એલાઈનમેન્ટ

0 comments
Reading Time: 6 minutes

જનરલી ’ચાલી રહ્યું છે તે સારું છે ને. આપણે આ કર્યું તેથી જ તો આજનું રિઝલ્ટ દેખાય છે, તો પછી અમસ્તા જ બદલાવ શા માટે?’ આવી સામાન્ય રીતે ધારણા હોય છે. ’કશું પણ સેટ થાય એટલે તેને અનસેટ કરવાની આદત અથવા તેમાં બદલાવ કરવાની બીમારી એમને છે’ એવી ગુસપૂસ મને સાંભળવી પડે છે.

જો તજોતાંમાં વીણા વર્લ્ડ આગામી વર્ષે પાંચ વર્ષની થશે. દુનિયાની ગતિ સાથે ખભેખભા મિલાવીને આપણા જહાજનું ષઢ એડજસ્ટ કરવું એ જ મોટી જવાબદારી છે. આ માટે આપણે અને આપણી આસપાસના બધા લોકો તન-મન-વિચારથી સશક્ત બનવાનું જરૂરી છે. ચાર વર્ષમાં એક દમદાર કંપની ઊભી રહી શકે છે તે ‘નો ડાઉટ’ વીણા વર્લ્ડની આખી ટીમને બતાવી દીધું છે. તેની ખુશી અને ગર્વ જરૂર છે પરંતુ જે સફળતા મળી છે તે માથામાં હવા ભરી શકે છે એવી જોખમની ઘંટડી સતત આપણા કાનમાં વાગતી રહેવી જોઈએ અને મુખ્યત્વે તે આપણને સંભળાવી જોઈએ. આ વર્ષે ઉનાળાની રજામાં ભારતમાં અને વિદેશમાં અનેક સ્થળે વીણા વર્લ્ડના પર્યટકો બહુ મોટી સંખ્યામાં જોવા મળવાના છે એવો અંદાજ આવ્યો અને અમે બધા ટુર મેનેજર્સની મિટિંગ લીધી. મિટિંગનો એજન્ડા એક જ હતો, ‘પગ સતત જમીન પર રહેવા દો અને માથું ધડ પર.’ ‘આ વર્ષે આપણા પર્યટકો બધાં સ્થળે મોટી સંખ્યામાં દેખાશે તેનો ગર્વ જરૂર કરીએ, કારણ કે આપણે બધાએ એકત્રિત રીતે કરેલાં સારાં કામોની પહોંચ આપણને પર્યટકોએ આપી છે. જોકે આ ગર્વની લિમિટની બહાર આપણે ગયાં તો આપણા બોલવામાં, વર્તણૂકમાં, ચાલવામાં અને  વિચારમાં અજાણતાં જ નહીં આવવા જોઈએ તેવા બદલાવ આવવા લાગે છે અને તે જ જોખમ છે. આપણી અંદર ઘડાતો, આપણા ભવિષ્ય માટે મારક નીવડનારોઆ ગર્વનો બદલાવ મહેસૂસ કરવાની આપણી વિવેકબુદ્ધિ જાગૃત રહેવી જોઈએ. આપણને મહેનત અને મહેનતને જોરે એક-એક પગથિયું પાર કરીને લક્ષ્ય સાધવાનું છે અને આપણાં ઈચ્છિત લક્ષ્યોની ક્ષિતિજ સતત આગળ ધપતી રહેશે. ‘ધેર ઈઝ નો ફિનિશિંગ લાઈન એઝ સચ. લેટ્સ કીપ મુવિંગ!’ અને મને તેનો પણ અત્યંત ગર્વ છે કે અમારા ટુર મેનેજર્સે માથામાં હવા નહીં જવા દેતાં અફલાતૂન કામગીરી બજાવી અને બજાવી રહ્યા છે. અમે એક જ બંધનનું પાલન કરીએ છીએ, તે છે દર છ મહિને ભેગાં થઈએ છીએ, પોતાની કામગીરીનો આલેખ જોઈએ છીએ. પગ સંપૂર્ણ જમીનને ટેકવીને, માથું ધડ પર રાખીને ‘પોતાનું લક્ષ્ય’ શું છે તે પોતાને યાદ અપાવતાં રહીએ છીએ અને ખુલ્લા મનથી કામે લાગીએ છીએ.

‘નવી કંપની છે, સમજી લઈએ’ એ દિવસો હવે રહ્યા નથી. હવે આપણે અન્ય અનેક સંસ્થાઓની જેમ જ એક સંસ્થા છીએ અને દરરોજ દરેક ક્ષણે આપણને સેન્ટ પર્સન્ટ પરફોર્મ કરવાનું છે. ડિસેમ્બર 2017માં તેથી જ અમે બધાં મેનેજર્સ અને ઈનચાર્જની એક મિટિંગ બોલાવી. ‘નો એજન્ડા’ મિટિંગ. બધા પાસેથી એક વિચારણા થતી હતી, “શું લાવવાનું છે, આખા વર્ષનો પરફોર્મન્સ? પ્લસ માયનસ? આથી બધાએ પરફોર્મન્સ રિલેટેડ મિટિંગ હશે એવું ધારી લીધું હતું, પરંતુ પરફોર્મન્સ, ટાર્ગેટ મુદ્દા હતા જ નહીં, કારણ કે ‘મારાથી બધાનો પરફોર્મન્સ ઈઝ અ મસ્ટ,’ તેમાંથી કોઈ છટકી નહીં શકે, તો રોજિંદો નિત્યક્રમ બની ચૂક્યો છે, ઈટ્સ ટેકનિકલ.‘દે ધનાધન પરફોર્મન્સ આપતી વખતે પોતે અને પોતાની આસપાસ ડાયરેક્ટ્લી અને ઈનડાયરેક્ટ્લી ફરતી ટીમ આનંદિત હોવી જોઈએ. પરફોર્મન્સ આપતી વખતે તેનું કોઈ પણ પ્રેશર મન પર અને શરીર પર આવવું નહીં જોઈએ. હવે ચાર વર્ષ થયાં પછી આવતા ભવિષ્યની સામે જવા માટે વીણા વર્લ્ડમાં રિસ્પોન્સિબિલિટીઝ, પ્રોફાઈલ્સ, જોબ ડિસ્ક્રિપ્શન્સમાં બદલાવ કરવો પડવાનો હતો. અમને તે દેખાતો હતો. જનરલી ‘ચાલી રહ્યું છે તે સારું છે ને. આપણે આ કર્યું તેથી જ તો આજનું રિઝલ્ટ દેખાય છે તો પછી અમસ્તા જ બદલાવ શા માટે?’ આવી સામાન્ય રીતે ધારણા હોય છે. ‘કશું પણ સેટ થાય એટલે તેને અનસેટ કરવાની આદત અથવા તેમાં બદલાવ કરવાની બીમારી એમને છે’ એવી ગુસપૂસ મને સાંભળવી પડે છે. આજે અમે એક લાખ પર્યટકોને સહેલગાહ કરાવી રહ્યાં છીએ. આગામી બે વર્ષમાં તે સંખ્યા બે લાખથી વધી જશે અને ત્યારે પણ તે જ પર્સનલાઈઝ્ડ સર્વિસ આપણે આપવી હોય તો આપણને અમુક બદલાવ કરવાનું અનિવાર્ય છે. અને આવો બદલાવ જ્યારે જ્યારે કરવામાં આવે ત્યારે ત્યારે ગુસપૂસ માઈનસ વિરોધ અથવા નારાજી મેં ઝીલી છે, પરંતુ થોડા સમય પછી જે કર્યું તે રિઝલ્ટ આપવા લાગે છે ત્યારે બધાનો વિશ્ર્વાસ પુન:સ્થાપિત થવા લાગે છે. ડેફિનેટ્લી, કોઈ પણ બદલાવ સામે વિરોધ નિશ્ર્ચિત હોય છે ત્યારે લીડરે સબૂરીથી બધું લેવું પડે છે. આજે વીણા વર્લ્ડ પર્યટકોની સેવામાં તહેનાત છે ત્યારે ઓફિસ ટીમ, ટુર મેનેજર્સ અને પ્રીફર્ડ સેલ્સ પાર્ટનર્સ મળીને 1500 જણનું કુટુંબ બની ચૂક્યું છે. તેમાંથી નાનાં નાનાં જૂથોનું પ્રતિનિધિત્વ કરતા બધા ઈનચાર્જ અને મેનેજર્સ સંખ્યા 65 થી 70 છે. તેમાંથી અમુક અનુભવી છે તો અમુક તે રિસ્પોન્સિબિલિટીને ઝીલવા માટે નવા હોવાથી તેમને માનસિક રીતે દૃઢ બનાવવા અને તેમની સાથે આપણે પણ તેટલાં જ બળવાન હોવું બહુ મહત્ત્વપૂર્ણ છે. “આપણે આ શા માટે કરીએ છીએ. ઓર્ગેનાઈઝેશનમાં થનારા બદલાવ શા માટે થઈ રહ્યા છે તે જ તો સમજાવીને કહેવાનું હતું. ક્યાંક એક જણ બે જણને રિપોર્ટિંગ કરતો હતો તો ક્યાંક બે અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સ એક જ હાથ નીચે હતા. ક્યાંક પ્રોફાઈલની ક્લેરિટી નહોતી તો ક્યાંક એકબીજા પરની ડિપેન્ડન્સી બ્યુરોક્રસીમાં પરાવર્તિત થઈ હતી. હવે મને કહેવાનું હતું કે ‘તું હવે પેલું કામ છોડ અને ફક્ત આ કામ પર ધ્યાન કેન્દ્રિત કર.’ કોઈ પણ ટેકનિકલ એજન્ડા વિનાની આ મિટિંગ ભવિષ્યના પડકારોનો સામનો કરતી વખતે જે મજબૂત મનની જરૂર પડવાની છે તેની શરૂઆત થઈ. વીણા વર્લ્ડે અંતે આ દરેક ટીમને એકમાં એક સાંકળીને બનાવેલી મજેદાર સાંકળ આગળ જવાની છે. તેમાં દરેક ટીમે સશક્ત રીતે ઈન્ડિપેન્ડન્ટ્લી ડિપેન્ડન્ટ થવાનું જરૂરી છે. લખતી વખતે યાદ આવ્યું, ‘ઈફ યુ વોન્ટ ટુ બી  લીડર, ફર્સ્ટ બીકમ અ હ્યુમન બીઈંગ.’

નવું વર્ષ, સારી બાબતો શરૂ કરવા માટે એક ઉત્તમ યોગ છે. ‘લેટ્સ વિશ ઈચ અધર, ઓલ ધ વેરી બેસ્ટ ! હેપ્પી ન્યૂ ઈયર !’

Gujarati, Language

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.

*