Gujarati Language

ટુગેધર વી ગ્રો!

સાંજે બધા પોતપોતાનાં ઘેર ગયા પછી એકદમ શક્તિ ખતમ થઈ ગઈ હોય તેવું લાગે છે. અમે સવાર ક્યારે થાય તેની વાટ જોતા રહેતાં હતાં. એક વાર સવારે-એક એક જણ આવવા લાગે એટલે સલાઈન ભર્યું હોય તેમ શરીરમાં શક્તિ આવવા લાગતી. પાંચ વર્ષ પૂર્વે અમારી આવી સ્થિતિ હતી. પાછળ વળીને જોવાનું નહીં એવો નિર્ણય લીધો હતો. જોે આગળનો રસ્તો પ્રેક્ટિકલી અનભિજ્ઞ હતો. એક-એક મેમ્બર માળાના મણિની જેમ રોજ જોડાતો હતો. ઓફિસ ક્યાં લેવાની? રજિસ્ટ્રેશન કઈ રીતે કરવાનું? કંપનીનું નામ શું રાખવાનું? પૈસા ક્યાંથી લાવવાના? અસંખ્ય પ્રશ્ર્ન સામે હોવા છતાં ટીમ મેમ્બર્સ જોઈન થતા હતા અને તે જ અમારી શક્તિ હતી, પ્રેરણા હતી. એક-એક જણ એક-એક કામની જવાબદારી સંભાળતા હતા. આવા સંજોગોમાં એક દિવસ સવારે તારીખ ૨૨ એપ્રિલ, ૨૦૧૩ના રોજ પુણેની એક વ્યક્તિ પીયુષ ધોકા અમારા ઘરે, એટલે કે, તે સમયે માહિમના અમારા કાર્યાલયમાં દાખલ થયા અને કહ્યું, ‘અમને તમારા સેલ્સ પાર્ટનર બનવું છે. અમે ડિપોઝિટ ચેક લઈને આવ્યા છીએ.’ ‘અરે, હજુ અમારું કોઈ ઠામઠેકાણું નથી, કંપનીનું નામ નક્કી થયું નથી અને રજિસ્ટ્રેશન પણ થયું નથી. આવા સમયે અમે સેલ્સ પાર્ટનરનો વિચાર સુધ્ધાં કર્યો નહોતો અને કશું જ નહીં હોવાથી પૈસા આપવા માટે તમને ડર નથી લાગતો?’ તેમણે ઉત્તર આપ્યો, ‘તેની ફિકર બિલકુલ નથી, તમારા પર અમારો વિશ્ર્વાસ છે અને તમે અમને પાર્ટનર કરી લીધા વિના હું અહીંથી નીકળવાનો નથી.’ પીયુષની આ પ્રેમાળ ધમકીથી અમે પ્રથમ સેલ્સ પાર્ટનરની નોંધણી કરી દીધી. ત્યાં સુધી અમારો અશોક પેડણેકર જોઈન થઈ ગયો હતો. તેને કહ્યું, ‘હવે તું પોતાના પ્રીફર્ડ સેલ્સ પાર્ટનર્સની ચેઈન બાંધવાનું કામ સંભાળી લે.’ તે પણ એકદમ ખુશ થયો અને કહ્યું, ‘મારી પાસે ઓલરેડી અમુક લોકો પૂછપરછ કરી રહ્યા છે, હવે હું ફુલ-ફ્લેજ્ડ કામે લાગી જાઉં છું.’ અને અશોકે કંપની રજિસ્ટર થવા પૂવે પહેલા પંદર પ્રીફર્ડ સેલ્સ પાર્ટનર્સની યાદી તૈયાર કરી. ૧૫ મે, ૨૦૧૩ના રોજ તેમની મિટિંગ નક્કી કરી મુંબઈ ક્રિકેટ એસોસિયેશનના બાંદરાના બેન્ક્વેમાં. દૈવી યોગાયોગ એવો કે તે જ દિવસે પરોઢિયા બે વાગ્યે ‘વીણા વર્લ્ડ’ કંપની રજિસ્ટર થયાની ઓનલાઈન જાણ થઈ અને તે પહેલી મિટિંગમાં ‘વીણા વર્લ્ડ પ્રીફર્ડ સેલ્સ પાર્ટનર્સ કોન્ફરન્સ’ ઓફિશિયલ નામ મળ્યું. આજે પણ પ્રીફર્ડ સેલ્સ પાર્ટનર્સની સંખ્યા બસ્સો સુધી પહોંચી છે. હવે આ વર્ષે અમે જ્યાં જ્યાં અમારા પ્રીફર્ડ સેલ્સ પાર્ટનર્સ નથી તે સ્થળે વધુ સો પાર્ટનર્સ માટે નોંધણી શરૂ કરી રહ્યાં છીએ.

પ્રીફર્ડ સેલ્સ પાર્ટનર્સ માટે રજિસ્ટ્રેશન ઓપન કરવાનું કારણ એ છે કે છેલ્લાં પાંચ વર્ષમાં અમે જોયું છે કે પ્રીફર્ડ સેલ્સ પાર્ટનર્સ પ્રગતિ કરી રહ્યા છે અને તેને લીધે વીણા વર્લ્ડની પ્રગતિમાં પણ યોગદાન મળી રહ્યું છે. અમે જ્યાં પહોંચી શકતા નથી ત્યાં મહારાષ્ટ્રના ખૂણેખાંચરે, ગુજરાત, મધ્ય પ્રદેશ, કર્ણાટક, ગોવા, રાજસ્થાન, આંધ્ર પ્રદેશ, ઓરિસ્સા જેવાં બધાં સ્થળ અમારા આ પ્રીફર્ડ સેલ્સ પાર્ટનર્સ વીણા વર્લ્ડનો ધ્વજ માનભેર લહેરાવી રહ્યા છે. ત્યાંના પર્યટકોને તેમની દુનિયા જોવાનું સપનું વીણા વર્લ્ડ તરફથી પૂરું કરવા માટે જે પ્રોસેસ છે તેનું માધ્યમ બની રહ્યા છે. આજે લગભગ પચાસ હજાર પર્યટકો દર વર્ષે અમારા પ્રીફર્ડ સેલ્સ પાર્ટનર્સ દ્વારા વીણા વર્લ્ડ પાસે આવી રહ્યા છે તે નિશ્ર્ચિત જ મોટી એચિવમેન્ટ છે અમારા પાર્ટનર્સની. અને તે માટે વીણા વર્લ્ડ અમારા આ બધા પાર્ટનર્સને કૃતજ્ઞતાથી સલામ કરે છે તેઓ વીણા વર્લ્ડ ટીમ મેમ્બર્સ હોય તો પણ. આપણા માણસોના પણ મન:પૂર્વક આભાર માનવા જોઈએ, જે ઘણી વાર આપણે ભૂલી જઈએ છીએ. ખરેખર તો આવા આ બધા જ પાર્ટનર્સનો ફોટોઝ અહીં આવવા જોઈએ, પરંતુ જગ્યાને અભાવે તે આપી શકાતા નથી, જેથી અમુક પ્રાતિનિધિક કોન્ટ્રિબ્યુટર્સ-પાર્ટનર્સના ફોટોઝ અહીં આપી રહ્યાં છીએ.

પાંચ વર્ષ પૂર્વે વીણા વર્લ્ડના નામની સંસ્થા દાખલ થઈ અને પર્યટન ક્ષેત્રમાં સ્પર્ધાને એક સારો સ્પર્ધક મળ્યો. આ હું એટલા માટે કહી રહી છું કારણ કે હેલ્ધી કોમ્પીટિશનનો ફાયદો કાયમ ગ્રાહકોનો મળે છે. અને વીણા વર્લ્ડ પર્યટન ક્ષેત્રમાં જો એક મજબૂત સ્પર્ધક માનવામાં આવે તો અમે અમારું ધ્યાન આ સ્પર્ધાની આગળ, થોડું બિયોન્ડ રાખ્યું છે અને તે છે અમારા પર્યટકો તરફ. તેમની જરૂરતો, તેમની સુવિધાઓ, તે માટે આપણી સંપૂર્ણ યંત્રણાનો અમલ કરવા પર ભાર આપવામાં આવી રહ્યો છે. આ તો વ્યવસાયની વાત થઈ, પરંતુ વીણા વર્લ્ડ ઊભું રહ્યું અને તેની સાથે અનેક મહિલા વેપાર સાહસિકો અમારી પ્રીફર્ડ સેલ્સ પાર્ટનર્સ દ્વારા ઉદય પામી, જેમણે પારિવારિક જવાબદારીઓમાંથી સમય કાઢીને તેમના એરિયામાં પોતાની ઓફિસ બનાવી અને વીણા વર્લ્ડના માધ્યમથી તેઓ વેપાર સાહસિક જ નહીં પરંતુ સફળ વેપાર સાહસિક બની છે. તેમના પણ અમુક પ્રાતિનિધિક ફોટોઝ અહીં આપ્યા છે. તેમણે પોતાને હવે કવચમાંથી બહાર કાઢીને પોતાને વેપાર સાહસિક તરીકે ઘડી છે. આજે તેઓ આ ઉદ્યોગમાં પરફોર્મન્સને જોરે તેમનું પણ દુનિયા જોવાનું સપનું પગલે પગલે પૂરું કરી રહી છે. ‘દુનિયાની સફર એ વ્યક્તિત્વ વિકાસની એક કાર્યશાળા છે,’ એવું હું કાયમ ગર્વથી કહું છું, કારણ કે તેમાં અમે પોતાને ઘડી રહ્યાં છીએ અને અમારી આ સફળ વેપાર સાહસિકોને પણ. હાલમાં પુણેમાં સંપ્ન્ન થયેલી દ્વિવાર્ષિક પ્રીફર્ડ સેલ્સ પાર્ટનર્સ કોન્ફરન્સમાં એકે આપેલી પ્રતિક્રિયા સાંભળીને મને  પણ સારું લાગ્યું, અમારા કામને શ્રેય મળ્યું એવું મને લાગ્યું. તેણે કહ્યું, ‘હું ચાર વર્ષ પૂર્વે પ્રીફર્ડ પાર્ટનર બની ત્યારે આ બધી ઝંઝટ શા માટે કરે છે? અથવા આ વીણા વર્લ્ડ શું છે? એવું પૂછવામાં આવતું હતું. જોકે આજે તે જ લોકો ‘અરે વાહ! બિઝનેસ એકદમ ઉત્તમ રીતે વધારી દીધો છે. અમને પણ તારી જેમ કશુંક કરવું છે. લકી છે, એમ કહે છે ત્યારે ચાર વર્ષ પૂર્વે ઉઠાવેલી જ મહેનતને ન્યાય મળ્યો છે એવું લાગે છે.’ આ પ્રાઉડ ફીલિંગ છે તે મારી દૃષ્ટિથી અને વીણા વર્લ્ડની દૃષ્ટિથી મહત્ત્વની છે. પર્યટનમાં ભારતભર આ રીતે મહિલા વેપાર સાહસિકોનું નેટવર્ક જો ફેલાવી શકાયું હોત તો વીણા વર્લ્ડનું અસ્તિત્વ વધુ અર્થપૂર્ણ બનશે. આ સુપ્ત ઈચ્છા મારી છે.

ઘરની મહિલા કરિયર ઘડવાની વાત કરે છે, વેપાર સાહસિક બનવું છે એવું કહે છે ત્યારે ઘરના બધાએ તેને મન:પૂર્વક સાથ આપવો જોઈએ. પછી તે દીકરી હોય કે પુત્રવધૂ હોય કે બહેન કે માતા કે દાદી પણ કેમ નહીં હોય. હા! વેપાર સાહસિક બનવા માટે ઉંમરની શરત નથી, તે બધું મન પર આધાર રાખે છે. અમે વુમન્સ સ્પેશિયલ સહેલગાહમાં તે વિશે જાણ કરતા રહી છીએ. વીણા વર્લ્ડ પ્રીફર્ડ સેલ્સ પાર્ટનર્સ મહિલાઓના પરિવારજનો તેનાથી એક પગલું આગળ છે. તેમને આ બધીને જે જોઈએ તે મદદ એક સફળ વેપાર સાહસિક બનવા માટે કરી છે. અમારી પુણે ખાતેની પાર્ટનર પ્રીતા કુલકર્ણીએ પોતાનો બિઝનેસ વધારવા સાથે તેની સફળતા જોઈને પ્રીતાએ યજમાન મિલિંદ તેને સંપૂર્ણ સાથ આપવા માટે ઈટાલીમાં જોબ છોડીને પુણેમાં આવી ગયો. આથી પરિવાર એકત્ર આવ્યો અને પિંપરીમાં તેમણે બીજી વીણા વર્લ્ડ પ્રીફર્ડ સેલ્સ પાર્ટનર ઓફિસ શરૂ કરી. હવે આ મિસ્ટર એન્ડ મિસીસ કુલકર્ણીમાં હેલ્ધી કોમ્પીટિશન ચાલી રહી છે. પનવેલની સ્મિતા જોશી પણ અમારી એક લકી પાર્ટનર છે. તેને તેના યજમાનોએ સાથ આપવા સાથે હવે તેની આગળની જનરેશન, એટલે કે આદિત્ય અને આભા જોશી બંને માતાને મદદ કરી રહ્યા છે. આગળની જનરેશન સાથે હોવી તે આજે પણ પોતપોતાની ભારતીય મન:સ્થિતિમાં વરદાનરૂપ લાગે છે. બીડના પ્રમોદ ચરખા પણ પોતાની દીકરીને તેની કરિયર સાથે ટ્રાવેલમાં શિક્ષણ લેવા માટે આગ્રહ કરી રહ્યા છે. વીણા વર્લ્ડની કોર્પોરેટ ઓફિસમાં પણ તેણે વિગતવાર ટ્રેનિંગ લીધી છે તેની રજાઓમાં. ગુજરાતમાં બોસ્કી, જળગાવની રાજશ્રી ઝવર અને ભોસરીની પ્રીતા કુલકર્ણી તેના જીવંત દાખલા છે અમારી મહિલા વેપાર સાહસિકોના.

અર્થાત અનેક સફળ પુરુષ વેપાર સાહસિકો વીણા વર્લ્ડને મોટી કરવામાં મોટું યોગદાન આપી રહ્યા છે તે પણ ભૂલીને નહીં ચાલશે? તેમાંથી અમુક પ્રાતિનિધિક ફોટોઝ અહીં આપ્યા છે. હાલમાં મેં કોન્ફરન્સની એક વાત કહી હતી કે ટ્રાવેલ અથવા પર્યટન ક્ષેત્ર બહુ વિસ્તરી રહ્યું છે. હજુ ઘણા બધા વેપાર સાહસિકોની જરૂર પડશે. આથી મોટી સંખ્યામાં ખરેખર યુવા-યુવતીઓ તેમાં આવવા જોઈએ. આગળની પેઢી ધારો કે અન્ય કોઈ પણ તેમના બિઝનેસમાં જાય તો પણ પ્રીફર્ડ સેલ્સ પાર્ટનરનો સફળ ઉદ્યોગ એક સાઈડ બિઝનેસ થઈ શકે છે. આગામી યુગ પર્યટનનું છે, તે માટે સુસજ્જ બનીએ. ટુગેધર વી કેન એચિવ મોર… લેટ્સ ગ્રો ટુગેધર!! હેવ અ હેપ્પી સન્ડે!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

*