Gujarati Language

ડિટોક્સિફાય

વૈશ્ર્વિક સ્પર્ધાના આ યુગમાં રોજ બદલાતી જીવનશૈલીમાં માનસિક સંતુલન જાળવવાનું બહુ મુશ્કેલ બની ગયું છે. અને તે માટે પોતાને અને આપણી આસપાસને સંતુલિત કરવું આપણી જવાબદારી બની ચૂકી છે. ચાલો, જીવન સિમ્પ્લિફાય કરીને આપણી ક્ષમતાઓને એમ્પ્લિફાય કરીએ અને આવનારા પડકારોને ટક્કર આપીએ.

લગભગ 25 વર્ષ પછી ઈન્દોરમાં પહોંચી. વીણા વર્લ્ડની

પહેલી વુમન્સ સ્પેશિયલ મધ્યપ્રદેશમાં ગઈ હતી. તેમાંની છોકરીઓને મળવા ગાલા ઈવનિંગમાં મારું જવાનું નક્કી હોય છે. ઈન્દોર એરપોર્ટ પર ઊતરી અને ‘વેલકમ ટુ ધ ક્લીનેસ્ટ સિટી ઓફ ઈન્ડિયા’ એવા મોટા હોર્ડિંગથી બધા પ્રવાસીઓનું સ્વાગત થયું. અરે વાહ! સમથિંગ ઈન્ટરેસ્ટિંગ! આથી આજે આ શહેર મન ભરાઈ જાય ત્યાં સુધી જોઈએ એવુંં વિચારીને મોબાઈલ બંધ કરીને પર્સમાં અંદર નાખ્યો. મનમાં સતત દોડતા વિચારોને બાજુમાં કર્યા અને નિરીક્ષણ શરૂ કર્યું. ખરેખર શહેર સાફસૂથરું હતું, રસ્તા સરસ હતા, સ્વચ્છ હતા, ઘરો મસ્ત હતાં, બાય એન્ડ લાર્જ બધાં ઘરોને બહારથી સંપૂર્ણ રંગ લગાવેલો હતો. ઘણાં સ્થળે બેંગકોકમાં ફરી રહી છું એવું મહેસૂસ થયું. બેંગકોક પણ સુંદર શહેર છે, જૂનાં બિલ્ડિંગ્સ, ઈલેક્ટ્રિક વાયરનાં જાળાં ત્યાં પણ છે, પરંતુ શહેર સ્વચ્છ છે. રસ્તાઓને નિશ્ર્ચિત સમયે સ્નાન કરાવાય છે. ઈન્દોર પણ તેવું જ લાગ્યું. થોડાં વર્ષ પૂર્વે મધ્ય પ્રદેશની સહેલગાહ પરથી ‘રસ્તા ખરાબ છે, અમારાં હાડકાં ખખડી ગયાં છે’ એવી ફરિયાદ આવતી. જોકે હવે પરિસ્થિતિ સંપૂર્ણ બદલાઈ ગઈ છે એવું લાગ્યું. આવું સુંદર મજાનું કશું જોઈએ એટલે આપણને પણ ઉત્સાહ આવે છે. મારી સાથેના ટુર મેનેજર સારંગને મેં પૂછ્યું, ‘હું પચીસ વર્ષ પૂર્વે મધ્ય પ્રદેશમાં ફરવા આવી હતી ત્યારે તે આટલું સ્વચ્છ નહોતું, પરંતુ શું અહીં બધી જ જગ્યાએ આવી સ્વચ્છતા છે ખરી?’ તેણે જવાબ આપ્યો, ‘મોટે ભાગે બધે સ્વચ્છતા છે, પરંતુ ઉપરની બાજુમાં જાઓ તો ઝાંસી-ગ્વાલિયર તરફ અસ્વચ્છતા જણાય છે.’ તે જ સાંજે અમારા ટ્રાન્સપોર્ટર રાકેશ ચોપરા મળવા આવ્યા. તેમને મેં કહ્યું, હું આ સાફસૂથરું શહેર-ઈન્દોરને જોઈને આશ્ર્ચર્યમાં મુકાઈ ગઈ. આટલું બધું આમૂલ પરિવર્તન કઈ રીતે શક્ય બન્યું? તેમણે કહ્યું, ‘ભોપાલ આવીને જુઓ. તે પણ આવું સ્વચ્છ અને સુંદર છે, તમને ગમશે. રેન્ક મુજબ આપણા ભારતમાં તે બીજા નંબરનું સાફસૂથરું શહેર છેે.’ તેમના કહેવા મુજબ ત્યાંના પ્રશાસને અગાઉ આ સદકાર્ય હાથમાં લીધું. આપણને એક એક કરીને શહેરો સાફ સ્વચ્છ કરવાનાં છે, જેથી રાજ્ય પણ સ્વચ્છ થશે. આ એક જ એજન્ડા તેમણે રાજકારણ બાજુમાં મૂકીને હાથમાં લીધો અને જોતજોતાંમાં શહેર સ્વચ્છ થવા લાગ્યાં. શહેરો સ્વચ્છ થવા લાગ્યાં તેમ સ્થાનિકોને પણ ‘આવું બની શકે’ એ જોઈને પ્રશાસન પર વિશ્ર્વાસ બેઠો અને માણસો સ્વયંપ્રેરિત થઈને પ્રશાસનની આ સ્વચ્છતા ઝુંબેશને મન:પૂર્વક સાથ આપવા લાગ્યા. પ્રશાસનમાં જેમણે આ કામ સૌપ્રથમ હાથમાં લીધું તે વ્યક્તિને સલામ. એક ધ્યેયથી પ્રેરિત થનારા માણસો નિશ્ર્ચિત જ આપણા મનમાંના વિચારોનું ડિટોક્સિફિક્ેશન – ક્ધસોલિડેશન કરતા હશે. અન્યથા આવો સ્ટ્રોંગ વિચાર આવે જ કઈ રીતે?

કોઈ પણ પ્રશાસક થોડા સમય માટે જે તે શહેરમાં તેમના નિશ્ર્ચિત કામો કરતા હશે, તેમાં પોતાની આગવી છાપ ઊભી કરતા હશે, પરંતુ સર્વવ્યાપી, સર્વસંતોષી કામો કરવાનું અમુકને જ શક્ય બનતું હશે, કારણ કે આવાં અશક્ય કામો હાથમાં લેવાનાં એટલે સૌપ્રથમ ‘આ ફંદામાં હોશિયાર હોય તેણે પડવું નહીં જોઈએ,’ ‘આ દેખાય છે તેટલું સહેલું નથી,’ એવુંં કાંઈક કરવાનું મનમાં લાવવું એટલે દીવાસ્વપ્નું જોવા જેવું છે.’ ‘અગાઉ અમુકતમુકે આ કામ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેની વાટ લાગી’ આવી મોસ્ટ મોટિવેટિંગ સલાહ આપનારા શુભચિંતકોનો સામનો કરવો પડે છે. હવે આ હિતકારક આપ્તજનોને દુભાવવા નહીં, આપણા ધ્યેય પર વિશ્ર્વાસ રાખીને તેની પાછળ પડી રહેવું, શુભચિંતકોમાં પણ શક્ય બનતાં હિતકારી ઉપદેશની દિશા બદલવાની ફરજ પાડવી અને હકારાત્મક બનાવવું આ બધાં કામો આવા મોટા મોટા ફરજિયાત માણસોને કરવાં પડે છે.

‘વિચાર-કૃતિ-આચાર- આદત-જીવનશૈલી-સફળતા-નિષ્ફળતા’ એટલે કે વાતનું મૂળ જો વિચાર હોય તો આ વિચારોને સંપૂર્ણ સ્વચ્છ કરવા અથવા કરતા રહેવું દરેક વ્યક્તિ માટે અનિવાર્ય છે. ‘ડિટોક્સિફિકેશન ઓફ બોડી’ એ આજકાલ સર્વત્ર સાંભળવા મળે છે. ડિટોક્સ જ્યુસીસ, ડિટોક્સ વોટર… એવું શું શું અને કેટલી બધી વાતો વ્હોટ્સ એપ પર ફોર્વર્ડ થતી હોય છે. ફિઝિકલ ડિટોક્સ આપણને મફતમાં મળ્યું છે એવું કહેવામાં વાંધો નથી. જોકે મેન્ટલ ડિટોક્સનો ઉપાય આપણે પોતાનો પોતે શોધીને કાઢવાનો છે. વિચારોનો કબજો લેનાર ઝેરને જો સમયસર કાબૂમાં નહીં લેવાય તો તે ઝેર આપણને ક્યારે ખતમ કરી નાખશે તે કશું કહી શકાય નહીં. અને તેથી જ દરેક વખતે આપણા દોડધામભર્યા અને ઉતાવળિયા જીવનમાં થોડું અટકવું જોઈએ, શાંત થવું જોઈએ, પાછળ વળીને જોવું જોઈએ, વર્તમાનનો વિચાર કરવો જોઈએ, ભવિષ્ય પર નજર ફેરવવી જોઈએ. શું કરવું? શું નહીં કરવું? તેનો શાંતિથી વિચાર કરવો જોઈએ. મારા વ્યવસાયને લીધે-સતત પ્રવાસને લીધે મને આવો સમય ભરપૂર મળે છે, પછી તે વિમાન પ્રવાસમાં હોય છે અથવા રોડ જર્નીમાં હોય છે.

મનમાં આવતા વિચારોને સ્કાય ઈઝ ધ લિમિટ. તેમાં સારા-ખરાબ, નક્કર-નકામા વિચારોની જે ઉત્પત્તિ થાય છે તે તેમાં સતત ક્લીન્જિંગ કરતાં રહેવું, ડિટોક્સિફાય કરવું એ રોડને સ્નાન કરાવવા જેટલી મહત્ત્વની વાત છે. ફિજિકલ અને મેન્ટલ ક્લેન્લીનિસ રોજ થવો જ જોઈએ. તો જ આપણા શરીરની અને મનની તાજગી કાયમ રહી શકશે અને ત્યાર પછી જ આપણા હાથે સારાં કામો થઈ શકશે. વીણા વર્લ્ડનું કોર્પોરેટ ઓફિસ ધરાવતા બિલ્ડિંગ્સ સમૂહના નીલકંઠ બિલ્ડર્સના માલિક શ્રી મુકેશ પટેલે એક કેલેન્ડર આપ્યું હતું. તેના પહેલા પાને લખ્યું છે, ‘પિલ્ગ્રિમેજ ટુ ધ પિનેકલ ઓફ પ્યુરિટી.’

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

*