Gujarati Language

હનીમૂન-અરાઉન્ડ દ વર્લ્ડ

‘હનીમૂન અને ટુર સંગાથે?’ આ પ્રશ્ન હવે કોઈ પૂછતું નથી, કારણ કે વીણા વર્લ્ડની હનીમૂન ટુર્સની ખાસિયત અને રંગતનો હવે બધાને ખ્યાલ આવી ગયો છે. ગઈકાલ સુધી મહાબળેશ્વરનો વિચાર કરનારા હવે મનાલી નહીં તો આંદામાનનો પ્લાન કરે છે. આપણા જોડીદારને મોટું સરપ્રાઈઝ આપવા માટે બાલી સુધી જાય છે અથવા સ્વિટઝર્લેન્ડની પસંદગી પણ કરે છે. દુનિયા બદલાઈ છે પરંતુ હનીમૂનની મીઠી ગુલાબી અને મોજમસ્તી વીણા વર્લ્ડની સહેલગાહમાં તેટલી જ તાજી છે.

એક વખત બાદશાહે દરબારમાં પ્રશ્ન પૂછ્યો, ‘વર્ષમાં ઋતુ કેટલી?’ હવે વર્ષની ઋતુ ત્રણ – ઉનાળો, ચોમાસુ અને શિયાળો એ તો આસાન ઉત્તર બધાને જ ખબર હતો, પરંતુ જે અર્થે જહાંપનાહ પ્રશ્ન પૂછે છે તે અર્થે તેમાં કાંઈક ભેદ તો હશે જ એ પારખીને બધા બિરબલ પાસે અપેક્ષાથી જોવા લાગ્યા. બિરબલે કહ્યું, ‘જહાંપનાહ, આ દિલ્હીમાં ઉનાળો, શિયાળો, ચોમાસુ ઋતુ આપણે અનુભવીએ છીએ, પરંતુ આપણા લાડકા કાશ્મીરમાં પાનખર, સાવન, બસંત અને બહાર એમ ચાર ઋતુ આપણે અનુભવી શકીએ છીએ, પરંતુ જો તમે નવવિવાહિતોને મળશો તો ધ્યાનમાં આવશે કે તેમની પાંચમી મોસમ ચાલુ હોય છે અને આ પાંચમી મોસમ હોય છે પ્રેમની.’ બિરબલના આ ચતુરાઈભર્યા ઉત્તર પર બાદશાહ સહિત બધા દરબારી ખુશ થઈ ગયા. બિરબલનો તે ઉત્તર આજના સમયમાં પણ લાગુ થાય છે, એટલે કે, નિસર્ગની ઋતુ ગમે તે હોય, બહાર ગરમીની ભઠ્ઠી શેકાતી હોય કે ધોધમાર વરસાદની ધારા પડતી હોય કે ઠંડીથી બધા ઠૂંઠવાઈ ગયા હોય, નવવિવાહિતો માટે એક જ ઋતુ હોય છે અને તે હોય છે ‘પ્યાર કા મૌસમ.’ આ પ્રેમભરી મોસમનો ખરો જાદુ હનીમૂન પર શરૂ થાય છે. લગ્ન એરેન્જ્ડ મેરેજ હોય તો પહેલાં એકબીજાની પસંદગી, પછી હકાર, પછી બંને બાજુના વડીલોની બેઠકો, એન્ગેજમેન્ટ અને લગ્ન આ બધી પ્રોસેસમાં વર-વધૂને એકમેક સાથે ક્યારેક ક્યારેક નિરાંતે વાતો કરવાની તક પણ મળતી નથી. આથી તેમની નજર હનીમૂન પર મંડાયેલી હોય છે. જોકે અનેક વાર આ નવપરિણીત જોડીઓને એકલાને શિમલા મનાલી કે ઉટી કોડાઈ જેવાં દૂરનાં સ્થળે મોકલવાં હોય તો પરિવારજનોને થોડી ચિંતા રહે છે. નવું સ્થળ, અલગ પ્રદેશ, અજાણ્યું વાતાવરણ અને આ બંનેની હળદી પણ લૂછાઈ નથી ત્યાં કોઈ મુશ્કેલી આવે તો શું થશે? કોઈ મદદની જરૂર પડે તો કોણ કરશે? આવા પ્રશ્નો પરિવારજનોને સતાવવા લાગે છે, પરંતુ પર્યટન બાબતના પ્રશ્નનો ઉકેલ લાવવો તે જ તો અમારું  કામ છે ને. આથી નવવિવાહિતોને હનીમૂન બાબતના પ્રશ્નનો ઉકેલ લાવવા માટે જ તો અમે હનીમૂન ટુર્સ શરૂ કરી છે. આ ટુર્સ શરૂ થઈ ત્યારે દેખીતી રીતે જ અનેકનાં ભવાં ઊંચકાયાં હતાં. હનીમૂન કાંઈ ગ્રુપ ટુર્સમાં કરવાનું હોય? આવી પૂછપરછ પણ થઈ. જોકે ઝટપટ બદલાતી આ દુનિયામાં અને તેથી પણ ઝટપટ બદલાતા પર્યટન ઉદ્યોગમાં આવી ટુર્સની જરૂર છે એ અમને ત્યારે જ ધ્યાનમાં આવ્યું અને આજે અમારું જજમેન્ટ અચૂક હતું તે સિદ્ધ થઈ ગયું છે.

ગયાં ત્રણ વર્ષમાં વીણા વર્લ્ડની હનીમૂન ટુર્સનો આનંદ લગભગ વીસ હજાર જોડીઓએ લીધો છે. આટલા મોટા પ્રમાણમાં આ ટુર્સને પ્રતિસાદ શા માટે મળી રહ્યો છે? તો વીણા વર્લ્ડની હનીમૂન ટુર એટલે એકસાથે ઈન્ડિવિજ્યુઅલ ટુરની મજા અને ગ્રુપ ટુરની સિક્યુરિટીનો ઝકાસ સંગમ હોય છે. દરેક હનીમૂન ટુર પર અમારાં જે તે સેક્ટરના એક્સપર્ટ ટુર મેનેજર હોય છે. આ ટુર મેનેજરને તે સેક્ટરની ઝીણામાં ઝીણી માહિતી હોય છે. સ્વાભાવિક રીતે જ ધારો કે કોઈ વખતે કોઈ અડચણ આવી, કોઈ પ્રશ્ન નિર્માણ થાય તો તેમાંથી માર્ગ કાઢવા માટે અમારા ટુર મેનેજર સુસજ્જ હોય છે. મૂળમાં આપણા સંગાથે બધી વ્યવસ્થા, એટલે કે, સવારના બ્રેકફાસ્ટથી સાઈટસીઈંગ સુધી બધું જ હોવા માટે એક અનુભવી ટુર મેનેજર છે. આથી આ નવીસવી જોડી નિર્ધાસ્ત રીતે સહેલગાહનો આનંદ લે છે. જરા વિચાર કરો કે તમારાં ચાર દિવસ પૂર્વે જ લગ્ન થયાં છે અને તમે તમારી પત્ની સંગાથે આંદામાન કે મોરિશિયસ જેવા મસ્ત સ્થળે આવ્યાં છો. સવારે ઊઠીને બીચ પર જવાની તૈયારીથી રૂમમાંથી નીચે આવો છો અને તમે બુક કરેલી ટેક્સી આવે નહીં, તમારો ફોન પણ તે ઊંચકતો નથી, વાટ જોવામાં તમારો સમય વેડફાઈ રહ્યો છે અને મૂડ ખરાબ થાય છે તે અલગ. જોકે જ્યારે તમે વીણા વર્લ્ડની હનીમૂન ટુર પર હોય ત્યારે આવી મુશ્કેલીઓનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. ઊલટું, આ બધા હનીમૂનર્સનું ગ્રુપ હોય છે, જેથી સંગાથે બધા જ લવ બર્ડસ હોય છે. આ ગુલાબી વાતાવરણની મીઠાશ વધારવી કઈ રીતે તે અમારા ટુર મેનેજરને બરોબર ખબર હોય છે. આથી ક્યારેક મોજમસ્તીભરી ગેમ્સ થકી તો ક્યારેક રોમેન્ટિક ગીતોમાંથી હનીમૂનનો મૂડ બરકરાર રાખવાનું કામ તેઓ અચૂક પાર પાડે છે. મૂળમાં આ બધી ટુર્સનું નિયોજન જ અમે એ રીતે કરીએ છીએ કે આ ટુરમાં આવેલી જોડીઓને બધાની સાથે ડેસ્ટિનેશનનો આનંદ લેવા મળે છે અને પોતાના જોડીદાર સાથે અમુક ખાસ, નજાકતભરી પળો પણ ઊજવવાનો મોકો મળે છે. હનીમૂનના દિવસ એટલે નવવિવાહિતો માટે જીવનભર મનમાં જતન કરી રખાય એવા દિવસો હોય છે. લગ્ન પછી એકમેકના સંગાથમાં જીવનની રાહ પર ચાલવાની શરૂઆત કરતી વખતે આવતા મોહક, સુંદર વળાંકો એટલે હનીમૂનના દિવસો. આથી જ આ દિવસ જેટલા રંગતદાર હોય, બહારદાર હોય, યાદગાર હોય, તેટલો આગળનો પ્રવાસ વધુ આસાન, સુખદ અને સંતોષકારક બનતો હોય છે. આથી વીણા વર્લ્ડની હનીમૂન ટુર પર આ અનુભવ દરેક જોડીઓને મળે તે માટે કોઈ કસર બાકી રખાતી નથી.

તમે જો વીણા વર્લ્ડની સાઈટ પર જશો તો ધ્યાનમાં આવશે કે ભારતમાં કેરળ, મનાલીથી સાઉથ ઈસ્ટ એશિયાના થાઈલેન્ડ અને યુરોપના સ્વિટઝર્લેન્ડ સુધી હનીમૂન ટુર્સના અનેક વિકલ્પો ઉપલબ્ધ છે. થોડા સમય પૂર્વે ઝી મરાઠી પર ‘કાહે દિયા પરદેસ’માં દર્શકોની લાડકી ‘શિવ અને ગૌરી’ની જોડી વીણા વર્લ્ડ સંગાથે હનીમૂન માટે ઠેઠ સ્વિટઝર્લેન્ડ પહોંચી અને અનેક ઘરનાં શિવ-ગૌરીને ભાન થયું કે આપણે પણ હનીમૂન માટે સ્વિટઝર્લેન્ડ પસંદ કરી શકીએ છીએ. ખરેખર વીણા વર્લ્ડના ‘બધાને માટે પર્યટન’ અને ‘એફોર્ડેબલ ટુર્સ’ આ મંત્રથી દુનિયા અનેકોની પહોંચમાં આવી ગઈ છે. ધરતી પરનું સ્વર્ગ માનવામાં આવતા સ્વિટઝર્લેન્ડમાં હનીમૂન અનેકના મનમાં જતન કરેલું સપનું સાકાર કરનારી વીણા વર્લ્ડની સહેલગાહ છ દિવસ પાંચ રાતની બહારદાર સહેલગાહ છે. યશ ચોપરાની ફિલ્મમાં જોયેલાં, પિક્ચર પોસ્ટ કાર્ડ શોભે એવાં લોકેશન્સ જાતે જોવાની તક અને આલ્પ્સના જગપ્રસિદ્ધ હિમશિખરો પર બરફમાં રમવાનો અનુભવ આપનારી આ સહેલગાહ એટલે તમારા સહજીવનના પ્રવાસનો શુભારંભ કરવા માટે એકદમ આદર્શ સહેલગાહ છે. રોટેર ટિટલીસમાંથી કરેલી માઉન્ટ ટિટલીસ પરની ચઢાઈ, રહાઈન ફોલ નજીક લઈ જતી બોટ રાઈડ, એન્ગલબર્ગની ચીઝ ફેક્ટરીની લીધેલી સ્વાદિષ્ટ મુલાકાત, ટોપ ઓફ ધ યુરોપ તરીકે ઓળખવામાં આવતા યુંગફ્રાઉપર બરફમાં કરેલી મોજમસ્તી, સ્વીસ લોકસંગીતનો આનંદ લઈને કરેલી લ્યુસર્ન ડિનર ક્રુઝ, આવા અનુભવોને લીધે તમારું સ્વીસ હનીમૂન એકદમ ડ્રીમ એક્સપીરિયન્સ બની જાય છે. વિદેશમાં હનીમૂન એન્જોય કરવાની ઈચ્છા હોય તેમને માટે વીણા વર્લ્ડ પાસે મોરિશિયસ, ફુકેત ક્રાબી કોહ સામુઈ, સિંગાપોર બાલી, થાઈલેન્ડ, પેનાંગ લંકાવી ફુકેત ક્રાબી વિથ ક્રુઝ, સ્વિટઝર્લેન્ડ એમ એકથી એક મોહમાં પાડનારા વિકલ્પો છે.

ભારતમાં હનીમૂન ટુર્સ શિમલા મનાલી, ફક્ત મનાલી, કેરળ, આંદામાન જેવાં ડેસ્ટિનેશન્સ માટે છે. આમાં શિમલા મનાલી માટે પુણેથી પુણેનો વિકલ્પ પણ છે. કેન્ડલ લાઈટ ડિનર, ડીજે નાઈટ, સોંગ ડેડિકેશન, સિંડ્રેલાઝ શૂઝ અને પેપર ડાન્સ જેવી મજેદાર ગેમ્સ, ઉખાણા લેવાના કાર્યક્રમને લીધે આ હનીમૂન ટુર્સની મીઠાશ વધુ ગુલાબી બની જાય છે. આ પછી મનાલીના સ્નો પોઈન્ટ પર બરફમાં રમવાનું કે મોરિશિયસમાં જોડીમાં પેરાસેઈલિંગ કરવું, બેન્ગકોકની ચાઓ ફ્રાયા ક્રુઝ પર એક સંધ્યા સુરીલી કરવાની કે ક્રાબીની આઈલેન્ડ ટુરની મજા લેવાની એ તમે નક્કી કરવાનું છે અને બાકી બધું અમારી પર છોડી દો. અનેક વાર તમારા સંબંધીઓ, ઘનિષ્ઠ સંબંધીઓમાંથી નવવિવાહિત જોડીઓને ભેટ શું આપવી એવો પ્રશ્ન પડે છે. તેમને તમે વીણા વર્લ્ડની ટુર ગિફ્ટ આપી શકો છો. જેમને ટેલરમેડ, જરા લક્ઝુરિયસ હનીમૂન કરવું હોય તેમને માટે સિગ્નેચર હોલીડેઝ પાસે માલદીવ્ઝથી ઓસ્ટ્રેલિયા ન્યૂ ઝીલેન્ડ સુધી અનેક વિકલ્પો છે. તો પછી તમારા જીવનમાં પ્રેમની પાંચમી મોસમ સેલિબ્રેટ કરવા માટે ચાલો વીણા વર્લ્ડની હનીમૂન ટુર પર અને કરો શરૂઆત એક સુંદર અને રોમેન્ટિક સહજીવનની.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

*