Published in the Sunday Gujarat Samachar on 27 July 2025
સ્વિત્ઝર્લેન્ડનો જાદુ બરફ પડવાનું શરૂ થાય ત્યારે જ ખરા અર્થમાં ઉજાગર થાય છે.
ભારતમાં મોટા ભાગના લોકો સ્વિત્ઝર્લેન્ડ વિશે વિચારે ત્યારે હરિત ખીણો, ઉનાળાનું ઊજળું આકાશ અને સૂર્યકિરણો જેમાંથી ડોકાવેતે બરફાચ્છિત શિખરોનું ચિત્ર તેમના મનમાં તરી આવે છે. આ સમર હોલીડેઝનું સ્વિત્ઝર્લેન્ડ છે, જે આપણે અસંખ્ય બોલીવૂડની ફિલ્મોમાં જોયું છે. જોકે સ્વિત્ઝર્લેન્ડનો અસલી જાદુ ઉનાળાના સૂર્ય હેઠળ નહીં, પરંતુ કડકડતી ઠંડીના શિયાળાના શિયાળાના મહિનાઓમાં ઉજાગર થાય છેએવું હું કહું તો તમે શું વિચારશો?
આ ડિસેમ્બરમાં સુનિલા (વીણા વર્લ્ડની સહ-સંસ્થાપક અને ચીફ પ્રોડક્ટ ઓફિસર) અને હું અત્યંત વિશિષ્ટ ધ્યેય સાથે સ્વિત્ઝર્લેન્ડના પ્રવાસે નીકળ્યાં હતાંઃ નવાં રત્નોની ખોજ કરવા, અમારી ટુર બહેતર બનાવવા અને આ દેશને તેની સંપૂર્ણ શિયાળાની ઝાકઝમાળમાં અનુભવવા માટે. બરફાચ્છાદિત ઘરોથી રોશનાઈથી ટમટમતી ક્રિસમસ બજારો અને પહાડી શહેરો સુધી, જ્યાં સમય ધીમો પડી જાય છે. શિયાળામાં સ્વિત્ઝર્લેન્ડ સંપૂર્ણ અલગ વાર્તા છે.
તો આજે, હું તમને એ કહેવાનો છું કે ડિસેમ્બરમાં સ્વિત્ઝર્લેન્ડ તમારો પરફેક્ટ પ્લોટ વળાંક કઈ રીતે હોઈ શકે. તો ચાલો શરૂઆત કરીએ.
શિયાળો શા માટે?
જો ઉનાળામાં સ્વિત્ઝર્લેન્ડ ચમકતું હોય તો શિયાળામાં તે ખરેખર ઝળહળી ઊઠે છે. હવા આહલાદક હોય છે, બરફાચ્છાદિત નિસર્ગસૌંદર્ય અફલાતૂન હોય છે અને દરેક ખૂણાને જાદુનો સ્પર્શ થયો હોય તેવું મહેસૂસ થાય છે. ભારતીય પ્રવાસીઓ તેમની યુરોપિયન હોલીડે મે અથવા જૂનમાં નિયોજન કરતા હતા, પરંતુ શિયાળાની ટ્રિપ સંપૂર્ણ અલગ આકર્ષણો આપે છે અને હું તો ત્યાં સુધી કહેવાની હિંમત કરું છું કે શિયાળામાં વધુ રોમાંચક અનુભવ થઈ શકે છે.
સ્વિત્ઝર્લેન્ડ ડિસેમ્બર એટલે ફક્ત બરફવર્ષા નહીં, પરંતુ તહેવારની ખુશીનો પણ આ મહિનો હોય છે. હવે આ વિશે વિચારોઃ ક્રિસમસ માર્કેટમાં ટમટમતી રોશનાઈ સાથે હરોળબાળ કોબલ્ડ સ્ટ્રીટ્સ, મુલ્ડ વાઈનના સ્ટીમિંગ કપ્સ, જાહેર ચોકમાં બાળકો દ્વારા કરાતું સ્કેટિંગઅને ચર્ચમાંથી આવતો કેરોલ્સનો ધીમો અવાજ. આ સુંદર જૂની દુનિયા જેવું છે.
સૌંદર્યની પાર શિયાળો ઘણી બધી એવી પ્રવૃત્તિઓ ઓફર કરે છે, જે ઉનાળામાં શક્ય બનતું નથી. સ્કીઈંગ, સ્નોબોર્ડિંગ, સ્લેજિંગ અથવા અલ્પાઈન બ્લિઝાર્ડ થકી કેબલ કારમાં સવારી હોય, આ સર્વ અવસરો સદાકાળ તમારી સાથે રહે છે. અને શિયાળાની એક વધુ મજેદાર બાબત છે ફાયરસાઈડ ડિનર્સ, હોટ ચીઝ ફોન્ડ્યુઝ, બરફથી ઘેરાયેલા લક્ઝુરિયસ થર્મલ સ્પા. આ રોમાંચક હોય છે, વાતાવરણ ખુશનુમા હોય છે અને સ્વિત્ઝર્લેન્ડ એકાદ વાર્તાના પુસ્તક જેવું મહોરી ઊઠે છે.
આથી જો તમે સમર પોસ્ટકાર્ડ વ્યુઝ પર નિશાન કરો અથવા નવા પ્રકાકનું યુરોપિયન સાહસ જોતા હોય, શિયાળો સ્વિત્ઝર્લેન્ડમાં શાંત,વધુ રોમેન્ટિક અને પોતાને તેમાં ગળાડૂબ કરવા માટે દ્વાર ખોલી નાખે છે.
બોલીવૂડ કનેક્શન
ઘણા બધા ભારતીય પ્રવાસીઓ માટે સ્વિત્ઝર્લેન્ડનો વિચાર ગાઈડબુકમાં શરૂ થયો. ખાસ કરીને ફિલ્મ પરથી તે શરૂ થયો. "દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેમાં સુંદર ખીણથી લઈને "ચાંદની અને "મહોબ્બતેંમાં બરફાચ્છિત શિખરો સુધી બોલીવૂડે સ્વિત્ઝર્લેન્ડને આખરી રોમેટિક સ્વપ્નનગરી તરીકે રંગ્યું છે. અને તે કામ કરી ગયું છે. ફિલ્મ રસિક પેઢી દર પેઢી પાસપોર્ટ હાથોમાં આવવા પૂર્વે જ આ દેશના પ્રેમમાં પડી જાય છે.
ખાસ કરીને યશ ચોપરાએ ફિલ્મમાં પ્રેમમાં મોટી ભૂમિકા ભજવી છે. વાસ્તવમાં સ્વીક સરકારે તેમનું ઈન્ટરલેકન ખાતે પૂતળું મૂકીને સન્માન કર્યું છે. ઉપરાંત લેક વ્યુ પોઈન્ટને તેમનું નામ પણ આપ્યું છે. તેમની ફિલ્મોએ બરફાચ્છિત પહાડીઓ દર્શાવવા સાથે પોતાના વાર્તાકથનમાંતેમને આકાંક્ષાત્મક અને ભારતીય બનાવી દીધા છે. આજે સાનેન, સ્ટાડ અને યુન્ગફ્રોઉજોક જેવાં સ્થળો ખાતેતેમનાં નૈસર્ગિક સૌંદર્યને માણવા સાથે પડદા પર તે અમર થઈ ગયાં હોવાથી મોટે ભાગે અહીં મુલાકાત લેવાય છે.
આજે પણ લુસર્નની ગલીઓમાં વોક અથવા યુંગફ્રાઉ જતી સીનિક ટ્રેનમાં સવારી કરો ત્યારે સુવેનિયર શોપમાં તમને હિંદી સંગીત સાંભળવા મળશે અથવા ભારતીય મહેમાનો આવકારતા બોલીવૂડનાં પોસ્ટરો જોવા મળશે. સ્વિત્ઝર્લેન્ડ આપણા ફિલ્મી મનમાં તેનું મહત્ત્વ જાણે છેઅને આપણું જૂની યાદો અને મોહિનીના યોગ્ય સંમિશ્રણ સાથે સ્વાગત કરે છે.
ક્લાસિક્સ
નિખાલસતાથી કહું તો સ્વિત્ઝર્લેન્ડમાં ખાસ કરીને ભારતમાંથી પ્રથમ વારના પ્રવાસીઓ હંમેશાં ક્લાસિક્સ સાથે શરૂઆત કરે છે.તે કોઈક કારણસર આઈકોનિક છે.
માઉન્ટ ટિટલિસ સામાન્ય રીતે ઘણા બધા ભારતીય પ્રવાસીઓ માટે બરફવર્ષાનો પ્રથમ અનુભવ છે. ફરતી કેબલ કાર, ટિટલિસ ક્લિફફ વોકઅને દેખીતી રીતે જ પહેલી વાર અસલી બરફને સ્પર્શ કરવાનો રોમાંચ ક્યારેય જૂનો થતો નથી. અને હા, ડીડીએલજે કટ-આઉટની સામેસિગ્નેચર ફોટો લેવાનું ભૂલશો નહીં!
યુંગફ્રાઉજોક-ટોપ ઓફ યુરોપ વધુ એક પોસ્ટકાર્ડ અવસર છે. સમુદ્રની સપાટીથી 11,000 ફીટ ઊંચાઈએ ટ્રેન પ્રવાસ ડેસ્ટિનેશન તરીકે પોતાની અંદર ચમત્કારિક છે. આઈસ પેલેસ, અલેશ ગ્લેશિયરનો મનોરમ્ય નજારો અને દુનિયાની રીતસર ટોચે હોવાની તે લાગણી અવિસ્મરણીય છે.
લુસર્ન તેના ચેપલ બ્રિજ અને લાયન મોન્યુમેન્ટ અને ઈન્ટરલેકન સાથે બે સરોવરોની વચ્ચે સમાયેલું છે, જે બર્નીઝ ઓબરલેન્ડ પ્રદેશ જોવા માટે ઉત્તમ બેઝ પ્રદાન કરે છે. આ શહેરો આકર્ષક, વોકેબલ અને સ્વીસ ગુણોથી ભરચક છે.
બીજી બાજુ ઝુરિક તમારા પ્રવાસમાં પચરંગી ખૂબી ઉમેરે છે. લેકસાઈડ પ્રોમેનેડ્સ, શિયાળામાં સ્વર્ણિમ ક્રિસમસ માર્કેટ્સ અને તમે ચાખી નહીં હોય તેવી અમુક ઉત્તમ ચોકલેટ પણ અહીં મળી રહે છે.
આ સ્થળો સતત ધમધમતા રહે છે, પરંતુ તે છતાં તેનો જાદુ ક્યારેય ઓસરતો નથી. અને જો તમે પ્રથમ ટ્રિપનું નિયોજન કરતા હોય તો તે હજુ પણ પરફેક્ટ શરૂઆત છે.
છૂપાં રત્નો
ટિટલિસની બરફાચ્છાદિત પહાડીઓ અને યુંગફ્રાઉજોકનાં શિખરોની પાર વધુ એક સ્વિત્ઝર્લેન્ડ વસેલું છે, જે શાંત, ઓછી ગિરદીવાળું અને બહુજ પુરસ્કૃત છે.
સુંદર મેટરહોર્નની તળેટીમાં વસેલું ઝર્મેટ કારમુક્ત ગામ છે, જે પરીકથામાંથી ઊતરી આવ્યું હોય તેવું મહેસૂસ કરાવે છે. શિયાળો આવતાં જ તે પ્રાચીન સ્લોપ અને એપર્સ- સ્કીન ખૂબીઓ સાથે સ્કીયર્સ માટે સ્વર્ગ બની જાય છે. જોકે તમે સ્કી નહીં કરતા હોય તો પણ સૂર્યાસ્ત સમયે મેટરહોર્નને ચમકદાર ગુલાબી રૂપમાં જોવાનો નજારો અહીં મુલાકાત લેવાનું નિમિત્ત આપે છે. અને હા, ફિલ્મી રોમાન્સ માટે ઉત્તમ બરફ ઓઢેલા રસ્તાઓ સાથે ઘણી બધી બોલીવૂડની ફિલ્મોના શૂટિંગ માટે પણ તે ઉત્તમ જગ્યા બની રહી છે.
સ્ટાડ નજીક ગ્લેશિયર 3000 વધુ એક શિયાળાનું વંડરલેન્ડ છે, જે મોટા ભાગના પ્રથમ વારના મુલાકાતીઓ ચૂકી જાય છે. બે પહાડી શિખરોઅને નીચે બરફથી ઢંકાયેલા વળાંકો વચ્ચે ઝૂલતા પુલ પરથી અન્ય ક્યાં ચાલવા મળે છે. દરેક દિશામાં પહાડીઓના સુંદર નજારા સાથેઆ વોક રોમાંચક અને આહલાદક બની જાય છે.
સ્ટાડ પોતે નિકટથી જોવા માટે હકદાર છે. સેલિબ્રિટીઓ સાથે લોકપ્રિય તે લક્ઝુરિયસ હોવા છતાં ગામ જેવો અહેસાસ આપે છે. તેના લાકડાના ચેલેટ્સ, ગુર્મે ડાઈનિંગ અને બરફાચ્છિદત પ્રોમેનેડ્સ સુંદર શિયાળાનું ચિત્ર નિર્માણ કરે છે. આથી જ ઘણી બધી સેલિબ્રિટીઓઆ સ્થળને પસંદ કરે છે તેમાં કોઈ નવાઈ નથી.
પવિત્ર પ્રેમ પ્રકરણ
ભારતીય પ્રવાસીઓ માટે સ્વિત્ઝર્લેન્ડ દાયકાઓની ફિલ્મી જૂની યાદોમાં ગૂંથેલું સપનું છે. યશ રાજની હિરોઈનો શિફોન સાડીઓ લહેરાવતી હોય ત્યાંથી હરિયાળાં મેદાનોમાંથી દોડતા શાહરુખ ખાન સુધી બોલીવૂડે સ્વિત્ઝર્લેન્ડને રોમેન્ટિક સ્વર્ગ બનાવી દીધું છે. અને શિયાળો આ પ્રેમકથામાં સંપૂર્ણ નવું પરિમાણ ઉમેરે છે.
અને ફક્ત જૂની યાદો જ નહીં. આજના ફિલ્મકારો પણ સૌંદર્ય, પહોંચક્ષમતા અને બહુમુખિતાના બેજોડ સંયોજન માટે ફરી ફરી સ્વિત્ઝર્લેન્ડ તરફ આકર્ષિત થઈ રહ્યા છે. રીલ જીવન રિયલ જીવન સાથે અહીં જ મળે છે અને તમે પણ તે દ્રશ્યો જીવી શકો છો.
તો આગામી સમયે તમે સ્વિત્ઝર્લેન્ડ વિશે વિચારશો ત્યારે ઉનાળામાં હરિયાળાં અને પોસ્ટકાર્ડ - પરફેક્ટ હરિયાળી પૂરતા પોતાને મર્યાદિત કરશો નહીં. સ્નોફ્લેક્સ, ધમધમતી બજારો, થીજેલાં સરોવરો અને અગ્નિ પાસે ફોન્ડ્યુ માણવા વિશે જરૂર વિચારો. હું સુનિલા સાથે ડિસેમ્બરમાંસ્વિત્ઝર્લેન્ડ જઈ રહ્યો છું, વધુ ખોજ કરવા, અમને જે ગમી ચૂક્યું છે તેમાં સુધારણા કરવા અને બનવાજોગ છે કે આગામી બોલીવૂડ પાર્શ્વભૂ શોધવા. ફરી આગામી સપ્તાહમાં મળીશું.
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.