લોગ ઐસા બોલ રહે હૈ

0 comments
Reading Time: 11 minutes

હરિવશરાય બચ્ચનજીએ લખ્યુ છે અને અમિતાભે બુલદ અવાજમા તે સભળાવ્યુ, ‘મન કા હો તો અચ્છા, ના હો તો જ્યાદા અચ્છા.’ પ્રામાણિક મહેનત-અથાક પરિશ્રમ ક્યારેય વેડફાતો નથી. અર્થાત ઓવર કોન્ફિડન્સમા જવાનુ નહીં. સમયનો વેડફાટ આપણને પાલવશે નહીં, પૈસાનો વેડફાટ ચાલશે નહીં, ડિસિઝન પેરાલિસિસ થવા દેવુ નહીં. આખો ખુલ્લી રાખીને-માથુ સાબૂત રાખીને બધા પરિણામોની ખાતરી કરીને સમયસર નિર્ણય લેવાના. ખોટા નિર્ણયો સુધારવાના.

ગયા મહિનામા અમારા તામિલનાડુના ‘કી સેલ્સ પાર્ટનર’ને અમારી પ્રોજેક્ટ કોમ્પ્લાયન્સ મેનેજર ભાવના સાવતે કામ સબધમા ફોન કર્યો ત્યારે બોલતા બોલતા તેમણે તેને પૂછ્યુ, ‘મને તમારી પાસે કેવી સ્થિતિ છે તે જણાવ? તમને માર્કેટમા મદી આવી એવુ મહેસૂસ થઈ રહ્યુ છે? સ્લો ડાઉન થયુ છે? ઈન્ડસ્ટ્રીમા તો બહુ ભયનો માહોલ દેખાય છે. થોડી ચિંતા થવા લાગી છે.’ તેની સામે ભાવનાએ કહ્યુ, ‘નહીં, અમારી પાસે વીણા વર્લ્ડમા આજની ઘડીએ અમે ઓગણીસ ટક્કાથી આગળ છીએ. ગયા બે વર્ષ કરતા નબર્સ પણ વધી ગયા છે. તમારી પાસે તમારા નબર્સ શુ કહે છે?’ ભાવનાએ પ્રતિપ્રશ્ન પૂછ્યો. તેની પર ચોલન ટુર્સના શ્રી પડિયને કહ્યુ, ‘અમારી પાસે પણ નબર્સ આગળ છે. બિઝનેસ સારો ચાલી રહ્યો છે. ઈનબાઉન્ડ ડોમેસ્ટિક એમ બને માર્કેટ વધતી દેખાઈ રહી છે. લક્ઝરી બુકિંગમા પણ કોઈ પ્રોબ્લેમ જણાતો નથી, પણ જ્યા જઈએ ત્યા મદીની ચર્ચા, કેટલા જોબ્સ ગયા, મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ કઈ રીતે બધ થયા તે જ વાતો સાભળવા મળે છે. સબ જગહ લોગ ઐસા બોલ રહે હૈ. આથી ચિંતા થવા લાગી અને તેથી જ તમારી સ્થિતિ શુ છે તે પૂછવાનુ મન થયુ.’ ભાવનાએ આ સવાદ જ્યારે અમારી એક મિટિંગમા સભળાવ્યો ત્યારે તેમના પણ નબર્સ વધી રહ્યા છે તે જોઈને અમને હાશકારો થયો. અર્થાત, આસપાસના વાતાવરણને લીધે મનના એક ખૂણામા થોડા પ્રમાણમા પણ ભય ઘર કરી ગયો છે એ નકારી શકાય એમ નથી. રોજ અખબારો ખોલો, ઈકોનોમિક્સ ટાઈમ્સ હાથમા લો અથવા ટીવી પર જો એકાદ બિઝનેસ ચેનલ લગાવવામા આવે તો બેન્કના ગોટાળા, બેન્ક્રપ્ટસી, ઓટો સેક્ટરમા સ્લો ડાઉન, ત્રણ શિફ્ટમા ચાલતા મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ બે શિફ્ટમા કઈ રીતે કરવા પડ્યા તેની ચર્ચા, કેટલા માણસોની નોકરીઓ ગઈ એવા સમાચાર તરત જ નજર સામે આવે છે અને આપણને પણ ધ્રાસકો લાગે છે. આ સ્થિતિ દરેક ઉદ્યોગોની અને નોકરીઓની પણ હોય તો સાચવીને પગલા મૂકવા તે મહત્ત્વપૂર્ણ છે.

ખરેખર તો મદી આવવા કરતા મદી આવી રહી છે એ પડછાયા હેઠળ રહેવુ, તેની ચિંતા કરવી, આસપાસના વાતાવરણથી ગભરાઈ જવુ તે મદી કરતા પણ મહાભયાનક છે અને તેથી જ તે મુશ્કેલીની ભીંસમા નહીં સપડાવુ તેવી સાવધાની આપણા દરેકે રાખવી જોઈએ. અહીં જ ખરી કસોટી છે. મદી નો વે! ‘હુ કેર્સ’ એવો અતિ આત્મવિશ્વાસ અથવા મદી આવવાની છે તેથી વધુ પડતી સાવધાની આ બને બાબતો અતિશયોક્તિ છે. ક્યાક આપણને સમતોલ સાધતા આવડવુ જોઈએ. અને હાલના દિવસોમા-વાતાવરણમા તે આપણે દરેકનુ મહત્ત્વનુ કામ છે. ગયા એક વર્ષમા ક્યાક મહાપૂર તો ક્યાક ધરતીકપ, ક્યાક આતકવાદી ગતિવિધિઓ તો ક્યાક એરલાઈન્સ બધ પડવાનો બેઠેલો ફટકો આ બાબતોનો અમે સામનો કરતા જ હતા. કશુ પણ થાય તોય આપણા વીણા વર્લ્ડ પર ક્યારેય એવો વારો નહીં આવવો જોઈએ કે આપણે આપણી ટીમને એક દિવસ કહીએ, ‘હવે આપણા ઉદ્યોગનુ કશુ ઠીક દેખાતુ નથી, આવતીકાલથી તમે કામ પર આવશો નહીં.’ ટુરીઝમ ઈન્ડસ્ટ્રી દુનિયાની મહત્ત્વની ઈન્ડસ્ટ્રી છે. અનેક દેશોમા તે એકાદ ચમત્કાર ઘડાય તે રીતે મોટી થઈ રહી છે, તેમના દેશની પ્રગતિમા મહત્ત્વનુ યોગદાન આપી રહી છે. ભારતમા તે બહુ મોટા પ્રમાણમા વધી શકે છે, પ્રચડ રોજગાર નિર્મિતી કરી શકે છે એ આપણી ભારતની ભવિષ્યકાલીન વસ્તુસ્થિતિ બની રહેશે. આથી એક સફળ ઉદ્યોગ સાહસિક તરીકે ટુરીઝમ ઈન્ડસ્ટ્રી એક ભરોસાની મજબૂત ઈન્ડસ્ટ્રી છે તે ભારતને અને દુનિયાને બતાવી દેવામા મહત્ત્વનુ યોગદાન આપ્યુ છે. આપણા હાથે કોઈ પણ એવુ કામ નહીં થવુ જોઈએ કે જેને લીધે આ ઈન્ડસ્ટ્રીને ડાઘ લાગે તે વિશે અમે સતર્ક છીએ, જાગૃત છીએ. છ-આઠ મહિના પૂર્વે અમે મુબઈની સેલ્સ ઓફિસીસના એક્સપાન્શનનો નિર્ણય લીધો હતો. મુબઈ-પુણેની મળીને વીણા વર્લ્ડની આઠ સેલ્સ ઓફિસીસ હતી. પુણેમા અમારા પ્રીફર્ડ સેલ્સ પાર્ટનર્સની મળીને કુલ ઓગણીસ ઓફિસીસ છે. મોટે ભાગે વીણા વર્લ્ડની પ્રેઝેન્સ ત્યા દેખાતી હતી પણ મુબઈમા અમે તે બાબતમા થોડા પાછળ હતા. ઓનલાઈનના જમાનામા ઓફફલાઈન ઓફિસીસ ખોલવી શાણપણ નથી તે કહેવા માટે નિષ્ણાતની જરૂર નથી. આમ છતા અમે મુખ્યત્વે જે ગ્રુપ ટુર્સના બિઝનેસમા છીએ ત્યા હજુ પણ પર્યટકો તેમની નજીકની સેલ્સ ઓફિસીસમા આવીને બુકિંગ કરવામા, બધી શકાઓનુ સામસામે નિવારણ કરવામા અગ્રતા આપે છે તે અમારા ડેટા સાયન્સમા ઈન્ટરેસ્ટ ધરાવતા નાના પુત્ર રાજને અમને એક વાક્યમા કહ્યુ, ‘બેસિકલી ઈફ યુ હેવ અ બ્રાન્ચ, યોર બુકિંગ વિલ ઈન્ક્રીઝ.’ ડેટા આ કહેતો હોવા છતા સ્લો ડાઉનના સમાચાર માથુ ઉપર કાઢતા હતા. અમારી પાસે ટુ બી ઓર નોટ ટુ બીની ચર્ચા-પ્રતિચર્ચાને ગતિ આવી. હમણા જ આટલુ સાહસ કરવાનુ કે? થોડા થોભીએ, શુ થાય છે તે જોઈએ, તે પછી નિર્ણય લઈએ એવુ લાગતુ હતુ. જોકે તે સાથે વધુ એક બાબત ધ્યાનમા આવી અથવા કલ્પના સૂઝી એમ કહીશ. અમે આઠ સેલ્સ ઓફિસીસની સોળ ઓફિસીસ કરવાનુ કહેતા હતા એટલે કે, આઠ વધુ ઓફિસીસ. દરેક ઓફિસમા ઓછામા ઓછા ચાર માણસો ગણતરી કરીએ તો બત્રીસ માણસો નવેસરથી જરૂર પડવાના હતા. હમણા સુધી વીણા વર્લ્ડની ટીમ એક હજારથી વધુ લોકોની થઈ ગઈ હતી. વર્તમાન બ્રાન્ચીસ જોતા ઓગણત્રીસ ડિપાર્ટમેન્ટ હતા. દરેક ડિપાર્ટમેન્ટે તેમની પાસેનો એક માણસ આપ્યો હોવા છતા આવનારી સેલ્સ ઓફિસીસની જરૂર જણાવાની હતી. વધતા બિઝનેસને અમારા ટેકનોલોજી ડિટેક્ટર નીલ પાટીલ અને તેની ટીમ મોટો આઈટી સપોર્ટ આપતી હોવાથી દરેક ડિપાર્ટમેન્ટમા આવેલા ઓટોમેશનને લીધે ગધ્ધામજૂરી ટાઈપ કામ ઓછુ થવાનુ હતુ. ક્યાક કદાચ માણસો વધુ થયા હોત અથવા થશે અને કોઈને નીકળી જાઓ એવુ આપણે કહેવુ નહોતુ. તો પછી મદીનો સામનો કરવા માટે સરકાર જેમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટને ગતિ આપીને રોજગાર નિર્મિતી કરે છે તે રીતે માઈક્રો વ્યવસ્થા બ્રાન્ચીસ દ્વારા થવાનુ હતુ. એકદરે મનના ખૂણામા ક્યાક એક સ્ટ્રોંગ ગટ ફીલિંગ હતી કે નવી બ્રાન્ચીસ શરૂ કરવી જોઈએ, પર્યટકોની નજીક જવુ જોઈએ. હાલમા સર્વત્ર રસ્તાઓના-મેટ્રોના કામ ચાલુ હોવાથી એક સ્થળથી બીજા સ્થળે જવાનુ મુશ્કેલ બની ગયુ છે, જેથી તે કઈ રીતે વ્યવહારુ છે એ અમે નવી કલ્પનાઓથી પોતે જ પોતાને સમજાવતા હતા અને હાલના મેનપાવરમા અમે આઠ ઓફિસીસ શરૂ કરી. દરેક સ્થળે અમને મોકાની જગ્યા ફટાફટ મળતી હતી તે કદાચ દૈવી સકેત હશે નહીં? આજે આ નવી ઓફિસીસ શરૂ થઈને બે મહિના થઈ ગયા છે અને ત્યાના સેલ્સના આકડા અમારો નિર્ણય બરોબર હતો તે બતાવી આપે છે. સુધીરને એક કાર્યક્રમમા તેના એક ઈન્ડસ્ટ્રીના મિત્રએ પૂછ્યુ પણ ખરુ, ‘અરે સબ જગહ સ્લો ડાઉન દીખ રહા હૈ ઔર તૂ ઓફિસીસ ખોલ રહા હૈ?’ આ નવી ઓફિસીસ કરતી વખતે અમે અર્થાત મેનપાવર જે રીતે કટ્રોલ કર્યો તે જ રીતે તેના ઈન્ટીરિયરનો ખર્ચ પણ અકુશમા લાવ્યા અને ઓફિસ લીધી ત્યારથી શરૂ થવા સુધીનો ટર્ન અરાઉન્ડ ટાઈમ મિનિમમ રાખ્યો. આ માટે અમારા આર્કિટેક્ટ સદીપ શિક્રે અને એસોસિયેટ્સે મૂલ્યવાન સહયોગ આપ્યો. જગ્યાનુ ભાડુ શરૂ થાય તે સાથે પ્રોડકશન પણ શરૂ થવુ જોઈએ તેવો અમારા હ્યુમન રિસોર્સના એની અલમેડા, રજિથા મેનન અને જી.એમ. શિલ્પા મોરે અને સેલ્સ મેનેજર પ્રિયાકા પત્કીએ આગ્રહ રાખ્યો હતો. ટૂકમા સમયનુ, પૈસાનુ, મેનપાવરનુ વેસ્ટેજ કટ્રોલમા લાવી દીધુ. આ કટ્રોલ આવનારી મદીના ભયથી જ આવ્યુ તે મદીનો ફાયદો અને એક વાર આવા કટ્રોલની આદત ઓર્ગેનાઈઝેશનમા કેળવાય એટલે તે બધી જ દૃષ્ટિથી સારી બાબત હોય છે.

દુનિયામા સર્વત્ર બે હજાર આઠ વર્ષની સ્થિતિ આવશે, સ્લો ડાઉન થશે, આર્થિક મદીનો ફટકો બધાને પડશે એ આપણે રોજ સાભળીએ છીએ, વાચીએ છીએ, જોઈએ છીએ. શુ કરવાનુ તેનુ? મદી ખરેખર આવવાની હોય તો તમે અમે તે રોકી શકવાના છીએ? તેની હોહાથી ભયભીત થઈને આજે જ હાથપગ શા માટે ગાળવાના? મદી આવે તો આવવા દો, તેમાથી તક શોધીશુ અને નહીં આવે તો વધુ દમદાર પગલા મૂકીશુ. સામનો કરીશુ સર્વ શક્તિ સાથે. પરિસ્થિતિ બદલવાની નથી, મન:સ્થિતિ બદલીએ. પરિસ્થિતિ આપણા હાથમા નથી, તેની પર આપણુ કટ્રોલ નથી તો પછી તેની ફિકરમા અને ભયમા આપણો સમય અને શક્તિ શા માટે વેડફી નાખવી જોઈએ? અહીં મને હરિવશરાય બચ્ચનની કવિતાના બોલ યાદ આવે છે, ‘મન કા હો તો અચ્છા ઔર ના હો તો ઉસ્સે અચ્છા.’ એક વાત સૂર્યપ્રકાશ જેટલી સત્ય છે કે દુનિયાએ મુખ્યત્વે ચારથી પાચ વાર ભયાનક મદીનો સામનો કર્યો છે. બીજા મહાયુદ્ધ પછી ૧૯૭૫, ૧૯૮૨, ૧૯૯૧, ૨૦૦૮મા બધાએ તેનો અનુભવ કર્યો છે. જોકે તે પણ મદી પૂરી થઈ અને દુનિયા તેમાથી ઊભરી આવી અને આગળ નીકળી જ ગઈ ને. જીવનમા ઉતારચઢાવ જેવુ જ આ છે. તેમા અટવાઈ રહેવાનુ નહીં, તેના ભયમા અટવાઈ રહેવુ નહીં, તેની ચિંતા કરવાની નહીં. ઊલટુ, તેમાથી આપણને કઈ કઈ નવી તકો મળી રહી છે તે શોધવાની, આપણી શક્તિઓ ત્યા કામે લગાવવાની. આ હુ લખી રહી છુ તેટલુ આસાન નહીં હોય તે મને પણ ખબર છે, કારણ કે હુ પણ એક ઉદ્યોગ સાહસિક છુ અને તે સાથે હુ આ વીણા વર્લ્ડમા નોકરી જ કરી રહી છુ, જેથી અમારા ટીમ મેમ્બર્સ જોડે મારુ પણ ભવિષ્ય આ મદીમા આપણે શુ કરીશુ તેની પર આધાર રાખે છે. આવી ઉદાસીનતા લાવતી પળોને અમે એક શસ્ત્ર તરીકે ઉપયોગ કરીએ છીએ, અમે અમને જ પ્રશ્ન પૂછીએ છીએ, ‘જાદા સે જાદા ક્યા હો જાયેગા?’ હવે તો આપણે બહુ સારી પોઝિશનમા છીએ. ૨૦૧૩મા જ્યારે વીણા વર્લ્ડનો પાયો રચાયો ત્યારે શૂન્ય જ હતા ને. તો પછી હવે શા માટે ભયભીત થવાનુ. તે પરિસ્થિતિ પર માત કરી એ રીતે હમણા પણ કરીએ. બધાએ કમર કસીને કામે લાગવુ જોઈએ.’ પ્રામાણિક મહેનત-અથાક પરિશ્રમ ક્યારેય વેડફાતો નથી. અર્થાત ઓવર કોન્ફિડન્સમા જવાનુ નહીં. સમયનો વેડફાટ આપણને પાલવશે નહીં, પૈસાનો વેડફાટ ચાલશે નહીં, ડિસિઝન પેરાલિસિસ થવા દેવુ નહીં. આખો ખુલ્લી રાખીને-માથુ સાબૂત રાખીને બધા પરિણામોની ખાતરી કરીને સમયસર નિર્ણય લેવાના. ખોટા નિર્ણયો સુધારવાના. હમણા સુધીના જીવનની દોડધામમા ઘણી બધી બાબતો સસ્થા માટે, પોતાના માટે, કુટુબ માટે કરવાની રહી ગઈ હોય તો તે કરવા કદાચ આ સમય આપણને મળ્યો હશે તો તેનુ મદીમા પણ સોનુ કરીએ.

જતા જતા એક વાત યાદ આવી. એક બહુ લોકપ્રિય વડાવાળો હતો. તે ઉદ્યોગ પર તેનો સસાર વ્યવસ્થિત ખુશીથી ચાલતો હતો. તેમાથી તેના પુત્રને તેણે ઉચ્ચ શિક્ષિત કર્યો. પુત્ર વ્યવસાય સબધી સલાહ પિતાને આપતો. તેમા ૨૦૦૮ની મદી આવી. પુત્રએ પિતાને સાવધાન કર્યા. મદી આવી રહી છે, કટ્રોલ કરો. પિતાએ ભયભીત થઈને ધીમે ધીમે બટેટાની-તેલની ખરીદી ઓછી કરવાનુ શરૂ કર્યું. બિઝનેસ ઓછો થયો. પુત્રએ પિતાને કહ્યુ, ‘જુઓ, મેં તમને કહ્યુ હતુ ને કે મદી આવશે.’ પિતાને પુત્ર પર ગર્વ થયો. તે બનેને કોઈકે કહેવાની જરૂર હતી, ‘અરે મદી આવી તેથી તારો બિઝનેસ ઓછો થયો નહીં. મદીના ડરથી, તેની હોહામા અટવાઈને તમે જે કાઈ કર્યું તેનાથી તો તમારો બિઝનેસ ઓછો થયો.’ મદી કરતા મદીનો ભય જોખમી છે તે આ રીતે. લોગ ઐસા બોલતે હૈ. તે પરાપૂર્વથી અનત કાળ સુધી ચાલતુ આવ્યુ છે. તેમને બોલવા દો. તે બોલને ઉંબરઠાની બહાર રાખીએ. આપણે શુ કરી રહ્યા છીએ તે મહત્ત્વનુ છે. લેટ્સ ડુ અવર બેસ્ટ, નથિંગ ઈઝ પર્મનન્ટ, દિસ ફેઝ ઈફ ઈટ કમ્સ વિલ ઓલ્સો ગો. ઓલ દ બેસ્ટ ટુ ઓલ ઓફ અસ!

Gujarati

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.

*