Travel Planner 2025
Travel Planner 2025
IndiaIndia
WorldWorld
Our Toll Free Numbers:

1800 313 5555

You can also call us on:

+91 22 2101 7979

+91 22 2101 6969

Foreign Nationals/NRIs travelling

Within India+91 915 200 4511

Outside India+91 887 997 2221

Business hours: 10AM - 7PM

Our Toll Free Numbers:

1800 313 5555

You can also call us on:

+91 22 2101 7979

+91 22 2101 6969

Foreign Nationals/NRIs travelling

Within India+91 915 200 4511

Outside India+91 887 997 2221

Business hours: 10AM - 7PM

Explore Topics, Tips & Stories

Balloon
Arrow
Arrow

તાજ મહલના ચાર સુવર્ણ કલાક

9 mins. read

Published in the Sunday Mumbai Samachar on 11 February, 2024

અમીટ પ્રેમ જેના માળખામાં સમાયેલો છે અને આકાશમાં સૂર્ય ઊગે ત્યારે રંગોનું અલૌકિક નૃત્ય કરતા પ્રતીક એવા સ્મારક-તાજ મહલ વિશે જરા કલ્પના કરો. આ શિલ્પશાસ્ત્રની અજાયબી સમય અને સંસ્કૃતિની પાર જઈને માનવીના કૌશલ્ય સાથે નિસર્ગની કળાકારીગરીના ફલકનો પણ દાખલો છે.

આપણે બધા જ તાજ મહલ કેટલું સુંદર છે તે જાણીએ છીએ. જોકે હું તમને એમ કહું કે તાજ મહલની એક મુલાકાત પૂરતી નથી તો તમે વિચારમાં પડી જશો. હા, બે પણ નહીં, જો ખરા અર્થમાં તાજને સંપૂર્ણ જોવા માટે તમને ચચ્ચાર મુલાકાત લેવાનું આવશ્યક છે. શા માટે તે હવે સમજાવું છું. અને આજે આ જાણવા માટે ચાલો આપણે તાજ મહલની ઝળહળતી રંગછટાની ગોપનીયતામાં ઊંડાણથી ડોકિયું કરીએ, આ રૂપાંતર ફક્ત દિવસનો પ્રવાસ નથી, પરંતુ ઈતિહાસ, શિલ્પશાસ્ત્ર અને માનવી મન થકી પ્રવાસ છે. તો ચાલો, આગળ વધીએ અને તાજ મહલની દીવાલોમાં આપણી વાટ જોતો રોમાંચક અનુભવ માણીએ.

પરોઢિયું : સૌપ્રથમ પરોઢિયાથી શરૂઆત કરીએ. તાજને સૂર્યોદયના સુવર્ણ કિરણોમાં જુઓ. રાત્રે ચંદ્ર આથમીને પરોઢિયું ફાટી નીકળે ત્યારે તાજ મહલ દિવસના સૌપ્રથમ પ્રકાશથી દીપી ઊઠે છે. પરોઢિયે આ નજારો અજાયબીભર્યો હોવા સાથે તે જીવનનાં તેનાં દરેક પાસાંમાં શ્ર્વાસ લેતી જાગૃતિ છે.આ સફેદ આરસપહાણના પથ્થરો મકરાણાની ખાણમાંથી સ્રોત કરાયા હતા, જે ચમકદાર છે. તેની ગુલાબી અને ઝાંખી પીળી છાંટ સ્મારકને સોનેરીરંગથી સજાવે છે. ભારતીય સૂર્યોદયના ફલક સામે તાજની મુલાયમ, ઊભરતી રૂપરેખા મઢી લેવા ફોટોગ્રાફરો માટે આ ચાર કલાક મોકાના હોય છે.

આ સમયે હવામાનમાં અમુક તાજગી હોય છે, જાણે આરસપહાણ ખુદ ચંદ્રપ્રકાશની રાત્રિ પછી શ્ર્વાસ બહાર છોડે છે. સવારની ઝાકળ સ્મારકને જાણે પારણું કરાવે છે, જે દ્રશ્યની કાવ્યાત્મક ખૂબીઓમાં ઉમેરો કરે છે. આ અવસર દરેક જોનારાના અંતરમાં કોરાઈ જાય છે. સવારનાં પ્રથમ સૂર્યકિરણ હેઠળ તાજની પ્રથમ ઝાંખીની મનોહરતા અને પવિત્રતા આંખોને આંજી દે છે.

બપોરનો સૂર્ય : બપોરનો સૂર્ય તેની ચરમસીમાએ હોય છે, જે પરોઢિયાથી સાવ વિપરીત છે. તાજ મહલ પર મધ્યાહનનો સૂર્યપ્રકાશ પડતાં તેનાં રૂપગુણ સંપૂર્ણ બદલાઈ જાય છે. સ્વર્ણિમ પ્રકાશથી સ્નાન કરતું સ્મારક તેના અસલ સ્વરૂપમાં આવી જાય છે, જે મોગલોની ભવ્યતાનો ઝળહળતો દાખલો છે. નાજુક કોતરકામ, કુરાનનાં લખાણ, ફૂલની રૂપરેખા અને નાજુક વેલકોતરણી સૂર્યપ્રકાશમાં દીપી ઊઠે છે, જે દરેક વાર્તા કહે છે અને પ્રતીક જાણે જીવંત બની જાય છે.

આ સમય નિરીક્ષણ અને ખોજનો છે. મુલાકાતીઓ દરેક મોઝેક અને કેલિગ્રાફિક નંગની પાછળની ચતુરાઈ, માળખું પર્સિયન, ઓટ્ટોમાન અને ભારતીય શૈલીને ઉત્તમ સુસંવાદિતામાં કઈ રીતે મઢી લે છે તેનું બારીકાઈથી નિરીક્ષણ કરી શકે છે. દરેક ડિઝાઈનને અધોરેખિત કરતી સપ્રમાણતા સ્પષ્ટ બને છે અને મુલાકાતીઓ આ દીર્ઘદ્રષ્ટિને વાસ્તવિકતામાં લાવનારી નાજુક હસ્તકળાકારીગરીની સરાહના કરે છે. આ સમય જાણવાનો અને સરાહના કરવાનો છે. મુલાકાતી દિવસના રૂપાંતર થતા પ્રકાશથી વિચલિત થયા વિના તાજની વાર્તા થકી પ્રવાસ કરી શકે છે.

સંધ્યાની અજાયબીઓ : દિવસ આથમે અને સૂર્ય અસ્ત થાય તેમ અનેક સામ્રાજ્યોનું સાક્ષી બનેલું માળખું તાજ મહલ વધુ એક નવું સુંદર રૂપ ધારણ કરે છે. સુવર્ણ કલાક શરૂ થાય છે અને આ જ સમયે તાજ ખરા અર્થમાં આપણા મન સાથે વાત કરે છે. યમુના પર તેનું પ્રતિબિંબ ગુંબજો અને કમાનો થકી ઊના પ્રકાશના ગૂંથણ સાથે આથમતા સૂર્ય માટે અરીસો બની જાય છે. આરસપહાણ મુલાયમ બનીને મધુર તેજસ્વિતામાં જમીનને જાણે સ્નાન કરાવે છે અને આ સ્મારક તેના પોતાના શિલ્પશાસ્ત્ર સાથે જીવનના ચક્રીય પ્રકાર સાથે પૂજ્યભાવ સાથે ઊભું હોય તેવું ભાસે છે.

સંધ્યાકાળે પણ તે બહુ સુંદર દેખાય છે, તે શાંતિ અને ચિંતનનું ભાન કરાવે છે. તાજ મહલ રાત્રે તેના સૌથી નાજુક નમસ્કાર કરે ત્યારે મુલાકાતીઓ અંજાઈ જાય છે. આ ઈન્દ્રિયો માટે જાણે રસમ છે, જે રૂપાંતર આથમતા દિવસ અને સુંદર ક્ષિતિજ પર પોતાની મોહિની પાથરીને ઊભેલા સ્મારકમાં પરિવર્તનની ગહનતાને મઢી લે છે.

ચંદ્રપ્રકાશમાં તાજ : તાજની વાર્તા સૂર્યપ્રકાશ પૂરતી સીમિત નથી, પરંતુ ચંદ્રપ્રકાશમાં પણ તે દીપી ઊઠે છે. દિવસ આથમતાં માળખું શબ્દોમાં વર્ણવી નહીં શકાય તેટલું મંત્રમુગ્ધ કરનારું બની જાય છે. ખાસ કરીને સંપૂર્ણ ચંદ્રની રાત્રિનો પ્રકાશ તાજ મહલ પર પડતાં તે જાણે અંધકારને ચીરીને ઝળહળી ઊઠે છે.આ સમયે તે ફકત સ્મારક નહીં પણ સ્વપ્નસમાન દ્રષ્ટિ છે, જે મુમતાઝ મહલ માટે શાહજહાંના પવિત્ર પ્રેમનો ગણગણાટ કરે છે.

બે દિવસ પૂર્વે સંપૂર્ણ ચંદ્ર પછી તાજનાં પ્રવેશદ્વાર આકાશી ચમકારા હેઠળ શાંતિ અને પ્રેરણા ચાહનારા માટે ખોલી દેવામાં આવે છે.અનુભવ અત્યંત દુર્લભ હોય છે, કારણ કે તાજ તેનો નિશાચર ચહેરો બતાવે છે. વળી, ખળખળ વહેતી નદી અને પ્રાસંગિક સિતારનો અવાજ આ વાતાવરણને ચમત્કારી અને રોમેન્ટિક બનાવી દે છે. આ તાજ મહલ અત્યંત આત્મીય બની જાય છે, જે સમયે તેની સફેદ દીવાલોપ્રેમનું અમરત્વ બચાવી રાખવાના પડઘા પાડે છે.

તાજનો પ્રવાસ કરવાની મોસમ : દિવસ અને રાત્રિના આ કલાકો ઉપરાંત તાજ મહલના ચાર રંગો હવામાનની લહેર અને મોસમના મિજાજને આધીન છે. શિયાળાની ઠંડીમાં સ્મારક યમુનામાંથી ઊભરતા ધુમ્મસમાં વીંટળાઈને આછો રાખોડી રંગ ધારણ કરે છે. વસંતઋતુમાં લીલીછમ પાર્શ્ર્વભૂ લાવે છે, જે તાજની શુદ્ધ સફેદી સાથે દીપી ઊઠે છે, જ્યારે ભારતીય બળબળતો ઉનાળો સ્મારકને સૂર્યના ધગધગતા તાપમાં ખીલી ઊઠે છે.

આ વિભિન્નતા તેને સતત રૂપાંતર થતું સ્મારક બનાવે છે, જે તે પારણું કરાવતા વાતાવરણ જેટલું ક્રિયાશીલ લાગે છે. તાજ મહલ સ્થિર નથી, પરંતુ સતત રૂપાંતર થતા જીવન જેવું છે તેની યાદ અપાવે છે. આ ખૂબીઓ તેને કળાની જીવંત કૃતિ બનાવે છે, જેના ઘણા બધા મૂડને ખરા અર્થમાં મઢી લેવા માટે વર્ષમાં ફરી ફરી આ સ્થળની મુલાકાત લેવી જોઈએ.

તાજ મહલ શિલ્પશાસ્ત્ર અને ઈતિહાસ સાથોસાથ માનવી અને નિસર્ગના સુસંવાદિત એકીકરણનો પણ અભ્યાસ છે. તાજની બદલાતી રંગછટાઓ કોઈ પણ માનવી પ્રયાસોની તેજસ્વિતાને મઢી લેતી અવકાશી ખૂબીઓની સાક્ષી છે. પ્રવાસના શોખીનો તરીકે અમારું આ દુનિયાની અજાયબી સાથે જોડાણ ફક્ત સ્થળદર્શન સાથે પૂરું થતું નથી, પરંતુ તાજ જીવંત દાખલો છે, જે પ્રગટ થતી વાર્તાઓનો હિસ્સો બનવા માટે આપણને આમંત્રિત કરે છે.

તાજ મહલને સર્વ કલાકોમાં જોવું તે વિશેષાધિકાર છે. કેલિડોસ્કોપિક આકાશ સામે ખીલતો તેનો રોમાન્સ જોવો તે અફલાતૂન અનુભવ છે. આ પ્રવાસ તેની અસલી ખૂબીઓને ઉજાગર કરે છે. તે અજ્ઞાતને અપનાવે છે અને અસીમિત સૌંદર્યની ખોજ કરે છે. તો ચાલો, આપણે તાજ મહલને તેના સુવર્ણ કલાકોમાં જોવા સાથે હંગામી અને કાયમી એવા તેના પોતાના ઈતિહાસમાં સુવર્ણ કલાક બનીએ.


MICE કોર્પો રેટ ટુર્સ

મિટિંગ્સ, ઈન્સેન્ટિવ્ઝ, કોન્ફરન્સીસ, ઈવેન્ટ્સ

અમને રોજ આવતા ઈમેઈલ્સમાં પ્રશંસા, સૂચના, ક્યારેક ફરિયાદ, માર્ગદર્શન એમ દરેક પ્રકારના મુદ્દા હોય છે. પ્રશંસાના પત્ર બાજુમાં રખાય છે, કારણ કે તે માટે જ તો પર્યટકો આવે છે. તેમની અપેક્ષા પૂરી કરવી, ટુરનો અપેક્ષિત આનંદ આપવો એ વીણા વર્લ્ડ ટીમની ફરજ છે અને કામો તે પ્રમાણે થાય છે. સૂચના કે ફરિયાદ જોકે વધુ ધ્યાન ખેંચે છે, કારણ કે તેની પર તુરંત કામ કરીને સુધારણા કરવાની હોય છે. આજકાલ આ મેઈલ્સમાં વધારો થયો છે કોર્પોરેટ્સ તરફથી આવતા પ્રશંસાપત્રોનો. કોર્પોરેટ ટુર્સ એ વીણા વર્લ્ડનો સેપરેટ ડિવિઝન છે, જ્યાં કોર્પોરેટ દુનિયાની, એટલે કે, અલગ અલગ ઈન્ડસ્ટ્રીઝની જરૂરતો પર કામ કરવામાં આવે છે. આ ટુર્સ કોર્પોરેટ્સના એવોર્ડસ વિતરણ માટે, ટીમ બિલ્ડિંગ માટે, સ્ટ્રેટેજી મિટિંગ્સ માટે, એન્યુઅલ ટીમ મીટ માટે વગેરે છે. દરેક ઈન્ડસ્ટ્રીનું અથવા કોર્પોરેટ હાઉસનું સેલ્સ નેટવર્ક હોય છે. તેમાં ડીલર્સ, સેલ્સ પાર્ટનર્સ, એજન્ટ્સ, રિપ્રેઝેન્ટેટિવ્ઝ વગેરે આવે છે. સેલ્સના અમુક ટાર્ગેટ અચિવ થાય એટલે તેમને ઈન્સેન્ટિવ ટુર્સ આપવામાં આવે છે. તે ઈન્ટેન્સિવ ટુર્સ વીણા વર્લ્ડ અનેક કંપનીઓ માટે, કોર્પોરેટ હાઉસ માટે, ઈન્સ્ટિટ્યુશન્સ માટે અને વિદ્યાર્થીઓ માટે, એટલે કે, અલગ અલગ શાળાઓ માટે કરે છે. અને આ કામ બહુ સારી રીતે ચાલી રહ્યું છે તે અમને મળતા પ્રશંસાપત્રો પરથી સ્પષ્ટ થાય છે. કોર્પોરેટ ટુર્સ મોટે ભાગે ઓછા સમયગાળાની હોય છે. બે દિવસથી વધુમાં વધુ છ સાત દિવસ. આ ટુર્સ માટે ભારતમાં ઉદયપુર, જયપુર, મહાબલીપુરમ, ગોવા, કેરળ, હિમાચલ, હૈદરાબાદ રામોજી સિટી, કાશ્મીર જેવાં ડેસ્ટિનેશન્સની તેમ જ કોર્ડેંલિયા ક્રુઝ જેવા એક્સપીરિયન્સીસને વધુ ડિમાન્ડ છે, જ્યારે ભારતની બહાર થાઈલેન્ડ, વિયેતનામ, દુબઈ, અબુ ધાબી, સિંગાપોર, ઓસ્ટ્રેલિયા, સ્વિટઝર્લેન્ડ, ફ્રાન્સ, સ્પેન, ગ્રીસ, બાકૂ, કઝાકસ્તાન, જ્યોર્જિયા, તાશ્કંદ, શ્રીલંકા, સાઉથ આપ્રિકા, પ્રાગ, બુડાપેસ્ટ, ઓસ્ટ્રિયા, જર્મની, સ્કેન્ડિનેવિયા ડેસ્ટિનેશન્સ વધુ પોપ્યુલર છે. 20, 200, 500થી લઈને 1000 સુધીના કોર્પોરેટ ગ્રુપ હોય તો પણ આ માઈસ ટુર્સ વીણા વર્લ્ડ તરફથી ઉત્કૃષ્ટ રીતે આયોજિત કરવામાં આવે છે. ગ્રુપ સાઈઝ પ્રમાણે હોટેલ્સ, બોલરૂમ્સ, ગાલા ડિનર્સ, ઈવેન્ટ્સની સુવિધા કરાય છે. વીણા વર્લ્ડના સંદીપ જોશી, જેઓ વીણા વર્લ્ડની પુણે ઓફિસ સંભાળે છે તેઓ માઈસ ટીમ સાથે આ ખઈંઈઊ કોર્પોરેટ ટુર્સ ડિવિઝન પણ સંભાળે છે અને કોર્પોરેટ્સ ખુશ છે તેમના કામ પર અને વીણા વર્લ્ડ ટુર મેનેજર્સ ટુર ઉત્કૃષ્ટ રીતે પાર પાડી રહ્યા છે તેની પર. કોર્પોરેટ્સ ફરી ફરી આવી રહ્યા છે તેનો અર્થ અમારું માઈસ ડિવિઝન સારી રીતે કામ કરી રહ્યું છે. તમારામાંથી કોઈની પણ ઓર્ગેનાઈઝેશન માટે તમને આવી ટુર્સ કરવાની હોય તો‘વીણા વર્લ્ડ માઈસ ટીમ’નો જરૂર સંપર્ક કરો.

Veena World MICE- Email: mice@veenaworld.com

Pune: 704 599 3391

Mumbai: 887 997 2239/45

February 10, 2024

Author

Neil Patil
Neil Patil

Founder & Director, Veena World

More Blogs by Neil Patil

Please let me know your thoughts on this story by leaving a comment.

Post your Comment

Please let us know your thoughts on this story by leaving a comment.

Similar Romantic Blogs

Read all
insert similar tours here

Explore Topics, Tips & Stories

Balloon
Arrow
Arrow

Get in touch with us

Share your details for a call back and subscribe to our newsletter for travel inspiration.

+91

Listen to our Travel Stories

Most Commented

Veena World tour reviews

What are you waiting for? Chalo Bag Bharo Nikal Pado!

Scroll to Top