વીણા વર્લ્ડ એટ યોર સર્વિસ

0 comments
Reading Time: 5 minutes

દરેક કુટુબ માટે કુટુબના દરેક માટે વીણા વર્લ્ડ છે. ફેમિલી માટે ગ્રુપ ટુર્સ અથવા કસ્ટમાઈઝ્ડ પ્રાઈવેટ હોલીડેઝ, ન્યૂલી મેરીડ કપલ્સ માટે હનીમૂન ટુર્સ, મહિલા-છોકરીઓ માટે વુમન્સ સ્પેશિયલ, વરિષ્ઠો માટે સિનિયર્સ સ્પેશિયલ, દાદા-દાદી પૌત્રો માટે ગ્રેન્ડ પેરન્ટ્સ-ગ્રેન્ડ ચિલ્ડ્રન સ્પેશિયલ, પુત્ર-પુત્રવધૂ અથવા દીકરી-જમાઈ મિડ એજ કપલ્સ માટે જ્યુબિલી સ્પેશિયલ, સ્વતત્ર વિચારધારાના યુવાનો માટે સિંગલ્સ સ્પેશિયલ તેમ જ…

અમે સતાનોને લઈને ઘણી વાર તમારી સગાથે જોડે ગયા છીએ, પરતુ આ વખતે અમારા સિલ્વર જ્યુબિલી ઈયરમા ફક્ત બનેને જ ક્યાક શાત સ્થળે જઈને રહેવાનુ છે, અમને બુકિગ કરી આપશો? આવા પ્રશ્ર્નો કોઈ પણ સમારભમા અથવા પબ્લિક પ્લેટફોર્મ પર પૂછવામા આવે છે. ઘણા લોકોને ખબર નથી હોતી કે અમે ગ્રુપ ટુર્સ સાથે ઘણુ બધુ કરીએ છીએ. અર્થાત, ગ્રુપ ટુર્સની મોટી જાહેરાતો, દેશવિદેશના કોઈ પણ પર્યટન સ્થળે દેખાતા ગ્રુપ્સ અને તેમની સાથે રૂઆબથી ઝડો લહેરાવતા વીણા વર્લ્ડ ટુર મેનેજર્સ ‘ગ્રુપ ટુર્સ એટલે વીણા વર્લ્ડ’ એવુ સમીકરણ બધાના મનમા ઘર કરી જાય છે. અર્થાત ગ્રુપ ટુર્સ માટે મોટી ટીમ કામ કરી રહી છે પણ ઈન્ડિવિજ્યુઅલી જતા પર્યટકોને તેમની હોલીડે તેમને જોઈએ તે રીતે-તેમના મન અનુસાર કરી આપવા માટે વીણા વર્લ્ડમા પચાસ જણની ટીમ કાર્યરત છે એ કોઈને ખબર નથી અને કોર્પોરેટ વર્લ્ડ- નાની સસ્થા-મલ્ટીનેશનલ્સ માટે માઈસ ટુર્સ કરનારી પચાસ જણની ટીમ છે તે પણ બહુ ઓછા લોકોને જાણ છે. આપણા ભારતમા સમર વેકેશન અનેક દેશોના ટુરીઝમનુ મોટુ લક્ષ્ય બન્યુ છે, જેને લીધે પર્યટને જતા દરેકને તે કઈ રીતે અને કઈ કઈ રીતે પર્યટન કરી શકે છે, વીણા વર્લ્ડ દરેક પર્યટકો માટે, દરેક કુટુબ માટે, કુટુબના દરેક માટે તેમની પર્યટનની જરૂરતો અનુસાર શુ શુ કરી શકે છે તે માટે આજનો આ લેખ છે.

પર્યટક, પર્યટનસ્થળ, ફેસ્ટિવલ્સ, સ્પેશિયલ ઈન્ટરેસ્ટ, રજાઓની મોસમ આ બાબતો નજર સામે રાખીને, બલકે, તેના પર જ વીણા વર્લ્ડની સ્ટ્રેટેજી આકવામા આવે છે. પર્યટકો સૌથી મહત્ત્વપૂર્ણ ઘટક છે. ગ્રુપ ટુર્સ અથવા કસ્ટમાઈઝ્ડ પ્રાઈવેટ હોલીડેઝ, હનીમૂન ટુર્સ, વુમન્સ સ્પેશિયલ, સિનિયર્સ સ્પેશિયલ, ગ્રાન્ડ પેરન્ટ્સ-ગ્રાન્ડ ચિલ્ડ્રન સ્પેશિયલ, જ્યુબિલી સ્પેશિયલ, સિંગલ્સ સ્પેશિયલ અને વીકેન્ડ સ્પેશિયલ્સ, એગ્રો ટુર્સ, કોસ્ટ સેવર ટુર્સ, રેગ્યુલર ટુર્સ, લક્ઝરી ટુર્સ, કસ્ટમાઈઝ્ડ હોલીડેઝ, માઈસ કોર્પોરેટ ટુર્સ, ભારતની બહાર રહેતા ભારતીયો માટે અને ફોરેનર્સ માટે ભારતની ટુર્સ અને કસ્ટમાઈઝ્ડ પેકેજીસ એમ અનેક પ્રકાર અમે પર્યટન ક્ષેત્રમા કેળવીને ૩૬૫ ડેઝ પર્યટન સર્વ અર્થમા શરૂ કર્યું છે.

પર્યટનસ્થળો અમારી સ્ટ્રેટેજીમા બીજુ ઘટક છે. પર્યટનસ્થળ સિવાય પર્યટક અધૂરો છે. પર્યટન અશક્ય છે અને હવે તો પર્યટન એટલુ વધ્યુ છે કે પર્યટનસ્થળ ઓછા પડવા લાગ્યા છે. અગાઉ પર્યટકો જીવનભર પાચ વિદેશ સહેલગાહ કરતા હતા. પ્રથમ સાઉથ ઈસ્ટ એશિયા પછી યુરોપ બાદ અમેરિકા, તે પછી ઓસ્ટ્રેલિયા, ન્યૂ ઝીલેન્ડ, તે પછી આફ્રિકા. આજે પર્યટકો દર વર્ષે વિદેશ પ્રવાસ કરવાના સપના જોવા લાગ્યા છે. યુરોપ લોકપ્રિય પર્યટન ખડ છે. તેનો દાખલો લઈએ તો અગાઉ જીવનમા એક વાર યુરોપ જવાનુ એવી પ્રબળ ઈચ્છા રહેતી. એક વાર દસ બાર પદર દેશ એક ઝટકે જોઈ લીધા એટલે થઈ ગયુ એવુ હતુ. આજે અમારી પાસે એક પર્યટક નવ વાર યુરોપમા જાય છે એટલો મોહ આ પર્યટનખડનો પર્યટકોમા છે.

અમારી સ્ટ્રેટેજીનુ ત્રીજુ ઘટક ફેસ્ટિવલ્સ અને ઈવેન્ટ્સ છે. વારાણસીનો કુભમેળો, કારગિલનો વિજય દિવસ, જગન્નાથપુરીનો સેન્ડ આર્ટ ફેસ્ટિવલ, જાપાનનુ ચેરી બ્લોસમ, સ્પેનનો લા-ટોમાટિના ફેસ્ટિવલ, મિડનાઈટ સન અથવા નોર્ધર્ન લાઈટ્સ જેવા નિસર્ગના ઉત્સવ, હરબીન ફેસ્ટિવલના સમયે ચાયનામા ઊભી કરાતી વડરફુલ સ્નો સિટી એમ અનેક બાબતો અમે દેશવિદેશમા શોધતા રહીએ છીએ, કારણ કે પર્યટકોની માગણી વધવા લાગી છે. એક દેશ પર્યટકોને એક વાર નહીં પણ અનેક વાર પોતાની પાસે ખેંચી શકે છે તેનો દાખલો વીણા વર્લ્ડના હિતેચ્છુ-પર્યટક શ્રી પ્રકાશ દિવાકરનો આપી શકાય. તેમણે જાપાનની ત્રણ વાર પર્યટક તરીકે મુલાકાત લીધી છે. જાપાનનુ ચેરી બ્લોસમ, અલ્પાઈન રૂટ, ઓટમ કલર્સ અથવા સ્નોઈ જાપાન ઈન ક્રિસમસ એમ નૈસર્ગિક ચમત્કારો માટે મુલાકાત લેનારા પર્યટકો વધી રહ્યા છે.

ચોથો ભાગ સ્પેશિયલ ઈન્ટરેસ્ટનો હોય છે. દુનિયામા અલગ અલગ સ્થળે અલગ અલગ એક્ઝિબિશન્સ ચાલતા હોય છે. મેડિકલ- એગ્રિકલ્ચરલ-આર્કિટેક્ચર-ઈન્ટીરિયર્સ- ફાર્માસ્યુટિકલ્સ… જેવા સ્થળે જે તે ઈન્ટરેસ્ટવાળા પર્યટકોને અથવા પ્રોફેશનલ્સને લઈને જવાનુ કામ અમે કરીએ છીએ. આ પછી તે એકાદ ટુરનુ આયોજન કરીને, ઈન્ડિવિજ્યુઅલ્સ માટે કસ્ટમાઈઝ્ડ પેકેજ બનાવીને અથવા એકાદ કપની માટે માઈસની ટુર બનાવીને. જેમને જે જોઈએ તે ટ્રાવેલ પાર્ટનર બનાવીને તેમને આપવુ એ અમારુ મુખ્ય કામ છે.

પાચમી મહત્ત્વની બાબત સ્કૂલોની રજા, લોન્ગ વીકેન્ડસ અથવા જસ્ટ વીકેન્ડસ છે. રજાઓ પડે એટલે બહાર નીકળી જવાનુ તે આમ જોવા જઈએ તો વેસ્ટર્ન કલ્ચર છે. જોકે હવે આપણે ત્યા પણ તે ઘેલુ લાગ્યુ છે. બલકે, ક્રેઝ થઈ ગયુ છે. અમારા માટે અર્થાત તે સારી વાત છે. આથી અમે પણ એક દિવસની પિકનિકથી લઈને એક મહિનાની સહેલગાહ સુધીના ઓપ્શન્સ પર્યટકોને આપીએ છીએ.

તો પર્યટકો, એકદરે ઉત્સવી પર્યટનની અથવા પર્યટનના ઉત્સવીકરણની આવી વાત છે. ગમે તે હોય, અમે તેમા મહત્ત્વની કામગીરી પાર પાડી રહ્યા છીએ તે મહત્ત્વપૂર્ણ છે. પર્યટનાય નમ:!

Gujarati

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.

*