સવાદ

0 comments
Reading Time: 9 minutes

આજકાલ આપણા દરેકનો ઘરમાનો સવાદ બહુ ઓછો થઈ ગયો છે. ‘બાળકો આપણી સાથે કશુ બોલતા જ નથી’ એવી આપણા દરેકના ઘરોની ફરિયાદ છે. અમારા ઘરને તો અમે ‘સાઈલન્સ ઝોન’ નામ  આપી દીધુ છે. સર્વત્ર શાતિ. જોકે ઘરમા આવી શાતિ જ રહેવાની હોય તો તે વાદળ આવવા પૂર્વેની નહીં હોવી જોઈએ, અશાત શાતિ નથી જોઈતી, ગેરસમજૂતીની શાતિ નહીં જોઈએ, અન્યાયી શાતિ નહીં જોઈએ, આ માટે…

હેપ્પી ન્યૂ ઈયર! આ વર્ષ બધા માટે આરોગ્યવર્ધક રહે ! સર સલામત તો પગડી પચાસ! બાકી સુખ-શાતિ-સમાધાન-ઐશ્ર્વર્ય- સપત્તિ આ બધુ આપણને જેનુ તેણે નિર્માણ કરવાનુ છે, ટકાવવાનુ છે, વધારવાનુ છે, જે માટે મન:પૂર્વક શુભેચ્છા. નવા વર્ષનો સૂર્યોદય આપણે જોઈ શક્યા તે માટે જોકે ઈશ્ર્વરનો આભાર માનીએ અને કામે વળગીએ. નવા કોરા વર્ષે આપણને નવા કોરા ત્રણસો પાસઠ દિવસ આપ્યા છે. બલકે, લીપ ઈયર છે. આથી વધુ એક દિવસ તેણે દાનમા આપણી ઝોળીમા નાખ્યો છે, એટલે કે, ત્રણસો છાસઠ દિવસ આપણને મળ્યા છે તેનુ સોનુ કરીએ. તેમાથી પહેલા અઠવાડિયાના પાચ દિવસ પૂરા પણ થઈ ગયા છે. અનેકોના નવા વર્ષના અનેક રિઝોલ્યુશન્સ હમણા સુધી અભેરાઈમા ચણાઈ ગયા હશે. નેવર માઈન્ડ! આપણે માનવી હોવાનો તે દાખલો છે. અન્યથા આપણે મશીન જેવા બની ગયો હોત અને આમ પણ દુનિયાભરમા આ પ્રથમ પાચ-છ દિવસ અનવાઈન્ડ-રિવાઈન્ડ માટે જ હોય છે.

અનેક વર્ષોના અનેક રિઝોલ્યુશન્સની અનેક વાર પહેલા જ અઠવાડિયામા વાટ લાગી ગયા પછી ‘રિઝોલ્યુશન્સ કરવાના જ નહીં’ એવો રિઝોલ્યુશનરી નિર્ણય મેં એક વર્ષે લીધો હતો પણ છતા આ ત્રીસ ડિસેમ્બરે ‘આવતીકાલે શુ કરવાનુ છેુ’ આ વિચારે માથુ ઉપર કાઢ્યુ અને મેં નક્કી કર્યું, ‘આવતીકાલે એકત્રીસ ડિસેમ્બર, રાત્રે વહેલા, એટલે કે, દસની અદર સૂઈ જવાનુ, એક જાન્યુઆરીના સવારે સાડાપાચ અથવા લેટેસ્ટ, એટલે કે, પાચ વાગ્યે ઊઠવાનુ, ખુલ્લી હવામા જોગર્સ પાર્કમા કલાકેક ચાલીને આવવાનુ, સ્વિમિંગમા રજા. ઓફિસ બધ હોવાથી રવિવારના અખબારમા બે આર્ટિકલ્સ આજે જ, એટલે કે, નવા વર્ષના નવા દિવસે લખવાના, તેમા કોઈ ઢીલ નહીં કરવાની.’ આ નક્કી કરીને ૩૧ ડિસેમ્બરે ઓફિસમાથી વહેલી ઘરે આવી. નીલ અને રાજ તેમના મિત્રો પાસે ન્યૂ ઈયર સેલિબ્રેશન માટે ગયા હતા. સુધીર કોઈક ચેનલ પર વર્ષભરનો સરવાળો જોતા હતા અને હુ વચ્ચે વચ્ચે જોતી રહુ છુ તે ‘માર્વલ્સ મિસીસ મેઝલ’ સિરિયલ જોવા માટે બેસી ગઈ. રિમોટ હાથમા લીધો તે જ સમયે આ એક દિવસીય રિઝોલ્યુશનની વાટ લાગવાની છે તે મારા ધ્યાનમા આવવુ જોઈતુ હતુ. રાત્રે આઠથી સાડાબાર તે નેટ સિરીઝે મારી પર અમલ ચઢાવ્યો અને તે નશામા મારુ ટાઈમટેબલ વેરવિખેર થઈ ગયુ. સૂવા માટે એક વાગ્યો, જેથી ઊઠવામા સવારે આઠ વાગી ગયા. ગયા વર્ષે મહત્તમ પ્રયાસથી કમસેકમ છ કલાક અને ઓછામા ઓછા સાત કલાક ઊંઘની આદત પાડી દીધી છે. એટલે કે, ગયા વર્ષમા ઊંઘનુ ટાઈમટેબલ બરોબર થઈ ગયુ છે પણ ‘જાગતા શુ કરી રહી છુ’ તેનો તાલમેલ હજુ બધબેસાડવાનુ બાકી છે. મોડેથી ઊઠી તેથી જોગર્સ પાર્ક-મોર્નિંગ વોકના બાર વાગી ગયા. ‘૨૦૨૦ના નવા દાયકાના નવા વર્ષનો પહેલો દિવસ અને તે શુભ દિવસે આપણે પોતે જ પોતાને આપેલુ વચન પાલન કરી શક્યા નહીં?’ મને પોતાની પર ગુસ્સો આવ્યો, પણ ગુસ્સો આવીને તે મન:સ્થિતિમા વધુ સમય અને શક્તિ વેડફી નાખવામા અર્થ નહોતો. મારી અદરનુ શાણપણ જાગ્યુ અને તેણે ચેતવી, ‘જે થયુ તે થઈ ગયુ, જે ગયુ તે ગયુ, આજે અખબારના બે આર્ટિકલ્સ લખી નાખ. મોર્નિંગ વોક થયો નહીં, નો પ્રોબ્લેમ, સ્વિમિંગ કર, નહિતર જિમમા જા. એક્સરસાઈઝ મસ્ટ.’ અને રીતસર હુ તે ગુસ્સાની મન:સ્થિતિમાથી બહાર આવી. એક્સરસાઈઝ થઈ, બને આર્ટિકલ્સ પણ લખી નાખ્યા. એટલે કે, આપણે મનને નક્કી કરીએ તો ચમત્કાર લાગે તે રીતે આપણે કામ કરી શકીએ છીએ. આટલુ બધુ કરવા છતા સમય બચ્યો ત્યારે નવા વર્ષના પહેલા દિવસે બપોરે અમારા નેક્સ્ટ જન-યગ જનરેશન કઝિન્સ સાથે આગામી વર્ષમા દરેકે શુ કરવાનુ નક્કી કર્યું છે તેની પર ચર્ચા કરી. વર્ષની શરૂઆતમા આપણે ચોક્કસ શુ કરવાના છીએ તે દરેકે પોતાની સાથે જ નક્કી કર્યું, તે બધાની સામે રજૂ કર્યું તો આપણે પોતાના વિશે અને અન્યોએ આપણા વિશે શુ અપેક્ષા રાખવાની તે ક્લિયર થશે અને ઘણી વાર મૂઝવણ ટળી શકશે. ‘મને લાગે છે- તને લાગે છે-અમને લાગે છે’નો સમય ખાનારો અને ત્રાસદાયક પ્રકાર ઓછો થશે એવો ઉદ્દેશ છે. દરેક બાબતમા પારદર્શકતા અને સુસ્પષ્ટતા લાવવાની, ગેરસમજૂતીની હારમાળા ચાલુ જ થવા દેવી નહીં. અર્થાત, ભાવિ પેઢીના માથે આ વાત મારવાની એટલે થોડુ ચેલેન્જ જ છે. અમે ‘ઓલ્ડ સ્કૂલ’વાળા છીએ ને. અને તેમને પણ દોષ શા માટે આપવાનો? આપણે તેમની ઉંમરના હતા ત્યારે અમારા માતા-પિતાને પણ અમે ‘તમને ખબર પડતી નથી’ એ જ કેટેગરીમા નાખ્યા હતા. ‘કલ, આજ ઔર કલ’નો સિલસિલો ચાલુ જ રહેશે. છતા અમુક સારી બાબતો-આદતો ભાવિ પેઢીમા ધકેલી શકાય તો ફાયદો જ છે એવા વિચારથી પ્રયાસ છોડવાના નહીં. વધુ એક બાબત એ કે જે સમયે આપણે બધાની સામે પોતાના નક્કી કરેલા પ્લાન્સ કહીએ ત્યારે તે પૂરા કરવાનુ બધન આપોઆપ આપણે આપણી પર લાદીએ છીએ. એકદરે આ નાની મિટિગ સારી થઈ. નેક્સ્ટ જનરેશન કઝિન્સને મળવાની સકલ્પના સુધીરની હતી. અર્થાત તેને અમે છેલ્લા છ વર્ષ સતત એક ઉપક્રમ હાથ ધરીએ છીએ તેનો સાથ મળ્યો હતો. આ તેનુ એક્સટેન્શન હતુ.

વીણા વર્લ્ડ થઈ ત્યારથી છેલ્લા છ વર્ષ અમે, એટલે કે, હુ, સુધીર, નીલ, રાજ, સુનિલા, સારા મળીને છ જણ એકત્રીસ ડિસેમ્બરે સવારે ૧૧ વાગ્યે મળીએ છીએ. ત્રણ કલાક સવાદ સાધીએ છીએ. ગયા વર્ષે આપણે શુ કરવાનુ નક્કી કર્યું હતુ, તેમાથી કેટલુ અને શુ સાધ્ય થયુ તેનો કયાસ મેળવીએ છીએ. શુ સારુ, શુ ખોટુ, શુ કરવુ જોઈતુ હતુ, શુ નહીં કરવુ જોઈતુ હતુ તેની પર ખુલ્લેઆમ ચર્ચા કરીએ છીએ. ક્યાક કોઈક કોઈના મનમા જો કશુ ખટકતુ હોય તો તેની પર પણ ડિસ્કશન કરીએ છીએ. એજ્યુકેશનલ, પર્સનલ, પ્રોફેશનલ ગોલ્સ પર વિચારવિનિમય કરીએ છીએ. સમાજમા, રાજકારણમા, દેશવિદેશમા એકાદ દાખલો આપણા માટે માર્ગદર્શક ઠર્યો હોય અથવા ‘શુ નહીં કરવુ જોઈએ’ તેનો બોધ આપતો હોય તો તે પણ સવાદનો ભાગ બનાવીએ છીએ. થોડી ગરમાગરમી, થોડુ ઈમોશનલ થવુ, ક્યારેક આખોમા પાણી આવવા તો ક્યારેક ચોધાર આસુએ રડી પડવાના જેવા પ્રકાર આ છ વર્ષમા બન્યા છે પણ જ્યારે આ શોર્ટ એન્ડ સ્વીટ મિટિગ પૂરી થાય છે ત્યારે બધી ચિંતા દૂર થઈ ગયેલી હોય છે. આગામી વર્ષમા પરિસ્થિતિ સાથ આપે તો આપણે શુ શુ કરવાના છીએ તેની કલ્પના એકબીજાને સ્પષ્ટ રીતે આવેલી હોય છે. આ પછી એકાદ સરસ રેસ્ટોરન્ટમા જઈને ભોજનનો આસ્વાદ કરીને ન્યૂ ઈયર ઈવ શરૂ થવા પૂર્વે જ અમારુ ન્યૂ ઈયર સેલિબ્રેશન કરીએ છીએ અને સુદૃઢ સાફ મનથી નવા વર્ષની વાટ જોઈએ છીએ. વધુ એક બાબત અમે તેમા કરીએ તે એટલે, એ જ સમયે અમે અમારી આગામી વર્ષની બે વર્ષની હોલીડેઝ નક્કી કરીએ છીએ, એક મોટી અને એક નાની. ‘સમથિંગ ટુ લૂક ફોર્વર્ડ ટુ’ જોઈએ જ ને! આથી આ મિટિગ તરફ અને આગામી વર્ષ તરફ પણ ખુશીથી જોઈ શકાય.

આજકાલ આપણા દરેકના ઘરમા સવાદ બહુ ઓછો થયો છે. ‘બાળકો આપણી સાથે કશુ બોલતા નથી’ એવી આપણા દરેકના ઘરોની ફરિયાદ છે. અમારા ઘરને તો અમે ‘સાઈલન્સ ઝોન’ નામ આપી દીધુ છે. સર્વત્ર શાતિ. જે તે પોતપોતાની દુનિયામા, પરતુ તે છતા બાળકો આપણી સાથે આપણા દેશમા છે, ઘરમા એકત્ર રહે છે, દિવસભરમા કમસેકમ એક વાર નજરે પડે છે તે ભાગ્ય જ છે નહીં કે! અર્થાત બૂમાબૂમ, ધાધલધમાલ કરતા શાતિ સારી. જોકે ઘરમા આવી શાતિ જ રહેવાની હોય તો તે વાદળ આવવા પૂર્વેની નહીં હોવી જોઈએ, અશાત શાતિ નથી જોઈતી, ગેરસમજૂતીની શાતિ નહીં જોઈએ, અન્યાયી શાતિ નહીં જોઈએ, આ માટે મને આ વર્ષના આખરમા આગામી વર્ષ માટે થનારી, બધી બાબતો સ્પષ્ટ કરનારી, મૂઝવણ- ગેરસમજણ દૂર કરનારી મિટિગ મહત્ત્વની લાગે છે. આ મિટિગ પછી આખા વર્ષની દોડધામમા જે તે પોતપોતાની દુનિયામા દગ હોય, એકબીજામા બહુ સવાદ નહી હોય તો પણ તેમા કશુ ખોટુ નથી. એકબીજાને એકબીજા વિશે માહિતી હોય છે. દેર આર નો સરપ્રાઈઝીસ.

આવનારી દુનિયાના પડકારો મોટા છે. મહાન વિજ્ઞાની અલ્બર્ટ આઈનસ્ટાઈને કહ્યુ છે, ઈં રયફિ વિંય મફુ વિંફિં યિંભવક્ષજ્ઞહજ્ઞલુ ૂશહહ તીિાફતત જ્ઞીિ વીળફક્ષ શક્ષયિંફિભશિંજ્ઞક્ષ. ઝવય ૂજ્ઞહિમ ૂશહહ વફદય ફ લયક્ષયફિશિંજ્ઞક્ષ જ્ઞર શમશજ્ઞતિં. મોબાઈલ પરની વિશીઝ, ઈમેજીસ, છઈંઙ, ઝફસય ઈફયિ આ બાબતોની શરૂઆત થયેલી દેખાય છે. તેમાથી દરેકે કમસેકમ પોતાના કુટુબમાનો સવાદ જીવત રાખ્યો છે, ‘શબ્દો વાચીને સમજાયુ બધુ’ તે ન્યાયે દરેક સબધમા પારદર્શકતા રાખવામા આવે તો આપણા ઘરમા આપણે સ્વર્ગ નિર્માણ કરી શકીએ છીએ. ઘર સર્વ અર્થમા સશક્ત અને સુદૃઢ બનાવી શકીએ. લેટ્સ ચેક અવર હોમ એન્ડ પુટ દ થિંગ્ઝ ઈન ઓર્ડર!

વન્સ અગેન, હેપ્પી ન્યૂ ઈયર! ધ્યાન રાખો પણ ફિકર નહીં કરો ! હેવ અ વડરફુલ સન્ડે!

Gujarati

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.

*