IndiaIndia
WorldWorld
Toll free number

1800 22 7979

Chat on WhatsApp

+91 88799 00414

Business hours

10am - 6pm

રોમનું ઉત્કૃષ્ટ પ્રતિક: ટ્રેવી ફાઉન્ટનની આભા

9 mins. read

Published in the Sunday Gujarat Samachar on 18 February, 2024

રોમના ટ્રેવી ફાઉન્ટેનના કાલાતીત આકર્ષણનું એક્સપ્લોર કરો, જ્યાં સિક્કો ઉછાળવાથી પ્રેમ અને શાશ્વત શહેરમાં પાછા ફરવાનું વચન મળે છે. અમે તેના સમૃદ્ધ ઇતિહાસ અને મોહક પરંપરાઓને ઉજાગર કરીએ ત્યારે અમારી સાથે જોડાઓ.

આપણે બધા જાણીએ છીએ કે રોમ એક દિવસમાં નિર્માણ પામ્યું હતું. આથી શું રોમની એક મુલાકાત ખરેખર પૂરતી છે! એક રીતે ટ્રેવી ફાઉન્ટનની મુલાકાત લઈને તમે ફરી રોમની મુલાકાત લેવાની ખાતરી રાખી શકો છો. તે કઈ રીતે? એવું તમે પૂછી શકો છો. તો મને સમજાવવા દો. રોમમાં લાંબા સમયથી એવી પરંપરા ચાલી આવી છે કે તમે ટ્રેવી ફાઉન્ટનમાં સિક્કો ઉછાળો તો તમે ખાતરીદાયક રીતે રોમની મુલાકાતે ફરીથી આવશો. આટલું જ નહીં, તેમાં વધુ કારણો પણ છે. ફાઉન્ટનમાં સિક્કો ઉછાળવાના વાસ્તવમાં ત્રણ કારણ છે. પ્રથમ, સ્થાનિક માન્યતા અનુસાર આપણે બધા જાણીએ તેમ તમે ફરી રોમમાં પાછા આવશો. બીજું, સિક્કો ઉછાળવાનો અર્થ તમને રોમમાં પ્રેમ અથવા રોમાન્સ મળશે અને ત્રીજું, બીજા કારણ સાથે વધુ જોડાયેલું છે અને તે છે તમે આ શહેરમાં ખુશી ખુશી પરણી જશો. અને મને એ પણ કહેવા દો કે એક સિક્કો ઉછાળવો પૂરતું નથી. કારણ કે દરેક ઈચ્છા માટે અલગ સિક્કો આવશ્યક છે! અને સિક્કો ઉછાળવાની પણ એક ચોક્કસ રીત છે. જોકે સિક્કો ઉછાળવાની રીત વિશે ખરેખર જાણીએ તે પૂર્વે ચાલો, ટ્રેવી ફાઉન્ટન રોમનું ઉત્કૃષ્ટ પ્રતિક કઈ રીતે બન્યું તે વિશે થોડા ઊંડાણમાં ઊતરીએ.

રોમના સ્વર્ણિમ હાર્દમાં સ્થિત ટ્રેવી ફાઉન્ટન બરોક માસ્ટરપીસ જેવું ઊભરી આવે છે, જે તેની મનોહરતાથી દરેકને મોહિત કરી દે છે. આ શિલ્પશાસ્ત્રીય અજાયબી ફાઉન્ટનથી પણ વિશેષ છે. તે રોમના સમૃદ્ધ ઈતિહાસ અને કળાત્મક વારસાનું ચિન્હ છે, જે દુનિયાભરના સૌથી વિખ્યાત અને સૌથી વધુ તસવીરો ખેંચવામાં આવતા ફાઉન્ટનમાંથી એક તરીકે અડીખમ છે. તેનો જળધોધ પ્રાચીન પરંપરાની વાર્તા કહે છે, જ્યારે તેનાં મનોહર શિલ્પો રોમન પુરાણકથાની ભવ્યતાનો પડઘો પાડે છે. ટ્રેવી ફાઉન્ટન ફક્ત જોવા પૂરતું સીમિત નથી, પરંતુ તે અનુભવ છે, જે ઈતિહાસ, કળા અને દંતકથાના દોરાને ગૂંથે છે, જે તેને રોમના પ્રખ્યાત મોઝેકમાં કીમતી ખજાનો બનાવે છે. આજે આપણે ઈટાલીમાં ઉડાણ ભરીએ અને રોમના ઉત્કૃષ્ટ પ્રતિક ટ્રેવી ફાઉન્ટનની દંતકથા અને વાર્તાઓમાં ડૂબકીઓ લગાવીએ.

તો ચાલો, તે સમયના થોડા ઈતિહાસ સાથે શરૂઆત કરીએ. ટ્રેવી ફાઉન્ટનનો ઉદભવ પ્રાચીન રોમન સમયનો છે, જે ખુદ સ્મારક જેટલા જ મંત્રમુગ્ધ કરનારા ઈતિહાસનું દ્રષ્ટાંત આપે છે. ફાઉન્ટન સમ્રાટ ઓગસ્ટસના જનરલ અને જમાઈ એગ્રિપ્પા દ્વારા ઈ.સ. ૧૯પૂર્વે નિર્માણ કરાયેલી એન્જિનિયરિંગની અજાયબી એક્વા વર્ગો એક્વેડક્ટનું ટર્મિનસ છે. આ એક્વેડક્ટ પ્રાચીન વિશ્ર્વની એન્જિનિયરિંગની અત્યંત નોંધપાત્ર સિદ્ધિમાંથી એક છે, જે પાણીને રોમનાં સ્નાનગૃહો અને ફુવારાઓમાં વહેવા માટે તૈયાર કરાયું હતું, જેણે શહેરના રોજિંદા જીવન અને સેનિટેશનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે."ટ્રેવી નામ ખુદ લેટિન "ટ્રાયવિયમમાંથી ઉદભવ્યું છે, જે ફાઉન્ટન અદભુત રીતે જ્યાં સ્થિત છે તે ત્રણ રસ્તાઓના જંકશનનો સંદર્ભ છે.

આજે આપણે જોઈ શકીએ તે આ સ્થળનું બરોક અજાયબીમાં પરિવર્તન ૧૭૩૦ માં પોપ ક્લેમેન્ટ બારમાએ લાવ્યું હતું. રોમનની ભવ્યતા સાથે સુમેળ સાધતા ફાઉન્ટન માટેની જરૂરતને ઓળખતાં પોપે રોમના બરોક યુગની મનોહરતાને મઢી લે તેવું નવું માળખું ડિઝાઈન કરવા માટે સ્પર્ધાનું આયોજન કર્યું હતું. નિકોલા સાલવીને સ્પર્ધામાં વિજેતા નહીં પરંતુ ત્યાર પછીની પસંદગી થકી પ્રોજેક્ટ અપાયો હતો અને તેમણે ૧૭૩૨માં સૌપ્રથમ પાયો ગોઠવ્યો હતો. ૧૭૫૧માં સાલવીના નિધન છતાં ૧૭૬૨માં જેમણે કામ પૂર્ણ કર્યું હોવાનું શ્રેય મોટે ભાગે જાય છે તે ગુસેપી પાનિની સહિતના અનેક આર્કિટેક્ટોના નિર્દેંશ હેઠળ કામ ચાલુ રહ્યું હતું. ફાઉન્ટનનું નિર્માણ રોમના પ્રાચીન મૂળ સાથે યુગની મનોહરતાને આલેખિત કરે છે, જે બરોક સમયગાળાનું પ્રતિક સ્મારકીય શિલ્પશાસ્ત્ર અન શિલ્પીય ઉત્કૃષ્ટતાનું સંમિશ્રણ દર્શાવે છે.

તેના શિલ્પશાસ્ત્ર વિશે બોલતાં ફાઉન્ટન કળા અને શિલ્પશાસ્ત્રના આંજી દેતા પ્રદર્શનમાં એકત્ર આવતા શિલ્પો, ખડકો અને જળનું સંમિશ્રિત દર્શન છે. ફાઉન્ટનની વાર્તાના કેન્દ્રમાં સમુદ્રદેવ નેપ્ચ્યુનની રુઆબમાં ઊભેલી આકૃતિ છે, જે બે સમુદ્રિ અશ્ર્વો દ્વારા કોટલાના આકારનો રથ ખેંચે છે, જે દરેક ટ્રાયટન દ્વારા માર્ગદર્શિત છે. એક અશ્ર્વ શાંત છે, જ્યારે બીજો અડિયલ છે, જે સમુદ્રના ચઢાવઉતાર થતા મૂડને આલેખિત કરે છે. નેપ્ચ્યુન વર્ચસ જમાવતી હાજરી અને દૈવી સત્તા સાથે ઘડવામાં આવ્યું છે, જે સમુદ્રની શક્તિ સાથે જળને રોમમાં લાવવામાં ફાઉન્ટનની ભૂમિકાને પણ આલેખિત કરે છે, જે નૈસર્ગિક દુનિયામાં શહેરના વર્ચસનું પ્રતિક છે. ટ્રાયટન નેપ્ચ્યુન માટે સહાયકો છે, જે સમુદ્રિ અશ્ર્વોને માર્ગદર્શિત કરે છે અને સમુદ્રિ લહેરો સાથે ફાઉન્ટનના જોડાણને આલેખિત કરે છે.

હવે આપણે આ પાર્શ્ર્વભૂ જાણી ગયા છીએ તોે ચાલો, ફાઉન્ટનમાં સિક્કો ઉછાળવાની પદ્ધતિની આપણી પરંપરા પર પાછા આવીએ. ટ્રેવી ફાઉન્ટનમાં સિક્કો ઉછાળવાની યોગ્ય રીત અનુસાર તમારા ડાબા ખભાની ઉપરથી સિક્કો તમારા જમણા હાથે ઉછાળવાનો હોય છે. ઉપરાંત જો તમે ફાઉન્ટનમાં બીજો અને ત્રીજો સિક્કો ઉછાળવાનું નક્કી કરો તો તે એકસાથે નહીં કરી શકાય. જો તમે ત્રણ વાર તે જ રીતે સિક્કો ઉછાળશો તો તેનો અર્થ તમે રોમમાં લગ્ન કરશો, દેખીતી રીતે જ ત્યાંની વતની સાથે પ્રેમમાં પડ્યા પછી. અને જો તમે ફાઉન્ટનનો ફોટો જોશો તો તમને દિવસના કોઈ પણ સમયે તે સિક્કાઓથી ભરેલો દેખાશે.

વધુ એક રોચક પ્રશ્ર્ન એ છે કે ફાઉન્ટનમાં રોજ કેટલાં નાણાં ફેંકવામાં આવતા હશે? વારુ, રોમન મ્યુનિસિપાલિટી અનુસાર ફાઉન્ટનમાં રોજ અંદાજે 3000 યુરો ઉછાળવામાં આવે છે!!! ખરેખર આ ઘેલી વાત છે ને. ફાઉન્ટનમાંથી જમા કરાતા સિક્કા ઈચ્છાઓ અને સપનાંઓનું ફક્ત પ્રતિક નથી, પરંતુ તે ધર્માદા હેતુ પણ પાર પાડે છે. રોમનું શહેર આ સિક્કા જમા કરીને જરૂરતમંદો માટે સેવાઓ સહિત સામાજિક પ્રકલ્પોને ભંડોળ પૂરું પાડે છે, જેથી આશાનું એક સીધુંસાદું કૃત્ય સમુદાયની સહાય માટેની યંત્રણામાં ફેરવાઈ જાય છે. જાહેર સારપ સાથે અંગત સપનાંનું આંતરગૂંથણ પરંપરા માટે અર્થપૂર્ણતાનો સ્તર ઉમેરે છે, જે ટ્રેવી ફાઉન્ટનમાં સિક્કો ઉછાળવાની કૃતિને અંગત રીતે મહત્ત્વ સાથે એકત્રિત લાભનો સંકેત છે. આ પરંપરા વિશ્ર્વવિખ્યાત છે તેનું એક કારણ ફિલ્મો, સાહિત્ય અને લોકપ્રિય સંસ્કૃતિમાં તેનું રોમેન્ટિસાઈઝેશન કરાયું છે, જેથી દર વર્ષે લાખ્ખો મુલાકાતીઓ આ સમકાલીન વિધિ પાર પાડવા માટે પ્રોત્સાહિત થાય છે.

રોમના મુગટનું આભૂષણ ટ્રેવી ફાઉન્ટનની મુલાકાત અવિસ્મરણીય અનુભવ આપે છે. તો ટ્રેવી ફાઉન્ટનની આ મજેદાર વાર્તા છે.શું તમે ત્યાં જઈ આવ્યા છો? તો સિક્કો ઉછાળવાની વિધિ બાબતે તમારો અનુભવ કેવો છે? મને neil@veenaworld.com પર જરૂર જણાવો. ત્યાં સુધી જીવનની ઉજવણી કરતા રહો!


નો દ અનનોન અમેઝિંગ ફેક્ટ્સ અરાઉન્ડ ધ વર્લ્ડ

#KnowTheUnknown Podcast by Neil Patil

યુરોપનો ઉલ્લેખ આવતાં જ ફ્રાન્સ, જર્મની, સ્વિટઝર્લેન્ડ, ઈટાલી, સ્પેન, પોર્ટુગલ જેવા ચોક્કસ દેશ યાદ આવે છે. જોકે યુરોપ ખંડનો અપરિચિત ચહેરો પણ તેટલો જ અથવા તેથી વધુ આકર્ષક છે. હવે યુરોપના દક્ષિણ ખૂણામાં એડ્રિયેટિવ સમુદ્રના કાંઠે વસેલા ક્રોએશિયા દેશનું જ જુઓ ને, આપણા હિમાચલ પ્રદેશ કરતાં ફક્ત એક હજાર સ્ક્વેર કિલોમીટરથી મોટો આ દેશ જેમ નિસર્ગસૌંદર્ય માટે ઓળખવામાં આવે છે તે જ રીતે ‘નેકટાય’ અને ‘પેન’નો જનક તરીકે પણ ઓળખવામાં આવે છે. સમુદ્રકિનારાથી હિમાચ્છાદિત ભૂભાગ સુધી નિસર્ગનાં અનેક રૂપ આ દેશમાં જોવા મળે છે. આ દેશમાં રમતગમત સંસ્કૃતિ એટલી ઉત્તમ રીતે કેળવાયેલી છે કે ઓલિમ્પિકથી વર્લ્ડ ચેમ્પિયનશિપ સુધી અનેક સ્પર્ધામાં આ દેશના ખેલાડીઓએ સેંકડો સુવર્ણચંદ્રકો જીત્યાં છે. આજે આ દેશ પર્યટકોની યાદીમાં ટોચ પર છે તે તેના ‘પ્લિટવિસ લેક્સ નેશનલ પાર્ક’ ને લીધે જ. ક્રોએશિયામાં કુલ ૧૪૪ વિભાગોને રિઝર્વ ફોરેસ્ટનો દરજ્જો છે. આમાં આઠ નેશનલ પાર્કસનો સમાવેશ થાય છે. તેમાંથી સૌથી જૂનો અને સૌથી પ્રસિદ્ધ ‘પ્લિટવિસ લેક્સ નેશનલ પાર્ક’ ક્રોએશિયાની સીમા જ્યાં બોસ્નિયા અને હર્ઝેગોવિના દેશોને મળે છે ત્યાંનો આ પાર્ક છે. આ પાર્કને ક્રોએશિયાની ભાષામાં ‘પ્લિટવિસે’ શબ્દ પરથી નામ અપાયું છે. આ શબ્દનો અર્થ છીછરો ભાગ એવો થાય છે. આ ભૂભાગમાં નૈસર્ગિક રીતે છીછરા ખાડા તૈયાર થયા, જેમનું રૂપાંતર જળાશયોમાં થયું. આ પાર્ક લોઅર અને અપ્પર એમ બે ભાગમાં વહેંચાયેલો છે. આ બંને ભાગ મળીને સોળ નૈસર્ગિક તળાવો છે અને તે એકબીજાને જોડાયેલાં છે. આ દરેક તળાવનું સ્વતંત્ર નામ છે અને દરેક તળાવની એક લોકકથા પણ છે. એક તળાવનું નામ ‘પ્રોશ્કેન્સ્કો’ છે. ક્રોએશિયન ભાષામાં લાકડીઓને ‘પ્રોશ્કે’ કહેવાય છે. આ લાકડીઓની વાડ આ તળાવ આસપાસ સ્થાનિકોએ ઊભી કરવાને લીધે આ નામ તળાવને અપાયું છે. એક તળાવનાં પાણી અન્ય તળાવમાં પડીને ત્યાં નાના મોટા ધોધ તૈયાર થયા છે. તેને સૌથી મોટો ધોધ ‘વેલિકી સ્લેપ’ એટલે કે ‘મોટો ધોધ’ તરીકે ઓળખવામાં આવે છે. લોઅર લેકમાં આ ધોધ ૭૮ મીટર ઊંચાઈ પરથી પડે છે. આ બધાં તળાવોએ કુલ મળીને આશરે ૨ ચોરસ કિલોમીટરનો વિસ્તાર વ્યાપ્યો છે. આ દરેક તળાવનાં પાણીનો રંગ અલગ અલગ છે. આકાશી, લીલો, રાખોડી, ઘેરો ભૂરો એવી રંગછટાનાં આ તળાવ આંખો આંજી દે છે. સૌથી છેવટના તળાવમાંથી પાણી બહાર આવે છે અને તેની નદી થાય છે. કોરાના નદી નામે તે ઓળખવામાં આવે છે. આ નેશનલ પાર્કના ગાઢ અરણ્યમાં મુખ્યત્વે બીચ, ફર, સ્પ્રુસ વૃક્ષ મળી આવે છે. આ અરણ્યમાં યુરોપિયન બ્રાઉન બેર, શિયાળ, ગરૂડ, ઘુવડ, લાયનેક્સ, વાઈલ્ડ કેટ્સ જેવાં પશુ-પક્ષીઓ મળી આવે છે. ૧૯૭૯ માં આ પાર્કનો સમાવેશ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં કરવામાં આવ્યો. દર વર્ષે દુનિયાભરમાંથી આશરે દસ લાખ પર્યટકો પ્લિટવિસ નેશનલ પાર્કની મુલાકાત લે છે. તમે ક્યારે જશો? ચાલો, વીણા વર્લ્ડ સંગાથે ઈસ્ટર્ન યુરોપની અફલાતૂન સહેલગાહ પર અને મુલાકાત લો પ્લિટવિસ લેક્સ નેશનલ પાર્કની.

February 17, 2024

Author

Neil Patil
Neil Patil

Founder & Director, Veena World

More Blogs by Neil Patil

Post your Comment

Please let us know your thoughts on this story by leaving a comment.

Looking for something?

Embark on an incredible journey with Veena World as we discover and share our extraordinary experiences.

Balloon
Arrow
Arrow

Request Call Back

Tell us a little about yourself and we will get back to you

+91

Our Offices

Coming Soon

Located across the country, ready to assist in planning & booking your perfect vacation.

Locate nearest Veena World

Listen to our Travel Stories

Veena World tour reviews

What are you waiting for? Chalo Bag Bharo Nikal Pado!

Scroll to Top