Published in the Sunday Mumbai Samachar on 24 August 2025
તમે મુંબઈ જેવા શહેરમાં ઊછર્યા હોય તો પહાડીઓ, બરફાચ્છાદિત ઢળાણો અથવા સાહસિક રમતો તમારા રોજબરોજની સીનરીનો હિસ્સો હોતાં નથી. મારે માટે પણ 2016 સુધી એવું બિલકુલ નહોતું, પરંતુ તે વર્ષે જાપાનમાં મારી પ્રથમ ટ્રિપમાં મેં પહેલી વાર સ્કીઝની જોડી પગમાં બાંધી. મને હજુ પણ તે લાગણી યાદ છે- રોમાંચ, ઉદાસી અને મારા મનમાં ઘુમરાયેલો તે નાનો અવાજઃ `જો હું પડી જાઉં તો?'(અને ખરેખર હું ઘણી વાર પડ્યો).
પુખ્ત તરીકે `પહેલી વાર' તે કેટલું અલગ મહેસૂસ થાય એ મોજીલું છે. આપણે નાના હોઈએ ત્યારે અતિવિચાર કર્યા વિના નવી નવી બાબતોમાં ઝંપલાવી દેતા હોઈએ છીએ. મોટા થયા પછી ડર વધે છે. `તો શું થશે' એ ડર વધુ મહેસૂસ થાય છે. જોકે તે જ આ અવસરોને યાદગાર બનાવે છે. 2015માં મારી પ્રથમ બંજી જમ્પ, 2017માં સ્કાયડાઈવિંગ અને 2018માં સ્નોબોર્ડિંગ (અને અદભુત રીતે નિષ્ફળ ગયો હતો). આ દરેક સાહસ ખેડતી વખતે મને ડર લાગ્યો, રોમાંચિત થયો અને તે કર્યા પછી લાંબા સમય સુધી યાદ રહ્યું.
જો તમે ભારતના કોઈ પણ શહેરમાંથી આ વાંચતા હોય તો શક્યતા એવી છે કે તમારી પાસે પણ તમે અજમાવ્યાં નહીં હોય તેવાં સાહસોની યાદી હોઈ શકે છે. તમે તે કરવા માગતા નહોતા તેથી નહીં પણ તમે ઊછરતા હતા ત્યારે તે તમારી આસપાસ નહોતું. આથી જ આ સપ્તાહના લેખમાં ભલે તે `પ્રથમ' વિલંબથી આવ્યું હોય પરંતુ તે અપનાવવા વિશે હું ચર્ચા કરવાનો છું. કારણ કે અમુક વાર યોગ્ય સમય સહજ રીતે શરૂ થાય છે... હમણાં જ.
પહેલી વાર શા માટે તે વિશેષ છે
તમે નાના હોય ત્યારે પ્રથમ સાહસ છાશવારે ખેડતા હો છો. પ્રથમ બાઈક રાઈડ, પ્રથમ સ્વિમ, પ્રથમ સ્કૂલ ટ્રિપ. જોકે મોટા થયા પછી તે દુર્લભ બને છે, જેનું આંશિક કારણ એ છે કે આપણે આપણા રુટિનમાં કમ્ફર્ટેબલ બની જઈએ છીએ, આંશિક કારણ એ છે કે જવાબદારીઓ અજમાયશ કરવા માટે કોઈ અવકાશ છોડતી નથી.
આથી જ પુખ્ત તરીકે પહેલી વાર તમે કશુંક નવું અજમાયશ કરો છો ત્યારે તે તમારી સ્મૃતિમાં કંડારાઈ જાય છે. તમે જોખમો જાણવા,પડકારો ધારવા પૂરતા પીઢ થઈ ગયેલા હો છો અને તે પુરસ્કારને વધુ મીઠો બનાવે છે. તમારી પ્રથમ બંજી માટે ખડક પરથી ભૂસકો મારવા પૂર્વે તે ઉદાસ હાસ્ય, સ્કીના ઢળાણ પરથી નીચે ધકેલાવા પૂર્વે ધ્રૂજારી, તમારી પ્રથમ સ્કાયડાઈવ કર્યા પછી તે સંપૂર્ણ અવિશ્વાસ આ બધું જ અલોપ થઈ જાય છે.
આ અવસરો આપણને એ યાદ અપાવે છે કે આપણે હજુ પણ સક્ષમ છીએ. આપણી ત્રીસી, ચાળીસી અને પચાસીમાં પણ જીવન નવુંનક્કોર લાગે છે. આપણો મોટા ભાગનો પ્રવાસ `જોવા' વિશે હોય છે ત્યારે આ પ્રથમ `મહેસૂસ' કરવા વિશે છે. તે રોમાંચ, ડર અને જીત. તે તમારી અંદર નાનું પરિવર્તન લાવે છે, પરંતુ તમે ઘેર પાછો આવો છો ત્યારે લાંબા સમય સુધી તે યાદ રહે છે.
તમારા માટે મારી યાદી
તાન્ઝાનિયામાં માઉન્ટ કિલિમાંજારો પર ચઢવુંઃ
આફ્રિકાનું આ સર્વોચ્ચ શિખર ટેક્નિકલ ચઢાણ કરતાં સહનશીલતા વિશે વધુ છે. અનેક દિવસો સુધી તમે રેઈનફોરેસ્ટ, અલ્પાઈન રણ અને આખરે બરફાચ્છાદિત શિખર થકી પસાર થાઓ છો. ક્ષિતિજ સુધી ફેલાયેલાં વાદળાં સાથે ઉહુરુ શિખરનો સૂર્યોદય દરેક દર્દ આપતું પગલું મૂલ્યવાન લાગે છે. મારી સહ-સંસ્થાપક સુનિલા પાટીલે પૂર્વ પર્વતારોહણ અનુભવ વિનાઆ ટ્રેક પૂર્ણ કર્યો છે, જે એ સિદ્ધ કરે છે કે `હા' તમારા કમ્ફર્ટ ઝોનની પાર કશુંક કરવા માટે તમારી પાસે ક્યારેય નહોતો તે જોશ ઉજાગર કરી શકે છે.
કેનેડામાં સ્નોબોર્ડિંગઃ
સ્કીઈંગથી વિપરીત સ્નોબોર્ડિંગમાં બરફ પર સર્ફિંગ કરવાનું વધુ મહેસૂસ થાય છે, જેમાં વારંવાર પડી જવાનું સંકળાયેલું છે. વ્હિસલરમાં વ્યાપક અને પાઉડર જેવો નરમ બરફ શીખવાની પ્રક્રિયાને વધુ ક્ષમાશીલ બનાવે છે. એક વાર તમે જૂજ વળાંકો સહજ રીતે પાર કરો એટલે તમને તેનો ચસકો લાગી શકે, જે સંતુલન, લય અને ગતિનું રોમાંચક સંમિશ્રણ `ફરી એક વાર આ સાહસ કરવાની' તમારી ઈચ્છાને પ્રબળ બનાવે છે.
આંદામાન ટાપુમાં સ્કુબા ડાઈવિંગઃ
ભૂજળમાં સ્કુબા ડાઈવિંગ અત્યંત રોમાંચક હોય છે. આંદામાનમાં તે કોરલ બગીચાઓ, માંતા રેઝ અને ટમટમતી લાઈટની દુનિયામાં તે ખૂલે છે. મને હેવલોક આઈલેન્ડ પર અહીં મારું સ્કુબા ડાઈવિંગ લાઈસન્સ મળ્યું, જે જૂજ દિવસોએ મારા પ્રવાસની રીત બદલી નાખી. મોટા ભાગના નવાગંતુકો ડિસ્કવર સ્કુબા અજમાવે છે, પરંતુ સંપૂર્ણ પીએડીઆઈ સર્ટિફિકેશન તમને રીતસર અને ગણતરીપૂર્વક સંપૂર્ણ નવી દુનિયાના ઊંડાણમાં લઈ જાય છે, જ્યાં સમય ધીમો પડે છે અને દરેક હલનચલન હલકી મહેસૂસ થાય છે.
દુબઈમાં પામ પર સ્કાય ડાઈવિંગઃ
13,000 ફીટની ઊંચાઈ પર વિમાનમાંથી છલાંગ મારીને ખાસ કરીને નીચે ભૂરાં જળ,સુવર્ણ બીચ અને તે પરફેક્ટ પામ આકાર દર્શાવતું પામ જુમેરા જેવો રોમાંચ જૂજમાંથી એક છે. આ રોમાંચ પડકારજનક છે,પરંતુ નીચેનો સુંદર નજારો અને પેરાશૂટ ખૂલે તે પૂર્વે ફ્રીફોલમાં શાંત અવસરો આહલાદક લાગે છે.
જાપાન અથવા યુરોપમાં સ્કીઈંગઃ
બરફાચ્છાદિત ઢળાણ પરથી નીચે ગ્લાઈડ કરવાનું પણ તેટલું જ રોમાંચક લાગે છે.જાપાનના નિસેકોમાં માઉન્ટ અનાપુરીના ઢળાણ માઉન્ટ ફુજી જેવી જ પ્રતિકૃતિ માઉન્ટ યોતેઈનો નજારો આપે છે. મારી ચોથી ટ્રિપ હાકુબામાં હતી, જ્યાં મારી પત્ની સાથે સ્કીઈંગ કર્યું, જેની આસપાસ દૂર દૂર સુધી શિખરો અને બરફ જ નજરે પડતો હતો. સાફ શિયાળાના આકાશ હેઠળ તાજી બરફના પાઉડર પર સ્કી કરતી વખતે થતા અવાજ વિશે કાંઈક ચમત્કારી છે.
ટર્કીના કેપાડોસિયામાં હોટ એર બલૂનિંગઃ સૂર્યાસ્ત પૂર્વે આકાશ ચકમકતા ગોળાઓથી ભરાઈ જાય છે. ખીણો પરથી ઊડવું, પરીકથાઓ જેવી ચીમની અને ગુલાબી સૂર્યોદય પ્રકાશમાં નાહી ઊઠેલી ગુફા સ્પીડ વિશે ઓછું છે, પરંતુ શાંત પરિપ્રેક્ષ્ય વિશે વધુ છે, જે નમ્ર સાહસ દિલધડક હોય છે અને તમને સપના થકી લઈ જતા હોય તેવું મહેસૂસ કરાવે છે.
ન્યૂ ઝીલેન્ડમાં બંજી જમ્પિંગઃ
ધાર પર ઊભા રહેતાં તમારા હૃદયના ધબકાર એટલા જોરથી ધબકે છે કે તમને ભાગ્યે જ કાઉન્ટડાઉન સંભળાય છે. આ પછી છલાંગનો વારો આવે છે. દોરડું તમને પાછળ ખેંચે તે પૂર્વે ફ્રીફોલની જૂજ સેકંડ્સ. વ્યાવસાયિક બંજી જમ્પિંગનું જન્મસ્થળ તરીકે ન્યૂ ઝીલેન્ડ પુલોથી ખડકની ધાર પરથી છલાંગ સુધી ડર મોજીલું બનવા સાથે તમને તે ફરીથી મહેસૂસ કરવાનું મન થાય છે.
હિમાચલ પ્રદેશના બીર બિલિંગમાં પેરાગ્લાઈડિંગઃ
તમારા પગ ટેકરી પરથી ઊંચકાય છે ત્યારે હિમાલય નિરંતર ખેંચાય છે અને નીચેની દુનિયા રસ્તાઓ અને રમકડા આકારનાં ઘરોની રિબનમાં ફેરવાઈ જાય છે. બીર બિલિંગ ભારતનું સૌથી વિખ્યાત પેરાગ્લાઈડિંગ સ્થળ છે અને દુનિયાનું બીજું સૌથી લોકપ્રિય છે. અહીંની શાંતિ અને રોમાંચ અનેરા હોય છે. તમે ઊડતા હો છો છતાં એકદમ શાંતિ હોય છે.
માચુ પિચુમાં ઈન્કા ટ્રેઈલ ખાતે હાઈકિંગઃ ધુમ્મસિયા પહાડીઓ અને પ્રાચીન અવશેષો થકી ચાર દિવસ. તમે સન ગેટ પહોંચો અને સવારના ધુમ્મસ થકી માચુ પિચુ જોવાનું અદભુત મહેસૂસ થાય છે, જે અનોખો પુરસ્કાર ફક્ત પ્રયાસ જ ખરીદી કરી શકે છે.
સાઉથ આફ્રિકામાં શાર્ક કેજ ડાઈવિંગઃ
વિરાટ વ્હાઈટ શાર્કસ જૂજ મીટર દૂરી પર હોય તેવા ઠંડા જળમાં ભૂસકો તમે અજમાયશ નહીં કરો ત્યાં સુધી પાગલપણું લાગી શકે છે. ગંસબાઈમાં તમે સ્ટીલના પાંજરાની અંદર સુરક્ષિત રહો છો, પરંતુ આ સૌથી મોટા શિકારી સાથે રૂબરૂ થવું તે અવિસ્મરણીય છે. મહાસાગરની આ ભવ્ય યોજના સામે તમે કેટલા નાના છો તેની તે યાદગીરી છે.
પ્રથમની સૌથી સારી વાતઃ
`પ્રથમ'ની સૌથી સારી વાત રોમાંચ અથવા તમારા પાસપોર્ટમાં સિક્કો નથી, પરંતુ એ યાદગીરી છે કે ઉંમર, પાર્શ્વભૂ અથવા ગત અનુભવ કોઈ મર્યાદા ધરાવતાં નથી. તમે તમારી ત્રીસીમાં સ્કીઈંગ કરતા હોય કે તમારી ચાળીસીમાં પુલ પરથી ભૂસકો મારતા હોય કે નિવૃત્તિ પછી સ્કુબા ડાઈવ શીખતા હોય, દુનિયા ઉત્સુક હોય તેમને પુરસ્કૃત કરીને રહે છે. તે દરેક અવસરો તમે વર્ષો સુધી કહી શકશો એવી વાર્તા બને છે, જે વાર્તાલાપ છેડે છે, અન્યોને પ્રેરિત કરે છે અને તમને તમે વિચારો છો તેનાથી વધુ સક્ષમ છો તે યાદ અપાવે છે. દેખીતી રીતે જ તેનો તે જ જાદુ છેઃ દરેક `પ્રથમ' અંગત છે છતાં સાર્વત્રિક સમજવામાં આવે છે. તો હવે પછી તમે ક્યારેય `મેં તે ક્યારેય કર્યું નથી' એવું કહો ત્યારે તેમાં વધુ એક શબ્દ ઉમેરવાનો પ્રયાસ કરોઃ `છતાં.' કારણ કે પહેલી વાર માટે ક્યારેય મોડું થયેલું હોતું નથી અને તમારું આગામી `છતાં' એવું સાહસ હોઈ શકે જે બધું જ બદલી શકે છે.
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.