Gujarati Language

જી લો અપની ફિલ્મી ખ્વાહિશેં @ ND’s Film World – કર્જત

રુટીનમાંથી ‘બ્રેક તો બનતા હી હૈ’ કહીને વીણા વર્લ્ડ સંગાથે દેશવિદેશમાં બિન્દાસ્ત ફરતી મહિલાઓની ઘણા દિવસથી ‘વન ડે ટુર’ની ઈચ્છા હતી. આ ઈચ્છાપૂર્તિ માટે ‘વુમન્સ ડે’ જેવો દિવસ એટલે દૂધમાં સાકર જેવો કહી શકાય. વીણા વર્લ્ડની ટીમ અને શ્રી નિતીન દેસાઈની ‘એન્ડીઝ ફિલ્મ વર્લ્ડ’ટીમના ઉત્સાહમાંથી રજૂ થયેલી એક નાવિન્યપૂર્ણ વન ડે ધમ્માલ…

વીણા વર્લ્ડ સાડાચાર વર્ષ પૂર્વે શરૂ થઈ હતી અને પહેલીવહેલી સહેલગાહ વુમન્સ સ્પેશિયલ નિમિત્તે ગોવા ગઈ હતી. તે પૂર્વે વુમન્સ સ્પેશિયલ ફક્ત વિદેશમાં લઈ જતી હતી. મહિલાઓની માગણી ભારતની પણ વુમન્સ સ્પેશિયલ સહેલગાહ શરૂ કરવાની હતી. ‘આ તો સ્ત્રીની ઈચ્છા’કહેતાં અમે વુમન્સ સ્પેશિયલની ભારતની સહેલગાહ શરૂ કરી અને કાશ્મીરથી ક્ધયાકુમારી સુધી, નોર્થ- ઈસ્ટથી ગોવા સુધી મહિલાઓની વુમન્સ સ્પેશિયલ નિમિત્તે આખો ભારત ખૂંદી કાઢ્યો. વિદેશમાં તો આ પૂર્વે જ અમારી મહિલાઓએ સ્કેન્ડિનેવિયાથી રશિયાથી અમેરિકા સુધી અને ઓસ્ટ્રેલિયાથી જાપાન ચાયના સુધી દરિયાપાર ઝંડા લહેરાવ્યા હતા. ‘યે દિલ માંગે મોર’આ દુનિયાનો નિયમ છે. અમારી મહિલાઓ પછી પાછળ કઈ રીતે રહી શકે? અગાઉ વિદેશયાત્રા, પછી જેમની પાસે પાસપોર્ટ નથી તેમને આ મજા મળતી નથી તેથી ભારતની સહેલગાહ શરૂ કરવાની આ માગણીની આપૂર્તિ થયા પછી અમારી બહેનપણીઓએ ત્રણ-ચાર દિવસની સહેલગાહ માટે આગ્રહ શરૂ કર્યો. ‘સાંભળો છો, તે સહેલગાહમાં તમને મળવા આવવા માટે મારી પાસે હવે સમય નથી. માર્ચ 2019 સુધી મારું કેલેન્ડર ખીચોખીચ ભરાઈ ગયું છે.’ આ મારી રાવ હતી, પરંતુ અમારી ટીમ ભારે ઉત્સાહી છે. નાની સહેલગાહની વધુ માગણી આવી રહી હોવાથી તે સહેલગાહનો કાર્યક્રમ આપણે અલગ કરીશું, તમે મોટી સહેલગાહ પર મહિલાઓને મળો એવું કહીને વુમન્સ સ્પેશિયલ વીકએન્ડ ટુર્સ તેમણે શરૂ કરી અને રણ ઓફ કચ્છ, અમૃતસર વાઘા બોર્ડર વૈષ્ણોદેવી જેવી ત્રણ- ચાર  દિવસની નાની સહેલગાહ શરૂ થઈ. હવે અમારી પાસે વન ડે ટુરની માગણી કઈ રીતે પૂરી કરવી તે પ્રશ્ન હતો? બેક ઓફ ધ માઈન્ડ વિચાર ચાલી રહ્યો હતો. અમે સમય મળે ત્યારે ચર્ચા કરતાં હતાં પણ નિર્ણય થતો નહોતો. આ જ રીતે ટીવી ચેનલ સર્ફિંગ કરતી વખતે ‘એન્ડીઝ ફિલ્મ વર્લ્ડ’ના સમાચારે- વિડિયોએ ધ્યાન ખેંચ્યું, ‘જી લો અપની ફિલ્મી ખ્વાહિશેં એન્ડીઝ ફિલ્મ વર્લ્ડ’નામે અફલાતૂન ટેગ લાઈન સાંભળીને મેં ત્યાં ને ત્યાં ‘યસ, ધિસ ઈઝ ઈટ!’ કહીને શ્રી. નિતીન દેસાઈ સાથે ફોન પર ચર્ચા કરી. ‘એન્ડીઝ ફિલ્મ વર્લ્ડ’એક અનોખું એમ્યુઝમેન્ટ પાર્ક તૈયાર થઈ રહ્યું છે, ભારતીયોની બોલીવૂડવાળી ફિલ્મી ખ્વાહિશેં પૂર્ણ કરવા માટે. સંકલ્પના અમારી વુમન્સ સ્પેશિયલની સંકલ્પના સાથે સુમેળ સાધે છે. મનમાં રહેલી છૂપી ઈચ્છા પૂર્ણ કરવા માટે જ વુમન્સ સ્પેશિયલની નિર્મિતી થઈ હતી. આ છૂપી ઈચ્છામાં કપડાંમાં, વિચારોમાં, આત્મવિશ્ર્વાસમાં મેકઓવર અમે છેલ્લાં બાર વર્ષમાં અત્યંત નજીકથી જોયા છે, જેને લીધે તે વિશે અમારા મનમાં સંતોષ થાય છે. એક ઈચ્છા અધૂરી હતી તે પણ ફિલ્મી ખ્વાહિશેંવાળી એવું કહેવામાં કોઈ વાંધો નથી અથવા એન્ડીઝ ફિલ્મ વર્લ્ડ સામે આવ્યા પછી ‘અરે આ ઈચ્છા રહી ગઈ હતી ને’ એવું મને મહેસૂસ થવા લાગ્યુ, તેનું મૂળ કારણ શોધવાનું મુશ્કેલ છે, પરંતુ બોલીવૂડ પરનું અમે મહિલાઓનું પ્રેમ નકારી નહીં શકાય તે સાચી વાત છે અને તેથી  ‘ચલોજી લેતે હૈ હમારી યે ભી ખ્વાહિશ’ એવું બોલીવૂડ સ્ટાઈલથી કહીને અમે આગામી ‘વુમન્સ ડે’ નિમિત્તે આ વુમન્સ ડે સ્પેશિયલ ટુરનો આરંભ કરી રહ્યાં છીએ. રોજની દોડધામથી એક નાનો અનોખો બ્રેક આપવાની અથવા લેવાની આ સંકલ્પના સફળ થશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી,  કારણ કે વીણા વર્લ્ડ અને એન્ડીઝ ફિલ્મ વર્લ્ડ ટીમ તે માટે મન:પૂર્વક પ્રયાસ કરી રહી છે.

સો ચલો, જી લેતે હૈ હમારી ફિલ્મી ખ્વાહિશેં! અહીં ‘બેગ ભરો નિકલ પડો’ એવું નહીં કહું કારણ કે અહીં ના બેગ છે, ના પાસપોર્ટ, ના એર ટિકિટ. જસ્ટ એક આનંદિત પણ ફિલ્મી મન તમારી જોડે લઈને આવવાનું છે. હવે આ એક દિવસમાં શું શું કરવાનું છે તે જોઈએ, કારણ કે આ સહેલગાહ આપણી અન્ય વુમન્સ સ્પેશિયલ સહેલગાહ કરતાં અલગ છે. દેશવિદેશમાં મોટી સહેલગાહોમાં આપણે ગાલા ઈવનિંગ અને ફેશન શો કરતાં હોઈએ છીએ તેમાં વીણા વર્લ્ડ ક્વીન ખિતાબ મેળવવા માટે રસ્સીખેંચ થાય છે. વુમન્સ સ્પેશિયલની વીકએન્ડ સહેલગાહમાં ‘ગાલા ઈવનિંગ વિથ ડીજે ડાન્સ’ એવો માહોલ હોય છે, જ્યારે આ એન્ડીઝ ફિલ્મ વર્લ્ડમાં આપણે એક દિવસનું ફિલ્મી જીવન જીવવાનાં છીએ. આરંભ આપણા ડ્રેસકોડથી થાય છે, કારણ કે તે દિવસે એન્ડીઝ ફિલ્મ વર્લ્ડમાં તમારામાંથી જ અનારકલીથી પદ્માવતી સુધી એકથી એક તારીકોઓ અવતરવાની છે. કોઈ પોલકા ડોટ રેટ્રો થીમ કરીને આવશે તો કોઈ ‘કભી ખુશી કભી ગમ’ની અલ્ટ્રામોડર્ન પૂ, કોઈ મધુબાલા તો કોઈ માધુરી, કોઈ ઐશ્ર્વર્યા તો કોઈ હેમા… સમજ્યાં. આપણાં ઈનામ પણ એકદમ ફિલ્મી સ્ટાઈલનાં જ હશે. રાત્રે યોજાનાર એવોર્ડ ફંકશન પણ આ જ રીતે હટકે થવા જોઈએ નહીં? તેમાં બેસ્ટ ડ્રેસ, બેસ્ટ હેર, બેસ્ટ મેકઅપ… બેસ્ટ કોરિયોગ્રાફી પણ છે, કારણ કે અમારી અમુક બહેનપણીઓ ગ્રુપ પરફોર્મન્સ આપશે અથવા ગ્રુપ થીમ પર સજીધજીને આવશે તેવી અમને ખાતરી છે. ‘શોલે’ની બસંતી, ‘બાજીરાવ મસ્તાની’ની કાશીબાઈ અથવા મસ્તાની, ‘ડીડીએલજે’ની સિમરન… ચાલો, વિડિયોઝ શોધવાનું શરૂ કરો, કારણ કે તમારે કયો લૂક ધારણ કરવાનો છે તે નક્કી કરવું નથી શું? આ વન ડે ટુરની અફલાતૂન થીમ વાંચ્યા પછી અમારી અમુક બહેનપણીઓને પ્રશ્ર્ન ઉદભવશે કે ‘અરે પણ અમને આમાંથી કશું જ નહીં કરવાનું હોય તો અમારે શું આવવાનું જ નહીં?’ તો આવું બિલકુલ નથી. વુમન્સ સ્પેશિયલમાં મનાઈ કોઈને નથી. તમને ઓડિયન્સ પણ જોઈએ ને? જો કે વધુમાં વધુ જણીઓએ આ અનોખું ફિલ્મીપણું તે દિવસે જીવી લેવું જોઈએ એવી મારી ઈચ્છા છે. જીવનમાં તે જ તે જ ધકેલપંચા દૂર કરવું હોય તો કાંઈક અલગ કરવું જોઈએ. તો જ જીવનની મીઠાશ વધુ વધશે, ઉત્સાહનો સંચાર થશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. અમે વીણા વર્લ્ડવાળા તમને નવાં નવાં કારણો જીવનનો ઉત્સવ ઊજવવા માટે આપીએ છીએ. તે જ તમારા જીવનમાં અમારી ભૂમિકા છે. અને અમે આવું વચ્ચે વચ્ચે કાંઈક નવું લઈને આવતાં જ રહીશું તમારી મુલાકાતે, એકદમ હકથી.

આપણે આ વન ડે સ્પેશિયલમાં વધુ શું કરવાનાં છીએ તે અહીં બધું જ લખતી નથી, પરંતુ આ બધી ધમ્માલ કરતી વખતે આપણે એન્ડીઝ ફિલ્મ વર્લ્ડની ગાઈડેડ ટુર કરવાનાં છીએ. પેશન અને કમિટમેન્ટમાં એક વ્યક્તિ શું નિર્માણ કરી શકે છે તે વાત ઈન્સ્પાયરિંગ છે. એટલે કે આ ફન ધમ્માલ આનંદ સાથે આપણે આ ઈન્સ્પિરેશન પણ લઈને ઘરે પાછાં આવવાનાં છીએ. પોણા-બસ્સોથી વધુ ફિલ્મોનાં શૂટિંગ લોકેશન્સ જેમાં જોધા અકબર, બાળ ગંધર્વ, સ્લમડોગ મિલિયોનેર, બાજીરાવ મસ્તાની, પ્રેમ રતન ધન પાયો જેવી બ્લોકબસ્ટર ફિલ્મોનાં પરિચિત સ્થળો એટલે આપણા દે ધનાધન સેલ્ફી પોઈન્ટ્સ. એક હજારથી વધુ સેલ્ફી પોઈન્ટ્સ અને શૂટિંગ સ્પોટ્સ એન્ડીઝ ફિલ્મ વર્લ્ડમાં તમારી વાટ જોઈ રહ્યાં છે. યુ ટ્યુબ પરના વિડિયોઝમાં તમે તેની કલ્પના કરી શકશો. અમે ગયા અઠવાડિયામાં એન્ડીઝમાં જઈને આવ્યાં ત્યારે સ્ટુડિયોની ઉપરછલ્લી મુલાકાત પૂર્ણ કરવા માટે ચાર કલાક વીતી ગયા. આથી સંપૂર્ણ એન્ડીઝ ફિલ્મ વર્લ્ડની ગાઈડેડ ટુર, પડદા પાછળની દુનિયા, અલગ અલગ બ્લોકબસ્ટર ફિલ્મોના શૂટિંગ સમયે બનેલી ઘટનાઓ સહિત આ બધી બાબતોથી આપણો દિવસ ખીચોખીચ ભરચક છે. માર્ચ મહિનાનું બીજું અઠવાડિયું એટલે ઠંડી વીતીને ઉનાળાની થોડી શરૂઆત થયેલી હશે. આથી એકાદ સ્ટાઈલિશ હેટ, મોટા ગોગલ સાથે ઈશ્ટાઈલ મારવાની તક પણ ચૂકી જવા જેવી નથી. બપોરના સમયે ઈન્ડોર કાર્યક્રમમાં આપણે એક્ટિંગ, સિંગિંગ, ડાયલોગ જેવા રિયાલિટી  શોઝમાં આપણી અંદરના જ કલાકારને બહાર લાવવાના છીએ. ફિલ્મી ખ્વાહિશેં પૂર્ણ કરવાની હોય તો તે પૂર્ણ જ હોવી જોઈએ નહીં? સો લેટ્સ ગો એન્ડ એન્જોય ધિસ મચ નીડેડ બ્રેક!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

*