Published in the Sunday Gujarat Samachar on 17 Aug 2025
આપણે બધા યુરોપ, થાઈલેન્ડ, દુબઈ ક્લાસિક ફેવરીટ્સ છે તે જાણીએ છીએ ત્યારે દુનિયામાં શાંતિથી ઊભરતાં અમુક સ્થળો છે, જે ભારતીય પ્રવાસીઓને પધારવા માટે આમંત્રિત કરે છે...
વીણા વર્લ્ડમાં માઈલસ્ટોન એ સંખ્યાથી પણ વિશેષ છે. તે ઉત્સુકતા, સાહસ અને હરવાફરવાની તે એકધારી લાગણીની ઉજવણી છે.350+ ટુર મેનેજર અને 700+ ટીમ મેમ્બરો અને સેલ્સ પાર્ટનર્સ સાથે એવું લાગે છે કે દરેક દિવસે અમારા વર્તુળમાંથી કોઈક નવા પ્રવાસસીમાચિહન સુધી પહોંચી રહ્યા છે, જે 5મું ભારતીય રાજ્ય, 10મો દેશ અથવા તેમના 50મા ઈન્ટરનેશનલ ડેસ્ટિનેશનની મુલાકાત લઈ રહ્યા હોય છે.
અને દરેક વખતે માઈલસ્ટોન પાર કરવા સાથે એક પ્રશ્ન ઉદભવે છેઃ `હવે પછી શું?' આ સમયે નવાં સપનાં આકાર લેવાનુું શરૂ થાય છે.વાર્તાલાપમાં તમે સાંભળેલું ડેસ્ટિનેશન, ઓનલાઈન તમે જોયેલો ફોટો, તમને થોભીને વિચાર કરાવતું સ્થળ,`બનવાજોગ છે કે તે તમારી આગામી મોટી ટ્રિપ હોઈ શકે.'
અભિષેક બચ્ચનનું પાત્ર ગુરુ ફિલ્મમાં કહે છે, `સપને દેખના અચ્છી બાત હ' તેવી જ આ બાબત છે.અને આજે હું અમુક નવાં સપનાં જોવા તમને મદદરૂપ થવા માગું છું.
કારણ કે આપણે બધા યુરોપ, થાઈલેન્ડ, દુબઈ ક્લાસિક ફેવરીટ્સ છે તે જાણીએ છીએ ત્યારે દુનિયામાં શાંતિથી ઊભરતાં અમુક સ્થળો છે, જે ભારતીય પ્રવાસીઓને પધારવા માટે આમંત્રિત કરે છે. તો આ લેખમાં ચાલો, હું તમને મુખ્ય પ્રવાહમાં નથી, પરંતુ તે પ્રવાહમાં આવી રહ્યાં છેએવાં ચાર ડેસ્ટિનેશનની સેર કરાવું છું. તમારા ટ્રાવેલ મેપ માટે ચાર નવી પિન્સ. તો ચાલો, શરૂઆત કરીએ.
સાઈપ્રસ - જ્યાં યુરોપનું મિલન મધ્ય પૂર્વ સાથે થાય છે
આપણે યુરોપ વિશે વિચારીએ ત્યારે સામાન્ય રીતે સાઈપ્રસ નામ સૌપ્રથમ મનમાં આવતું નથી, પરંતુ તે શા માટે આવવું જોઈએ તેનું કારણ જાણો. આ ટાપુ પૂર્વીય મેડિટરેનિયનમાં ફ્લોટ કરે છે, જ્યાં પૂર્વ અને પશ્ચિમ સુંદર રીતે સુમેળ સાધે છે. તમને અહીં ગ્રીક પ્રાર્થનાસ્થળોઅને બાયઝેન્ટાઈમ ચર્ચ, ટર્કીશ હમામ અને વેનેશિયા વોલ્સ જોવા મળશે, જે સર્વ ટર્કોઈસ પાણી અને સૂર્યસ્નાનથી પલળેલાં પહાડી ગામો સાથે દરિયાકાંઠાનાં શહેરોમાં લપેટાયેલાં છે.
જોકે અહીં મને ખરેખર અનોખું જણાયું તે એ કે સાઈપ્રસ પ્રાચીન અને જીવંત મહેસૂસ થાય છે. તમે સવારે રોમન એમ્ફિથિયેટર પાસેથી વોક કરતા હોઈ શકો અથવા બપોરે ધમધમતા મોડર્ન સ્ક્વેરમાં મજેદાર કેફેમાં ભોજન કરતા હોઈ શકો છો. સાંસ્કૃતિક ઊંડાણ સાથે બીચ રિસોર્ટની લહેરોને સંમિશ્રિત કરતા શહેર લિમાસોલમાં તમને ઓટ્ટોમન મોસ્ક્સની બાજુમાં ટ્રેન્ડી બાર અને હેલોમી અને હમમસના સાઉલાકી તથા બકલાવા સાથેમિક્સ કરતાં ખાદ્યો જોવા મળશે.
આ જગ્યા ઊંડાણભર્યાં પૌરાણિક મૂળિયાં પણ ધરાવે છે. દંતકથા કહે છે કે પ્રેમની ગ્રીક દેવી એફ્રોડાઈટ પેફોસના દરિયાકાંઠા પાસે સમુદ્રિફીણમાં જન્મી હતી. અને તમે આ ભ્રમણા જ્યાં ઉજાગર થઈ હોવાનું કહેવાય છે તે ખડક પેટ્રા ટાઉરોમિયો ખાતે ઊભા રહો ત્યારેઆ વાર્તા યુગયુગથી કેમ ચાલી આવી છે તેનું તમને ભાન થશે.
સાઈપ્રસ નાનો છે, જે એક સપ્તાહમાં તેની ખોજ કરવા માટે તેને પરફેક્ટ બનાવે છે. જોકે તે આહલાદક પણ લાગે છે,જેનો અર્થ સપ્તાહમાં પણ અહીં ધસારો હોતો નથી. અને હવે દુબઈ અને દોહા જેવા હબ થકી ભારતમાંથી આસાન કનેક્ટિવિટી સાથેઆ ટાપુ ધીમે ધીમે ભારતીય પ્રવાસ આઈટિનરીમાં સ્થાન જમાવી રહ્યો છે.
સિસિલી - ઈટાલી જ્યાં વધુ ઈટાલિયન મહેસૂસ કરે તેવો ટાપુ
જો ઈટાલી ફિલ્મ હોય તો સિસિલી તેની નાટકીય ત્રીજી કૃતિ હોત. તે વધુ બોલકણું, ઘેરું, થોડું મુશ્કેલ છતાં એકદમ અવિસ્મરણીય છે.રોમ-ફ્લોરેન્સ-વેનિસ કરી ચૂકેલા ભારતીય પ્રવાસીઓ માટે સિસિલી લખાવાની વાટ જોતો આગામી અધ્યાય છે. અને તે અત્યંત અલગ છે. વિચારરહિત પોલિશ્ડ પોસ્ટકાર્ડ, વધુ કાચું મેડિટરેનિયન હાર્દ.
તમે પાર્લેમો અથવા કેટેનિયામાં ઉતરાણ કરશો અને સૌપ્રથમ તમને જો કશું સ્પર્શ કરે તો તે વિસંગતતાનું ભાન છે. બરોક ચર્ચોની બાજુમાંઆરબ ડોમ્સ છે. હિંસ્ર ટેકરીની બાજુઓથી પ્રાચીન ગ્રીક પ્રાર્થનાસ્થળો ઊભરે છે. રંગબેરંગી બજારો નોર્થ આફ્રિકામાં હોઈએ તેવું મહેસૂસ કરાવે છેઅને પાસ્તા ડિશ એવી કે રોમમાં મેનુમાં તમે ક્યારેય નહીં જોઈ હોય.
સિસિલી પાસે આ બધું જ છે. ગ્રીસ, રોમન, બાયઝેન્ટાઈન્સ, આરબ, નોર્મન્સ, સ્પેનિશ, ફ્રેન્ચ. દરેકે તેમની છાપ છોડી છે,પરંતુ તે ભૂંસી નાખવાને બદલે તેમણે તેની પર લેયરિંગ કર્યું. આથી જ તમને એક સમયે પ્રાચીન દુનિયામાં સૌથી શક્તિશાળી શહેરમાંથીએક સાયરાક્યુઝ જેવાં શહેરો અને એથન્સી હરીફ કરતાં ડોરિક પ્રાર્થનાસ્થળોની હરોળ સાથે એગ્રિજેંટો જેવી ખીણો મળે છે.
જોકે સિસિલી ફક્ત અવશેષો અને ઈતિહાસ નથી. અહીંનો માઉન્ટ એટના દુનિયામાં સૌથી સક્રિય જ્વાળામુખીમાંથી એક છે, જે ઊંઘણશી ડ્રેગનની જેમ ફૂલે છે. અહીં લિપારી અને સ્ટ્રોમ્બોલી જેવા એઓલિયન ટાપુઓ છે, જે મેડિટરેનિયનની એકદમ ગોપનીય રાખેલી ગોપનીયતાજેવું મહેસૂસ કરાવે છે. અને ખાણીપીણી, મસાલા, ખાટાં- મીઠાં રસ વગેરે પર અરબી અને આફ્રિકન પ્રભાવો છે,છતાં તે નિર્વિવાદ રીતે ઈટાલિયન છે.
માલ્ટા - નાનો ટાપુ, મોટી વાર્તાઓ
નાનું સ્થળ મોટી વાર્તાઓ ધરાવે છે એવું ભાગ્યે જ જોવા મળે છે. જોકે માલ્ટા સિસિલી અને નોર્થ આફ્રિકા વચ્ચે મેડિટરેનિયનમાં ઝીણું ટપકું છેછતાં તે 7000થી વધુ વર્ષનો ઈતિહાસ ધરાવે છે.
ગ્રીસ અથવા ઈટાલી જેવાં સ્થળો પસંદ કરતા પરંતુ થોડું ભિન્ન ચાહતા ભારતીય પ્રવાસીઓ માટે માલ્ટા સંપૂર્ણ અલગ સ્તર સાથેપરિચિત હવામાન પ્રદાન કરે છે. અહીંનાં પ્રાચીન પ્રાર્થનાસ્થળ પિરામિડ કરતાં જૂનાં છે, મધ્યયુગીન કિલ્લાઓનું ધર્મયુદ્ધો દરમિયાનસમુદ્ર દ્વારા રક્ષણ કરાય છે અને અહીંની ભાષા અરબી, ઈટાલિયન અને અંગે્રજીનું મિશ્રણ છે, જે સર્વ મુંબઈ કરતાં પણનાના આ દેશમાં સમાયેલું છે.
આ દેશની રાજધાની અને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ વેલેટાની સાંકડી ગલીઓમાં વોક કરો અને તમને ફિલ્મના સેટ પરઆવી ગયા હોય તેવું મહેસૂસ થશે, કારણ કે તમે ખરેખર એવી જગ્યાએ આવી ચૂક્યા છો. માલ્ટા શાંતિથી હોલીવૂડ ફેવરીટ બની ગયું છે.ગેમ ઓફ થ્રોન્સ, ટ્રોય અને ગ્લેડિયેટર જેવી ફિલ્મોના શૂટ અહીં જ થયા હતા.
ટ્યુનિશિયા - જ્યાં સહારાનું મિલન સ્ટાર વોર સાથે થાય છે
સ્ટાર વોર્સમાંના પ્રાચીન રોમન કોલોશિયમ્સ અને ટેટૂઈન એમ બંનેનો દાવો ભાગ્યે જ કોઈ સ્થળ કરી શકે છે, પરંતુ ટ્યુનિશિયા મોટા ભાગનાં સ્થળોથી અલગ છે. નોર્થ આફ્રિકાના મેડિટરેનિયન દરિયાકાંઠાના સાંનિધ્યમાં વસેલું ટ્યુનિશિયા બીચ અને રણ, અવશેષો અને સૂક્સ, પરંપરા અને સ્કાય-ફાય લીજન્ડ એમ વિસંગતીઓનો દેશ છે. અને પરિચિતની પાર ખોજ કરવા તૈયાર ભારતીય પ્રવાસીઓ માટે આ સ્થળ દરેક વળાંકે આશ્ચર્ય આપીને રહે છે.
તો ચાલો, સ્ટાર વોર્સ સાથે શરૂઆત કરીએ. પ્લેનેટ ટેટૂઈનમાં લ્યુક સ્કાયવોકરનું ડેઝર્ટ હોમ યાદ છે? તે હોલીવૂડમાં નિર્માણ કરાયેલોસેટ નહોતો, પરંતુ સધર્ન ટ્યુનિશિયામાં તેનું શૂટિંગ કરાયું હતું. વાસ્તવમાં ટેટૂઈનનું શહેર પૃથ્વીના નામ પરથી પ્રેરિત છે.અને આજકાલ મૂળ ટ્રાયોલોજી (અને પ્રિક્વલ્સ)ના સીન્સ શૂટ કરાયાં હતાં તે આ અસલ જીવનનાં સ્થળોની તમે મુલાકાત લઈ શકો છો.
જોકે ટ્યુનિશિયા ફક્ત ફિલ્મો માટે પ્રસિદ્ધ નથી. ઉત્તરમાં જાઓ અને તમને કાર્થેજ શહેર મળશે, જે એક સમયે પ્રાચીન રોમને પડકારનાર સામર્થ્યવાન સમ્રાટની બેઠક હતી. દુનિયામાં સૌથી ઉત્તમ રીતે સંવર્ધન કરેલાં રોમન એમ્ફિથિયેટરમાંથી એક અલ ડિજેમ જુઓ,જે રોમના કોલોશિયમથી પણ જૂનું છે. રોજિંદા જીવન સાથે સતત ધમધમતી ગલીઓ, દુકાનો અને મોસ્ક્સનુંયુનેસ્કો લિસ્ટેડ કોયડું મેડિના ઓફ ટ્યુનિશ થકી લટાર મજેદાર બની જાય છે.
આ પછી સહારા પણ છે.
વિશાળ, સુવર્ણ અને ફિલ્મી, જે વિશાળ ટેકરાઓ અને મીઠાના અગરો સાથે સધર્ન ટ્યુનિશિયામં દૂર સુધી ફેલાયેલા છે.રાજસ્થાનના થાર રણનો અનુભવ લેનારા ભારતીય પ્રવાસીઓને અહીં કશુંક પરિચિત મળશે, પરંતુ કાંઈક અત્યંત અલગઃ રંગો,શાંતિ અને તેનો સ્તર. અહીં ડેઝર્ટ કેમ્પમાં રાત્રો તારાઓની ચાદર ઓઢેલા આકાશ હેઠળનો અનુભવ ટ્રિપ પૂરી થયા પછી પણલાંબા સમય સુધી મન પર છવાઈ રહે છે.
તો તમે જાણી ગયા હશો. આ ચાર સ્થળ હંમેશાં મથાળાં બનાવતાં નથી, પરંતુ ઉત્સુક, અનુભવી અને સપનું જોતા પ્રવાસીઓને શાંતિથી બોલાવે છે. તો મેપમાં નવી પિન ઉમેરવાનો સમય આવી ગયો છે. ફરી મળીશું...
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.