Don’t miss it! Virtual Travel Conference
Our offices are now open on Sundays
Plan ahead! Travel Planner 2026
IndiaIndia
WorldWorld
Our Toll Free Numbers:

1800 313 5555

You can also call us on:

+91 22 2101 7979

+91 22 2101 6969

Foreign Nationals/NRIs travelling

Within India+91 915 200 4511

Outside India+91 887 997 2221

Business hours: 10AM - 7PM

Explore Topics, Tips & Stories

Balloon
Arrow
Arrow

પ્રકૃતિનો સૌથી મહાન શોઃ આફ્રિકાનું ધ ગ્રેટ માઈગ્રેશન

6 mins. read

Published in the Sunday Mumbai Samachar on 14 July, 2024

શું તમે અમારી તાજેતરની વિડિયો સિરીઝ જોઈ છે? તેને ટ્રાવેલ, એક્સપ્લોર, સેલિબ્રેટ લાઈફ નામ અપાયું છે. અમે યુટ્યુબ્ા, સ્પોટિફાઈ, એપ્પલ પોડકાસ્ટ્સ અને જિયોસાવન પર દરેક મંગળવારે નવા એપિસોડ જારી કરીએ છીએ. ગયા સપ્તાહમાં મને મારાં સહ-સંસ્થાપક અને વીણા વર્લ્ડની પ્રોડક્ટ ઓફિસનાં પ્રમુખ સુનિલા સાથે બેસીને લેહ લડાખ પર ચર્ચા કરવાનો મોકો મળ્યો! નીચેનો ક્યુઆર કોડ સ્કેન કરીને યુટ્યુબ્ા પર આખો એપિસોડ જોઈ શકો છો.

અને હવે આજના એપિસોડની વાત કરીએ. નિસર્ગની સૌથી મંત્રમુગ્ધ કરનારી અજાયબ્ાીમાંથી એક જો કોઈ એક હોય તો મારા અભિપ્રાયમાં આફ્રિકાનું ધ ગ્રેટ માઈગ્રેશન છે. નાટકીય અને મોહિત કરનારા આ પ્રવાસમાં તાન્ઝાનિયાના સેરેંગેટી અને કેનિયામાં માસાઈ મારાની સમતળ જગ્યા થકી આ પ્રવાસમાં 15 લાખથી વધુ વાઈલ્ડબ્ાીસ્ટ, 200,000 ઝેબ્રા અને અસંખ્ય ગેઝેલીસ જોવા મળે છે. દર વર્ષેે યાદગાર માઈગ્રેશન (હિજરત) જ્યાં હયાતિ રોજનો સંઘર્ષ છે અને નિસર્ગનું સૌંદર્ય તેની સર્વ કળાએ ખીલે છે તેવા વિશ્વમાં દુનિયાભરમાંથી પ્રવાસીઓ અને વાઈલ્ડલાઈફના શોખીનોનું ધ્યાન ખેંચે છે. આ ઝુંડ હરિત જગ્યાઓની તલાશમાં નીકળી પડે છે ત્યારે તેમનો ધમધમાટ અને તમારા પગની નીચે કંપન કરતી જમીનની વચ્ચે તમે ઊભા હોય ત્યારે કેવું લાગે છે તેની જરા કલ્પના કરો.આ ફક્ત ટ્રિપ નથી, પરંતુ આજીવન યાદ રહી જાય તેવું સાહસ છે.

ગ્રેટ માઈગ્રેશન શું છે?

ધ ગ્રેટ માઈગ્રેશન દુનિયાનું સૌથી વ્યાપક અને ગતિશીલ જમીન પરનું માઈગ્રેશન છે, જે ચક્રીય ઘટના ઈસ્ટ આફ્રિકાની ઈકોસિસ્ટમમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેના હાર્દમાં વાઈલ્ડબ્ાીસ્ટ, ઝેબ્રા, ગેઝેલીસ છે, જે વરસાદ અને નવા ઘાસની વૃદ્ધિનો પીછો કરવાની પ્રાચીન સૂઝબ્ૂાઝથી પ્રેરિત છે. આ એકધાર્યો પ્રવાસ આ પ્રણાલીઓની સ્થિતિસ્થાપકતા અને સહનશીલતાનો દાખલો હોવા સાથે સવાના ઈકોસિસ્ટમ ના સ્વાસ્થ્ય અને વૈવિધ્યતાને ટેકો આપતી મહત્ત્વપૂર્ણ પ્રક્રિયા પણ છે. આ ઝુંડ આગળ વધે છે તેમ તેઓ માટીને ફળદ્રુપ બ્ાનાવે છે, છોડની વૃદ્ધિને ઉત્પ્રેરિત કરે છે અને શિકારીઓ માટે ખાદ્યોનો સ્રોત પૂરો પાડીને આ નાજુક પર્યાવરણનું સંતુલન જાળવે છે.

પ્રવાસઃ હિજરતી ઝુંડના જીવનમાં વર્ષ

તો ચાલો, ગ્રેટ માઈગ્રેશન અને વાસ્તવમાં તે નિરંતર શા માટે છે તેની પર થોડી ચર્ચા કરીએ.

જાન્યુઆરીથી માર્ચઃ સેરેંગેટીમાં આ બ્ાચ્ચાં જન્મવાની મોસમ હોય છે. દર વર્ષે આરંભિક મહિનાઓમાં દક્ષિણીય સેરેંગેટી નર્સરી બ્ાની જાય છે, કારણ કે લગભગ 50 લાખ વાઈલ્ડબ્ાીસ્ટ બ્ાચ્ચાં જૂજ સપ્તાહના સમયગાળામાં જન્મતાં હોય છે. આ ભરપૂર અને હરિયાળું ઘાસ અને પ્રચુર પાણીની મોસમ હોય છે, જે ઝુંડ માટે થોડો સમય રાહત આપે છે. જોકે આ બ્ાચ્ચાંઓની હાજરી સિંહો, ચિત્તા અને હાયના જેવાં શિકારીઓને આકર્ષે છે, જેથી નાટકીય અને મોટે ભાગે કષ્ટદાયક નજારો નિર્માણ કરે છે.

એપ્રિલથી જૂનઃ ગ્રુમેટી નદી તરફ હિજરત. વરસાદ અલવિદા કરે છે અને ઘાસ સુકાવાનું શરૂ થતાં ઝુંડ ગ્રુમેટી નદી તરફ તેમનો ઉત્તરીય દિશામાંપ્રવાસ શરૂ કરે છે. આ તબ્ાક્કો લાંબ્ાો, મુશ્કેલ માર્ગ પાર કરવાનો હોય છે, જે દરમિયાન પ્રાણીઓ ખતમ થતો પાણીનો પુરવઠો અને શિકારીઓના સતતઝળુંબ્ાતા ખતરા સહિતના અનેક પડકારોનો સામનો કરે છે. ગ્રુમેટી નદી તેના જીવન સક્ષમ પાણી સાથે તેમના પ્રવાસમાં મહત્ત્વપૂર્ણ જગ્યા બ્ાની જાય છે.

જુલાઈથી સપ્ટેમ્બ્ારઃ મારા નદી પાર કરવી. ઝુંડ મારા નદીએ પહોંચે છે તે ગ્રેટ માઈગ્રેશનના સૌથી પ્રતિકાત્મક અને આપત્તિજનક અવસરમાંથી એક હોય છે. હજારો પ્રાણીઓ નદીમાં ઝંપલાવે છે, મજબ્ૂાત મોજાં અને નાઈલ મગરમચ્છના ઝળુંબ્ાતા ખતરા સામે સંઘર્ષ કરે છે, પરંતુ આ બ્ાંને રોમાંચક અને હૃદયસ્પર્શી હોય છે. ઘણા પ્રાણી ત્યાં સુધી પહોંચી શકતા નથી, પરંતુ મસાઈ મારાની હરિયાળી સમતલ જગ્યાઓમાં પ્રવાસ ચાલુ રાખે છે. તેમને હંગામી શરણું મળે છે અને ભરપૂર ખાવાનું મળે છે.

ઓક્ટોબ્ારથી ડિસેમ્બ્ારઃ સેરેંગેટીમાં પુનરાગમન. ટૂંકો વરસાદ શરૂ થતાં જ ઝુંડ સેરેંગેટી તરફ દક્ષિણ બ્ાાજુ તેમનો પ્રવાસ શરૂ કરે છે, જ્યાં તેમનું વર્તુળ પૂર્ણ થાય છે. આ પ્રવાસમાં પોતાના પડકારો હોય છે, પરંતુ તે નવીનીકરણનો સમય હોય છે, કારણ કે સમતલ જગ્યાનો વરસાદથી કાયાકલ્પ થઈ ગયેલો હોય છે અને આગામી બ્ાચ્ચાં પેદા કરવાની મોસમમાં નવું જીવન વાટ જુએ છે.

ગ્રેટ માઈગ્રેશન અનુભવવાની ઉત્તમ રીત

ગ્રેટ માઈગ્રેશન અનુભવવું તે ઘણા બ્ાધા વીણા વર્લ્ડના પ્રવાસીઓ માટે સપનું સાકાર થવા બ્ારાબ્ાર છે અને આ અસાધારણ ઘટનાના સાક્ષી બ્ાનવાની વિવિધ રીત છે. અનુભવી રેન્જર્સ અને નિસર્ગવાદીઓની આગેવાનીમાં ગાઈડેડ સફારી ટુર્સ વ્યાપક અને શૈક્ષણિક અનુભવ પ્રદાન કરે છે. સ્વતંત્રતા ચાહતા હોય તેમને માટે સેલ્ફ-ડ્રાઈવ સફારી તમારી પોતાની ફુરસદથી જોવાની અનુકૂળતા પૂરી પાડે છે. લક્ઝરી સફારી કેમ્પ અને લોજીસ બ્ોજોડ કમ્ફર્ટ અને એકશન માટે નિકટતા પ્રદાન કરે છે, જે મોટે ભાગે સેરેંગેટી અને મસાઈ મારામાં મોકાનાં વ્યુઈંગ સ્થળોમાં સ્થિત છે.

અમારી વીણા વર્લ્ડ ડેસ્ટિનેશન ટીમ તમારી મુલાકાત માટે કયો સમય મહત્ત્વપૂર્ણ છે તે તમને સમજાવશે. બ્ાચ્ચાં જન્મે તે મોસમ જોવી હોય તો દક્ષિણીય સેરેંગેટીમાં જાન્યુઆરી અને માર્ચ વચ્ચે તમારી ટ્રિપનું નિયોજન કરવું જોઈએ. નાટકીય નદી પાર કરવાનું લાક્ષણિક રીતે જુલાઈ અને સપ્ટેમ્બ્ાર વચ્ચે જોવા મળે છે, જેમાં કેનિયાના મસાઈ મારામાં મારા નદી મુખ્ય કેન્દ્રબ્ાિંદુ હોય છે. તમે ગમે તે સમયે મુલાકાત લો તો પણ માઈગ્રેશનનો સ્તર અને સૌંદર્ય અવિસ્મરણીય અનુભવનું વચન આપે છે.

વાઈલ્ડલાઈફની પાર સેરેંગેટી અને મસાઈ મારાના પ્રદેશો સાંસ્કૃતિક વારસામાં સમૃદ્ધ હોય છે. ઈસ્ટ આફ્રિકાના સૌથી પ્રતિકાત્મક આદિવાસીઓમાંથી એક માસાઈ સાથે વાતો કરવાથી જીવનની તેમની પારંપરિક પદ્ધતિમાં અજોડ ઝાંખી મળે છે. મુલાકાતીઓ સાંસ્કૃતિક ટુર્સમાં ભાગ લઈ શકે, માસાઈ ગામોની મુલાકાત લઈ શકે અને તેમના રીતરિવાજ, નૃત્ય અને હસ્તકળા શીખી શકે છે. આ ચર્ચાના આદાનપ્રદાનથી પ્રવાસ અનુભવ સમૃદ્ધ બ્ાનવા સાથે સ્થાનિક સમુદાયોને આર્થિક આધાર પણ મળે છે.

એકંદરે ગ્રેટ માઈગ્રેશન નૈસર્ગિક અજાયબ્ાીથી પણ વિશેષ છે. આ એવો મજબ્ૂાત પ્રવાસ છે, જે પૃથ્વી પર સ્થિતિસ્થાપકતા અને આંતરજોડાણને આલેખિત કરે છે. આ અજાયબ્ાી જોવાથી કાયમી છાપ પડે છે, જે આપણી નૈસર્ગિક દુનિયાનું સૌંદર્ય અને નાજુકતાની યાદ અપાવે છે. તમે સેરેંગેટીની સમતલ જગ્યા પર અથવા માસાઈ મારાની ટેકરીઓ પર ઊભા રહો છો ત્યારે તમને આ પ્રાણીઓ જે રીતે પ્રવાસ કરે છે તે જોઈને અજાયબ્ાી અને આદરનું ભાન અચૂક થાય છે. શું તમે ગ્રેટ માઈગ્રેશનની હિંસ્ર અજાયબ્ાી જોવા માટે અને નિસર્ગના સૌથી મહાન શોનો હિસ્સો બ્ાનવા માટે તૈયાર છો? ગ્રેટ માઈગ્રેશન વિશે તમે શું વિચારો છો તે જાણવાનું મને ગમશે. તો મને લખો neil@veenaworld.com પર. આગામી સમયે ફરી મળીશું ત્યાં સુધી જીવનની ઉજવણી કરતા રહો!

July 13, 2024

Author

Neil Patil
Neil Patil

Founder & Director, Veena World

More Blogs by Neil Patil

Please let me know your thoughts on this story by leaving a comment.

Post your Comment

Please let us know your thoughts on this story by leaving a comment.

Explore Topics, Tips & Stories

Balloon
Arrow
Arrow

Get in touch with us

Share your details for a call back and subscribe to our newsletter for travel inspiration.

+91

Listen to our Travel Stories

Veena World tour reviews

What are you waiting for? Chalo Bag Bharo Nikal Pado!

Scroll to Top