Gujarati Language

મને લાગ્યું…

અમે વીણા વર્લ્ડમાં એક દીવાલ પર એડવર્ડ દી બોનોની સિક્સ હેટ્સ બિરાજમાન કરી છે, જે અમે કોઈ પણ પ્રોજેક્ટ પર નિર્ણય લેતી વખતે ધ્યાનમાં લઈએ છીએ. આ હેટ્સ નિર્ણય પ્રક્રિયાના સમયે બધી બાજુથી વિચાર કઈ રીતે કરવો તેનું માર્ગદર્શન કરે છે. નિર્ણય ક્યારેય એઝમ્પશન્સ પર, ગટફિલિંગ પર અથવા અધૂરી માહિતી પર લેવાય છે તો તેનું થવાનું હોય તે જ થાય છે.

ગયા અઠવાડિયે મારો મોબાઈલ ગુમ થઈ ગયો. મિટિંગમાંથી આવી હતી તેથી તે સાઈલન્ટ મોડ પર વાગી રહ્યો હતો પણ ક્યાં હતો તે સમજાતું નહોતું. બધી જગ્યાએ શોધ્યો પણ મળ્યો જ નહીં. ઘણી વાર શોધાશોધ કરવામાં વિતાવ્યા પછી મેં નક્કી કર્યું કે હવે મળે ત્યારે મળે. લેટ્સ સી, આપણે કેટલો સમય મોબાઈલ વગર રહી શકીએ છીએ. હા, એટલે કે, તે પણ એક ઓપોર્ચ્યુનિટી હતી, જે જબરદસ્તીથી મારી પાસે આવીને કહેતી હતી, ‘તું મોબાઈલ નામે વ્યસનને કેટલી આધીન થઈ ગઈ છે તે જાણવા માટે પોતાને ચેક કર?’ મેં મારો મોબાઈલનો શોધ અટકાવ્યો. ઓફિસ, ઘરે બધું વ્યવસ્થિત, ઠીકઠાક હતું. મારા મોબાઈલને લીધે મારું અને કોઈનું કશું જ અટક્યું નહીં.

કશું અટક્યું નહીં પણ આ ગુમ થયેલા મોબાઈલને લીધે એટલા એઝમ્પશન્સ સામે આવ્યા કે પૂછવું જ શું. મોબાઈલથી છુટકારો થવાથી ઘરે આવીને ક્રાઉન સિરિયલના બે ભાગ રહી ગયા હતા તે જોયા. આમ છતાં મારો સમય બચી ગયો. દેવદત્ત પટનાયકનું લીડર નામનું પુસ્તક પૂરું કરવાનું મુહૂર્ત મળતું નહોતું તે પણ વાંચી કાઢ્યું અને છતાં મારા સાડાદસ વાગ્યાના રોજના સમયે સૂઈ ગઈ. તે સમયે આ મોબાઈલ આ રીતે જ ગુમ રહેવા દે એવું લાગ્યું. તે મોબાઈલ પર કેટલો સમય જાય છે એ મને નવેસરથી સમજાયું હતું. બીજા દિવસે સાંગલીનાં અમારા સ્નેહી કલેકશન શ્રી વી એસ કાળમ અને તેમને પુત્ર દેવવ્રત ઘરે આવ્યા હતા. યુએસ વિઝા માટે એપોઈન્ટમેન્ટ હતી તેથી સુધીરે, ‘બ્રેકફાસ્ટ એકત્ર કરીશું’ કહીને આગ્રહ કરતાં મેં પણ હા પાડી દીધી. આથી ઓફિસમાં આવવા માટે મોડું થશે એવું કોઈને જણાવ્યું જ નહીં. થોડી બેદરકારીભરી વર્તણૂક કરીએ ને. રોજ પરફેક્ટ, ઓર્ગેનાઈઝ્ડ વર્તણૂકથી આમ પણ કંટાળો આવ્યો હતો. રિઝોલ્યુશન નહીં, રિવોલ્યુશન નહીં પણ એક સવારે થોડું કેરલેસ વર્તણૂક એવી હતી જાણે ‘ન્યૂ યરનું સેલિબ્રેશન હોય.’

કાળમ પરિવારને યુએસ વિઝા મળ્યો હોવાથી ‘વિઝા’ વિષય પર ગપ્પાં એટલાં ચગ્યાં કે પૂછવું જ શું. ઓલમોસ્ટ અડધા દિવસે અમે ઓફિસમાં પહોંચ્યાં. કેબિનમાં ઠરીઠામ થયાં અને એક-એક કરતાં મેનેજરો કેબિનમાં આવવા લાગ્યા. દરેકના ચહેરા પર ચિંતા હતી. શિલ્પાને પૂછ્યું, ‘શું થયું?’ મને લાગ્યું કે, ‘તમને હોસ્પિટલ વગેરેમાં એડમિટ કરી દીધાં કે શું? ગઈકાલે તમને પીઠમાં સિવિયર કેચ આવ્યો હતો. તમે ફોન ઊંચકતાં નથી અને સુધીરસર પણ ફોન ઊંચકતા નથી.’ એનીએ કહ્યું, ‘આજે મુંબઈ બંધની જેમ મોબાઈલ બંધ કરીને તમે અમને આરામ આપી રહ્યાં છો કે કેમ એવું લાગ્યું,’ ‘મને શું લાગ્યું’ તેની અમારા પ્રોજેક્ટ એન્ડ કમ્પ્લાયન્સ મેનેજર ભાવનાની આ ચરમસીમા હતી. ‘તમે બંને ફોન ઉપાડતાં નહોતાં તેથી મેં સુરેશ ડ્રાઈવરને પૂછપરછ માટે વ્હોટ્સએપ કર્યો તો તેનો વન લાઈન મેસેજ આવ્યો, ‘ઘરે કલેકટર આવ્યા છે, પહોંચવા માટે મોડું થશે.’ આથી દરોડા પડ્યા છે કેમ? અને તેમણે તમારો ફોનબોન કાઢી લીધો છે, હવે તમારી કેવી અવસ્થા?’ ‘ભાવનાએ બોલીવૂડની વધુ ફિલ્મો જોઈ છે તેનું આ પરિણામ હતું.’ એઝમ્પશન્સ પ્રિઝમ્પશન્સ ચાઈનીઝ વ્હિસ્પર્સ એમ બધી બાબતો એકત્ર આવી હતી અને એક બહુ હસીમજાકનો માહોલ તે દિવસે તૈયાર થયો. તેના પર હસવાનું આવવું તે નેચરલ છે. જોકે મને શું લાગી શકે એ બતાવીને વિચાર કરવાની ફરજ પાડનારો પણ એક ભાગ હતો.

વાસ્તવિકતા શું છે તે ખબર નહીં હોવા છતાં આપણે પોતાના મન અનુસાર, અનુભવ અનુસાર અને કલ્પના અનુસાર અટકળો બાંધીએ છીએ. તે આવી હાસ્યાસ્પદ હોય તો ઠીક છે પરંતુ આ સાદા દાખલા પરથી આપણને દેખાય છે કે વાસ્તવિકતા અને લાગવું તેમાં કેટલો મોટો ફરક છે. ખરેખર તો મારી જવાબદારી સુધીરના ફોન પરથી મારો ફોન ગુમ થયાની અને ઘરે મહેમાન આવ્યા હોવાની માહિતી મેનેજર્સ ગ્રુપને આપવાની હતી અથવા સુરેશે ‘ઘેર મહેમાન આવ્યા છે’ એવું કહ્યું હોત તો ભાવનાના ફિલ્મી મને લીધેલી ઊંચાઈ અને તેને લીધે નિર્માણ થયેલા ફિકરના વાતાવરણ પર અંકુશ આવી શક્યો હોત. શિલ્પાએ તો મને ડાયરેક્ટ હોસ્પિટલમાં એડમિટ કરી દીધી, કારણ કે તેને જ ખબર હતી કે મને પીઠનું કેચ હતું. કોઈકે કહ્યું છે કે કાંઈ પણ આવું ‘લાગવું’ એક સાદી પદ્ધતિ આચરણમાં લાવવી જોઈએ અને તે ‘પૂછવાની’ પદ્ધતિ છે.

અમે વીણા વર્લ્ડમાં એક દીવાલ પર એડવર્ડ દી બોનોની સિક્સ હેટ્સ બિરાજમાન કરી છે, જે અમે કોઈ પણ પ્રોજેક્ટ પર નિર્ણય લેતી વખતે ધ્યાનમાં લઈએ છીએ. આ કલરફુલ થિન્કિંગ હેટ્સ જે કહે છે કે અમે તપાસીને જોઈએ છીએ અને અનુભવ એવો છે કે આ પદ્ધતિનો ઉપયોગ કરીને લીધેલો નિર્ણય મોટે ભાગે બરોબર નીવડે છે. રેડ હેટ-ઈન્ટયુશન, ગ્રીન હેટ ક્રિયેટિવિટી, યેલો હેટ- ઓપ્ટીમિઝમ, વ્હાઈટ હેટ-ફેક્ટ્સ એન્ડ ફિગર્સ, બ્લેક હેટ-ક્રિટિકલ થિન્કિંગ, બ્લુ હેડ-પ્રોસેસ કંટ્રોલ, હવે મારી બાબતમાં કહું તો હું ક્યારેક ઓવર એક્સાઈટમેન્ટમાં, ગટફિલિંગથી અથવા ઈમોશનલ થઈને નિર્ણય લઉં છું એવું કહેવાય છે. તો પછી આ ડ્રોબેક મારા ધ્યાનમાં આવ્યા પછી મેં આજુબાજુમાં આ હેટ્સ પહેરાવીને ટીમને બેસાડી તે નિર્ણય તપાસી જોવા માટે હતો.

‘મને લાગ્યું’ આ બાબત મૂળ વાસ્તવિકતા સાથે જોડેલી હોવી જોઈએ. પરિસ્થિતિ સંપૂર્ણપણે સમજીને આપણે તેના પર બોલવું જોઈએ. અહીં મને ડેલ કાર્નિગોના પુસ્તકમાંનું એક વાક્ય યાદ આવે છે, ‘કોઈની પણ ટીકા કરવી નહીં, કારણ કે કદાચ તે પરિસ્થિતિમાં તમે પણ તેવી વર્તણૂક કરી હોત, બાબત દેખાય તે જ હોય એવું કાયમ બનતું નથી.’ અફવા, ગોસિપ્સ પણ ‘મને લાગે છે’ એ જ વંશનો પ્રકાર છે. નકારાત્મક દૃષ્ટિકોણવાળા માણસો તે નિર્માણ કરે છે અને મૂરખ માણસો તે ફેલાવવા માટે મદદ કરે છે.

આ નવા વર્ષમાં તમે કોઈ પણ રિઝોલ્યુશન કર્યો નહીં હોય તો કોઈ પણ નિર્ણય લેવા પૂર્વે  એઝમ્પશન્સ, પરસેપ્શન્સ, બાયસ આ બાબતોથી છુટકારો કરી લો. એક ફોર્વર્ડ યાદ આવે છે. ”Why do you always insist on taking the hard road?” I replied, ‘’Why do you assume I see two roads?”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

*