કેરી ઝીરાે મની ઓન ટુર

0 comments
Reading Time: 6 minutes

‘કેરી ઝીરો મની ઓન ટુર’ ટેગલાઈન એડવર્ટાઈઝમાં છેલ્લાં પચ્ચીસ વર્ષ અમે ઉપયોગ કરી. અર્થાત, વીણા વર્લ્ડ થયા પછી મેં તે ઉપયોગ કરી નહીં, પરંતુ આજે તે ટેગલાઈનની યાદ આવી અને મેં તે બદલી નાખી, ‘કેરી મની ઓન ટુર.’

વીણા વર્લ્ડની મોસ્ટ અવેટેડ, જાન્યુવારીનીમાં આવતી ‘સમર ઓફર’ ચાલી રહી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ જાન્યુવારીમાં સમર વેકેશનની સહેલગાહના બુકિંગ કરીને પર્યટકો બહુ પૈસા બચાવવાના છે. બુકિંગ જેટલું વહેલું કરશો તેટલો વધુ ફાયદો. આ જ રીતે સહેલગાહની સીટ્સ ભરાતી જશે તેમ ડિસ્કાઉન્ટ ઓછું થતું જશે તે પર્યટકો સારી રીતે જાણે છે. ક્યારેક ક્યારેક પર્યટકો આ બાબતમાં વધુ જાગૃત હોય છે અને ‘જાન્યુઆરી મહિનો શરૂ થયો છતાં તમારી સમર ઓફર કેમ આવી નહીં?’ એવી પૂછપરછ શરૂ કરે છે. મેગા અને જમ્બો એ ડિસ્કાઉન્ટના બે પ્રકાર વીણા વર્લ્ડ શરૂ થયા પછી અમે શરૂ કર્યા છે. અર્થાત હવે આખી ટુરીઝમ ઈન્ડસ્ટ્રીએ તે અમલમાં લાવી દીધું છે. ડિસ્કાઉન્ટમાં વીણા વર્લ્ડ, પર્યટકો અને એસોસિયેટ એટલે એરલાઈન્સ, હોટેલ, ટ્રાન્સપોર્ટ આ બધાને ફાયદો થાય છે, ‘વિન વિન સિચ્યુએશન’ કહી શકાય.

વીણા વર્લ્ડની સહેલગાહના બુકિંગ પર્યટકો વીણા વર્લ્ડની બ્રાન્ચ ઓફિસમાં અથવા મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્ય પ્રદેશ, કર્ણાટક, આંધ્રમાં… પ્રીફર્ડ સેલ્સ પાર્ટનર પાસે કરાવી શકે છે. બુકિંગ કરતી વખતે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેંકિંગ, અકાઉન્ટ પેયી ચેક અથવા ડિમાન્ડ ડ્રાફ્ટથી પૈસા ભરવાના હોય છે. ચેક અને ડિમાન્ડ ડ્રાફ્ટ “Veena Patil Hospitality Pvt. Ltd.’ નામે જ આપવાનું ધ્યાન રાખશો. આથી મહત્ત્વપૂર્ણ એ છે કે વીણા વર્લ્ડની કોઈ પણ બ્રાન્ચ ઓફિસમાં અથવા પ્રીફર્ડ સેલ્સ પાર્ટનર પાસે કેશ ટ્રાન્ઝેકશન થતું નથી તે ખાસ ધ્યાન રાખશો. હમણાં સુધી 2500થી વધુ પર્યટકોએ મિડલ ઈસ્ટ, યુરોપ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા એટલે દુનિયાના કોઈ પણ ખૂણાથી બુકિંગ કર્યું છે અને ‘ધે આર વેરી હેપ્પી અબાઉટ ઈટ.’

રવિવાર, 31 ડિસેમ્બરનો દિવસ. મારી બહેનપણી પદ્મજા ફેણાણીનો ફોન આવ્યો. ચાલો, હવે પદ્મજાનો મીઠો અવાજ કાનને સુખ આપશે એવું વિચારીને ફોન ઊંચક્યો તો, ‘અરે વીણા, તમારી સાથે અમારા સંબંધીના બાળકો રાજસ્થાનના જેસલમેરની ટુર પર ગયા છે અને તેમની સાથે કોઈ જ નથી અને તેઓ કહી રહ્યા છે કે વીણા વર્લ્ડના માણસે તેમને કહ્યું અઢાર લોકો હતા પણ તેમાંથી સોળ જણનું ગ્રુપ કેન્સલ થયું તેથી તમને બંનેને જ અમે મોકલીએ છીએ. આવું કઈ રીતે બની શકે! આ બંને અમેરિકાથી આવ્યા છે અને તેમને હવે શું કરવું તે સમજાતું નથી’. અરે બાપરે! ‘મારી મહિતી પ્રમાણે આવું કશું નહીં હોય તેની ખાતરી હતી, પરંતુ ક્યારેક આપણો પણ કોન્ફિડન્સ ડગમગી જાય છે તેવું થયું.’ તેને મેં કહ્યું, ‘અરે અમારી દરેક સહેલગાહ સાથે ટુર મેનેજર હોય જ છે અને આ રીતે ફક્ત બે જણની સહેલગાહ મારા આજના એમઆઈએસમાં જોવામાં આવી નથી, પરંતુ હું ચેક કરૂં છું.’ રાજસ્થાનમાં તે દિવસે અલગ અલગ સ્થળે 25 ટુર્સ ચાલતી હતી. મેં તે અમેરિકા બાળકોનાં નામ અમારા ટુર મેનેજર્સ વોલ પર નાખ્યાં. દરેક જણે કહ્યું, ‘અમારી પાસે આ નામના બાળકો નથી.’ કારણ સમજાતું નહોતું અને જો કોઈ ગડબડ હોય તો આ અમેરિકાની આપણી નેક્સ્ટ જનરેશન ભારત વિશે નાહક જ ખરાબ અભિપ્રાય બનાવીને અમેરિકામાં જશે તે વિચારીને વધુ અસ્વસ્થતા મહેસૂસ થતી હતી. હમણાં સુધી આ બાળકોના નાશિકના સંબંધીઓએ પણ કોન્ફરન્સ કોલ પર આવ્યા. તે બાળકો સાથે પણ જેસલમેરમાં સુધીરે વાત કરી. બધાનું કહેવાનું એક જ હતું, ‘અમે વીણા વર્લ્ડ પાસે બુકિંગ કર્યું છે.’ તેમને કહ્યું, ‘તમારી પાસેનાં વાઉચર્સ અને રિસીટ્સ તાત્કાલિક મોકલી દો.’ અને તે આવ્યા પછી અમારી ચિંતા દૂર થઈ, કારણ કે આ બુકિંગ અમારી પાસે નહોતું. વધુ ઊંડાણમાં ઊતરતાં દિલ્હીમાં 2017માં સ્થાપિત થયેલી આ એક સમાન નામની કંપની અમને ઈન્ટરનેટ પર દેખાઈ અને ત્યાં તેમણે પૈસા ભર્યા હતા. આ રીતે પહેલી જ કેસ આવી હતી, અમે હવે વધુ ચોકસાઈ રાખવાનું શરૂ કર્યું છે. અમે જે પણ જરૂરી છે તે પ્રિકોશન્સ લઈશું, પરંતુ પર્યટકરાજા તમે પણ જાગૃત રહેવું જોઈએ એવું હું મન:પૂર્વક ઈચ્છું છું.

વધુ એક બાબત આ જ લેખ થકી મને કહેવાનું મન થાય છે કે ‘કેરી ઝીરો મની ઓન ટુર’ એ ટેગલાઈન એડવર્ટાઈઝમાં છેલ્લાં 25 વર્ષથી અમે ઉપયોગ કરી રહ્યાં છીએ. અર્થાત, વીણા વર્લ્ડ થયા પછી મેં તે ઉપયોગ કરી નથી, પરંતુ આજે તે ટેગલાઈનની યાદ આવી અને મેં તે બદલી નાખી, ‘કેરી મની ઓન ટુર.’ તમે કહેશો, ‘સર્વસમાવિષ્ટ સહેલગાહ એવી તમે જાહેરાત કરો છો અને અમે અનુભવ્યું છે કે સહેલગાહમાં બધી મહત્ત્વની બાબતો સમાવિષ્ટ હોય છે અને ક્યાંય એક્સ્ટ્રા પૈસા આપવા પડતા નથી તો પછી આ નવું શું છે?’ તેની મને ખાતરી છે. જોકે તેનું એવું બન્યું કે, ‘અતિવૃષ્ટિ-ધુમ્મસ- રાજકારણી-બંધ-મોરચા જેવી બાબતો એરલાઈન્સ ઈન્ડસ્ટ્રી પર આઘાત કરી રહી છે. આપણે રેડિયો અથવા અખબાર દ્વારા રોજ સાંભળીએ છીએ કે અમુક ડોમેસ્ટિક ફ્લાઈટ્સ કેન્સલ થઈ અને અમુક ઈન્ટરનેશનલ. હવે આવા સમયે અગાઉ એરલાઈન્સ હોટેલ સ્ટે અથવા મીલ કુપન્સ અથવા કાંઈક વ્યવસ્થા કરાતી હતી, પરંતુ હવે મોટા ભાગે બધી જ એરલાઈન્સે આવી સર્વિસીસ આપવાનું બંધ કરી દીધું છે. ફક્ત શક્ય હોય તેટલી વહેલી ફ્લાઈટનું રિઝર્વેશન આપવાની જવાબદારી તેમણે લીધી છે. હવે એરલાઈન્સ કોઈ પણ કારણસર આવી ફ્લાઈટ્સ રદ કરે છે ત્યારે આખી સહેલગાહ સફળતાથી પાર પડ્યા પછી વીણા વર્લ્ડનો શું દોષ છે. તો પછી પર્યટકોનું કહેવું એવું હોય છે કે વીણા વર્લ્ડે અમને કોમ્પ્લીમેન્ટરી સ્ટે અને જે જોઈએ તે આપવું જોઈએ. બધા પર્યટકોને કોમ્પ્લીમેન્ટરી સ્ટે આપવું પ્રેક્ટિકલી પોસિબલ નથી. પછી તે વીણા વર્લ્ડ હોય કે અન્ય કોઈ પણ પર્યટન સંસ્થા હોય. મોટા ભાગની બધી જ પર્યટન સંસ્થાઓ બહુ ઓછા માર્જિનથી અથવા નો લોસ નો પ્રોફિટ પર કામ કરી રહી છે. એક લીડર તરીકે હું આ બાબતને વાચા આપી રહી છું કે પર્યટકોએ આવી અનિવાર્ય બાબતો માટે થોડા પૈસા રાખવા જોઈએ, કારણ કે તેના દ્વારા આવનારો ખર્ચ તેમને કરવો પડશે. આ રીતે ફ્લાઈટ કેન્સલ નહીં થાય તે માટે આપણે પ્રાર્થના કરીશું પણ આ બાબતો કોઈના હાથમાં નથી હોતી. આથી તમારા બધાના સહયોગની અપેક્ષા રાખું છું. બાકી અમે તમારી સંગાથે છીએ જ, હાથ જોડીને અને કમર કસીને.

Gujarati, Language

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.

*