India
Toll free
Our Toll Free Numbers:

1800 313 5555

Call us
You can also call us on:

+91 22 2101 7979

+91 22 2101 6969

Foreign Nationals
Foreign Nationals/NRIs travelling

Within India+91 915 200 4511

Outside India+91 887 997 2221

Business Hours

Business hours: 10AM - 7PM

Explore Veena World Travel Stories

  • Travel Inspiration
  • Destination Guides
  • Travel Tips

કેટલા વહેલા?

9 mins. read
Neil Patil
Neil Patil
9 Mins Read
May 22, 2026
May 22, 2026

Quick Summary

તમારી છેલ્લી ફ્લાઇટ વિશે વિચારો અને સમજો કે સમયપાબંદી તમારા વ્યક્તિત્વ અને પ્રવાસની માન્યતાઓ સાથે કેવી રીતે જોડાયેલી છે.

જો તમે હેતાની જેમ કરો તો ફ્લાઇટ પહેલાં એક કલાક વહેલા એરપોર્ટ પહોંચવાનો લક્ષ્ય રાખો અને દરેક પગલાને સમયબદ્ધ રીતે પાર કરો.

એરપોર્ટ પર તાણ સુરક્ષાથી નહીં પરંતુ ઘરેથી નીકળતી ક્ષણથી શરૂ થાય છે, તેથી ગૂગલ મેપ્સ અને આરામદાયક ઈટીએ ચેક કરો.

વહેલા પહોંચવાથી એરપોર્ટ વધુ શાંત અને ધીરજવાળું લાગે છે, કારણ કે તમે કતાર તોડવા અને ઉતાવળના દબાણથી બચો છો.

મોડું બોર્ડિંગ કરવાથી ઉપરના ભાગમાં જગ્યા ન મળે અને ગેટ પર કેબિન બેગ ચેક કરાવવાની શક્યતા વધે છે.

ઉતરાણ પછી પણ સમય લાગે છે, ખાસ કરીને જો બેગ ગેટ-ચેક્ડ હોય અને ઇમિગ્રેશન તથા કેબ શોધવાની કતાર લાંબી લાગે.

Published in Gujarat Samachar. Date 24th May, 2026

...તમારી છેલ્લી ફ્લાઇટ પર પાછા વિચારો. શું તે શાંત હતી કે અસ્તવ્યસ્ત? શું તે કંઈક રોમાંચક શરૂઆત જેવું લાગ્યું, કે તમે પહેલેથી થાકેલી અવસ્થામાં બોર્ડિંગ કર્યું?...

આ એક વ્યવહારુ પ્રશ્ન લાગે છે, પરંતુ હું જેટલો વધુ પ્રવાસ કરું છું તેમ મને વધુ ખ્યાલ આવે છે કે ખરેખર આ પ્રશ્ન વ્યક્તિત્વ, જોખમ અને પ્રવાસ કેવો હોવો જોઈએ તે આપણી માન્યતા વિશે છે. હેતા અને મારી વાત આવે છે ત્યારે અમે તેની સંપૂર્ણ વિરુદ્ધ છીએ.

ગત દાયકામાં, મેં 275 થી વધુ ફ્લાઇટ્સમાં પ્રવાસ કર્યો છે. 69 એરપોર્ટ થકી પસાર થયો ઠું અનેઅને 35 અલગ અલગ એરલાઇન્સ સાથે ઉડાણ કર્યું છે. આ બધા સમય દરમિયાન હું બે ફ્લાઇટ્સ ચૂકી ગયો હતો. બંને કિસ્સામાં દુર્લભ ઘટનાઓ કારણભૂત હતી, જેમાં ગમે તેટલું નિયોજન કરવા છતાં ટાળી શકાયું નહીં હોત. આ પ્રવાસીઓએ એક માન્યતાને મજબૂત બનાવી છે કે ઉડાણ ફક્ત બિંદુ અથી બિંદુ ઇ સુધી પહોંચવા વિશે નથી. તે પોતે જ એક અનુભવ છે. મને ફુરસદના સમયમાં આગમન કરવાનો આનંદ આવે છે. મને જુદાં જુદાં એરપોર્ટ કેવી રીતે કાર્ય કરે છે તે જોવાનું અને એકસાતે કામ કરતા હજારો લોકો અને સિસ્ટમોની કોરિયોગ્રાફી જોવાનું ગમે છે. તમે ઘરેથી નીકળતાંની ક્ષણથી જ નિયંત્રણમાં છો તે જાણીન એક ખાસ પ્રકારની શાંતિ અનુભવતા હો છો.

જોકે હેતા સાથે પ્રવાસ કરું છું તે સંપૂર્ણપણે અલગ વાત છે. જો ફ્લાઇટ સવારે 10.00 વાગ્યે ઊપડવાની હોય તો હેતા સવારે 9.00 વાગ્યે એરપોર્ટ પહોંચવાનું લક્ષ્ય રાખે છે. આ પછી એક સંપૂર્ણ સમયબદ્ધ દોડ શરૂ થાય છે. ટર્મિનલ પ્રવેશથી લઈને સુરક્ષા અને બોર્ડિંગ ગેટ સુધી, દરેક મિનિટનો એક હેતુ હોય છે અને કોઈક રીતે મોટા ભાગે તે તેમાં સફળ થાય છે. હેતા માટે સમય તેની સૌથી મૂલ્યવાન સંપત્તિ છે. એરપોર્ટ પર વધારાની 15 કે 20 મિનિટ વિતાવવી એ વ્યર્થ લાગે છે. તેના માટે  એરપોર્ટ મુસાફરીનો ભાગ નથી. તે ફક્ત ઘર અને સ્થળ વચ્ચેનો અવરોધ છે. તે અભિગમનો એક તર્ક છે જેનો હું શૅર નહીં કરું તો પણ ખૂબ આદર કરું છું. અમને બંનેને સાથે પ્રવાસ કરતાં જોઈને, મેં ઘણી વાર વિચાર્યું છેઃ કોણ તે યોગ્ય રીતે કરી રહ્યું છે? જવાબ સંપૂર્ણપણે તમે પ્રવાસ કયા ભાગ વિશે વાત કરી રહ્યા છો તેની પર આધાર રાખે છે. કારણ કે ઉડાણ એક અનુભવ નથી. તે ખરેખર ચાર અલગ તબક્કા છે અને પ્રસ્થાનના કલાકો પહેલાં લેવામાં આવેલો એક નિર્ણય તે બધાને આકાર આપે છે.

ચાર તબક્કાઅ, એક નિર્ણય

પહેલો તબક્કો એરપોર્ટનો પ્રવાસ છે. મોટા ભાગના લોકો માને છે કે એરપોર્ટ પર તાણ સુરક્ષા સાથે શરૂ થાય છે, પરંતુ એવું નથી. તે એ ક્ષણથી શરૂ થાય છે જ્યારે તમે તમારા ઘરમાંથી બહાર નીકળો છો. તમે ગૂગલ મેપ્સ તપાસો છો, આરામદાયક ઈટીએ જુઓ છો અને નિશ્ચિંતતા અનુભવો છો. આ પછી વાસ્તવિકતા હસ્તક્ષેપ કરે છે. તમારો ડ્રાઇવર વળાંક ચૂકી જાય છે. ટ્રાફિક અણધારી રીતે વધે છે. ધીમે ધીમે તમારું બફર અદૃશ્ય થવા લાગે છે અને શાંત પ્રસ્થાન તરીકે જે શરૂ થયું તે માનસિક ગણતરી બની જાય છે.

બીજો તબક્કો એરપોર્ટ પોતે છે. અહીં જ તમારો સમય અન્યોને પણ અસર કરવાનું શરૂ કરે છે. આપણે બધાએ પ્રવાસીને કતાર તોડવાનો પ્રયાસ કરતા અથવા બોર્ડિંગ શરૂ થઈ ગયું હોવાથી આગળ વધવાની વિનંતી કરતાં જોયા છે. જો તમે મોડા પડી રહ્યા હોય તો ખરેખર શક્યતા છે કે તમે પણ તેમાંના એક બની જાઓ છો. દરેક ઉતાવળિયો પ્રવાસી એવી સિસ્ટમ પર દબાણ ઉમેરે છે જે પહેલાથી જ ખેંચમાં હોય છે. તમે વહેલા પહોંચો અને તે જ એરપોર્ટ સંપૂર્ણપણે અલગ લાગશે. શાંત, વધુ ધીરજવાન અને ઓછી પ્રતિક્રિયાશીલ.

ત્રીજો તબક્કો ફ્લાઇટ પોતે છે. મોડા બોર્ડિંગ કરો અને સામાન મૂકવાના ઉપરના ભાગ ભરાઈ ગયેલા હોઈ શકે છે. આથી તમારી બેગ અનેક હરોળ પાછળ રહી જાય છે. અથવા વધુ માઠું, હેતાનું વ્યક્તિગત દુઃસ્વપ્ન, તમને ગેટ પર તમારી કેબિન બેગ તપાસવાનું પૂછવામાં આવે છે. આમાં કોઈ પણ આપત્તિ નથી, પરંતુ તે એકસાથે આગામી કેટલાક કલાકો સુધી તમારી લાગણીને આકાર આપે છે. ચોથો તબક્કો એ છે કે ઉતરાણ પછી શું થાય છે. જો તમારી બેગ ગેટ-ચેક્ડ કરવામાં આવી હોય, તો તમને સામાનનો દાવો કરવામાં વધુ સમય વિતાવવો પડશે. જો તમે તણાવમાં ચઢ્યા હો તો ઇમિગ્રેશનની કતાર લાંબી લાગે છે અને તમારી કેબ શોધવાનું પણ વધુ નિરાશાજનક લાગે છે.

તમારું એરપોર્ટ વર્તન તમારા વિશે શું કહે છે

સમય જતાં મેં જોયું છે કે મોટા ભાગના પ્રવાસીઓ ચાર વ્યાપક શ્રેણીમાં એકમાંથી પસાર થાય છે.

હેતાની જેવી ઑપ્ટિમાઇઝર પણ ફાજલ સમયને ધિક્કારે છે. ધ્યેય એ પરફેક્ટ સમય છેઃ સમયસર પહોંચો, ઝડપથી આગળ વધો અને કાર્યક્ષમતા મહત્તમ કરો. તે કામ કરે છે ત્યારે તે ઉત્કૃષ્ટ છે, પરંતુ તે કામ નહીં કરે ત્યારે તે ટર્મિનલ થકી દોડાદોડી થાય છે. હું એક્સપીરિયન્સ માણવાનો શોખીન છે. ઉડાણને સાહસનો ભાગ સમજું છું. વહેલું આગમન વેડફેલો સમય નથી હોતો. તે ઠરીઠીમ થવાની અને પ્રવાસ શાંત મને શરૂ કરવાનો મોકો હોય છે.

બજેટ પ્રવાસીઓ મૂલ્ય દ્વારા પ્રેરિત હોય છે. સૌથી સસ્તાં ભાડાં અને ચુસ્ત જોડાણો ઘણી વાર વધુ અનિશ્ચિતતા સાથે આવે છે. બફર બિલ્ડર હંમેશાં સલામત રીતે રમે છે, વહેલા પહોંચે છે અને ગેટ પર એકદમ આરામથી બેસે છે. તો કોણ બરોબર છે? બધા જ અને કોઈ પણ નહીં. કોઈ સાર્વત્રિક રીતે યોગ્ય અભિગમ નથી, પરંતુ એરપોર્ટ સમય વિશે વિચારવાનો એક સ્માર્ટ રસ્તો છે.

સમય નહીં પણ બફર

હું જાણું છું તે સૌથી અનુભવી પ્રવાસીઓ નિશ્ચિત સમયના સંદર્ભમાં વિચારતા નથી. તેઓ બફરના સંદર્ભમાં વિચારે છે. `શું મારે બે કલાક વહેલા પહોંચવું જોઈએ?` એવું પૂછવાને બદલે તેઓ વધુ સારા પ્રશ્નો પૂછે છેઃ આજે કેટલું અણધાર્યું રહેવાની શક્યતા છે? હું કેટલી અનિશ્ચિતતાને નિભાવી શકું છું? હું કેટલો તણાવ સહન કરવા તૈયાર છું? હું દરેક ફ્લાઇટ વિશે ત્રણ સ્તરોમાં વિચારું છું. પહેલો ટ્રાવેલ બફર છેઃ એરપોર્ટ પર પહોંચવા માટે જરૂરી સમય. મુંબઈ, દિલ્હી અને બેંગલુરુ જેવાં શહેરોમાં, ટ્રાફિક સ્થિર નથી; તે ભિન્ન હોય છે. મારો સરળ નિયમ એ છે કે ગૂગલ મેપ્સનો અંદાજ લો અને તેને 1.5 વડે ગુણાકાર કરો. જો તે 60 મિનિટ કહે છે, તો હું 90 મિનિટ માટે યોજના બનાવું છું. આ આદત ખોટા વળાંકો, ભીડ અને અણધાર્યા વિલંબને શોષી લે છે જ્યારે તમારી માનસિક શાંતિનું રક્ષણ કરે છે.

બીજું પ્રોસેસ બફર છેઃ ખુદ એરપોર્ટ. તમે એક વાર ટર્મિનલમાં પ્રવેશ કરો એટલે તો તમે એવી સિસ્ટમનો ભાગ બનો છો જે તમારા નિયંત્રણમાં હોતું નથી. પ્રવેશ કતાર, ચેક-ઇન, સુરક્ષા અને બોર્ડિંગમાં સારા દિવસે 15 મિનિટ અને મુશ્કેલ દિવસે એક કલાક લાગી શકે છે. ડિજીયાત્રા, પ્રાયોરિટી ચેક-ઇન અને કેબિન બેગેજ સાથે પ્રવાસ ફક્ત મદદ કરી શકે છે, પરંતુ તે પરિવર્તનશીલતાને નાબૂદ કરતી નથી. ત્રીજું પર્સનલ બફર છે. તેને એરપોર્ટસ અને તમારી સાથે જે થાય તેની સાથે કોઈ લેવાદેવા નથી. શું વિલંબ તમને તણાવ આપે છે? શું તમે તેને બંધ કરવા માગો છો કે પછી તેને કવચ પૂરું પાડવા માટે અગ્રતા આપો છો? હેતા અત્યંત નીચા પર્સનલ બફર સાથે કામ કરે છે, જ્યારે હું વધુ ઉચ્ચ પર્સનલ બફર ધરાવું છું. હું પાંચ મિનિટનો તાણ લેવાને બદલે વધુ 30 મિનિટ ધરાવવાને અગ્રતા આપું છું. બંનેમાં કોઈ અભિગમ ખોટો નથી, પરંતુ તમારા પોતાનો સ્વભાવ સમજવો તે ઉત્તમ નિયોજનનો પાયો છે.

વણલખ્યો વ્યવહારુ નિયમ

ડોમેસ્ટિક ફ્લાઇટના 2 થી 2.5 કલાક પહેલાં અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટના 3 થી 3.5 કલાક પહેલાં એરપોર્ટ પર પહોંચવાનું લક્ષ્ય રાખો. આ પછી માનસિક શાંતિ માટે 30 વધારાની મિનિટ ઉમેરો. તે છેલ્લો અડધો કલાક સમગ્ર અનુભવને બદલી શકે છે.

પ્રવાસને આકાર આપતી પસંદગી

તમારી છેલ્લી ફ્લાઇટ પર પાછા વિચારો. શું તે શાંત હતી કે અસ્તવ્યસ્ત? શું તે કંઈક રોમાંચક શરૂઆત જેવું લાગ્યું, કે તમે પહેલેથી જ થાકેલી અવસ્થામાં બોર્ડિંગ કર્યું? મોટા ભાગે પ્રવાસનો સ્વર એક શાંત નિર્ણય દ્વારા ખૂબ પહેલા નક્કી કરવામાં આવ્યોઃ તમે ક્યારે ઘર છોડવાનું પસંદ કરો છો. ઉડાણ અસાધારણ છે. આપણે 37,000 ફૂટની ઊંચાઈએ ઉડાણ કરીએ છીએ. શહેરો, દેશો અને દરિયાકિનારાને થોડા કલાકોમાં પાર કરીએ છીએ. આ અનુભવ એટલો જ નોંધપાત્ર લાગવો જોઈએ જે ટેકનોલોજી તેને શક્ય બનાવે છે. અને છતાં ઘણી વાર આપણે તે પ્રવાસ તણાવપૂર્ણ, ઉતાવળિયો અને થોડી હાર સાથે શરૂ કરીએ છીએ. તેમાંથી ઘણું બધું આપણા નિયંત્રણમાં છે. હંમેશાં વિલંબ, કતારો અને પ્રસંગોપાત્ત ઘટનાઓની સાંકળ રહેશે, જેને કોઈ પણ આયોજન રોકી નહીં શકે.

પરંતુ થોડું વધુ બફર બનાવીને, આપણે અનુભવને પ્રતિક્રિયાશીલથી હેતુપ્રેરિતમાં ફેરવી શકીએ છીએ. ઉતાવળમાંથી શાંતિ તરફ પ્રયાણ. અમુક વાર, તે પરિવર્તન સરળ બાબતથી શરૂ થાય છે, જેમ કે, તમે વિચારો છો તેના કરતાં ઘરેથી થોડું વહેલું નીકળવું. તો આગામી વખતે જ્યારે તમે ફ્લાઇટમાં જવાનું હોય ત્યારે તમારી જાતને એરલાઇન શું ભલામણ કરે છે અથવા ગૂગલ મેપ્સ શું કહે છે તે નહીં પૂછો, પરંતુ તમે કેવા પ્રકારનો અનુભવ મેળવવા માગો છો તે પૂછો. શું તમે એરપોર્ટ પર દોડધામ કરવા માગો છો કે પછી શાંતિથી ચાલીને જવા માગો છો? તે પસંદગી સંપૂર્ણપણે તમારી છે. અને તે નાનો નિર્ણય ઘણી વાર નક્કી કરે છે કે તમારી રજા ચિંતાથી શરૂ થાય છે કે અપેક્ષાથી. ફરી મળીશું.

Post your Comment

Please let us know your thoughts on this story by leaving a comment.

Get in touch with us

Share your details for a call back and subscribe to our newsletter for travel inspiration.

+91

Listen to our Travel Stories

You May also like

View all
વીણા વર્લ્ડ વુમન્સ સ્પેશિયલ - આય એમ અનસ્ટોપેબલ! - હું. માય વર્લ્ડ. માય ટ્રાવેલ.
9 mins, read

વીણા વર્લ્ડ વુમન્સ સ્પેશિયલ - આય એમ અનસ્ટોપેબલ! - હું. માય વર્લ્ડ. માય ટ્રાવેલ.

Published in Mumbai Samachar 30th August 2026 હવે એની સામે આખી દુનિયા ખુલ્લી છે! થોડાં વર્ષો પહેલાં અમારી ટીમને એક સવાલ વારંવાર સાંભળવા મળતોઃ મારી સાથે ટ્રાવેલ કરવા કોઈ નથી, તો હું કેવી રીતે જાઉં

કેટલો ફેમસ છે... આ દેશને જ ખબર નથી!
9 mins, read

કેટલો ફેમસ છે... આ દેશને જ ખબર નથી!

Published in Gujarat Samachar 30th August 2026 ...એક એવો દેશ છે જેણે પશ્ચિમ ભારતના ભાગોમાં આપણા ખોરાક, આપણા સ્થાપત્ય, આપણા ધર્મને આકાર આપ્યો, જેના સંશોધકોએ ભારતીય ઇતિહાસનો માર્ગ બદલી નાખ્યેો...

વેસ્ટર્ન યુરોપ - જ્યાં દરેક દેશ એક નવી કહાની કહે છે...
9 mins, read

વેસ્ટર્ન યુરોપ - જ્યાં દરેક દેશ એક નવી કહાની કહે છે...

Published in Mumbai Samachar. Date 23rd August, 2026 હંમેશાં કંઈક નવું આપતું શહેર લંડન એ એવું શહેર છે, જ્યાં પહેલી જ મુલાકાતે પણ બધું જાણીતું-પરિચિત લાગવા લાગે છે. બિગ બેન, બકિંગહામ પેલેસ, ટાવર

Veena World tour reviews

What are you waiting for? Chalo Bag Bharo Nikal Pado!