Gujarati Language

રીઝન ટુ સેલિબ્રેટ

પરિસ્થિતિ આપણા હાથોમાં નથી તેથી જ તો સતત પરિસ્થિતિને અનુરૂપ આપણને મન:સ્થિતિ બદલવી પડે છે. આવા સમયે આવતી દરેક પળો મનથી શા માટે જીવવી નહીં જોઈએ? લેટ્સ સેલિબ્રેટ! અમે ખુશીથી આ વ્યવસાયમાં છીએ. ઉત્સવ એ અમારા વ્યવસાયનો મણકો છે. પર્યટકોની ઘરની સ્થિતિ અમારા હાથોમાં નથી, પરંતુ તેમની મન:સ્થિતિ આંશિક ખુશ કરવાનો જે માર્ગ અમે અમારા જીવનનું લક્ષ્ય બનાવ્યું છે તે સુખમય બને તેથી જ તો પ્રયાસોની આ પરાકાષ્ઠા ચાલુ છે

આપણો ભારત ઉત્સવપ્રિય છે, અર્થાત, આપણો ઉત્સાહ પણ કાયમ બુલંદી પર હોય છે અને શા માટે નહીં હોવો જોઈએ? આ ગીતની લીટી મને બહુ ગમે છે, ‘આનેવાલા પલ જાનેવાલા હૈ, હો સકે તો ઈસમે જિંદગી બિતા દો પલ જો યે જાનેવાલા હૈ.’ ચલો જિયે અપની જિંદગી. જીવન કઈ રીતે જીવવું તે માટે આજે એટલા બધા માર્ગ ઉપલબ્ધ થયા છે અથવા એટલી બધી વાતોની ભરમાર આપણી પર થઈ રહી છે કે મૂંઝવણમાં વધુ મુકાઈ જઈએ છીએ. આપણી આસપાસ ક્યારેય નહીં તેટલી પ્રચંડ માયાજાળ આપણે જ તૈયાર કરી રાખી છે, તેમાં તણાઈ જેવા પૂર્વે ભાનમાં આવવું જોઈએ અને સીધુંસરળ આનંદિત અને સંતોષી જીવન જીવવાનું તંત્ર આત્મસાત કરવા જોઈએ. તંત્રજ્ઞાને સુખ-સુવિધાઓનો દરિયો આપણી સામે ખુલ્લો કર્યો છે. કષ્ટમય જીવન સુખમય બન્યું છે. કામો ચપટી વગાડતાં થવા લાગ્યાં છે. પ્રચંડ સમય બચી રહ્યો છે, પરંતુ આ બચનારો સમય આપણે ક્યાં પસાર કરી રહ્યા છીએ તે તપાસી જોવું જોઈએ. ગયા અઠવાડિયે બોસ્ટનમાં રહેતો મારો મામિયાઈ ભાઈ સ્વપ્નિલ રાઉત પરિવાર સાથે મુંબઈમાં થોડા દિવસ આવ્યો હતો. મુલાકાત થયા પછી ગપ્પાંનું આદાનપ્રદાન કરતી વખતે ટિપિકલ ‘ઈન્ડિયા-અમેરિકા’ ‘તમારું- અમારું’… વાતો ચાલુ હતી ત્યારે સ્વપ્નિલની પત્ની ઉમાએ કહ્યું, ‘અમે એકમેક સાથે વાત કરીએ છીએ, ગેઝેટ્સથી દૂર રહીએ છીએ.’ દરેક સંવાદમાં કમસેકમ એક વિચાર અચૂક મળે છે. આ અમારા સંવાદનું તે જ હાર્દ હતું. ‘વી ટોક ટુ ઈચ અધર.’ આંદામાનમાં અમારો એક એસોસિયેટ અક્ષય રાવત છે. તેના હેવલેન્ડ આઈલેન્ડ પર એક રેસ્ટોરન્ટ છે, જ્યાં અમે જમવા ગયાં હતાં. પ્રવાસમાં ઓફિસનો સંપર્ક તૂટી ગયો હતો. આથી હાલચાલ જાણી લઈએ એવું વિચારીને ફોન હાથમાં લીધો અને વાય-ફાય કોડ શું છે તે પૂછવા માટે માથું ઉપર કર્યું અને ધ્યાન સામેની દીવાલ પર ગયું. ત્યાં મોટા અક્ષરોમાં લખ્યું હતું, ‘વી ડોન્ટ હેવ વાય-ફાય, ટોક ટુ ઈચ અધર.’ મને મારા ફોન પર અતિપ્રેમની થોડી શરમ લાગી અને ચૂપચાપ ફોન પર્સમાં મૂકી દીધો અને સૌની જોડે બોલકણો સંવાદ શરૂ કર્યો. અક્ષયને અભિનંદન આપતાં મેં કહ્યું, તેં આ દીવાલ પર આપેલી ફટકાર મને ગમી ગઈ. આજકાલ અમુક રેસ્ટોરન્ટ જમતી વખતે મોબાઈલ બાજુમાં મૂકીએ, તેની પાસે બિલકુલ ધ્યાન નહીં આપીએ અને જોડે આવેલા લોકો સાથે ગપ્પાં મારીએ તો બિલમાં દસ ટકાનું ડિસ્કાઉન્ટ આપવાનું શરૂ કર્યું છે. વ્હોટ્સ એપ પર બહુ અગાઉ ફોર્વર્ડ આવેલા બે ફોટો મને અહીં યાદ આવ્યા. એક દાદીને મળવા માટે બધાં પૌત્ર-પૌત્રીઓ આવેલાં હોય છે. બધા દાદીની આસપાસ પ્રેમથી બેઠેલાં હોય છે, પરંતુ દરેકનું માથું મોબાઈલમાં ખૂંપેલું અને દાદી હતાશાથી તેમની પાસે જોઈ રહી છે. બીજું ચિત્ર જાપાનના કે લંડનના એક રેલવે સ્ટેશનનું હતું. ટ્રેન માટે બહુ ભીડ જામેલી હતી. દરેક જણ મોબાઈલ પર બિઝી હતા. તેમાં એક માણસે સર્કલ કરીને બતાવ્યું હતું અને લખ્યું હતું, ‘એટ લાસ્ટ વી સ્પોટેડ અ મેડ મેન હુ વોઝ લૂકિંગ એટ ધ નેચર.’ અર્થાત, આ જોક તરીકે ફોર્વર્ડ હતો છતાં વર્ચ્યુઅલ વર્લ્ડને લીધે દુનિયામાં નિર્માણ થનારા મહાભયાનક રોગની જાણ કરી આપતો હતો તે નક્કી છે. સમયસર દરેકે પોતાને સંભાળી લેવાનું બહુ જરૂરી છે.

‘મેડ મેન લૂકિંગ ટુ ધ નેચર.’ આ જોક જોકે આપણે પ્રત્યક્ષમાં ઉતારીએ છીએ. પર્યટનને લીધે અમને એક ખુલ્લું દ્વાર મળી ગયું છે, જ્યાં માણસો મશીન બનવા પૂર્વે અમે તેમને ફરી માણસમાં લાવવા માટે અથવા રાખવા માટે થોડું યોગદાન આપી શકીએ છીએ. અને તેથી જ અમે આ પર્યટન વ્યવસાય કરતી વખતે ગમે તેટલા અગ્રેસિવ હોઈએ, કમર્શિયલી અમે આ બિઝનેસ કરતાં હોઈએ છતાં ભવિષ્યમાં આવનારા આ પ્રોબ્લેમને ટક્કર આપવાનો પ્રયાસ કરીએ છીએ. જસ્ટ ઈમેજિન, પોતાના મોબાઈલ સાથે ચોંટી રહેલી, લેપટોપ ખોળામાં લઈને પીઠના મણકા પર બોજ આપીને કલાકો સુધી બેસી રહેલી, ‘પિન ટુ એલિફન્ટ.’ બધું ઓનલાઈન ખરીદી કરવામાં પરોવાયેલી, ક્યાં કેટલું વધુ ડિસ્કાઉન્ટ મળે છે તે માટે કોમ્પ્યુટર સામે મીટ માંડીને કલાકો સુધી ચોંટી રહેલી આ જનરેશન અજાણતાં કેવા પ્રકારના ફિઝિકલ અને મેન્ટલ પ્રોબ્લેમ્સ નિર્માણ કરવાના છે તે ભગવાન જાણે. તે માટે જ પર્યટન વિશે ભરપૂર અવેરનેસ નિર્માણ કરવાની, આ યુવા જનરેશનને ખુરશી પરથી ઉઠાડીને નિસર્ગની નજીક લઈ જવાનું, નાના-મોટા પર્યટનના માધ્યમથી ઈતિહાસ, ભૂગોળ, નિસર્ગ, શિલ્પકળા, હસ્તકળા, માણસ માણસમાં વૈવિધ્ય, ભાષા, ભોજન વગેરે બધાનો અનુભવ આપવો તે અમે કરી રહ્યાં છીએ. આજે આ લેખ લખતી વખતે હું થાઈલેન્ડમાં છું. બેંગકોકમાં ગઈકાલે અમે પોણાત્રણસો મહિલાઓની ઈવેન્ટ અમે કરી હતી. તેમાં બધી યુવતીઓ હતી. એકંદરે સંપૂર્ણ માહોલ એટલો આનંદિત હતો કે પૂછો જ નહીં. આ યુવા જનરેશનમાંની યુવતીઓના ચહેરા પરની ખુશી મને સંતોષ આપતી હતી. તેઓ સતત વાતો કરતી હતી. ‘બહુ સારું લાગ્યું,’ ‘ઓફિસથી ટોટલી દૂર, રીતસર રિજ્યુવિનેટ થઈ ગયાં’ ‘વી સિંપ્લી ફ્રિક્ડ આઉટ’ ‘કેન યુ ટેક ઈન્સ્ટોલમેન્ટ્સ ફ્રોમ અસ અને અમને વર્ષમાં એ ટુર મસ્ટ કરી દો.’ એટલાં બધાં સજેશન્સ આપતી હતી કે પૂછો જ નહીં. જોકે મને સૌથી વધુ ખુશી તે વર્ચ્યુઅલ વર્લ્ડથી દૂર આવી હોવાની થઈ હતી. અને તે પિછાણ થકી મારો પર્પઝ કે અમારા પર્યટનમાં હોવાનો હેતુ વધુમાં વધુ ક્લિયર થતો હતો. કોઈ પણ વ્યવસાય ફક્ત પૈસા કમાવા માટે નહીં હોવો જોઈએ. તેમાંથી સમાજનો કોઈક પ્રોબ્લેમ દૂર કરાવો જોઈએ. અને જ્યારથી મન:પૂર્વક તેવા પ્રયાસો થાય છે ત્યારે સંતોષ મળે છે અને પૈસા પણ આવતા રહે છે. હેતુ સારો હોય, પ્રયાસ પ્રામાણિક હોય તો પૈસાની પાછળ પડવું પડતું નથી. તે આપોઆપ આવે છે.

સિંગલ્સ સ્પેશિયલ સંકલ્પના પણ વીણા વર્લ્ડ સાકાર થયા પછી અમે પ્રત્યક્ષમાં લાવી છે, જેનો એકમાત્ર હેતુ વીસથી પાંત્રીસ ઉંમરના યુવાન- યુવતીઓને તેમના રોજના ટેન્શન-સ્ટ્રેસ-ટાર્ગેટ્સ, એમ આ બધાથી દૂર કરવાનો અને નિસર્ગની નજીક લઈ જવાનો, હાયકિંગ ટ્રેકિંગ રાફ્ટિંગ જેવાં એડવેન્ચર ગેમ્સનો તેમને અનુભવ કરાવવાનો, કોમ્પ્યુટર અને મોબાઈલની બહારની દુનિયા સુંદર છે તેની તેમને પિછાણ કરાવવાનો છે. આપણે જીવંત છીએ તે નસીબ છે પણ તે જીવંત હોવાનું જીવંતપણું લાવવામાં પર્યટનના માધ્યમથી જે કાંઈ કરી શકાય તે કરવાનું બીડું અમે ઊંચકી લીધું છે. ‘બીઈંગ સિંગલ’ એ જો અનેકોએ પસંદ કરેલું એક સેલિબ્રેશન હોય તો તે સેલિબ્રેશનનો બેશ ઉડાવવા રીઝન આપવું તે વીણા વર્લ્ડની ફરજ છે. અમે મહિલાઓને આવું સેલિબ્રેશન વુમન્સ સ્પેશિયલના માધ્યમથી 11 વર્ષ પૂર્વે કરાવ્યું છે. તે સમયે સિનિયર્સને પણ જીવનનો ઉત્તરાર્ધ કેટલો સારો હોઈ શકે તે પણ સિનિયર્સ સ્પેશિયલ દ્વારા દાખલા સાથે બતાવી આપ્યું. આજે પણ હું થાઈલેન્ડની સિનિયર્સ સ્પેશિયલમાંથી આવેલાં, ખરા અર્થમાં યુવા થયેલાં યુવાનો- યુવતીઓનો બેસુમાર ઉત્સાહ હું અનુભવવાની છું. હું કેટલી લકી છું કે દર અઠવાડિયે મને આવી મહિલાઓ અને સિનિયર્સના ઉત્સાહમાં તરબોળ થવા મળે છે. વેલેન્ટાઈન ડેથી કોજાગીરી પૂર્ણિમા સુધી કોઈ પણ સીઝન તમારા સેલિબ્રેશનની હોય, વીણા વર્લ્ડ તમારી સંગાથે છે. હમણાં ડોરિસ ડેએ લખેલું ગીત યાદ આવે છે, ‘કે સેરા સેરા, વ્હોટ્સ એવર વિલ બી, વિલ બી…’ ફ્યુચર ઈઝ નોટ અ ર્સ ટુ સી કે સેરા સેરા… સેલિબ્રેટ એવરી મોમેન્ટ, લેટ્સ સેલિબ્રેટ લાઈફ!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

*