Gujarati Language

સાદી સાદી વાતો ભાગ 5

દરેક માણસની, સમાજની, રાજ્યની, દેશની પ્રતિમા આ રીતે તૈયાર થતી હોય છે અને મને લાગે છે કે આપણી પ્રતિમા કેવી છે તેનો આપણે સતત વિચાર કરતાં રહેવું જોઈએ. અર્થાત, પ્રતિમા સારી રહે તે માટે દેખાડા માટે સારી બાબતો કરવી તે પણ અલાઉન્ડ નથી. આપણે જે કાંઈ છીએ તે આંતરબાહ્ય હોવું જોઈએ.

ખાઉ ગલ્લી, પછી તે કોઈ પણ શહેરની, રાજ્યની અથવા દેશની હોય, દરેકને, પછી તે સ્થાનિક કે પરપ્રાંતિય કે વિદેશી હોય, ત્યાં જવાનું મન અચૂક થાય છે. વુમન્સ સ્પેશિયલ માટે હું ઈન્દોર જઈ રહી હોવાથી સુનિલાએ કહ્યું, ‘અરે, ત્યાંની ખાઉ ગલ્લી ફેમસ છે. ત્યાં જરૂર જજે.’ હવે હું બપોરે પહોંચીશ, સાંજે ગાલા ઈવનિંગમાં બધાને મળીશ અને સવારે નીકળી જઈશ. સમય ક્યાં છે. આથી આ મુદ્દો ત્યાં જ અટકી ગયો. હું ઈન્દોરમાં ઊતરી, વિમાન સમય પૂર્વે જ પહોંચી ગયું હતું. કારમાં બેઠાં પછી થોડો સમય છે એવું ધ્યાનમાં આવતાં જ ટુર મેનેજર સારંગને કહ્યું, ‘અરે એક કામ કર, કાર ખાઉ ગલ્લીથી લે, મારે ફક્ત જોવું છે.’ તે હસ્યો અને કહ્યં, ‘મેડમ, ખાઉ ગલ્લી રાત્રે શરૂ થાય છે અને બે વાગ્યા સુધી ચાલે છે. કાર્યક્રમ પૂરો થયા પછી જો શક્ય હશે તો જઈ આવીશું’ હં…. આપણને પણ ઘણી બધી વાતો ખબર નથી. સાંજે દે ધનાધન ગાલા ઈવનિંગ, ફેશન શો પાર પડ્યા. કાર્યક્રમમાં ગપ્પાંનું આદાનપ્રદાન થતું હતું ત્યારે ચર્ચામાં અને કૌતુકનો વિષય ખાઉ ગલ્લીનો હતો. સહેલગાહના કાર્યક્રમમાં રાત્રે ભોજન પછી ઊંઘ જ કાઢવાની હોય છે. જોકે બધાના આગ્રહને લઈ વુમન્સ સ્પેશિયલની ઘણી બધી મહિલાઓ ટુર મેનેજરને લઈને ખાઉ ગલ્લીની મુલાકાત લઈને આવી હતી. ત્યાં કેવી કેવી ધમ્માલ કરી, શું ખાધું, સ્મોક પાન, દસ પ્રકારની પાણીપૂરી, જોશીનાં દહીંવડાં, જલેબી, ગજક, ફિરની, શિકંજી, માલપુઆ, કોકોનટ ક્રશ… દરેક પ્રકાર વિશે કેટલું બોલું અને કેટલું નહીં બોલું એવું થતું હતું. ફરી એક વાર ખાઉ ગલ્લી વિશે મારા મનમાં ઉત્સુકતા પેદા થઈ. કાર્યક્રમ પૂરો થયો. સાડાદસ પોણાઅગિયાર થયા હતા. વુમન્સ સ્પેશિયલના ટુર મેનેજર્સ સંદીપ કાશિદ અને વિનોદ દેશમુખને મેં કહ્યું, ‘ખાઉ ગલ્લીમાં જઈએ?’ અમારી સહેલગાહ પરની અમુક બહેનપણીઓ પણ ત્યાં જ છે. તેમને કહ્યું, ‘તમે આટલું બધું કહ્યું છે તો રહવાતું નથી.’ અમે ત્યાં પહોંચ્યાં. ખાઉ ગલ્લીમાં રસ્તાની બંને બાજુ અલગ અલગ ખાદ્યપદાર્થની ગાડીઓ લાગેલી હતી અને ભરપૂર ગિરદી હતી, પરંતુ એક વાત એ મહેસૂસ થઈ કે ત્યાં ગિરદીની પણ એક શિસ્ત હતી. ગિરદીનો ફાયદો લઈને છોકરીઓને ધક્કા મારનારા તે ગિરદીમાં નહોતા. ખાઉ ગલ્લીમાં ફરવાની, હેન્ગ આઉટની, દરેક ગાડી પર જઈને ત્યાંના પદાર્થ સ્વાદ સાથે ખાનારા ફૂડ લવર્સની તે ગિરદી હતી. તેમને બધાને જોઈને અમે પણ દરેક સ્થળે જઈને એક-એક ડિશ લઈને ચાર જણનાં શેર કરતાં હતાં. દરેક ખાદ્યોનો સ્વાદ લેવાનો અમારો એજન્ડા હતો. જોકે એક-એક બટકું ભરતાં ભરતાં પેટ ક્યારે એકદમ ભરાઈ ગયું તે સમજાયું નહીં. ‘બસ હો ગયા’ કહીને અમે હોટેલમાં આવ્યાં. ઘણા દિવસો પછી આવું કાંઈક જરા હટકે મેં કર્યું હતું. તેથી મને પોતાની પર અભિમાન થતો હતો. સંદીપ અને વિનોદને કહ્યું, આ રીતે જો રાત્રે કોઈને ખાઉ ગલ્લીમાં આવવાનું મન થાય તો તમે દિવસ નક્કી કરીને પર્યટકોને આ ખાઉ ગલ્લી સૂચવી શકો છો.

આ ખાઉ ગલ્લી એટલે ઈન્દોરની સરાફા બજાર, સવારે 9થી રાત્રે 9.30 સુધી અહીં સોના-ચાંદીની દુકાનોમાં લાખ્ખો કરોડોની લેણદેણ થાય છે. નાની મોટી સોના ચાંદીની દુકાનોની આ ગિરદી અને આ રીતે તે ટ્રેડિશનલ બજાર હવે બહુ ઓછાં સ્થળે જોવા મળે છે. એક વાર આ દુકાનો રાત્રે 9.30 વાગ્યે બંધ થાય એટલે 15 મિનિટમાં આ સરાફા બજાર ખાઉ ગલ્લીમાં ફેરવાઈ જાય છે. ગાડીઓ લાગે છે, ખાનારાઓની ગિરદી શરૂ થાય છે અને રાત્રે 2 સુધી ત્યાં આ આગવો આનંદ છલકાય છે. પરોઢિયે આ ગાડીઓ અને તેમના માલિકો પોતપોતાનાં ઘરે પહોંચે છે, પરંતુ જવા પૂર્વે દરેક જણ તે જગ્યા સાફસૂથરી કરીને જાય છે, જેથી સવારે શરૂ થનારી સરાફા બજારને કોઈ અડચણ નહીં નડે. એકબીજાના સંગાથથી એકબીજાને સમજીને આ દિનક્રમ અખંડ ચાલે છે. મારો દરેક પ્રવાસ આવા અનુભવોથી સમૃદ્ધ હોય છે. આ ઈન્દોરની સહેલગાહમાં સ્વચ્છતા અને તે સ્વચ્છતામાં સ્થાનિકોનો સહભાગ આ વાત મને ખાસ સ્પર્શી ગઈ હતી. ઈન્દોર આપણા ભારતનું સૌથી સ્વચ્છ શહર છે. ‘ક્લીનેસ્ટ સિટી ઓફ ઈન્ડિયા’ અને તે પછી ભોપાળ બીજા ક્રમનું સ્વચ્છ શહેર છે. એક જ રાજ્યે પ્રથમ બે ક્રમ મેળવવું એટલે ખરેખર અભિમાનની વાત છે અને આ સ્વચ્છતા, ચોકસાઈ આપણને રીતસર મહેસૂસ થાય છે. એક્ચ્યુઅલી આ રાજ્યને સ્વચ્છતાનો રોગ લાગુ પડ્યો છે, પ્રશાસકોને, પ્રશાસનને અને સ્થાનિકોને  પણ એમ કહીએ તે અતિશયોક્તિ નથી. જોકે આ રોગ સારો છે. મેનેજમેન્ટની ભાષામાં તેને પેશન કહેવા છે. ક્લેન્લીનેસ પેશન. હેટ્સ ઓફ ટુ ઈન્દોર અને ભોપાળ, અર્થાત મધ્ય પ્રદેશ.

એક સારો પર્યટક પણ ક્લેન્લીનેસનો ઉપભોક્તા હોય છે અથવા તેણે તેવા હોવું જોઈએ, કારણ કે જે કાંઈ આપણે કરીએ તેનો એક સિક્કો આપણી પર ઊમટતો હોય છે. ‘ઈન્ડિયન ટાઈમ’ તે આપણે જ આપણા કરતૂતથી મેળવેલી વિશ્ર્વવિખ્યાત ઉપાધી છે. જોકે ક્લેન્લીનેસ સંબંધમાં આવી કોઈ ઉપાધી આપણે લગાવી લીધી નથી તે આનંદની વાત છે અને તેમાં વધુ આનંદ એટલે અત્યંત ગલિચ્છ પર્યટક તરીકે જો કોઈને નવાજવામાં આવતું હોય તો તે આપણા પાડોશી દુનિયાની મહાસત્તા બનવા નીકળેલા દેશને. થોડા સમય પૂર્વે સ્વિટ્ઝર્લેન્ડના અમુક હોટેલિયર્સ સાથે ચા-પાન કરતાં કરતાં પર્યટક કેવો હોવો જોઈએ તેના પર ચર્ચા શરૂ થઈ. હું સામે બેઠી હતી તેથી નહીં પણ એકંદરે મહારાષ્ટ્ર, ગુજરાત, સાઉથ ઈન્ડિયા સાઈડથી આવતા પર્યટકો બહુ ડિસિપ્લીન્ડ હોય છે, વેલ બિહેવ્ડ હોય છે એવી ઈમ્પ્રેશન સાંભળવા મળે તો આ પાડોશી દેશમાંથી આવતા પર્યટકો બહુ મોટો બિઝનેસ આપે છે પણ એક વાર તેઓ રૂમ છોડે એટલે હોટેલના તે રૂમમાં જવા માટે અમારી હાઉસ કીપિંગવાળા પણ બહુ નાખુશ હોય છે. ઈટ્સ ટૂ બેડ એન્ડ ટેરિબલ! દરેક માણસની, સમાજની, રાજ્યની, દેશની પ્રતિમા આ રીતે તૈયાર થતી હોય છે અને મને લાગે છે કે આપણી પ્રતિમા કેવી છે તેનો આપણે સતત વિચાર કરવો જોઈએ. અર્થાત પ્રતિમા સારી રહેવી જોઈએ તે માટે દેખાડા માટે સારી બાબતો કરવી તે પણ અલાઉડ નથી. અથવા, આપણે જે કાંઈ છીએ તે આંતરબાહ્ય હોવું જોઈએ. સ્વચ્છતા હોવી જોઈએ, તેની આદત હોવી જોઈએ, તેનું વ્યવસ્થાપન કરતાં આવડવું જોઈએ. મારા લખાણનો અને વ્યવસાયનો પણ વિષય પર્યટન હોવાથી પર્યટક અને સ્વચ્છતા, ટાપટીપ, ચોકસાઈ આ વિશે હું લખું તે સારું છે. બાકીની બાબતોમાં ચંચુપાત નહીં કરવી જોઈએ, બરોબર ને.

એક પર્યટક જ્યારે કોઈ પણ નાના મોટા પ્રવાસે નીકળે છે ત્યારે તે વધુ સુખાવહ કરી શકાય છે. પર્સનલ હાઈજીન વધુ એક મહત્ત્વની વાત છે. આપણે પ્રવાસે નીકળીએ ત્યારે નેચરલી આપણે એકલાં નથી હોતાં. વિમાનમાં બસમાં સર્વત્ર આપણે એક સહપ્રવાસીની ભૂમિકા ભજવતાં હોઈએ છીએ, જેથી આપણે વ્યવસ્થિત ગ્રૂમ્ડ છીએ ને તે તપાસીને જોવું જોઈએ. આપણા મોઢામાંથી ગંધ તો આવતી નથી ને, આપણાં કપડાં સ્વચ્છ છે ને, આપણે ઊંઘમાંથી ઊઠીને આવ્યા હોય તેવા નથી લાગતા ને આ બધી બાબતો સોશિયલ ડેકોરમ વ્યવસ્થિત રાખવા માટે મહત્ત્વની છે. મોઢામાંથી ગંધ એ મારા મતે અમુક દેશોની સમસ્યા છે. અરે, બે ફૂટ દૂર સુધી ગંધ આવે છે. બોલવાનું પણ ગમતું નથી. વિમાનમાં તો તે ડરથી હું બોલવા જતી નથી. આપણે ભલા આપણો પ્રવાસ ભલો, વિમાન પ્રવાસના ટોઈલેટ્સ આ એક મોટો પ્રશ્ર્ન છે અને તેમાં અમેરિકા ઓસ્ટ્રેલિયા જેવો દૂરનો પ્રવાસ હોય તો પૂછવું જ નહીં. આપણે પોતાને આવા પ્રવાસ માટે ઓર્ગેનાઈઝ્ડ નહીં કરીએ તો પ્રવાસ અત્યંત કંટાળાજનક અને આવો પ્રવાસ નહીં જોઈએ એવું લાગે છે. આજે ‘જગ્યા સમાપ્તિની ઘોષણા’ થવાથી ટોઈલેટ પુરાણ આગામી સમયે…

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

*