Gujarati Language

દિવ્યતાનો જ્યાં ભાન થાય છે…

એકાદ બાબત આપણી પાસે હોવી જોઈએ, પરંતુ એક યા બીજા કારણસર તે આપણી પાસે હોતી નથી ત્યારે મનના ખૂણામાં કયાંક તેનો વસવસો થતો હોય છે. સો કોલ્ડ મહત્ત્વનાં-અતિમહત્ત્વનાં કામો આપણું ચિત્ત વ્યાપી નાખે છે અને તે બાબતને અગ્રતા મળતી નથી. મારું પણ એવું જ થયું, પરંતુ વિલે પાર્લે મુંબઈની ચેતના વાકડેનો પત્ર તે માટે કારણભૂત ઠર્યો…

બેઅઠવાડિયા પૂર્વે પુણેમાં અમારા બધા પ્રીફર્ડ સેલ્સ પાર્ટનર્સની કોન્ફરન્સ હતી. આ કોન્ફરન્સમાં વીણા વર્લ્ડનો હેતુ શું હતો? તેની પર બોલતી વખતે મેં કહ્યું, ‘એફોર્ડેબલ ટુરીઝમ દ્વારા આપણે ભારતીયોને દુનિયા બતાવવી છે. કહેવાય છે કે દેશની બહાર પર્યટન કરવાથી ચતુરાઈ વધે છે.

આ ઉક્તિ પ્રમાણે આપણે અનુભવ્યું છે કે પર્યટન કરવાથી માનવીના વ્યક્તિત્વનો વિકાસ થાય છે, આચારવિચારમાં બદલાવ આવે છે, એકંદરે પર્યટન બધાના જીવનમાં ખુશીનાં બીજ વાવે છે. તો પછી આ પર્યટન આપણને બધાને ઘડતા આવડવું જોઈએ. કરવા જેવું ઘણું બધું છે.’ હું આવું બોલતી હતી ત્યારે ફ્રોમ ધ બેક ઓફ માય માઈન્ડ એક અવાજ ટકટક કરતો હતો અને તે મને કહેતો હતો, ‘બધા માટે બધું જ એટલે દરેક ઘર માટે અને ઘરના દરેક માટે વીણા વર્લ્ડેપર્યટનના દ્વાર ખોલી નાખ્યાં છે એવું કહેતી વખતે કોઈકને તું ભૂલી રહી છે, આટલી એક બાબત તારાથી છેલ્લાં પાંચ વર્ષમાં કેમ નહીં થઈ હોય?’ બોલતી વખતે મને પોતાની પર હસવાનું આવ્યું. પુણે-મુંબઈ વળતા પ્રવાસમાં ઈમેઈલ્સ ચેક કરતી વખતે ચેતનાબેઙ્ગઙ્ગો પત્ર નજરે ચઢ્યો. કોન્ફરન્સમાં બોલતી વખતે થયેલું ભાન અને આ ઈમેઈલ એક જ દિવસમાં દેખાવો એટલે જાણે તે એવો સંકેત આપતો હતો કે, ‘નાઉ નો મોર એક્સક્યુઝીસ, યુ હેવ ટુ એક્ટ.’

ચેતનાબેઙ્ગના પત્રનો હેતુ હતો, ‘તમે જો સ્પેશિયલી એબલ્ડ બાળકો માટે સહેલગાહ શરૂ કરો અને તેમને આપણા ભારત સાથે દુનિયાનાં દર્શન કરાવશો તો આવા એકાદ વિદ્યાર્થીનો ખર્ચ કરવા માટે હું તૈયાર છું.’ વાહ! કેટલો સરસ વિચાર હતો. આ પત્રએ એક્ચ્યુઅલી અમને પોતાને સહેલગાહ લોન્ચ કરવા માટે વધુ પ્રવૃત્ત કર્યાં. અમારા પ્રોડક્ટ ડિપાર્ટમેન્ટે ઓલરેડી ‘ટુર્સ ફોર ધ સ્પેશિયલી એબલ્ડ’ માટે સહેલગાહના કાર્યક્રમ તૈયાર કરી રાખ્યા હતા. ફક્ત કૃતિ એટલે કે આ સહેલગાહ લોન્ચ કરવાની બાકી રહી ગઈ હતી. ગત રવિવાર, તા. ૧૫ જુલાઈ, ૨૦૧૮ના રોજ વીણા વર્લ્ડ ‘ટુર્સ ફોર ધ સ્પેશિયલી એબલ્ડ’ સહેલગાહ અમે જાહેર કરી. હાલ આ સહેલગાહ અમે ૨૦ વર્ષની ઉંમર સુધીના સ્પેશિયલી એબલ્ડ લોકો માટે મર્યાદિત રાખી છે. તેમાં બે ભારતની અને ત્રણ વિદેશની સહેલગાહ શરૂ કરી છે.

આ વર્ષે દિવાળી પછી અમે ભારતમાં ઉદયપુર જયપુર એમ રાજસ્થાનની છ દિવસની સહેલગાહ કરી રહ્યાં છીએ, જ્યારે વિદેશમાં થાઈલેન્ડ, એટલે કે, બેંગકોક પટ્ટાયાની છ દિવસની સહેલગાહ કરી રહ્યાં છીએ. આ જ રીતે નવા વર્ષમાં જાન્યુઆરીમાં અમૃતસર વાઘા બોર્ડર વિથ ફાર્મ સ્ટે અને એપ્રિલમાં પરીક્ષા પછી બીજા અઠવડિયામાં દુબઈ, સિંગાપોર એમ બે સહેલગાહનું આયોજન કરી રહ્યાં છીએ. તે સહેલગાહમાં દરેક દસ સ્પેશિયલી એબલ્ડ પર્યટકો માટે બે વીણા વર્લ્ડના ટુર મેનેજર્સનો સહકાર રહેશે, જેથી કોઈ પણ ત્રાસ કે અડચણ અમારા તે સ્પેશિયલી એબલ્ડ પર્યટકોને થશે નહીં. વીણા વર્લ્ડના ટુર મેનેજર્સ કાળજી લેનારા, સદા હસમુખા અને પર્યટકોની ખુશી માટે મહેનત કરનારા તરીકે પ્રસિદ્ધ છે. આથી બધું જ વ્યવસ્થિત પાર પડશે એવી અમને પૂરી ખાતરી છે. સહેલગાહમાં આવનારા આ સ્પેશિયલી એબલ્ડ પર્યટકો સાથે તેમનું ધ્યાન રાખનારી ઘરની એક વ્યક્તિ હોવી જરૂરી છે.

આ સહેલગાહનો ખર્ચ કેટલો? સ્પેશિયલી એબલ્ડ માટે વધુ પૈસા ભરવા પડશે? અથવા આ સહેલગાહમાં કેટલા પર્યટકો હશે? આ પ્રશ્ર્ન સ્વાભાવિક રીતે જ તમારા મનમાં આવ્યા હશે. તો આ સહેલગાહમાં આવતા સ્પેશિયલી એબલ્ડ પર્યટકોને તેમ જ તેમની સંગાથે આવનારી  વ્યક્તિને કોઈ પણ વધુ ખર્ચ ભરવો નહીં પડશે. જે સ્પેશિયલી એબલ્ડ પર્યટકોની આર્થિક સ્થિતિ ખાસ મજબૂત નહીં હોય પરંતુ પર્યટનની ઉત્કટ ઈચ્છા છે તેવા સ્પેશિયલી એબલ્ડ પર્યટકોને સહેલગાહ ખર્ચમાં ચાળીસ ટકાની છૂટ મળશે*. પર્યટકોએ જેનું ગૌરવ કર્યું છે તેવી અમારી અન્ય સહેલગાહમાં છે તેવી જ સુખસુવિધાઓ તેમને આ સહેલગાહમાં અપાશે, તેમાં કોઈ કપાત નહીં. સહેલગાહના કાર્યક્રમમાં એકાદ સ્થળદર્શન જો કદાચ અડચણરૂપ થવાનું હોય તો આ સહેલગાહ માટે તેને બદલે અલગ કાંઈક અપાશે, જેથી ક્યાંય પણ એકાદ બાબત અમે નહીં કરી શકયાં એવું મહેસૂસ નહીં થવું જોઈએ. સહેલગાહમાં અમે હજુ શું કરી શકીએ તેના પર પણ હાલમાં અમારા કાર્યાલયમાં ટુર મેનેજર્સ સંગાથે પ્રોડક્ટ ટીમ અને ડેસ્ટિનેશન્સ મેનેજમેન્ટ ટીમની ચર્ચા ચાલી રહી છે. એવરીબડી ઈઝ રિયલી લૂકિંગ ફોર્વર્ડ ટુ ધ ટુર્સ ફોર ધ સ્પેશિયલી એબલ્ડ! વીણા વર્લ્ડ ઈઝ ઓલરેડી મેકિંગ ધ વર્લ્ડ એફોર્ડેબલ, નાઉ લેટ્સ મેક ઈટ એક્સેસિબલ ટૂ ફોર ઓલ! (*ઝ  ઈ ફાાહુ).

 

 

સ્ટીવ્હન હોકિંગે વ્હીલચેર બાઉન્ડ હોવા છતાં એન્ટાર્કટિકાથી ઝીરો પોઈન્ટ સુધી દુનિયાની પ્રદક્ષિણા પૂરી કરી હતી. પદ્મશ્રી અરુણિમા સિંહાએ ગમખ્વાર દુર્ઘટનામાં ગુમાવેલા પગની પરવા કર્યા વિના માઉન્ટ એવરેસ્ટ સર કર્યું અને દુનિયામાં વધુ છ મુશ્કેલ શિખરો પર વિજયનો ધ્વજ લહેરાવ્યો. ભારતીય લશ્કરના મેજર દેવેન્દ્ર પાલ સિંહે તો પોતાના પ્રોસ્થેટિક લેગ (કૃત્રિમ પગ)ની મદદથી અનેક મેરેથોનમાં દોડવાનો વિક્રમ નોંધાવીને ભારતના પ્રથમ ‘બ્લેડ રનર’ બનવાનું માન મેળવ્યું છે. અમેરિકાના કાઈલ મેનર્ડે દુનિયાની દૃષ્ટિથી વિકલાંગ નીવડેલી અવસ્થા પર માત આપીને હિંમતપૂર્વક કિલિમંજારો નામે આફ્રિકાના પર્વત પર ધ્વજ લહેરાવ્યો હતો. ફિલાડેલ્ફિયાની ડેવન ગાલાહરે પોતાના પ્રોસ્થેટિક લેગના આધાર પર ખુશીથી દુનિયાની સફર કરવાનો સંકલ્પ કરીને જ્યાં જાય ત્યાં પોતાના પગ પર તે સ્થળોનું નામ લખીને તેના ફોટોઝ અને વિડિયોઝ સોશિયલ મિડિયા પર પોસ્ટ કર્યા. હજુ પણ આખી દુનિયા સ્પેશિયલી એબલ્ડ વ્યક્તિના પર્યટન માટે તેટલી અનુકૂળ નથી. આમ છતાં આ લોકો જો મુશ્કેલ પડકારોને ઝીલવાની ક્ષમતા ધરાવતા હોય તો આપણે હાડકાં-માંસવાળા માનવીઓને કોઈ પણ બાબત માટે રડવાનો કે કુરકુર કરવાનો ખરેખર અધિકાર નથી. આથી જ આજે મન:પૂર્વક કહેવાનું મન થાય છે, દિવ્યતાઙ્ગો જ્યાં ભાન થાય છે, ત્યાં મારો મનમેળ થાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

*