Published in the Sunday Gujarat Samachar on 24 August 2025
...આ ગીતો ફક્ત સંગીતબદ્ધ અવસરો નહોતાં. તે આમંત્રણ હતાં. પ્રવાસના ટ્રેલર હતાં. આપણે ગયાં નહોતાં, પરંતુ અચાનક જવા માગીએતે સ્થળોના ભાવનાત્મક પ્રીવ્યુ હતાં...
એક ગીત સાંભળવું અને તુરંત તે સ્થળ વિશે વિચારવામાં કશુંક ચમત્કારી છે. હું તેની કલ્પના કરવાનું કહેતો નથી, પરંતુ ટેકરીઓ, આકાશરેખા, રસ્તાઓ, જળ અને અમુક વાર હવામાન જોવા વિશે કહી રહ્યો છું. મારે માટે બોલીવૂડનું ગીત મોટે ભાગે તે જ કામ કરે છે. હું જ્યારે પણ રેડિયો પર ગીત સાંભળું છું અથવા ફિલ્મનું દ્રશ્ય જોઉં છું ત્યારે આ શૂટ ક્યાં થયું હતું? એ સ્વાભાવિક પ્રશ્ન મનમાં ઉપસ્થિત થાય છે.
આ સમાચાર નથી. ટ્રિપ આકાર લે તે પૂર્વે હું ટિકિટો અને આઈટિનરીઓ સાથોસાથ ગીતો સાથે પણ તૈયારીઓ કરવાનું શરૂ કરું છુંએવી મારી વર્ષોની આદત રહી છે. મેં ગેરુઆમાં કાળી રેતી અને આઈસલેન્ડની ધસમસીને આવતી લહેરો પહેલી વાર જોઈત્યાં સુધી ભારતમાં ઘણા બધા લોકો આઈસલેન્ડ કેવું દેખાતું હશે અથવા બરફાચ્છાદિત સ્વિત્ઝર્લેન્ડનું સંપૂર્ણ પેઢીનું સપનું ઘડનારઝરા સા ઝૂમ લૂં મૈનો સમકાલીન જાદુ અસલમાં કેવો હશે તે જાણતા નહોતા.
આ ગીતો ફક્ત સંગીતબદ્ધ અવસરો નહોતાં. તે આમંત્રણ હતાં. પ્રવાસના ટ્રેલર હતાં. આપણે ગયાં નહોતાં, પરંતુ અચાનક જવા માગીએતે સ્થળોના ભાવનાત્મક પ્રીવ્યુ હતાં. તો આજના લેખમાં ચાલો બોલીવૂડના સંગીતે આપણે જોઈએ તે દુનિયાને કઈ રીતે આકાર આપ્યો છેતે વિશે ચર્ચા કરીએ. મેં એવાં ગીતોની યાદી બનાવી છે, જે આપણું મનોરંજન તો કરે જ છે, પરંતુ આપણી સામે તે સ્થળોને પણ રજૂ કરે છે.કારણ કે અમુક વાર ફક્ત એક મેલડી સાથે તમારી આગામી હોલીડે શરૂ થાય છે.
ગેરુઆ - દિલવાલેફિલ્મના શૂટનું સ્થળઃ આઈસલેન્ડ
ગેરુઆ રિલીઝ થઈ ત્યારે આપણે શાહરુખ ખાન અને કાજોલ વચ્ચે કેમિસ્ટ્રીથી જ નહીં પણ તે સ્થળના નિસર્ગસૌંદર્યથી પણ મોહિત થઈ ગયા હતા. ડ્રોનથી લેવાયેલા શોટસ, કાળી રેતીવાળા બીચ, પાણીના ધોધ એકદમ અસલ જેવા દેખાય છે અન શેવાળથી ઢંકાયેલા ખડકો સપનામાંથીઊતરી આવ્યા હોય તેમ લાગે છે. આ આઈસલેન્ડ ત્યાં સુધી ઘણા બધા ભારતીય પ્રવાસીઓ માટે અજ્ઞાત હતું.
ગેરુઆ વિશે નોંધપાત્ર બાબત એ છે કે તેણે પોતાના ગુણ તરીકે નિસર્ગને ઘડ્યું છે. બીચ પર તરછોડાયેલું વિમાન (પ્રસિદ્ધ સોલ્હેમાસાંદુર રેક), કલાકારોની પાછળ નીચે ઊતરતો સ્કોગાફોસ વોટરફોલ અને ઉત્તરીય માર્ગનું નાટકીય રૂપ, આ બધું જ આપણી સામે પ્રશ્ન ઉપસ્થિત કરે છેઃઆ સ્થળ ક્યાં છે?! ઘણા બધા માટે આ ગીત આઈસલેન્ડ માટે તેમની સૌપ્રથમ દ્રશ્યની પ્રસ્તાવના હતી.અમુક માટે આ ગીતે જ તેમની પ્રથમ ટ્રિપનાં બીજ વાવ્યાં.
ખુદા જાને - બચના ઐ હસીનોફિલ્મના શૂટનું સ્થળઃ ઈટાલીઃ વેનિસ, સિંક ટેર્રે અને ઘણા બધા
ખુદા જાને ગીત આવ્યું ત્યારે તેણે પ્રેમપત્ર જેવું મહેસૂસ કરાવ્યું, જે રણબીર કપૂર અને દીપિકા પદુકોણ વચ્ચે ભજવાયેલાં પાત્રો સાથે જ નહીં,પરંતુ બોલીવૂડ અને ઈટાલી વચ્ચે પણ. આ ગીતે આપણને વેનિસની વાઈન્ડિંગ કેનલ્સ, સિંક ટેર્રેસના ખડકોમાં પેસ્ટલ ઘરોઅને સોનેરી સૂર્યપ્રકાશમાં નાહી ઊઠેલા પિયાઝાના પોસ્ટ-કાર્ડ પરફેક્ટ વિઝ્યુઅલ્સ આપણને આપ્યા.
2008માં રોમ અને વેનિસની બહાર ઈટાલીના અન્ય ભાગો આજે છે તે રીતે સરેરાશ ભારતીય પ્રવાસીઓ માટે એટલાં પરિચિત સ્થળ નહોતાં.જોકે ખુદા જાને ગીત જોયા પછી તેને પહેલી વાર ખોજ કર્યું હોય તેવું મહેસૂસ થયું. પ્રેમીઓ દરિયાકાંઠા પરથી દોડે છે અને મધ્યયુગીન શહેરોમાંનૃત્ય કરે છે. તેણે એવો ચમત્કાર સર્જ્યો જે અગાઉ જૂજ ગીતોએ સર્જ્યો હતો.
અંગત રીતે તે ગીતોમાંથી આ ગીતે મને આરામથી બેસીને તેની નોંધ લેવા માટે પ્રેરિત કર્યો. મને વિચાર આવ્યો, તે સુંદર દરિયાકાંઠાનીબાજુનું ગામ ક્યાં હશે? તે આજે પણ યાદ છે. ત્યાં સુધી મેં સિંક ટેર્રેે વિશે ક્યારેય સાંભળ્યું નહોતું, પરંતુ આ ગીતે મનેતે શોધી કાઢવા પ્રેરિત કર્યો. અને ઉત્તમ રીતે શૂટ કરાયેલાં ગીતોની આ જ ખૂબી છે. તે સ્થળ તો દર્શાવે છે,પરંતુ વાર્તાને છેડે છે અને તે તમને જીવવા માટે પ્રેરિત કરે છે.
ગલ્લન ગૂડિયાં - દિલ ધડકને દો ફિલ્મના શૂટનું સ્થળઃ મેડિટરેનિયન ક્રુઝ (ટર્કી, સ્પેન, ઈટાલી સહિત)
અમુક ગીતો ઉજવણી જેવું મહેસૂસ કરાવે છે અને ગલ્લન ગૂડિયાં તે જ કરે છે. ખુશી, ફેમિલી ડ્રામા અને ચેપી ઊર્જાનો માહોલ જમાવે છે. તે વધુ યાદગાર કઈ રીતે બન્યું? તેને મેડિટરેનિયન થકી સેર કરતી લક્ઝરી ક્રુઝની અદભુત પાર્શ્વભૂએ યાદગાર બનાવ્યું.
ક્રુઝ જહાજ પર શૂટ કરાયેલી આ ફિલ્મ (ખાસ કરીને આ ગીતે) ઘણા બધા ભારતીય પ્રવાસીઓને યુરોપિયન ક્રુઝ હોલીડે કેવી હોઈ શકેતેની તેમને પ્રથમ ઝાંખી કરાવી. નિરંતર ભૂરો સમુદ્ર, ડેક પાર્ટી, ફાઈન ડાઈનિંગ, નયનરમ્ય પોર્ટ શહેરો આ બધું જ તે પગ થિરકાવી દેતેવા ગીતમાં લપેટાયેલું છે, જેમાં સર્વ કલાકારો એક લાંબા અતૂટ ટેક થકી નૃત્ય કરતાં જોવા મળે છે.
કોસ્ટલ અને ઈટાલીની ઝાંખીથી ટર્કીમાં શૂટ કરાયેલાં દ્રશ્ય સુધી ફિલ્મ અને ગીતે ક્રુઝિંગને આકાંક્ષાત્મક અને અતુલનીય રીતે મોજીલું બનાવ્યું.અને અચાનક ક્રુઝ પર એનિવર્સરીઓ અથવા બર્થડે ઊજવવાનો વિચાર ફક્ત "અન્યો પૂરતો રહ્યો નહીં, તે આપણે પોતે પણ કરવાનીકલ્પના કરી શકીએ એવું બની ગયું.
ઝરા સા ઝૂમ લૂં મૈં - દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેફિલ્મના શૂટનું સ્થળઃ સ્વિત્ઝર્લેન્ડ
ભારતીય પ્રવાસીઓ દ્વારા સ્વિત્ઝર્લેન્ડને જોવાનો નજરિયા કાયમ માટે જો કોઈ એક ફિલ્મે બદલી નાખ્યો હોય તો તે ડીડીએલજે છે.અને તેમાંનું ઝરા સા ઝૂમ લૂં મૈં રમતિયાળ, રોમેન્ટિક અને દ્રષ્ટિગોચર રીતે અવિસ્મરણીય તરીકે અનોખું તરી આવ્યું છે.
નયનરમ્ય બરફાચ્છાદિત આલ્પ્સ, સુંદર ઝૂંપડાં અને પોસ્ટકાર્ડ પરફેક્ટ ખીણોની પાર્શ્વભૂમાં સ્વીસની લેન્ડસ્કેપ થકીકાજોલ અને શાહરુખ ખાન ગીત પર નૃત્ય કરે છે તેણે આખી પેઢીને યુરોપના વિચાર સાથે પ્રેમમાં પાડી દીધી. ઘણા બધા ભારતીય પરિવારો માટે 1990 અને 2000ના પૂર્વાર્ધમાં સ્વિત્ઝર્લેન્ડ સપનાનું હનીમૂન સ્થળ બની ગયું, જે આ જ ગીતના ભાગને આભારી છે.
ડીડીએલજે વિશે અને ખાસ કરીને આ ગીત વિશે અદભુત બાબત એ છે કે બોલીવૂડ અને સ્વિત્ઝર્લેન્ડ વચ્ચે તેને કારણે દીર્ઘ સ્થાયી સંબંધતેનાથી જ શરૂ થયો. ભારતીય પર્યટકો ઈન્ટરલેકન, સાનેન અને જીસ્ટાડ ખાતે ઊમટવા લાગ્યા તેની પાછળ તે જ કારણભૂત હતું.
યેહ ઈશ્ક હૈ - જબ વી મેટફિલ્મના શૂટનું સ્થળઃ મનાલી અને આસપાસના વિસ્તાર
જૂજ ગીતોએ "યેહ ઈશ્ક હૈ જેવા પ્રવાસની નિર્ભેળ ખુશીને મઢી લીધી છે. કરીના કપૂરનું પાત્ર બેસુમાર ઊર્જા સાથેબરફાચ્છાદિત રસ્તાઓ પરથી મસ્તીમાં નૃત્ય કરે છે તેણે આપણને હિમાચલ પ્રદેશની બરફાચ્છાદિત, મંત્રમુગ્ધ કરનારી ઊંચાઈએ પહોંચાડી દીધા.
આ ગીતે બોલીવૂડના ટ્રાવેલોગની અલગ બાજુ પ્રદર્શિત કરી. યુરોપના સાજસંભાળ કરાયેલા નિસર્ગસૌંદર્યને બદલે તેણે ભારતને વાંકાચૂંકા રસ્તા, સ્નોબેન્ક્સ, થીજેલી નદીઓ અને નિર્ભેળ આઝાદીના ભાન સહિત નૈસર્ગિક સૌંદર્યને તેની સંપૂર્ણ ઝાકઝમાળમાં પ્રગટ કર્યું.
મોટા ભાગની ફિલ્મનું શૂટ પ્રતીકાત્મક રોહતાંગ પાસ સહિત મનાલીમાં અને આસપાસ કરાયું હોવા છતાં આ ગીતનો મોટા ભાગનો હિસ્સોસુંદર અને ઐતિહાસિક નગ્ગર કેસલ અને તેની આસપાસના વિસ્તારોમાં શૂટ કરાયો હતો.
સૂરજ ડૂબા હૈ - રોયફિલ્મના શૂટનું સ્થળઃ મલેશિયા- કુઆલા લમ્પુર અને લંગકાવી
લક્ઝરી અને સાહસનું જ્યાં મિલન થાય તેવી બેફિકર હોલીડેને જો કોઈ ગીતે ઉત્તમ રીતે મઢી લીધું હોય તો તે સૂરજ ડૂબા હૈ છે.ફ્રેમમાં અર્જુન રામપાલ, જેક્લીન ફરનાન્ડીઝ અને રણબીર કપૂર સાથે આ ગીતે તેની તાલ સાથે તેની પાર્શ્વભૂથી પણ લોકોને આકર્ષિત કર્યા.
પેટ્રોનાઝ ટાવર્સના મંત્રમુગ્ધ કરનાર શોટ્સથી લંગકાવીના રિસોર્ટસની બીચસાઈડ મનોહરતા સુધી કુઆલા લમ્પુરની ઝાકઝમાળભરીઆકાશરેખા સુધી આ વિઝ્યુઅલ્સે મલેશિયાને પાર્ટી કરવા, હવાફેર અને ધાંધલધમાલથી દૂર જવાના સ્થળ જેવું બનાવ્યું.
અને મને કબૂલ કરવા દો કે જો તમારા હેડફોનમાં સૂરજ ડૂબા હૈ ગીત વગાડીને તમે ફ્લાઈટમાં બેસો તો પ્રવાસના તે કંપન વાસ્તવિક હોય છે.
તો મારી આ ટૂંકી યાદી છે. તમે આ લેખ વાંચતા હતા ત્યારે તમારા મનમાં કયાં ગીતો આવ્યાં હતાં? હું તે જાણવા માગું છું.તે માટે મને neil@veenaworld.com પર લખો. તો ફરી મળીશું, ત્યાં સુધી જીવનની ઉજવણી કરતા રહો!
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.