Gujarati Language

સાદું સરળ સહેલું…

વીણા વર્લ્ડ થયા પછી અમે અમારી સંસ્થા માટે ઉદ્દેશ, તત્ત્વ, મૂલ્ય પાકા કર્યાં અને સંસ્થા ચલાવનારા અમે બધા માટે વ્યક્તિગત આચારસંહિતા તૈયાર કરી, જેને અમે ‘ટેન કમાન્ડમેન્ટ્સ’ નામ આપ્યું. ચાર વર્ષમાં એક અગ્રગણ્ય ટ્રાવેલ કંપની બનાવવા માટે દરેક ટીમ મેમ્બરને તન, મન અને વિચારથી, આચારથી સમૃદ્ધ કરવાનું મહત્ત્વનું હતું, જેની શરૂઆત આ દસ કમાન્ડમેન્ટ્સથી થઈ.

1) એમ આય ક્લીન એન્ડ ગ્રૂમ્ડ?

પોતાના બિઝી દિવસની શરૂઆત પોતાની સ્વચ્છતાથી થવી જોઈએ. સૌપ્રથમ પેટ સાફ હોવું અને તે માટે સમયસર સૂવાથી લઈને માથામાં હકારાત્મક વિચાર હોવાથી પોષક આહાર સુધી સર્વ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. તેમાં સ્વચ્છ બ્રશ કરીને અને જીભ સાફ કરીને સ્વચ્છ ગરમાગરમ પાણીથી સ્નાન એટલે ઘરમાં કરેલી ‘સ્પા ટ્રીટમેન્ટ,’ દિવસ ઉત્સાહમાં વીતે તે માટેની મલ્ટી વિટામિન ટેબ્લેટ. આ ત્રણ બાબતો મુખ્યત્વ ‘ક્લીન’ પ્રકારમાં આવે છે. આ પછી આગામી ભાગ ગ્રૂમ્ડ છે. મેં કડક ઈસ્ત્રી કરેલાં કપડાં પહેર્યાં છે? વાળ બરોબર ઓળ્યા છે? છોકરો હોય તો દાઢી બરોબર કરી છે? છોકરી હોય તો હલકો મેક-અપ કર્યો છે? ટૂંકમાં હું વ્યવસ્થિત દેખાઉં છું? આ બધી ખર્ચાળ બાબતોની કોઈ જરૂર નથી.

2) એમ આય હેપ્પી એન્ડ કોન્ફિડન્ટ?

જેઓ કોઈ પણ પરિસ્થિતિમાં હેપ્પી રહી શકે તેણા જીવનની અડધી બાજી જીતી એવું કહેવામાં કોઈ વાંધો નથી. આપણે આ રીતે જ્યારે હેપ્પી હોઈએ ત્યારે આપણો કોન્ફિડેન્સ આપોઆપ વધે છે અને આપણને અનેક બાબતોનો લાગતો ડર નહિવત બનવા લાગે છે અને આપણે જીવનને કહેવાનું શરૂ કરીએ, ‘ગમે તેમ કોઈ પણ રૂપમાં મારી સામે આવ, હું તારો સામનો કરવા માટે તૈયાર છું. ‘ચલો લેટ્સ બી કોન્ફિડન્ટ એન્ડ મેક ધ સરાઉન્ડિંગ કોન્ફિડન્ટ.’

3) એમ આય ઓર્ગનાઈઝ્ડ એન્ડ ડિસીપ્લીન્ડ?

સમયસર આવો, સમય પૂર્વે જગ્યા પર બેસો-સમયસર કામ કરો-સમયસર ઘરે જાઓ, કુટુંબીઓને સમય આપો, સમયસર સૂઈ જાઓ અને બીજા દિવસે યોગ્ય સમયે ઊઠો તે અનુસાર અમે આદત કેળવી લીધી છે. ઓવરટાઈમનું નામ જ નહીં લેવાનું. જે વધુ સમય ઓફિસમાં રોકાય છે તે કદાચ ઓર્ગનાઈઝ્ડ અને ડિસીપ્લીન્ડ હોતો નથી એવી અમારી અલિખિત ધારણા છે, જેને લીધે દરેક જણ સમયસર કામ કરવાની પાઠળ હોય છે અને સમયસર કામ કરવું હોય તો નિયોજનની, વ્યવસ્થાપનની અને શિસ્તની જરૂર પડે છે.

4) એમ આય ઈન કંટ્રોલ એન્ડ પેશન્ટ?

મારું આ મનગમતું કમાન્ડમેન્ટ છે. મારા વિચારો પર, મારી આદતો પર, મારા બોલવા પર, મારા ખર્ચ પર, મારા મન પર કંટ્રોલ છે? મને તે પળેપળ ચેક કરવું છે. મારો પોતાના પર કંટ્રોલ રહે છે? હું પેનિક તો થતી નથી ને? મારો પેશન્સ જાગૃત છે ને તે મારે પોતાને સતત તપાસતાં રહેવું જોઈએ, કારણ કે કોઈ પણ બની ગયેલી બાબતને બ્રહ્મદેવ આવે તો પણ રિવર્સ નહીં કરી શકાય, પરંતુ આપણા મન પર આપણું નિયંત્રણ હોય-આપણું પેશન્સ અબાધિત હોય તો તે મુશ્કેલમાં મુશ્કેલ પરિસ્થિતિમાંથી આપણ વહેલામાં વહેલા માર્ગ શોધી શકીએ એ નિશ્ર્ચિત છે.

5) એમ આય ઈન પ્રેઝેન્ટ એન્ડ ફોકસ્ડ?

હું શું હતો, અમે કોણ હતા તેનું સતત રટણ કરનારા અને ભવિષ્યનાં સપનામાં રંગાઈ જનારા આપણી આસપાસ ઘણા દેખાય છે. આ કમાન્ડમેન્ટ એટલે જોખમની સૂચના સમજીને દરેકે  પોતાને દીવા સ્વપ્નમાંથી જગાડવું જોઈએ અને ‘આજે-હમણાં-ઈસી વક્ત’ જે કાંઈ હાથોમાં છે તેની પર મન એકાગ્ર કરવાનું શીખવું જોઈએ. આપણે એક વાર વર્તમાનમાં હોઈએ એટલે હાથના કામો પર ‘ફોકસ્ડ એટેન્શન’ આપવાનું આસાન બને છે.

6) એમ આય રિસ્પોન્સિવ એન્ડ ક્વિક?

ક્વિક રિસ્પોન્સ તે દરેક ઓર્ગેનાઈઝેશનનો માથાનો દુખાવો હોય છે. ફોકસ્ડ એટેન્શન ધરાવતાં અમે દરેકને ફોકસ્ડ મેઈલ્સ-ફોકસ્ડ ઈન્ફોર્મેશન- ફોકસ્ડ ટાસ્ક કઈ રીતે મળશે તેની પર અમે ધ્યાન દોર્યું અને અનવોન્ટેડ બાબતોને બાજુમાં સેરવી. ધણા બધા બે ફોન્સ પરથી એક ફોન પર આવ્યા, ઓફિસ ટાઈમમાં કામ સિવાય વ્હોટ્સ એપ બંધ કર્યું. આને કારણે અધરવાઈઝ ઘણી વાર પેન્ડિંગ રહેતી બાબતોને તરત ઉત્તર જવા લાગ્યા. માણસો વધુ રિસ્પોન્સિવ બન્યા, તેમની દરેક કૃતિને ગતિ મળી.

 

 

7) એમ આય ક્રિયેટિવ એન્ડ ક્ધસ્ટ્રક્ટિવ?

જે આપણે રોજ કરીએ છીએ તેમાં નવું કાંઈક કરવાનો પ્રયાસ કરીએ… ધેર શૂડ બી લાઈફ ઈન લાઈફ અને તે શક્ય બને છે ક્રિયેટિવિટીને લીધે, તેને લીધે સતત ક્રિયેટિવ રહેવું તે કલ્ચર છે અથવા તે નિર્માણ કરવું, જોકે ક્રિયેટિવિટી સદા ક્ધસ્ટ્રક્ટિવ હોવી જોઈએ, જેમાંથી જીવનનો, સમાજનો, ઓર્ગેનાઈઝેશનમાંનો કોઈક પ્રોબ્લેમનો ઉકેલ આવવો જોઈએ.

8) એમ આય રિસ્પોન્સિબલ એન્ડ નોલેજેબલ?

એક વાર એકાદ રોલ કે પ્રોફાઈલ સ્વીકારાય એટલે તે માટેેની સર્વ સારી-ખરાબ જવાબદારીઓ સ્વીકારવાની તૈયારી ધરાવતા માણસો તૈયાર કરવાનો એક સફળ સંસ્થાનો ધ્યેય હોય છે. અને પછી દરેકની રિસ્પોન્સિબિલિટી લેવાની અને કારણો ન આપવાની ક્ષમતા વધારવાનું કામ લીડરનું છે. જોકે  આ અહીં અટકતું નથી. એક વાર રિસ્પોન્સિબિલિટી લઈએ એટલે તે સંબંધનું સર્વ જ્ઞાન જમા કરવાની દરેકની જવાબદારી બની જાય છે.

9) એમ આય કમ્યુનિકેટિવ એન્ડ સેન્સિટિવ?

હું બોલું તે અન્યને સમજાય છે કે નહીં, હું સૂચના-માર્ગદર્શન આ બાબતો વ્યવસ્થિત સમજી શકું છું? મારા અવાજનો સ્તર બરોબર હોય છે? મારો અવાજ સામેવાળાને પેનિક્ડ તો નથી લાગતો ને? આવી કોમ્યુનિકેશનની અનેક બાબતો મારે સતત ચેક કરી લેવી જોઈએ. આ પછીની વાત ક્ધસર્ન અથવા સેન્સિટીવિટીની આવે છે. અને તે માટે કોમ્યુનિકેશન કરતી વખતે વચ્ચે વચ્ચે શાંત રહેવાની જરૂર હોય છે. કહેવાય છે કે ‘કમ્યુનિકેશન ઈઝ નોઈંગ અનસેડ થિંગ્ઝ’ એ વચન અનુસાર ન કહેલી વાતો સમજવાની જરૂર હોય છે અન્યોની મુશ્કેલીઓ વિશેની.

10) એમ આય પોપ્યુલર એન્ડ ડાઉન ટુ અર્થ?

મારે સતત એ તપાસતાં રહેવું જોઈએ કે મારા ક્ષેત્રમાં હું લોકપ્રિય છું?- મારા વર્તણૂક-બોલચાલને લીધે મારા આસપાસના લોકો ખુશ થાય છે? આ પછી મારે ચેક કરવાનું છે કે મારા પગ જમીન પર અને માથું ધડ પર છે ને? કે મારા મગજમાં હવા ભરાઈ ગઈ છે અને જો હવા ભરાઈ ગઈ હોય તો તેની મને જાણ હોવી જોઈએ અને વહેલી તકે હવા કાઢવાની એક અદૃશ્ય સોઈ પણ મારી પાસે હોવી જોઈએ.

તો મિત્રો, આમ જોવા જઈએ તો આમાંથી દરેક પોઈન્ટ પર એક-એક આખું પુસ્તક લખી શકાય એમ છે. આ ટેન કમાન્ડમેન્ટ્સ વિચારોને વાચા આપશે, વિચાર કૃતિમાં પરિવર્તિત થશે, કૃતિ આચારમાં આવશે, આચાર મારી આદત બનશે અને આદત મારો જીવનક્રમ… આથી જ વિચારોથી શરૂઆત. હેવ અ કોન્ફિડન્ટ સન્ડે !

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

*