Gujarati Language

વન એટ અ ટાઈમ

મલ્ટીટાસ્કિંગનો જમાનો છે. બલકે, મલ્ટીટાસ્કિંગ વિના કોઈ ઓપ્શન નથી. દરેકને એકસાથે ઘણું બધું કરવાનું છે અને તે સમયે જો ‘એકસાથે એક જ-વન એટ અ ટાઈમ’ની ફોર્મ્યુલા ઉપયોગ નહીં કરીએ તો મનથી કામ કરવામાં બધા જ ગોથાં ખાઈ જાય છે. આવી સ્થિતિમાં મલ્ટીટાસ્ક તો છોડી દો પણ એકેય કામ બરોબર થતું નથી.

સન્ડે ટુ સન્ડે, આઠ દિવસ, સાત કાર્યક્રમ, છ બિઝનેસ મિટિંગ્સ, ત્રણ કોન્ટિનેન્ટ્સ, ત્રણ દેશ, છ શહેર, છ હોટેલ્સ એવો મસ્ત કાર્યક્રમ કરીને નવમા દિવસ હું ભારતમાં પહોંચી અને તેમાં વચ્ચે સન્ડે આર્ટિક્લ્સ લખવા, ઓફિસનાં કામ કરવાં, ડિસિઝન્સ આપવા એ બધું ચાલુ જ હોય છે. ભારતમાંથી નીકળી ત્યારે, ‘અરે બાપરે ચાર ટાઈમ ઝોન્સમાંથી પ્રવાસ કરવાનો છે, તેમાં જેટલેગ નહીં લાગતાં રોજ સાંજે કાર્યક્રમ કરવાનો છે, બધું કઈ રીતે પાર પડશે’ એવો વિચાર અથવા થોડી બીક હતી. જોકે ભગવાનની દયાથી બધું વ્યવસ્થિત નક્કી થયા મુજબ પાર પડ્યું અને હાશકારો અનુભવ્યો. 500થી વધુ પર્યટકોને હું આ આઠ દિવસમાં મળી હતી. ચાર કાર્યક્રમ સ્વિટ્ઝર્લેન્ડનાં અલગ અલગ શહેરોમાં હતાં અને ત્રણ કાર્યક્રમ અમેરિકામાં, એટલે કે, યુએસએમાં વોશિંગ્ટન, ન્યૂ યોર્ક અને સાન ફ્રાન્સિસ્કોમાં હતા. કાર્યક્રમ ઉપરાંતના સમયમાં મિટિંગો નહીં હોય તો ઊંઘ કાઢવી અથવા ઓફિસનાં કામો કરવાં અથવા લખવું એ રોજનો નિત્યક્રમ છે, પરંતુ આ વખતે ઓફિસનાં કામોની બાબતમાં થોડી ધાંધલ થઈ ગઈ એમ કહી શકાય. સામે કામો એટલાં બધાં દેખાતાં હતાં કે પહેલાં શું કરું, પછી શું કરું તેનો તાલમેલ બેસતો નહોતો. તેમાં વ્હોટ્સએપની ભરમાર. કયારેક ક્યારેક આ ટેકનોલોજી શ્રાપ છે કે વરદાન તે સમજાતું નથી. કામો બરોબર પાર પડ્યાં અને મેં રાહતનો શ્ર્વાસ લીધો. એક સ્થળે હું શાંતિથી બેઠી. ફોન બંધ કર્યો અને પોતાને ચેતવણી આપી, આ મલ્ટીટાસ્કિંગનો રુબાબ છાંટવાનું બંધ કર, એક સમયે ફક્ત એક કામ પર ધ્યાન આપ, ભલે ગમે તેટલાં કામોની પ્રાયોરિટી હોય તો પણ એકેય કામ નહીં થાય તેના કરતાં એક-એક કામ એકાગ્રતાથી પૂર્ણ કર. આ રીતે કામો થવામાં વાર લાગશે, પરંતુ ચાલશે, કારણ કે અધરવાઈઝ આ ચીડચીડમાં એકેય કામ નહીં થશે અને વેરવિખેર થયેલાં કામોની નૌકા ધીમે ધીમે કિનારે લાગવાનાં ચિહનો દેખાવાં લાગ્યા. એક-એક કામ પૂર્ણ થવા લાગ્યાં. અર્થાત, હું જેટલી સહજતાથી લખી રહી છું તેટલું આસાન નહોતું. ભટકતા મનને ઠેકાણે લાવવાનું કામ આસાન નથી. સંપૂર્ણ પેશન્સ અંગીકાર કરવા પડે છે. ફોન તરફ વારંવાર હાથ જતો તે ભારે પ્રયાસથી પાછો ખેંચવો પડતો હતો. એક કામ કરતી વખતે બીજું કામ ઈશારો કરતું, તેની ટાઈમલાઈન પેટમાં ફાળ પાડતી હતી, પરંતુ ધીમે ધીમે ભટકતી આ મન:સ્થિતિને લાઈન પર લાવી અને એક-એક કામો પાર પાડ્યાં. એક સમયે એક કામ કરતી વખતે સંપૂર્ણ ધ્યાન તે કામ પર લાવવામાં આપણે પોતાને ટ્રેન્ડ કરી શક્યા તો નિશ્ર્ચિત જ વધુ ગતિમાં કામ પાર પડી શકે છે. કોઈ પણ એન્કઝાઈટી વિના. અર્થાત, આ બધું મારા માટે અને તમારા માટે પણ નવું નથી. બધા જઆવી ભટકતી અવસ્થામાંથી પસાર થાય છે પણ તેમાંથી ઝડપથી બહાર આવવાનું મહત્ત્વનું હોય છે.

વન એટ એ ટાઈમ થિયરી આમ તો સર્વત્ર લાગુ થાય છે. ગાંધી ફિલ્મનું એક દૃશ્ય યાદ આવે છે. તેમાં સરદાર વલ્લભભાઈ પટેલ કહે છે, ‘જા તેમાં જઈને બેસ અને જ્યાં સુધી કામ થતું નથી ત્યાં સુધી બહાર આવતો નહીં’ મહાભારત-રામાયણથી આજે બોલીવૂડ- હોલીવૂડ સુધી અલગ અલગ માધ્યમથી આ એકાગ્રતાનો સંદેશ આપણે મળતો હોય છે, પરંંતુ આપણે બધા જ કયારેક, વચ્ચે વચ્ચે, સતત આ એકાગ્રતાથી દૂર જઈએ છીએ અને પછી તેનાં પરિણામ ભોગવતાં રહીએ છીએ. સમયાંતરે આપણે થોડા શાંત થઈને, આપણને પોતાને પૂછવું જોઈએ કે હું શું કરી રહી છું? શા માટે? કોને માટે? કેમ? તેનાં પરિણામ? તેનો ઉપયોગ? કોનું ભલું થવાનું છે? મારાથી કશું ખોટું તો થતું નથી ને? એમ આય ઓન ધ રાઈટ ટ્રેક? સૌથી કીમતી મને મળેલા સમયનો હું સદુપયોગ કરી રહી છું? મારી પાસેથી મારો અને અન્યનો સમય વેડફાતો નથી ને? અનેક પ્રશ્ર્ન આપણે પોતાને પૂછીને આપણી સદવિવેકબુદ્ધિની, વિચારોની, આચારોની, પ્રગતિની ગાડી પાટા પર રાખી શકીએ છીએ. અર્થાત, આ પ્રશ્ર્ન પૂછતી વખતે મનની એકાગ્રતા મહત્ત્વપૂર્ણ છે, પોતાની આવી પરીક્ષા માટે આપણે આ પ્રશ્ર્ન જ્યારે પોતાને પૂછીએ ત્યારે ફક્ત તેનો અને તેનો જ અથવા તેના ઉત્તરોનો વિચાર તે સમયે કરવાનું મહત્ત્વપૂર્ણ છે.

અનેક સહેલગાહમાં, એટલે કે, વુમન્સ સ્પેશિયલ અને સિનિયર્સ સ્પેશિયલમાં હું અમારા પર્યટકોને ભારતનાં અલગ અલગ રાજ્યોમાં અને દુનિયાના ખૂણેખાંચરે જઈને મળતી હોઉં છું. તે સમયે પર્યટકોને પણ મારી એ જ સલાહ હોય છે કે આઈધર તમે એક સમયે એક રાજ્યની અથવા એક દેશની સહેલગાહ કરો અથવા એક સમયે અનેક દેશની, પણ જ્યાં જાઓ છો ત્યાંના થઈ જાઓ, પછી તે દિવસ માટે હોય કે અઠવાડિયા માટે હોય. તે સ્થળે તે સમયે તે પળ અનુભવો,

તે ક્ષણ માટે જીવો, ત્યાંની નાની નાની ખુશી મેળવો અને તે જગ્યાની અગાઉની કોઈ પણ જગ્યા સાથે તુલના નહીં કરો. તુલના કરશો તો પ્રોબ્લેમ આવશે. આથી એક સમયે એક જ ડેસ્ટિનેશન. તેની ખુશી લેવાની. હવે આ લખતાં લખતાં મારી દશા જુઓ. આ લેખ મેં સાન ફ્રાન્સિસ્કો-મુંબઈ પ્રવાસમાં લખ્યો છે. છેલ્લો પેરો હતો, પરંતુ વિમાનમાં આળસ કર્યો. મને થયું ઘરે ગયા પછી લખીશ. મુંબઈ આવવામાં અડધો કલાક બાકી હતો ત્યારે પાયલટે એનાઉન્સમેન્ટ કર્યું, મુંબઈ એરપોર્ટ બંધ થયું છે, અતિવૃષ્ટિને લીધે, તેને કારણે આપણે બેંગલોરમાં પાછા વળ્યા છીએ. દસ દિવસની દોડધામ પછી ઘરે પહોંચવાની ખુશી થોડી લંબાઈ હતી. મધરાત્રે ઘરે પહોંચનારી હું રાતભર લુફથાન્સાના પ્રવાસીઓ સાથે એરપોર્ટ-ઈમિગ્રેશન-બસ પ્રવાસ-હોટેલ કરીને સવારે બેંગલોરની હોટેલમાં પહોંચી. દોષ કોઈનો જ નહોતો. છેલ્લી ઘડીએ એરલાઈન્સને પણ આ બધી વ્યવસ્થા કરતી વખતે નાકે દમ આવી જાય છે. તેમણે જે પણ આપ્યું તે બધા પ્રવાસીએ વાંધો ઉઠાવ્યા વિના સ્વીકાર્યું અને હવે અમને મુંબઈ ક્યારે લઈ જશે તેની અમે બધાં જ શાંતિથી વાટ જોતાં હતાં. આજે અમારા નસીબમાં બેંગલોર હતું, સો એન્જોય… જે સમયે જ્યાં છીએ તે એન્જોય કરવાનું આપણું નક્કી થયું છે ને.

સો આઈ એમ એન્જોઈંગ અવર ગાર્ડન સિટી… ‘સેલિબ્રેટ લાઈફ’ એ બધા અર્થમાં જીવી શક્યાં તો ટ્રાવેલ એક્સપ્લોર સેલિબ્રિટ એ વીણા વર્લ્ડની ટેગલાઈન છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

*