Gujarati Language

કુદરતનું ચમત્કાર હિમાચલ એક પરફેક્ટ હોલિડે

પુરાણકથાનું પાવિત્ર્ય અને લોકકળાનું સૌંદર્ય એટલે હિમાચલ પ્રદેશ… બરફાચ્છાદિત ડુંગરોની હારમાળા અને લીલોતરી વચ્ચે ખળખળ વહેતી નદીઓનો પ્રવાહ એટલે હિમાચલ પ્રદેશ… ચાલો, હિમાચલ પ્રદેશની આ બધી વિશિષ્ટતાઓનો આનંદ લઈએ, રજાઓને યાદગાર બનાવીએ

રજા અને તેમાંય સમર વેકેશન હોય તો એવા સ્થળે જવું જોઈએ જ્યાં નિસર્ગરમ્ય, આહલાદક હવામાન, સ્થળ હોય અને જ્યાં રોજની ધાંધલ, તાણતણાવને બિલકુલ અવકાશ નહીં હોય, જ્યાં લીલોતરીથી સજેલો પરિસર હોય, બરફનો મુગટ ધરાવતા ડુંગર સહિત ખળખળ વહેતી નદીઓ આપણું સ્વાગત કરે. આવા સેટિંગમાં એકાદ પ્રાચીન, પુરાણકથાનું વલય લાભેલું મંદિર હોય તો પૂછવાનું જ શું અને એવા પરિસરમાં સામાન્ય રીતે ન મળતો રોમાંચક, થ્રિલિંગ અનુભવ મળે તો… આ બધી તમારી મનોકલ્પનાઓ પ્રત્યક્ષમાં સાકાર કરવાનું સ્થળ ખરેખર છે અને તે માટે પાસપોર્ટની જરૂર પણ નથી, કારણ કે તે આપણા ભારતમાં જ છે. તે સ્થળ ઉત્તર ભારતનો, અપ્રતિમ નિસર્ગસૌંદર્ય અને પુરાણકથાઓના વલયનો સંગમ થયેલો હિમાચલ પ્રદેશ. ગયા અનેક દાયકા હિમાચલ વેકેશન પરફેક્ટ ડેસ્ટિનેશન તરીકે પર્યટકોને ખુશ કરી રહ્યો છે. આથી જ અમે વીણા વર્લ્ડના માધ્યમથી હિમાચલની રંગતદાર સહેલગાહના એકથી એક ચઢિયાતા વિકલ્પ લાવ્યા છીએ. તો ચાલો, જોઈએ તે વિકલ્પો કયા છે.

હિમાચલનો બધાથી સુંદર અનુભવ લેવાનો હોય તો વીણા વર્લ્ડની શિમલા મનાલી ડલહાઉસી ધરમશાલા તેર દિવસની ટુર પસંદ કરી શકો છો. આ સહેલગાહમાં આપણે ચંડીગઢથી પાંચ ટેકરીઓ પર 6460 ફુટ વસેલા ડલહાઉસીમાં આવીએ છીએ. બ્રિટિશ ગવર્નર જનરલ લોર્ડ ડલહાઉસીએ ઉનાળાની રજાઓમાં આરામનું સ્થળ તરીકે આ જગ્યા શોધી કાઢી હોવાથી તેનું નામ ડલહાઉસી પડ્યું છે. ડલહાઉસી નજીક ગાઢ જંગલની વચ્ચોવચ લીલાછમ્મ ઘાસમાં વસેલું સ્થળ મિની સ્વિટ્ઝર્લેન્ડ તરીકે પ્રસિદ્ધ છે. રકાબીના આકારના ઘાસની વચ્ચે નાનું તળાવ અને આ તળાવમાં ફ્લોટિંગ આઈલેન્ડ એવું આ સ્થળનું રમ્ય રૂપ જોઈને આપણે રાવી નદીના કાંઠે ચમ્બા ખાતે આવીએ છીએ. આ પ્રાચીન ગામનું મુખ્ય આકર્ષણ 10મી સદીનું શિખર શૈલીમાં બાંધેલું લક્ષ્મીનારાયણ મંદિર છે. ચમ્બા શહેરની સામે શાહ મદાર ટેકરીઓની હારમાળામાં 18મી સદીમાં બાંધેલું ચામુંડા મંદિર છે. અપ્રતિમ કોતરકામથી સજાવેલા આ મંદિરના આંગણામાંથી ચમ્બા ખીણનું સુંદર દૃશ્ય જોવા મળે છે. હિમાચલની કાંગ્રા વેલીમાં, બરફાચ્છિત ઊંચી રૂઆબદાર હારમાળાના આધારથી વસેલું હિલ સ્ટેશન એટલે ધરમશાલા છે. અપ્પર ધરમશાલામાં પુરાતન ભાગસુનાગ મંદિર છે. એક પુરાણકથા અનુસાર રાજા ભાગસુ અને નાગદેવતાના યુદ્ધમાં રાજાએ નાગદેવતાને પ્રસન્ન કરીને રાજ્યમાં વરસાદ પાડ્યો તેથી તેનું નામ ભાગસુનાગ પડ્યું છે. ધરમશાલાનો મેકલોડગંજ ભાગ લિટલ લ્હાસા તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે 1959માં દલાઈ લામા સાથે આવેલા તિબેટી લોકોની વસતિ અહીં છે. લ્હાસામાં નામગ્યાલ મોનેસ્ટ્રીની પ્રતિકૃતિ અહીં છે. ધરમશાલા નજીક એક મહત્ત્વનું મંદિર એટલે જ્વાલાજી છે. પુરાણકથા અનુસાર સતીની જીભ અહીં પડી અને આ સ્થળે ભૂગર્ભમાંથી જ્વાળા પ્રગટ થઈ. આથી આ સ્થળનો સમાવેશ એક્કાવન શક્તિપીઠમાં કરવામાં આવે છે.

આ પછી મનાલી તરફ જતી વખતે દેખાતી હિમાચલની પહાડીના સૌંદર્યનાં દર્શન કરીને આંખો અને મન ભરાઈ જાય છે. માર્ગમાં આવતી કુલ્લુની પ્રસિદ્ધ શાલ ફેક્ટરીમાં જઈને પારંપરિક પદ્ધતિથી વીણેલી શાલ જોઈએ અને યાદગીરી તરીકે એકાદ ખરીદી પણ કરીએ છીએ. એક બાજુ ખળખળ વહેતી બિયાસ નદીનો પ્રવાહ અને બીજી બાજુ આસપાસ ઊભેલા બરફાચ્છાદિત પર્વતને લીધે મે મહિનામાં પણ મનાલીની હવા ઠંડી ઠંડી લાગે છે. જોકે આ હિમાલયના સ્થળે વસિષ્ટ કુંડમાં જમીનમાંથી બહાર આવતું ગરમાગરમ પાણી આપણને આશ્ચર્યચકિત કર્યા વિના રહેતું નથી. મનાલીમાં પેગોડા પદ્ધતિનું હિડિંબા મંદિર જોવું જ રહ્યું. મહાભારતમાં ભીમની પત્ની અને ઘટોત્કચની માતા હિડિંબા હવે સંપૂર્ણ કુલ્લુ ખીણની માતા બની છે. મનાલીમાં આવતા દરેક પર્યટકો સ્નો પોઈન્ટ તરફ અચૂક જાય છે. મનાલી નજીકની રોહતાંગ પાસ ખીણ વર્ષમાં થોડો જ સમય પર્યટકો માટે ખુલ્લી મૂકવામાં આવે છે. જોકે પર્યટકોને જોઈતી બરફની દુનિયા તે પૂર્વે જ શરૂ થયા છે. આ પછી ફર કોટ, ગ્લવ્ઝ અને સ્નો શૂઝ ધારણ કરીને શમ્મી કપૂરની સ્ટાઈલથી યાહૂ… કહીને પર્યટકો બરફમાં ધીંગામસ્તી કરે છે. બીજા દિવસે આપણે સોલંગ વેલીમાં જઈએ છીએ, જ્યાં હોર્સ રાઈડિંગ, પેરાગ્લાઈડિંગ, માઉન્ટન બાઈક, ઝોર્બિંગ જેવાં એડવેન્ચર સ્પોર્ટસના અનેક વિકલ્પ તમને આમંત્રણ આપે છે. બિયાસ નદીમાં રાફટિંગ કરીને આપણે મનાલીની રજા લઈએ છીએ અને શિમલા તરફ પ્રસ્થાન કરીએ છીએ. આપણે શિમલાના પ્રસિદ્ધ મોલ રોડ પર લટાર મારીને સ્થાનિક વાતાવરણની મજા લઈએ છીએ અને શિમલામાં સાંજ અહીંના સ્કેન્ડલ પોઈન્ટ પર વિતાવીએ છીએ. શિમલા નજીક કુફ્રી નઉ હજાર ફુટ પર છે. આ વિંટર સ્પોર્ટ કેપિટલમાં આપણે જ્યાં શિમલા કરાર થયા હતા તે ઈન્દિરા બંગલો, હિમાલયીન વન્યજીવનાં દર્શન કરાવતાં ઝૂ અને જોનીઝ વેક્સ મ્યુઝિયમ જોઈએ છીએ. શિમલાથી ચંડીગઢમાં આવ્યા પછી આપણે પિંજોર ગાર્ડનની મુલાકાત લઈએ છીએ. મુઘલ ગાર્ડન શૈલીમાં સાત સ્તરે ઊભા કરેલા આ ઉદ્યાન સાથે ચંડીગઢમાં આપણે સુખાના લેક, રોક ગાર્ડન, રોઝ ગાર્ડન જેવાં સ્થળો જોઈએ છીએ અને વળતું વિમાન પકડીએ છીએ.

ફક્ત શિમલા મનાલી હિમાચલના ઓલ ટાઈમ ફેવરીટ કોમ્બિનેશન માટે વીણા વર્લ્ડ પાસે સાત દિવસથી નવ દિવસ સુધીના અલગ અલગ વિકલ્પો ઉપલબ્ધ છે. આમાં આય ફ્લાય સહેલગાહમાં વિમાનની ટિકિટનો સમાવેશ હોય છે, જ્યારે સ્વતંત્ર રીતે સહેલગાહમાં જોઈન થવું હોય તેવી પણ સહેલગાહ છે. શિમલા મનાલીના વિકલ્પોમાં એક વિકલ્પ નવ દિવસ આઠ રાતનો પણ છે, જેમાં તમે પહેલા દિવસે વિમાનથી દિલ્હી પહોંચો છો અને રાત્રે દિલ્હીમાં મુકામ કરીને પછી આગળનો પ્રવાસ શરૂ કરીએ છીએ. વિમાનમાંથી ઊતર્યા પછી તરત જ છ-સાત કલાકનો પ્રવાસ કરવાનું ગમતું ન હોય તેવા પર્યટકો માટે આ વિકલ્પ છે. મોટી રજા લઈ શકે એમ ન હોય તેમને માટે મનાલી મેજિક નામે ફક્ત છ દિવસનો વિકલ્પ છે. વીણા વર્લ્ડના ખૂબી હનીમૂન સ્પેશિયલ ટુર્સની છે. હનીમૂન સ્પેશિયલમાં સાત દિવસ અને આઠ દિવસ એમ બે વિકલ્પ શિમલા મનાલી માટે ઉપલબ્ધ છે. શિમલાનો રોમેન્ટિક માહોલ, મનાલીની મોહક ઠંડી, સંગાથે તમારાં જેવી હાલમાં જ લગ્ન થયેલી જોડીઓ અને વીણા વર્લ્ડનું ચુસ્ત નિયોજન એમ બધું સુમેળ કરીને હનીમૂનની મીઠાશ વધુ ગુલાબી થશે એ કહેવાની જરૂર ખરી? એપ્રિલ-મેમાં લગ્નસરા જોઈને તેને કનેક્ટિંગ હનીમૂન સ્પેશિયલ શિમલા મનાલીનાં અનેક ડિપાર્ચર્સ છે અને તેમાં અમુકમાં થોડી જ જગ્યા બાકી છે. ખાસ પુણેગરાની માગણી અનુસાર હિમાચલની મોટા ભાગની સહેલગાહ માટે, હનીમૂન સ્પેશિયલ સાથે પુણેથી પુણે વિકલ્પ ઉપલબ્ધ છે. તો હવે સમય બગાડશો નહીં. આ ઉનાળાની રજાઓ સાર્થક કરવા માટે વેકેશન પરફેક્ટ ડેસ્ટિનેશનની, હિમાચલ પ્રદેશની મુલાકાત લો, વીણા વર્લ્ડ સંગાથે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

*