યુનિફોર્મ

0 comments
Reading Time: 10 minutes

રિપબ્લિક ડે પરેડ જોવી એટલે આંખો, કાન અને મન માટે એક મિજબાની જ હોય છે. યુનિટી, યુનિફોર્મિટી, હાર્મની, સિન્ક્રોનાઈઝેશન, પ્રિસિશન, કોઓર્ડિનેશન આ બધું એકત્રિત એવો સુમેળ જોઈને ધન્ય થઈ જવાય છે. આપણા દેશ પ્રત્યેનો આપણો આદર આ પરેડને લીધે નિશ્ચિત જ વધી જાય છે. આર્મી-નેવી-એરફોર્સના ફ્લોટ્સ કે પ્રદર્શનો જોતી વખતે આપણા રોમરોમમાં એક આગવી ઊર્જા નિર્માણ થયાનું જણાય છે. શૌર્યપદકો સ્વીકારનારા આપણા જવાનો અથવા તેમના કુટુંબીઓને જોતી વખતે દેશપ્રેમ જાગૃત થવા સાથે પોતાના પૂરતું જીવન જીવનારા આપણા સ્વાર્થીપણાનો અહેસાસ આપણને થાય છે.

છવ્વીસ જાન્યુઆરીની રિપબ્લિક ડે પરેડ દરેક ભારતીયોએ જોવી જ જોઈએ. ખરેખર તો જે સમયે આ ભવ્ય-દિવ્ય પરેડ દિલ્હીમાં ચાલતી હોય છે ત્યારે આપણે બધા કોઈ સ્કૂલમાં, કોઈ સોસાયટીમાં, કોઈ ક્લબમાં તો કોઈ કંપનીમાં ધ્વજવંદન કરવામાં મગ્ન રહીએ છીએ. એટલે કે, કદાચ અમુક સિનિયર મોસ્ટ સિટીઝનને બાદ કરતાં બધા જ જે સમયે ટીવી સામે બેસવું જોઈએ તે સમયે ઘરમાં હોતા નથી. છવ્વીસ જાન્યુઆરી મને આપણા ભારતનો સૌથી મોટો તહેવાર લાગે છે. દિવાળીની પરોઢની જેમ બધાએ વહેલા ઊઠીને તૈયારી કરીને રિપબ્લિક ડે પરેડનો આગવો સમારંભ જોવા ટીવી સામે બેસી જવું જોઈએ. ‘આ પછી ક્યારેક જોઈશું’ એવું વલણ રખાય તો તે સમય ક્યારેય આવતો જ નથી. પ્લાનિંગ- ઓર્ગેનાઈઝિંગ-એક્યુરસી-કોન્સન્ટ્રેશન આ બધાની જાણે તે એક પાઠશાળા હોય છે. આપણા દેશમાં આપણા જેવા જ સામાન્ય માણસોએ જેમની તેમની કામગીરીમાં લાવેલી અસાધારણતા આપણને ભાવુક બનાવવા સાથે એક ઈન્સ્ટન્ટ ટ્રેનિંગ પણ હોય છે. એકાદ ફ્લોટ જોતી વખતે, આંખોથી તેનાં વખાણ કરતી વખતે આપણે તેમના ‘પ્લાનિંગ-સિલેકશન-રિહર્સલ-ડી ડે’ આ બધાનો અંદાજ લઈ શકીએ છીએ, તેમાંથી ઘણી બધી બાબતો જાણી શકીએ છીએ. હવે આ જ જુઓ ને, કોઈ પણ કામ કરતી વખતે જે કોન્સન્ટ્રેશનની- કોઓર્ડિનેશનની- એક્યુરસીની જરૂર હોય છે તે આપણે અહીંથી લઈ શકીએ. આજકાલ આપણા દરેકનો દિવસ આ નવા નવા અવરોધોની શરત હોય છે. વાતાવરણમાં જ એટલો કોલાહલ ભરેલો હોય છે કે કોઈ પણ કામ એકચિત્તે થવા માટે એક અલગ શક્તિ નિર્માણ કરવી પડે છે. આવા સમયે આ પરેડ યાદ કરવી, તેમાં ટીમ્સનું કોન્સન્ટ્રેશન આંખો સામે લાવવું અને આપણે આસપાસ ભૂલીને એક હાથે એક જ કામ પર એકચિત્ત થઈ જવું જોઈએ. મેં પોતે આ પ્રયોગ મારી પર કરી જોયો છે. ઈટ વર્કસ. લેટ્સ ટ્રાય ઈટ આઉટ વ્હેનેવર વી ફીલ ધેર ઈઝ ટૂ મચ ઓફ નોઈઝ ઈન દ સરાઉન્ડિંગ.

તે પરેડમાંથી વધુ એક બાબત ખાસ જોવા જેવી હોય છે તે છે અલગ અલગ રાજ્યોનાં અને દળોના અપ ટુ ડેટ યુનિફોર્મ્સ. ‘કડક ઈસ્ત્રી’ શબ્દ ખરા અર્થમાં આપણા સૈન્ય દળના યુનિફોર્મ તરફ જોતાં સમજાય છે અને અહીંનો આ યુનિફોર્મ એ ફક્ત યુનિફોર્મ નથી હોતો પણ તે એક એસ્પિરેશન અને ઈન્સ્પિરેશન હોય છે. દરેક ભારતીય જેના તેના જીવનમાં ક્યારેક એક વાર આ યુનિફોર્મ શરીર પર ચઢાવવાની આશા રાખતો હોય છે. આજે આઝાદી મળીને તોત્તેર વર્ષ થયાં પણ હજુ આ યુનિફોર્મ વિશે આદર થોડો પણ ઓછો થયો નથી. યાદ કરો, આપણે રેલવે સ્ટેશન પર અથવા એરપોર્ટ પર કંટાળેલી અવસ્થામાં વાટ જોતાં હોઈએ ત્યારે અમુક જવાનો કવાયત કરીને અથવા આપણી જેમ જ પ્રવાસી બનીને પણ તેમના યુનિફોર્મમાં આપણી સામેથી જઈ રહ્યા છે. આપણે બેઠાં હોઈએ ત્યાંથી જ આપણી નજર સ્થિર કરીએ, ક્યારેક ક્યારેક ઊઠીને ઊભા રહીએ, તક મળે તો તેમને શેકહેન્ડ કરીએ છીએ, કશું નહીં તો કમસેકમ મનમાં ને મનમાં તેમને તેમની સેલ્ફલેસ નિ:સ્વાર્થી દેશસેવા માટે ‘થેન્ક યુ વ્હેરી મચ’ કહીએ છીએ. તે પળે આપણે આપણું વ્યવહારી વાસ્તવ ભૂલી જઈએ છીએ. તે યુનિફોર્મ એ સમયે આપણને ઘણું બધું કહી જાય છે. લેહ લડાખમાં દર વર્ષે કમસેકમ ત્રણ વાર હું જાઉં છું. ત્યાં જતી વખતે યુનિફોર્મમાં આવા અનેક જવાનોને મન:પૂર્વક સલામ કરવાની ઉત્તમ તક મળે છે અને એકાદ તીર્થસ્થળની મુલાકાત કરતાં પણ વધુ સંતોષ આ દરેક લેહ લડાખની સફર અપાવે છે.

લગભગ સાત વર્ષ પૂર્વે વીણા વર્લ્ડની શરૂઆત થઈ ત્યારે અમારા ત્યાં ‘યુનિફોર્મ હોવો જોઈએ કે નહીં?’ આ એકદમ હોટ ટોપિક હતો. જહાલ, મવાળ અને ફાઈનાન્સ. આ ત્રણેય વિચારક જૂથ હતાં. એમનું પણ બરોબર, તેમનું પણ બરોબર, તમારું પણ બરોબર આ ત્રિશંકુ અવસ્થામાં અમે માથે હાથ મૂકીને બેઠાં હતાં. ફાઈનાન્સ ટીમનું કહેવું હતું, ‘સંસ્થા નવેસરથી શરૂ કરી રહ્યાં છો, હાથમાં પૈસા નથી, ટીમ માટે યુનિફોર્મ લાવવાના હોય તો આપણે, એટલે કે, સંસ્થાએ આપવા જોઈએ, અન્ય અનેક મહત્ત્વની બાબતો છે જે માટે પૈસા ઊભા કરવાના છે. યુનિફોર્મ હોય કે નહીં હોય, તેનાથી કોઈ ફેર પડશે? અને લાવવાનો જ હોય તો પછીથી, એટલે કે, થોડા પૈસા કમાવા લાગ્યા પછીથી લાવો. હમણાં જોકે શક્ય તેટલા પૈસા બચત કરો. પૈસાનો ઢોંગ કરી શકાય નહીં એ ધ્યાનમાં રાખો અને તેથી જ અમે હમણાં યુનિફોર્મ નહીં જોઈએ એ મત પર મક્કમ છીએ.’ જહાલ જૂથ એટલે કે, મોટે ભાગે યંગસ્ટર્સ હતા તેમણે તેમનો મુદ્દો રજૂ કર્યો, ‘યુનિફોર્મ પહેરવા માટે આ શું સ્કૂલ છે? ઈટ્સ નોટ ડન યાર! અમે યુનિફોર્મ સ્કૂલમાં માંડ પહેરતા હતા. નાના હતા ત્યારે અમને કશું સમજાતું નહોતું તેથી અને તે પછી સ્કૂલની શિસ્ત તરીકે. બળવાખોરીનો ધ્વજ લહેરાવતા આવડતો નહોતો તેથી અમે યુનિફોર્મ પહેરતા હતા. હવે તમે જ કહો કે તમારામાંથી કેટલા સ્કૂલમાં હતા ત્યારે યુનિફોર્મ પહેરવાનું ગમતું હતું? મોસ્ટ ઓફ અસ હેટેડ યુનિફોર્મ. આપણામાં એકતા મહત્ત્વની છે. યસ ફોર યુનિટી! ઓફફકોર્સ, પણ તે માટે એકસરખો હઠ્ઠ શા માટે? યુનિફોર્મિટી ઈઝ શિયર બોરડમ! વિવિધતા એ આપણા ભારતના દરેક પ્રાંતની વિશિષ્ટતા છે. આપણામાંથી દરેક જણ અલગ અલગ છે. દરેકના વિચાર અલગ અલગ છે, તે તેવા હોવાનું સ્વાતંત્ર્ય આપણા દરેકને છે અને તે સંસ્કૃતિ આપણી છે એ અમે જાણીએ છીએ અને તે જ લઈને આપણે આગળ જવાનું છે. જોકે તે માટે બાહ્ય દેખાવ એટલે કે, યુનિફોર્મ હોવાની આવશ્યકતા નથી. લેટ ઈચ વન વેર વ્હોટ હી ઓર શી વોન્ટ્સ! અમેરિકા બધાની આગળ છે તે આપણને માન્ય છે, તે પ્રોગ્રેસિવ ક્ધટ્રી છે તે તેમણે બતાવી દીધું છે, તે અમેરિકા એટલે ઞજઅ શું કહે છે જાણો છો? ‘યુનિફોર્મિટી ઈઝ નોટ દ કી ટુ સકસેસ એન્ડ ગ્રોથ!’ સ્કૂલોએ પહેલા જ અમને એકસમાન વિચાર કરવાનું શીખવીને અને યુનિફોર્મને લીધે એકસમાન દેખાઈને ઘણું બધું નુકસાન કર્યું છે. તે દિવસ હવે પૂરા થયા છે. અહીં અમને દરેકને અલગ વિચાર કરવાનો છે, અલગ દેખાવાનું છે. વી આર ગ્રોન અપ, વી આર અગેન્સ્ટ યુનિફોર્મ,’ આ જહાલ મતવાદીઓની બોલતી બંધ કરી હતી. હવે મવાળ ધોરણવાળા કઈ રીતે મુદ્દો રજૂ કરશે એ પ્રશ્ન હતો, કારણ કે તેમના વિરોધમાં પૈસાવાળા નહીં પણ પૈસા નહીં હોય અને જહાલ એમ બંને મક્કમ વિરોધી હતા. તેમણે બોલવાની શરૂઆત કરી, ‘આપણી પાસે પૈસા નથી એ વાત માન્ય છે અને આપણે દરેક જણ સ્વતંત્ર વિચારના સ્વતંત્ર ભારતના આધુનિક નાગરિક છીએ, આપણને બધી જ બાબતમાં બધા પ્રકારનું સ્વાતંત્ર્ય છે એ પણ તેટલું જ સાચું છે. યુનિફોર્મ શા માટે નહીં જોઈએ તે વિશે તમારા વિચાર વાજબી છે અને તે ગળે પણ ઊતરે છે, પરંતુ તેમ છતાં યુનિફોર્મ હોવા જોઈએ એવો અમારો આગ્રહ છે અને તેનાં કારણો નીચે મુજબ છે. એક-આપણે સેવા ક્ષેત્રમાં, એટલે કે, સર્વિસ ઈન્ડસ્ટ્રીમાં છીએ, જ્યાં ઘણાં બધાં ઠેકાણે યુનિફોર્મ હોય છે. દેશની સેવા કરનારા આપણા દરેક દળના જવાનોને જોઈએ તો આપણને યુનિફોર્મનું મહત્ત્વ સમજાશે. જવાનો નિ:સ્વાર્થી રીતે ભારતીયોની દેશસેવા કરે છે. આપણે વ્યવહારુ દૃષ્ટિથી પણ મનથી આપણા પર્યટકોની સેવા કરીએ છીએ. આથી આ ક્ષેત્રમાં આપણો યુનિફોર્મ હોવો જોઈએ એવું અમને લાગે છે. બે-પર્યટકોને અલગ અલગ દેશ બતાવવા અને તે માટે તેમની સંગાથે આપણા ટુર મેનેજરનું હોવું તે આપણા બધાનું મળીને એક મહત્ત્વનું કામ છે. આ ટુર મેનેજર જો યુનિફોર્મમાં નહીં હોય તો પર્યટકોએ તેમને ઓળખવાનું કઈ રીતે? ગિરદીમાં શોધવાનું કઈ રીતે? એટલે જ ટુર મેનેજર માટે એક બ્રાઈટ કલરવાળો યુનિફોર્મ હોવો મહત્ત્વપૂર્ણ હોવા સાથે અનિવાર્ય છે. આથી જ ટુર મેનેજર યુનિફોર્મ ઈઝ અ મસ્ટ! ત્રણ-જો ટુર મેનેજર માટે યુનિફોર્મ અનિવાર્ય હોય તો પછી તેમની સાથે ખભેખભા મેળવીને તેમની પડખે સતત રહેતી ટીમ યુનિફોર્મમાં નહીં હોય તો ભેદભાવ ગણાશે, શિયર ડિસ્ક્રિમિનેશન! ‘લેટ્સ ગ્રો ટુગેધર’નો નારો લઈને જન્મેલી વીણા વર્લ્ડને તે ચાલશે? ચાર-યુનિફોર્મ પહેર્યો એટલે બધાએ એકસમાન વિચાર કરવો જ એવું થોડું જ છે. અનેક અલગ અલગ વિચારોની-જેના તેના કામમાં એક્સપર્ટ રહેલા આવા આપણે બધા એકત્ર આવ્યા છીએ કાંઈક સારું કરવા માટે, જેથી દરેકનું અનોખાપણું એ જ આપણી સ્ટ્રેન્થ છે જેનું જતન કરવાનું છે – વધારવાનું છે, જેમાં આપણે બધા યુનિફોર્મમાં એકસરખા દેખાઈએ તો શું થયું? પાંચ- આપણી સંસ્થા પાસે હાલમાં જેમ પૈસા નથી તેમ આપણા અનેક પાસે પણ રોજ અલગ અલગ ફેશનનાં કપડાં પહેરવા માટે ક્યાં ઢગલો પૈસા પડ્યા છે? જેમને ફાવશે તેઓ અપ ટુ ડેટ આવશે, જેમને નહીં ફાવે તેમણે શું કરવાનું? અન્યોનાં સારાં સારાં કપડાં જોઈને આપણી પરિસ્થિતિને મનોમન દોષ આપીને દુ:ખી થતા રહેવાનું? છ – બહુ હિંમતથી, શૂન્યમાંથી આપણે કાંઈક નિર્માણ કરવા માટે નીકળ્યા છીએ, તે માટે આપણે આપણી સંસ્કૃતિ, નીતિનિયમો, મૂલ્ય નક્કી કર્યા છે તે બધાને જોડનારી એક બાબત આપણા બધાને જોઈએ અને તે છે એક સાદા ટી-શર્ટના સ્વરૂપમાં, જેને ‘યુનિફોર્મ’ કહેવાય છે. આ એક સમાન ધાગો રહેશે આપણા બધાની ધ્યેયપૂર્તિની આપણી આગેકૂચમાં આપણને એકત્ર રાખનારો, ઓન અવર ટોઝ રાખનારો, રાઈટ ટ્રેક પર રાખનારો, આપણાં નીતિમૂલ્યોની યાદ કરાવી આપનારો. સાત હાલના ફેશનના યુગમાં યુનિફોર્મ કોઈને ‘આઉટડેટેડ થોટ’ લાગશે પણ આપણે એવું કામ કરવાનું કે આ યુનિફોર્મ આજે સાદો લાગે તો પણ આગળ જતાં તે પ્રાઈસલેસ બની જશે. જે ક્ષેત્રમાં આપણે છીએ ત્યાં તે ઊડીને આંખે વળગે અને પર્યટકોને તે પણ ગમી જાય. મવાળોએ શાંતિથી એક-એક મુદ્દો રજૂ કરીને બધાનાં મન જીતીને બાજી મારી અને વીણા વર્લ્ડના યેલો ટી-શર્ટનો જન્મ થયો.

Gujarati

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.

*