Gujarati Language

વુમન્સ ડે સેલિબ્રેશન

દુનિયા કહે છે, ‘છોકરી ભણી એટલે પ્રગતિ થઈ.’ અમે કહીએ છીએ, ‘છોકરી આનંદિત થાય તો ઘર આનંદિત થાય.’ શિક્ષણથી પ્રગતિ અને પ્રગતિ પછી આનંદ એ ચક્ર ચાલુ રહેવું જોઈએ અને તે આનંદ માટે છેલ્લાં બાર વર્ષથી અમે સતત વુમન્સ સ્પેશિયલના માધ્યમથી યોગદાન આપી રહ્યાં છીએ.

નેઉના દાયકામાં હું ટુર મેનેજર તરીકે હિમાચલની સહેલગાહ કરતી હતી. કમસેકમ દસ વર્ષ સતત મેં તે કામ કર્યા પછી યુરોપ અમેરિકા સાઉથ ઈસ્ટ એશિયા શરૂ થયું. માનવી જો પોતાનું વ્યક્તિત્વ ઘડવા માગતો હોય, રફટફ બનવું હોય, જીવનમાં દરેક ચેલેન્જનો સામનો કરીને તેમની માત આપવી હોય તો કમસેકમ બે વર્ષ આ ટુર મેનેજરશિપ કરવી જોઈએ. માનવીને સંપૂર્ણ ઘડતી આ એક કાર્યશાળા છે. આ કાર્યશાળાની વિદ્યાર્થિની હતી ત્યારે અનુભવથી અનેક બાબતો શીખી શકી. શિસ્ત, રુબાબ, આંકણી, નિયોજન, તેની અમલ બજાવણી જેવી બાબતો મોટે પાયે અંગીકાર થતી ગઈ.  વુમન્સ સ્પેશિયલ તેમાંથી જ ‘એક દેણ’ છે એવું હું કહીશ.

365 દિવસ પર્યટનની સંકલ્પના મેં 2000 વર્ષનાં અમલમાં બનાવી, પરંતુ તે પૂર્વે આટલા મોટા પાયા પર પર્યટકો ઘરની બહાર પડતા નહોતા. એકલી મહિલાનું ફરવાનું પ્રમાણ લગભગ નહિવત હતું. મોટે ભાગે સહેલગાહમાં ફેમિલીઝ અને સિનિયર કપલ્સ જ જોવા મળતા હતા. ‘પર્યટક સહેલગાહમાં શા માટે આવે છે? તેમની પસંદગીઓ શું હોય છે? વર્ષમાં એક કે બે વર્ષમાં એક વાર તેઓ પ્રવાસ કરે છે? બાળકોને સહેલગાહમાં શું જોઈતું હોય છે? દાદા- દાદી આ સહેલગાહમાં ચોક્કસ શું લે છે?’… સહેલગાહ કરતાં કરતાં શાંતિથી મારું નિરીક્ષણ અને રિસર્ચ ચાલુ રહેતું. તેમાંથી મહિલાઓ અને તેમનું સહેલગાહ પર કામ ધ્યાનમાં આવ્યું. ફેમિલી સાથે સહેલગાહમાં આવેલી મહિલા કિચન-કૂકિંગ જેવી બાબતો પાછળ મૂકીને આવેલી હોય છે. તે તેમાં ખુશ હોય છે, પરંતુ અહીં પણ કિચનની બાદબાકી કરતાં બાકી બાળકોનું, પતિરાજનું શું જોઈએ અને શું નહીં તેનું તેને જ ધ્યાન રાખવું પડતું હતું. હવે સ્વિમિંગ પૂલનું જ જુઓ ને. કપડાં સંભાળીને, પૂલમાં સ્વિમિંગ કરતા બાળકો અને પતિના ફોટો કાઢવામાં તેને આનંદ મળતો હતો, પરંતુ કોશ્ચ્યુમ પહેરીને સ્વિમિંગ પૂલમાં પોતે સ્વિમિંગ કરીને ફેમિલી સાથે આનંદ લેવાની કલ્પના કદાચ તે સમયે તેની આંખોમાં આવી હશે, પરંતુ તેવું કરવાનું સાહસ નહોતું. અને સ્વિમિંગ પૂલમાં ઝંપલાવવું તે મનમાં છૂપી ઈચ્છા રહી જતી હતી. સાદું કપડાંનું જ ઉદાહરણ જુઓ, ‘નવવારી પરથી છવારી પર અને છવારી પરથી પંજાબી ડ્રેસ પર આવવા માટે આપણને કેટલો સમય લાગ્યો.’ મારા પણ નેઉંમાં લગ્ન થયાં પછી, ‘ફક્ત સાડી પહેરવાની, પંજાબી ડ્રેસ નહીં પહેરવાનો, જીન્સનું તો નામ પણ નહીં લેવાનું, નો લિપસ્ટિક એન્ડ ઓલ ધેટ નખરા’ એવી સખત તાકીદ મળી હતી. થોડા મહિના હું આદર્શ પુત્રવધૂ બનવા માટે મેં તેનું પાલન પણ કર્યું, પરંતુ પછી ધ્યાનમાં આવ્યું કે આ કાંઈક બરોબર નથી. ધીમે ધીમે સમય બદલાયો, મન પરિવર્તન થયું અને મને છે તે જ વેશમાં સાસુજીએ સ્વીકારી. પરંતુ આ પરિસ્થિતિ બદલવા માટે 28 વર્ષ લાગ્યાં તે અનેક ઘરની વાસ્તવિકતા છે. તે સમયે જ્યારે ટુર મેનેજર હતી ત્યારે મોટા ભાગની મહિલાઓ સાડી જ પહેરતી, પંજાબી ડ્રેસ અથવા જીન્સ ટોપ પહેરનારી મહિલા જરા આગળ પડતી અને ફેશનેબલ લાગતી હતી. કોઈકને પોતે તેવાં કપડાં પહેરી શકતી નથી તેનો અફસોસ થતો તો કોઈકને થોડી ઈર્ષા પણ થતી હતી. મને એક જ દેખાતું કે, ‘જે નવવારીમાં છે તેને છવારીનું આકર્ષણ છે, જે છવારીમાં છે તેને પંજાબી ડ્રેસનું, પંજાબી ડ્રેસમાં છે તેને મેક્સીનું, જે મેક્સીમાં છે તેને મિડીનું અને મિડીમાં છે તેને શોર્ટસનું.’ આમ જોવા જઈએ તો નવવારી- છવારી સાડી પ્રકરણ સહેલગાહમાં જરા મુશ્કેલ છે. પંજાબી ડ્રેસ- જીન્સ ટોપ ડ્રેસીસ એકદમ મસ્ત અને સડાફટિંગ લાગે છે. સહેલગાહમાં આવાં જ કપડાં હોવાં જોઈએ. આથી સગવડ તરીકે અને છૂપી ઈચ્છા તરીકે પણ મેં બીડું ઊંચકી લીધું કે સહેલગાહમાં હોય ત્યારે મહિલાઓને આ સાડીથી મુક્ત કરવાની, હું તેવો પ્રપોગંડા પણ કરતી હતી, પરંતુ વાત એટલી સહેલી નહોતી. ‘કોણ શું કહેશે?’ એક અદશ્ય ડર દરેકની મનમાં રહેતો. હવે ચેલેન્જ મારી સામે હતું. આખુ વર્ષ ‘ઘર અને કરિયર’ની જંજાળમાં અટવાયેલી દરેકને પહેલી વાર ઘરની બહાર ‘એકલી’ને કાઢવાની હતી. તેના મનમાંથી ‘કોણ શું કહેશે’ એ ડર દૂર કરીને કોન્ફિડન્ટ બનાવવાની હતી. જે કપડાં અહીં ઘરમાં-પાડોશીઓમાં પહેરી નહીં શકાય તે પહેરીને તેના મનની છૂપી ઈચ્છા પૂર્ણ કરવાની હતી. તેને પણ અન્યોની જેમ ફેશનેબલ બનાવવાની હતી.  માટે એક જ કરવાનું હતું કે જ્યાં આપણા માણસો આસપાસ દેખાય નહીં ત્યાં તેને લઈ જવાની હતી અને 2006માં થાઈલેન્ડની વુમન્સ સ્પેશિયલની ઘોષણા કરી અને પટાપટ 300થી વધુ મહિલાઓએ બુકિંગ કરીને મને બતાવી દીધું કે આવી એકાદ સહેલગાહની મહિલાઓ માટે કેટલી જરૂર હતી. વીણા વર્લ્ડ શરૂ થયા પછી ફક્ત વિદેશમાં જતી વુમન્સ સ્પેશિયલ ભારતમાં પણ શરૂ કરી અને જેમની પાસે પાસપોર્ટ નહોતા અથવા ભારત જોવાનો રહી ગયો હતો તેમની સુવિધા થઈ ગઈ. વુમન્સ સ્પેશિયલની એક ગાલા ઈવનિંગમાં હું જઈને બધી મહિલાઓને મળું છું. એક સાંજ અમે આનંદથી વિતાવતાં હતાં. હું અને આ બધી બહેનપણીઓ રિજ્યુવિનેટ અને રિફ્રેશ થઈને વધુ એનર્જી લઈને ઘેર આવીએ છીએ અને આનંદપૂર્વક ઘર અને કરિયરની કસરત સંભાળવા માટે તૈયાર થઈએ છીએ.

હવે અમારી મહિલાઓેને નાની ટુર્સ પણ જોઈએ છે. ત્રણ દિવસની-ચાર દિવસની ટુર્સ માટે આગ્રહ થઈ રહ્યો છે. જો કે મારું કેલેન્ડર હવે આગામી વર્ષની, એટલે કે, 19 માર્ચ સુધી ખીચોખીચ ભરાઈ ગયું છે. મહિલાઓની દરેક ઈચ્છા અમે આ ટુર્સ દ્વારા આજ સુધી પૂરી કરી છે. આવા સમયે નાની ટુર્સ માટે ના કઈ રીતે કહી શકીએ? મેં કહ્યું, ‘તમને આ નાની સહેલગાહનો ખજાનો ખોલી આપું છું, આપણી દરેક સહેલગાહની જેમ બધું સારું થશે,’ વીણા વર્લ્ડના ટુર મેનેજર્સ અને તેમની સપોર્ટ કરનારી ઓફિસ ટીમ ખરેખર તો સહેલગાહને 100 ટકા સફળ કરતા હોય છે. હું તો સફળતા પર મહોર લગાવવા જ જતી હોઉં છું. આથી તે નાની સહેલગાહ ડીજે ડાન્સવાળી ગાલા ઈવનિંગથી મસ્ત બનશે એમાં કોઈ બેમત નથી, પરંતુ હું આવી શકવાની નથી. અમારી વુમન્સ સ્પેશિયલવાળી સુજ્ઞ મહિલાઓએ મારી આ અડચણ પારખીને આ નાની સહેલગાહમાં પણ ગિરદી કરવાનું શરૂ કર્યું છે. સો, આ રીતે હવે નાની સહેલગાહનું સફળ આયોજન કરવાની અમે શરૂઆત  કરી છે.

‘વુમન્સ ડે’ આવી રહ્યો છે અને તે સેલિબ્રેટ થવો જોઈએ કે નહીં? આથી જ અમે ચાર દિવસની અમૃતસર વાઘા બોર્ડર ફાર્મ સ્ટે, છ દિવસની અમૃતસર વૈષ્ણોદેવી ફાર્મ સ્ટે અને છ દિવસની થાઈલેન્ડ જેવી સહેલગાહનું આયોજન કર્યું છે. અને હા નવેસરથી દાખલ થયેલી વન ડે સ્પેશિયલ  એનડીઝ ફિલ્મ વર્લ્ડ વુમન્સ ડે નિમિત્તે સહેલગાહના બુકિંગ ચાલુ છે. આજે જ વેબસાઈટની વિઝિટ કરો. આ સહેલગાહની માહિતી લો અને નીકળો રિજ્યુવિનેટ થવા. ‘આખિર સાલ મેં એક સેલિબ્રેશન તો બનતા હી હૈ!’

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

*