ધ બોલ્ડ એન્ડ ધ બ્યુટિફુલ!

0 comments
Reading Time: 11 minutes

‘શું કશું અટક્યું છે કે ત્યાં જ જવું છે? અરે, તારી સામે આખો ભારત છે અને તે ઓછો પડતો હોય તો દુનિયા છે ને! તો પછી ત્યાં જ જવાનો આગ્રહ શા માટે? તું સાંભળશે નહીં પણ કહેવાની મારી ફરજ છે…’ મારે ત્યાં જવું છે! એવું કહેતાં જ આ સંવાદ ઘેર ઘેર ચાલુ થઈ જાય છે. ના કહીએ તો પણ તેનું એક છૂપું દબાણ આવે છે, પરંતુ એક વાર સવારી ફતેહ થાય એટલે પછી જે ખુશી મળે છે તેનું વર્ણન શબ્દોમાં કરવાનું અશક્ય છે.

પરમદિવસે હું ફરી લેહ લડાખમાં જઈ રહી છું. આજકાલ વર્ષમાં મારી ત્રણ ફેરી લેહ લડાખમાં થાય છે. એક મે મહિનામાં, એક કારગિલ વિજય દિવસ, એટલે કે, ૨૬ જુલાઈ દરમિયાન અને એક સ્વાતંત્ર્ય દિવસના સમયગાળામાં. લેહ લડાખની દરેક મુલાકાત પછી વીણા વર્લ્ડનો વિજયી ધ્વજ આકાશમાં વધુ ઊંચે લહેરાયાની એક આગવી અનુભૂતિ થાય છે, જે આગળની આગેકૂચ માટે ઊર્જા આપે છે. વુમન્સ સ્પેશિયલની લેહ લડાખ સહેલગાહમાં તો હું ખાસ હાજરી આપું છું, કારણ કે સાત વર્ષથી સત્તર વર્ષની અમારી મહિલાઓ ત્યાં હિંમતપૂર્વક આવેલી હોય છે. દરેકે ઘરવાળાઓની દૃશ્ય-અદૃશ્ય કાળજીનો સદૃશ્ય વિરોધ સહન કરેલો હોય છે. છૂપી ચિંતા તેના પણ મનમાં ઘર કરીને હોય છે. પહેલા દિવસે લેહમાં પહોંચ્યા પછી, એક્લમટાઈઝેશન પ્રોસેસમાં ડર પણ લાગે છે, પરંતુ સહેલગાહ જેમ આગળ જાય છે તેમ કાળજી ક્યાંય ભાગી જાય છે. ખુશીની લહેર રોમેરોમમાં સળવળવા લાગે છે અને સહેલગાહ પૂરી થાય એટલે ‘યસ આઈ હેવ ડન ઈટ!’ની વિજયી ખુશી દરેકના ચહેરા પર જોવા મળે છે. ડર કે આગે જીત હૈ, આ કોઈક જાહેરાતમાંની લાઈન ખરી લાગે છે. ગયાં પાંચ વર્ષમાં પંદરસોથી વધુ મહિલાઓને લેહ લડાખની સફર કરાવીને, તે સો ટકા સફળ કરી બતાવવામાં અમારા ટુર મેનેજર્સે કોઈ પણ કસર બાકી રાખી નથી. આજે લેહ લડાખની આ સહેલગાહમાં આપણા જવાનો સાથે મુલાકાત, અત્યંત ખડતર પરિસ્થિતિનો મુકાબલો કરીને આપણી સીમાનું રક્ષણ કરવાની, વાદળ-પવન-વરસાદ-ઠંડી જેવા બધા ખરાબ વાતાવરણ સાથે સુમેળ સાધીને દુર્ગમ વિસ્તારમાં ખડેપગે પહેરો ભરવાની તેમની જીદ બધાને હતપ્રભ કરી નાખે અને આપણો પણ જીવન તરફ જોવાનો અભિગમ બદલાય જાય છે, હકારાત્મક રીતે તે વ્યાપક બને છે. છ-સાત મહિનાનું જીવન ખુલ્લેઆમ જીવવાનું અને બાકી ચાર-પાંચ મહિના ઘરમાં બંધિયાર રહેવાનું અથવા સ્થળાંતર કરવાનું એ સ્થાનિકોનું જીવન પણ ઘણું બધું શીખવી જાય છે. પેશન્સ એટલે શું તે જો અનુભવવું હોય તો લડાખમાં જવું જોઈએ, તેમની વચ્ચે રહેવું જોઈએ, મોબાઈલ- ઈન્ટરનેટ સિવાય પણ રહી શકાય છે તેનો અનુભવ પણ થાય છે. લેહ લડાખ એક આધુનિક તીર્થક્ષેત્ર છે, એવું મને લાગે છે અને તેથી જ આ ઊર્જાનું સ્થાન દરેક મહિલાએ જોવું જોઈએ તે માટે મારો આગ્રહ હોય છે. અર્થાત જેટલી વધુ મહિલાઓ આ લેહ લડાખ મિશનમાં સામેલ થઈ રહી છે તેટલી અવેરનેસ વધી રહી છે અને દર વર્ષે લેહ લડાખમાં ફેમિલી ટુર્સમાં અને વુમન્સ સ્પેશિયલમાં જતી મહિલાઓની સંખ્યા વધી રહી છે. ભારતના આ ટોચ પરના દુર્ગમ વિસ્તારમાં ટુરીઝમ વધારવા માટે વીણા વર્લ્ડ અમારા આ બધા પ્રકારના પર્યટકો દ્વારા મોટું યોગદાન આપી રહી છે તેનો પણ ખરા અર્થમાં ગર્વ છે અને તે માટે પર્યટકો પ્રત્યે હું કૃતજ્ઞતા વ્યક્ત કરૂં છું.

લેહ લડાખ મહિલાઓની એક આગવી ટુર છે તેમ વુમન્સ સ્પેશિયલ સંકલ્પના અફલાતૂન છે. છેલ્લાં બાર વર્ષમાં સતત આ સહેલગાહ હું કરી રહી છું. જોકે ક્યારેય આ સહેલગાહમાં મને કંટાળો આવ્યો નથી ‘અબ બસ હો ગયા’ એવી ભાવના અમારા કોઈના મનમાં આવી નથી, કારણ કે દરેક સહેલગાહ સાથે વુમન્સ સ્પેશિયલની લોકપ્રિયતા વધી રહી છે. ‘દિલ માંગે મોર’ સહેલગાહ મહિલાઓના આનંદિત આગ્રહથી જ વીણા વર્લ્ડ શરૂ થયા પછી આંદામાન નેપાળ ભૂતાન રાજસ્થાન શિમલા મનાલી અમૃતસર નોર્થ ઈસ્ટથી ઈન્દોર સુધીની શોર્ટ ટુર્સનો ઉમેરો થયો છે અને મહિલાઓનું અખંડ પર્યટન શરૂ થયું છે. તે પૂર્વે યુરોપ અમેરિકા અને થાઈલેન્ડની જ સહેલગાહ હું કરતી હતી, પરંતુ હવે તેની વ્યાપ્તિ ઓસ્ટ્રેલિયા, સ્કેન્ડિનેવિયા, રશિયા સુધી પહોંચી છે. યુરોપ અમેરિકાની વુમન્સ સ્પેશિયલમાં આવેલી મહિલાઓને મળવા વર્ષમાં બે વાર અથવા ક્યારેક ક્યારેક ત્રણ વાર મારી સ્વિટ્ઝર્લેન્ડ અને સાન ફ્રાન્સિસ્કો અથવા લોસ એન્જલસની ટ્રિપ હોય છે. આ મહિનાઓ ઉપરાંત પણ મારે જવું છે. આ પછી જોકે ભારતની વુમન્સ સ્પેશિયલનો, રાજસ્થાન નોર્થ ઈસ્ટ આંદામાન શિમલા મનાલી અને નેપાળ ભૂતાન એમ પાડોશી દેશોની વુમન્સ સ્પેશિયલનો સિલસિલો શરૂ થાય છે. અર્થાત હવે સપ્ટેમ્બરમાં અને ડિસેમ્બરમાં ‘ઓલ ટાઈમ ગ્રેટ’ સાઉથ ઈસ્ટ એશિયા, એટલે કે, સિંગાપોર થાઈલેન્ડ મલેશિયા સહેલગાહ દર વર્ષની જેમ છે જ. હજુ પણ જેમણે વિદેશપ્રવાસનાં શ્રીગણેશ કર્યાં નથી તેમણે ગણપતિ પછી વુમન્સ સ્પેશિયલ થાઈલેન્ડ, મલેશિયા, સિંગાપોરની સહેલગાહ કરવાની ઉત્તમ તક છે, તે ગુમાવશો નહીં. આમાંથી અમુક સહેલગાહમાં તમને મળવા માટે હું ઉત્સુક હોઉં છું અને આવવાની જ છું. મારી મુલાકાત એકાદ સહેલગાહમાં ક્યાંક થઈને રહેશે.

મહિલાઓનું પર્યટન વધી રહ્યું છે તેમ હવે એક બાબત કરવાનું પણ ક્રમપ્રાપ્ત છે એવું મને લાગે છે અને તે છે મહિલાઓએ પોતાના પર્યટનનું એક સમયપત્રક બનાવવું જોઈએ અને તે અનુસાર પ્રવાસ કરવો જોઈએ. પ્રવાસ ખુશી આપે છે, પ્રવાસ વ્યક્તિત્વનો વિકાસ કરે છે, પ્રવાસથી આત્મવિશ્વાસ વધે છે એ બધું હવે તમે અમે બધા જ જાણીએ છીએ. આપણે બધાએ તે અનુભવ્યું છે, તે વિશે બોલવાની જરૂર નથી. એક જીવનમાં સાતેય ખંડ સહિત સો દેશ જો વ્યવસ્થિત પ્લાનિંગ કરવામાં આવે તો જોઈ શકાય છે. અર્થાત આ તો અનુભવી પર્યટકોનું કામ છે. જોકે પહેલા પચ્ચીસ દેશ અને પાંચ ખંડ પછી પચાસ દેશ અને સાત ખંડ અને પછી હજુ પણ પર્યટનનું ઘેલું હોય તો પંચોતેર દેશ જોઈ શકાય છે. હવે આટલા દેશ જોવાના એટલે પ્રશ્ન પૈસાનો આવી જાય છે. તો તે માટે પણ નિયોજન જરૂરી છે. લાતુરના શિક્ષક બાબા ભાતંબ્રેકરનો દાખલો હું અનેક વાર આપું છું કે આ વ્યક્તિએ પોતાના દરેક પગારમાંથી સાઈઠ ટકા ઘરખર્ચ માટે, દસ ટકા ઔષધોપચાર માટે અને ત્રીસ ટકા પર્યટન માટે અલગ રાખી મૂક્યા અને આજે તેમણે એન્ટાર્કટિકા સહિત સાતેય ખંડ, એંશીથી વધુ દેશ અને બે-ત્રણ વાર એવરેસ્ટ બેઝ કેમ્પ કર્યું છે.  પર્યટન પેશન અને મિશન હોય તો ૬૦+૧૦+ ૩૦ આ ટકાવારીથી કશું જ અશક્ય નથી એવું તેમણે બતાવી દીધું છે. આથી પર્સનાલિટી ડેવલપમેન્ટની કાર્યશાળા આ પર્યટનના પ્રાંતમાં દરેકે પ્રવેશવાની જરૂર છે, તેનું પ્લાનિંગ કરવાની જરૂર છે.

દરેક મહિલા સુંદર છે અને આ સૌંદર્ય ખીલવવા માટે વુમન્સ સ્પેશિયલે પણ યોગદાન આપ્યું છે એવું હું ગૌરવભેર કહી શકું છું. છેલ્લાં બાર વર્ષમાં તે ટ્રાન્સફોર્મેશન મેં જોયું છે. આચારવિચારમાં પહેરવેશમાં આગેકૂચ કરવા માટે વુમન્સ સ્પેશિયલ શરૂ થઈ. જેણે મહારાષ્ટ્રની બહાર પગલું મૂક્યું નથી તેને કમસેકમ ગોવામાં લઈ જવાનું, જેણે દેશની બહાર પગલું મૂક્યું નથી તેને કમસેકમ થાઈલેન્ડ સિંગાપોર અથવા યુરોપની સેર કરાવવાની અને જેણે ઓલરેડી પર્યટન શરૂ કર્યું છે તેને વિશ્વ પ્રદક્ષિણા કરાવવાની, સપ્તખંડની સેર કરવામાં મદદ કરવાની તે જ વુમન્સ સ્પેશિયલનો મુખ્ય ધ્યેય છે. આ જ રીતે નવવારીમાંથી છવારી, છવારીમાંથી પંજાબી, પંજાબીમાંથી મિડી મેક્સી ગાઉન વનપીસ, શોર્ટસ સ્કર્ટસથી એકદમ સ્વિમિંગ કોશ્ચ્યુમ્સ પહેરીને બિંધાસ્ત જીવનનો આનંદ લેવાનો એટલે આપણે કોઈ પાપ કરતાં નથી, પરંતુ તે કમસેકમ એક વાર કરવાનું જરૂરી છે એવો વિચાર મનોમનમાં કેળવાવા લાગ્યો. શરૂઆતમાં ‘હું એકલી સહેલગાહ પર નીકળી રહી છું’ વાત આવે એટલે પહેલા ઘરવાળાનાં અને પછી પાડોશીઓનાં ભવાં ઊંચકાતાં હતાં. મહિલાઓ પણ સહેલગાહમાં પરિવાર છોડીને, ખાસ કરીને બાળકો- છોકરાઓને છોડીને એકલી આવી રહી છું એવું એક ગિલ્ટ લઈને જ આવતી હતી. એકાદ સારા કાર્યક્રમના સમયે ઘરની યાદ આવતાં આંખોમાંથી પાણી આવી જતાં. આપણે અહીં મજા મારી રહ્યાં છીએ, બાળકોનું કઈ રીતે ત્યાં ચાલતું હશે? આપણને આવી વર્તણૂક શોભે ખરી, આવો વસવસો તેને રહેતો હતો. ધીમે ધીમે ચિત્ર બદલાયું. વર્ષના સાત-આઠ દિવસ બહાર જવામાં શું વાંધો છે. થોડો બદલાવ, થોડું રિફ્રેશમેન્ટ અને થોડું રિજુવિનેશન મહત્ત્વનું છે તેનું ભાન થવા લાગ્યું અને ગિલ્ટ ઓછું થયું. ઘરનાઓને પણ આ ‘બ્રેક’ જરૂરી છે તેવું મહેસૂસ થવા લાગ્યું અને તેમણે મન:પૂર્વક ટેકો આપવાનું શરૂ કર્યું. પાડોશીઓનાં ઊંચકાયેલાં ભવાં નીચે આવ્યાં અને હવે તો હું અને મારી પાડોશણ મળીને ગ્રુપમાં સહેલગાહમાં આવવાનું શરૂ થયું છે. તાજેતરમાં પિયરિયાપણું ઓછું થયું છે પણ આ આધુનિક પિયર અમને વધુ ગમી રહ્યું છે. વધુ એક બાબત એવી પણ જણાઈ કે સહેલગાહમાં બનેલી બહેનપણીઓનું હાલમાં એકત્રિત પર્યટન શરૂ થયું છે. સિલસિલો જારી છે આ વુમન્સ સ્પેશિયલનો અને મહિલા પર્યટનનો.

‘આય એમ બ્યુટિફુલ, આય એમ બોલ્ડ, આય એમ ધ ક્વીન એન્ડ આય લવ માયસેલ્ફ’ અમારી વુમન્સ સ્પેશિયલનો કોન્સેપ્ટ છે. હું મારું જીવન ખુશીથી જીવી રહી છું, તું તારું જીવન ખુશીથી જીવ અને તે માટે બંનેએ એકબીજાની મદદ કરવી જોઈએ અને જીવનની આ આનંદિત સફરમાં સહભાગી થઈએ એવો આ સીધેસીધો મામલો છે, જે વુમન્સ સ્પેશિયલમાં જીવવામાં આવે છે અને આગળ તે જીવનમાં પણ કામ આવે છે. જીવન નાનું છે, તે બધા માટે તેટલું જ સહેલું છે અથવા તેટલું જ મુશ્કેલ છે, તે ઝીલવાનું છે અને તેમાં અમુક ઊણપો તો રહેવાની જ છે, પરંતુ તે હસતાં હસતાં ઝીલવા માટે હકારાત્મક મનોવૃત્તિ જાગૃત કરવાનું બળ આ વુમન્સ સ્પેશિયલમાં એકબીજી પાસેથી એકબીજીને મળતું રહે છે. ‘નિર્ધાસ્ત-બિન્ધાસ્ત- બોલ્ડ’ આ નારો અમે લગાવીએ છીએ છતાં આટલાં વર્ષોમાં ક્યારેય આ વુમન્સ સ્પેશિયલની લેવલ નીચે ગઈ નથી. ડિસન્સી, ડિગ્નિટી અને સુરક્ષિતતાની બાબતોનું બહુ જ ઉત્તમ રીતે જતન કરવામાં આવ્યું છે અને વુમન્સ સ્પેશિયલ પરનો વિશ્વાસ વધતો જ જાય છે. ઘરવાળાઓ પણ લેહ લડાખ હોય કે લંડન, ઓસ્ટ્રેલિયા હોય કે અમેરિકા હોય, માતાને, દાદીને, સાસુને, બહેનને, દીકરીને, પુત્રવધૂને એકલી મોકલવામાં ક્યારેય ડર લાગ્યો નથી. ‘આટલી બધી મહિલાઓ એકત્ર સહેલગાહ પર જાય છે ત્યારે તેમની વચ્ચે ઝઘડા નથી થતા?’ આ પ્રશ્ન મને અનેક વાર પૂછવામાં આવે છે. જોકે આ રીતે ઝઘડાઝઘડી કરવા માટે સમય જ ક્યાં રહે છે? હું મારી અંદર તલ્લીન રહું છું. પોતાની પાસે જોવાનો આટલાં વર્ષમાં આવો સમય જ ક્યાં મળ્યો હતો? પોતાના લાડ કરવાનો? સજવાધજવાનો? રૂઆબ છાંટવાનો? હિયર ઓન ટુર વી આર ડેમ બિઝી! નો ટાઈમ ફોર એની પિટી ઈશ્યુઝ! અરે આ બોલ્ડ એન્ડ બ્યુટિફુલ મહિલાઓને સહેલગાહમાં સ્માઈલ ક્વીન, સ્ટાઈલ ક્વીન, એટિટ્યુડ, કોન્ફિડન્સ… તેમ જ મિસ વીણા વર્લ્ડ ક્રાઉન મેળવવાનો હોય છે ને. અમુક સહેલગાહમાં અમે ફેશન શો કરીએ છીએ, જ્યારે ફેશન શો માટે સમય હોતો નથી તે સહેલગાહમાં ડીજે એન્ડ ડાન્સ. મન મૂકીને ખુશી મનાવવી, દરેક પળ જીવવાનું, ધમ્માલ જ ધમ્માલ કરવાની અને કરવા શીખવવાનો આ ઉદ્દેશ છે. ફેશન શોના દિવસે હું ખાસ હાજરી આપું છું અને અમારી બહેનપણીઓને મળું છું. પછી તે રાજસ્થાનમાં હોય કે સ્વિટ્ઝર્લેન્ડમાં હોય, મને પણ રિજુવિનેશન જોઈતું હોય છે આગળ વધવા માટે!

તો અમારી વુમન્સ સ્પેશિયલનો આવો ફંડો છે, ખુશીનો, ઉત્સાહનો, પ્રેરણાનો, આત્મવિશ્વાસનો, હકારાત્મકતાનો, યુ આર મોસ્ટ વેલકમ ઈન ધિસ વર્લ્ડ ઓફ વુમન્સ સ્પેશિયલ!

Gujarati, Language

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

*