India
Toll free
Our Toll Free Numbers:

1800 313 5555

Call us
You can also call us on:

+91 22 2101 7979

+91 22 2101 6969

Foreign Nationals
Foreign Nationals/NRIs travelling

Within India+91 915 200 4511

Outside India+91 887 997 2221

Business Hours

Business hours: 10AM - 7PM

Explore Topics, Tips & Stories

Balloon
Arrow
Arrow

મોનાલિસા શા માટે હંમેશા તમારી તરફ એકધારી નજરે જોતી હોય છે?

8 mins. read
Neil Patil
Neil Patil
8 Mins Read
August 10, 2024
August 10, 2024

Quick Summary

લુવ્રમાં મોનાલિસા સામે ઊભા રહો ત્યારે તેની એકધારી નજર તમને પીછો કરતી લાગે છે.

આ અસરનું મુખ્ય કારણ લિયોનાર્ડો દા વિન્સીની ફુમાતો ટેક્નિક છે, જે રંગોને નરમાઈથી મિશ્રિત કરે છે.

મોનાલિસાની આંખો આસપાસના ચહેરાના ભાગોને સહેજ ઝાંખા રાખવાથી જીવંત અને ગતિશીલ નજરનો ભાસ થાય છે.

દા વિન્સીએ માનવી શરીરરચના અને દ્રષ્ટિવિજ્ઞાનનો ઊંડો અભ્યાસ કરીને પેઈન્ટિંગમાં અદભૂત વાસ્તવિકતા લાવી.

પિઝા પર પાઈનેપલનો લોકપ્રિય ઉદભવ 1962માં કેનેડિયન રેસ્ટોરાં માલિક સેમ પેનોપાઉલોસની અજમાયશ સાથે જોડાય છે.

ઈટાલીમાં પાઈનેપલ પિઝા વિવાદાસ્પદ છે, કારણ કે પરંપરાવાદીઓ મીઠાશને ક્લાસિક સ્વાદ સાથે ન મળતી માને છે.

Published in the Sunday Gujarat Samachar on 11 August, 2024

મોનાલિસા શા માટે હંમેશા તમારી તરફ એકધારી નજરે જોતી હોય છે? 

મોનાલિઝા નિ:શંક રીતે દુનિયાનું સૌથી પ્રસિદ્ધ પેઈન્ટિંગ છે, જેણે મોનાલિસા રહસ્યમય હાવભાવ અને ભેદી નજર સાથે સદીઓથી જોનારને મોહિત કર્યા છે. લિયોનાર્ડો દા વિન્સી દ્વારા 16 મી સદીમાં તૈયાર કરાયેલું પેઈન્ટિંગ કળાનો ઉત્તમ નમૂનો હતો, જેના થકી પરાપૂર્વથી દા વિન્સીને યાદ કરવામાં આવે છે. લુવ્ર ખાતે પર્યટકોને એવું મહેસૂસ થયા વિના રહેતું નથી કે રૂમમાં મોનાલિઝાની નજર તેમનો પીછો કરી રહી છે. મોહિની ઘણા બધા લોકો માટે રસપ્રદ અને કોયડારૂપ બની રહી છે. જોકે આવું શા માટે મહેસૂસ થાય છે? 

મોહિત કરનારી અસરને સમજવા માટે આપણે રેનેસાં યુગમાં પાછળ જવાનું આવશ્યક છે. તે સમયે ઘણાં બધાં પેઈન્ટિંગ્સમાં ટેક્નિકલ શક્તિ છતાં અમુક જીવંત લાગતી ગુણવત્તાનો અભાવ હતો. ઈતિહાસના સૌથી બુદ્ધિશાળી માનવીમાંથી એક લિયોનાર્ડો દા વિન્સીએ ચિત્ર બદલી નાખ્યું. તેમણે પોતાનાં ચિત્રોમાં સ્નાયુઓનાં માળખાં અને હાડકાંને આબેહૂબ બનાવવા માટે માનવી શરીરરચનાનો ઊંડાણથી અભ્યાસ કરીને તેમની કૃતિમાં અભૂતપૂર્વ વાસ્તવિકતા લાવી દીધી. ઉપરાંત દા વિન્સી માનવીની આંખો ઉજાશ અને અંધકારને કઈ રીતે સમજે છે અને એકઝાટકે બધું સ્પષ્ટ જોવાનું કઈ રીતે ચૂકી જાય છે તે દ્રષ્ટિવિજ્ઞાન અને માનવી નજરથી મોહિત હતા. 

મોનાલિઝાનું પેઈન્ટિંગ કરવા સમયે દા વિન્સીએ માનવી નજર અને કળાત્મક ટેક્નિકોના પોતાના ઊંડા જ્ઞાનનો ઉપયોગ કર્યો.તેમણે `ફુમાતો (તરીળફજ્ઞ) નામે પદ્ધતિનો ઉપયોગ કર્યો, જેમાં રંગો અને રૂપરેખાને રીતે સહજતાથી સંમિશ્રિત કરવાનું સંકળાયેલું છે કે તેમાં કોઈ તીક્ષ્ણ ધારો નહીં હોય. મોનાલિઝાની ખાસ કરીને આંખો આસપાસ તેના ચહેરાના ભાગોને સહેજ ઝાંખા કરીને દા વિન્સીએ એવી અસર નિર્માણ કરી કે તેની એકધારી નજર જીવંત અને લાક્ષણિક હાવભાવ પ્રગટ કરે છે. ગૂઢ ઝાંખપ આંખો વાસ્તવમાં હલનચલન કરતી નહીં હોવા છતાં જોનારને એવું મહેસૂસ કરાવે છે કે તેની આંખો તેમનો પીછો કરી રહી છે.મોનાલિઝાની મીટ લિયાનાર્ડોની બુદ્ધિનો દાખલો છે, જે કળાત્મક કારીગરી અને વૈજ્ઞાનિક સમજને જોડીને એવી મોહિની નિર્માણ કરે છે કે આજે પણ જોનારને મંત્રમુગ્ધ કરીને રહે છે. ફુમાતો ટેક્નિક દ્વારા તેની આંખોની જીવંત લાગતી ગુણવત્તા તેને એવી ગતિશીલ હાજરી આપે છે જે કેન્વાસની પાર જાય છે. તમે મોનાલિઝાની સામે ઊભા રહો ત્યારે તમને ફક્ત પોર્ટ્રેઈટ નહીં પણ જીવંત, શ્વાસ લેતું રહસ્ય અનુભવવા મળે છે, જે તમને કળા અને માનવી ધારણા સાથે સમકાલીન વાર્તાલાપમાં તમને આમંત્રિત કરે છે. 

પિઝા પર પાઈનેપલનો વિચાર કોણ લાવ્યું? 

પિઝા પર પાઈનેપલનો ઉદભવ રસોઈકળા અંગે ચર્ચામાં આવતો રસપ્રદ વિષય છે, જે બાબતે વિવિધ દેશો અને નાગરિકો તેના આરંભ માટે અલગ અલગ દાવા કરે છે. જોકે વિવાદાસ્પદ ટોપિંગ પર તેમાંથી એક સૌથી વ્યાપક માન્ય વાર્તા ગ્રીક- કેનેડિયન રેસ્ટોરાં માલિક સેમ પેનોપાઉલોસની છે. 1962 માં ચેથમ, ઓન્ટારિયોમાં પોતાની સેટેલાઈટ રેસ્ટોરાંમાં અલગ અલગ પિઝા ટોપિંગની અજમાયશ કરતા પેનોપાઉલોસે કેન્ડ પાઈનેપલ અજમાવવાનું નક્કી કર્યું. તેનું પરિણામ જબરદસ્ત હતું. ગ્રાહકોએ પિઝા પર ખારી અને સ્વાદિષ્ટ ફ્લેવર્સ સાથે ખાટા-મીઠા પાઈનેપલનું અજોડ સંમિશ્રણ તેમના ગ્રાહકોમાં બહુ પ્રચલિત બની ગયું. ટૂંક સમયમાં સંયોજન તેમના મેનુમાં મુખ્ય ખોરાક બની ગયો અને આખરે વૈશ્વિક સ્તરે તેનો વ્યાપક સ્વીકાર થયો.પેનોપાઉલોસનો દાવો ઉત્તમ દસ્તાવેજિત છે અને પ્રશંસા કરાઈ છે ત્યારે અત્રે પણ નોંધનીય છે કે આઈલેન્ડર્સ સહિત અન્યોએ પિઝા પર પાઈનેપલના નિર્માણના સંબંધમાં આવો દાવો કર્યો હતો. દાવાઓ છતાં પેનોપાઉલોસને સંશોધન માટે સૌથી વધુ શ્રેય આપવામાં આવે છે. 

જોકે તેમાંથી એક મોટો પ્રશ્ન ઉદભવે છે: પિઝાના નિષ્ણાત ઈટાલિયનો અપારંપરિક ટોપિંગ વિશે શું વિચારે છે? 

પિઝા પર પાઈનેપલ ખાસ કરીને પારંપરિક ઈટાલિયન પિઝા બનાવનારા અને શોખીનોમાં વિવાદાસ્પદ વિષય બની રહ્યો હતો.પિઝા જ્યાં વહાલું રસોઈકળાનું સ્વરૂપ છે તે ઈટાલીમાં પાઈનેપલ જેવા મીઠા ફળનો ઉમેરો કરવાનો વિચાર અપારંપરિક તરીકે જોઈ શકાય છે. 

પરંપરાવાદીઓ દલીલ કરે છે કે પાઈનેપલની મીઠાશ ક્લાસિક પિઝાના સ્વાદિષ્ટ તત્ત્વો સાથે સુમેળ સાધતી નથી અને તે અલગ અલગ ડિશ સાથે માણવા જોઈએ. આમ છતાં અમુક ઈટાલિયનો અજોડ ફ્લેવરનું સંમિશ્રણ માણતા હતા અને જૂજ ઈટાલિયન પિઝેરિયાએ પાઈનેપલનો વૈકલ્પિક ટોપિંગ તરીકે ઉમેરો કર્યો, જે ઉત્સુક અથવા સાહસિક ગ્રાહકોના સ્વાદને પહોંચી વળે છે.પિઝા પર પાઈનેપલનો અજોડ પ્રકાર ચર્ચાની બંને બાજુમાં મજબૂત અભિપ્રાયો સાથે સિદ્ધ છે. ઈટાલિયન વાનગીમાં પારંપરિક ટોપિંગ નથી ત્યારે તેણે અમુક ઈટાલિયનો સહિત દુનિયાભરમાં નોંધપાત્ર રીતે ઘેલું લગાવ્યું છે. યુટ્યુબ પર વિતરિત મજાકિયા વિડિયોમાં ઈટાલિયનો પાઈનેપલ-ટોપ્ડ પિઝાપ્રત્યે જે પ્રતિક્રિયા આપે છે તે અસાધારણ ક્યુલિનરી જોડ આસપાસ ચાલતી દલીલો અને ઉત્સુકતા આલેખિત કરે છે. તમને તે ભાવે કે નહીં ભાવે, પિઝા પર પાઈનેપલે જીવંત ચર્ચાવિચારણા છેડવાનું ચાલુ રાખ્યું છે અને આધુનિક પિઝા સંસ્કૃતિનું અજોડ અને યાદગાર પાસું રહ્યું છે. 

ડબલ લેન્ડલોક્ડ દેશ સામે ટ્રાન્સકોન્ટિનેન્ટલ દેશ 

ભૂગોળની દુનિયામાં વિવિધ દેશો અત્યંત અજોડ સ્થળો ધરાવી શકે જે તેમના જીવનને રસપ્રદ રીતે પ્રભાવિત કરી શકે છે. દેશોમાં બે વિશેષ પ્રકાર છે, ડબલ લેન્ડલોક્ડ દેશો અને ટ્રાન્સકોન્ટિનેન્ટલ દેશો. ડબલ લેન્ડલોક્ડ દેશો દરિયાકાંઠા ધરાવતા નથી અને તે કમસેકમ બે અન્ય લેન્ડલોક્ડ દેશોથી ઘેરાયેલા છે. ટ્રાન્સકોન્ટિનેન્ટલ દેશો અલગ અલગ પ્રદેશ અને સંસ્કૃતિઓને જોડતા એકથી વધુ ખંડ ધરાવે છે. આથી અહીં થોભો અને આવા દેશોના દાખલો વિશે વિચારો! 

યુરોપમાં લિચટેનસ્ટેઈન અને એશિયામાં ઉઝબેકિસ્તાન જેવા ડબલ લેન્ડલોક્ડ દેશો અજોડ પડકારોનો સામનો કરે છે, કારણ કે તેમણે મહાસાગર સુધી પહોંચવા માટે કમસેકમ બે અન્ય દેશો થકી પસાર થવાની જરૂર રહે છે. લિચટેનસ્ટેઈન સ્વિટઝર્લેન્ડ અને ઓસ્ટ્રિયા વચ્ચે વસેલું છે, જ્યારે ઉઝબેકિસ્તાન ખુદ પાંચ લેન્ડલોક્ડ દેશોથી ઘેરાયેલો છે. આથી અહીં વેપાર અને પ્રવાસ વધુ ગૂંચભર્યો અને મોંઘો બનાવે છે. દેશેોએ આંતરરાષ્ટ્રીય જળને પહોંચ મેળવવા માટે તેમના પાડોશીઓ સાથે સારા સંબંધો પર આધાર રાખવાનું આવશ્યક છે, જેથી મુત્સદ્દીગીરી અત્યંત મહત્ત્વપૂર્ણ બનાવે છે. મુશ્કેલીઓ છતાં ડબલ લેન્ડલોક્ડ દેશોએ મોટે ભાગે દુનિયાના બાકી ભાગો સાથે જોડાણ કરવા માટે ક્રિયાત્મક રીત શોધી કાઢી છે અને નજીકનાં રાષ્ટ્રો સાથે મજબૂત ભાગીદારી નિર્માણ કરી છે. 

બીજી બાજુ રશિયા અને ટર્કી જેવા ટ્રાન્સકોન્ટિનેન્ટલ દેશો પાસે એક ખંડથી વધુ જમીન છે. આથી તેમને અલગ અલગ સંસ્કૃતિઓ, વેપાર માર્ગો અને નૈસર્ગિક સંસાધનોને પહોંચ મળે છે. દાખલા તરીકે, રશિયાને યુરોપ અને એશિયાની પહોંચ મળે છે, જેથી તેને વેપાર માટે વૈવિધ્યપૂર્ણ વાતાવરણ અને તકો મળે છે. ટર્કી બોસ્પોરસ સ્ટ્રેઈટ થકી યુરોપ અને એશિયાને જોડે છે, જેથી તેને બે ખંડો વચ્ચે મહત્ત્વપૂર્ણ કડી બનાવે છે. દેશોને તેમનાં વ્યૂહાત્મક સ્થળોનો લાભ મળે છે, જે તેમને આંતરરાષ્ટ્રીય બાબતોમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવવાની અનુકૂળતા આપે છે અને સાંસ્કૃતિક પ્રભાવોનું સમૃદ્ધ સંમિશ્રણ માણી શકે છે. 

એકંદરે "નો અનનોન પોડકાસ્ટ સિરીઝમાંથી ત્રણ વાર્તાઓ આપણી દુનિયાનાં અદભુત અને મોટે ભાગે આશ્ચર્યકારક પાસાં આલેખિત કરે છે.અને મને લાગે છે કે પ્રવાસ અદભુત વાર્તાઓ વિશે જાણવા માટે ઉત્તમ રીત છે. 

તે આપણા ગ્રહની અજાયબીઓ પ્રત્યે આપણી આંખો ખોલે છે અને આપણી ઉત્સુકતા વધારે છે. તમારા પ્રવાસમાં તમે સન્મુખ થયા હોય તેવી અમુક રસપ્રદ વાર્તાઓ કઈ છે? મારી સાથે તે  neil@veenaworld.com પર શેર કરી શકો છો, જેથી આપણે અજાયબીઓનો પ્રસાર કરી શકીએ અને આપણા સંપૂર્ણ સમુદાયમાં પ્રવાસનો રોમાંચ લાવી શકીએ. તો આગામી સમય સુધી ખોજ કરતા રહો, શીખવા રહો અને ઉત્સુક બનવાનું અટકાવશો નહીં. 

Post your Comment

Please let us know your thoughts on this story by leaving a comment.

Explore Topics, Tips & Stories

Balloon
Arrow
Arrow

Get in touch with us

Share your details for a call back and subscribe to our newsletter for travel inspiration.

+91

Listen to our Travel Stories

You May also like

View all
બિયોન્ડ દ સ્ટાર્સ
8 mins, read

બિયોન્ડ દ સ્ટાર્સ

Published in Gujarat Samachar. Date 31st May, 2026 ...સમસ્યા ફાઇન ડાઇનિંગમાં નથી. સમસ્યા એ છે કે ટ્રાવેલ એવી રીતે કરવું, જાણે ફાઇન ડાઇનિંગ જ શોધવા જેવી એકમાત્ર વસ્તુ હોય.... પ્રવાસ દરમિયાન મેં જ

કેટલા વહેલા?
8 mins, read

કેટલા વહેલા?

Published in Gujarat Samachar. Date 24th May, 2026 ...તમારી છેલ્લી ફ્લાઇટ પર પાછા વિચારો. શું તે શાંત હતી કે અસ્તવ્યસ્ત? શું તે કંઈક રોમાંચક શરૂઆત જેવું લાગ્યું, કે તમે પહેલેથી જ થાકેલી અવસ્થામાં બ

તમારો બિગ, બોલ્ડ, બ્યુટિફુલ અમેરિકન ડ્રીમ... લેટ્સ ગો!
8 mins, read

તમારો બિગ, બોલ્ડ, બ્યુટિફુલ અમેરિકન ડ્રીમ... લેટ્સ ગો!

Published in Mumbai Samachar. 17th May, 2026 કેટલીક સફરો ફક્ત તમારી વિશ લિસ્ટમાં રહે છે. કેટલીક આખી જિંદગીનું સપનું બની જાય છે. અને પછી આવે છે નોર્થ અમેરિકા. ટાઇમ્સ સ્ક્વેરની ચમક, નાયાગ્રા ફૉલ્સનો

Veena World tour reviews

What are you waiting for? Chalo Bag Bharo Nikal Pado!

150+ Veena World Offices
Locate Us
Request a Quote
1800 313 5555
Connect with us

© 2013 - 26 Veena Patil Hospitality Pvt Ltd. All Rights Reserved.

Payments on website are secure

Scroll to Top