Gujarati Language

નિસર્ગરમ્ય નોર્થ ઈસ્ટ

છેલ્લાં ત્રણ વર્ષથી સતત વીણા વર્લ્ડ નોર્થ ઈસ્ટની સહેલગાહનું સફળતાથી આયોજન કરી રહી છે. હું પોતે દર વર્ષે વુમન્સ  સ્પેશિયલ અને સિનિયર્સ સ્પેશિયલ નિમિત્તે નોર્થ ઈસ્ટની ફેરીઓ કરી રહી છું. આસામ અરૂણાચલ મેઘાલય નાગાલેન્ડ મણિપુર મિઝોરમ ત્રિપુરા જેવી પૂર્વાંચલની સેવન સિસ્ટર્સનું સૌંદર્ય, તેમાંની વિવિધતા પર્યટકોને મોહિત કરી નાખે છે. તે જોતી વખતે એક બાબત ખૂંચતી રહે છે કે નોર્થ ઈસ્ટની સહેલગાહ લઈ જવા, પર્યટકોને આ ભૂમિ બતાવવા માટે અમે આટલું બધું મોડું કેમ કરી દીધું?

નોર્થ ઈસ્ટની વાત આવે એટલે આપણી સામે સેવન સિસ્ટર્સ અથવા પૂર્વાંચલ અથવા આસામ, અરૂણાચલ, મેઘાલય, નાગાલેન્ડ, ત્રિપુરા, મણિપુર, મિઝોરમ જેવાં સાત રાજ્ય તરી આવે છે. જો કે ખરેખર તો નોર્થ ઈસ્ટ ઓફ ઈન્ડિયામાં કુલ આઠ રાજય છે અને તે આઠમું રાજ્ય સિક્કિમ છે. સિક્કિમની સહેલગાહ સોલો એટલે સ્વતંત્ર રીતે અથવા દાર્જીલિંગ સાથે અમે અગાઉથી કરતાં હતાં, પરંતુ પૂર્વાંચલ બાજુ અથવા સેવન સિસ્ટર્સ બાજુ દુર્લક્ષ થયું હતું એમ કહેવામાં કોઈ વાંધો નથી. બલકે, અમારૂં જ નહીં પણ આખા ભારતીય પર્યટન ક્ષેત્રનું તે તરફ ધ્યાન ગયું નહોતું. હવે આપણે શું કરી શકીએ તે મહત્ત્વનું છે અને આ એક વિચારથી જ અમે વીણા વર્લ્ડ શરૂ થતાં જ તરત નોર્થ ઈસ્ટની સહેલગાહ શરૂ કરી. પહેલી પાઈલટ ટુર કરી ત્યારે ‘છોકરું કાખમાં અને શોધે ગામમાં’ એવી જ કાંઈક સ્થિતિ અમારી થઈ ગઈ હતી. નિસર્ગસૌંદર્ય, લોકકળા, પરંપરા, વિવિધતા, આશ્ર્ચર્ય એવી અનેક ખૂબીઓથી પરિપૂર્ણ એવાં ડેસ્ટિનેશન્સની દુનિયાભરમાં શોધ કરતાં કરતાં જિપ્સીની જેમ ફરતાં અમને આપણીઉત્તર-પૂર્વ બાજુ આપણા ભારતના, હિમાલયના પગથિયે વસેલાં એકથી એક ચઢિયાતાં સુંદર રાજ્યો સંપૂર્ણ ભુલાઈ કેમ ગયાં હતાં? એકાદ બાબત વારંવાર આપણને ખૂંચતી રહે તે જ રીતે આ નોર્થ ઈસ્ટની બાબતમાં થયું હતું. તું છે તારી પાસે જ.

નોર્થ ઈસ્ટ એ કાશ્મીર અને હિમાચલની સમકક્ષ છે, જરાય ઓછું નહીં. બલકે, હું કહીશ કે નોર્થ ઈસ્ટમાં વિવિધતા વધુ છે. હવે આપણા સન્માનનીય વડા પ્રધાને નોર્થ ઈસ્ટના વિકાસની અનેક યોજનાઓ ઘડી કાઢી છે અને કેન્દ્રનું ધ્યાન નોર્થ ઈસ્ટ તરફ વળવાને લીધે આખા પૂર્વાંચલમાં ચૈતન્ય આવ્યું છે એવું કહેવામાં કોઈ વાંધો નથી. નોર્થ ઈસ્ટ જ્યારે આંખો સામે આવ્યું ત્યારે એકાદ અલીબાબાની ગુફા મળી આવે તેવું થયું. નોર્થ ઈસ્ટ યુરોપ જેવું લાગ્યું. યુરોપમાં અનેક દેશોની સોલો ટુર્સ અથવા બે દેશની-ત્રણ દેશની અથવા મલ્ટીક્ધટ્રીઝ કોમ્બિનેશન્સ સાથેની ટુર્સ કરીએ તેવું જ પોટેન્શિયલ મને નોર્થ ઈસ્ટમાં દેખાયું. અહીં દરેક રાજ્યની એક સ્વતંત્ર સહેલગાહ થઈ શકે છે અથવા બે રાજ્ય, ત્રણ રાજ્ય અથવા સાતેય રાજ્યની એકત્રિત સહેલગાહ થઈ શકે છે અને છેલ્લાં  ત્રણ વર્ષથી સતત અમે આ સહેલગાહ કરી રહ્યાં છીએ. નોર્થ ઈસ્ટની સહેલગાહમાં સંપૂર્ણ સાત રાજ્યોને કવર કરતી વીસ દિવસની નોર્થ ઈસ્ટ એક્સપ્લોર સહેલગાહ છે, જ્યારે આસામ અરૂણાચલ મેઘાલય ત્રણ રાજ્યને મળીને બાર દિવસની નોર્થ ઈસ્ટ જ્વેલ્સ સહેલગાહ છે અથવા સાત દિવસની આસામ અને મેઘાલય કવર કરતી એક નાની નોર્થ ઈસ્ટ હાઈલાઈટ્સ સહેલગાહ છે. આ બધી સહેલગાહ મુંબઈથી વિમાન દ્વારા હોય છે, મુંબઈથી મુંબઈ. અમુક સીટ્સ બહારગામના પર્યટકો માટે ડાયરેક્ટ જોઈનિંગ પણ હોય છે. હવે પુણેથી પુણે વિકલ્પ પણ પર્યટકો માટે ઉપલબ્ધ છે. પર્યટકોની સ્નો સ્પેશિયલ સહેલગાહની ડિમાન્ડ વધવા લાગી ત્યારે અમે તવાંગ પર્યટનસ્થળ નવેસરથી લાવ્યાં અને પર્યટકોએ પણ તવાંગ બોમડિલા કાઝિરંગા સહેલગાહનું અત્યંત ઉત્તમ રીતે સ્વાગત કર્યું. સિક્કિમની સોલો ટુર હાલ ડિમાન્ડમાં છે. સિક્કિમ પણ હિમાલયના પગથિયે હોવાથી અને બ્રિટિશોએ વસાવેલા હિલ સ્ટેશનની છાપ હોવાથી પર્યટકોને કાયમ મોહિત કરે છે. આ બધાં ડેસ્ટિનેશન્સ માટે ઈન્ડિપેન્ડન્ટ એટલે કે તમને જોઈએ તેવાં હોલીડે પેકેજીસ પણ અમારી સિગ્નેચર હોલીડેઝ પાસે છે.

નોર્થ ઈસ્ટનાં આઠ રાજ્યોનું મહત્ત્વ આપણે ટૂંકમાં જાણીએ. અરૂણાચલમાં તવાંગ મોનેસ્ટ્રી દસ હજાર ફૂટ પર નિસર્ગના સાંનિધ્યમાં વસી છે તે લ્હાસા તિબેટ પછી દુનિયાની બીજા નંબરની મોટી મોનેસ્ટ્રી છે. તવાંગનો આખું વર્ષ બરફાચ્છાદિત રહેતો સેલા પાસ એટલે અનોખું એડવેન્ચર છે અને સેલા લેક અથવા માધુરી લેક (શુંગાત્સર) એટલે નિર્મળ નિસર્ગનો સાક્ષાત્કાર છે. બોમડિલા તવાંગનું પ્રવેશદ્વાર કહી શકાય અને તે પણ તેટલું જ નિસર્ગસુંદર છે. ત્યાંથી દેખાતો ગોરીચેન પહાડ અવિસ્મરણીય છે. આસામનું મુખ્ય આકર્ષણ એકશિંગી ગેંડાનું કાઝિરંગામાં વસેલું રાજ્ય આ સહેલગાહનો મહત્ત્વનો ભાગ છે. એક્કાવન શક્તિપીઠમાંનું ગોહત્તીનું કામાખ્યા મંદિર, ભારતમાં સૌથી મોટી નદી બ્રહ્મપુત્રા, માજુલી નદીના અનોખા ટાપુ, માઈલોના માઈલ સુધી પ્રસરેલા લીલાછમ્મ ચાના બાગ વગેરે બાબતો આસામને સેન્ટ પર્સન્ટ માર્કસ આપી દે છે. મીઠા પાણીનો સૌથી મોટો તરતો લેક એટલે લોકટક લેક મણિપુરની મોટી ઓળખ છે. 1994ના ઈમ્ફાળ અને કોહિમાએ જાપાની લોકો પર મેળવેલા વિજયનું સ્મારક પણ સિમેટ્રીના સ્વરૂપમાં મણિપુરમાં છે. અત્યંત સુંદર મેઘાલયનું મુખ્ય આકર્ષણ લિવિંગ રૂટ બ્રિજ અને દાવકી લેક અને માસ્માઈ કેવ્ઝ, બાંગલાદેશની બોર્ડર બતાવનારું તમાદિલ ગામ, ઉમનોટ રિવર જેવી અલગ અલગ બાબતોને કારણે આપણને યાદ રહી જાય છે. હોર્નબિલ ફેસ્ટિવલ માટે પ્રસિદ્ધ નાગાલેન્ડ તૌ ફેમા ઐતિહાસિક ગામને લીધે અને જ્યાં કોઈ ઝાડ તોડતું નથી એવા ખોનોમા ગ્રીન વિલેજને લીધેે દુનિયાની ઓળખ બન્યું છે. ત્રિપુરાનું નીર મહલ આપણને જળમહેલની યાદ અપાવે છે, જ્યારે ઉનાકોટી હિલ્સ આશ્ર્ચર્યચકિત કરે છે. અને હા, મેઘાલયનું મૈલ્લિન્નોંગ ગામ સ્વચ્છતા માટે પ્રસિદ્ધ છે. આખી દુનિયાનું ધ્યાન આ નાના ગામે ખેંચી લીધું છે. હજુ પણ ઘણી બધી ખૂબીઓ છે, જે વિશે ફરી ક્યારેક લખીશ.

સો પર્યટકો, નોર્થ ઈસ્ટ પર્યટન માટે સજ્જ છે. અમે તમારા સંગાથે હાજર છીએ. ફેમિલી ટુર્સ, વુમન્સ સ્પેશિયલ, સીનિયર્સ સ્પેશિયલ અને ઈન્ડિપેન્ડન્ટ હોલીડેઝ સાથે. તો વાટ કોની જુઓ છો? ચલો, બેગ ભરો, નિકલ પડો!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

*