રિવોલ્યુશન

0 comments
Reading Time: 9 minutes

સ્પેસ, કોમ્યુનિકેશન, હેલ્થ કેર, એગ્રિકલ્ચર, ઈન્ટરનેટ દ્વારા આપણને જે પણ લાભ થયા છે તે જોતાં ‘આના કરતાં વધુ સુખ અને સુવિધા શું હોઈ શકે’ એવો પ્રશ્ન પૂછવાનું મન થાય છે. આપણે નસીબદાર છીએ, રિયલી બ્લેસ્ડ

આ નવું વર્ષ એક જાન્યુઆરી સોમવારે શરૂ થયું. નવું વર્ષ અને સોમવાર સમીકરણ એક વાર સુમેળ સાધે એટલે આપણી ખુશીનો કોઈ પાર રહેતો નથી. અને શા માટે આવું નહીં હોવું જોઈએ. અરે, અનેક સોમવાર અને અસંખ્ય એક તારીખની તો અમે જીવનભર વાટ જોતાં રહેતાં હતાં. કોઈ પણ નવું સારું કામ કરવા અમને સોમવાર અથવા એક તારીખની આવશ્યકતા રહેતી. ડાયરી લખવાની પ્રથા અમારા બાળપણમાં બહુ જ ‘ઈન સ્ટાઈલ’ હતી. ડાયરીમાં આપણા મનની વાત લખવાની, તે ડાયરી કોઈના હાથે નહીં આવે તેનું ધ્યાન રાખવું, જે પણ આપણા મનમાં એકદમ પ્રાઈવેટ છે તે પોતાની ડાયરી નામે બહેનપણીને રોજ રાત્રે કહેવાનું અને મન શાંત કરીને સૂઈ જવાની આ પદ્ધતિ છે. બોલીવૂડની ફિલ્મોમાં પણ ડાયરીને બહુ ફૂટેજ આપવામાં આવે છે. ક્યારેક તે ડાયરી ખોવાઈ જતી, ક્યારેક ખોટા માણસના હાથમાં લાગતી, તે ડાયરીને લીધે ગેરસમજ થતી તો ક્યારેક ગેરસમજ થઈ હોય તો તે દૂર થતી. આવી આ ડાયરી લખવાની મારે પણ શરૂઆત કરવી જોઈએ એ વિચારે મેં મારા જીવનની અનેક 30 અને 31 ડિસેમ્બર આઈડિયલ બુક ડેપો, દાદર અથવા એશિયાટિક, ચર્ચગેટ અથવા ક્રોસવર્ડ જેવાં સ્થળે વિતાવ્યા છે, કારણ કે એક તારીખથી ડાયરી લખવાની એટલે તે ડાયરી એકદમ નવી-કોરી હોવી જોઈએ, બરોબર ને. તે નવી-કોરી ડાયરીનાં પાનાંની સુગંધ લેવા સુધીનો આનંદ લેવાનો અભરખો રહેતો. મારી બધી લેખન, ભાવનાત્મક, માનસિક જરૂરતો પૂર્ણ કરનારી જે ડિઝાઈનર ડાયરી હોય તેની ખરીદી થતી અને આ ડાયરી મારા ટેબલ પર અથવા અભ્યાસના પુસ્તક પર એકાદ રાણીની જેમ બિરાજમાન થતી. મન પર મોરપીસ ફરતું હોય એવું મહેસુસ થતું, કારણ કે આવતીકાલે એક તારીખથી ડાયરી લખવાની શરૂઆત કરવાની હતી. મારું મન તો આગળનાં અનેક વર્ષ સુધી દોડતું, ‘20 વર્ષ પછી આ ડાયરીઝ વાંચવાની કેટલી મજા આવશે, આટલી ડાયરીઝ જમા થતાં એકાદ મોટું કબાટ કરવું પડશે. તેમાં દરેક વર્ષનાં ખાનાં કરવાં પડશે, કારણ કે કોઈ પણ વર્ષની, કોઈ પણ મહિનાની ડાયરી તાત્કાલિક મળી જવી જોઈએ બરોબર ને?’ આ ડાયરીમાં કેટલું અને શું લખવું? શું નહીં લખવું? બોલીવૂડની ફિલ્મની જેમ તે કોઈના હાથે લાગી તો. આવાં અનેક દ્વંદ્વ મનમાં શરૂ થતાં અને તેમાંથી બહાર પડીને એક તારીખે રાત્રે અમારી સવારી ડાયરી લખવા બેસતી. પહેલું પાનું-પહેલો શબ્દ-પહેલી લીટીની સુંદર અક્ષરોમાં શરૂઆત થતી. મનમાં કેટલું બધું જમા રહેતું, જેને લીધે પહેલું પાનું તરત જ પૂરું થઈ જતું અને પછી એવું મહેસૂસ થતું કે આટલાં નાનાં પાનાંમાં મારા વિચારો કઈ રીતે સમાઈ શકશે? પાનું હજું થોડું મોટું હોવું જોઈતું હતું. નેવર માઈન્ડ, આપણે આપણા વિચારોને થોડા વિષયને અનુસરીને રાખીએ એવું વિચારીને ત્રણ-ચાર દિવસમાં ડાયરીનાં એક-એક પાનાં વિષયને અનુસરીને ભરાતાં હતાં. પહેલા અઠવાડિયાનાં સાતેસાત પાનાં સરસ લખાયાં પછી મને પોતાની પર ગર્વ મહેસૂસ થવા લાગ્યો, બીજા અઠવાડિયામાં કામની વ્યસ્તતાને લીધે બે દિવસના ખાડા અને ઊંઘ એટલી આવતી કે પહેલા દિવસે નાનું લાગતું ડાયરીનું પાનું હવે બહુ મોટું લાગવા માંડતું. ત્રીજા અઠવાડિયામાં અમુક કારણસર ઘરે આવવામાં મોડું થતું અને માંડ બે પાનાં સુધી મજલ જતી હતી. 20 વર્ષની ડાયરીઝ માટે ખાનાંવાળો કબાટ મેં બનાવ્યો તો ખરો, પરંતુ 20 દિવસમાં જ હાર માની લેતી. નૂતન વર્ષના નૂતન દિવસે બધાં પુસ્તકોના માથે રાણીની જેમ બિરાજમાન થયેલી આ નૂતન ડાયરી તે પુસ્તકોના ઢગલામાં ક્યારે તળિયે જઈને પહોંચી તે સમજાયું નહીં. આટલું થવા છતાં દર વર્ષે નવી ડાયરી લેવાનો ઉત્સાહ તેટલો જ રહેતો અને 20 વર્ષ ડાયરી લખી નહીં, પરંતુ 20 વર્ષ મેં વર્ષાંતે નવી-કોરી ડાયરીની સતત ખરીદી કરી અને તેમાં સાતત્યતા જાળવી રાખી તેનો આજે પણ મને ગર્વ છે. હાસ્તો, કોઈકમાં તો સાતત્યતા રાખવી તે એટલું આસાન નથી, સીધાસાદા માણસનું તો તે કામ જ નથી, કારણ કે ફક્ત ડાયરી લખવાના પ્રકારમાં જ નહીં પણ આવું સાતત્ય મેં અનેક બાબતોમાં અબાધિત રાખ્યું છે. રોજ સવારે ચાલવા જવું, તે માટે નવાં શૂઝ અને જોગિંગ સૂટ્સની ખરીદી કરવી, રોજ સવારે જિમમાં જવું, તે માટે ટ્રેનિંગ-રનિંગ શૂઝ અને કપડાં ખરીદી કરવાં, સ્વિમિંગ તો આખા શરીરની કસરત હોવાથી સ્વિમિંગ કોશ્ચ્યુમ, કેપ, ગોગલ, સરોંગ વગેરે બાબતોનો વોર્ડરોબમાં સમાવેશ કરવો, એક તારીખથી મીઠું ખાવાનું છોડી દેવાનો સંકલ્પ કરવો જેવી બાબત દર વર્ષે હું રૂબાબભેર અચૂક શરૂ કરતી અને તેટલી જ અચૂક રીતે હું તે છોડી પણ દેતી હતી. છતાં સ્મોકિંગ અને ડ્રિન્કિંગની આદતો નથી તે સારું છે, નહિતર તે બાબતો આ છોડવાની યાદીમાં બિરાજમાન થઈ ગઈ હોત. એક્ચ્યુઅલી તેમાં મારો દોષ નથી. આ બધું કરતી વખતે ક્યાંક વાંચવામાં આવતું, ‘ઈટ્સ ઓકે, નોટ ટુ બી પરફેક્ટ!’ અથવા ‘વ્હેન યુ ડુ સચ થિંગ્સ, ઈટ શોઝ, યુ આર અ પરફેક્ટ હ્યુમન બીઈંગ.’ હવે હ્યુમન બીઈંગ નહીં હોવાનો થપ્પો કોણ માથે મારી લેશે? આથી દર વર્ષે આ પકડો-છોડો પ્રથા ચાલુ જ રહી.

હવે આજે મને ફરી એક વાર નવા જોશ સાથે કાંઈક શરૂ કરવું છે, કારણ કે આવતીકાલે સોમવાર અને એક જાન્યુઆરી, 2018નું સ્વાગત કરતી વખતે આટલું નવુંનક્કર વર્ષ તે જગપતિએ આપણી ઝોળીમાં નાખ્યું તે માટે કાંઈક કરવું જોઈએ નહીં? જોકે હું આટલાં વર્ષોમાં હવે ડાહી થઈ ગઈ છું. આવતીકાલે કાંઈક નવેસરથી અને સાતત્યતાથી શરૂ કરવા માટે કોઈ પણ ખરીદી મેં કરી નથી. કોઈ પણ રિઝોલ્યુશન હું કરવાની નથી. માણસને ક્યારેક આ રીતે જ ડહાપણ સૂઝતું હોય છે. નો રિઝોલ્યુશન એ જ વિચાર બહુ રિવોલ્યુશનરી છે એવું મને પોતાને લાગવા માંડ્યું છે. મનોમન પોતાની જ ખુશામત કરવાનો આ ઘાટ છે. અથવા, આદતસે મજબૂર, ‘રિવોલ્યુશન’ શબ્દ લખ્યો અને એકદમ અસંખ્ય વિચારો મનમાં જમા થવા લાગ્યા. યુગોયુગ થયેલાં રિવોલ્યુશન્સ આપણે સાંભળ્યા છે. અમેરિકન રિવોલ્યુશન, ચાયનીઝ રિવોલ્યુશન, ક્યુબન રિવોલ્યુશન, રશિયન રિવોલ્યુશન અને આપણી વધુ માહિતીનું ફ્રેન્ચ રિવોલ્યુશન તેમ જ ઈન્ડસ્ટ્રિયલ રિવોલ્યુશન, સોશિયલ રિવોલ્યુશન, ટેકનોલોજિકલ રિવોલ્યુશન વગેરે કોઈ પણ ક્રાંતિ કહો એટલે તે રાજ્યક્રાંતિ હોય, ઔદ્યોગિક ક્રાંતિ હોય કે તંત્રજ્ઞાનની ક્રાંતિ હોય, તે ક્યારેય આસાન નહોતી. ક્યારેક તે માટે લોહી રેડાયું તો ક્યારેક એક-એક પેઢીના પ્રયાસ ખર્ચાયા. જોકે આ અનેક જનરેશન્સે કિંમત ગણીને એક સુંદર દુનિયા આપણા સ્વાધીન કરી છે. સ્પેસ, કોમ્યુનિકેશન, હેલ્થ કેર, એગ્રિકલ્ચર, ઈન્ટરનેટ દ્વારા આપણને જે પણ લાભ થયા છે તે જોતાં ‘આના કરતાં વધુ સુખ અને સુવિધા શું હોઈ શકે’ એવો પ્રશ્ન પૂછવાનું મન થાય છે. આપણે નસીબદાર છીએ, રિયલી બ્લેસ્ડ. આજે આપણે ક્યાં છીએ? પછી તે સમાજનો એકદમ નિમ્ન સ્તર હોય તો પણ આપણને ક્યાં જવું છે તે આજે આપણે નક્કી કરી શકીએ છીએ, આપણી પાસે તે માટે અનેક ઓપોર્ચ્યુનિટીઝ અને ઓપ્શન્સ ઉપલબ્ધ છે. સખત મહેનતના જોરે આગળ આવેલા અનેકોના દાખલા આપણી આજુબાજુ જોવા મળે છે. એકાદ બાબત નક્કી કરાય, તેની પાછળ પડી રહીએ, તે માટે સખત મહેનત કરાય તો ઈચ્છિત સફળતાથી અને આર્થિક સધ્ધરતાથી કોઈ પણ વંચિત રહી નહીં શકશે એવી પરિસ્થિતિ છે. આ પરિસ્થિતિ આપણી અગાઉની પેઢીઓએ આપણા હવાલે કરી છે, જેનું આપણે જતન કરવાનું છે, વૃદ્ધિ કરવાની છે અને તે માટે આજે આ વર્ષના અંતે 31 ડિસેમ્બરે મારી નજરો સામે એક જ બાબત સતત આવ્યા કરે છે તે રિવોલ્યુશન છે. હું મારી જ વિરુદ્ધ ઊભેલી માનસિક ક્રાંતિ, મેન્ટલ રિવોલ્યુશન. વારસાહકમાં આપણને મળેલી આ સુંદર દુનિયાનું જતન કરીને ભાવિ પેઢી માટે તે વધુ સુંદર કરવાની આપણી અલિખિત જવાબદારી છે. તે માટે મારે મારું મન મક્કમ કરીને, સારા વિચારોને વાચા આપીને, આચરણને યોગ્ય દિશા આપીને કોઈ પણ પડકાર ઝીલવા માટે પોતાને તૈયાર કરવાનું છે. આનું પરિણામ નિશ્ચિત જ મારું આરોગ્ય સશક્ત બનવામાં પરિણામ બનશે. આટલી મોટી જવાબદારી સંભાળવા માટે ‘સર સલામત તો પગડી પચાસ’ એ કાયમ યાદ રાખવું જોઈએ. આજે મારા મનમાં છુપાઈ બેઠેલા બધા નકારાત્મક, પ્રેરણાહીન, ભીતિદાયક શયતાનનું નામોનિશાન મિટાવીને રીતસર ક્રાંતિ ઘડવી છે. જો રિવોલ્યુશન સફળ બનાવવામાં હું સફળ થઈ તો પાછલી પેઢીએ સોંપેલી મારી જવાબદારી સારી રીતે પાર પાડવા માટે હું તૈયાર થઈ જઈશ. મિલેનિયમમાં બદલાવ લાવતી વખતે, તેનો મીઠાં-મીઠાં અઢાર વર્ષમાં પ્રવેશ થતી વખતે હું મારી જ ક્રાંતિ ઘડી રહી છું અને આવનારું આયુષ્ય ઝીલવા માટે તૈયાર થઈ રહી છું, વધુ મજબૂત વધુ શક્તિશાળી બનીને. અને તમને પણ બધાને શુભેચ્છા આપી રહી છું. ‘હેપ્પી ન્યૂ ઈયર! લેટ્સ લિવ હેપ્પી, હેલ્ધી એન્ડ સ્ટ્રેસલેસ લાઈફ!’

Gujarati, Language

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.

*