Gujarati Language

સ્માર્ટ દાદા દાદી

જીવનની દોડધામમાં દિવસ મહિના વર્ષ કઈ રીતે ફટાફટ નીકળી જાય તેનો ખ્યાલ રહેતો નથી અને બાળકો પૌત્રોમાંથી થોડો સમય મળે ત્યારે ખ્યાલ આવે કે ઘણું બધું રહી ગયું છે. તે ઘણું બધું રહી ગયું તેમાં તે દેશ જોવાનો રહી ગયો એવું ખ્યાલ આવે છે, જે સાથે ‘હમ હૈ ના!’ એવું કહીને અમે દાદા દાદીની સહેલગાહની સંપૂર્ણ જવાબદારી વીણા વર્લ્ડના ખભે લઈએ છીએ. પણ…

દોઢ લાખમાં ઓસ્ટ્રેલિયા અને પોણા-બે લાખમાં ઓસ્ટ્રેલિયા એમ વીણા વર્લ્ડની બે સહેલગાહની હાલમાં ખૂબ બોલાબોલ છે. સિડની કેનબેરા મેલબર્નની સાત દિવસની અથવા સિડની બ્રિસબેન ગોલ્ડકોસ્ટ મેલબર્ન કેન્સ ગ્રેટ બેરિયર રીફ નવ દિવસની સહેલગાહ રજાઓમાં બાળકોવાળા ફેમિલીઝમાં અને રજાઓ નહીં હોય ત્યારે મધ્યમ ઉંમરના પર્યટકોમાં બહુ લોકપ્રિય બની છે, નો ડાઉટ, પણ મને દુનિયાના છેડે દૂરના ખંડ ઓસ્ટ્રેલિયામાં સિનિયર્સ સ્પેશિયલ અને વુમન્સ સ્પેશિયલ દ્વારા અમારી એકલદોકલ મહિલાઓ અને જ્યેષ્ઠ વડીલો-દાદા દાદી ઓસ્ટ્રેલિયાની સહેલગાહ કરી શક્યાં તેનો સંતોષ થાય છે. સિનિયર્સ સ્પેશિયલ અને વુમન્સ સ્પેશિયલ સહેલગાહની મારી મુલાકાત નિશ્ર્ચિત હોય છે, પછી તે સહેલગાહ અમેરિકા હોય કે સ્કેન્ડિનેવિયાની, આંદામાનની કે આસામની હોય, મારી મુલાકાત થાય જ છે. હાલ સિનિયર્સ સ્પેશિયલ ઓસ્ટ્રેલિયાને લીધે મારી સિડનીની ફેરી વધી છે. પરમદિવસે તો ગમ્મત થઈ. મેં ફ્લાઈટમાં એન્ટ્રી કરતાં ત્રણેય એરહોસ્ટેસ એકદમ આશ્ર્ચર્યથી ચિસ પાડી, ‘ઓહ નો!યુ કેમ જસ્ટ યસ્ટરડે એન્ડ ટ્રાવેલિંગ ટુડે લાઈક અસ એન્ડ ધ ક્રુ?,’ મન થયું, મહિલા મંડળો શું કરીએ? વ્યવસાય માટે કરવું પડે છે. છતાં તેમનાથી રહેવાયું નહીં. બધું સ્થિર થયા પછી મારી પાસે આવી અને હું ચોક્કસ શું કરી રહી છું એવું પૂછવા લાગી. તેમને વુમન્સ સ્પેશિયલ, સિનિયર્સ સ્પેશિયલની સંકલ્પના સમજાવી, ત્યાં ફેશન શો કેવો હોય છે અને શા માટે હોય છે? મારા આવવા પાછળનો, પર્યટકોને મળવા પાછળનો હેતુ કહ્યો, તેમને માટે આ નવું હતું. આથી તેમના ચહેરા પર મને આશ્ર્ચર્ય દેખાતું હતું. તેમાંથી એકે કહ્યું, ‘વેલકમ ટુ ધ ફ્લાયર્સ ક્લબ, યુ આર જસ્ટ લાઈક અસ!’ તે સાચું હતું, દર અઠવાડિયે આવા દેશોનો અથવા દુનિયાના ખૂણેખાંચરે પ્રવાસ ચાલુ છે. અલગ અલગ ટાઈમઝોન્સ, અલગ અલગ અવસર, જમવાની ફુરસદ નહીં મળવી જેવી બધી બાબતો હું જ્યેષ્ઠ વડીલો અને અમારા મહિલા મંડળની બહેનપણીઓને મળું છું ત્યારે તેમને ચહેરા પર ખુશી જોઈને મારો થાક ક્યાંય દૂર ભાગી જાય છે તે સમજાતું નથી. જ્યેષ્ઠ વડીલો પાસેથી આશીર્વાદની આટલી બધી ખેરાત થાય છે ત્યારે એવું લાગે છે કે તેનાં કરતાં વધુ જીવનમાં શું જોઈએ? એકદમ બ્લેસ્ડ લાગે છે. હવે આગામી પંદર દિવસમાં હું સિનિયર્સ સ્પેશિયલનાં દાદા દાદીને મળવાની છું. ભૂતાન, જયપુર, મંડાવા અને થાઈલેન્ડમાં કુલ ચાર સહેલગાહમાં 400થી વધુ જ્યેષ્ઠ નાગરિકોને મળવાની છું. લૂકિંગ ફોર્વર્ડ ટુ ઈટ!

દાદા દાદીની આ સિનિયર્સ સ્પેશિયલ સહેલગાહોની, તેમને આપણો સુજલામ સુફલામ ભારત દેશ બતાવવાની, તેમને શું જોઈએ- શું નહીં જોઈએ તે જોવાની, તેમને ખુશ કરવાની, તેમની અંદર ઉત્સાહ જગાવવાની બધી જવાબદારી વીણા વર્લ્ડની, એટલે કે, અમારી છે તે અમને એકદમ માન્ય છે અને અમે એક પછી એક સહેલગાહ પર તે પાર પાડીએ જ છીએ. તેની બિલકુલ ચિંતા નહીં કરો. ‘હમ હૈ ના!’ પણ સહેલગાહ પૂર્વે અમુક જવાબદારી તમારી પણ છે. ખાસ કરીને પૌત્રોની બાબતમાં. તે કઈ રીતે એવો પ્રશ્ર્ન હવે આ વાંચતાં વાંચતાં તમારા મનમાં આવ્યો હશે તો કઈ રીતે તે પણ તમને કહું છું. દાદા દાદીઓએ સહેલગાહે નીકળવું તે દરેક ઘરની ખુશીની બાબત હોય છે. હવે અમુક ઘરોમાં ફક્ત દાદી હોય અથવા અમુક ઘરોમાં ફક્ત દાદા હોય, અમુક ઘરોમાં માસી અથવા ફુઈ અથવા અમુક ઘરોમાં એકલા કાકા એમ બધાને સિનિયર્સ સ્પેશિયલ સમાવી લે છે. હું એકલો છું અથવા એકલી છું તો શું મને સિંગલ રૂમના વધુ પૈસા ભરવા પડશે? આવી ફિકર હોતી નથી, કારણ કે તમને રૂમ શેરિંગ પાર્ટનર 100 ટકા આપવાની અમે ગેરન્ટી આપીએ છીએ. આથી પૈસા પણ બચે છે અને સંગાથ પણ મળે છે. અર્થાત કોઈને સિંગલ રૂમ જોઈતી હોય, બિઝનેસ ક્લાસથી જવું હોય તો તે પણ શક્ય છે. અથવા તો આવા કોઈ પણ જ્યેષ્ઠ વડીલો તમારે ત્યાંથી સહેલગાહે નીકળે છે ત્યારે તમે તેમની સહેલગાહ માટે તૈયાર કરવાના છે. તેમનું મેકઓવર કરવાનું છે. તેમની અંદર સહેલગાહ પૂર્વે થોડો ઉત્સાહ જગાવવાનો છે. આપણાં દાદા, ફુઈ, માસી, કાકા, મામા, કોઈ પણ હોય, તેમને સ્માર્ટ બનાવવાનાં, કારણ કે હવે પછી સ્માર્ટ દાદા દાદીની સહેલગાહ રહેશે. સો સહેલગાહ પૂર્વે એક મહિના અગાઉ આ તૈયારીની શરૂઆત કરવાની છે.

પ્રથમ વાત છે સહેલગાહ માટે અત્યંત મહત્ત્વનાં કમ્ફર્ટેબલ શૂઝ અથવા ચંપલ. અને તેમને તેની પ્રેકિટસ કરાવવાની. સહેલગાહ પૂર્વે બે દિવસ અગાઉ ક્યારેય શૂઝની ખરીદી કરવા જવું નહીં. જો તે શૂઝ બરોબર સમાય નહીં તો આખી સહેલગાહમાં દાદા દાદીને ત્રાસ થઈ શકે છે. બીજી વાત તેમની બેગ અને પર્સની છે. આકારમાં નાની ફોર વ્હીલ સ્ટ્રોલર બેગ તેમને આપવાની, જેથી તેમને ઊંચકવાનો ત્રાસ નહીં થાય. શોલ્ડર બેગ અને પાસપોર્ટ પાઉચ અમે એરપોર્ટ પર આપીએ છીએ, જેમાં એકદમ પરફેક્ટ ખાનાં હોય છે, જે સહેલગાહમાં રોજ સ્થળદર્શને નીકળતી વખતે તમને જોઈએ તેટલી જ વસ્તુઓ વ્યવસ્થિત સમાઈ શકે છે. પાણીની નાની બોટલ માટે પણ તેમાં જગ્યા છે. આ જ રીતે રેન પોંચ્યો, યુનિવર્સલ એડપ્ટર, ભીડમાં પણ ઓળખી શકાય તેવી વીણા વર્લ્ડની કેપ જેવી વસ્તુઓ સહેલગાહ અનુસાર આપવામાં આવે છે. જોકે પર્સમાં જેટલી વસ્તુઓ તેમને જરૂર પડી શકે તેટલી જ તમારે તેમને લઈ આપવાની છે. નથિંગ લેસ- નથિંગ મોર. કપડાં દરેક ટ્રાવેલરનો મોટો પ્રશ્ર્ન છે. શું લેવાનું અને શું નહીં તે નક્કી કરવા માટે તમારે દાદા દાદીને મદદ કરવાની છે. અને હા, દાદા દાદી પૌત્રોનું સાંભળે છે, જેથી જો દાદી જીવનભર સતત છવારી સાડી જ પહેરતી હોય તો તેને કમ્ફર્ટેબલ કુરતા અથવા ટોપ અને જીન્સ અને તેના પર સ્ટાઈલિશ સ્વેટરનો આગ્રહ તમે કરવાનો અને તેની રિહર્સલ પણ કરી લેવાની. સાડી ચણિયો બ્લાઉઝ અથવા પંજાબી ડ્રેસ ઓઢણી જેવી બધી જંજાળ સહેલગાહ માટે થોડી ત્રાસજનક છે, જેથી સહેલગાહ માટે તેને આમ તો છૂટાછેડા જ આપી દેવાના. દાદા દાદીને મનાવવાનાં. જીન્સ ટોપની એક વાર આદત પડે એટલે સહેલગાહનો સામાન એકદમ ઓછો થઈ જાય છે અને તેમનો ત્રાસ બચે છે. ફક્ત કપડાં જ નહીં પણ બાકીની એક્સેસરીઝ તરફ પણ ધ્યાન આપવાનું છે. જીન્સ ટી-શર્ટ અને ગળામાં સ્ટાઈલિશ સ્કાર્ફ અથવા દાદા માટે મફલર એવાં દાદા દાદી જોવાની મજા આવશે નહીં. ટૂંકમાં ‘કોણ શું કહેશે?’ એ ડર દૂર કરવાનું કામ તમારે કરવાનું છે. ઘેર ઘેર દાદા દાદીઓનો મેકઓવર પૌત્રો કરશે ત્યારે તે દાદા દાદી કેટલાં ખુશ થશે? અને એકંદરે ‘ચારો તરફ ખુશી જ ખુશી’ એવો માહોલ બની જશે. તમારો આટલો સમય દાદા દાદી ડિઝર્વ કરે છે અને તમારી તે જવાબદારી છે. સો ચાલો ઝુંબેશ પર, દાદા દાદી સ્માર્ટ બનાવવાની… લેટ્સ રિસ્પેક્ટ રિલેશન્સ એન્ડ સેલિબ્રેટ લાઈફ!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

*