્યારે કનુ રાઈડ કરીએ છીએ ત્યારે પાણીના પ્રવાહનો નાદ, આસપાસનું ગાઢ જંગલ અને કાનો પર પડતાં પક્ષીઓના અનોખા અવાજને લીધે એક લાઈફટાઈમ એક્સપીરિયન્સ આપણી પાસે જમા થાય છે.

પ્રાચીન ઈન્કા સંસ્કૃતિનું ઉગમસ્થાન પેરૂ દેશની રાજધાનીમાં લિમામાં સ્પેનિશ નગરરચનાનો અવિભાજ્ય ભાગ ‘પ્લાસા દ આર્માસ’ અર્થાત શહેરનો મુખ્ય ચોક પોતાની સ્પેનિશ નિશાણીઓનું જતન કરતો જોવા મળે છે. આજે પેરૂ વૈશ્વિક પર્યટનના નકશા પર મહત્ત્વપૂર્ણ બન્યું છે તેની પાછળ ‘માચુપિચુ’ ઉરુબામ્બા નદીની ખીણમાં સાત હજાર ફુટ પર પ્રાચીન શહેર કારણભૂત છે. આપણે રેલવે થકી આ ઉધ્વસ્ત શહેરના અવશેષ જોઈએ છીએ, જેમાં મંદિરો, મઠ, ઘરો, રજવાડાં સાથે ઈન્કા વેધશાળાનો સમાવેશ પણ થાય છે. વળતી દિશામાં પેરુવિયન રેલવેમાં આપણું મનોરંજન ફેશન શો અને ડાન્સ શો પરફોર્મન્સથી થાય છે. આ પછી આપણે લેક ટિટીકાકાના કાંઠે પુનો શહેરની મુલાકાત લઈએ છીએ. 12,500 ફુટ પર લેક ટિટીકાકા તેના તરતા ઉરોસ આઈલેન્ડ માટે પ્રસિદ્ધ છે. આ માનવનિર્મિત ટાપુ પર ઉરોસ જમાતીના લોકો ઘર બાંધીને રહે છે. આ પછી આપણે ‘અમેરિકાનું તિબેટ’ તરીકે ઓળખાતા બોલિવિયા દેશની રાજધાની ‘લા પાઝ’માં આવીએ છીએ. આ શહેર નજીક ‘મૂન વેલી’ છે. આ સ્થળના ખડકો નૈસર્ગિક રીતે જ એવા ઘસાઈ ગયા છે કે વિસ્તાર ચંદ્રની સપાટી જેવો લાગે છે. આ પછી દુનિયાનું સૌથી રૂક્ષ રણ અટાકામા ડેઝર્ટ જોવા માટે આપણે ચિલી દેશમાં પ્રવેશ કરીએ છીએ. નકશા પર જોશો તો આ દેશનો આકાર ખરેખર ચિલી એટલે કે મરચાં જેવો છે. આ રણમાં રેતીનાં મેદાનો, સોલ્ટ ફ્લેટ્સ, લાવા રસથી તૈયાર થયેલા ખડક છે. આપણે સાલાર ડી અટાકામા સોલ્ટ ફ્લેટ નજીકના સેજાર લગૂનની મુલાકાત લઈએ છીએ. ઘેરા ભૂરા રંગના પાણીથી આકર્ષિત કરતા આ લગૂનમાં જો તમે તરવા માટે ઊતર્યા તો પાણી ભારે હોવાથી તેની પર રીતસર તરંગતા રહેશો. અહીંથી પાછા વળતી વખતે આપણે પારંપરિક મહુકા ખેડાની મુલાકાત લઈએ છીએ. અહીં આપણને અનોખું ‘લામા’ પ્રાણી જોવા મળે છે.

આ સહેલગાહમાં આપણો છેલ્લો દેશ આર્જેન્ટિના છે. આર્જેન્ટિના અને ચિલીનો દક્ષિણ ભાગ સાંકડો બનીને એકબીજામાં ભળી ગયા છે, જેને પાતાગોનિયા તરીકે ઓળખવામાં આવે છે. ત્યાં ‘અલ કલાફાતે’ શહેર નજીક યુનેસ્કોનું ‘યુનિવર્સલ મેનકાઈન્ડ્સ હેરિટેજ’ તરીકે દરજ્જો આપેલું ‘પેરિતો મોરિનો ગ્લેશિયર’ છે. આપણે બોટ રાઈડ લઈને આ હિમનગરીનાં નજીકથી દર્શન કરીએ છીએ. સાઉથ અમેરિકાનું પેરિસ તરીકે ઓળખવામાં આવતા બ્યુનોસ એઅર્સ શહેરમાં આપણે આર્જેન્ટિનાનું સાંસ્કૃતિક ચિહન નીવડેલા ‘ટેન્ગો શો’નો આસ્વાદ લઈએ છીએ. બ્યુનોસ એઅર્સનાં દર્શન કરતી વખતે આપણને ઐતિહાસિક પ્લાઝા ધ મેયો, સ્પેનિશ કાળની ‘કેબિલ્ડો’ વાસ્તુ, પ્રેસિડેન્ટનું નિવાસસ્થાન ‘કેસા રોઝાદા,’ આકર્ષક રંગોથી રંગેલા ઘરનો વિભાગ ‘લા બોક્કા’ જોઈએ છીએ.

આ સર્વ સાઉથ અમેરિકાનો મનમાં ન સમાય તેવો અનુભવ વીણા વર્લ્ડની માર્ચની સહેલગાહમાં ચુનંદા પર્યટકોએ કર્યો જ છે. સાઉથ અમેરિકાના બ્રાઝિલ, પેરૂ, બોલિવિયા, ચિલી, આર્જેન્ટિના દેશોમાં મુખ્ય પર્યટન આકર્ષણોનો સમાવેશ ધરાવતી આ સહેલગાહ 18 દિવસની છે. એક તો સાઉથ અમેરિકા ખંડ આપણાથી બહુ દૂર છે. ઉપરાંત આટલા બધા દેશ જોવાના હોવાથી આપણે આ સહેલગાહમાં બધું મળીને 18 ફ્લાઈટ્સ લઈએ છીએ. પાંચ અલગ અલગ દેશોનો સમાવેશ હોવાથી વિઝા પ્રોસેસિંગ માટે પૂરતો સમય આપવો પડે છે. આથી જ નવેમ્બરની સહેલગાહના બુકિંગ શરૂ થઈ ચૂક્યા છે. આથી અમેરિકાનો આ અનોખો ચહેરો જોવા માટે અને દક્ષિણ ગોળાર્ધની નિસર્ગની નવલાઈનો અનુભવ કરવા માટે ચાલો વીણા વર્લ્ડ સંગાથે સાઉથ અમેરિકા.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

*