Gujarati Language

સાદી સાદી વાતો ભાગ 1

‘શ્રદ્ધા જ્ઞાન આપે છે, નમ્રતા માન આપે છે, યોગ્યતા સ્થાન આપે છે અને આ ત્રણેય ભેગા થાય તો તે વ્યક્તિને સન્માન આપે છે.’ આ સુવિચાર યાદ આવ્યો અને તેનું કારણ યુરોપ ટુર પરથી આવેલા પર્યટકોના ચાર-પાંચ ઈમેઈલ્સ હતા. “સહેલગાહ સારી થઈ. ટુર મેનેજર અમોલ સલગરે એકદમ મસ્ત સર્વિસ આપી, પણ પણ તમે એક જરૂર કરો, અમુક પર્યટકોને આગામી સહેલગાહમાં બિલકુલ સ્થાન નહીં આપો… આ બધા પત્રોનો સૂર હતો…

‘પર્યટક દેવો ભવ:’ આ અમારી માનસિકતા છે. પર્યટક છે તેથી અમે છીએ અને પર્યટકોએ ટેકો આપવાને લીધે જ વીણા વર્લ્ડ ઊભી રહી તે અમે સારી રીતે જાણીએ છીએ અને કહેવાય છે ને કે શરીરની ચામડીનાં જૂતાં બનાવીને પહેર્યાં તો પણ ઋણ ફિટશે નહીં તેની કૃતજ્ઞતા આજન્મ અમારા પર્યટકો પ્રત્યે અમે બધાની રહેશે. અને તેથી જ પર્યટકોની દરેક સહેલગાહ સફળ બનાવવા, પર્યટકોને સહેલગાહનો પૂરેપૂરો આનંદ અપાવવા અમારી આખી ટીમ સતત પ્રયત્નશીલ હોય છે અને કાયમ રહેશે. આ બધું હોવા છતાં હમણાં સુધી અમે બે પર્યટકોને અને હવે કદાચ આ પર્યટકોને ‘રાઈટ ઓફ એડમિશન’ હેઠળ નીચે આગામી સહેલગાહમાં પ્રવેશ કરવા નમ્રપણે નકાર આપીશું. આ અમને કરવું પડ્યું અથવા અમારી અંદર અહમ્ આવ્યુ છે તેથી નહીં, કારણ કે તે ક્યારેય નહીં આવશે, પરંતુ એટલા માટે કે આ પર્યટકોથી અન્ય પર્યટકોને થનારા ત્રાસથી બચાવવા માટે. આ પર્યટકોએ એવું શું કર્યું કે પર્યટક દેવ ભવ: કહેતાં અમારી પર આવો સમય આવ્યો. પર્યટક નંબર એક-જ્યેષ્ઠ વ્યક્તિ, ઓફિસમાં બુકિંગમાં આવે એટલે તરત જ એલફેલ ભાષામાં બોલવાની શરૂઆત. મારાથી લઈ, અમારી સંસ્થાથી લઈ સામે બેઠેલી તે છોકરી સહિત બધાને અપશબ્દોનો ત્રાસ. આ જરા અલગ વાદળ હતું. આથી અમારી તે ટીમ મેમ્બર ગભરાઈ. તેણે અમારા સિનિયર ટુર મેનેજર વિવેક કોચરેકરને ફોન કર્યો કે, ‘બાબા આમની જોડે વાત કરો, હું બોલી શકતી નથી.’ વિવેકે તેમની જોડે બોલવાનો પ્રયાસ કર્યો, અડધો કલાક નમ્રતાથી વાત કરીને પણ ગુસ્સામાં લાલચોળ થઈને ડાયરેક્ટ મારી પાસે આવ્યો અને કહ્યું, પર્યટકોને સહેલગાહમાં પ્રવેશ આપવાની આપણી પોલિસી શું છે? એટલે કે આપણે કોઈકને ના પાડી શકીએ કે, પ્રવેશ નકારી શકીએ કે? મેં કહ્યું આવું આપણે ક્યારેય કર્યું નથી. અરે વ્યક્તિ તેટલી પ્રકૃતિ અને પ્રવૃત્તિ. તેઓ શું બોલે છે કે આપણા કંટ્રોલમાં નથી. તેમને સમજાવીને જો, ‘ભાઈ તમે આટલું ખરાબ બોલો છો તો સહેલગાહમાં નહીં આવો.’ વિવેકે કહ્યું, ‘તે પણ કહી નાખ્યું પણ જીદ પકડીને બેઠા છે કે મને આવવું જ છે અને બુકિંગ કર્યા વિના હું ઊઠવાનો નથી.’ હવે નિર્ણય લેવાનો વારો મારો હતો. મેં કહ્યું, લે બુકિંગ, કદાચ આજે તેમની મન:સ્થિતિ સારી નહીં હોય, વી વિલ સી ધ બેટર સાઈડ ઓફ લાઈફ અને સહેલગાહ પરથી આવ્યા બાદ અમારા ધ્યાનમાં આવ્યું કે અમે પોતે જ આફતને માથે લીધી હતી. સહપ્રવાસીઓને કારણ વિના જ રોજ તેમના અપશબ્દોનો સામનો કરવો પડતો હતો. તે પર્યટકોની મેં મનોમન માફી માગી, કારણ કે આ પર્યટકને પ્રવેશ આપવા માટે હું જ જવાબદાર હતી. જોકે ત્યારથી મનમાં ગાંઠ વાળી લીધી અને ‘રાઈટ ઓફ એડમિશન’નો રાઈટ અજમાવ્યો.

બીજી પર્યટક જેમને અમે ના પાડી તે મહિલા હતી. ફરવાનો તેને ભારે શોખ હતો, પરંતુ પર્સનલ હાઈજીનની બાબતમાં નહીં પૂછીએ તો જ સારું. પહેલા જ દિવસે અમારા ટુર મેનેજરને એકદમ મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવું પડ્યો. અમુક પર્યટકોએ આવીને ડાયરેક્ટ ફરિયાદ કરી કે અમે આ મહિલાની નજીક બેસવાના નથી. અત્યંત અસ્વચ્છ છે અને દુર્ગંધ મારે છે. અરે બાપરે, ટુર મેનેજર સામે વિચિત્ર પરિસ્થિતિ ઊભી હતી. તેને કઈ રીતે કહેવું, તે પણ એક મહિલાને? તેના અનુભવ પરથી તેણે તે મહિલા સાથે નમ્ર રીતે સંવાદ સાધ્યો. તેને ગ્રુપ ટુર, અન્ય સહપ્રવાસી, પોતાની એક પર્યટક તરીકે જવાબદારી શું હોય છે આવા ગ્રુપ ટુરમાં તે સમજાવીને કહ્યું પણ સાંભળે તો એ મહિલા નહીં. લકીલી તે 45 સીટર બસમાં 32 પ્રવાસી જ હોવાથી પર્યટકોએ પણ ટુર મેનેજરની અસમર્થતા પારખી લીધી અને તેઓ પાછળ જઈને બેસી ગયા અને આ મહિલાની આગળની અને પાછળની સીટ્સ ખાલી રાખી. પર્યટકોના આવા સહકાર બદલ આભાર માનીએ તેટલા થોડા છે પણ તે છતાં આ ત્રાસ તો હતો જ. સહેલગાહ પાછી આવ્યા બાદ અમે બધાએ તે બાબતની વાતો સાંભળી અને અમારા રૂવાડાં ઊભા થઈ ગયા. સર્વાનુમતે અમે બીજી વાર ‘રાઈટ ઓફ એડમિશન’નો રાઈટ અજમાવ્યો.

આપણા પર્યટકની બાબતમાં દુનિયામાં સર્વત્ર એકંદરે સારા પર્યટક, ડિસિપ્લીન્ડ ટ્રાવેલર્સ એવી એક છબિ નિર્માણ થઈ છે અને તેનો અહેસાસ અમને સમયાંતર થાય છે. બહુ સારી રીતે દેશવિદેશમાં વીણા વર્લ્ડના પર્યટકોને વેલકમ કરવામાં આવે છે. ગયાં ચાર વર્ષનો વીણા વર્લ્ડનો સમયગાળો જોઈએ તો અઢી લાખ પર્યટકોએ ફક્ત બે પર્યટકો પૈકા આ ‘રાઈટ ઓફ એડમિશન’ અજમાવવો પડ્યો. આ પ્રમાણ નગણ્ય છે, પરંતુ તે પરથી ‘શું નહીં કરવું જોઈએ’ તે ધ્યાનમાં આવે છે.

ખરેખર તો બહુ સાદી સાદી વાતો હોય છે. ઘરમાં, કુટુંબમાં, કાર્યાલયમાં, સંગઠનમાં, સહેલગાહમાં, વિમાનમાં, બસમાં, સહપ્રવાસીઓ જોડે હોઈએ ત્યારે આપણી વર્તણૂકને અમુક મર્યાદાઓ હોય છે. ગુસ્સામાં આપણે કહીએ ને ‘અરે! સમય કાળ સ્થળનું કોઈ ભાન છે કે નહીં?’ અને તે જ કાયમ ધ્યાનમાં રાખવું જોઈએ. આપણે એક સમાજઘટક છીએ અને આપણે તેને લીધે જ આ મર્યાદાનું પાલન કરવું જોઈએ. આજનું લખાણ કદાચ થોડું હાર્શ જણાશે, પરંતુ પર્યટનના વ્યવસાયમાં હોવાથી તેમાંના ‘ડુ અને ડોન્ટ્સ’ નજીકથી જોવા મળે છે અને તેના દ્વારા થોડું આ લખાણ. વાત સાદી હોય છે, પરંતુ ક્યારેક ક્યારેક તે ખબર હોતી નથી તેથી ભૂલો થાય છે. કમસેકમ તેટલું અવેરનેસ લાવવા માટે આ ખટપટ છે. આગામી રવિવારે આ જ વિષય પર ફરી મળીશું. ભૂલચૂક લેવીદેવી. હેવ અ ગ્રેટ સન્ડે!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

*