Gujarati Language

ફ્લેક્સી ફ્રીડમ

ઘણી બધી મહિલાઓને લગ્ન થયાં પછી અથવા બાળકો થયા પછી ઘરે કોઈ સંભાળનારું નહીં હોવાથી કરિયર જતું કરવું પડે છે. જોકે બાળકો મોટા થયા પછી શું? આ પ્રશ્ર્ન અચૂક સામે આવીને ઊભો રહે છે. ટેલેન્ટ બહુ હોય છે, પરંતુ જવાબદારીઓને લીધે આગળ જઈ શકાતું નથી અને પછી કંટાળો-ડિપ્રેશનનો ત્રાસ શરૂ થાય છે. આ મહિલાઓએ તેમની ટેલેન્ટ વેડફી નહીં નાખતાં ફરીથી કરિયરની શરૂઆત કરવી જોઈએ, પરિવારજનોએ તેમને સાથ આપવો જોઈએ.

માનવી ખરા અર્થમાં એક દિવસમાં કેટલું કામ કરી શકે છે? વધુમાં વધુ અભ્યાસુઓનું કહેવું છે કે અઢી કલાક, અમુક લોકો કહે છે કે ચારથી પાંચ કલાક, જ્યારે અમુક કહે છે કે છથી સાત કલાક. આ ખરા કામના છ-સાત કલાક હોય છે તેની આગળ માનવીની ક્ષમતા પૂરી થાય છે અને તે કામ કરી શકતો નથી. અમુક લોકો વધુ આગળ વધીને કહે છે, ‘જે લોકો એવું કહે છે કે હું દિવસમાં અઢારથી વીસ કલાક કામ કરું છું તેઓ પોતાને છેતરી રહ્યા છે અથવા દુનિયાને.’ તેમના મતે ‘ખરું કામ’ એટલે એકાગ્રતાથી હાથના કામ પર કયાંય ધ્યાન વિચલિત નહીં કરીને કામ પૂર્ણ કરવા માટે કરવામાં આવેલી મહેનત. તેમાં ઈન્ટરનેટ સર્ફિંગ, ચેટિંગ અને સહયોગીઓ સાથે મારેલાં ગપ્પાં જેવી અનેક અનપ્રોડક્ટિવ બાબતોનો સમાવેશ નથી. તેના પર જેટલો વધુ અભ્યાસ કરવામાં આવે તેટલું તેમાંનું ખરાપણું ખબર પડવા લાગ્યું અને મને પણ સહેજ એવું થવા લાગ્યું કે આપણે પણ ક્યારેક મનમાં ને મનમાં ખુશ થયાં કે, ‘હું પણ દિવસમાં પંદરથી સોળ કલાક કામ કરું છું,’ એવી પોતે જ નિર્માણ રેલી અથવા કોઈકે, ‘કેટલું કામ કરે છે?’ એવી કરેલી ખુશામત પર. ઉપરની થિયરી મુજબ વિચાર કરીએ તો સો કોલ્ડ સોળ કલાકમાં ખરા કામના કલાક સોળ નહીં જ હોય અથવા નહોતા જ એવું મેં જાતે જ આકલન કર્યું અને એ પણ યાદ આવ્યું કે જ્યારે જ્યારે આવા ‘લોન્ગ વર્કિંગ ડેઝ’ અમે આખી ટીમે મળીને કામ કર્યું ત્યારે બીજા દિવસે એકદમ થાકી જવાતું હતું, બીજા દિવસ ખરેખર અનપ્રોડક્ટિવ જતો અથવા ઘસડાઈ જતો. નો ડાઉટ, આપણે આ રીતે અનેક વાર દિવસરાત કામ કરીએ છીએ. ક્યારેક તો ડેડલાઈન મેચ કરવાની જરૂર હોય છે, જ્યારે ક્યારેક આપણી સામે રાખવામાં આવેલું કામ વધુ હોય છે. જોકે આ વિષયમાં જ્યારે જ્યારે ઊંડાણમાં ગઈ ત્યારે એવું જણાયું કે ‘આપણે અમુક કલાક કામ કરીએ છીએ એવો ડંકો વગાડવાનું પહેલા બંધ કરવું જોઈએ, કારણ કે શારીરિક અને માનસિક રીતે તે શક્ય નથી અને આજની વૈશ્ર્વિક સ્પર્ધાના યુગમાં ટકી રહેવું હોય તો સૌપ્રથમ હૃષ્ટપુષ્ટ જીવન અથવા તંદુરસ્ત શરીર કમાવાનું, માનસિક સંતુલન વ્યવસ્થિત રાખવું મહત્ત્વનું છે અને તે માટે આપણા બંધારણે અને સરકારે કામના કલાકોની જે મર્યાદા રાખી છે તે બરોબર છે એ વાત ગળે ઊતરવા લાગી. આને કહેવાય ‘મોડેથી આવેલું ડહાપણ.’ અમારી એક મેનેજરને સારું લાગતું નહોતું તેથી અમુક મેડિકલ ટેસ્ટ કરાવવા માટે ડોક્ટરે કહ્યું. બધા રિપોર્ટસ નોર્મલ આવ્યા પછી અમે બધાએ રાહતનો શ્ર્વાસ લીધો પણ તે સાથે ડોક્ટરો તેણીને ડોક્ટરે જે ઔષધોપચાર કર્યો તે તેણીને આઠ કલાક શાંતિથી ઊંઘ આવે તે માટેનો હતો. આજકાલ ત્રણ મહિના આ ઔષધોપચારથી રોજ આઠ કલાક ઊંઘ કાઢવાની અને પછી તેણીને તે આદત પડશે અને ઓછી ઊંઘને લીધે શરીરની જે હાનિ થઈ છે તે દૂર થશે, તેણી ફરીથી ફિટ એન્ડ ફાઈન થઈ જશે. વાહ!આ પ્રકારના ઉપાય બધાને લાગુ પડે છે ને. કહેવાય છે કે એકાદ બાબત એકવીસ દિવસ સળંગ કરાય તો તેની આદત પડે છે અને નેઉ દિવસ કરવામાં આવે તો લાઈફસ્ટાઈલ બની જાય છે. અમારાં પાર્લાનાં ડોક્ટર સરિતા ડાવરેને ડોક્ટરને બદલે ‘લાઈફસ્ટાઈલ ચેન્જિંગ એક્સપર્ટ’ કહેવાનું મને વધુ ઉચિત લાગે છે. તેઓ કહે છે, ‘રાત્રે દસ વાગ્યે સૂઈ જવું અને સવારે પાંચ વાગ્યે ઊઠવું, રોજ એકથી દોઢ કલાક કસરત, એટલે કે, શારીરિક એક્ટિવિટી કરવાનું મસ્ટ છે. જો તમને આ ફાવતું હોય તો જ મારી પાસે આવો.’ અને આ આદત પડી જાય છે બરાબર ઙ્ગે, લાઈફસ્ટાઈલ ચેન્જ થાય છે. અર્થાત, બેએક વર્ષમાં ડિરેલમેન્ટ થાય પછી ફરીથી ડોક્ટરની સોટી સામે જઈને ઊભા રહેવાનું અને ગાડી પાટા પર લાવવાની. આવુંં મારું જ નહીં પણ અનેકનું ચાલુ છે. જોકે એકંદરે સાતથી આઠ કલાક ઊંઘ આપણા દરેક માટે મસ્ટ છે એ બોટમલાઈન છે.

સો! સરકારે આંકી આપેલી કામની મર્યાદા આઠ કલાક ડેસ્ક વર્ક વત્તા લંચબ્રેક અથવા કોઈ પણ આવા નાના બ્રેક્સ છે. વીણા વર્લ્ડ કલ્ચરમાં અમે પણ એક બંધન એવું રાખ્યું છે કે સરકારે આપેલા નિયમોની જેમ કામ કરવાનું, ક્યાંય ડિફોલ્ટ કરવાનું નહીં, થવા દેવાનું નહીં. આ જ રીતે આરંભથી બધા માટે આઠ કલાક ડેસ્ક વર્ક વત્તા લંચ બ્રેક પિસ્તાળીશ મિનિટ આ બાબતનું અમે સખતાઈથી પાલન કરીએ છીએ. હાલમાં ગયા મહિને અમે ‘સન્ડે ઓફિસ બંધ’ નિર્ણય પણ લઈ લીધો છે. આ વિશે વિગતવાર માહિતી મેં અગાઉ આપી દીધી છે. ‘સન્ડે બંધ’ કરવાનું કારણ અમારી એપ્રિલની મેનેજર્સ મીટ હતી. અગાઉ બધા સેલ્સ સ્ટાફે ઉત્સાહમાં અમને સન્ડે કામ ચાલુ રાખવું છે કહીને પાછળ પડ્યા હતા અને તેનું ધારેલું જ પરિણામ આવ્યું. ટોટલ ચર્નિંગ આઉટ. સંપૂર્ણ રોજના કામમાંથી બ્રેક આપનારી એક રવિવારની રજા દરેક માટે મસ્ટ છે. શરીરને અને મનને આરામ મળવો જ જોઈએ. રવિવારે ઓફિસનું કામ છોડીને બીજું કાંઈક અલગ મનગમતું કામ કરો અને રિફ્રેશ થઈને સોમવારે ઓફિસમાં આવો, ઓર્ગેનાઈઝ્ડ પદ્ધતિથી કામ કરો અને ઉત્સાહમાં રોજ સમયસર ઘરે જાઓ એ પદ્ધતિ મને પોતાને ગમે છે, પરંતુ સેલ્સના સન્ડે ઓપનના ઉત્સાહ સામે મેં ઓબ્જેકશન લીધું નહીં, કારણ કે મને ખબર હતી કે તેઓ જ એક દિવસ મારી પાસે આવીને ‘સન્ડે બંધ’ માટે કહેશે. આથી હજુ પણ અમુક લોકો સન્ડે ઓપન જોઈએ કહીને માથું ઉપર કાઢી રહ્યા છે પણ વેટો ઉપયોગ કર્યો છે, કહ્યું, ‘નાઉ એન્જોય રેન્સ!’

આ જ મેનેજર્સ મીટમાં અમારા માઈસ ડિવિઝનના અજય ઘાગે વધુ એક બાબત નવેસરથી ધ્યાનમાં લાવી કે ‘ગમે તે કરો પણ સવારે પોણાદસનો ઈનટાઈમ પકડવા માટે જે દોડધામ, ભાગદોડ થાય છે તે જોઈને ક્યારેક ક્યારેક ડર લાગે છે કે ક્યારેક કોઈક આ દોડધામમાં પડીબડી ગયા તો શું થશે. આ સાથે અમારી ઓફિસના બિલ્ડિંગમાં અનેક ઓફિસીસ ઓપન થઈ રહી છે તેથી ફક્ત અમારા સાડાપાંચસો-છસ્સો લોકો નહીં પણ બે હજાર કરતાં વધુ લોકોનો ‘ઓફિસ ઈન ટાઈમ’ સમય એક જ છે. આપણે કોઈક નવો માર્ગ કાઢી શકીએ કે?’ હૂં…. આ નવો ઈશ્યુ હતો. અમારી ઈન્ટરનેશનલ કોન્ટ્રેક્ટિંગ હેડ મોનિકા કર્ણિક અથવા એર ડિપાર્ટમેન્ટની તૃષિતા શિંદે અને તેના જેવી અનેક માતાઓ, જેમના બાળકો નાના છે તેમની રિક્વેસ્ટ આવવાનું શરૂ થયું હતું કે તેમને ઓફિસનો ટાઈમ બદલીને મળી શકે કે તે વિશે. સો, એકંદરે, અનેકોના સેટ ‘દસથી છ’ ઓફિસ ટાઈમ સગવડદાયી હોય એવું નથી તે ધ્યાનમાં આવ્યું. એટલે કે, ઓફિસ ટાઈમ બદલવો તે સમયની જરૂર હતી. તે સાથે ક્યારેક લેટ થયા અથવા ઘરની જવાબદારીઓને લીધે ઘણી બધી લેટ થવા લાગે ત્યારે ઈન ટાઈમ ચૂકી જવાને લીધે અનેકોને ગિલ્ટી ફીલિંગ આવતી. જ્યારે ટીમ તરીકે આપણે કામ કરીએ છીએ ત્યારે આવું નહીં થવુ જોઈએ. ગિલ્ટ ઈઝ ટૂ બેડ! તો એકંદરે કાર્યાલયમાં કામ કરનારી મહિલાઓને ખાસ કરીને ચેન્જ ઈન ઓફિસ ટાઈમની જરૂર હતી. (અમારી પાસે ટુર મેનેજર્સમાં વધુમાં વધુ સંખ્યા જેન્ટ્સની છે જયાર કાર્યાલયમાં મહિલાઓની). કોઈકને ઘરની જવાબદારી છે તો કોઈકને બાળકોના સ્કૂલનો અથવા ઘોડિયાઘરનો સમય સંભાળવાની જરૂર છે. કોઈક એવી પણ છે જેમને અમુક એજયુકેશનલ ક્લાસીસ અથવા કોલેજ કરવી છે અથવા ટ્રેનની ગિરદીના સમય ટાળવો છે. અર્થાત અનેક કોર્પોરેટ ઓફિસીસે અને મલ્ટીનેશનલ કંપનીઓએ ‘ફ્લેક્સી ઓફિસ અવર્સ’ની શરૂઆત કરી હતી. તેમનો અમારી એચઆર ટીમે અભ્યાસ કરીને એક પ્રેઝેન્ટેશન આપ્યું. અમુક કોર્પોરેટ્સની પદ્ધતિ અગિયારથી પાંચની હતી તે ગમી. આ ‘કોર ટાઈમ,’ તેમાં બધા જોઈએ, એટલે કે, મહત્ત્વની મિટિંગ્સ-કામો તે સમયે કરી શકાય છે. તેને આધારે આવા વર્કિંગ અવર્સ મેચ કરવાનું સર્વાનુમતે નક્કી થયું. સો બધાની સગવડદાયી બને એવો અમે ૦૮.૪૫થી ૧૦.૪૫નો ઈન ટાઈમ અને લંચ પકડીને એકંદર સમય આઠ કલાક પિસ્તાળીશ મિનિટનો કર્યો. સેલ્સ ઓફિસીસ માટે ૦૯.૪૫થી ૧૦.૪૫ એવો ફલેક્સી ટાઈમિંગ કર્યો. વધુ એક બાબત ‘સેલ્ફ ડિસિપ્લીન’ હેઠળ તેમને કરવા માટે કહ્યું તે હતું પોતાનો ઈન ટાઈમ-આઉટ ટાઈમ નક્કી કરો. નહિતર સવારે જાગ્યા પછી આપણને શિસ્ત સાથે કામો નિપટાવવાની જે આદત હોય છે તે તૂટ્યા પછી સંભ્રમાવસ્થા આવશે. હવે ઈન ટાઈમ ચૂકી જવાનો ડર રહ્યો નથી. એટલે કે, ટૂંકમાં ફ્લેક્સી ટાઈમનું ફ્રીડમ મળ્યું છે, પરંતુ આ ફ્રીડમ બરોબર ઉપયોગ નહીં કરાય તો અશિસ્ત કેળવાશે. તે થવા દેવું નથી. એક્ચ્યુઅલી ફ્રીડમ એટલે વધુ રિસ્પોન્સિબિલિટી. વધુ સંભાળીને આગશ વધવું પડે છે. સવારે જાગ્યા પછી તે દિવસનું ટાર્ગેટ સામે દેખાવું જ જોઈએ. ‘ગમે ત્યારે જઈશું અને ગમે ત્યારે આવીશું’ એવું ચલતા હૈ એટિટ્યુડ એકંદરે તે વ્યક્તિના પરફોર્મન્સ પર અસર કરશે, જેને લીધે ‘ફ્લેક્સી ટાઈમ’ સંકલ્પના સમજી લઈ સંભાળીને ઉપયોગ કરવો એવો અનુરોધ છે. વધુ એક બાબત એ કરાઈ કે ‘નો રેગ્યુલરાઈઝેશન’ ઈન ટાઈમ-આઉટ ટાઈમ. સંપૂર્ણ રીતે મશીન કહેશે તેના પર રેગ્યુલેશન. મેનેજર એપ્રુવલ, બાયસ-અનબાયસ ફીલિંગ, મેનેજર્સને પણ સતત ચિંતા… હા કોને કહેવાનું અને ના કોને કહેવાનું? આ જ રીતે લીવ એપ્રુવલ માટે પણ વેડફાતો ટાઈમ આ બધી બાબતોને નાબૂદ કરી. મોટી સંસ્થાઓમાં આ બાબત હોય જ છે, પરંતુ નાનામાંથી મોટા બનવાની તરફ આગેકૂચ કરતી વખતે આપણે આ ફેરફાર કરવા પડે છે.

અમે શક્યતો ‘વર્ક ફ્રોમ હોમ’ને પણ ના કહીએ છીએ, અનલેસ ઈમરજન્સી હોય કે ઓર્ગેનાઈઝેશનની જરૂર હોય તો મ્યુચ્યુઅલ અંડરસ્ટેન્ડિંગથી આવી સુવિધા કરાશે પણ આ પ્રમાણ બે ટકાથી પણ નીચે રાખવું. ઘરે હોય ત્યારે પરિવારજનોને સમય આપો અને ઓફિસમાં હોય ત્યારે ઓફિસનાં કામોને અગ્રતા આપો. બંનેની ભેળસેળ કરવામાં આવે તો મૂંઝવણભરી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. તેને જેટલું દૂર રાખી શકાય તેટલી તે રાખવી. આવી બાબતો સોર્ટ આઉટ કરતી વખતે આગેકૂચ કરવાનું તે જ તો જીવન છે. આજની ભાષામાં તેને સ્ટાઈલમાં ‘સોર્ટેડ’ કહેવાય છે. આજકાલ બંને જોબ પર હોય છે, બલકે તે જરૂર જ છે. ફ્લેક્સી ટાઈમને લીધે ‘હું બાળકને સ્કૂલમાં મૂકી આવું છું, તું લઈને આવજે’ એવી ‘એકબીજાને મદદ કરીશું’ એવી ઘડી પણ જરા વ્યવસ્થિત કરી શકાશે તે પણ ફાયદો છે. સ્ટ્રેસ કઈ રીતે ઓછો કરવાનો છે તેના કરતાં સ્ટ્રેસ આવે જ નહીં તેની પર કામ કરવાનું વધુ મહત્ત્વનું છે.

ઘણી બધી મહિલાઓઙ્ગા લગ્ન થયાં પછી અથવા બાળકો થયા પછી ઘરે કોઈ સંભાળનારું નહીં હોવાથી કરિયર જતું કરવું પડે છે. જોકે બાળકો મોટા થયા પછી શું? આ પ્રશ્ર્ન અચૂક સામે આવીને ઊભો રહે છે. ટેલેન્ટ બહુ હોય છે, પરંતુ જવાબદારીઓને લીધે આગળ જઈ શકાતું નથી અને પછી કંટાળો-ડિપ્રેશનનો ત્રાસ શરૂ થાય છે. આ મહિલાઓએ તેમની ટેલેન્ટ વેડફી નહીં નાખતાં ફરીથી કરિયરની શરૂઆત કરવી જોઈએ, પરિવારજનોએ તેમને સાથ આપવો જોઈએ. વધુ એક મહત્ત્વની બાબત એ છે કે મહિલાઓ ભલે કરિયર અધવચ્ચે જ છોડ્યું હોય તો પણ ઘરની જવાબદારી સંભાળતી વખતે આપણું નોલેજ વધતું રહેવું જોઈએ. નેવર બી આઉટડેટેડ! કારણ કે કરિયરનો ફરીથી શુભારંભ કરતી વખતે તે બહુ કામ આવે છે ફ્લેક્સી ઓફિસ અવર્સ આવી મહિલાઓને લાભદાયી નીવડશે એવું લાગે છે. અમે પણ આવી મહિલાઓ પાસેથી એપ્લિકેશન્સ મગાવી છે. ‘લેટ્સ લૂક ફોર્વર્ડ ટુ અ બેટર લાઈફ, મિનિંગફુલ લાઈફ!’

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

*